________________
कषायाणामनर्थकृत्त्वम्
योगसारः १/९ ___ यद्यात्मा क्षमादिभिः कषायान्न नाशयति प्रत्युत स्वस्मिस्तेभ्यः स्थानं ददाति तर्हि ते कषाया बलवन्तो भवन्ति । ततश्च दृढतमाः सञ्जातास्ते आत्मनो न निर्गच्छन्ति । ते आत्मानं दोषैर्मलीमसं कुर्वन्ति । ततश्चाऽऽत्मा स्वीयं शुद्धं स्वरूपं विस्मरति विभावदशामेव च स्वभावदशां मन्यते । ततः स न स्वीयं शुद्धस्वरूपं प्राप्तुं यतते । फलतः स स्वस्मिन्वर्त्तमानां परमात्मतां त्यजति । क्रोधः प्रीतिं नाशयति, मानः विनयं नाशयति, माया मैत्रीभावं नाशयति, लोभः सर्वं नाशयति । उक्तञ्च - दशवैकालिकसूत्रेऽष्टमाध्ययने - 'कोहो पीइं पणासेइ, माणो विणयणासणो । माया मित्ताणि नासेइ, लोभो સવ્વવિપક્ષનો રૂટ' (છાયા – જોધ: પ્રીતિં પ્રપતિ , મનો વિનયનાશન: I माया मित्राणि नाशयति, लोभः सर्वविनाशनः ॥३८॥) आबाल्यादुरभ्राणां मध्ये वसन् सिंहो यथा स्वभावभूतं सिंहत्वं त्यजति विभावभूतं चोरभ्रत्वं स्वीकरोति तथा कषायैरभिभूत आत्मा स्वभावभूतां परमात्मतां त्यजति विभावभूतां च संसारितां प्राप्नोति । कषाया जीवस्य संसारवृक्षं सिञ्चन्ति वर्धयन्ति च । उक्तञ्च - देशवैकालिकसूत्रेऽष्टमाध्ययने - 'कोहो अ माणो अ अणिग्गहिया, माया अ लोभो अ पवड्डमाणा । चत्तारि
જો આત્મા ક્ષમા વગેરે વડે કષાયોનો નાશ ન કરે, ઊલટું પોતાની અંદર તેમને સ્થાન આપે તો તે કષાયો બળવાન બની જાય છે. પછી ખૂબ દઢ થયેલા તેઓ આત્મામાંથી નીકળતાં નથી. તેઓ દોષો વડે આત્માને ખૂબ મલિન કરે છે. તેથી આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલી જાય છે અને વિભાવદશાને જ સ્વભાવદશા માને છે. તેથી તે પોતાના શુદ્ધસ્વરૂપને પામવા પ્રયત્ન કરતો નથી. પરિણામે તે પોતાની અંદર રહેલા પરમાત્માપણાને ત્યજે છે. ક્રોધ પ્રેમનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મૈત્રીભાવનો નાશ કરે છે, લોભ બધાનો નાશ કરે છે. દશવૈકાલિકસૂત્રના આઠમાં અધ્યયનમાં ૩૮મી ગાથામાં આ જ વાત કહી છે. જેમ બાળપણથી ઘેટાઓની વચ્ચે રહેનારો સિંહ પોતાના સ્વભાવરૂપ સિંહપણાને છોડે છે અને વિભાવરૂપ ઘેટાપણાને સ્વીકારે છે, તેમ કષાયોથી હારેલો આત્મા પોતાના સ્વભાવરૂપ પરમાત્મપણાને છોડે છે અને વિભાવરૂપ સંસારીપણાને સ્વીકારે છે. કષાયો જીવના સંસારવૃક્ષને સિંચે છે અને વધારે છે. દશવૈકાલિકસૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે – ‘નિયંત્રણ વિનાના ક્રોધ અને માન, અને વધતા એવા માયા અને લોભ – આ ચાર સંપૂર્ણ કે કાળા કષાયો સંસારના મૂળને સિંચે છે. (૪૦)”