________________
दृढधैर्येण नोकषाया जेतव्याः
योगसार : १/१२
धैर्यरहितो नरश्चञ्चलो भवति । ततः स्वल्पामप्यनुकूलतां प्रतिकूलतां वा प्राप्य स हर्षशोकादिकं करोति । धीरस्तु प्राज्ञः स्थिरचित्तश्च भवति । ततः स कस्मिँश्चिदपि प्रसङ्गे न मुह्यति । भूधरा वातेन न कम्पन्ते । एवं दृढधैर्यवतां मनःस्थिति: सर्वप्रसङ्गेषु निश्चला भवति । ततस्ते हर्षशोकादिकं न कुर्वन्ति । इत्थं नोकषायजयार्थमात्मनि तत्त्वदृष्टिर्विकसितव्या दृढधैर्यञ्चावलम्बनीयम् । ततो नोकषायजयः सुकरो भवति ।
४६
सनिमित्तमनिमित्तं वा हास्यं हर्षः । शोकोऽनिष्टप्रसङ्गादिषु दैन्यरूपः । जुगुप्साऽनिष्टપ્રસન્નઽવિપુ પૃળા । મયમિહતો-પરો-આવાન-અસ્માત્-વેવના-મરળ-અશ્તોभेदात्सप्तप्रकारम् । रतिर्मानसप्रीतिरूपा । अरतिर्मानसाऽप्रीतिरूपा । वेदत्रयं पुरुषवेद: स्त्रीवेदो नपुंसकवेदश्चेति । यस्योदयेन स्त्रियं भोक्तुमभिलाषा भवति स पुरुषवेद: । यस्योदयेन जीवः पुरुषं भोक्तुमिच्छति स स्त्रीवेदः । यस्योदयेन जीवः स्त्रियं पुरुषञ्च भोक्तुं वाञ्छति स नपुंसकवेदः ।
ધીરજ વિનાનો માણસ ચંચળ હોય છે. તેથી થોડી પણ અનુકૂળતા કે પ્રતિકૂળતા પામીને તે હર્ષ-શોક વગેરે કરે છે. ધીરજવાળો જીવ બુદ્ધિશાળી અને સ્થિરચિત્તવાળો હોય છે. તેથી તે કોઈ પણ પ્રસંગમાં મોહ પામતો નથી. પર્વતો પવનથી કંપતા નથી. એમ દૃઢધૈર્યવાળા જીવોની મનઃસ્થિતિ બધા પ્રસંગોમાં નિશ્ચલ હોય છે. તેથી તેઓ હર્ષ-શોક વગેરે કરતા નથી. આમ નોકષાયોનો જય કરવા આત્મામાં તત્ત્વદૃષ્ટિનો વિકાસ કરવો અને દૃઢ ધૈર્યનું અવલંબન કરવું. તેથી નોકષાયોનો જય સહેલાઈથી થઈ શકે છે.
કારણે કે કારણ વિના હસવું તે હર્ષ. અનિષ્ટ પ્રસંગો વગેરેમાં દીનતા તે શોક. અનિષ્ટ પ્રસંગો વગેરેમાં અણગમો તે જુગુપ્સા. ભય સાત પ્રકારે છે - આલોકનો ભય, પરલોકનો ભય, આજીવિકાનો ભય, અકસ્માત્ (નિષ્કારણ) ભય, વેદનાનો ભય, મરણનો ભય અને અપયશનો ભય. રતિ એટલે મનની પ્રીતિ. અતિ એટલે મનની અપ્રીતિ. પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ ત્રણ વેદ છે. જેના ઉદયથી સ્ત્રીને ભોગવવાની ઇચ્છા થાય તે પુરુષવેદ. જેના ઉદયથી જીવ પુરુષને ભોગવવા ઇચ્છે છે તે સ્ત્રીવેદ. જેના ઉદયથી જીવ સ્ત્રીને અને પુરુષને બન્નેને ભોગવવા ઇચ્છે છે તે નપુંસકવેદ.