________________
६८
आराधितः परमात्मा शिवं कुरुते योगसारः १/२० ___ आज्ञापालनमेव परमाऽऽराधना । परमात्मन आज्ञा सर्वजीवहितकारिण्येवाऽस्ति, तस्य वीतरागत्वात् । परमात्मना केवलज्ञानेन यो मार्गः सर्वजीवहितकारी ज्ञातः स एव तेन सर्वजीवेभ्य उपदिष्टः । ततो यः परमात्मन आज्ञां पालयति तस्य कल्याणं भवति । स परमात्मतुल्यो भवतीत्युक्तं भवति । यः परमात्मन आज्ञां न पालयति तस्य कल्याणं न भवति । इत्थं जीवाः स्वयमेव स्वीयं कल्याणमकल्याणं वा कुर्वन्ति, न तु परमात्मा । परमात्मा मार्गमुपदिशति, न तु प्रसह्याऽऽराधनां कारयति । उक्तञ्चोपदेशमालायां - 'अरिहंता भगवंतो, अहियं व हियं व नवि इहं किंचि । वारंति कारवेंति य, घित्तूण जणं बला हत्थे ॥४४८॥ उवएसं पुण तं दिति, जेण चरिएण कित्तिनिलयाणं । देवाण वि हंति पहू, किमंग पुण मणुअमित्ताणं? ॥४४९॥' (छाया - अर्हन्तो भगवन्तः, अहितं वा हितं वा नापि इह किञ्चित् । वारयन्ति कारयन्ति च, गृहीत्वा जनं बलात् हस्ते ॥४४८॥ उपदेशं पुनस्तस्मै ददति, येन चरितेन कीर्तिनिलयानाम् । देवानामपि भवन्ति प्रभवः, किमङ्ग पुनः मनुष्यमात्राणाम् ॥४४९॥) तत उपचारादुक्तं 'असौ शिवं कुरुते' इति । 'शिवं कुरुते' इत्यनयोः पदयोरयमर्थः सर्वदुःखेभ्यो मोचयति सर्वसुखानि
આજ્ઞાનું પાલન એ જ શ્રેષ્ઠ આરાધના છે. પરમાત્માની આજ્ઞા બધા જીવોનું હિત કરનારી જ છે, કેમકે પરમાત્મા વીતરાગ છે. પરમાત્માએ કેવલજ્ઞાન વડે બધા જીવોનું કલ્યાણ કરનારો જે માર્ગ જોયો તેનો જ તેમણે બધા જીવોને ઉપદેશ આપ્યો. તેથી જે પરમાત્માની આજ્ઞાનું પાલન કરે છે તેનું કલ્યાણ થાય છે, એટલે કે તે પરમાત્માની સમાન બને છે. જે પરમાત્માની આજ્ઞાનું પાલન કરતો નથી તેનું કલ્યાણ થતું નથી. આમ જીવો પોતે જ પોતાનું કલ્યાણ કે અકલ્યાણ કરે છે, પરમાત્મા નહીં. પરમાત્મા માર્ગનો ઉપદેશ આપે છે. તે કોઈને પરાણે આરાધના કરાવતાં નથી. ઉપદેશમાળામાં કહ્યું છે, “આ જગતમાં અરિહંત ભગવંતો લોકોને બળાત્કારે હાથ પકડીને કંઈ પણ અહિતકારી કાર્યથી અટકાવતાં નથી અને કંઈપણ હિતકારી કાર્ય કરાવતાં નથી. તેઓ તેમને ઉપદેશ આપે છે જેને આચરીને તેઓ કીર્તિના ઘર સમાન એવા દેવોના પણ માલિક થાય છે એટલે કે ઈન્દ્ર થાય છે, તો પછી મનુષ્યોના માલિક થાય એમાં શું કહેવું? (૪૪૮, ૪૪૯)' તેથી ઉપચારથી કહ્યું કે પરમાત્મા કલ્યાણ કરે છે. કલ્યાણ કરે છે એનો અર્થ એ છે કે બધા દુઃખોમાંથી મુક્ત કરે છે અને બધા સુખો મેળવી આપે છે. પરમાત્મા બધા જીવોને