________________
योगसारः १/५
कषायविगमक्रमः શુદ્ધતાં-તિશયેન શુદ્ધ, બવે-ચાત્ | ___ कषायविगमक्रमश्चायं-प्रथमतोऽनन्तानुबन्धिकषायापगमः, ततोऽप्रत्याख्यानावरणप्रत्याख्यानावरणकषायापगमः, ततः नपुंसकवेदापगमः, ततः स्त्रीवेदापगमः, ततो हास्य-रतिअरति-शोक-भय-जुगुप्सापगमः, ततः पुरुषवेदापगमः, ततः सञ्चलनकषायापगमः । कषायविगमस्यायं क्रमः पुरुषवेदोदयेन क्षपकश्रेणिमारुढस्य ज्ञेयः । अन्यवेदोदयेन क्षपकश्रेणिमारुढस्य कषायविगमक्रमोऽन्यथा भवति । कषायाणामुपशमस्य क्षयोपशमस्य च क्रमोऽप्यन्यथा भवति । ग्रन्थविस्तरभयात्स नाऽत्र दर्श्यते । तज्जिज्ञासुभिः कर्मग्रन्थादिशास्त्रेभ्यः स ज्ञेयः ।
साम्यस्य प्रतिपन्थिनः कषायाः । अत्र अनन्तानुबन्ध्यादिकषायग्रहणेन चारित्रमोहनीयं कर्म गृहीतम्। तदुपलक्षणादर्शनमोहनीयं कर्मापि गृह्यते । तत इदं कथितं भवति - साम्यस्य प्रतिपन्थि मोहनीयं कर्म । ततो यावदात्मनि मोहनीयकर्मणः प्राबल्यं तावन्न साम्यं प्रादुर्भवति । यथा यथा हि मोहनीयकर्मणो नैर्बल्यं जायते तथा तथाऽऽत्मनि સમતાનો વિકાસ થાય છે.
કષાયોના વિગમનો ક્રમ આ પ્રમાણે છે - સૌથી પહેલા અનન્તાનુબન્ધી કષાયો દૂર થાય, પછી અપ્રત્યાખ્યાનાવરણ કષાયો અને પ્રત્યાખ્યાનાવરણ કષાયો દૂર થાય, પછી નપુંસકવેદ દૂર થાય, પછી સ્ત્રીવેદ દૂર થાય, પછી હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા દૂર થાય, પછી પુરુષવેદ દૂર થાય, પછી સંજવલન કષાયો દૂર થાય. પુરુષવેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનારને કષાયોનો નિગમ આ ક્રમે થાય છે. અન્યવેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનારને કષાયોના વિગમનો ક્રમ અન્ય રીતે હોય છે. કર્મના ઉપશમ અને ક્ષયોપશમનો ક્રમ પણ જુદો છે. ગ્રન્થનો વિસ્તાર થવાના ભયથી અહીં તે બતાવ્યો નથી. તે જાણવાની ઇચ્છાવાળાઓએ કર્મગ્રન્થ વગેરે શાસ્ત્રોમાંથી તે જાણી લેવો.
કષાયો સમતાના વિરોધી છે. અહીં કષાયના ગ્રહણથી ચારિત્રમોહનીય કર્મ લીધું છે. તેના ઉપલક્ષણથી દર્શનમોહનીય કર્મ પણ લઈ લેવું. તેથી કહેવાનો ભાવ આવો છે - સમતાનું વિરોધી મોહનીય કર્મ છે. તેથી જ્યાં સુધી આત્મામાં મોહનીયકર્મની પ્રબળતા છે ત્યાં સુધી સમતા પ્રગટ થતી નથી. જેમ જેમ મોહનીયકર્મ નિર્બળ થાય છે તેમ તેમ આત્મામાં સમતા પ્રગટ થાય છે. જેમ જેમ મોહનીયકર્મ