________________
१८
चक्रकदोषस्तत्परिहारश्च
योगसारः १/४
स्वस्वरूपं न जानाति । अयं भावः आत्मनि विद्यमानं परमात्मानं स न वेत्ति ।
-
ननु यावदात्मनि परमात्मनो ज्ञानं न भवति तावन्न तत्प्रागट्यार्थं यत्नो भवति, यावन्न तत्प्रागट्यार्थं यत्नो भवति तावन्न कर्म्मकृतं मालिन्यमपगच्छति, यावच्च कर्म्मकृतं मालिन्यं नापगच्छति तावन्नात्मनि परमात्मनो ज्ञानं जायते इति स्पष्टमत्र चक्रकदोष इति चेत् ? उच्यते, देशत आत्मनो नैर्मल्ये जाते आत्मनि परमात्मनो ज्ञानं भवति, देशतश्चात्मनो मालिन्यापगमार्थमात्मनि परमात्मनो ज्ञानं नाऽऽवश्यकम्, तद्विनाऽपि समतादिभिस्तस्य सम्भवात् । अथवा द्वितीयवृत्तोक्तप्रकारेण वीतरागे वीतरागत्वस्य ध्यानेनाऽऽत्मनो देशतो नैर्मल्यं भवति, ततस्तस्य स्वात्मनि परमात्मनो ज्ञानं भवति । अतो न चक्रकदोषोऽत्राऽवतरति ।
एनमेव भावं मनसिकृत्य ग्रन्थकारो अस्य वृत्तस्य पश्चार्द्धं कथयति । अथवा पूर्वार्द्धेनेदं ज्ञातं - आत्मनो मालिन्येऽनपगते सत्याऽऽत्मनि परमात्मा न ज्ञायते इति
આત્મામાં જ પરમાત્મા છે એવું જ્ઞાન એને થતું નથી.
પ્રશ્ન – જ્યાં સુધી આત્મામાં પરમાત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી તેને પ્રગટ કરવાનો પ્રયત્ન થતો નથી. જ્યાં સુધી આત્મામાં રહેલ પરમાત્માને પ્રગટ કરવાનો પ્રયત્ન થતો નથી ત્યાં સુધી કર્મ વડે કરાયેલ આત્માની મલિનતા દૂર થતી નથી. જ્યાં સુધી કર્મ વડે કરાયેલ આત્માની મલિનતા દૂર થતી નથી ત્યાં સુધી આત્મામાં પરમાત્માનું જ્ઞાન થતું નથી. આમ સ્પષ્ટ રીતે અહીં ચક્રક દોષ આવે છે.
જવાબ – આંશિક રીતે આત્મા નિર્મળ થાય એટલે આત્મામાં ૫રમાત્માનું જ્ઞાન થાય છે. આંશિક રીતે આત્માની મલિનતા દૂર કરવા આત્મામાં પરમાત્માનું જ્ઞાન જરૂરી નથી, તેના વિના પણ સમતા વગેરેથી આત્માની મલિનતા દૂર થઈ શકે છે. માટે અહીં ચક્રક દોષ આવતો નથી. અથવા બીજા શ્લોકમાં કહ્યા મુજબ વીતરાગમાં વીતરાગપણાનું ધ્યાન કરવાથી આત્મા આંશિક રીતે નિર્મળ થાય છે. પછી તેને પોતાના આત્મામાં પરમાત્માનું જ્ઞાન થાય છે.
આ જ ભાવને મનમાં રાખીને ગ્રન્થકારશ્રી આ શ્લોકનો ઉત્તરાર્ધ્વ કહે છે. અથવા, પૂર્વાર્ધ્વથી એ જાણ્યું કે આત્માની મલિનતા દૂર ન થાય ત્યાં સુધી આત્મામાં પરમાત્માનું જ્ઞાન ન થાય. તેથી કોઈક પ્રશ્ન કરે છે - ‘તો પછી આત્માની મલિનતા