________________
योगसार : १/२४, २५, २६
जिनाज्ञाराधका मुक्तिं प्रयाताः
प्रपततस्तान्रक्षितुं नाऽशक्नोत् । स्वकृतकर्म्मभिरेव ते दुःखिता जाता: ।
यैस्त्वभयकुमारादिभिर्जिनाज्ञाऽऽराधिता ते भवपारं प्राप्ताः । ते प्रभौ भक्तिमन्त आसन्। ततस्ते जिनाज्ञां बहुमतवन्त आराधितवन्तश्च । ततस्ते कर्मनिर्जराभाजोऽभवन् । सर्वकर्मक्षयेण ते निर्वाणं प्राप्नुवन् प्राप्स्यन्ति वा । ततस्ते दुःखैकसङ्कुलात्संसारपारावारान्मुक्ता मोक्ष्यन्ति वा । निम्बवृक्षस्य सर्वाण्यप्यङ्गानि कटुरसयुक्तान्येव सन्ति । एवं संसारोऽपि सर्वत्र सर्वथा दुःखरूप एव । अभयकुमारादयो जिनोपदेशं श्रुत्वा प्रव्रजितवन्तः । संयमसाधनां कृत्वा त आसन्नसिद्धिगामिनोऽभवन् । केचन तस्मिन्नेव भवे निर्वृताः, अपरे तु स्तोकभवैर्निर्वाणमिता एष्यन्ति वा ।
८५
श्रीवीरः सर्वत्र समोऽभवत् । तदाज्ञापालकाः सुखिनोऽभवन् विपरीताश्च दुःखिनः । इत्थं प्रभुणा न कोऽपि संसारान्मोचितस्तत्र वा पातित: । ते जीवाः स्वयं स्वकृत्यानुसारेण स्वात्मानं संसारान्मोचितवन्तस्तत्र वा पातितवन्तः । ततो नैगमनयमाश्रित्यात्रोक्तं- प्रभुणा
I
શક્યા. પોતે કરેલા કર્મો વડે જ તેઓ દુઃખી થયા.
અભયકુમા૨ વગેરે જેમણે પરમાત્માની આજ્ઞાની આરાધના કરી તેઓ સંસારથી પાર ઊતરી ગયા. તેઓ પ્રભુ ઉપર ભક્તિવાળા હતા. તેથી તેઓ પ્રભુની આજ્ઞાને બહુ માનતા હતા અને તેની આરાધના કરતા હતા. તેથી તેઓ કર્મનિર્જરાના ભાગી થયા. બધા કર્મોનો ક્ષય કરી તેઓ નિર્વાણ પામ્યા અથવા પામશે. તેથી તેઓ એકમાત્ર દુઃખથી ભરેલા સંસારસમુદ્રમાંથી મુક્ત થયા અથવા મુક્ત થશે. લિંબડાના બધા અંગો કડવા જ હોય છે. એમ સંસાર પણ બધે બધી રીતે દુઃખરૂપ જ છે. અભયકુમાર વગેરેએ પ્રભુનો ઉપદેશ સાંભળીને ચારિત્ર લીધું. સંયમની સાધના કરીને તેઓ નિકટમુક્તિગામી થયા. કેટલાક તે જ ભવમાં મોક્ષે ગયા, બીજા થોડાક ભવોમાં મોક્ષમાં ગયા અથવા જશે.
શ્રીવીરપ્રભુ બધાને વિષે સમાન હતા. તેમની આજ્ઞાનું પાલન કરનારા સુખી થયા અને તેમની આજ્ઞાની વિરાધના કરનારા દુ:ખી થયા. આમ પ્રભુએ કોઇને પણ સંસારમાંથી બચાવ્યા નથી કે સંસારમાં પાડ્યા નથી. તે જીવોએ પોતે જ પોતાના કૃત્યોને અનુસારે પોતાના આત્માને સંસારમાંથી છોડાવ્યો કે સંસારમાં પાડ્યો. તેથી અહીં નૈગમનયને આશ્રયીને કહ્યું કે પ્રભુએ પોતાની આજ્ઞાને