________________
गम्भीरार्थमिदं शास्त्रम्
योगसार : १९ / १
स्यात्तदा व्यक्त: ॥२२॥ तत्त्वश्रद्धा ज्ञानं, महाव्रतान्यप्रमादपरता च । मोहजयश्च યા સ્થાત્, તાન્તરાત્મા મવેચ: ગારરૂા જ્ઞાનં વનમાં, યોગનિરોધ: समग्रकर्म्महतिः । सिद्धिनिवासश्च यदा, परमात्मा स्यात्तदा व्यक्त: ॥२४॥'
८
प्रणम्य - प्रकर्षेण बहुमानभावसम्भूतेन नत्वा नमस्कृत्य । परमात्मनो नमस्करणेन हृदयं तं प्रति प्रह्वीभवति । ततो भगवदनुग्रहः प्राप्यते । ततः प्रारीप्सितं कार्यं विघ्नं विना समाप्तिमियर्त्ति ।
શમ્મીાર્થ - ગમ્ભીર:-બધા: સૂક્ષ્મમતિામ્યા: પ્રભૂતાશ્ચેત્યર્થ:, અર્થા: - વાવ્યાનિ, गम्भीरा अर्था यस्मिन् स गम्भीरार्थः, तमिति गम्भीरार्थम् । इदं पदं योगसारमिति पदस्य विशेषणम् । तच्च इदं विशिनष्टि यद् अयं ग्रन्थः शब्दप्रमाणापेक्षया परिमितः, परन्तु अर्थप्रमाणापेक्षयाऽपरिमितः । ते चार्थाः शब्दार्थ - वाक्यार्थ- महावाक्यार्थ - ऐदम्पर्यार्थ पर्यालोचनेन ज्ञायन्ते । अल्पाक्षरमपरिमितार्थमिदं शास्त्रं रचयद्भिर्ग्रन्थकृद्भिः खलु कलशे उदधिर्भृतः । 'गम्भीरार्थं' इति विशेषणमेतदपि सूचयति यदयं ग्रन्थो न मन्दमतिज्ञेयः
આત્માનું અજ્ઞાન હોય, ત્યારે બાહ્યાત્મા વ્યક્ત થાય છે. (૨૨) જ્યારે તત્ત્વોની શ્રદ્ધા, જ્ઞાન, મહાવ્રતો, અપ્રમાદમાં તત્પરતા અને મોહનો જય થાય છે ત્યારે અંતરાત્મા વ્યક્ત થાય છે. (૨૩) જ્યારે કેવળજ્ઞાન, યોગનિરોધ, બધા કર્મોનો નાશ અને મોક્ષમાં નિવાસ થાય છે ત્યારે પરમાત્મા વ્યક્ત થાય છે. (૨૪)’
ગ્રન્થકારે ગ્રન્થની શરૂઆતમાં રાગ-દ્વેષ વિનાના પરમાત્માને બહુમાનભાવથી ઉત્પન્ન થયેલ પ્રકર્ષ વડે નમસ્કાર કર્યો છે. પરમાત્માને નમસ્કાર કરવા વડે હૃદય તેમના પ્રત્યે બહુમાનભાવવાળુ થાય છે. તેથી પરમાત્માની કૃપા મળે છે. તેથી શરૂ કરવા ઇચ્છેલ કાર્ય વિઘ્ન વિના પૂર્ણ થાય છે.
‘યોગસાર' નામનો આ ગ્રન્થ ગંભીર અર્થવાળો છે, એટલે કે સૂક્ષ્મ બુદ્ધિથી જાણી શકાય એવા અને ઘણા અર્થોવાળો છે. આ વિશેષણથી એમ જણાવ્યું કે આ ગ્રન્થના શબ્દો પરિમિત છે પણ તેના અર્થો અપરિમિત છે. શબ્દાર્થ, વાક્યાર્થ, મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થની વિચારણા કરવાથી તે અર્થો જાણી શકાય છે. થોડા શબ્દો અને ઘણા અર્થોવાળા આ શાસ્ત્રની રચના કરીને ગ્રન્થકારે ખરેખર ગાગરમાં સાગર ભરી દીધો છે. આ વિશેષણ એ પણ સૂચવે છે કે મંદબુદ્ધિવાળા જીવો આ