________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮].
[સ્વાનુભૂતિદર્શન આવે છે. જ્ઞાનગુણનું કાર્ય જ્ઞાનરૂપે ને આનંદનું કાર્ય આનંદરૂપે આવે છે. દરેક ગુણનું કાર્ય આવ્યા જ કરે છે. કેવળજ્ઞાનીને કેવળજ્ઞાન થાય ને લોકાલોક જણાય તે જ્ઞાનનું કાર્ય છે અને કેવળજ્ઞાની આનંદરૂપે પરિણમ્યા કરે તે આનંદનું કાર્ય છે. તે અપેક્ષાએ દ્રવ્ય સક્રિય છે, પણ તે દ્રવ્ય એવી જાતનું સક્રિય નથી કે દ્રવ્ય પોતે બધી રીતે- સર્વથા-ક્રિયાત્મક થઈ જાય. અનાદિ-અનંત દ્રવ્ય પોતે પોતાની અપેક્ષાએ નિષ્ક્રિય છે, અને પર્યાય અપેક્ષાએ સક્રિય છે, સર્વથા નિષ્ક્રિય નથી.
મુમુક્ષુ- જે દષ્ટિનો વિષય બને છે તે દ્રવ્ય સર્વથા નિષ્ક્રિય છે એમ લેવું?
બહેનશ્રી - હા, જે દૃષ્ટિનો વિષય બને છે તે દ્રવ્ય એકસરખું નિષ્ક્રિય રહે છે. જેમાં કોઈ ફેરફાર નથી, જે અનાદિ-અનંત એકસરખું રહે છે અને જેનો નાશ નથી એવી જાતનું દ્રવ્ય અનાદિ-અનંત નિષ્ક્રિય છે. આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિષ્ક્રિય છે અને પર્યાય અપેક્ષાએ સક્રિય છે. જો તે એકલો નિષ્ક્રિય હોય તો તેમાં કેવળજ્ઞાનની, મુનિદશાની પર્યાય થાય નહિ. માટે આત્મા પર્યાય અપેક્ષાએ સક્રિય છે ને દ્રવ્ય અપેક્ષાએ નિષ્ક્રિય છે. આત્મા સર્વથા શૂન્ય નથી, જાગૃતિવાળો છે, કાર્યોવાળો છે; પણ દ્રવ્ય અપેક્ષાએ નિષ્ક્રિય છે. પોતાનો સ્વભાવ જળવાયેલો એવો ને એવો નિત્ય ધૃવરૂપે રહે છે તેથી નિષ્ક્રિય છે. આત્મા પર્યાય અપેક્ષાએ કાર્યોવાળો છે. કેમકે જો આનંદ આનંદરૂપે કાર્ય ન લાવે તો આનંદનો ગુણ કેવી રીતે કહેવાય? જો કોઈ જાતની ક્રિયા તેમાં ન થાય તો જાણવાનું, શાંતિનું પુરુષાર્થનો પલટો થવાનું કાર્ય જ ન થાય અર્થાત્ કોઈ કાર્ય જ ન થાય. માટે આત્મદ્રવ્ય સર્વથા નિષ્ક્રિય નથી. છતાં દ્રવ્ય એકસરખું-જેમ છે તેમ-ધ્રુવરૂપે રહે છે, તેથી પરમપરિણામિકભાવે નિષ્ક્રિય પણ છે. પર્યાય કોઈ અપેક્ષાએ પારિણામિકભાવે પણ છે કેમકે તે કોઈની અપેક્ષા રાખતી નથી, સ્વતંત્ર પરિણમે છે, ઉપશમ આદિ ભાવોમાં કોઈની અપેક્ષા લાગુ પડતી નથી, માટે તે અપેક્ષાએ પર્યાય પારિણામિકભાવે છે, પણ તે પર્યાય છે માટે સક્રિય છે. ૬૦૯. પ્રશ્ન- દષ્ટિનું બળ કોના ઉપર હોય છે ? અને વધારે બળ કોનું-દષ્ટિનું કે જ્ઞાનનું? સમાધાનઃ- દષ્ટિનું જોર એક સામાન્ય ઉપર જ છે. અને જ્ઞાન સામાન્ય-વિશેષ બંનેને જાણે છે, જાણવામાં ભેદ આવે છે. દષ્ટિમાં જે સામાન્યનું બળ આવે છે એવી જાતનું બળ જ્ઞાનમાં આવતું નથી. દષ્ટિ બળવાન છે ને તે એક સામાન્યને ગ્રહણ કરે છે, તે એક સામાન્ય ઉપર જોર મૂકીને આગળ જાય છે કે અનાદિ-અનંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com