Book Title: Swanubhutidarshan
Author(s): Champaben
Publisher: Jagjivan Bavchand Doshi Parivar Songadh
Catalog link: https://jainqq.org/explore/008316/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મને નમઃ સ્વાનુભૂતિદર્શન (પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ-માર્ગપ્રકાશક તત્વચર્ચા) સંકલનકાર શ્રી પ્રાણલાલ પુરુષોત્તમદાસ કામદાર, સોનગઢ પ્રકાશક દોશી જગજીવન બાવચંદ-પરિવાર (સાવરકુંડલાવાળા) સોનગઢ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રત : ૪,૫૦૦ વીર નિર્વાણ સં. ૨૫રર કહાન સં ૧૬ વિક્રમ સં ૨૦૫૨ વૈશાખ સુદ બીજ, પૂજ્ય ગુરુદેવશ્રીની ૧૭૭મી જન્મ-જયંતી, તા ૧૯-૪-૯૬ પ્રાપ્તિસ્થાન : વસંતભાઈ જે. દોશી * પ્રાણભાઈ કામદાર, સોનગઢ ૧૩, જયલક્ષ્મી ૧૭૩-૧૨ એમ જી. રોડ * હેમંતભાઈ એ, ગાંધી, સોનગઢ બેંક ઓફ ઈન્ડીયાની સામે * બ્ર. ઉષાબેન જે. દોશી ઘાટકોપર, મુંબઈ-૪૦OO૭૭ ગોગીદેવી બ્રહ્મચર્યાશ્રમ, સોનગઢ Phone: 23883217 ભરતભાઈ દલસુખભાઈ દોશી પ્રાણભાઈ પી. કામદાર Phone: 25137210 ૩ર, કહાનનગર ર૭૧/૨૯૧ એન. સી. કેલકર રોડ ધર્મેન્દ્રભાઈ જે. દોશી દાદર (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૨૮ ચેતન ઓટોમોબાઈલ્સ, phone: 24308190 ૧૩-A, બેનહામ હોલ લેન, પ્રાર્થના સમાજ-ગિરગામ, મુંબઈ ૪OOOO મુલુન્ડ મુમુક્ષુ મંડળ Phone: 23883217 c/o કીરીટભાઈ જે. દોશી ઓસવાળ નિવાસ, ત્રીજા માળે, પ્રદીપભાઈ પ્રાણભાઈ કામદાર સરોજીની નાયડુ રોડ કામદાર ઈસ્યુલેશન મુલુન્ડ (વેસ્ટ) મુંબઈ-૮૧ ૨૮-D, ભાંગવાડી, કાલબાદેવી રોડ, Phone: 25640810 મુંબઈ ૪OOOOR [Phone: 22016656 Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated by Anuj, Anant, Anjana, Binit, Chandri, Darsha, Dilip, Hetal, Kunj, Milap, Satej, Sheetal & Shital from the Friday Swadhyaay Group, London Mandir who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Swanubhuti-Darshan is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Date Changes Version Number 001 23 Oct 2003 L First electronic version. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમ પૂજ્ય શ્રી કાનજીસ્વામી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | | પ્રકાશકીય નિવેદન | અમ પામરને પ્રભુ બનાવનાર, “તું પરમાત્મા છો, તું પરમાત્મા છો” ના મીઠાં-મધુરાં ગુંજારવમય દિવ્યધ્વનિદાતા હે પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ! ભરતક્ષેત્રના ભવ્ય જીવો ઉપર આપનો અનંત અનંત અચિંત્ય ઉપકાર છે. ભવછેદક વાણી દ્વારા આત્મદેવના ભેટા કરાવનાર હે મુક્તિદૂત! આપનો આ કાળે અસીમ અવર્ણનીય ઉપકાર વર્તે છે. હજારોની માનવમેદનીમાં ગર્જતા હે શૂરવીર કેસરી સિંહ! આપે સની ખાતર સોનગઢના એકાન્ત શાંત સ્થળમાં નિવાસ કર્યો ને અનુક્રમે સોનગઢ ભારતવર્ષનું એક અનુપમ “અધ્યાત્મતીર્થ' બની ગયું. સોનામાં સુગંધ ભળે તેમ ભાવિ ગણધર-શ્રતધર પ્રશમમૂર્તિ ભગવતી માતાનો કલ્પવૃક્ષસમ સત્-સમાગમ અમને સંપ્રાપ્ત થયો તે અમારા અહોભાગ્ય છે. આવા મહાન જ્ઞાનવૈભવધારી પવિત્ર ધર્માત્માની ચરણ ઉપાસના મહાભાગ્યે જ પ્રાપ્ત થાય છે. અમારા પિતાશ્રીને રત્નચિંતામણિ સમ પૂજ્ય ગુરુદેવશ્રીનો તેમ જ કલ્પવૃક્ષની શીતળછાયા સમ પૂજ્ય ભગવતી માતાનો સમાગમ ઘણા કાળ સુધી થયો હતો. અમારા બ્ર. ઉષાબેનને પૂજ્ય બહેનશ્રીનાં મંગલ સાન્નિધ્યમાં નિરંતર રહીને તેઓશ્રીનાં દૈનિક જીવનમાં વણાઈ જવાનો તેમ જ ભક્તિભાવે તેઓશ્રીની સેવા કરવાનો દુર્લભ લાભ વર્ષો સુધી મળ્યો હતો. પૂજ્ય બહેનશ્રીની અમારા કુટુંબ ઉપરની અસીમ અનંત કૃપાનું વર્ણન શું કરીએ? પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવતાં હતાં કે “બેનનું જેટલું કરો તેટલું ઓછું છે. આ ભાવનાથી પ્રેરાઈને તેમ જ પૂજ્ય બહેનશ્રીની અતીન્દ્રિય આનંદમય નિર્મળ પરિણતિમાંથી વહેલાં જ્ઞાનગંગાના અમૃત-ઝરણાનો લાભ ભવ્ય જીવોને મળે તે હેતુથી આ અમૃતવાણીનું પ્રકાશન કરવાની અમારી ભાવના હતી જે આજે સાકાર થાય છે અને તેથી અમો અંતરમાં હર્ષ અનુભવીએ છીએ. ઘણા વર્ષો સુધી રાત્રે માત્ર બહેનોની મહિલા સભામાં પૂજ્ય બહેનશ્રીના શાસ્ત્રવાંચન દ્વારા દિવ્યવાણીનો લાભ બહેનોને પ્રાપ્ત થયો હતો. પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીનો, વિયોગ થતાં, પૂજ્ય બહેનશ્રીને પસંદ ન હોવાં છતાં મુમુક્ષુઓની આગ્રહભરી વિનંતીવશ, તેઓશ્રીની તત્ત્વચર્ચાનો લાભ મુમુક્ષુ ભાઈઓને પણ પ્રાપ્ત થયો. જિનાગમના રહસ્યોને સ્વાનુભૂતિયુક્ત વાણીથી સુગમ શૈલીમાં સમજાવીને ભક્તોને ન્યાલ કરી દીધાં. જેના શબ્દ-શબ્દમાં અનુભવરસ નીતરી રહ્યો છે, જેમાં દિવ્ય મંત્રો ગુંજી રહ્યાં છે તે અધ્યાત્મ-અમૃત-સરિતાનું પાન ભવ્ય જીવોએ ખોબા ભરી ભરીને કર્યું ને ભવભવની તરસ છીપાવી. અમારા પૂજ્ય પિતાશ્રીની જ્ઞાનપ્રચારની ભાવના નિમિત્તે વિક્રમ ૨૦૦૬માં પૂજ્ય ગુરુદેવશ્રીનાં શુદ્ધાત્મતત્ત્વરસપૂર્ણ પ્રવચનોનું સંકલન તથા સૌ પ્રથમવાર પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી વહેલા સ્વાનુભૂતિયુક્ત કેટલાંક વચનામૃતો “પ્રવચન સાગરનાં મોતી' નામે પ્રકાશિત થયેલ. પૂજ્ય બહેનશ્રીની સમ્યત્વજયંતી ઉજવવાની અમારા પૂજ્ય માતુશ્રીની અતિ તીવ્ર ભાવના હતી તેથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪] પૂજ્ય બહેનશ્રીની “પ૭”મી સમ્યકત્વજયંતી પૂજ્ય બહેનશ્રીના મંગલ સાન્નિધ્યમાં ઉજવવાનો અમોને અપૂર્વ લાભ મળેલો. તે અમારું મહાન સદ્ભાગ્ય હતું ધન્ય તે દિવસ ! ધન્ય તે કાળ! પૂજ્ય ગુરુદેવશ્રીની પાવનકારી મંગલમય ઉપસ્થિતિમાં પૂજ્ય બહેનશ્રીની ૬૩મી જન્મજયંતી પ્રસંગે ગુજરાતી આત્મધર્મના સંપાદક દ્વારા ગુજરાતી આત્મધર્મમાં પૂજ્ય બહેનશ્રીનાં ૬૩ વચનામૃતોનું સંકલન શ્રી દિ. જૈન સ્વા. મંદિર ટ્રસ્ટે સૌ પ્રથમવાર પ્રકાશિત કર્યું અને ત્યારબાદ ૬૪મી જન્મજયંતિ પ્રસંગે “બહેનશ્રીનાં વચનામૃત” પુસ્તક શ્રી દિ. જૈન સ્વા. મંદિર ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલું. