________________
यथाशक्ति परोपदेशदाने यतितव्यम् योगसारः १/१ त्तारणाय यथाशक्ति परोपदेशदाने यतितव्यम् । यदुक्तं - धर्मबिन्दौ द्वितीयाध्याये 'नोपकारो जगत्यस्मि-स्तादृशो विद्यते क्वचित् । यादृशी दुःखविच्छेदा, देहिनां धर्मदेशना ॥१२॥' एवंकरणेन हृदयं विशालं भवति मैत्री च सुविस्तृता भवति । महात्मनां हृदयं दुःखिजीवानां दुःखं दृष्ट्वा करुणयाऽऽर्द्र भवति । दुःखनिर्दलनतात्त्विकोपायो जिनमार्गस्याऽऽराधना । ततः करुणार्टान्तःकरणा महात्मानो जीवान् जिनमार्ग दर्शयन्ति । जिनमार्गस्याऽऽराधनया ते दुःखमुक्ताः सुखयुक्ताश्च भवन्ति । योगसारनाम्नोऽस्य ग्रन्थस्य प्रणेतारोऽपि परदुःखप्रहाणभावनयैवैनं ग्रन्थं ग्रथितवन्तः । तेऽतिनिःस्पृहा आसन् । अत एव तैर्ग्रन्थमध्ये स्वनामाऽपि न निबद्धम् ।
अवतरणिका - मङ्गलाऽभिधेयाद्यनुबन्धचतुष्टयप्रतिपादनार्थं ते आद्यं वृत्तमुपन्यન્તિ -
આપ્યા પછી સંસારસાગરમાં ડૂબતા જીવોને પાર ઉતારવા શક્તિ મુજબ બીજાને ઉપદેશ આપવા પ્રયત્ન કરવો જોઈએ. ધર્મબિન્દુના બીજા અધ્યાયમાં કહ્યું છે કે –
જીવોને દુઃખોનો નાશ કરનારી ધર્મદેશના આપવા જેવો આ જગતમાં કોઈ ઉપકાર નથી. (૧૨)” એમ કરવાથી હૃદય વિશાળ થાય છે અને મૈત્રી ખૂબ વિસ્તૃત થાય છે. મહાત્માઓનું હૃદય દુ:ખી જીવોનું દુઃખ જોઈને કરુણાથી ભીનું થઈ જાય છે. બધાં દુઃખોને દૂર કરવાનો સાચો ઉપાય જિનેશ્વર ભગવાને બતાવેલા માર્ગની આરાધના છે. તેથી કરુણાથી ભીનાં હૃદયવાળા મહાત્માઓ જીવોને જિનેશ્વર ભગવંતોએ બતાવેલ માર્ગ બતાવે છે. તે માર્ગની આરાધના કરીને તેઓ દુઃખથી મુક્ત થાય છે અને સુખી થાય છે. યોગસાર નામના આ ગ્રન્થના રચયિતા મહાત્માએ પણ બીજા જીવોનાં દુઃખોને દૂર કરવાની ભાવનાથી જ આ ગ્રન્થની રચના કરી છે. તેઓ ખૂબ જ નિઃસ્પૃહી હતા. તેથી જ તેમણે ગ્રન્થમાં ક્યાંય પોતાનું નામ પણ જણાવ્યું નથી.
અવતરણિકા - મંગળ-અભિધેય વગેરે ચાર અનુબન્ધોને જણાવવા તેઓ પહેલો શ્લોક રચે છે –