________________
૮૪ जिनाज्ञाविराधका भवे भ्रमिष्यन्ति યોગસાર: શર૪,ર૫,૨૬ दर्शकः । सोऽनन्तवीर्यवत्त्वात्सर्वसमर्थः । अत एव स त्रिभुवनस्य प्रभुः ।
तदानीं श्रीवीरः साक्षाद्विचरन्नासीत्, न तु परोक्षः ।
इत्थं विश्ववत्सलेन त्रिलोकप्रभुणा साक्षाद्विचरताऽपि श्रीवीरेण कालसौकरिकादयो निजाऽऽज्ञाविराधका भवसमुद्रपातान्न रक्षिताः । प्रभुहृदये तु सर्वजीवोत्तारणभावनाऽऽसीत् । परन्तु कालसौकरिकादिभिर्जिनाज्ञा न स्वीकृता । ततस्ते कर्मनिर्जराभाजो नाऽभवन् । प्रत्युत घोरपापानि कृत्वा ते गुरुकाणो जाताः । ततस्ते भवसागरे न्यमज्जन् । स्वकृतकर्मविपाकेन ते आयतौ दुःखिता भविष्यन्ति । ते संसारे भ्रमिष्यन्ति । कालसौकरिक: प्रतिदिनं पञ्चशतमहिषाणां वधमकरोत् । ततस्तीवाशुभकर्माणि बद्ध्वा रौद्रध्यानेन मृत्वा स सप्तमं नरकं प्रयातः । गोशालकजमालिभ्यां तीर्थकृत आशातना कृता । ततस्तेऽपि संसारे भ्रमिष्यन्ति । एवमन्यैरपि यैर्जिनाऽऽज्ञा नाऽराधिता ते सर्वेऽपि दुःखेन तुदिताः सन्तः संसृतिमटिष्यन्ति । विश्ववत्सल-त्रिलोकप्रभु-साक्षाद्वर्तमानोऽपि श्रीवीरप्रभुर्दुर्गतौસ્વરૂપ બતાવનારા છે. તેઓ અનંતવીર્યવાળા હોવાથી બધા કરતા સમર્થ છે. માટે જ તેઓ ત્રણ ભુવનના સ્વામી છે.
ત્યારે શ્રીવીરપ્રભુ સાક્ષાત્ વિચરતા હતા, પરોક્ષરૂપે નહીં.
આમ વિશ્વ ઉપર વાત્સલ્યવાળા, ત્રણ લોકના સ્વામી, સાક્ષાત વિચરતા એવા પણ શ્રીવીરપ્રભુએ કાલસૌકરિક વગેરે પોતાની આજ્ઞાની વિરાધના કરનારાઓને સંસારસમુદ્રમાં પડતાં બચાવ્યા નહીં. પ્રભુના હૃદયમાં તો બધા જીવોને તારવાની ભાવના હતી. પણ કાલસૌકરિક વગેરેએ પ્રભુની આજ્ઞા ન સ્વીકારી. તેથી તેઓ કર્મનિર્જરાના ભાગી ન થયા. ઊલટું ઘોર પાપો કરીને તેઓ ભારેકર્મી થયા. તેથી તેઓ સંસારસાગરમાં ડૂળ્યા. પોતે કરેલા કર્મોના ઉદયથી તેઓ ભાવિમાં દુઃખી થશે. તેઓ સંસારમાં ભમશે. કાલસૌકરિક દરરોજ ૫૦૦ પાડાઓને મારતો હતો. તેથી તીવ્ર અશુભ કર્મો બાંધીને રૌદ્રધ્યાનમાં મરીને તે સાતમી નરકે ગયો. ગોશાળા અને જમાલીએ શ્રીવીરપ્રભુની આશાતના કરી. તેથી તેઓ પણ સંસારમાં ભમશે. એમ બીજા પણ જેમણે પરમાત્માની આજ્ઞાની આરાધના ન કરી તે બધા પણ દુઃખથી પીડાઈને સંસારમાં ભમશે. વિશ્વ ઉપર વાત્સલ્યવાળા, ત્રણ લોકના સ્વામી, સાક્ષાત્ વિચરતા હોવા છતા પણ શ્રીવીરપ્રભુ દુર્ગતિમાં પડનારા તેમને બચાવી ન