________________
१४०
दृष्टिरागो महाभवो महामारो महाज्वरश्च योगसारः २।२ दृष्टिरागेण तीव्रानुभागानि दीर्घस्थितिकानि कर्माणि बध्यन्ते । ततो जीवस्य संसारो दीर्घो भवति । दृष्टिरागपीडितः स प्रभूतं कालं यावत् संसारे बम्भ्रमीति । इत्थं दृष्टिरागो दीर्घभवस्य कारणं, दीर्घभवस्तु तत्कार्यरूपः । ततः कारणे कार्योपचारं कृत्वाऽत्रोक्तं - दृष्टिरागो महाभवोऽस्ति ।
दृष्टिरागो महाहन्तृरूपो वर्तते । हन्ता एकस्मिन्भवे सकृन्मारयति । दृष्टिरागमोहितस्तत्त्वात्पराङ्मुखो भूत्वाऽशुभकर्माणि बध्नाति । तदुदये सोऽनन्तान्भवान्प्राप्नोति । तेषु भवेषु तस्याऽनन्तानि मरणानि भवन्ति । इत्थं जीवात्मनोऽनन्तमरणकारकत्वाद्दृष्टिरागो महाहन्ता कीत्तितः ।
ज्वरः स्तोकदिनानि यावत् शरीरमस्वस्थं करोति । औषधग्रहणेन ज्वरस्योपशमोऽपि भवति । दृष्टिरागज्वरतप्तो जीवोऽनेकाशुभकर्माणि बद्ध्वाऽनेकानि दुःखानि सहते । सोऽनेकव्याधिभिः पीड्यते। तस्य व्याधिदुःखपरम्पराया नाशो न सुकरः । इत्थं दृष्टिरागमोहितो जीवोऽतिशयेन पीड्यते । तस्याः पीडायाः स दुःखेन मुच्यते । तत उक्तं - दृष्टिरागो महाज्वररूप इति ॥२॥
દષ્ટિરાગથી ચીકણા અને લાંબી સ્થિતિવાળા કર્મો બંધાય છે. તેનાથી જીવનો સંસાર લાંબો થાય છે. દૃષ્ટિરાગથી પીડાયેલો તે જીવ ઘણા કાળ સુધી સંસારમાં વારંવાર ભમે છે. આમ દૃષ્ટિરાગ એ લાંબા સંસારનું કારણ છે, લાંબો સંસાર તેનું કાર્ય છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને અહીં કહ્યું કે દૃષ્ટિરાગ એ મોટો संसार छ
દૃષ્ટિરાગ મોટો હણનારો છે. હણનારો એક ભવમાં એકવાર મારે છે. દૃષ્ટિરાગથી મોહિત થયેલો તત્ત્વથી પરાઠુખ થઈને અશુભ કર્મો બાંધે છે. તેમના ઉદયે તેને અનંતા ભવો કરવા પડે છે. તે ભવોમાં તેના અનંત મરણ થાય છે. આમ જીવાત્માના અનંત મરણ કરાવનાર હોવાથી દષ્ટિરાગ એ મોટો હણનારો છે.
તાવ થોડા દિવસ સુધી શરીરને અસ્વસ્થ કરે છે. ઔષધ લેવાથી તાવ શમી પણ જાય છે. દષ્ટિરાગના તાવથી તપેલો જીવ અનેક અશુભ કર્મો બાંધીને અનેક દુઃખો સહે છે. તે અનેક રોગોથી પીડાય છે. તે રોગો અને દુઃખોની પરંપરાનો નાશ સહેલાઈથી થતો નથી. આમ દષ્ટિરાગથી મોહિત થયેલો જીવ અતિશય પીડાય છે, તે પીડામાંથી તે મુશ્કેલીથી છૂટે છે. તેથી કહ્યું કે દૃષ્ટિરાગ એ મોટો તાવ છે. (૨)