________________
योगसारः १/१९
परमात्माऽनन्तो नित्यश्च
1
परिमितोऽस्ति, न तु विभुः, तस्य लोकाकाशप्रदेशतुल्यप्रदेशवत्त्वात् । केवलज्ञानेन परमात्माऽनन्तवस्तूनि जानाति । ततो ज्ञेयानन्तत्वात्तस्य ज्ञानमप्यनन्तम् । अनन्तज्ञानवत्त्वात्परमात्माऽप्यनन्तः, गुणगुणिनामभेदात् । यद्वा तस्य परमात्मत्वं कदाचिदपि नाऽपगच्छति । आकालं स परमात्मत्वेनाऽवतिष्ठते । तेन कदाचिदपि न संसारे पुनरागन्तव्यम् । अतोऽपि सोऽनन्तः । परमात्मा नित्योऽस्ति । स द्रव्यतया सदाऽवस्थितोऽस्ति । तस्य कदाचिदपि नाशो न भवति । ततः स शाश्वतो वर्त्तते । परमात्मा सर्वश्रेष्ठं सुखमनुभवति । तत्र दुःखलवोऽपि न विद्यते । सांसारिकं सुखं दुःखमिश्रितम् । परमात्मनः सुखं दुःखलेशेनाऽपि मिश्रितं नास्ति । वस्तुतः संसारे सुखमेव नास्ति । संसारे यो दुःखाभावः स एव सुखत्वेनोपचर्यते । द्वयोर्दुःखयोरन्तराले यो दुःखाभावो वर्त्तते तमेव संसारिजीवा सुखं मन्यन्ते । वास्तविकं सुखं परमात्मन्येवास्ति । संसारवर्त्तिसर्वजीवानां त्रैकालिकं सर्वं सुखं यदि सम्पीण्ड्यते तथापि तत्परमात्मन एकप्रदेशवर्त्तिसुखतुल्यमपि न भवति । उक्तञ्च तीर्थोद्गालिकप्रकीर्णके 'न वि अत्थि मणुसाणं, तं सोक्खं न विय सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं, अव्वाबाहं उवगयाणं ॥ १२४७॥ सुरगणसुहं અપેક્ષાએ તો પરમાત્મા પરિમિત છે, સર્વવ્યાપી નથી, કેમકે તેમના પ્રદેશ લોકાકાશના પ્રદેશ તુલ્ય છે. કેવળજ્ઞાનથી પરમાત્મા અનંત વસ્તુઓને જાણે છે. તેથી શેય વસ્તુઓ અનંત હોવાથી કેવળજ્ઞાન પણ અનંત છે. અનંતજ્ઞાનવાળા હોવાથી પરમાત્મા પણ અનંત છે, કેમકે ગુણ અને ગુણીનો અભેદ હોય છે. અથવા તેમનું પરમાત્માપણું ક્યારેય જતું નથી. તેઓ હંમેશા પરમાત્મા તરીકે રહે છે. તેમને ક્યારેય પણ ફરી સંસારમાં આવવાનું નથી. પરમાત્મા નિત્ય છે. દ્રવ્યરૂપે તેઓ હંમેશા અવસ્થિત છે. તેમનો ક્યારેય નાશ થવાનો નથી. તેથી તેઓ શાશ્વત છે. પરમાત્મા સર્વશ્રેષ્ઠ સુખને અનુભવે છે. તેમનામાં જરાય દુઃખ નથી. સાંસારિક સુખ દુઃખની ભેળસેળવાળું છે. પરમાત્માનું સુખ દુઃખની જરા પણ ભેળસેળવાળું નથી. હકીકતમાં સંસારમાં સુખ જ નથી. સંસારમાં જે દુઃખનો અભાવ છે તેનો જ સુખ તરીકે ઉપચાર કરાય છે. બે દુ:ખોની વચ્ચે જે દુઃખનો અભાવ છે તેને જ સંસારી જીવો સુખ માને છે. સાચુ સુખ ૫૨માત્મામાં જ છે. સંસારમાં રહેલા બધા જીવોનું ત્રણે કાળનું બધુ સુખ જો ભેગુ કરાય તો પણ તે પરમાત્માના એક પ્રદેશ ઉપર રહેલા સુખની પણ તુલ્ય નથી. તીર્થોદ્ગાલિકપયજ્ઞામાં કહ્યું છે - ‘અવ્યાબાધ સુખને પામેલા સિદ્ધ ભગવંતોનું જે
६५