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવશ્રીની અનુપસ્થિતિમાં પણ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી (૧) પૂજ્ય બહેનશ્રીની ૭૫મી જન્મજયંતી પ્રસંગે અભિનંદન-ગ્રંથ, (૨) બહેનશ્રીની સાધના અને વાણી (૩) બહેનશ્રીનો જ્ઞાનવૈભવ તેમ જ શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, ભાવનગર દ્વારા “ગુરુ-ગુણ-સંભારણાં” પુસ્તક પ્રકાશિત થતાં રહ્યા છે. તેવી રીતે અમે પણ પૂજ્ય બહેનશ્રીની ભવસંતતિ-છેદક, સ્વાનુભૂતિયુક્ત દિવ્યવાણીનું, ભવ્ય જીવો અમૃતપાન કરે અને શુદ્ધાત્મચિ સંપન્ન બની સાધના-આરાધના પંથના પથિક બને તે હેતુથી આ “સ્વાનુભૂતિ-દર્શન’ પુસ્તક કે જેમાં વિડિયો તથા ઓડિયો ટેપમાં સંગ્રહિત યેલ પૂજ્ય બહેનશ્રીની તત્વચર્ચા છે તે પ્રકાશિત કરીએ છીએ. આમાં પૂજ્ય બહેનશ્રીની પરોક્ષ પ્રેરણાએ જ બળ આપ્યું છે. પુરુષાર્થપ્રેરણામૂર્તિ, અધ્યાત્મમાર્ગપ્રણેતા પૂજ્ય ગુરુદેવશ્રી તેમ જ સ્વાત્માનુભૂતિપરિણત પૂજ્ય બહેનશ્રીના પુનિત પ્રતાપે આ ગ્રંથનું ભગીરથ કાર્ય થઈ શક્યું છે. પૂજ્ય બહેનશ્રીની ધીર-ગંભીર ને મોક્ષમાર્ગનો પ્રકાશ કરનારી વાણી લિપિબદ્ધ થાય તેવી ઘણા મુમુક્ષુઓની ને અમારી અંતરની ઉત્કૃષ્ટ ભાવના હતી જે આજે સાકાર થાય છે. શ્રી જિનવાણી અને પૂજ્ય બહેનશ્રી પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને આત્માર્થી પ્રાણલાલભાઈ કામદારે આ ગ્રંથનું ઉલ્લાસપૂર્વક સંકલન કર્યું છે તથા કેટલાક આત્માર્થી મુમુક્ષુ ભાઈઓએ તેમ જ પૂજ્ય બહેનશ્રીના સાન્નિધ્યમાં રહેતાં કેટલાક બ્રહ્મચારી બહેનોએ આ કાર્યમાં પ્રશંસનીય સહકાર આપ્યો છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. આ ગ્રંથના પ્રકાશનમાં જે જે દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો છે તેમનો સલ્કય આભાર માનીએ છીએ, આ પુસ્તકનું સુંદર મુદ્રણ કામ કરી આપવા બદલ સ્મૃતિ ઓફસેટનો, રંગીન છાપકામ માટે Kings of Kingનો તથા કોમ્યુટર ટાઈપ સેટિંગ માટે અરિહંત કપ્યુટર ગ્રાફિક્સનો આભાર માનવામાં આવે છે. કરુણાસાગર ધર્માત્માના ઉપદેશને ગ્રહણ કરીને આપણે સૌ ભાવિના ભગવાન અને ભાવિ ગણધરનાં મંગલ આશિષ વડે આત્મહિત સાધીએ એ મંગલ ભાવના – પ્રકાશક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સંપાદકીય નિવેદન અધ્યાત્મયુગઋષ્ટા પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં આશરે બે હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલાં મહા સમર્થ આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદવ તથા અન્ય આચાર્યો-મુનિઓ દ્વારા વિરચિત પરમાગમોમાં રહેલાં અધ્યાત્મના પરમ ગૂઢ રહસ્યોને ખોલીને ઘણા કાળથી લુણવત્ મોક્ષમાર્ગને પુનઃ પ્રકાશિત કર્યો અને પંચમકાળમાં તીર્થકરતુલ્ય કાર્ય કરીને ચતુર્થકાળ વર્તાવ્યો ૪૪-૪૫ વર્ષ સુધી જિનવાણીના અમૃતધોધ વહાવીને ભારતના ભવ્ય જીવો ઉપર મહાન-મહાન ઉપકાર કર્યો છે. આવા મહાન ઉપકારી ગુનો વિરહ અસહ્ય હતો. પૂજ્ય ગુરુદેવશ્રીનાં પરમ ભક્ત સ્વાનુભૂતિવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન આ ગુરુવિરહકાળમાં ભોક્તોના પરમ આધારસ્તંભ બન્યા હતા. તેઓશ્રીએ પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશનું હાર્દ સમજીને ભવાંતના કારણરૂપ ભગવતી અનુભૂતિ પ્રાપ્ત કરી હતી આ પુસ્તકમાં તેઓશ્રીને જિજ્ઞાસુઓએ પૂછેલા પ્રશ્નોનું અને તેઓશ્રી દ્વારા કરાયેલા તેના સમાધાનનું સંકલન કરવામાં આવ્યું છે. પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન અતિ ગંભીર, શાંત-વૈરાગ્ય મુદ્રા ધારી, અલ્પભાષી, નિર્માની, બહાર પડવાની ભાવનાથી દૂર રહેવાવાળા હતા. પૂજ્ય ગુરુદેવશ્રી તો તેમની સ્વાનુભૂતિની પ્રશંસા કરતાં થાકતાં ન હતાં. અનેક પ્રકારની પ્રશંસાના ઉદ્દગારો સહજપણે સરી પડતા હતા, જેનો હેતુ મુમુક્ષુ જગત તેમને ઓળખે ને લાભ લે તે હતો. પૂજ્ય બહેનશ્રીની ભવાતાપવિનાશક વાણીનો લાભ આત્માર્થી જીવોને મળ્યો તથા મુમુક્ષુઓના મહાભાગ્યે ટેપમાં સંગ્રહિત થયો, જેના ફળસ્વરૂપે પ્રસ્તુત પુસ્તક બહાર આવ્યું છે. જૈનદર્શનના રહસ્યો ઘણા ઊંડા તેમ જ અનુભવગમ્ય હોવાથી અનુભવી આત્મજ્ઞાનીના પ્રત્યક્ષ માર્ગદર્શનનું મૂલ્ય કોઈ વિશિષ્ટ પ્રકારનું હોય છે. જ્યાં સુધી આત્માની પ્રત્યક્ષ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આત્માર્થી જીવોને અનેક પ્રકારના પ્રશ્નો ઊઠે છે અને ત્યારે પ્રત્યક્ષ જ્ઞાનીનું માર્ગદર્શન-સમાધાન તેને આત્મા તરફ દોરે છે. પૂજ્ય બહેનશ્રીની ભાવના તો એકાંતમાં રહીને નિરંતર પોતાની સાધના સાધવાની હતી, તેમ છતાં પૂજ્ય ગુરુદેવશ્રીનો વિયોગ થતાં મુમુક્ષુઓની મુંઝવણભરી પરિસ્થિતિ જોતાં, નાદુરસ્ત તબિયત હોવા છતાં જિજ્ઞાસુ દ્વારા પૂછવામાં આવેલાં તાત્ત્વિક પ્રશ્નોનું સમાધાન કરુણાવશ સાદી મૂદુ ભાષામાં કર્યું. કોઈ અલ્પ-અભ્યાસી હોય તો તે પણ બધા પડખાઓ સ્પષ્ટ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬] રીતે સમજી શકે તેવી રીતે તેઓશ્રી સમાધાન કરાવતાં હતાં. સ્વાનુભૂતિની પ્રાપ્તિ અર્થે જ તેઓશ્રીનું સઘળું માર્ગદર્શન હતું જેથી આ પુસ્તકનું નામ “સ્વાનુભૂતિદર્શન' રાખવામાં આવ્યું છે અને પ્રશ્ન-સમાધાનની પ્રક્રિયાનું રૂઢિગત