________________
४०
माननिग्रहोपायः
योगसारः १/११ दर्शयद्भिर्महोपाध्याय-श्रीयशोविजयैरुक्तं ज्ञानसारप्रकरणेऽनात्मशंसाष्टके - 'गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवाऽसि पूर्णश्चेत्, कृतमात्मप्रशंसया ॥१॥'
मानकषायनिर्जयार्थं स्वात्मनो दोषाः परेषां च गुणा द्रष्टव्याः । नम्रताङ्कुशेन मानगजो दान्तव्यः । यस्य वस्तुनो मानः क्रियते, भवान्तरे तद्वस्तु हीनं प्राप्यते । उक्तञ्च योगशास्त्रे चतुर्थे प्रकाशे - 'जातिलाभकुलैश्वर्यबलरूपतपःश्रुतैः । कुर्वन् मदं पुनस्तानि हीनानि लभते जनः ॥३३९॥' प्रशमरतावप्युक्तम् - 'जात्यादिमदोन्मत्तः, पिशाचवद् भवति दुःखितश्चेह। जात्यादिहीनतां परभवे च निःसंशयं लभते ॥९८॥' नम्रतयोच्चैःपदं प्राप्यते । मानः प्रगति प्रतिबध्नाति । ततो निर्वाणकाङ्क्षिभिर्मानः सर्वथा हेय उपादेया च मृदुता ।
माया संसारस्य माता कथ्यते । तया संसारस्य वृद्धिर्भवति । मायया स्त्रीवेदस्तिर्यग्गतिश्च प्राप्यते । मायावी न शुध्यति । मायावी स्वभावनिगूहनार्थं सर्वपापानि करोति । फलतः स दुर्गतौ प्रयाति । माया भवाम्बुधौ निमज्जयति । माया मुनिमपि पातयति । उक्तञ्च બતાવવા જ્ઞાનસારપ્રકરણમાં અનાત્મશંસાષ્ટકમાં કહ્યું છે – “જો તું ગુણોથી પૂર્ણ નથી તો તારે આત્મપ્રશંસા કરવાથી સર્યું. જો તું ગુણોથી પૂર્ણ છે તો (પણ) તારે આત્મપ્રશંસા કરવાથી સર્યું. (૧)
માનકષાયનો જય કરવા પોતાના દોષો અને બીજાના ગુણો જોવા. નમ્રતારૂપી અંકુશથી માનહાથીનું દમન કરવું. જે વસ્તુનું અભિમાન કરાય છે, ભવાન્તરમાં તે વસ્તુ હીન મળે છે. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે – “જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને શ્રુત વડે અભિમાન કરનાર વ્યક્તિને ફરી તે જાતિ વગેરે હીન મળે છે. (૩૩૯) પ્રશમરતિમાં પણ કહ્યું છે - “જાતિ વગેરેના અભિમાનથી ઉન્મત્ત થયેલ જીવ આ ભવમાં પિશાચની જેમ દુઃખી થાય છે અને પરભવમાં શંકા વિના હલકા જાતિ વગેરેને પામે છે. (૯૮) નમ્રતાથી ઊંચી પદવી મળે છે. અભિમાન પ્રગતિને અટકાવે છે. માટે નિર્વાણની ઇચ્છાવાળાઓએ માનને સર્વથા ત્યજવો અને મૃદુતાને અપનાવવી.
માયા સંસારની માતા કહેવાય છે. તેનાથી સંસાર વધે છે. માયાથી સ્ત્રીવેદ અને તિર્યંચગતિ મળે છે. માયાવી શુદ્ધ થતો નથી. માયાવી પોતાનો ભાવ છૂપાવવા બધા પાપો કરે છે. પરિણામે તે દુર્ગતિમાં જાય છે. માયા સંસારસમુદ્રમાં ડુબાડે છે.