________________
૩૮
क्षमाधारणोपायाः
योगसारः १/११ दिष्ट्या च मां प्रत्यक्षमाक्रोशति, न ताडयति, एतदप्यस्ति बालेष्विति लाभ एव मन्तव्यः । ताडयत्यपि बाले क्षमितव्यम् । एवंस्वभावा हि बाला भवन्ति । दिष्ट्या च मां ताडयति, न प्राणैर्वियोजयतीति । एतदपि विद्यते बालेष्विति । प्राणैर्वियोजयत्यपि बाले क्षमितव्यम् । दिष्ट्या च मां प्राणैर्वियोजयति, न धर्माद् भ्रंशयतीति क्षमितव्यम् । एतदपि विद्यते बालेष्विति लाभ एव मन्तव्यः । किञ्चान्यत् । स्वकृतकर्मफलाभ्यागमाच्च । स्वकृतकर्मफलाभ्यागमोऽयं मम, निमित्तमात्रं पर इति क्षमितव्यम् । किञ्चान्यत् । क्षमागुणांश्चानायासादीननुस्मृत्य क्षमितव्यमेवेति क्षमाधर्मः । (९/६)' यस्य हृदये क्षमा प्रतिष्ठिता भवति स क्रोधाविष्टो न भवति । उक्तञ्च - 'क्षमा खड्गः करे यस्य, दुर्जनः किं करिष्यति । अतणे पतितो वह्निः, સ્વયમેવોપશાસ્થતિ !' - क्रोधेन परस्याऽहितं जायते न वा, परं स्वस्य त्वेकान्तेनाऽहितं जायते । क्षमयोभयोरपि
ક્ષમાં રાખવી. બાળજીવ પ્રત્યક્ષમાં આક્રોશ કરે ત્યારે “બાળજીવોમાં આવું જ હોય છે. સદ્દભાગ્યે એ પ્રત્યક્ષમાં મારી ઉપર આક્રોશ કરે છે, માર મારતો નથી. આવું પણ બાળજીવોમાં હોય છે એમ વિચારી લાભ જ માનવો અને ક્ષમા રાખવી. બાળજીવ માર મારે ત્યારે “બાળજીવો આવા સ્વભાવવાળા જ હોય છે. સદ્દભાગ્યે એ મને માર મારે છે, મને મારી નાંખતો નથી. આ પણ બાળજીવોમાં હોય છે.” એમ વિચારી ક્ષમા રાખવી. બાળજીવ મારી નાંખે ત્યારે “સદ્દભાગ્યે મને મારી નાંખે છે, ધર્મથી ભ્રષ્ટ કરતો નથી.' એમ વિચારી ક્ષમા રાખવી. “આવું પણ બાળજીવોમાં હોય છે,” એમ વિચારી લાભ જ માનવો. વળી પોતે કરેલા કર્મનું ફળ આવ્યું છે એમ વિચારી ક્ષમા રાખવી. “આ મેં કરેલા કર્મોનું ફળ આવ્યું છે, અન્ય વ્યક્તિ તો નિમિત્તમાત્ર છે.” એમ વિચારી ક્ષમા રાખવી. અનાયાસ (સ્વસ્થતા) વગેરે ક્ષમાના ગુણોને યાદ કરીને ક્ષમા અવશ્ય રાખવી. આ ક્ષમાધર્મ કહ્યો. (૯૬) જેના હૃદયમાં ક્ષમાની પ્રતિષ્ઠા થઈ હોય તે ગુસ્સે ન થાય. કહ્યું છે - “જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે, દુર્જન તેનું શું કરશે? ઘાસ વિનાની જગ્યામાં પડેલ અગ્નિ પોતે જ બુઝાઈ જાય છે.”
ક્રોધથી સામી વ્યક્તિનું અહિત થાય કે ન થાય, પણ પોતાનું તો એકાન્ત અહિત