નામ “ચર્ચા' હોવાથી બહેનશ્રીની તત્ત્વચર્ચા” એ નામથી ઓળખાવવામાં આવ્યું છે. જીવને સ્વરૂપ-પ્રાપ્તિની જિજ્ઞાસા કેમ ઉત્પન્ન થાય, રુચિ કેમ થાય, લગની કેમ લાગે, ઊંડપ કેમ આવે, દઢતા કેમ વધે, કાર્યસાધકતાની કાળજી કેમ વધે, કાર્ય પૂર્ણ થયા વગર ચેન ન પડવું જોઈએ, જ્ઞાન શું કાર્ય કરે, શ્રદ્ધા કેવી રીતે ગ્રહણ કરે, ચારિત્ર શું ક્રિયા કરે, વીર્ય કેમ ફેરવાય, જ્ઞાની-અજ્ઞાનીની પરિણતિનો શું તફાવત છે, ક્રમબદ્ધ અને પુરુષાર્થનો કઈ રીતે સુમેળ છે, જ્ઞાન-વૈરાગ્યની સંધિ કેવી હોય, ભેદજ્ઞાન કેમ કરાય-કોનાથી કરાય, સ્વરૂપ-મહિમા કેમ આવે, રાગથી વિરક્તિ કેમ થાય વગેરે તથા સ્વછંદતા ન થાય, પ્રમાદ ન થાય, ખોટી રીતે સંતોષ ન થાય, થોડાં કાર્યને ઘણું ન મનાય, ક્ષયોપશમ, મંદ કષાય કે બાહ્યક્રિયામાં કોઈ પ્રકારે અધિકતા ન ભાસે વગેરે અનેક ભાવોને ઘણી સ્પષ્ટ રીતે આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યા છે. ઉપાદાનનિમિત્ત, કર્તા-કર્મપણું અકર્તાપણું, શય-જ્ઞાયકપણું, સ્વ-પરપ્રકાશકપણું ઈત્યાદિ અનેક વિષયોની સારી રીતે છણાવટ થવાથી જિજ્ઞાસુ-મુમુક્ષુઓને એક વિશદ માર્ગદર્શન સાંપડયું છે, જે પુરુષાર્થ ઉપાડવામાં અપ્રતિમ બળદાયક ને પ્રેરણારૂપ બની રહેશે. ટુંકમાં કહીએ તો, પૂજ્ય બહેનશ્રી દ્વારા થયેલાં આ સમાધાનમાં તેઓશ્રીનો અનુભવરસ નીતરે છે ને હું જ્ઞાયક છું-જ્ઞાયક છું એવો સુમધુર નાદ મુમુક્ષુઓને જાગૃત કરે છે. અનેક મુમુક્ષુઓની માગણી હોવાથી તેમ જ પૂજ્ય ગુરુદેવશ્રીના ભક્ત એવા સમસ્ત મુમુક્ષુઓ પૂજ્ય બહેનશ્રીની અમૃતમય મંગલકારી વાણીનો લાભ લઈ શકે તે હેતુથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવે છે. અનાદિના અજાણ્યા આત્મપંથે જવાવાળા મુમુક્ષુ-વટેમાર્ગુને દિશાદર્શક ને પુરુષાર્થપ્રેરક એવું આ પુસ્તક એક પ્રખર અનુભવી ભોમિયા જેવું કામ કરશે. માટે આ તત્ત્વચર્ચાના પુસ્તકને મહાલાભકારી સમજીને તેનું ઊંડું સ્વલક્ષી અધ્યયન કરવાયોગ્ય છે. આ “સ્વાનુભૂતિદર્શન' ગ્રંથના પ્રારંભથી લઈને પૂર્ણ થવામાં મૂળ પ્રેરણાસ્ત્રોત પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામી છે, જેમને હું અનંત-અનંત વંદન કરું છું. પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનનો પણ પરમ-પરમ ઉપકાર છે. તેઓશ્રીનાં મંગલ આશિષથી જ આ કાર્ય સંપન્ન થયું છે. જ્ઞાનીની ટેપ-વાણીને લિપિબદ્ધ કરવાનું કાર્ય અતિ કઠણ હોય છે. કારણ કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [૭] જ્ઞાનીના આશયને યથાવત્ જાળવી રાખીને તે કાર્ય કરવાનું હોય છે. છતાં, પૂજ્ય બહેનશ્રીનાં સાન્નિધ્યમાં વર્ષોથી રહેતાં કેટલાક બ્રહ્મચારી બહેનોના સહકારથી તેમ જ પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીના સત્સંગમાં વર્ષોથી રહેતાં કેટલાક અભ્યાસી મુમુક્ષુ ભાઈઓના અથાગ પ્રયત્નથી આ કાર્ય સફળતાપૂર્વક થયું છે. આ ગ્રંથના પ્રકાશક શ્રી જગજીવન બાવચંદ દોશીના સુપુત્રી બ્ર. ઉષાબેન પૂજ્ય બહેનશ્રીની સેવામાં અહર્નિશ રહેતા હતા ને તત્ત્વચર્ચા દરમ્યાન કાળજીપૂર્વક ઓડિયોવિડિયો કેસેટમાં તેને સંગ્રહિત કરી લેતાં હતાં અને તેના ઉપરથી આ સંકલન શક્ય બન્યું છે. પૂજ્ય બહેનશ્રીના અંતેવાસી કેટલાક બ્રહ્મચારી બહેનોએ ટેપમાંથી તત્ત્વચર્ચાને અક્ષરશ:લિપિબદ્ધ કરી આપેલ અને પુરી કાળજીથી તપાસી આપેલ. ત્યારબાદ અભ્યાસી મુમુક્ષુભાઈઓએ પૂજ્ય બહેનશ્રીનો આશય જળવાઈ રહે તે રીતે સમગ્ર લખાણ વ્યવસ્થિત રીતે તૈયાર કરી આપેલ. આ રીતે આવા મહાન કાર્યમાં સંપૂર્ણ સહકાર આપવા બદલ તે સર્વેનો આભારી છું. આ કાર્યમાં સાથ આપનાર સર્વે મુમુક્ષુ ભાઈ–બહેનો પૂજ્ય ગુરુદેવશ્રીના તેમ જ પૂજ્ય બહેનશ્રીના ઘણા લાંબા સમયથી પરિચયમાં આવેલા છે. પૂજ્ય બહેનશ્રીની તત્ત્વચર્ચાનો પણ તે સર્વેએ પ્રત્યક્ષ લાભ લીધેલ છે, જેથી આ સંકલન કરવામાં પૂજ્ય બહેનશ્રીના ભાવો જળવાઈ રહ્યાં છે. તેઓ સૌએ આ કાર્ય માત્ર દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને કર્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ “ બહેનશ્રીનાં વચનામૃત” પુસ્તકનો કેટ-કેટલો મહિમા કર્યો તો તે આપણે સર્વે મુમુક્ષુઓ સારી રીતે જાણીએ છીએ. આ “ સ્વાનુભૂતિદર્શન પુસ્તક પણ તેઓશ્રીની જ ટેપ-વાણીમાં અક્ષરશઃ ઉતારીને પૂજ્ય બહેનશ્રીના ભાવો જાળવી રાખીને થયેલું સંકલન છે. આ પુસ્તક આત્માર્થી જીવોને ઉઠતાં સેંકડો પ્રશ્નોના સમાધાનરૂપ છે. તેથી આત્મહિતની દૃષ્ટિએ આ પુસ્તકનું પોતાને કેટલું મહત્ત્વ હોવું જોઈએ તે પૂજ્ય ગુરુદેવશ્રીથી પ્રાસ માર્ગદર્શન અનુસા૨ વાંચકે સમજવાનું રહે છે. આ ગ્રંથનું સંકલન કરવાનું અતિ પવિત્ર કાર્ય કરવાનો લાભ મને મળ્યો તે મારું અહોભાગ્ય સમજું છું. આ કાર્યમાં મારી અલ્પમતિના કારણે વા પ્રમાદવશ જે કોઈ ત્રુટી રહી હોય તેની નમ્રભાવે ક્ષમા યાચું છું અંતમાં, પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીના ચરણકમળમાં વિનમ્રભાવે નમન કરીને સર્વ જીવો સ્વાનુભૂતિ પ્રાપ્ત કરી મોક્ષમાર્ગ સાધી સિદ્ધપદને પામો એ જ ભાવના..... - સંકલનકા૨ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂજ્ય બહેનશ્રીના નિત્યક્રમની પ્રાર્થનાના ભક્તિપદો સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તધ્યાન મહી; પ્રશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જય તે. