________________
योगसारः १/२४,२५, २६
विश्ववत्सलस्त्रिलोकनाथः श्रीवीरः
I
बालकं प्रति यो भावो वर्त्तते स वात्सल्यमित्युच्यते । वात्सल्यान्माता बालकस्याऽपराधान्न पश्यति, कदाचिदपराधदर्शनेऽपि सा तस्मै न क्रुध्यति । सा बालकृतानपराधान्सोवाऽपि बाले वात्सल्यमेव वर्षयति । वात्सल्यात्तस्याः स्तनयोर्वर्त्तमानं रुधिरं दुग्धरूपं जायते श्रीवीरो जगतो माताऽऽसीत् । तस्य हृदये सर्वजीवान्प्रति वात्सल्यमासीत् । अत एव क्षुद्रजीवैरुपसर्गेषु कृतेष्वपि स तान्सम्यग्सोढवान् । स न कदाचिदपि तानदण्डयत्, नाऽपि तेभ्योऽकुप्यत्, नाऽपि तेषामशुभमचिन्तयत् । स प्रत्युत तेषां हितमेवाऽचिन्तयत्तत्कृते च प्रावर्त्तत । वात्सल्यात्तद्देहस्थमसृगपि क्षीररूपं सञ्जातम् । अत एव यदा चण्डकौशिकसर्पेण स चरणे दष्टस्तदा तस्मात्क्षीरधारा निरसरत् ।
८३
श्रीवीरस्त्रिलोकनाथ आसीत् । मनुष्येषु चक्रवर्त्ती बलीष्ठः । देवास्तु तस्मादपि बलवत्तराः । देवानामपि प्रभुरिन्द्रः । इन्द्राणामपि प्रभुस्तीर्थङ्करः । इत्थं तीर्थङ्करः सर्वोत्तमः । स सर्वजीवानां हितचिन्तक: । स सर्वगुणैः सर्वजीवेभ्योऽतिशायी। सोऽजीवानां यथावस्थितस्वरूपस्य
વાત્સલ્યવાળી હોય છે. તેણીના હૃદયમાં બાળક પ્રત્યે જે ભાવ હોય છે તેને વાત્સલ્ય કહેવાય છે. વાત્સલ્યને લીધે માતા બાળકના અપરાધોને જોતી નથી, કદાચ અપરાધોને જુવે તો પણ તેની ઉપર ગુસ્સે થતી નથી. તેણી બાળકે કરેલા અપરાધોને સહન કરીને પણ તેની ઉપર વાત્સલ્ય જ વરસાવે છે. વાત્સલ્યને લીધે તેણીના સ્તનમાં રહેલું લોહી પણ દૂધરૂપ થાય છે. શ્રીવીરપ્રભુ જગતની માતા સમાન હતા. તેમના હૃદયમાં બધા જીવો ઉપર વાત્સલ્ય હતું. એથી જ તુચ્છ જીવોએ ઉપસર્ગો કરવા છતા તેમણે તે સારી રીતે સહન કર્યા. તેમણે ક્યારેય પણ તેમને સજા કરી ન હતી, તેઓ તેમની ઉપર ગુસ્સે પણ થયા ન હતા, તેમણે તેમનું ખરાબ પણ વિચાર્યું ન હતું. ઊલટું તેમણે તેમનું ભલું જ ચિન્તવ્યું હતું અને એની માટે જ પ્રયત્ન કર્યા હતા. વાત્સલ્યથી તેમના શરીરનું લોહી પણ દૂધરૂપ થઇ ગયું હતું. માટે જ જ્યારે ચંડકૌશિક સર્વે તેમના પગે ડંખ માર્યો ત્યારે તેમાંથી દૂધની ધારા નીકળી.
શ્રીવીરપ્રભુ ત્રણ લોકના નાથ હતા. મનુષ્યોમાં ચક્રવર્તી સૌથી બળવાન છે. દેવો તેમના કરતા પણ બળવાન છે. દેવોનો સ્વામી ઈન્દ્ર છે. ઈન્દ્રોના પણ સ્વામી તીર્થંકરપ્રભુ છે. આમ તીર્થંકર સૌથી શ્રેષ્ઠ છે. તેઓ બધા જીવોના હિતને વિચારનારા છે. તેઓ બધા ગુણોમાં બધા જીવો કરતા ચઢીયાતા છે. તેઓ અજીવોનું સાચું