________________
परमात्माज्ञाऽतिदुर्लभा
योगसारः १/२३
परमात्माऽऽज्ञा कृच्छ्रप्राप्या । चतुर्गतिकेऽस्मिन्संसारे मनुष्यभवोऽपि दुर्लभः । देवनारक-तिर्यग्भ्यो मनुष्याः स्तोकाः । महर्षिभिर्दशभिर्दृष्टान्तैर्मनुष्यभवस्य दुर्लभता वर्णिता । कथञ्चित्कर्मलाघवेन मानुषे भवे प्राप्तेऽपि जैनकुलप्राप्तिरतिदुर्लभा । प्रायो जैनकुले प्राप्ते एव जिनाज्ञा प्राप्यते । ततो जिनाज्ञाऽप्यतिदुर्लभा ।
I
८०
जिनाज्ञाया सार एकविंशतितमद्वाविंशतितमश्लोकद्वयोक्तत्रिरूप: । जिनाज्ञाया अयं सारः सुखेन शीघ्रञ्च पालयितुं शक्यते ।
इत्थमस्मिन् श्लोके परमात्माऽऽज्ञायाश्चत्वारि विशेषणानि दर्शयित्वा तस्या माहात्म्यं वर्णितम् । ततश्च जीवानां जिनाज्ञापालनोत्साहो वर्द्धितः ॥२३॥
अवतरणिका - जिनाज्ञाया माहात्म्यं दर्शितम् । अधुना जिनाज्ञापालनापालनाभ्यां जायमाने लाभहानी दृष्टान्तैः समर्थयति
मूलम् - विश्वस्य वत्सलेनाऽपि, त्रैलोक्यप्रभुणाऽपि च ।
-
પરમાત્માની આજ્ઞા મુશ્કેલીથી મળે એવી છે. ચાર ગતિરૂપ આ સંસારમાં મનુષ્યભવ પણ દુર્લભ છે. દેવો-નારકો-તિર્યંચો કરતા મનુષ્યો થોડા છે. મહાત્માઓએ દશ દૃષ્ટાન્તો વડે મનુષ્યભવની દુર્લભતાનું વર્ણન કર્યું છે. કોઇક રીતે કર્મો ઓછા થવાથી મનુષ્યભવ મળવા છતાં પણ જૈનકુળની પ્રાપ્તિ ખૂબ દુર્લભ છે. પ્રાયઃ જૈનકુળ મળે તો જ જિનાજ્ઞા મળે છે. તેથી જિનાજ્ઞા પણ ખૂબ દુર્લભ છે.
પરમાત્માની આજ્ઞાનો સાર એકવીશમા-બાવીશમા બે શ્લોકોમાં કહેલા ત્રણ સ્વરૂપવાળો છે. પરમાત્માની આજ્ઞાનો આ સાર સુખેથી અને શીઘ્ર પાળી શકાય છે.
આમ આ શ્લોકમાં પરમાત્માની આજ્ઞાના ચાર વિશેષણ બતાવીને તેના માહાત્મ્યનું વર્ણન કર્યું છે. તેથી પરમાત્માની આજ્ઞા પાળવાનો જીવોનો ઉત્સાહ વધાર્યો છે. (૨૩)
અવતરણિકા – પરમાત્માની આજ્ઞાનું માહાત્મ્ય બતાવ્યું. હવે પરમાત્માની આજ્ઞાના પાલન અને અપાલનથી થતા લાભ અને નુકસાનનું દૃષ્ટાન્તો વડે સમર્થન કરે છે -