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. સંગત્યાગી અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. પાવન મધુર અદભૂત અહો ! ગુરૂદનથી અમૃત ઝર્યા, શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી નિત્યે અહો! ચિદ્રસ ભર્યાં. ગુરુદેવ તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા, ગુણમૂર્તિના ગુણગણતણાં સ્મરણો Æયમાં રમી રહ્યાં, દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગ માંહિ ગજાવનહારા વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશનહારા ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો. સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુગુણકીર્તન ગાતાં; સ્થળ-સ્થળમાં “ભગવાન આત્મ'ના ભણકારા સંભળાતાં, -કણ કણ પુરુષારથ પ્રેરે ગુરુજી આત્મ અજવાળે * * હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી અરે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂજ્ય બહેનશ્રી ચંપાબહૅન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ॐ श्री परमात्मने नमः। સ્વાનુભૂતિદર્શન * બહેનશ્રીની તત્ત્વચર્ચા પ્રશ્ન:- પૂજ્ય ગુરુદેવના વચનામૃતમાં ‘ૐ સહજ ચિદાનંદ ' આવે છે, તો તેમાં શું કહેવું છે ? સમાધાનઃ- ૐ એ ભગવાનની વાણી છે. ૐ ધ્વનિ નિરક્ષી હોય છે. જિનવાણીનો ગુરુદેવને બહુ પ્રેમ હતો એટલે તેમને “ૐ સહજ ચિદાનંદ ” એમ આવતું સહજ ચિસ્વરૂપ આનંદસ્વરૂપ આત્મા છે. સહજ ચિદાનંદ એવા આત્માને તું ઓળખ. તે શેનાથી ઓળખાય ? આ થી ઓળખાય છે–ભગવાનની વાણીથી આત્મા ઓળખાય છે. ગુરુદેવને નો ભાસ પણ થયો હતો. મુમુક્ષુઃ- સહજ ચિદાનંદ આત્મા ૐકાર ધ્વનિ દ્વારા ઓળખાય છે? બહેનશ્રી:- આત્મા સહજ ચિદાનંદ છે તે કાર ધ્વનિ દ્વારા ઓળખાય છે. ભગવાન આત્મા સહજ ચિદાનંદ છે તેને ભગવાનની વાણી ઓળખાવે છે. એવો ઉપાદાન-નિમિત્તનો સંબંધ છે. ૐ ને ઓળખે તે આત્માને ઓળખે. ૐકાર દ્વારા બધું ઓળખાય છે. અનાદિકાળથી જીવ પરિભ્રમણ કરે છે. તેમાં ભગવાન સાક્ષાત્ મળે, ભગવાનની વાણી મળે અથવા ગુરુની વાણી મળે ત્યારે આત્માને ઓળખે. આવો ઉપાદાન-નિમિત્તનો સંબંધ છે અર્થાત્ એવો વાણી સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ગુરુદેવને જિનવાણીનો કોઈ જુદી જ જાતનો પ્રેમ હતો. તેમને અંદરથી સહજ શ્રુતનો પ્રેમ હતો. મુમુક્ષુ-ગુરુદેવ પૂર્વે સાંભળીને આવ્યા હતા ને ? બહેનશ્રી:- હા, પોતે પૂર્વે સાંભળીને આવ્યા હતા. એક અભીક્ષ્ણ જ્ઞાન ઉપયોગ (શાસ્ત્રમાં) આવે છે, એવું શ્રુતનું જ્ઞાન ગુરુદેવને અંતરમાંથી આવતું હતું. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૨] તેમને જિનવાણીનું એટલું બહુમાન હતું કે વાણીનો અર્થ કરતાં થાકતા જ ન હતા, શાસ્ત્રોના અર્થ તેઓશ્રીની વાણીમાં એકધારાએ નીકળ્યા કરતા હતા. વ્યાખ્યાન આપે ત્યારે એક શબ્દમાં આખું બ્રહ્માંડ ખડું કરતા હતા. ૐકારનું બહુમાન સહેજે હતું જિનવર તે જીવ અને જીવ તે જિનવર એમ વારે વારે સહેજે તેમના હૃદયમાંથી આવતું હતું. તેમનું દ્રવ્ય જ એવું હતું એટલે સહેજે આવું આવતું હતું. તેઓ બધાને ‘ૐૐ' લખી દેતા. કોઈને ‘ૐૐ સહજ ચિદાનંદ' પણ લખી દેતા. ૧. પ્રશ્ન:- તીર્થંકરની સભામાં લાખો-કરોડો જીવ હોય પણ તેમાં તીર્થંકરનો જીવ તો કોઈક જ હોય ને ? સમાધાનઃ- સમવસરણ–સભામાં તીર્થંકરનો જીવ તો કોઈક હોય, બધા શ્રોતા તીર્થંકરનો જીવ થોડા હોય ? હંમેશાં તીર્થંકર ભગવાન તો અમુક જ થાય. શ્રોતા ઘણા હોય, પણ તેમાં તીર્થંકર થનારા કોઈ કોઈ હોય. તીર્થંકરનો જીવ અણમૂલું દ્રવ્ય છે. તેઓ માર્ગ પ્રકાશનારા છે. તેમની વાણી દ્વારા લાખો-કરોડો જીવો માર્ગ પામે છે. જગતમાં સર્વોત્કૃષ્ટ હોય તો તીર્થંકર ભગવાન જ છે. એવા સર્વોત્કૃષ્ટ જીવ કોઈક જ હોય ને? ઇન્દ્ર પણ દેવલોક છોડીને ભગવાનના ચરણમાં આવે છે અને મહિમા કરે છે કે અમને પુણ્યની મહિમા નથી, તમારી મહિમા છે. ભગવાન તો પુણ્ય અને પવિત્રતા-બંનેમાં સર્વોત્કૃષ્ટ છે. તેમની આગળ બધું ઝાખું છે. આખા લોકની અંદર સર્વોત્કૃષ્ટ હોય તો તીર્થંકર ભગવાન છે, માટે એવા દ્રવ્ય થોડા હોય છે. તેમની વાણી એવી હોય છે કે તે સાંભળતાં કેટલાય જીવો માર્ગ પામી જાય. તેમના અતિશયો જુદા હોય છે, તેમના દર્શનમાત્રથી જીવોના ભાવ પલટાઈ જાય છે. ગૌતમસ્વામીએ માનસ્તંભ દેખ્યો તેમનું માન ગળી ગયું ભગવાનની અતિશયતા ચારે બાજુ પથરાયેલી હોય છે. માન ગળ્યું તેમાં માનસ્તંભ કારણ નથી, ભગવાન કારણ છે. ભગવાનનો અતિશય ચારે બાજુ હોય છે. આ માનસ્તંભ આવો છે તો ભગવાન કેવા હશે! એમ આશ્ચર્ય થતાં જ ત્યાં ને ત્યાં માન ગળી ગયું ને બધા આગ્રહો છૂટી ગયા. પ્રથમ અંદરમાં એટલા આગ્રહ હતા કે મારા જેવું કોઈ નથી, હું તો સર્વજ્ઞ છું–એટલું અંદર અભિમાન હતું પણ માનસ્તંભ દેખીને એક્દમ માન ગળી ગયું ને ત્યાંથી પાત્રતા શરૂ થઈ ગઈ. ભગવાનના Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [૩ અતિશય કોઈ જુદા જ હોય છે. તેમની વાણી આદિ બધું જુદું હોય છે અને તે જીવોને સહેજે પલટવાનું કારણ બને છે. જો ઉપાદાન તૈયાર હોય તો પરિણતિનો સહેજે પલટો થઈ જાય છે. ગૌતમસ્વામી સમવસરણમાં આગળ જાય છે ત્યાં સમ્યગ્દર્શન, મુનિદશા, બધી લબ્ધિઓ અને અવધિ-મન:પર્યયજ્ઞાન પ્રગટે છે. એકદમ અંદરમાં પલટો થઈ જાય છે અને ભગવાનની વાણી છૂટે છે. અંદર પાત્રતાની તૈયારી હોય તો ભગવાન અતિશય પ્રબળ નિમિત્ત બને છે. મહાભાગ્ય ગુરુદેવભરતક્ષેત્રમાં જન્મ્યા. અત્યારે તેમના જેવો નમૂનો કોઈ દેખવામાં આવતો નથી. તેમની વાણી આદિ બધું જુદું હતું એમના દર્શન માત્રથી જીવો ઊછળી જતા હતા, અને આ જુદા પુરુષ છે એવું થઈ જતું હતું ૨. પ્રશ્ન- વિકલ્પમાં તત્ત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે પણ તત્ત્વનિર્ણય સુધી પહોચાતું નથી, વિકલ્પમાં તત્ત્વના વિચારો સિવાય લાબું કાંઈ દેખાતું નથી. તો શું કરવું જોઈએ? સમાધાનઃ- પોતાના પુરુષાર્થની મંદતા છે એટલે આગળ જઈ શકતો નથી. તત્ત્વનો અભ્યાસ છે એટલે તેના