________________
१४२
दृष्टिरागो मत्सरहेतुः
योगसारः २/३
भवितव्यम् । ततोऽसौ पातकारी दृष्टिरागरूपो निर्मित इति सम्भाव्यते । दृष्टिरागेऽन्तरात्मनि प्रविष्टे सर्वे गुणाः पलायन्ते सर्वे च दोषा अहमहमिकयाऽऽगच्छन्ति । ततश्च तस्याऽऽत्मनो पातो भवति । दृष्टिरागेण रक्तो जीवः सर्वाणि पापान्याचरति । स्वाभिमतमतसिद्ध्यर्थं सोऽकार्यमपि समाचरति ।
दुःषमकालप्रभावतः प्रायः सर्वे जनाः पतन्ति । स्तोकानामेव जनानां पातो न भवति । ते तु सात्त्विका भवन्ति ।
I
दृष्टिराग ईर्ष्याया हेतु: । दृष्टिरागी स्वमतमेव तात्त्विकं मन्यते । ततः परमतावलम्बिषु तस्य मनसि मत्सरः प्रादुर्भवति । मत्सरः सर्वानपि गुणान् सर्वाञ्च साधनां दहति । मत्सरी पुण्यविहीनो गुणरिक्तश्च भवति । ततस्तस्य॑ पतनं भवति । मत्सरः सर्वदोषाणां मूलभूतो वर्त्तते । स सर्वदोषाणां प्रवेशद्वाररूपोऽस्ति ।
दृष्टिरागेण न केवलं दुर्जनानामेव मनसि मत्सरः प्रादुर्भवति, परन्तु सज्जना अपि तेन मत्सरपाशबद्धा विधीयन्ते । ततश्च सज्जनानामपि पातो भवति ।
પાડનાર આ દૃષ્ટિરાગ બનાવાયો છે એવી સંભાવના કરાય છે. અંતરાત્મામાં દૃષ્ટિરાગ પેસે એટલે બધા ગુણો ભાગી જાય છે અને બધા દોષો ‘વહેલો તે પહેલો’ના ધોરણે આવે છે. તેથી તે આત્માનું પતન થાય છે. દૃષ્ટિરાગથી રંગાયેલો જીવ બધા પાપોને આચરે છે. પોતાની ઇષ્ટ વસ્તુની સિદ્ધિ માટે તે અકાર્ય પણ કરે છે.
દુઃષમકાળના પ્રભાવથી પ્રાયઃ બધા લોકો પડે છે. થોડા જ લોકોનું પતન થતું નથી. તે તો સાત્ત્વિકો જ હોય છે.
દૃષ્ટિરાગ ઇર્ષ્યાનું કારણ બને છે. દૃષ્ટિરાગવાળો જીવ પોતાના મતને જ સાચો માને છે. તેથી બીજા મતવાળાઓ ઉપર તેના મનમાં ઇર્ષ્યા થાય છે. ઇર્ષ્યા બધા ય ગુણોને અને બધી સાધનાને બાળે છે. ઇર્ષ્યાળુ પુણ્ય વિનાનો અને ગુણો વિનાનો બને છે. તેથી તેનું પતન થાય છે. ઈર્ષ્યા બધા દોષોનું મૂળ છે. તે બધા દોષોના પ્રવેશદ્વાર રૂપ છે.
દૃષ્ટિરાગથી માત્ર દુર્જનોના જ મનમાં ઇર્ષ્યા નથી થતી, પણ સજ્જનોને પણ તે ઇર્ષ્યાની જાળમાં બાંધે છે. તેથી સજ્જનોનું પણ પતન થાય છે.