________________
९८
भावस्तवद्रव्यस्तवस्वरूपम्
योगसारः १।२९ रूपम् । क्षुद्रस्यापि जीवस्य हिंसा चारित्रे वर्जनीया । परमात्मनः करुणा सर्वजीवेषु वर्षति । स सर्वजीवान्दुःखेभ्यो मोचयितुमभिलषति । तत एव स चारित्रमार्ग दर्शयति यत्र सम्पूर्णतया जीवदया पालनीया । चारित्रं पालयन्परमात्मन उपदेशानुसारेण स्वजीवनं निर्मिमीते । ततश्चारित्रपालनेन स आराधितो भवति ।
परमात्मनः पूजादिकं तु द्रव्यस्तवरूपम् । परमात्मा वीतरागः । ततः स न पूजादिकमपेक्षते । जीवास्तस्य पूजादिकं कृत्वा तं प्रति स्वभक्तिं दर्शयन्ति । पूजकस्य प्रभौ रागो वर्तते । पूजादिभिः स स्वर्गादिकं प्राप्नोति । ततः पूजादिभिस्तस्य सरागता भवति । इदमपि पूजादिकं परमात्मनो भक्तिरूपमेव, परन्तु वस्तुतस्तस्य वीतरागत्वात् तद्वचनपालनं तद्भक्तिमतिशेते । अत एव भावस्तवोऽपि द्रव्यस्तवमतिशेते । तत एवोक्तं - संयमपालनरूपेण भावस्तवेन परमात्मन आराधना भवति, पूजादिरूपेण द्रव्यस्तवेन पूजकस्य सरागता भवति । परमात्मभक्तिं कुर्वताऽपि चारित्रपालनमेव लक्ष्यीकर्त्तव्यम्, यतो द्रव्यस्तवस्याऽपि फलं भावस्तव एव । અભયદાનની ઘોષણા. ચારિત્રમાં નાનામાં નાના જીવની હિંસાનું વર્જન કરવાનું છે. પરમાત્માની કરુણા બધા જીવો ઉપર વરસે છે. તેઓ બધા જીવોને દુઃખોમાંથી છોડાવવા ઝંખે છે. તેથી જ તેઓ ચારિત્રમાર્ગ બતાવે છે કે જેમાં સંપૂર્ણપણે જીવદયા પાળવાની છે. ચારિત્ર પાળનાર પરમાત્માના ઉપદેશને અનુસારે પોતાનું જીવન બનાવે છે. તેથી ચારિત્રના પાલનથી પરમાત્માની આરાધના થાય છે.
પરમાત્માની પૂજા વગેરે તો દ્રવ્યસ્તવરૂપ છે. પરમાત્મા વીતરાગ છે. તેથી તેમને પૂજા વગેરેની અપેક્ષા નથી. જીવો તેમની પૂજા વગેરે કરીને તેમના પ્રત્યે પોતાની ભક્તિ બતાવે છે. પૂજકને પ્રભુ ઉપર રાગ હોય છે. પૂજા વગેરેથી તેને સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે. તેથી પૂજા વગેરેથી પૂજક સરાગી થાય છે. આ પૂજા વગેરે પણ પરમાત્માની ભક્તિરૂપ જ છે. પણ હકીકતમાં પરમાત્મા વીતરાગ હોવાથી તેમની ભક્તિ કરતા તેમના વચનનું પાલન ચઢી જાય છે. માટે જ ભાવસ્તવ પણ દ્રવ્યસ્તવ કરતા ચઢી જાય છે. તેથી જ કહ્યું કે સંયમપાલનરૂપી ભાવસ્તવથી પરમાત્માની આરાધના થાય છે. પૂજા વગેરે રૂપી દ્રવ્યસ્તવથી પૂજક સરાગી થાય છે. પરમાત્માની ભક્તિ કરનારાએ પણ લક્ષ્ય તો ચારિત્રપાલનનું જ રાખવું જોઈએ, કેમકે દ્રવ્યસ્તવનું ફળ પણ ભાવસ્તવ જ છે.