વિચારો કર્યા કરે; પણ આ જ્ઞાયક તે જ હું છું એમ તેને (ઊંડાણથી) ગ્રહણ કરીને જ્ઞાયકની શ્રદ્ધા કરતો નથી. શ્રદ્ધાના બળથી હું જ્ઞાયક છું તેવો ભેદજ્ઞાનનો અભ્યાસ બોલવા રૂપે નહિ પણ અંતરમાંથી કર્યા વગર આગળ જઈ શકાતું નથી. દ્રવ્યદૃષ્ટિના જોરથી ને ભેદજ્ઞાનના અભ્યાસના જોરથી તે આગળ જઈ શકે છે. તત્ત્વના નિર્ણય પછી પણ શ્રદ્ધાનું બળ જોરદાર રાખીને ભેદજ્ઞાનનો અભ્યાસ કર્યા કરવો. તે વગર આગળ જઈ શકાતું નથી. મુમુક્ષુ - સ્વ-પરનું સ્વરૂપ બુદ્ધિમાં બરાબર બેસી જાય છે, છતાં શુષ્કતા જેવું લાગે છે અને ભાવથી ભીંજાઈને જે આવવું જોઈએ તે આવતું નથી, તો આ સ્થિતિમાં શું કરવું? તે કૃપા કરીને સમજાવશો. બહેનશ્રી - પોતાનું કારણ પોતે પકડવાનું છે. અંદરથી હદય ભીંજવીને, આત્માની મહિમા લાવીને તત્ત્વના નિર્ણયને દઢ કરીને તેમ જ તેનો પુરુષાર્થ કરીને પોતે જ આગળ જવાનું છે. જે એકત્વબુદ્ધિ થઈ રહી છે તેને તોડયે જ છૂટકો છે. બંને સામસામું છે-અહીં સ્વમાં એકત્વબુદ્ધિ કરવાની છે અને પરથી છૂટું પડવાનું છે. જ્ઞાયક નિરાળો છે. તે નિરાળાને નિરાળારૂપે પરિણમનમાં લાવવાનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [સ્વાનુભૂતિદર્શન ૪] છે. આ કર્યા વગર છૂટકો નથી. દ્રવ્ય ઉપરની દૃષ્ટિના જોરપૂર્વક ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો, તેના વગર બીજો કોઈ ઉપાય નથી. આમ અંત૨માં પોતે પોતાના હૃદયને ભીંજવીને પુરુષાર્થ કરવો, આ એક જ ઉપાય છે. સ્વ તરફ જવું હોય તો આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી, તેવો નિર્ણય પોતાને આવવો જોઈએ અને તે નિર્ણયના બળે તેવી જાતનો પુરુષાર્થ પોતે કરે તો થાય. મુમુક્ષુઃ- નિર્ણય એમ જ છે કે જ્ઞાયકના આશ્રય વિના સમ્યગ્દર્શન પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી, પણ બળ આવતું નથી, તો શું કરવું? બહેનશ્રી:- અંદરનો પુરુષાર્થ કર્યા વગ૨, લગની લગાડયા વગર છૂટકો જ નથી. અનાદિનો બીજો અભ્યાસ છે અને પુરુષાર્થની મંદતા છે એટલે ગમે ત્યાં કયાંક રોકાયા કરતો જ હોય છે. પણ ભેદજ્ઞાનનો વારંવાર-વારંવાર અભ્યાસ કર્યા જ કરે તે જ ઉપાય છે. મુમુક્ષુઃ- આપ કહો છો તે વાત સાચી છે કે જીવ કયાંક રોકાતો હોય છે, અને જ્યાં રોકાય છે તેનો ખ્યાલ પણ આવે છે, પણ તે વખતે કઈ રીતે જુદું પડવું ? બહેનશ્રી:- જ્ઞાનથી નિર્ણય કર્યો, પણ અંદરથી હૃદય એટલું ભીંજાયેલું હોય-પોતાને અંદરથી ખટક લાગે તો છૂટો પડે. અંદરમાંથી ખટક લાગવી જોઈએ તેમ જ જ્ઞાયકની મહિમા આવવી જોઈએ, આ વિભાગ માત્ર દુઃખરૂપ છે તેવું અંદર વેદનમાં લાગવું જોઈએ; આ વિભાવ દુઃખરૂપ છે ને દુઃખફળરૂપ છે તેવી ખટક લાગે તો તેનાથી છૂટો પડે. નિર્ણય પછી પણ તેને પોતાને ખટક લાગવી જોઈએ તો છૂટો પડે. માત્ર વિચાર કર્યા કરે એમ નહિ, પણ અંદરથી ખટક લાગવી જોઈએ. મુમુક્ષુ- જ્યાં સુધી પોતાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આમ જ કર્યા કરે ? બહેનશ્રી- પોતાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપી પોતાની શ્રદ્ધા જોરદાર કરવાનો પ્રયત્ન કરવો અને ભેદજ્ઞાન કરવું. આ એક જ માર્ગ છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ ચારે બાજુથી સમજે, ચારે બાજુથી શાસ્ત્રનાં પડખાં વિચાર્યા કરે. તત્ત્વ વિચારે અને પોતે સ્વયં અંતરમાં વિચારી શાસ્ત્રમાં આવે છે તે પ્રમાણે નક્કી કરે. પોતાની શ્રદ્ધાનું બળ પોતે લાવવું જોઈએ કે આ હું જ્ઞાયક છું અને આ હું નથી.-આવું શ્રદ્ધામાં બળ લાવવું, એકવાર વિચાર કરે કે Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] આ હું છું ને આ હું નથી તો કાંઈ ન થાય. પણ તે કાર્યમાં લાવવું જોઈએ, અંતર પરિણતિમાં લાવવું જોઈએ. ઉપાય તો આ એક જ છે. જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી થયા છે. અને જે કોઈ નથી થયા તે ભેદવિજ્ઞાનના અભાવથી નથી થયા. ભેદજ્ઞાન કયાં સુધી ભાવવું? તેના બે અર્થ છે. એક એ કે જ્યાં સુધી આ આત્મા પોતે છૂટો પડીને સ્વરૂપમાં સ્થિર ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાન ભાવવું અને બીજો અર્થ એ છે કે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાન ભાવવું. જોકે શરૂઆતમાં (ભેદજ્ઞાનનો) અભ્યાસ સહજ હોતો નથી, તો પણ અભ્યાસ કર્યા કરે. સમ્યગ્દર્શન પામ્યા પહેલાં અને પછી પણ, કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાન ભાવ્યા કરવું દ્રવ્યદષ્ટિનું જોર-ભેદજ્ઞાનનું બળ-ઠેઠ કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી સાથે રહે છે. આ એક જ ઉપાય છે. અધૂરી દશા છે એટલે અણુવ્રત, પંચમહાવ્રત, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા વગેરે એવા શુભભાવો તેમ જ સમ્યગ્દર્શનના આઠ અંગરૂપ વ્યવહારિક ભાવો આવે છે, તે બધું સાથે હોય છે; પણ મોક્ષનો ઉપાય તો અંતરમાં એક સમ્યગ્દર્શનની સહજધારા ચાલે તે છે. સમ્યગ્દષ્ટિને સહજ જ્ઞાતાધારા ચાલે છે અને તે સહજ પુરુષાર્થથી ચાલે છે. તેણે સહજ માર્ગ જાણી લીધો છે. અનુભવ પહેલાં જિજ્ઞાસુને પણ અભ્યાસ તો એક જ કરવાનો છે, જે માર્ગ છે તે માર્ગનો જ અભ્યાસ કરવાનો છે. અભ્યાસ ન થાય તો વારંવાર પુરુષાર્થ કરવો; પણ માર્ગ તો એક જ છે. ભેદવિજ્ઞાન કયાં સુધી ભાવવું? કે આત્મા આત્મામાં ઠરી ન જાય ત્યાં સુધી ધારાવાહી ભાવવું, એમ સમયસારમાં આવે છે. ૩. પ્રશ્નઃ- જીવ બહારનું કામ ગમે તેવું દુષ્કર હોય તો પણ કરવાની તૈયારી બતાવે છે. પરંતુ અહીં પૂજ્ય ગુર્દેવ અને આપ ઘણું બતાવો છો પણ કરતો નથી. સમાધાન - ગુરુ કહે છે કે આ રસ્તે જા આ દિશા છે ત્યાં જા. તેઓ રસ્તો બતાવે, પણ કાંઈ ચલાવી ન દે. ગુરુદેવે પીંખી પીંખીને બધું