________________
योगसारः १२०
परमात्मा सर्वत्र समः च प्रापयति। परमात्मा सर्वजीवेषु तुल्योऽस्ति । तस्य न कश्चिदपि निजः परो वा, समदर्शित्वात् । स कुत्रापि पक्षपातं न करोति । स एवं विभागं न करोति-इमे मे स्वकीया इमे च परे, स्वकीयांस्तारयिष्यामि, न तु परानिति । चन्द्रसूर्यौ जगद्धितार्थं प्रकाशयतः। तौ सर्वत्र समौ । तौ सर्वत्र समानमेव प्रभासयतः । यो नेत्रे द्वारादीनि चोद्घाटयति स प्रकाशं प्राप्नोति, विपरीतस्तु न । मेघः सर्वत्र समतया वर्षति । यः स्वीयं पात्रमुद्घाटयति तस्य पात्रं भ्रियते । यः स्वीयं पात्रं पिदधाति तस्य पात्रं रिक्तमेव तिष्ठति। तत्र मेघस्य न कोऽपि दोषः, स तु सम एव, दोषस्तु जीवानामेव । एवं परमात्माऽपि सर्वजीवेषु तुल्यामेवाऽऽज्ञामकरोत् । यस्तां पालयति स मुक्तिमवाप्नोति, विपरीतस्तु संसारे भ्रमति । तत्र न परमात्मनः कोऽपि दोषः, दोषस्तु जीवानामेव । . अनेन वृत्तेनेदं सूचितं - सर्वे जीवाः परमात्मन आराधनां कृत्वा स्वकल्याणं कर्तुं शक्नुवन्ति । ततोऽनेन वृत्तेन परमात्मनो समत्वं दर्शयित्वा ‘परमात्मा स्वभक्तानेव तारयति, न परान्' - इति परमतमप्यपास्तम् ॥२०॥ વિષે સમાન છે. તેમની માટે કોઈ પોતાનો કે પારકો નથી, કેમકે તેઓ બધાને સમાન રીતે જોનારા છે. તેઓ કયાંય પણ પક્ષપાત કરતાં નથી. તેઓ એવો વિભાગ કરતાં નથી કે આ મારા પોતાના છે અને આ પારકા છે, પોતાનાઓને હું તારીશ, પારકાઓને નહીં. ચન્દ્ર-સૂર્ય જગતના હિત માટે પ્રકાશે છે. તેઓ બધાને વિષે સમાન હોય છે. તેઓ બધે સરખો જ પ્રકાશ આપે છે. જે આંખ અને બારણા વગેરે ઉઘાડા રાખે છે તેને પ્રકાશ મળે છે. જે આંખ અને બારણા વગેરે બંધ રાખે છે તેને પ્રકાશ મળતો નથી. વાદળ બધે સરખી રીતે વરસે છે. જે પોતાનું વાસણ ઉઘાડે છે તેનું વાસણ ભરાય છે, જે પોતાનું વાસણ બંધ રાખે છે તેનું વાસણ ખાલી જ રહે છે. એમાં વાદળનો કોઈ દોષ નથી, તે તો સમાન જ છે, દોષ તો જીવોનો જ છે. એમ પરમાત્માએ પણ બધા જીવોને વિષે તુલ્ય જ આજ્ઞા કરી છે. જે તેનું પાલન કરે છે તે મુક્તિ પામે છે, જે તેનું પાલન કરતો નથી તે સંસારમાં ભમે છે. તેમાં પરમાત્માનો કોઈ દોષ નથી. દોષ તો જીવોનો જ છે.
આ શ્લોકથી એ સૂચવ્યું કે બધા જીવો પરમાત્માની આરાધના કરીને પોતાનું કલ્યાણ કરી શકે છે. તેથી આ શ્લોકથી પરમાત્માનું સમાનપણું બતાવી “પરમાત્મા પોતાના ભક્તોને જ તારે છે, બીજાને નહીં.” એવા પરદર્શનવાળાના મતનું ખંડન કર્યું. (૨૦)