________________
योगसारः ११३९ परमात्मा वीतरागः
१२१ भवन्तीत्यत्राध्याहार्यम् ।
परमात्मनः स्वरूपं वीतरागत्वम् । यो वीतरागः स एव परमात्मा । यस्तु न वीतरागः स न परमात्मा । वीतरागः प्रियाऽप्रियेषु सर्वजीवेषु, इष्टाऽनिष्टेषु सर्वप्रसङ्गेषु, सुन्दराऽसुन्दरेषु सर्वपुद्गलेषु समो भवति । परमात्मत्वप्राप्तिप्रक्रियारूपायां क्षपकश्रेण्यां प्रथमं क्षीणकषायवीतरागछद्मस्थनामद्वादशगुणस्थानके वीतरागत्वं प्राप्यते, तत एव सयोगिकेवलिनामत्रयोदशगुणस्थानके सर्वज्ञत्वं प्राप्यते । अतो वीतरागत्वं परमात्मनः स्वरूपं प्रोक्तं तद्युक्तमेव । वीतरागत्वं द्विविधं-मोहनीयकर्मण उपशमेन निर्वृत्तं मोहनीयकर्मणश्च क्षयेण निर्वृत्तम् । परमात्मनो वीतरागत्वं द्वितीयप्रकारकं ज्ञेयम्, यतो मोहनीयकर्मोपशमनिर्वृत्तं वीतरागत्वं न चिरस्थायि भवति । तद् मोहनीयोपशमनिर्वृत्तं वीतरागत्वं भस्मच्छन्नवह्नितुल्यत्वं बिभत्ति । अन्तर्मुहूर्तानन्तरं मोहोदयेन तन्नश्यति । लोकेऽपि यः पक्षपातरहितो भवति स पूज्यो भवति । वीतरागस्तु सर्वथा पक्षपातरहितो भवति । अतः स एव परमात्मा । સમજવા. દોષો ગુણોના વિરોધી છે.
વીતરાગપણું એ પરમાત્માનું સ્વરૂપ છે. જે વીતરાગ છે તે જ પરમાત્મા છે. જે વીતરાગ ન હોય તે પરમાત્મા નથી. વીતરાગ પ્રિય અને અપ્રિય બધા જીવોને વિષે, ઇષ્ટ અને અનિષ્ટ બધા પ્રસંગોમાં, સારા અને ખરાબ બધા પુગલોને વિષે સમાન હોય છે. પરમાત્મા બનવાની પ્રક્રિયારૂપ ક્ષપકશ્રેણિમાં પહેલા ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ નામના બારમા ગુણસ્થાનકે વીતરાગપણું મળે છે, ત્યાર પછી જ સયોગીકેવલી નામના તેરમાં ગુણસ્થાનકે સર્વજ્ઞપણું મળે છે. માટે “વીતરાગપણું એ પરમાત્માનું સ્વરૂપ છે' એમ જે કહ્યું છે, તે બરાબર છે. વીતરાગપણે બે પ્રકારે છે - મોહનીયકર્મના ઉપશમથી થયેલું વીતરાગપણું અને મોહનીયકર્મના ક્ષયથી થયેલું વીતરાગપણું. પરમાત્માનું વીતરાગપણે બીજા પ્રકારનું જાણવું, કેમકે મોહનીયકર્મના ઉપશમથી થયેલું વીતરાગપણું લાંબુ ટકતું નથી. મોહનીયકર્મના ઉપશમથી થયેલું વીતરાગપણું રાખથી ઢંકાયેલા અગ્નિ જેવું છે. અંતર્મુહૂર્ત પછી મોહનીયકર્મનો ઉદય થવાથી તે નાશ પામે છે. લોકમાં પણ જે પક્ષપાત વિનાનો હોય છે તે પૂજ્ય બને છે. વીતરાગ સર્વથા પક્ષપાત રહિત છે. એથી એ જ પરમાત્મા છે. વીતરાગ એવા પાર્શ્વનાથ ભગવાને ઉપસર્ગ કરનારા કમઠ ઉપર દ્વેષ ન કર્યો અને ઉપસર્ગમાંથી