________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૪]
[સ્વાનુભૂતિદર્શન જો આનંદ નથી તો તે જ્ઞાનદશા યથાર્થ નથી. જ્ઞાન છૂટું પડીને-ન્યારું થઈને ભેદજ્ઞાનવાળું નથી, તો સમ્યકજ્ઞાન જ નથી. તે વિચાર કરતો હોય તે જુદી વાત છે પણ તે સમ્યકરૂપે પરિણમેલું જ્ઞાન નથી. ૬૪૮. પ્રશ્ન:- તત્ત્વના વિચાર આખો દિવસ કરે, પણ ભેદ-અભ્યાસ ન કરે તો પણ અનુભવ થાય ? સમાધાન - તત્ત્વના વિચાર કર્યા કરે, પરંતુ જ્યાં સુધી પરિણતિમાં રાગાદિથી એકત્વ છે અને ભેદજ્ઞાનનો અભ્યાસ નથી તો નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટતી નથી. ભેદજ્ઞાનનો અભ્યાસ કરે તો નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. કોઈને વિશેષ ટાઈમ લાગે ને કોઈને થોડો ટાઈમ લાગે, પણ ભેદજ્ઞાનનો અભ્યાસ કર્યા વગર-દ્રવ્ય ઉપર દષ્ટિ કર્યા વગર-નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી. ૬૪૯. પ્રશ્ન:- તત્ત્વના નિર્ણય પછી ભેદ–અભ્યાસમાં, આ યુગલનું પરિણમન છે તે પુગલમાં છે ને હું તો જુદો છું એ જાતનો અભ્યાસ કરી છૂટો પડે તો અનુભવ થાય ? સમાધાનઃ- દેહ જુદો અને હું આત્મા જુદો એવો અંતરમાં વિકલ્પ આવે તેનાથી પણ મારો સ્વભાવ જુદો છે એમ વિકલ્પથી પણ ભેદજ્ઞાનનો અભ્યાસ કરે. વિકલ્પ પોતાના પુરુષાર્થની મંદતાએ થાય છે. છતાં પણ વિકલ્પથી ભેદજ્ઞાનનો અભ્યાસ કરે કે વિકલ્પ હોવા છતાં હું તેનાથી જુદો છું. વિકલ્પથી ભેદનો અભ્યાસ હોય તો વિકલ્પથી છૂટો પડે અને તો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભૂતિ થવાનો પ્રસંગ આવે. વિકલ્પ ઊભા હોય છતાં પણ હું તેનાથી છૂટો છું એમ વિકલ્પથી ન્યારો થવાનો અભ્યાસ કરતો નથી તો ન્યારો થઈ શકતો નથી. વિકલ્પ ટાળું-ટાળું એમ કર્યા કરે તો શૂન્યતા જેવું થાય, તેમ નહિ પણ વિકલ્પથી ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. ૬૫૦. પ્રશ્ન- કોઈ આકરી પ્રતિકૂળતા આવી પડે, કોઈ મર્મછેદક વચન કહે તો શીઘા દેહમાં સ્થિત પરમાનંદસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ છોડી દેવું, સમતાભાવ કરવો એમ કહેવામાં આવે છે. પણ હજી તો શ્રદ્ધા-જ્ઞાનનાં ઠેકાણાં નથી તો તે કેવી રીતે પરમાત્માનું ધ્યાન કરે ? સમાધાન - આ આગળની વાત કરી છે, પણ જેટલી પોતાની શક્તિ હોય તે પ્રમાણે કરવું. મુનિઓને આકરા પરીષહું આવે-મર્મછેદક વચન કોઈ કહે, કોઈ નિંદા કરે–તો મુનિઓ એકદમ આત્માના ધ્યાનમાં એવા ચડી જાય કે બહારનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com