________________
१६
आत्मनि ज्ञातः परमात्मा परमपदं प्रदत्ते योगसारः १/३ सङ्काशः । चशब्दः समुच्चये । परमात्मा - सिद्धस्वरूप आत्मा । इति - एवम्प्रकारेण । ज्ञातः - अवगतः, संसार्यात्मा कर्मणा कलङ्कितः कर्ममलरहितस्तु स एव परमात्मा - इति ज्ञातः । एवं ज्ञाते सति स आत्मेदमवगच्छति यदुत परमात्मत्वं न कस्माच्चिद्बाह्यस्थानादात्मन्यानेयम्, किन्तु तदात्मनि विद्यते एव, केवलं तत्प्रकटीकरणार्थं प्रयतितव्यम् । परमात्मत्वेन ज्ञातः स - वीतराग एव तस्मै परमं - श्रेष्ठं पदं - स्थानं सिद्धत्वरूपं प्रदत्ते - प्रकर्षेण यथा तन्नाऽपगच्छति तथा दत्ते यच्छति । जगति विविधानि पदानि सन्ति, किन्तु न किञ्चिदपि पदं सिद्धत्वतुल्यम् । अतः सिद्धत्वं परमपदमुच्यते ।
येनाऽऽत्मना ज्ञातं यदुत कर्ममलरहित आत्मैव परमात्मा स सर्वयत्नेन परमात्मत्वप्राप्त्यर्थं प्रवर्त्तते । फलतः स परमपदं प्राप्नोति । यो जानाति मम गृहस्याधस्तान्निधानं विद्यते स तत्प्राप्त्यर्थं न प्रमाद्यति । एवं यो जानाति-ममाऽऽत्मन्येव परमात्मत्वं विद्यते इति, स तत्प्राप्त्यर्थं न प्रमाद्यति । स शीघ्रं तत् प्राप्नोति । तत उपचारादुक्तमात्मनि ज्ञातः परमात्मा તસ્મ પરમપટું વાતિ પારૂા. છે. પરમાત્મા કળા રહિત છે માટે જ શુદ્ધ સ્ફટિક જેવા છે. આત્મા પોતાના સ્વરૂપમાં શુદ્ધ સ્ફટિક જેવા અને કળારહિત એવા પરમાત્માને જાણે, એટલે કે સંસારી આત્મા કર્મથી કલંકિત છે, કર્મમલથી રહિત તે જ આત્મા પરમાત્મા છે એમ જાણે એટલે તે આત્માને એ ખબર પડે છે કે પરમાત્માપણું કોઈ બહારના સ્થાનમાંથી લાવી આત્માની ઉપર સ્થાપિત નથી કરવાનું પણ તે તો આત્મામાં છે જ, માત્ર તેને પ્રગટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આત્મામાં પરમાત્મા તરીકે જણાયેલ વીતરાગ પ્રભુ જ આત્માને પરમપદ એટલે કે મોક્ષ આપે છે. તે ક્યારેય ચાલ્યું જતું નથી. દુનિયામાં વિવિધ પદો છે, પણ એકે ય પદ મુક્તિપદની તોલે આવે તેવું નથી. માટે જ તેને પરમપદ કહેવાય છે. પરમપદ એટલે સર્વશ્રેષ્ઠ પદ.
જે આત્માએ જાણ્યું કે કર્મમલરહિત આત્મા જ પરમાત્મા છે તે બધા પ્રયત્નપૂર્વક પરમાત્મા બનવાની પ્રવૃત્તિ કરે છે. પરિણામે તે પરમપદ પામે છે. જે મનુષ્યને ખબર હોય કે મારા ઘરની નીચે નિધાન છે તે તેની પ્રાપ્તિ માટે પ્રમાદ કરતો નથી. એમ જેને ખબર પડે કે આત્મામાં જ પરમાત્મા છે તે તેને પામવા પ્રમાદ કરતો નથી. તે જલ્દીથી તેને મેળવે છે. માટે અહીં ઉપચારથી કહ્યું કે આત્મામાં જણાવેલ પરમાત્મા તે આત્માને પરમપદ આપે છે. (૩)