________________
११४
परदर्शनाभिमतबुद्धकपिलादिषु नार्थाभेदः योगसारः १/३६ एवाऽस्ति, तर्हि नामभेदोऽत्राकिञ्चित्करः । एवं बुद्ध-विष्णु-ब्रह्मेश्वर-जिनेन्द्रादय एकस्यैव परमात्मनो वाचका भिन्नभिन्नशब्दाः । तेषां सर्वेषामपि शब्दानामभिधेयस्त्वेक एव परमात्मा । परमात्माऽनन्तज्ञानमयादिस्वरूपः । स यदि भिन्नभिन्नैः शब्दैरुच्यते, तॉपि तस्य स्वरूपं त्वेकमेव । नामभेदेन स्वरूपभेदो न भवति । स्वरूपेऽभिन्ने नामभेदस्त्वकिञ्चित्करः । इत्थं परमात्मैक एव, तस्य भिन्नभिन्नैर्नामभिर्मोहो न कर्त्तव्यः । येन केनाऽपि नाम्ना परमात्मन आराधनाः क्रियन्ते तयपि तासां सर्वासां विषय एक एव परमात्मा । ततस्ताः सर्वा अपि मोक्षं प्रापयन्ति ।
इदमत्रावधेयम् - अनन्तज्ञानमयादिकमेव परमात्मनस्तात्त्विकं स्वरूपम् । परदर्शनिनस्तु तद्व्यतिरिक्तानि परमात्मनो भिन्नभिन्नस्वरूपाणि मन्यन्ते । तैः परमात्मा भिन्नभिन्नैर्नामभिरुच्यते । तत्र नाम्नोऽपि भेदोऽस्ति, स्वरूपस्याऽपि । ततस्तत्र नार्थाभेदः । ततः परदर्शनिभिर्मता बुद्धकपिलादयो वस्तुतो न परमात्मस्वरूपाः । ततस्ते न सेव्याः । तत्र नामार्थयोरुभयोरपि भेदोऽस्ति । अनन्तज्ञानमयादिकं परमात्मस्वरूपं प्राप्तास्तु बुद्धकपिતે જ હોય તો નામો જુદા હોવાથી કંઈ ફરક પડતો નથી. એ જ રીતે બુદ્ધ, વિષ્ણુ, બ્રહ્મા, ઈશ્વર, જિનેન્દ્ર વગેરે એક જ પરમાત્માને જણાવનારા જુદા જુદા શબ્દો છે. તે બધા શબ્દોનો કહેવાનો વિષય એક જ પરમાત્મા છે. પરમાત્મા અનંતજ્ઞાનમય વગેરે સ્વરૂપવાળા છે. તેમને જો જુદા જુદા શબ્દોથી બોલાવાય, તો પણ તેમનું સ્વરૂપ તો એક જ છે. નામ જુદા હોવાથી સ્વરૂપ જુદું બની જતું નથી. સ્વરૂપ એક હોય તો જુદા જુદા નામોથી કંઈ ફરક પડતો નથી. આમ, પરમાત્મા એક જ છે. તેમના જુદા જુદા નામોથી મુંઝાઈ ન જવું. પરમાત્માની આરાધના કોઈ પણ નામથી કરાય, તો પણ તે બધી આરાધનાઓનો વિષય એક જ પરમાત્મા હોવાથી તે બધીય આરાધનાઓ મોક્ષ અપાવે છે.
અહીં આ ધ્યાનમાં રાખવું – પરમાત્માનું સાચું સ્વરૂપ અનંતજ્ઞાનમય વગેરે જ છે. બીજા દર્શનવાળાઓ તો તેનાથી જુદા પરમાત્માના અલગ અલગ સ્વરૂપો માને છે. તેઓ પરમાત્માને જુદા જુદા નામોથી બોલાવે છે. ત્યાં પરમાત્માના નામ પણ જુદા છે અને સ્વરૂપ પણ જુદા છે. તેથી ત્યાં અર્થ (સ્વરૂપ)નો અભેદ નથી. તેથી બીજા દર્શનવાળાઓએ માનેલા બુદ્ધ, કપિલ વગેરે હકીકતમાં પરમાત્મસ્વરૂપ નથી. માટે તેમની સેવા ન કરવી. ત્યાં નામ અને અર્થ (સ્વરૂપ) બન્નેયનો ભેદ છે. અનંતજ્ઞાનમય