________________
११२
आत्मनि ज्ञातः परमात्मा मोक्षं कुरुते
योगसारः १/३६ ज्ञानं भवति। कर्ममालिन्यविमुक्त आत्मैव परमात्मेति बोधो भवति । तस्य स बोधो यथावस्थितो भवति न त्वस्पष्टः । आत्मनि परमात्मनो ज्ञाने जाते स तस्य परमात्मनः प्रकटनाय यतते। परमात्मनः प्रादुर्भावे सति स आत्मा स्वयं परमात्मा भवति । स मोक्षमवाप्नोति । मोक्षस्य स्वरूपमेवं प्रतिपादितमष्टकप्रकरणे - ' कृत्स्नकर्मक्षयान्मोक्षो, जन्ममृत्यादिवर्जितः । सर्वबाधाविनिर्मुक्त, एकान्तसुखसङ्गतः ॥३२/१॥'
आत्मनि परमात्मनो ज्ञाने जाते एवाऽऽत्मा मोक्षं प्राप्नोति । अत आत्मनि ज्ञातः परमात्मा तस्मै मोक्षं ददातीत्युच्यते ॥३५॥
अवतरणिका - आत्मनि ज्ञातः परमात्मा मोक्षं कुरुते इति दर्शितम्, अत्र कश्चिदाशङ्कते-जगति भिन्नभिन्ननामभिः प्रसिद्धा अनेकाः परमात्मानः सन्ति, तत आत्मनि कस्य परमात्मनो ज्ञानं कर्त्तव्यमिति । ततो ग्रन्थकारः प्रतिपादयति- जगति परमात्मा एक एव । परमात्मनो नामभेदेऽपि नाऽर्थभेद इति
मूलम् - बुद्धो वा यदि वा विष्णु-र्यद्वा ब्रह्माऽथवेश्वरः ।
उच्यतां स जिनेन्द्रो वा, नार्थभेदस्तथापि हि ॥ ३६ ॥
પરમાત્માનું જ્ઞાન થાય છે. કર્મની મલિનતા વિનાનો આત્મા જ પરમાત્મા છે એવો બોધ થાય છે. તેનો તે બોધ બરાબર હોય છે, અસ્પષ્ટ નહીં. આત્મામાં પરમાત્માનું જ્ઞાન થાય એટલે તે તે પરમાત્માને પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. પરમાત્મા પ્રગટ થાય એટલે તે આત્મા પોતે જ પરમાત્મા બની જાય છે. તે મોક્ષ પામે છે. મોક્ષનું સ્વરૂપ અષ્ટકપ્રકરણમાં આ રીતે બતાવ્યું છે, ‘બધા કર્મોનો ક્ષય થવાથી જન્મ-મરણ વગેરેથી રહિત, બધી બાધાઓથી રહિત, એકાંતે સુખથી યુક્ત जेवो भोक्ष थाय छे. (3२/१) '
આત્મામાં ૫રમાત્માનું જ્ઞાન થાય ત્યારે જ આત્મા મોક્ષ પામે છે. માટે આત્મામાં જણાયેલા પરમાત્મા તેને મોક્ષ આપે છે, એમ કહેવાય છે. (૩૫)
અવતરણિકા - આત્મામાં જણાયેલા પ૨માત્મા મોક્ષ આપે છે એ બતાવ્યું. અહીં કોઈને શંકા થાય છે કે, ‘જગતમાં જુદા જુદા નામવાળા અનેક પરમાત્મા છે, તો આત્મામાં કયા પરમાત્માનું જ્ઞાન કરવું ?' તેથી ગ્રન્થકાર જણાવે છે કે, ‘જગતમાં
१. जिनेन्द्रोऽपि D FI
-