બતાવ્યું છે. જેમ નાના બાળકને બતાવે તે રીતે બતાવ્યું છે. વિભાવ-શુભભાવ વચ્ચે આવે તેમાં રોકાઈશ નહિ, અંદર સાધકદશાની પર્યાયો પ્રગટે તેમાં પણ રોકાઈશ નહિ અને અનેક જાતના જ્ઞાનના ભેદો આવે તેમાં પણ રોકાઈશ નહિ. આમ ગુરુદેવ અનેક રીતે સમજાવતા હતા. એક શાશ્વત દ્રવ્યને ગ્રહણ કરીને તે રસ્તે જવાથી તને શુદ્ધતાની પર્યાય પ્રગટ થશે એમ કહીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૬] [ સ્વાનુભૂતિદર્શન માર્ગ દેખાડતા હતા. એકલા જ્ઞાયક દ્રવ્યને પકડજે, તો તને જ્ઞાયક ભગવાનમાં જે ભર્યું છે તે બધું મળશે. તેમાં બધી નિધિ ભરી છે તે મળશે. એમ પીંખી પીંખીને બતાવતા હતા, પણ ચાલવાનું પોતાને છે. ગુરુદેવે બધું બતાવી દીધું, પણ ચાલે કોણ ? ગુરુ રસ્તો બતાવે, મોઢમાં કોળિયો મૂકે પણ પોતાની જીભ ચલાવી ગળે ઉતારવાનું પોતાને રહે છે. અર્થાત્ પોતાને પુરુષાર્થ કરવાનો રહે છે. આવું દેખાડનાર આ પંચમકાળમાં કોણ મળે ? દુનિયામાં બધા જીવો કયાંક ને કયાંક અટકેલા હોય છે. કોઈક આટલું વાંચે ને ભક્તિ-ત્યાગ-ક્રિયા કરે એટલે ધર્મ થઈ ગયો, વળી કોઈક ધ્યાન કરે અને અજવાળાં દેખાય, કે ભગવાન દેખાય એટલે ધર્મ થઈ ગયો એમ માને છે. આમ કયાંક તે કયાંક ભ્રમણામાં ભૂલા પડયા છે. ગુરુદેવે બધું સમજાવ્યું છે એટલે કોઈ મુમુક્ષુને ભ્રમણા થવાનો અવકાશ નથી. માત્ર ચાલવાનું જ બાકી છે, એટલું બધું ગુરુદેવે બતાવ્યું છે. બધા ઉ૫૨થી દૃષ્ટિ ઉઠાવી એક ચૈતન્ય ઉપર દષ્ટિ કર, ભેદજ્ઞાન પ્રગટ કર. સ્વાનુભૂતિ પ્રગટ કરી તેમાં જ તૃષ્ટિ પામ તો તેમાંથી જ આનંદનો સાગર ઊછળશે. શાંતિનો સાગ૨, જ્ઞાનનો સાગર તેમાં ભર્યો છે અને તેમાંથી જ શાંતિ-જ્ઞાન ઊછળશે. તેમાં જ વારંવાર દૃષ્ટિ, જ્ઞાન અને લીનતા કરવાથી તેમાંથી જ પૂર્ણતાની પ્રાપ્તિ થશે. ૪. પ્રશ્ન:- નાસ્તિભાવે નિર્ણય બરાબર થાય છે. પણ અસ્તિભાવે પકડાતું નથી કે હું ગાયક આત્મા જ છું? સમાધાનઃ- પહેલાં આત્મા દેખાતો નથી એટલે અસ્તિ ગ્રહણ થતી નથી ને રાગાદિ બધું કરવા જેવું નથી એમ થાય છે, કેમ કે રાગાદિ દુઃખરૂપ લાગે છે, તો પણ આત્મા સ્વ લક્ષણથી ઓળખાય છે. જાણનારો છે તે જ હું છું એમ પોતે વિચાર કરીને ને ઊંડો ઊતરીને સૂક્ષ્મ ઉપયોગ કરે તો પોતાની અસ્તિ ગ્રહણ થાય છે. પોતે પોતાને ભૂલી ગયો છે, પણ પોતે જ છે. બીજો નથી. બધા ભાવો ચાલ્યા ગયા, પણ પોતે જાણનારો તો એમ ને એમ શાશ્વત રહે છે. ગયા કાળમાં જે વિકલ્પો થયા તેને પોતે યાદ કરી શકે છે, પણ પોતે તો એમ ને એમ જ રહે છે. માટે જાણનારનું જેવું છે તેવું અસ્તિત્વ ગ્રહણ કરવા માગે તો કરી શકે છે. પોતે અંદર ઊંડો ઊતરીને જે આ જાણનારો શાયક છે-તે જ હું છું એમ તેના ઉપર જોર લાવી શકે છે. એમ જ્ઞાયક ઉપર જોર લાવી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૭ બહેનશ્રીની તત્ત્વચર્ચા ] નિર્ણય કરે, તો યથાર્થ પ્રતીતિ કરી શકે છે. પોતે વિચારીને અને અંતરમાંથી નક્કી કરીને જોર લાવે કે આ જાણનાર હું છું, આ રાગાદિ હું નથી, તો પોતે પોતાને ઓળખી શકે છે. પ. પ્રશ્ન- આત્માને ઓળખવાનો અભ્યાસ કેવી રીતે કરવો ? શું બહારનાં કામ છોડી દેવાં? સમાધાનઃ- પોતે અંદરથી ખટક રાખીને વાંચન કરવાનો ટાઈમ ગોતી લેવો. કામ એવાં ન હોવાં જોઈએ કે પોતાને વિચાર-વાંચનમાં ડખલ થાય. એટલાં બધાં કામ ન હોય કે વાંચવાનો કે વિચારવાનો ટાઈમ ન મળે. જો તેવું હોય તો પોતે કામને ઓછો કરીને નિવૃત્તિ મળે એવું કરવું જોઈએ. કેટલાંક કામ છોડવાં જોઈએ, પણ કેટલાં છૂટે તે પોતાની શક્તિ પ્રમાણે છે. પોતાને નિવૃત્તિ મળે, વાંચનવિચારનો ટાઈમ મળે એવી જાતનાં મર્યાદિત કામ હોય. ગૃહસ્થાશ્રમમાં અમુક પ્રકારનાં કામ તો હોય છે, પણ પોતાને નિવૃત્તિ માટે ટાઈમ જ ન મળે અને બોજો વધી જાય તેવું ન હોય. કામ છોડવા કે ન છોડવાં તે તો પોતાની રુચિ ઉપર છે. બાકી ગૃહસ્થાશ્રમમાં પોતાને વાંચન-વિચારનો ટાઈમ મળે એટલું તો હોવું જોઈએ. ૬. પ્રશ્ન:- રાગમાં સહજ એકાકાર થઈ જવાય છે તેનાથી જુદો પડવાનો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ તે સમજાવવા કૃપા કરશોજી. સમાધાન - રાગમાં એકત્વબુદ્ધિ છે તે જ ક્ષણે તેને વિચાર આવવો જોઈએ કે આ રાગ તે હું નથી, હું તો જાણનારો છું. રાગ કાંઈ મારું સ્વરૂપ નથી. જે રાગવિભાવભાવો છે તે આકુળતારૂપ છે, તેમાં કાંઈ શાંતિ દેખાતી નથી, આકુળતાથી જુદો રહેનારો જે શાંતસ્વરૂપ છે, તેમાં રાગની આકુળતા નથી. એવી જ રીતે ખાતાં, પીતાં કે ગમે તે કાર્યો વખતે તેને વિચાર આવવો જોઈએ કે આ શરીર જુદું, આ ખાવું જુદું, આ આહાર જુદો ને આ પેટ જુદું છે તે વખતે આ વસ્તુ સારી છે ને આ વસ્તુ ખરાબ છે તેવો રાગ આવે છે તે બધી કલ્પના છે. તે તો પુદ્ગલના પર્યાયો છે અને તેમાં રાગ આવે છે તે રાગથી પણ હું જુદો જાણનારો છું આ ખોરાક પડે તે પેટમાં પડે છે, મારા શાયકમાં તે પડતો નથી, હું જાણનારો તેનાથી જુદો છું તેમ વારંવાર વિચાર કરે. અંતરમાં તેને તે જાતનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [સ્વાનુભૂતિદર્શન બેસવું જોઈએ કે રાગ આવે તે કાંઈ મારું સ્વરૂપ નથી. પોતાની મંદતાને લઈને રાગ આવે છે છતાં વિભાવની પરિણતિથી હું છૂટો છું હું સિદ્ધભગવાન જેવો આત્મા છું ખરેખર વિભાવ એ વસ્તુનું મૂળ સ્વરૂપ હોય નહિ અને જે સ્વરૂપ હોય તે વિભાવરૂપે ન હોય, વિભાવ તો દુઃખદાયક છે ને હું તો નિર્મળ સ્વભાવ છું, હું તો જુદો છું. આમ અનેક રીતે વિચારે. રાગ આવે તે ક્ષણે જ હું જુદો છું, વીતરાગ સ્વભાવ છું. રાગની આકુળતા તે મારું સ્વરૂપ નથી. હું તો શાંતસ્વરૂપ છું, વીતરાગ સ્વરૂપે છું. હું જાણનારો જ્ઞાયક છે. આ રાગની વિકૃતિ તે મારું સ્વરૂપ જ નથી. મુમુક્ષુ-રાગથી ભેદ પાડવામાં મુશ્કેલી તો દેખાય