________________
योगसारः १/१८
शुद्धं सुवर्णं गुणापेक्षयैकमेव
५९
अशुद्धं सुवर्णमनेकप्रकारमस्ति । मलिनतातारतम्येन तस्य वैचित्र्यं भवति । सुवर्णं शुद्धीकरणार्थमग्निना ताप्यते । यथा यथा तत् ताप्यते तथा तथा तस्य मलिनता दूरीभवति । मालिन्ये सर्वथाऽपगते तत् सुविशुद्धं भवति । शुद्धसुवर्णस्याऽष्टौ गुणाः । अशुद्धसुवर्णे ते न सन्ति । विविधस्थानेषु वर्त्तमानमशुद्धं सुवर्णं विविधप्रकारमस्ति । सर्वस्थानेषु विद्यमाने शुद्धसुवर्णेऽष्टौ गुणाः सन्त्येव । ततः सर्वत्र विद्यमानं शुद्धसुवर्णं समानमेव । व्यक्तिरूपेणाऽऽकृत्या च तस्य भिन्नत्वेऽपि गुणाऽपेक्षया तदेकमेव । एवं कर्ममलिना आत्मानो विविधप्रकाराः सन्ति । कर्ममालिन्यतारतम्येन तेषां विचित्रता भवति । सा तु प्रत्यक्षतो दृश्यते एव । साधनाऽग्निनाऽऽत्मनां कर्ममालिन्यं दूरीभवति । यथा यथा साधना क्रियते तथा तथा कर्ममालिन्यमपगच्छति । कर्ममालिन्ये सर्वथाऽपगते आत्मा परमात्मा भवति । परमात्मन्यनन्तगुणाः सन्ति । संसार्यात्मसु ते न सन्ति । सर्वेषामपि परमात्मनां गुणास्तुल्या एव । ततो व्यक्तिरूपेणाऽऽकृत्या च परमात्मनामनन्तत्वेऽपि गुणापेक्षया परमात्मैक एव। गुणाऽपेक्षयैकत्वमन्यत्राऽपि प्रसिद्धम् । तथाहि - ओघनिर्युक्तावुक्तम्
અશુદ્ધ સુવર્ણ અનેક પ્રકારનું છે. મલિનતાની તરતમતાથી તેની વિચિત્રતા હોય છે. સુવર્ણને શુદ્ધ કરવા તે અગ્નિથી તપાવાય છે. જેમ જેમ તે તપાવાય છે તેમ તેમ તેનો મેલ દૂર થાય છે. મલિનતા સર્વથા દૂર થાય એટલે તે એકદમ વિશુદ્ધ થાય છે. શુદ્ધ સુવર્ણના આઠ ગુણ છે. તે અશુદ્ધ સુવર્ણમાં હોતા નથી. જુદા જુદા સ્થાનમાં રહેલું અશુદ્ધ સુવર્ણ જુદા જુદા પ્રકારનું છે. બધા સ્થાનોમાં રહેલ શુદ્ધ સુવર્ણમાં આઠ ગુણો હોય જ. તેથી બધે રહેલ શુદ્ધ સુવર્ણ સમાન જ છે. વ્યક્તિરૂપે અને આકૃતિથી તે જુદુ હોવા છતા પણ ગુણોની અપેક્ષાએ તે એક જ છે. એમ કર્મથી મલિન આત્માઓ વિવિધ પ્રકારના છે. કર્મની મલિનતાની તરતમતાથી તેમની વિચિત્રતા થાય છે. તે તો પ્રત્યક્ષથી દેખાય જ છે. સાધનાના અગ્નિથી આત્માઓની કર્મની મલિનતા દૂર થાય છે. જેમ જેમ સાધના કરાય છે તેમ તેમ કર્મની મલિનતા દૂર થાય છે. કર્મની મલિનતા સર્વથા દૂર થાય એટલે આત્મા પરમાત્મા બને છે. પરમાત્મામાં અનંતગુણો છે. તે સંસારી જીવોમાં નથી. બધા ય પરમાત્માઓના ગુણ તુલ્ય જ છે. તેથી વ્યક્તિરૂપે અને આકૃતિથી ૫રમાત્માઓ અનંત હોવા છતાં પણ ગુણોની અપેક્ષાએ ૫રમાત્મા એક જ છે. ગુણોની અપેક્ષાએ એકપણું હોવાની વાત બીજે પણ પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે - ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે - ‘એક સાધુની પૂજા