________________
योगसारः १/४३ कामुकः कामुकीं ध्यायन् कामैकविह्वलो भवेत्
१२९ (देव) ध्यायन् रागादिविवशो भवेत् ॥४३॥
पद्मीया वृत्तिः - यथाशब्दो दृष्टान्तोपन्यासार्थः, कामुकी - प्रियां, ध्यायन् - चिन्तयन्, कामुकः - कामी पुरुषः, कामैकविह्वलः - कामेन-मन्मथेन एव एकेन विह्वलः-आकुल इति कामैकविह्वलः, 'भवेत्' इत्यत्राध्याहार्यम्, 'तथा' इत्यप्यत्राध्याहार्यम्, रागादिदूषितं - रागादयः-पूर्वोक्ता दोषाः, तैर्दूषितः-कलुषित इति रागादिदूषितः, तमिति रागादिदूषितम्, देवमित्यत्राध्याहार्यम्, ध्यायन् - प्रणिधानविषयं कुर्वन्, रागादिविवशः - रागादिभिर्विवश:-परवश इति रागादिविवशः, भवेत् - स्यात् ।
कामुकः सदा कामिनीं ध्यायति । स सर्वत्र स्वीयां प्रियामेव पश्यति । कामिनीध्यानेन तस्य मनसि कामोऽधिकं प्रज्वलति । ततः स कामेनाऽऽकुलो भवति । स कुत्रचिदपि रति न लभते । स कामोपशमाय कामिनीं ध्यायति, कामिनीध्यानेन तु तस्य कामो विवर्धते । एवं कामिनीध्यानेन स कामपरवशो भूत्वा दुःखी भवति ।
रागादिदोषदूषितदेवस्य ध्यानेन मनसि रागादिदोषाः प्रादुर्भवन्ति । ततो ध्याता रागादिपरवशो भवति । बाह्यदृष्ट्येप्सिताप्त्या स समृद्धो भवेत् परन्तु वस्तुतो रागादिपारवश्येन तस्य हानिरेव भवति ।। રાગ વગેરેથી દૂષિત થયેલા દેવનું ધ્યાન કરનાર રાગ વગેરેને પરવશ થાય. (૪૩)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - જેમ કામી પુરુષ પોતાની પ્રિયાનો વિચાર કરતાં કામથી ખૂબ પીડાય તેમ રાગ વગેરેથી ખરડાયેલા દેવનું ધ્યાન કરનાર પોતે પણ રાગ વગેરેથી પરવશ બને છે.
કામી પુરુષ હંમેશા પોતાની પ્રિયાનું ધ્યાન કરે છે. તેને બધે પોતાની પ્રિયા જ દેખાય છે. પ્રિયાના ધ્યાનથી તેના મનમાં કામ વધુ પ્રજવલિત થાય છે. તેથી તે કામથી આકુળ-વ્યાકુળ થાય છે. તેને ક્યાંય ચેન પડતું નથી. કામની શાંતિ માટે તે કામિનીનું ધ્યાન કરે છે. કામિનીના ધ્યાનથી તેનો કામ વધે છે. આમ કામિનીના ધ્યાનથી તે કામને પરવશ થઈને દુઃખી થાય છે.
રાગ વગેરેથી દૂષિત થયેલ દેવના ધ્યાનથી મનમાં રાગ વગેરે દોષો ઉત્પન્ન થાય છે. તેથી ધ્યાન કરનાર રાગ વગેરેને પરવશ બને છે. બાહ્યદષ્ટિથી ઇચ્છિત વસ્તુ મળવાથી તે સમૃદ્ધ બને, પણ હકીકતમાં રાગ વગેરેને પરવશ બનવાથી તેની હાનિ જ થાય છે.
૧૧