________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૪૮ ]
[ સ્વાનુભૂતિદર્શન વિકલ્પ છૂટી જાય છે. આમ બે અપેક્ષા રહેલી છે. વિકલ્પ એકલો સહજ જ છે એટલે કે જે થવાનું હોય તેમ થાય છે એવું એકાન્ત લેવાથી નુકસાનનું કારણ થાય છે. જેમ થવાનું હોય તેમ થાય, પોતે કાંઈ કરી શકતો નથી, પુરુષાર્થ કરે તો પણ વિકલ્પ છૂટે નહિ એવો સહજનો અર્થ નથી. તે વિકલ્પ પોતાનો સ્વભાવ નથી તેથી દ્રવ્ય અપેક્ષાએ તેનો કર્તા નથી, અને માટે તેને સહજ કહ્યો; પણ બીજી અપેક્ષાએ વિકલ્પને પોતાનો લેવો કે પુરુષાર્થની મંદતાએ તે થાય છે અને પોતે સ્વભાવ તરફ વળે અને જ્ઞાયક થાય તો છૂટી જાય છે.-એમ બે અપેક્ષા છે. વિભાવ જ્યારે થવાનો હોય ત્યારે થાય એમ એક જ અપેક્ષા અર્થાત્ એકાન્ત લેવાથી નુકસાન થાય છે, શુષ્કતા જેવું થઈ જાય છે. કે થવાનું હોય તેમ થાય, આપણે કાંઈ કરી શકતા નથી, વિકલ્પ છૂટવાનો હોય ત્યારે છૂટશે એમ એકાન્ત નથી. પોતાના પુરુષાર્થની મંદતાને લઈને પોતે તેમાં રોકાયેલો છે, પોતાની પરિણતિની મંદતા છે માટે થાય છે અને પુરુષાર્થ કરે તો છૂટી જાય છે. ૬૩૩. પ્રશ્નઃ- સમ્યગ્દર્શન પ્રગટ કરવા, પહેલાં પ્રમાણજ્ઞાનથી પુરુષાર્થ ઉપાડીએ કે ધ્રુવજ્ઞાયકના જોરથી પુરુષાર્થ ઉપાડીએ ? કઈ રીત છે?
સમાધાનઃ- બંને ભેગું છે. હું જ્ઞાયક છું, ધ્રુવ છું એવું જોર હોય અને પર્યાયમાં અધૂરાશ છે તેનું જ્ઞાન હોય-એ બંને રીતે પુરુષાર્થ ઊપડે છે. દ્રવ્યસ્વભાવે આત્મા શુદ્ધ છે એવું જોર હોવા છતાં દ્રવ્યમાં શુદ્ધતા છે અને પર્યાયમાં અશુદ્ધતા છે એમ બંનેનું જ્ઞાન પ્રમાણમાં સાથે રહે છે. પરિણતિ ભલે દ્રવ્ય ઉપર દૃષ્ટિ દે, (દૃષ્ટિ ભલે દ્રવ્યની હોય) તો પણ જ્ઞાન સાથે જ રહે છે. ૬૩૪.
પ્રશ્ન:- પુરુષાર્થ કરવા માટે જોર કોના ઉપર આપવું ?
સમાધાનઃ- જોર દ્રવ્ય ઉપર જાય છે, પણ જ્ઞાન સાથે રહે છે. એકલું દ્રવ્ય ઉ૫૨ જો૨ જાય અને પર્યાય કાંઈ છે જ નહિ એમ માને તો દ્રવ્ય ઉ૫૨નું જોર ખોટું થાય છે. દ્રવ્ય ઉપર જોર રાખે અને પર્યાયમાં રાગ કે કાંઈ નથી એમ જાણે તો દ્રવ્યનું જોર ખોટું થાય છે. બંને-દૃષ્ટિ ને જ્ઞાન સાથે રહે છે. અને તો જ તેની દ્રવ્યદૃષ્ટિ પણ સમ્યક્ છે. સમ્યજ્ઞાન સાથે ન હોય તો દ્રવ્યદષ્ટિ પણ સમ્યક્ નથી. ભલે દ્રવ્ય ઉપરનું જોર મુખ્ય રહે તો પણ (પર્યાયનું) જ્ઞાન સાથે રહે છે. એટલે પ્રમાણજ્ઞાન કાંઈ કામનું નથી એવો તેનો અર્થ નથી. દ્રવ્યદૃષ્ટિની મુખ્યતાપૂર્વક પ્રમાણજ્ઞાન સાથે જ રહે છે. ૬૩૫.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com