________________
७२
परमात्माज्ञा-चित्तं निर्मलीकर्त्तव्यम्
योगसारः १/२१
ग्रन्थकारः परमात्मन आज्ञां दर्शयति । परमात्मन इयमाज्ञा - चित्तं निर्मलं कर्त्तव्यम् । रागદ્વેષ-ઋષાય-મત્સર-વૈન્ય-શો-ય-વિન્તા-ગુપ્સાવ્યશ્ચિત્તસ્ય મત્તા:। તેમÒશ્ચિત્ત मलिमसं भवति । मलिने च चित्ते शुभचिन्तन - शुभध्यान- गुण - परमात्मादि - शुभतत्त्वानां वासो न भवति । मलिने चित्तेऽशुभतत्त्वानां वासो भवति । तानि च चित्तमधिकं मलिनं कृत्वाऽऽत्मानं दुर्गतौ क्षिपन्ति । शुभतत्त्वान्यात्मानं सद्गतौ सिद्धिगतौ च स्थापयन्ति । एतान्मलान्दूरीकृत्य मनः स्फटिकरत्नवन्निर्मलं कर्त्तव्यम् । स्फटिकरत्नमतीवनिर्मलं भवति । एवं चित्तमप्यतीवनिर्मलीकर्तव्यम् । स्फटिकरत्नात्परभागं द्रष्टुं शक्यते । एवं चित्तरत्नमपि तथा निर्मलं कर्त्तव्यं यथा तदन्तर्गता भावाः परैर्द्रष्टुं शक्यन्ते । अन्यवस्तुभ्यः स्फटिकं निर्मलतरमस्ति । ततश्चित्तं स्फटिकवन्निर्मलं कर्त्तव्यमित्युपदिष्टम् ॥२१॥
अवतरणिका - परमात्मन एकाऽऽज्ञा दर्शिता । अधुना परमात्मनोऽन्या अप्याज्ञा दर्शयति
-
મનુષ્યને ગ્રન્થકાર ઉત્તરાર્ધથી પરમાત્માની આજ્ઞા બતાવે છે. પરમાત્માની આજ્ઞા આ છે - ચિત્તને નિર્મળ કરવું. રાગ-દ્વેષ-કષાય-ઇર્ષ્યા-દીનતા-શોક-ભય-ચિત્તાદુર્ગંછા વગેરે ચિત્તના મેલો છે. આ મેલોથી ચિત્ત મલિન થાય છે. મલિન ચિત્તમાં શુભ ચિન્તન-શુભ ધ્યાન-ગુણ-પરમાત્મા વગેરે શુભ તત્ત્વોનો વાસ થતો નથી. મલિન ચિત્તમાં અશુભ તત્ત્વોનો વાસ થાય છે. તેઓ ચિત્તને વધુ મલિન કરીને આત્માને દુર્ગતિમાં નાંખે છે. શુભ તત્ત્વો આત્માને સદ્ગતિમાં અને સિદ્ધિગતિમાં સ્થાપિત કરે છે. આ બધા મેલોને દૂર કરીને મનને સ્ફટિકરત્નની જેમ નિર્મળ કરવું. સ્ફટિકરત્ન એકદમ નિર્મળ હોય છે. એમ ચિત્તને પણ એકદમ નિર્મળ કરવું. સ્ફટિકરત્નમાંથી આરપાર જોઈ શકાય છે. ચિત્તરત્ન પણ એવું નિર્મળ કરવું કે તેની અંદર રહેલા ભાવો બીજા જોઈ શકે. બીજી વસ્તુઓ કરતા સ્ફટિક વધુ નિર્મળ છે. માટે ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ કરવાનો ઉપદેશ આપ્યો. (૨૧)
અવતરણિકા - પરમાત્માની એક આજ્ઞા બતાવી. હવે પરમાત્માની બીજી આજ્ઞાઓ પણ બતાવે છે -