________________
योगसारः १/११
मानस्याऽपायाः हितमेव जायते । क्षमया व्ययं विना प्रशमसुखमनुभूयते । उक्तञ्च प्रशमरतौ – 'प्रत्यक्षं प्रशमसुखं न परवशं न व्ययप्राप्तम् ॥२३७॥' क्रोधः कातरतां व्यनक्ति । क्षमैव वीरस्य भूषणम् । एवं मुक्त्यभिलाषिणा क्षमाजलेन क्रोधवह्निरुपशमयितव्यः ।। - मानी स्वात्मानमन्येभ्यः श्रेष्ठं मन्यते । मानेन न कश्चिदपि लाभो जायते, प्रत्युत हानिरेव जायते । पण्डितमुक्तिविमलगणिविरचिततत्त्वबोधतरङ्गिण्यां मानस्याऽपाया इत्थं प्रदर्शिताः – 'मानम्मुञ्चत मुञ्चताऽत्र भविनो ! मानः सतां दूषणम्, मानम्मा कुरुताश्रि-तोत्तमपदा मानो विपत्पोषणम् । मानम्माऽऽश्रयतामृतादरधियो मानो रमामोषणम्, मानम्माऽन्वयनाशनं विदधत त्वज्ञानिनाम्भूषणम् ॥८७॥ मानात्कीर्तिरपैति दूरमखिला नश्यन्ति ताः सम्पदश्-चास्मिन् शिष्टवचः पदं न कुरुते तप्तायसि ह्यम्बुवत् । मानेनैव विनाशमाप सकुलो लङ्काधिपो रावणः, प्रज्ञानेत्रसुतोऽपि तेन निधनं नीतो न किं योधनः ? ॥४८॥' माननिग्रहोपायं થાય છે. ક્ષમાથી બન્નેનું હિત જ થાય છે. ક્ષમા વડે ખર્ચા વિનાનું પ્રશમસુખ અનુભવાય છે. પ્રશમરતિમાં કહ્યું છે – “પ્રશમનું સુખ પ્રત્યક્ષ છે, પરવશ નથી અને તેની માટે કંઈ ખરચવું પડતું નથી. (૨૩૭)' ક્રોધ કાયરતાને જણાવે છે. ક્ષમા જ વીરનું ભૂષણ છે. આમ મોક્ષના અભિલાષીએ ક્ષમારૂપી પાણી વડે ક્રોધરૂપી અગ્નિને શાંત કરવો.
અભિમાની પોતાને બીજા કરતાં ચઢિયાતો માને છે. માન કરવાથી કંઈ લાભ થતો નથી, ઊલટી હાનિ જ થાય છે. પંડિત મુક્તિવિમલગણિ વિરચિત તત્ત્વબોધતરંગિણીમાં માનના નુકસાનો આ પ્રમાણે બતાવ્યા છે – “હે ભવ્ય જીવો ! તમે માન છોડી દો, છોડી દો. માન એ સજ્જનો માટે દૂષણ છે. ઉત્તમ પદને પામીને માન ન કરો. માન એ વિપત્તિનું પોષણ છે. અમૃતનો આદર કરવાની બુદ્ધિવાળા તમે માનનો આશ્રય ન કરો. માનથી ધન ચોરાય છે. વંશનો નાશ કરનારા અને અજ્ઞાનીઓના ભૂષણ સમાન માનને ન કરો. (૮૭) માનથી કીર્તિ દૂર થાય છે, બધી સંપત્તિઓ દૂર થાય છે. તપેલા લોઢા ઉપર જેમ પાણી ટકતું નથી તેમ માનીને સજ્જનોના વચનોની અસર થતી નથી. માનને લીધે જ લંકાના અધિપતિ રાવણનો કુળ સાથે વિનાશ થયો. ભિષ્મપિતામહના દીકરા દુર્યોધનને પણ શું માને ન મરાવ્યો?(૮૮) મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ માનનો નિગ્રહ કરવાનો ઉપાય