________________
योगसारः १/१२
नोकषायहननोपायः
४५
-
-
पद्मीया वृत्तिः - तत्वज्ञैः तत्त्वं-परमार्थं, तज्जानन्तीति तत्त्वज्ञाः, तैरिति तत्त्वज्ञैः, दृढधैर्यतः – धीरस्य भावः धैर्यं - अविचलितत्वम्, यदुक्तं चतुर्थषोडशकस्य चतुर्थश्लोकस्य योगदीपिकावृत्तौ धैर्यं भयहेतूपनिपातेऽपि निर्भयत्वम् ।' दृढंनिश्चलञ्च तद्धैर्यञ्चेति दृढधैर्यम्, तस्मात्, हर्षः हास्यम्, शोकः - दीनमनस्कत्वम्, जुगुप्सा - कुत्सा असद्भाव इति यावत्, चशब्दः समुच्चये, भयं - भीतिः, रत्यरती - रतिः - प्रीतिः, अरतिः - अप्रीतिः, रतिश्च अरतिश्चेति रत्यरती, तथाशब्दः समुच्चये, वेदत्रयं - त्रयाणां समूह इति त्रयम्, वेदानां स्त्रीवेदपुरुषवेदनपुंसकवेदरूपाणां त्रयमिति वेदत्रयम्, चशब्दः समुच्चये, हन्तव्यम् - आत्मोद्यानादुन्मूलनीयम् ।
-
-
1
बाह्यदृग् बाह्यसंयोगादिकं दृष्टवा तस्मिन्हर्षशोकादिकं कृत्वा मुह्यति । तत्त्वज्ञः परमार्थं जानाति। तत: स बाह्यपरिस्थितिं दृष्टवा हर्षादिकं न करोति । ततश्च स न तत्र मुह्यति । परन्तु तस्यामेव बाह्यपरिस्थित्यां तत्त्वपर्यालोचनया स स्वात्मानं वैराग्यवासितं करोति । उक्तञ्च ज्ञानसारे तत्त्वदृष्ट्यष्टके - 'ग्रामाऽऽरामादि मोहाय यद्दृष्टं बाह्यया दृशा । तत्त्वदृष्ट्या तदेवान्तर्नीतं वैराग्यसम्पदे ॥३॥'
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - તત્ત્વ એટલે સાચું સ્વરૂપ. તેને જાણે તે તત્ત્વજ્ઞ. ધીરજ એટલે અવિચળપણું. ચોથા ષોડશકના ચોથા શ્લોકની યોગદીપિકાવૃત્તિમાં કહ્યું છે - ‘ધીરજ એટલે ભયના હેતુઓ આવે તો પણ ભયરહિતપણું.’ તત્ત્વજ્ઞોએ ખૂબ ધીરજથી નોકષાયોને હણવા. તે નોકષાયો આ પ્રમાણે છે - હર્ષ એટલે હાસ્ય. શોક એટલે દીનતા. જુગુપ્સા એટલે નિન્દા એટલે કે અસદ્ભાવ. ભય એટલે ડર. રતિ એટલે પ્રીતિ. અરતિ એટલે અપ્રીતિ. ત્રણ વેદ એટલે - પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ. આ નવ નોકષાયોને આત્માના ઉદ્યાનમાંથી ઉખેડીને દૂર કરવા.
બાહ્યદૃષ્ટિવાળો જીવ બાહ્યસંયોગ વગેરેને જોઈને તેમાં હર્ષ, શોક વગેરે કરીને મોહ પામે છે. તત્ત્વજ્ઞ પરમાર્થને જાણે છે. તેથી તે બાહ્ય પરિસ્થિતિને જોઈને હર્ષ વગેરે કરતો નથી. તેથી તે ત્યાં મોહ પામતો નથી. પણ તે જ બાહ્ય પરિસ્થિતિમાં તે તત્ત્વની (સાચા સ્વરૂપની) વિચારણા કરી આત્માને વૈરાગ્યવાસિત કરે છે. જ્ઞાનસારમાં તત્ત્વદૃષ્ટિ અષ્ટકમાં કહ્યું છે - ‘બાહ્યદૃષ્ટિથી જોવાયેલા જે ગામ-બગીચો વગેરે મોહ પમાડે છે, તત્ત્વદૃષ્ટિથી અંદર લઈ જવાયેલ (અંદરનું સ્વરૂપ વિચારાયેલ) તે જ ગામ-બગીચો વગેરે વૈરાગ્યની સંપત્તિ આપે છે. (૩)