________________
योगसारः १/१३ साम्ये सुनिश्चले आत्मैव परमात्मतां यायात् स क्षीणकषायवीतरागछद्मस्थनामद्वादशं गुणस्थानकमधिरोहति । स शत्रुमित्रेषु सर्वजीवेषु समो भवति, प्रियाऽप्रियेषु सर्वसंयोगेषु समो भवति, इष्टानिष्टेषु सर्वप्रसङ्गेषु समो भवति, सुन्दराऽसुन्दरेषु च सर्वपुद्गलेषु समो भवति । इत्थं साम्ये सुस्थिरे जाते स आत्मैव परमात्मा भवति ।
अयमत्र रहस्यार्थः - कषायसंयुक्त आत्मैव संसार्यात्मा । कषायनिर्मुक्त आत्मैव परमात्मा । उक्तश्चायमेवार्थः. शब्दान्तरैर्योगशास्त्रेऽपि चतुर्थे प्रकाशे - 'अयमात्मैव संसारः, कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिणः ॥५॥' अध्यात्मसारेऽप्युक्तम् - 'चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् । तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ॥१८/८३॥' ॥१३॥ ___ अवतरणिका - आत्मैव परमात्मतां यायादिति पूर्वश्लोके उक्तम् । ततः कश्चित् शङ्कते - 'सर्वत्र परमात्मा तु आत्मनो भिन्नो दृश्यते, तत्कथं यूयं वदथ-आत्मैव परमात्मतां यायादिति ?' एनां शङ्कां समादधाति - જતી નથી. ત્યારે તે જીવ વીતરાગ બને છે. તે ક્ષીણકષાયવીતરાગછમસ્થ નામના બારમા ગુણઠાણે ચઢે છે. તે શત્રુમિત્રરૂપ બધા જીવોને વિષે સમાન હોય છે, પ્રિય અને અપ્રિય બધા સંયોગોને વિષે સમાન હોય છે, ઈષ્ટ અને અનિષ્ટ બધા પ્રસંગોને વિષે સમાન હોય છે, સારા અને ખરાબ બધા પુદ્ગલોને વિષે સમાન હોય છે. આમ સમતા ખૂબ જ નિશ્ચલ થયે છતે તે આત્મા જ પરમાત્મા બને છે.
અહીં રહસ્યાર્થ આવો છે – કષાયથી યુક્ત આત્મા એ જ સંસારી આત્મા છે, કષાયથી રહિત આત્મા એ જ પરમાત્મા છે. આ જ વાત યોગશાસ્ત્રમાં પણ ચોથા પ્રકાશમાં બીજા શબ્દોમાં કહી છે – “કષાયો અને ઇન્દ્રિયોથી જીતાયેલો આ આત્મા જ સંસાર છે. કષાયોનો જય કરનારા તે આત્માને જ બુદ્ધિશાળીઓ મોક્ષ કહે છે. (૫) અધ્યાત્મસારમાં પણ કહ્યું છે, “રાગ વગેરે ક્લેશથી વાસિત ચિત્ત જ સંસાર છે. તેમનાથી મુક્ત થયેલું તે જ મોક્ષ એમ કહેવાય છે. (૧૮/૮૩).” (૧૩)
અવતરણિકા - આત્મા જ પરમાત્માપણાને પામે એમ પૂર્વેના શ્લોકમાં કહ્યું. તેથી કોઈક શંકા કરે છે- “બધે પરમાત્મા તો આત્મા કરતા જુદા દેખાય છે. તો પછી “આત્મા જ પરમાત્માપણાને પામે” એમ તમે શી રીતે કહો છો?” આ શંકાનું સમાધાન કરે છે –
o