________________
२४
विशुध्यत आत्मनः प्रभुः स्फुटः स्यात्
योगसारः १/७
तथा तथा आत्मनो विशुद्धिः भवति । आत्मनो विशुद्धिः सम्यक्त्वादिगुणैर्भवति । इदमुक्तं भवति - यथा यथा साम्यं विशुध्यति तथा तथाऽऽत्मा सम्यक्त्वादिगुणान्प्राप्नोति । ततः साम्यविशुद्धिक्रमेणाऽऽत्मोत्तरोत्तरगुणप्राप्तिरूपां विशुद्धिमासादयति । यथा यथाऽऽत्मनि गुणानां प्रादुर्भावो भवति तथा तथाऽऽत्मनि विद्यमानस्य परमात्मन आविर्भावो ભવતિ ।
अयमत्रोपनिषद्भूतोऽर्थः-गुणप्राप्तिरेव परमात्मप्रादुर्भूतिः । यावन्तो गुणा आत्मनि प्रकटीभवन्ति तावान्परमात्मा तत्राऽऽविर्भवति । आत्मनि सर्वगुणेषु प्रकटीभूतेषु स परमात्मदशां व्रजति । अशुद्धसुवर्णस्य तापनेन मलो दूरीभवति शुद्धं च सुवर्णं प्रकटीभवति । एवं कर्ममलिनात्मनः साम्येन कर्माणि दूरीभवन्ति परमात्मा च प्रादुर्भवति ॥६॥
अवतरणिका - साम्यशुद्धिक्रमेण परमात्मा स्फुटो भवतीति दर्शितम्। अधुना कदा परमात्मा सर्वथा प्रकटीभवति ? इत्येतद्दर्शयति
મૂત્નમ્ - સર્વમોહક્ષયાન્નાયે, સર્વશુદ્ધ સોનિ
સર્વશુદ્ધાત્મનદ્વેષ, પ્રભુ: સર્વ ટીમવેત્ ।ા
આત્માની વિશુદ્ધિ થાય છે. જેમ જેમ સમતાની વિશુદ્ધિ થાય છે તેમ તેમ આત્માની વિશુદ્ધિ થાય છે. આત્માની વિશુદ્ધિ સમ્યક્ત્વ વગેરે ગુણો વડે થાય છે. એટલે કે જેમ જેમ સમતાની વિશુદ્ધિ થાય છે તેમ તેમ આત્મા સમ્યક્ત્વાદિ ગુણોને પામે છે. તેથી સમતાની વિશુદ્ધિના ક્રમથી આત્મા ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિરૂપ વિશુદ્ધિને પામે છે. જેમ જેમ આત્મામાં ગુણો પ્રગટ થાય છે તેમ તેમ આત્મામાં રહેલ પરમાત્મા પ્રગટ થાય છે.
અહીં રહસ્યાર્થ આ પ્રમાણે છે - ગુણોની પ્રાપ્તિ એ જ પરમાત્માનું પ્રાગટ્ય છે. જેટલા અંશે આત્મામાં ગુણો પ્રગટે છે તેટલા અંશે તેમાં ૫રમાત્મા પ્રગટે છે. આત્મામાં બધા ગુણો પ્રગટ થતા આત્મા પરમાત્મદશાને પામે છે. અશુદ્ધ સુવર્ણને તપાવવાથી મેલ દૂર થાય છે અને શુદ્ધ સુવર્ણ પ્રગટ થાય છે. એમ કર્મથી મલિન આત્મામાંથી સામ્ય દ્વારા કર્મો દૂર થાય છે અને પરમાત્મા પ્રગટ થાય છે. (૬)
અવતરણિકા - સામ્યની શુદ્ધિ વડે ૫૨માત્મા પ્રગટ થાય છે એ બતાવ્યું. હવે ક્યારે પરમાત્મા સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે ? એ બતાવે છે
શબ્દાર્થ – બધા મોહનો ક્ષય થવાથી સમતા સંપૂર્ણ રીતે શુદ્ધ થયે છતે સયોગી ૨. સુયોગિનિ - D, સયોનિ: MI