________________
योगसारः १/११
क्षमाधारणोपायाः तथाहि - 'क्षमा शक्तस्याशक्तस्य वा सहनपरिणामः । सा च क्रोधनिमित्तस्यात्मनि भावाभावचिन्तनात्, क्रोधदोषचिन्तनात्, बालस्वभावचिन्तनात्, स्वकृतकर्मफलाभ्यागमचिन्तनात्, क्षमागुणानुप्रेक्षणाच्च ॥४/९३॥' तत्त्वार्थभाष्येऽप्युक्तम् - 'तत्र क्षमा तितिक्षा सहिष्णुत्वं क्रोधनिग्रह इत्यनर्थान्तरम् । तत् कथं क्षमितव्यमिति चेदुच्यते - क्रोधनिमित्तस्यात्मनि भावाभावचिन्तनात् । परैः प्रयुक्तस्य क्रोधनिमित्तस्यात्मनि भावचिन्तनादभावचिन्तनाच्च क्षमितव्यम् । भावचिन्तनात् तावद् विद्यन्ते मयि एते दोषाः किमत्रासौ मिथ्या ब्रवीतीति क्षमितव्यम् । अभावचिन्तनादपि क्षमितव्यम्, नैते विद्यन्ते मयि दोषा यानज्ञानादसौ ब्रवीतीति क्षमितव्यम् । किञ्चान्यत् । बालस्वभावचिन्तनाच्च परोक्षप्रत्यक्षाक्रोशताडनमारणधर्मभ्रंशानामुत्तरोत्तररक्षार्थम् । बाल इति मूढमाह । परोक्षमाक्रोशति बाले क्षमितव्यमेव । एवंस्वभावा हि बाला भवन्ति । दिष्ट्या च मां परोक्षमाक्रोशति न प्रत्यक्षमिति लाभ एव मन्तव्यः । प्रत्यक्षमप्याक्रोशति बाले क्षमितव्यम् । विद्यत एवैतद् बालेषु । ક્ષમા. ક્રોધનું નિમિત્ત પોતાનામાં છે કે નહીં એ વિચારવાથી, ક્રોધના દોષ વિચારવાથી, બાળજીવોના સ્વભાવને વિચારવાથી, પોતે કરેલા કર્મનું ફળ આવ્યું છે એમ વિચારવાથી અને ક્ષમાના ગુણોને વિચારવાથી તે ક્ષમા રાખી શકાય છે. (૪/૯૩)” તત્ત્વાર્થભાષ્યમાં પણ કહ્યું છે – “ક્ષમા, સહનશીલતા, સહિષ્ણુતા, ક્રોધનો નિગ્રહ - આ પર્યાયવાચી શબ્દો છે. પ્રશ્ન - ક્ષમા શી રીતે રાખવી? જવાબ - ક્રોધનું નિમિત્ત પોતાનામાં છે કે નહી એમ વિચારવાથી. બીજાએ પ્રયોજેલું ક્રોધનું નિમિત્ત પોતાનામાં છે એમ વિચારવાથી અને નથી એમ વિચારવાથી ક્ષમા રાખવી. ક્રોધનું નિમિત્ત છે એમ વિચારવાથી એટલે “મારામાં આ દોષો છે, એમાં આ શું ખોટું બોલે છે?' એમ વિચારવાથી ક્ષમા રાખવી. ક્રોધનું નિમિત્તે પોતાનામાં નથી એમ વિચારીને, પણ ક્ષમા રાખવી. “જે દોષો અજ્ઞાનથી આ બોલે છે તે મારામાં નથી.” એમ વિચારીને ક્ષમા રાખવી. વળી બાળસ્વભાવને વિચારવાથી પરોક્ષમાં આક્રોશ કરવો, પ્રત્યક્ષમાં આક્રોશ કરવો, માર મારવો, મારી નાંખવું, ધર્મથી ભ્રષ્ટ થવું - આ બધાની ઉત્તરોત્તર રક્ષા કરવા માટે ક્ષમા રાખવી. બાળ એટલે મૂઢ, બાળજીવ પરોક્ષમાં આક્રોશ કરે ત્યારે, “બાળજીવો આવા જ હોય છે. સભાગ્યે એ પરોક્ષમાં મારી ઉપર આક્રોશ કરે છે, પ્રત્યક્ષમાં નહીં.' એમ વિચારી લાભ જ માનવો અને