________________
योगसारः १/३१
भावस्तवाऽसमर्थेन द्रव्यस्तवोऽवश्यं कर्त्तव्यः
चिन्तामणिश्चिन्तितमेव ददाति परमात्मप्रभावात्तु चिन्ताऽतीतमपि प्राप्यते ।
भावस्तवसमर्थेन भावस्तव एव विधेयः । तेन प्रभोः परमाऽऽराधना भवति । भावस्तवाऽसमर्थेन द्रव्यस्तवो विधेयः । न च द्रव्यस्तवो भक्तिरूप एव न त्वाराधनारूप:, अतो न विधेय- इत्याशङ्क्यम्, यतः भावस्तवाऽसमर्थेन द्रव्यस्तवोऽवश्यं कर्त्तव्यः । यदि स तमपि न करोति तर्हि दुर्लभं मानुष्यं जिनशासनञ्च प्राप्य वृथा गमयति । द्रव्यस्तवे कृते परमात्मप्रभावात् स कल्याणमवाप्नोत्येव । ततस्तेन द्रव्यस्तवे प्रमादो न विधेयः ॥३०॥
१०१
अवतरणिका - द्रव्यस्तवोऽपि कल्याणाय भवतीति प्रतिपादितम् । अधुना तस्य द्रव्यस्तवस्यैव माहात्म्यं व्यनक्ति
मूलम् - स्वर्गापवर्गदो द्रव्य-स्तवोऽत्रापि सुखावहः । हेतुश्चित्तप्रसत्तेस्तत्-कर्त्तव्यो गृहिणा सदा ॥ ३१ ॥
अन्वयः
द्रव्यस्तवः स्वर्गापवर्गदः, अत्रापि सुखावहः, चित्तप्रसत्तेर्हेतुः, तत् गृहिणा सदा (स) कर्त्तव्यः ॥३१॥
-
તેનું કલ્યાણ કરે છે. ચિન્તામણિ મનમાં વિચારેલ વસ્તુ જ આપે છે. પરમાત્માના પ્રભાવથી તો નહીં ચિન્તવેલું પણ મળે છે.
ભાવસ્તવ કરવા સમર્થ વ્યક્તિએ ભાવસ્તવ જ કરવો. તેનાથી પરમાત્માની શ્રેષ્ઠ આરાધના થાય છે. ભાવસ્તવ કરવા અસમર્થ વ્યક્તિએ દ્રવ્યસ્તવ કરવો. એમ ન વિચારવું કે, ‘દ્રવ્યસ્તવ ભક્તિરૂપ જ છે, આરાધનારૂપ નથી, માટે ન કરવો જોઈએ.’ ભાવસ્તવ કરવા અસમર્થ વ્યક્તિ માટે દ્રવ્યસ્તવ એ શ્રેષ્ઠ કર્તવ્ય છે. જો તે દ્રવ્યસ્તવ પણ ન કરે તો દુર્લભ એવું મનુષ્યપણું અને જિનશાસન પામીને ફોગટ હારી જાય છે. દ્રવ્યસ્તવ કરવાથી પરમાત્માના પ્રભાવથી તે કલ્યાણ પામે જ છે. તેથી તેણે દ્રવ્યસ્તવમાં પ્રમાદ ન કરવો. (૩૦)
અવતરણિકા - દ્રવ્યસ્તવ પણ કલ્યાણ માટે થાય છે એમ બતાવ્યું. હવે દ્રવ્યસ્તવનું જ માહાત્મ્ય સ્પષ્ટ કરે છે -
શબ્દાર્થ - દ્રવ્યસ્તવ સ્વર્ગ અને મોક્ષ આપનાર છે, તે અહીં પણ સુખ લાવનાર છે, તે મનની પ્રસન્નતાનું કારણ છે. માટે ગૃહસ્થે હંમેશા દ્રવ્યસ્તવ કરવો જોઈએ. (૩૧)