________________
योगसारः १/१५
कर्मभिरात्मनो गुणा आवृताः
५३
विद्यन्ते एव । परन्तु ते कर्म्मावरणेनाऽऽवृताः सन्ति । ततस्ते प्रकटा न दृश्यन्ते नाप्यनुभूयन्ते । कृष्णमेघैरावृतस्य सूर्यस्य प्रभाऽस्पष्टा भवति । आत्मन्यप्यनन्तानन्तानि कर्माणि सन्ति । तैरावृतस्याऽऽत्मसूर्यस्य गुणप्रभा छ्न्ना भवति । यदा वातेन मेघा निर्गच्छन्ति तदा सूर्यस्य प्रभा सुस्पष्टा भवति । तदा तस्य प्रभाया लेशोऽप्यावृतो न भवति । सा सर्वथाऽऽनावृता भवति । एवं यदाऽऽत्मनः सर्वथा कर्म्ममलाऽपगमो भवति तदा तस्य सर्वे गुणाः प्रकटा भवन्ति, तस्यैकोऽपि गुणस्तदा प्रच्छन्नो न भवति । इत्थं कर्म्ममलाऽपगमे जीवस्य सर्वेऽपि गुणाः प्रकटीभवन्ति । ततो जीवस्य गुणाः परमात्मगुणतुल्या भवन्ति । इत्थं कर्म्ममलाऽपगमे जाते जीव: सर्वथा परमात्मतुल्यो भवति । परमात्मतस्तस्मिन्लेशमात्रमपि હીનત્યું નાસ્તિ શા
I
अवतरणिका - संसारिण आत्मानो भिन्नस्वरूपाः । अत आत्मपरमात्मैक्ये जाते परमात्मानोऽपि भिन्नस्वरूपाः स्युरित्याशङ्कां समादधाति
કર્મના આવરણથી ઢંકાયેલા છે. તેથી તેઓ પ્રગટ રીતે દેખાતા નથી અને અનુભવાતા પણ નથી. કાળા ડિબાંગ વાદળોથી ઢંકાયેલા સૂર્યની પ્રભા અસ્પષ્ટ હોય છે. આત્માની ઉપર પણ અનંતાનંત કર્મો છે. તેમનાથી ઢંકાયેલા આત્મારૂપી સૂર્યની ગુણોરૂપી પ્રભા ઢંકાઈ જાય છે. જ્યારે પવનથી વાદળો નીકળી જાય છે ત્યારે સૂર્યની પ્રભા એકદમ સ્પષ્ટ થઈ જાય છે. તેની પ્રભા ત્યારે જરાય ઢંકાયેલી હોતી નથી. તે સંપૂર્ણ રીતે પ્રગટ હોય છે. એમ જ્યારે આત્મા ઉપરથી સંપૂર્ણ રીતે કર્મનો મેલ નીકળી જાય છે ત્યારે તેના બધા ગુણો પ્રગટ થઈ જાય છે. તેનો એક પણ ગુણ ત્યારે ઢંકાયેલો હોતો નથી. આમ કર્મનો મેલ દૂર થવા પર જીવના બધા ય ગુણો પ્રગટ થાય છે. તેથી જીવના ગુણો પરમાત્માના ગુણોની સમાન બને છે. આમ કર્મમલ દૂર થયે છતે જીવ સંપૂર્ણ રીતે પરમાત્માની સમાન બને છે. પરમાત્મા કરતા તેનામાં જરાય હીનપણું હોતું નથી. (૧૫)
અવતરણિકા - સંસારીઆત્માઓ ભિન્ન સ્વરૂપવાળા છે. તેથી આત્માપરમાત્માની એકતા થવા પર પરમાત્મા પણ ભિન્ન સ્વરૂપવાળા થશે એવી શંકાનું સમાધાન કરે છે -