________________
१२४
माध्यस्थ्यमवलम्ब्य तत्त्वबुद्ध्या परमात्मस्वरूपं निश्चीयताम्
योगसार : १/४०
मलैः सर्वथा विनिर्मुक्तं वस्त्रं शुद्धं भवति । एवं दोषैः सर्वथा विनिर्मुक्त आत्मा परमात्मा भवति । परमात्मा सर्वोत्कृष्ट आत्मा । सर्वगुणसमृद्धिप्राप्त्या सर्वदोषहासेन च परमात्मनः शेषजीवात्मभ्य उत्कृष्टत्वं भवति । ततः परमात्मा सर्वगुणसमृद्धो भवति । तस्मिन्दोषलेशोऽपि न विद्यते । यदि परमात्मनि रागः स्यात्, तर्हि तत्र द्वेषादयो दोषा अपि स्युरेव । ततो दोषकलङ्कितस्य तस्य शेषजीवात्मभ्य उत्कृष्टत्वं न स्यात् । तत: स परमात्मा एव न स्यात् । तत इदं ज्ञायते - दोषैः सर्वथा विनिर्मुक्त आत्मा एव परमात्मा भवतीति । इदमत्र तात्पर्यम् - परमात्मा दोषमुक्त एव भवति । अतः परमात्मा वीतराग एव भवति ।
श्लोकोत्तरार्धेन ग्रन्थकारः कथयति - परमात्मनः स्वरूपं सर्वैः सूक्ष्मबुद्ध्या विचिन्त्यमिति । यस्मात् स्वीयं स्वार्थं सिध्यति यश्चाभीष्टं पूरयति जनास्तं परमात्मानं मन्यन्ते । ते स्थूलबुद्धयः सन्ति । ते स्वलाभमेव पश्यन्ति, न तु वस्तुतत्त्वं विचारयन्ति । अतो ग्रन्थकारोऽभिदधाति - माध्यस्थ्यमवलम्ब्यताम् - स्वेष्टदेवतापक्षपातं कुलपरम्परायात
મેલથી સર્વથા મુક્ત થયેલ વસ્ત્ર શુદ્ધ બને છે. એમ દોષોથી સર્વથા મુક્ત આત્મા પરમાત્મા બને છે. પરમાત્મા એટલે સર્વથી શ્રેષ્ઠ આત્મા. બધા ગુણોની સમૃદ્ધિ મળી હોવાથી અને બધા દોષો દૂર થયા હોવાથી પરમાત્મા શેષ જીવાત્માઓ કરતાં ચઢિયાતાં હોય છે. તેથી પરમાત્મા બધા ગુણોથી સમૃદ્ધ હોય છે, તેમનામાં થોડા પણ દોષો હોતા નથી. જો પરમાત્મામાં રાગ હોય તો તેમનામાં દ્વેષ વગેરે દોષો પણ હોય જ. તેથી દોષથી કલંકિત એવા તેઓ શેષ જીવાત્માઓ કરતાં ચઢિયાતાં ન થાય. તેથી તે પરમાત્મા જ ન થાય. તેથી એવું જણાય છે કે દોષોથી સર્વથા મુક્ત થયેલ આત્મા જ પરમાત્મા બને છે. અહીં કહેવાનું તાત્પર્ય આવું છે - ૫રમાત્મા દોષમુક્ત જ હોય છે. એથી પરમાત્મા વીતરાગ જ હોય છે.
શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રન્થકાર કહે છે કે બધાએ સૂક્ષ્મબુદ્ધિથી પરમાત્માના સ્વરૂપનો વિચાર કરવો. જેનાથી પોતાનો સ્વાર્થ સધાય અને જે પોતાના ઇચ્છિતને પૂરે તેને લોકો પ૨માત્મા માને છે. તેઓ સ્થૂલબુદ્ધિવાળા છે. તેઓ પોતાના લાભને જ જુવે છે. તેઓ વસ્તુના સાચા સ્વરૂપને વિચારતાં નથી. માટે ગ્રન્થકાર કહે છે કે મધ્યસ્થ બનો – એટલે કે પોતાના ઈષ્ટદેવતાના પક્ષપાતને કે કુળપરંપરાથી આવેલ દેવતાના પક્ષપાતને છોડીને તટસ્થ બનો. પછી સૂક્ષ્મબુદ્ધિથી પરમાત્માના સ્વરૂપનો વિચાર