________________
योगसारः श२७
जिनाजैव संसारोच्छेदिनी बाह्यदृशा दृश्यमानाऽऽराधनाऽपि यदि जिनाज्ञाविरहिता स्यात्ती सा न चारित्ररूपा परन्तु विराधनारूपैव । उक्तञ्च सम्बोधसप्ततिकायाम् – 'आणारहिओ धम्मो पलालपुलु व्व पडिहाई॥४०॥' (छाया- आज्ञारहितो धर्मः पलालपुल इव प्रतिभाति ॥४०॥) आज्ञापालनं चारित्ररूपम् न केवलमाज्ञाज्ञानम् । तत आज्ञां ज्ञात्वैव न सन्तोषो विधेयः परन्त्वाज्ञापालनायाऽपि यतनीयम्। आज्ञापालनेनैव क्लिष्टकर्मनिर्जरणात्तूर्णं मुक्तिः प्राप्यते ।
जिनाज्ञैव संसारोच्छेदिनी । जिनाज्ञा जन्तोः संसारमुच्छिनत्ति । द्रव्यसंसारश्चतुर्गतिभ्रमणरूपः। भावसंसारः कर्मरूपः कार्ये कारणोपचाराद् दोषरूपो वा । जिनाज्ञापालनेन जीवस्य सकलकर्मक्षयो भवति दोषनाशो भवति चतुर्गतिभ्रमणञ्च स्थगितं भवति । ततो जिनाज्ञा जीवस्य संसारं नाशयति ।
इदमुक्तं भवति - जिनाज्ञापालनमेवाऽऽराधना ॥२७॥
अवतरणिका - जिनाज्ञाया माहात्म्यं दर्शयित्वाऽधुना जिनाज्ञापालनोपायान्दर्शयति - તેનાથી તો કર્મો વધુ પુષ્ટ થાય છે. બાહ્યદૃષ્ટિથી દેખાતી વિરાધના પણ જો જિનાજ્ઞા પૂર્વકની હોય તો તે પણ ચારિત્ર છે. બાહ્યદૃષ્ટિથી દેખાતી આરાધના પણ જો જિનાજ્ઞા વિનાની હોય તો તે ચારિત્રરૂપ નથી, પરન્તુ વિરાધનારૂપ છે. સંબોધસપ્તતિકામાં કહ્યું છે – “આજ્ઞા વિનાનો ધર્મ સુકા ઘાસના પૂડા જેવો છે.” આજ્ઞાનું પાલન એ ચારિત્રરૂપ છે, માત્ર આજ્ઞાનું જ્ઞાન નહીં. માટે આજ્ઞાને જાણીને જ સન્તોષ ન માનવો પણ આજ્ઞાનું પાલન કરવા માટે પણ યત્ન કરવો. આજ્ઞાના પાલનથી જ ક્લિષ્ટ કર્મોની નિર્જરા થવાથી શીઘ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
જિનાજ્ઞા જ સંસારનો નાશ કરનારી છે. જિનાજ્ઞા જીવના સંસારનો નાશ કરે છે. દ્રવ્યસંસાર ચારગતિમાં પરિભ્રમણ કરવારૂપ છે. ભાવસંસાર કર્મરૂપ છે, અથવા કાર્યમાં કારણનો ઉપચાર કરવાથી દોષરૂપ છે. જિનાજ્ઞાના પાલનથી બધા કર્મોનો ક્ષય થાય છે, દોષોનો નાશ થાય છે અને જીવનું ચારગતિમાં ભ્રમણ અટકી જાય છે. તેથી જિનાજ્ઞા જીવના સંસારનો નાશ કરે છે.
ટુંકમાં - જિનાજ્ઞાનું પાલન એ જ આરાધના છે. (૨૭).
અવતરણિકા - જિનાજ્ઞાનું માહાસ્ય બતાવીને હવે તેને પાળવાના ઉપાયો બતાવે છે –