________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૬ ]
[ સ્વાનુભૂતિદર્શન
લાગે પણ તે બંને પરિણતિમાં સાથે રહે છે. અટપટી વાત લાગે, પણ બંને પરિણતિમાં સાથે રહે છે.
મુમુક્ષુ:- પર્યાય અપેક્ષાએ ૧૦૦ ટકા દાસત્વ સ્વીકારે અને પાછું દ્રવ્ય અપેક્ષાએ ૧૦૦ ટકા પરમાત્મા છું તેમ પણ સ્વીકારે ?
બહેનશ્રી:- ૧૦૦ ટકા દાસત્વ અને ૧૦૦ ટકા પરમાત્મપણું-બંને સ્વીકારે છે અને ભેદજ્ઞાનની ધારા ચાલે છે, દ્રવ્ય ઉ૫૨ જો રહે છે અને પર્યાયમાં દાસત્વ વર્તે છે. ઉપયોગમાં તે કાર્ય કરે છે અને પરિણતિ જોરદાર વર્તે છે. ૨૪.
પ્રશ્ન:- પોતાને કાર્ય કઈ રીતે કરવું તે સમજાતું નથી. જ્ઞાનમાં સમજાય છે, અંદર શ્રદ્ધામાં પલટાવવું જોઈએ તે કઈ રીતે કરવું તે પકડાતું નથી ? તો તે વિષે કૃપા કરીને માર્ગદર્શન આપો.
સમાધાનઃ- શ્રદ્ધા પલટાવવાનું કાર્ય તો અંદરથી શ્રદ્ધા પલટે તો થાય ને? તે બહિર્લક્ષે બહારમાં બધું કર્યા કરે છે, પણ અંતર પરિણમન પલટાવે, યથાર્થ શ્રદ્ધા કરે તથા જેવો સ્વભાવ છે તેવો અંદરથી ઓળખે તો કાર્ય થાય. અંતરની શ્રદ્ધા અંતર પલટાથી થાય. તે બહારથી વિચારથી નક્કી કરે, તો પણ અંતરમાં પલટવું તે રહી જાય છે. બહારથી તો બધું કરે છે, પણ અંદરની તીવ્ર રુચિ અને લગની લાગે તો કાર્ય થાય. અંતર પલટો કરવો તે પોતાના હાથની વાત છે. પોતે કરે તો થાય. અર્થાત્ જ્ઞાનસ્વભાવને ઓળખી પુરુષાર્થ કરે તો થાય. ૨૫.
પ્રશ્ન:- અનેક પડખેથી આચાર્ય ભગવંત સ્વભાવનો મહિમા કરે છે તે વાંચીએ છીએ, સાંભળીએ છીએ પણ અંદરમાંથી મહિમા કેમ આવતો નથી ? મહિમા-રુચિ કેમ થાય?
સમાધાનઃ- બધું કારણ પોતાનું જ છે, બીજા કોઈનું કારણ નથી, મહિમા નહિ આવવાનું કારણ પોતાનું જ છે. પોતે પુરુષાર્થ કરે તો મહિમા-રુચિ થાય, અંદર પોતાને ઓળખે તો મહિમા-રુચિ થાય. પોતાને એટલી લગની લાગી નથી, ધગશ લાગી નથી, એટલે મહિમા-રુચિ થતાં નથી. પોતે બહારમાં કયાંક રોકાઈ જાય છે એટલે મહિમા આવતી નથી. અનંતકાળ આમ ને આમ ગયો તેમાં બધું કારણ પોતાનું છે, બીજા કોઈનું કારણ નથી. ૨૬.
પ્રશ્ન:- સમ્યગ્દર્શનનો વિષય ઉપાદેય છે કે સમ્યગ્દર્શન ઉપાદેય છે?
સમાધાનઃ- સમ્યગ્દર્શન પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે, પણ ખરી રીતે Please inform us of any errors on Rajesh@Atma Dharma.com