________________
योगसारः १/३२ द्रव्यस्तवकर्तुविरतिरपि भवेत्
१०५ समुच्चिनोति, भवेत् - स्यात्, ततः - तर्हि, कर्मनिर्मथनम् - कर्मणां निर्मथनं-नाशनमिति कर्मनिर्मथनम्, तत् कर्मतापन्नम्, प्रति - लक्ष्यीकृत्य, स इत्यत्राऽध्याहार्यम्, प्रक्षरितः - प्रकर्षेण क्षरित:-चलितः इति प्रक्षरित:-उद्यतः, सिंहः - वनराजः, भवेदित्यत्राऽध्याहार्यम् ।
प्रकृष्टभावेन जिनपूजादिकं कुर्वाणस्य चारित्रमोहनीयकर्मक्षयोपशमो भवति । चारित्रमोहनीयं कर्म विरतेः प्रतिबन्धं करोति । ततो जीवस्य हृदये विरतिपरिणामो न प्रादुर्भवति । परमात्मा सर्वोत्कृष्टचारित्री । ततस्तद्भक्त्या चारित्रमोहनीयक्षयोपशमो भवति । यस्य भक्तिः क्रियते, तस्य गुणाः प्राप्यन्ते । परमात्मनः भक्त्या तस्य गुणाः प्राप्यन्ते । ततः स गृहस्थः कदाचित् चारित्रमपि स्वीकुर्यात् । चारित्रपालनशक्तौ सत्यामेव स चारित्रं स्वीकुर्यात् । यदि सामर्थ्याऽभावेऽपि स चारित्रं स्वीकुर्यात्तर्हि तस्य व्रतभङ्गो भवेत् । स साधुवेषं विमुच्य पुनर्गृहस्थो भवेत् । कदाचित् स वेषं न जह्यात्तीपि लिङ्गमात्रोपजीवी भवेत् । ततः स्वीयं सामर्थ्यमवगम्य तेन सर्वविरतिः स्वीकरणीया । इत्थं जिनभक्तिरूपेण द्रव्यस्तवेन जातचारित्राध्यवसायः स स्वसामर्थ्यानुसारेण विरतिरूपं भावस्तवमपि प्राप्नुयात् । ततो द्रव्यस्तवोऽपि प्रशस्योऽनुष्ठेयश्च । चारित्रप्राप्त्यनन्तरमपि
કદાચ ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી શક્તિને અનુરૂપ તેની સાવદ્ય યોગોમાંથી નિવૃત્તિ પણ થાય. તો પછી તે કર્મોનો નાશ કરવા માટે વિફરેલા સિંહ જેવો થાય છે.
પ્રકૃષ્ટભાવથી જિનપૂજા વગેરે કરનારાના ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. ચારિત્રમોહનીય કર્મ વિરતિને અટકાવે છે. તેથી જીવના હૃદયમાં વિરતિનો પરિણામ થતો નથી. પરમાત્મા સૌથી શ્રેષ્ઠ ચારિત્રધર છે. તેથી તેમની ભક્તિથી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. જેની ભક્તિ કરાય તેના ગુણો મળે. પરમાત્માની ભક્તિથી તેમના ગુણો મળે છે. તેથી તે ગૃહસ્થ કદાચ ચારિત્ર પણ લઈ લે. ચારિત્ર પાળવાની શક્તિ હોય તો જ તે ચારિત્ર સ્વીકારે. જો સામર્થ્ય ન હોવા છતાં તે ચારિત્ર સ્વીકારે તો તેના વ્રતોનો ભંગ થાય. તે સાધુવેષ છોડીને ફરી ગૃહસ્થ બને. કદાચ તે વેષ ન છોડે તો પણ સાધુવેષથી આજીવિકા ચલાવે. તેથી પોતાનું સામર્થ્ય જાણીને તેણે સર્વવિરતિ સ્વીકારવી જોઈએ. આમ, જિનભક્તિ રૂપી દ્રવ્યસ્તવ વડે જેને ચારિત્રના ભાવ થયા છે, તે પોતાના સામર્થ્યને અનુસાર વિરતિરૂપ ભાવસ્તવને પણ પામે છે. માટે દ્રવ્યસ્તવ પણ પ્રશંસાપાત્ર છે અને કરવા