________________
रागाद्यञ्जनमार्जनात् लक्षितः परमात्मैक्यं भजति योगसारः १।१४ मूलम् - स तावद्देहिनां भिन्नः, सम्यग्यावन्न लक्ष्यते ।
लक्षितस्तु भजत्यैक्यं, रागाद्यञ्जनमार्जनात् ॥१४॥ अन्वयः - स यावत् सम्यग्न लक्ष्यते तावदेहिनां भिन्नः (प्रतिभासते), रागाद्यञ्जनमार्जनात् लक्षितस्तु (स) ऐक्यं भजति ॥१४॥
पद्मीया वृत्तिः - सः - आन्तरवैरिषु हतेष्वात्मन एव प्रादुर्भूतः परमात्मा, यावत् - यावन्तं कालं, सम्यग् - मोहमालिन्यविमुक्तसूक्ष्मबुद्ध्या यथावस्थितरूपेण, न - शब्दो निषेधे, लक्ष्यते - ज्ञायते, तावत् - तावन्तं कालं, देहिनां - आत्मनां, भिन्नः - स्वात्मनः पृथक्, प्रतिभासते इत्यत्राध्याहार्यम्, परन्तु रागाद्यञ्जनमार्जनात् - राग आदौ येषां ते रागादयः, ते एवाञ्जनम् - सम्यग्ज्ञानप्रतिबन्धको मल इति रागाद्यञ्जनम्, तस्य मार्जनं - अपगम इति रागाद्यञ्जनमार्जनम्, तस्मात्, लक्षितः - ज्ञातः, तु - परन्तु, स च भिन्नक्रमो यथास्थाने उपदशितश्च, स इत्यत्राध्याहार्यम्, ऐक्यं - एकत्वमात्मना सहाऽभेदमिति यावत्, भजति - प्राप्नोति ।
मलरूपाञ्जनलिप्तचक्षुः पुमान् वस्तु स्पष्टं न पश्यति । यदाऽञ्जनमार्जनेन तस्य नेत्रे निर्मले भवतस्तदा स वस्तु यथार्थरूपं पश्यति । कामलारोगपीडितो नरः शङ्ख पीतं
શબ્દાર્થ – તે પરમાત્મા જ્યાં સુધી બરાબર ઓળખાતા નથી ત્યાં સુધી જીવોને પોતાનાથી ભિન્ન લાગે છે, રાગ વગેરેના મલને સાફ કર્યા પછી ઓળખાયેલ તે પરમાત્મા જીવાત્માની સાથે એકતાને પામે છે. (એટલે કે જીવાત્માથી અભિનરૂપે ४५॥य छे.) (१४)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - જ્યાં સુધી મોહની મલિનતા વિનાની સૂક્ષ્મ બુદ્ધિથી પરમાત્માનું સાચુ જ્ઞાન થતું નથી ત્યાં સુધી તે પરમાત્મા આત્માથી ભિન્ન લાગે છે. રાગ વગેરેનો મેલ સાફ થવાથી નિર્મળ થયેલી બુદ્ધિથી જ્યારે પરમાત્માનું જ્ઞાન કરાય છે ત્યારે તે આત્માથી અભિન્ન લાગે છે.
મેલવાળી આંખવાળો પુરુષ વસ્તુને સ્પષ્ટ રીતે જોતો નથી. જ્યારે મેલ દૂર થવાથી તેની આંખ નિર્મળ થાય છે ત્યારે તે વસ્તુને બરાબર જુવે છે. કમળાના રોગથી પીડાયેલ મનુષ્ય શંખને પીળો જુવે છે. તે જ જ્યારે નીરોગી બને છે ત્યારે