________________
६७
योगसारः १/२०
परमात्मा पक्षपातरहितः मूलम् - येनैवाराधितो भावात्-तस्यासौ कुरुते शिवम् ।
सर्वजन्तुसमस्यास्य, न परात्मविभागिता ॥२०॥ अन्वयः - येनैव भावादाराधितोऽसौ तस्य शिवं कुरुते । (यतः) सर्वजन्तुसमस्यास्य परात्मविभागिता न (विद्यते) ॥२०॥
पद्मीया वृत्तिः - येन - अनिर्दिष्टनाम्ना, एवशब्दो येन नाऽऽराधितस्तस्य व्यवच्छेदार्थम्, भावात् -हादिकबहुमानेन, न तु द्रव्यत एव, आराधितः - तदाज्ञापालनेन सेवितः, असौ - परमात्मा, तस्य - स्वाराधकस्य, शिवं - कल्याणं मोक्षमिति यावत्, कुरुते - ददाति । वस्तुतः परमात्मा मोक्षं न ददाति, परन्तु तस्याऽराधनया मोक्षः प्राप्यते, अत उपचारात् कथ्यते-परमात्मा मोक्षं ददातीति । 'यतः' इत्यत्राध्याहार्यम्, यतः-यस्मात्कारणात् । सर्वजन्तुसमस्य - सर्वे-निखिलाः, ते च ते जन्तवः जीवाश्चेति सर्वजन्तवः, समः-तुल्यः पक्षपातरहित इत्यर्थः, सर्वजन्तुषु सम इति सर्वजन्तुसमः, तस्य, अस्य-परमात्मनः, परात्मविभागिता - परः-स्वस्माद्भिन्नः, आत्मा-स्वलक्षणः, परश्चाऽऽत्मा चेति परात्मानौ, तयोविभागोऽस्ति यस्य स परात्मविभागी, तस्य भाव इति परात्मविभागिता पक्षपातितेत्यर्थः, नशब्दो निषेधे, विद्यते इत्यत्राध्याहार्यम् । परमात्मा कमपि जीवं स्वीयं परं वा न मन्यते इति भावः ।
શબ્દાર્થ – જે ભાવથી પરમાત્માની આરાધના કરે છે પરમાત્મા તેનું કલ્યાણ કરે છે, કેમકે બધા જીવોને વિષે સમાન એવા પરમાત્મા “આ પારકો અને આ પોતાનો એવો વિભાગ કરતાં નથી. (૨૦)
પધીયાવૃત્તિનો ભાવાનુવાદ – જે હાર્દિક બહુમાનપૂર્વક પરમાત્માની આજ્ઞાનું પાલન કરીને તેમની આરાધના કરે છે, પરમાત્મા તેનું કલ્યાણ કરે છે એટલે કે તેને મોક્ષ આપે છે. હકીકતમાં પરમાત્મા મોક્ષ આપતાં નથી પણ તેમની આરાધનાથી મોક્ષ મળે છે, માટે ઉપચારથી એમ કહેવાય છે કે પરમાત્મા મોક્ષ આપે છે. પરમાત્માની આજ્ઞાનું ભાવથી પાલન કરીને તેમની આરાધના કરનારનું પરમાત્મા કલ્યાણ કરે છે એનું કારણ એ છે કે પરમાત્મા બધા જીવોને વિષે સમાન ભાવવાળા છે, એટલે કે પક્ષપાત વિનાના છે. તેથી “પારકો-પોતાનો' એવો વિભાગ પરમાત્મા કરતાં નથી, એટલે કે પરમાત્મા કોઈ પણ જીવને પોતાનો કે પારકો માનતાં નથી. १. तस्यैव - D। २. परात्मविभागता - A, E, JI