________________
योगसारः १/१७ गुणतः परमात्मा एक एव
५७ रूपाणि - स्वरूपाणि यस्य सोऽनेकरूपः, अपिशब्दः पक्षान्तरं प्रस्तावयति, अनन्तदर्शनज्ञान-वीर्यानन्दगुणात्मकः-दर्शनं-वस्तुनः सामान्यबोधः, ज्ञानं-वस्तुनो विशेषबोधः, वीर्यं - शक्तिः, आनन्दः-आत्मिकसुखम्, दर्शनञ्च ज्ञानञ्च वीर्यञ्चाऽऽनन्दश्चेति दर्शनज्ञानवीर्यानन्दाः, अनन्ताः-अपरिमिताः, ते च ते दर्शनज्ञानवीर्यानन्दाश्चेति अनन्तदर्शनज्ञानवीर्यानन्दाः, ते च ते गुणाः-दोषप्रतिपक्षभूताश्चेति अनन्तदर्शनज्ञानवीर्यानन्दगुणाः, ते एवाऽऽत्मा स्वरूपं यस्य सोऽनन्तदर्शनज्ञानवीर्यानन्दगुणात्मकः, सः - परमात्मा, गुणतः - स्वंरूपापेक्षया, तुशब्दो अनेकरूपापेक्षया पक्षान्तरं द्योतयति, एकः - अभिन्नः, एवशब्दो भिन्नत्वं व्यवच्छिनत्ति ।
जीवात्मानोऽनन्ताः । तेभ्यो ये साधनां कृत्वा कर्म क्षपयन्ति ते परमात्मस्वरूपा भवन्ति । ततः परमात्मानोऽप्यनेके । ते व्यक्त्यपेक्षयाऽनेके दृश्यन्ते । तथापि ते सर्वे समानगुणवन्तः । अनन्तज्ञानादयः परमात्मनां गुणास्तुल्या एव । ते गुणाः सर्वेषां परमात्मनां स्वरूपभूताः । यावन्त एकस्य परमात्मनो गुणास्तावन्त एव सर्वेषां परमात्मनां गुणाः, यावन्तः सर्वेषां परमात्मनां गुणास्तावन्त एकस्यापि परमात्मनः । इत्थं सर्वेषां परमात्मनां गुणाः समाना एव । पञ्चसूपकरणेषु स्थितं शुद्धं जलं व्यक्त्यपेक्षया परस्परं भिन्नमपि
પધીયાવૃત્તિનો ભાવાનુવાદ - વ્યક્તિભેદથી પરમાત્મા અનેક છે. સ્વરૂપની અપેક્ષાએ પરમાત્મા એક જ છે. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંત આનંદ - આ ગુણો એ પરમાત્માનું સ્વરૂપ છે. દર્શન એટલે વસ્તુનો સામાન્ય બોધ. જ્ઞાન એટલે વસ્તુનો વિશેષ બોધ. વીર્ય એટલે શક્તિ. આનંદ એટલે આત્મિક સુખ.
જીવાત્માઓ અનંતા છે. તેમાંથી જેઓ સાધના કરીને કર્મક્ષય કરે છે તેઓ પરમાત્માસ્વરૂપ બને છે. તેથી પરમાત્મા અનેક છે. તેઓ વ્યક્તિની અપેક્ષાએ અનેક દેખાય છે. છતાં પણ તેઓ બધા સમાન ગુણવાળા છે. અનંતજ્ઞાન વગેરે પરમાત્માઓના ગુણો તુલ્ય જ છે. તે ગુણો બધા પરમાત્માઓના સ્વરૂપમાં છે. જેટલા એક પરમાત્માના ગુણો છે તેટલા જ બધા પરમાત્માઓના ગુણો છે, જેટલા બધા પરમાત્માઓના ગુણો છે તેટલા એક પરમાત્માના ગુણો છે. આમ બધા પરમાત્માઓના ગુણો સમાન જ છે. પાંચ વાસણોમાં રહેલું શુદ્ધ પાણી વ્યક્તિરૂપે જુદું જુદું હોવા છતાં સ્વરૂપની અપેક્ષાએ એક જ છે. એમ પરમાત્માઓ પણ