________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[ ૧૪૭ આપ અહીં પધાર્યા-આપે માર્ગ બતાવ્યો તો અમે જાગૃત થયા; આપે પુરુષાર્થ કરતાં શીખવ્યું છે -તે પ્રમાણે બધી વિનયની ભાષા બોલે પણ અંતરથી સમજે છે કે કરવાનું તો મારે છે. ગુરુદેવનો પરમ પરમ ઉપકાર છે એમ તે સમજે છે, અમારી દિશા બદલી હોય તો આપે જ બદલાવી છે એમ ઉપકારબુદ્ધિમાં તેને આવે છે, શુભભાવમાં એમ જ આવે છે. ર૪૧. પ્રશ્ન:- સમયસારની ૩૮મી ગાથામાં અપ્રતિતની વાત આવી હતી. પૂજ્ય ગુરુદેવશ્રી અવારનવાર કહેતા હતા કે બહેનશ્રીના જાતિસ્મરણજ્ઞાનમાં જોડણી ક્ષાયિકની વાત હતી, તો કૃપા કરીને જોડણી ક્ષાયિક સમકિત એટલે શું? તે કોને પ્રગટ થાય ? તેનો ખુલાસો કરશોજી. સમાધાનઃ- જોડણી ક્ષાયિક તો જેને અપ્રતિહત ધારા હોય છે તેને પ્રગટ થાય છે. શુદ્ધાત્માની સાધનાની વિશેષ વિશેષ પર્યાયો જોડાતી જાય તો અપ્રતિહત ધારાએ જોડણી ક્ષાયિક પ્રગટ થાય છે.
મુમુક્ષુ – હજુ સ્પષ્ટ થયું નથી તો વધારે ખુલાસો કરવા કૃપા કરશોજી.
બહેનશ્રી:- તે ક્ષયોપશમ (ક્ષયોપશમ સમકિત) એવું અપ્રતિહત હોય છે કે જે પડવાનું નથી. તેની બધી પર્યાયો અપ્રતિહાભાવે પ્રગટ થાય છે. જોડણી ક્ષાયિકમાં ધારા જ એવી અપ્રતિત ધારાએ પ્રગટ થાય છે. ૨૪૨. પ્રશ્ન- પાત્ર શિષ્યના મુખ્ય લક્ષણો સંબંધી થોડું માર્ગદર્શન આપો. સમાધાન:-પાત્ર શિષ્ય હોય તેને અંતરથી આત્માની જ લગની લાગી હોય કે મારે એક ચૈતન્ય જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. તેને દરેક કાર્યમાં આત્માનું જ પ્રયોજન હોય છે, બીજું બધું પ્રયોજન તેને ગૌણ થાય છે. આત્માને એકને મુખ્ય રાખીને તેના દરેક કાર્યો હોય છે. શુભભાવના કાર્યોમાં પણ તેને એક આત્માનું પ્રયોજન હોય છે, બીજું બહારનું કોઈ પ્રયોજન તેને હોતું નથી. શુભભાવમાં દેવ-શાસ્ત્રગુરુની પ્રભાવના કેમ થાય તેવા ભાવ આવે છે અને આત્માનું પ્રયોજન સાથે હોય છે, બીજું કોઈ પ્રયોજન હોતું નથી.-લૌકિક પ્રયોજનથી અત્યંત ન્યારો હોય છે. તેને તો એક આત્માની જ લગની લાગી છે; લૌકિકનું, બહારનું કે મોટાઈનું કોઈ પ્રયોજન હોતું નથી. મારા આત્માને કેમ લાભ થાય તે એક જ પ્રયોજન આત્માર્થીને હોય છે. શ્રી જિનેન્દ્રદેવ જેમણે સાધના પ્રગટ કરી છે એવા ઉપકારી ગુરુ અને શાસ્ત્ર તેની કેમ પ્રભાવના થાય તેવી તેને પ્રીતિ હોય છે. જેમણે આત્માનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com