________________
७१
योगसारः ११२१ आज्ञापालनात्परमात्माऽऽराद्धः स्यात् भवति सन्तोषितो भवतीत्यर्थः । आराधितश्च स सर्वमीप्सितं ददाति । परमात्मा तु निष्ठितप्रयोजनः । तस्य सर्वाणि कर्त्तव्यानि सिद्धानि । तस्य किमपि कर्त्तव्यं नाऽवशिष्यते । ततस्तस्याऽऽराधनाऽशक्यप्राया। तथापि तस्याऽऽराधनस्यैक उपायोऽस्ति । तेन परमात्मना याऽऽज्ञाऽऽदिष्टा तस्याः पालनेन तस्याऽ राधनं शक्यम् । परमात्माराधनाकर्तुकामेन परमात्माऽऽज्ञाऽनुष्ठेया । लोकेऽपि दृश्यते-कस्यचिदाज्ञायाः पालनेन स सन्तुष्यति । ततः स आज्ञापालकायेप्सितानि वितरतीति । यद्यपि परमात्माज्ञायाः पालनेन परमात्मा न सन्तुष्यति, तस्य वीतरागत्वात्, तथापि परमात्माऽऽज्ञायाः पालनेनऽऽराधकः कल्याणमवाप्नोति । ततः परमात्माऽऽज्ञायाः पालनेन परमात्माऽऽराधनाजन्यफलप्राप्तेरेवमुच्यते आज्ञापालनेन परमात्माऽऽराद्धो भवतीति । उक्तञ्चाष्टकप्रकरणे-'यस्य चाराधनोपायः, सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन, नियमात्स फलप्रदः ॥१/६॥'
एवमुक्ते कश्चित् प्रश्नयति – 'का परमात्मन आज्ञा ?' इति । अस्मै जनायोत्तरार्द्धन
આરાધના થાય છે, એટલે કે તે સન્તુષ્ટ થાય છે, તે ખુશ થાય છે. આરાધના કરાયેલ તે બધી ઇષ્ટ વસ્તુઓ આપે છે. પરમાત્માના તો બધા કાર્યો પૂર્ણ થયા છે. એમના બધા કર્તવ્યો સિદ્ધ થયા છે. એમને કંઈ પણ કરવાનું બાકી નથી. તેથી તેમની આરાધના લગભગ અશક્ય જેવી છે. છતાં પણ તેમની આરાધનાનો એક ઉપાય છે. તે પરમાત્માએ જે આજ્ઞા ફરમાવી છે તેના પાલનથી તેમની આરાધના કરી શકાય છે. પરમાત્માની આરાધના કરવાની ઇચ્છાવાળાએ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. લોકમાં પણ દેખાય છે કે કોઇકની આજ્ઞાના પાલનથી તે ખુશ થાય છે, પછી તે ઇચ્છિત વસ્તુઓ આપે છે. જો કે પરમાત્માની આજ્ઞાના પાલનથી પરમાત્મા ખુશ થતાં નથી, કેમકે તેઓ વીતરાગ છે, છતાં પણ પરમાત્માની આજ્ઞાના પાલનથી આરાધકનું કલ્યાણ થાય છે. તેથી પરમાત્માની આજ્ઞાના પાલનથી પરમાત્માની આરાધનાથી મળવાનું ફળ મળતું હોવાથી એમ કહેવાય છે કે આજ્ઞાના પાલનથી પરમાત્માની આરાધના થાય છે. અષ્ટપ્રકરણમાં કહ્યું છે, “સદા આજ્ઞાનો અભ્યાસ જ જેની આરાધનાનો ઉપાય છે અને જેનો આજ્ઞાભ્યાસ જ યથાશક્તિ વિધિથી કરવાથી અવશ્ય ફળ આપે છે, તે મહાદેવ કહેવાય છે. (૧/૬)'
આમ કહેવા પર કોઈક પ્રશ્ન કરે છે – “પરમાત્માની આજ્ઞા શું છે ?' આ