________________
द्विविधं ध्यानम्
योगसारः १/२ तिर्यग्गतिप्रदम् ॥१०॥ निर्दयत्वाननुशयौ, बहुमानः परापदि । लिङ्गान्यत्रेत्यदो धीरेस्त्याज्यं नरकदुःखदम् ॥१६॥शीलसंयमयुक्तस्य, ध्यायतो धर्म्यमुत्तमम् । स्वर्गप्राप्ति फलं प्राहुः, प्रौढपुण्यानुबन्धिनीम् ॥७२॥ एतच्चतुर्विधं शुक्ल-ध्यानमत्र द्वयोः फलम् । आद्ययोः सुरलोकाप्ति-रन्त्ययोस्तु महोदयः ॥८०॥'
अधुना सूत्रमनुस्रियते पुनः-तदा-तस्मिन्काले ध्यानसमये इत्यर्थः । तन्मयतांतन्मयः तत्स्वरूप: ध्येयस्वरूपः, तस्य भावः तन्मयता, तामिति तन्मयताम्, ध्यानविषयेण सहाऽभेदभावमित्यर्थः । याति-प्राप्नोति । योगी यस्य ध्यानं करोति तेन तस्याऽभेदो भवति । अत एव विवक्षितवस्तुनो ज्ञाता तत्र चोपयुक्तस्तस्य वस्तुन आगमतो भावनिक्षेप उच्यते। ध्येये प्रशस्ते सति ध्याता प्रशस्तध्येयस्वरूपो भवति । ध्येयेऽप्रशस्ते सति ध्याताऽप्रशस्तध्येयस्वरूपो भवति । यस्मिन्ध्यातेऽशुभकर्म बध्यते तदप्रशस्तध्येयम् । यस्मिन्ध्याते शुभकर्म बध्यते शुभाशुभं वा कर्म मुच्यते तत्प्रशस्तं ध्येयम् । ध्यानं प्रणिधानरूपम् । प्रणिधानकृतं च कर्म तीव्रविपाककृद्भवति । इदं शुभाशुभकर्मणोर्विषये મૂળ હોવાથી મહાત્માઓએ ત્યજવું. (૧૦) નિર્દયપણું, પશ્ચાત્તાપ ન થવો, બીજાની આપત્તિમાં બહુમાન એ આ રૌદ્રધ્યાનના લિંગો છે. ધીરોએ નરકદુઃખ આપનાર એ રૌદ્રધ્યાન ત્યજવું. (૧૬) શીલ અને સંયમથી યુક્ત અને ઉત્તમ એવા ધર્મધ્યાનને કરનારાનું ફળ મોટા પુણ્યનો અનુબંધ કરાવનાર સ્વર્ગની પ્રાપ્તિ કહી છે. (૭૨) આ ચાર પ્રકારનું શુક્લધ્યાન છે. એમાં પહેલા બેનું ફળ દેવલોકની પ્રાપ્તિ છે અને છેલ્લા બેનું ફળ મોક્ષ છે. (૮૦)
જેનું ધ્યાન કરાતું હોય તેને ધ્યેય કહેવાય. ધ્યાન કરનારને ધ્યાતા કહેવાય. યોગી જ્યારે જેનું ધ્યાન કરતો હોય ત્યારે તે તે ધ્યેયની સાથે તન્મય થઈ જાય છે એટલે કે બેયના સ્વરૂપવાળો થાય છે. તે જેના ધ્યાનમાં હોય તેની સાથે તેનો અભેદ થઈ જાય છે. માટે જ અમુક વસ્તુના જ્ઞાનવાળા અને તેમાં ઉપયોગવાળા જીવને તે વસ્તુનો આગમથી ભાવનિક્ષેપો કહેવાય છે. ધ્યેય જો શુભ હોય તો ધ્યાતા તે શુભધ્યેયસ્વરૂપ બને છે. ધ્યેય જો અશુભ હોય તો ધ્યાતા તે અશુભધ્યેયસ્વરૂપ બને છે. જેના ધ્યાનથી અશુભકર્મ બંધાય તે અશુભ ધ્યેય છે. જેના ધ્યાનથી શુભકર્મબંધાય તે શુભધ્યેય છે. ધ્યાન એ પ્રણિધાનરૂપ છે. પ્રણિધાન (એકાગ્રતા) પૂર્વક બંધાયેલું કર્મ તીવ્ર ફળ આપે છે. આ બાબત શુભ અને અશુભ કર્મોના વિષયમાં