છે. રાગ વખતે રાગથી નિરાળો જાણનારો તે હું છું એ અઘરું તો પડે છે, છતાં આપના સમજાવ્યા પછી એટલો ખ્યાલ આવે છે કે સવિકલ્પદશામાં હજું ઘણું કરવાનું રહી જાય છે. બહેનશ્રી:- જેને સહજ હોય તેને વિચાર કરવો પડતો નથી. આ તો જે અભ્યાસ કરે છે તેની વાત છે. કેવી રીતે કરવું તે ખરેખર તો પોતાને વિચારવાનું છે. ગુરુદેવે ઘણું સમજાવ્યું છે. છતાં આ રીતે અભ્યાસ કરે તો વિકલ્પથી છૂટો પડવાનો પ્રસંગ આવે છે. નક્કી કર્યું હોય કે શરીર તો જડ છે, હું જુદો છું; પણ શરીરમાં કાંઈક રોગ આવે કે ખાવા-પીવાની ક્રિયા થતી હોય તે વખતે હું જુદો છું, અને આ જડ છે તેવું ભાસન કયાં થાય છે? તેની પરિણતિ તો એકત્વ કરી રહી છે. રાગની પરિણતિ થાય તેનાથી હું જુદો છું એવું તેને પ્રયત્નમાં આવવું જોઈએ. તો તેને વિકલ્પ છૂટવાનો પ્રસંગ આવે. તે આકુળતા ન કરે પણ શાંતિ રાખે કે હું જુદો તે જુદો જ છું. આ વિકલ્પ કયારે તૂટે? વિકલ્પ કયારે તૂટે? એમ વિકલ્પની પાછળ આકુળતા ન કરતાં છૂટા પડવાનો પુરુષાર્થ કરવો. હું જુદો છું અને જુદા થવું એ જ મુક્તિનો માર્ગ છે. જુદા પડવાનો પ્રયાસઅભ્યાસ કરવો જોઈએ. તેની મૂંઝવણ, આકુળતા કે ઉતાવળ કરવાથી પણ વિકલ્પ તૂટતો નથી. મુમુક્ષુ-સવિકલ્પદશામાં પણ ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાથી પરિણતિ સહેજે છૂટી પડી જાય તે સમજાતું નહોતું. આપે આજે ઘણો સારો ખુલાસો કર્યો. બહેનશ્રી - ઘણીવાર કહેવાય છે કે ભેદજ્ઞાનનો અભ્યાસ કર, પરિણતિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [૯ અંદરથી પલટાવ. તું અભ્યાસ કર કેમકે જીવે અનંતકાળમાં ઘણાં વિકલ્પાત્મક ધ્યાન કર્યા છે. અશુભ છૂટીને શુભ વિકલ્પ એવા મંદ થઈ જાય કે તેને એમ લાગે કે વિકલ્પ જ નથી. પરંતુ ભેદજ્ઞાનના અભ્યાસ વગર એકદમ નિર્વિકલ્પ થવું મુશ્કેલ પડે છે. બહારથી ગમે તેટલાં ધ્યાન કરે, તો પણ વિકલ્પ તૂટતો નથી. એકત્વબુદ્ધિ હોય અને ઉપર-ઉપરથી ધ્યાન કરે તો એકત્વ એમ ને એમ ઊભું રહે અને વિકલ્પ મંદ પડે એટલે મને શાંતિ મળી એમ થાય; પણ એ તો મંદ કષાય છે. પણ વિકલ્પ પકડવાની સૂક્ષ્મતા ન હોય તેને આવું થઈ જાય. પણ જો ભેદજ્ઞાનનો અભ્યાસ કરે કે હું જ્ઞાયક છું, આ બધું મારાથી જુદું છે તો તેને સાચું આવવાનો પ્રસંગ બને છે. નહિ તો ભૂલ થઈ જાય, અર્થાત્ ભ્રમણા થઈ જાય છે. ૭. પ્રશ્ન- શું પોતાનું અસ્તિત્વ યથાર્થપણે ગ્રહણ થાય તો જ તેને દ્રવ્ય-ગુણ-પર્યાયનું સાચું જ્ઞાન થાય ? તથા “સત ચિદાનંદ ”માં “સત ” પહેલાં કેમ લીધું છે? સમાધાન- હું આત્મા ધ્રુવ શાશ્વત ક્યાતીવાળી (સત્ ) એક વસ્તુ છું એમ જ્ઞાનમાં પહેલાં નક્કી થવું જોઈએ. તેમાં એક અસ્તિત્વગુણ નહિ પણ જ્ઞાનઆનંદાદિ અનંતગુણોથી ભરેલો આખો પદાર્થ છું. હું એક યાતવાળી વસ્તુ છું એટલે ચૈતન્યરૂપે મારું અસ્તિત્વ છે. જડરૂપે મારું અસ્તિત્વ નથી. આમ પહેલાં ગ્રહણ કરે કે મારી હયાતી છે; પછી તે પદાર્થ કેવો છે? તો કહે છે કે જ્ઞાન-આનંદાદિ અનંતગુણોથી ભરેલો છે. જ્ઞાન-આનંદથી ભરપૂર મારું અસ્તિત્વ છે. તેમાં જ્ઞાનરૂપે, આનંદરૂપે એમ અનંતગુણરૂપે મારું અસ્તિત્વ ભેગું આવી જાય. આમ જગતમાં બધી વસ્તુ સત્ છે. આત્માની ક્યાતી જ ન હોય તો જ્ઞાન-આનંદાદિ બધા ગુણો શેમાં હોય? જો વસ્તુની હયાતી હોય તો તેમાં ગુણો હોય પણ જેની હયાતી જ નથી તેમાં ગુણો કેવી રીતે હોય? જો શાશ્વત વસ્તુ જ નથી તો જ્ઞાન અને આનંદ રહેશે શેમાં? વેદના થાશે શેમાં? અનંતકાળ ગયો, અનંત જન્મ-મરણ કર્યા પણ જ્ઞાયકનું અસ્તિત્વ જ્ઞાયકરૂપે જ રહ્યું છે. તે નિગોદ-નરકમાં ગયો–ગમે તે ક્ષેત્રમાં રહ્યો અને ગમે તેવા ઉપસર્ગ-પરીષહુ આવ્યા, પણ ચેતનનું અસ્તિત્વ ચેતનરૂપે રહ્યું છે, તેનો નાશ થતો નથી. જ્ઞાયકની જ્ઞાયકરૂપે હયાતી કયારેય છૂટતી નથી. નાશ પામતી નથી તે તેનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૧૦ ] ભાવ છે. આમ અસ્તિત્વનો મહિમા છે. અને તે ગ્રહણ થતાં દ્રવ્ય-ગુણ-પર્યાય બધાંનું જ્ઞાન સાથે થઈ જાય છે. મુમુક્ષુઃ- પદાર્થમાં જ્ઞાન અને આનંદ કહેતાં તેમાં ભાવ દેખાય છે પણ સત્ કહેતાં તેમાં કાંઈ ભાવ દેખાતો નથી ? બહેનશ્રી:- આનંદમાં વેદન અને જ્ઞાનમાં જાણવાનો ગુણ (સ્વભાવ) છે એટલે તેઓ ભાવથી ભરેલા દેખાય એમ અસ્તિત્વ પણ લૂખું અને ખાલી નથી, જ્ઞાન-આનંદાદિ અનંતગુણોથી ભરેલું અસ્તિત્વ છે. જેમ અગ્નિમાં ઉષ્ણતા ગુણ છે અને પાણીમાં શીતળતા ગુણ છે તો તેના ગુણોથી બીજાને પકડાય છે તેમ આત્મા જ્ઞાયક સ્વરૂપ છે. જ્ઞાયકનું અસ્તિત્વ ધરાવે તે આત્મા છે અને જે જાણતું નથી તે જડ છે. આમ બંને (પોતપોતાના ) ગુણથી પકડાય છે. (ગ્રહણ થાય છે.) ૮. પ્રશ્ન:- આત્માનું સ્વરૂપ બોલવામાં જેટલું સહજ દેખાય છે એટલું સહજ અમને પ્રાપ્ત થાય ખરૂં? સમાધાનઃ- સ્વભાવ સહજ છે, પણ અનાદિનો વિભાવમાં પડેલો છે એટલે સહજ દેખાતું નથી. તેના જ્ઞાન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ બધા ગુણો અનાદિઅનંત સહજ છે, તેમ જ વસ્તુ પોતે પણ સહજ છે, કોઈએ બનાવી નથી. જે સ્વભાવ હોય તે સહજ હોય, તથા પોતાના સ્વભાવમાં જવું તે પણ સહજ છે; પણ ૫૨૫દાર્થને પોતાના કરવા તે અશક્ય છે. જડ અને ચેતન પોતાનું કાર્ય જુદુંજુદું કર્યા કરે છે. જડ પોતાનું થતું નથી. ક્યાંથી થાય? કેમકે જડ અને ચૈતન્ય બંને જુદાં છે ને જુદાં હોય તે એક ક્યાંથી થાય? આમ જડ પોતાનું થતું નથી. પણ ચૈતન્યને-પોતાને ગ્રહણ કરીને પોતારૂપ થવું તે સહજ છે. પોતાના સ્વભાવરૂપે પરિણમવું તે સહજ છે. જેમ પાણી શીતળ છે તેને શીતળતારૂપે પરિણમવું તે સહજ છે. પાણી અગ્નિના નિમિત્તે ગરમ થયું, પણ તેને શીતળ થવું સહજ છે કારણ કે તે પાણીનો સ્વભાવ હોવાથી અગ્નિથી છૂટું પડે એટલે શીતળ થઈ જ જાય છે. પણ પાણીને એમ ને એમ ગરમ રાખ્યા કરવું તે અશક્ય છે. તેમ અનંતકાળ ગયો તો પણ જીવ શરીરરૂપે થયો નથી, તે રૂપે થવું અશક્ય છે કારણ કે ૫૨૫દાર્થ છે તેની સાથે રહે તો પણ જડરૂપ થાય નહિ. આત્મા પોતા તરફ વળે, જ્ઞાયકને ગ્રહણ કરે તો થોડા જ કાળમાં સ્વાનુભૂતિ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે, કારણ કે તે પોતાનો સ્વભાવ છે. તેને માટે અનંતકાળ જોઈતો નથી. પરપદાર્થને પોતાના કરવામાં અનંતકાળ ગયો, તો પણ પોતાના થયા નહિ. જ્યારે પોતાને ગ્રહણ કરવામાં અનંતકાળ જોઈતો જ નથી, અસંખ્ય સમયમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે પોતાને ગ્રહણ કરવોપોતાની પ્રાપ્તિ કરવી તે સહજ છે. ૯. પ્રશ્ન- ‘દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્યને માટે બીજાં સાધનોની રાહુ જોવી ન પડે ” આ બોલ વિશેષ સમજાવવા કૃપા કરશોજી. સમાધાન- દ્રવ્યને બીજાં સાધનોની રાહ જોવી પડે નહિ. બીજાની રાહ જોવી પડે તો તે દ્રવ્ય શેનું? જો તેના કાર્ય માટે બીજાં સાધનોની રાહ જોવી પડે તો તે દ્રવ્ય પોતે નબળું પડી ગયું, પણ દ્રવ્ય પોતે અનંતશક્તિવાળું છે. તેને સાધનોની રાહ જોવી ન પડે કે સાધનો નથી તો હવે કેમ આગળ જવાય?–એવું તેને નથી કારણ સ્વયં પરિણતિ કરનારું દ્રવ્ય છે, તેથી સ્વયં જ તેના કાર્યની પરિણતિ થાય છે. કુદરતી દ્રવ્ય સ્વત:સિદ્ધ છે. બીજાં સાધન હોય તો દ્રવ્ય ઊભું રહે એમ ન હોય, તે અનાદિથી પોતે પોતાથી જ શાશ્વત ટકેલું છે. તેની પરિણતિના દરેક કાર્યમાં પોતે સ્વતંત્ર છે. દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય, જ્ઞાનની પરિણતિ થાય અને લીનતા વધે એ બધું પરિણમન પોતે સ્વયં કરનારો છે. પોતાના પરિણમનની ગતિ-પુરુષાર્થની ગતિ તે પોતે જ કરે છે. તેની પરિણતિ થાય તેમાં સાધનો આવ્યાં નહિ અને સાધનોની રાહ જોવી પડે તો દ્રવ્ય જ કહેવાય નહિ. આવું પરાધીન દ્રવ્ય હોઈ શકે જ નહિ. કુદરતની અંદર એવું દ્રવ્ય હોય જ નહિ. સાધન સ્વયં આવી ઊભાં રહે, પોતાને રાહ જોવી પડતી નથી. પોતે સ્વયં પોતાની પરિણતિનો કરનારો છે. જ્ઞાનનું આખું ચક્ર પોતાથી જ ચાલી રહ્યું છે. તે કર્મને લઈને થતું નથી, અથવા સાધનો મળ્યાં નથી એટલે થતું નથી એમ નથી, પણ પોતાની કચાશને કારણે પોતે અટક્યો છે. પોતે પુરુષાર્થ કરે તો પોતે આગળ જાય છે. માટે તેના કાર્ય માટે સાધનોની જરૂર પડતી નથી. સાધન માટે રોકાવું પડે તો તે દ્રવ્ય જ નથી. એવું પરાધીન દ્રવ્ય હોઈ શકે જ નહિ. ૧૦. પ્રશ્ન- જ્ઞાની પુરુષો-અવિરતિ સમ્યગ્દષ્ટિ આખો દિવસ શું કરતા હશે ? તેને પરમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨] [સ્વાનુભૂતિદર્શન તો કાંઈ કરવાનું રહેતું નથી, તો સમય કેમ વ્યતીત કરતા હશે ? તે કૃપા કરીને સમજાવશોજી. સમાધાન - પરનું કાર્ય કરવાનું હોય તો સમય વ્યતીત થાય એમ નથી. સમ્યગ્દષ્ટિને અંતરમાં જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ છે, જ્ઞાતાની ધારા ચાલે છે. એને તો ક્ષણે ક્ષણે પુરુષાર્થની દોરી ચાલુ છે. સાધનાની પર્યાય થાય છે. ક્ષણે ક્ષણે જે વિભાવ આવે તેનાથી છૂટો પડીને જ્ઞાયકની ધારા-જ્ઞાયકની-પરિણતિની પુરુષાર્થની દોરી ક્ષણે ક્ષણે ચાલુ જ છે. સહજ જ્ઞાતાધારા ચાલી રહી છે. જ્ઞાની આખો દિવસ શું કરતા હશે? આત્માનો નિવૃત્ત સ્વભાવ છે. તે વિભાવમાં કે બહારનું કાંઈક કરે તો તેનો ટાઈમ પસાર થાય એવું નથી. અંતરના કર્તા-કર્મ-ક્રિયા આત્મામાં છે. તે બહારનું કાંઈ કરી શકતો જ નથી. હું બીજાનું કરી શકું છું તેવું માત્ર અભિમાન જીવે અજ્ઞાનથી કર્યું છે. જ્ઞાનીને અંતરમાં આત્માની સ્વરૂપ પરિણતિની ક્રિયાનું કાર્ય ચાલુ જ છે, ક્ષણે ક્ષણે ભેદજ્ઞાનની ધારા ચાલુ જ છે. કોઈ કોઈવાર વિકલ્પ છૂટીને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, પણ ભેદજ્ઞાનની ધારા ચાલુ જ છે. ખાતાં-પીતાં, સૂતાં-સ્વપ્નમાં પણ તેને જ્ઞાયકની ધારા ચાલુ છે. બાકી તો તે ગૃહસ્થાશ્રમમાં છે તેથી બહારના કાર્યમાં જોડાય; પણ તેની જ્ઞાતાધારા ચાલુ છે. બહારથી કાર્ય કરતા દેખાય છે તો પણ અંતરથી તો જ્ઞાયક જ રહે છે. અંતરમાં જ્ઞાયક થઈ ગયો અને પરનો કર્તા નથી એટલે તેનો સમય વ્યતીત થતો નથી એમ નથી. વિભાવનાં કાર્યોમાં જોડાય તો જ સમય વ્યતીત થાય એમ નથી. તે તો આકુળતા છે. અંદરમાં નિવૃત્તિમય અને શાંતિમય પરિણતિમાં જ તેને સુખ લાગે છે. બહારમાં કયાંય સુખ લાગતું નથી. | મુનિઓ અંતરમાં તો અકર્તા છે જ, પરંતુ બહારનું પણ બધું છૂટી ગયું છે. છતાં શાસ્ત્રમાં આવે છે કે મુનિઓ કાંઈ અશરણ નથી. બહારના પંચમહાવ્રતનાં પરિણામો શુભ છે તેનાથી પણ તેમની પરિણતિ છૂટી રહે છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીન થાય છે. એવા મુનિઓ કાંઈ અશરણ નથી, તેમને આત્માનું શરણ પ્રગટ થયું છે. મુનિઓનો આખો દિવસ કેમ જતો હશે? તે પ્રશ્નનો કોઈ અર્થ નથી. તેઓ તો શુદ્ધાત્મામાં લીન રહેતા હોય છે, પ્રચુરસ્વસવેદનપૂર્વક આનંદને વેદે છે. તેવી રીતે સમ્યગ્દષ્ટિને ગૃહસ્થાશ્રમમાં કાર્યો હોય તો પણ અંદરનાં કાર્યો-અંદર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૧૩ જ્ઞાતાની ધારા-ચાલુ જ છે. ક્ષણે ક્ષણે જે આ વિભાવની પરિણતિ થઈ રહી છે તેનાથી છૂટી પરિણતિ ક્ષણે ક્ષણે ચાલ્યા જ કરે છે, તે કાંઈ અશરણ નથી. જેણે આત્માનું શરણ લીધું છે તેને તો આત્મામાં જ સુખ-શાંતિ-સ્વાનુભૂતિનું કાર્ય ચાલે છે. આત્માની નિર્મળતા વિશેષ પ્રગટ થાય તેવી વિશેષ પુરુષાર્થની દોરી ચાલ્યા જ કરે છે. સિદ્ધ ભગવાનને બધું છૂટી ગયું તો સિદ્ધ ભગવાન શું કરતા હશે ? દિવસ-રાત શું કરતા હશે ? સિદ્ધ ભગવાનને અનંતગુણ-પર્યાયો છે તે અનંતગુણ-પર્યાયોમાં પરિણમન કર્યા કરે છે. કર્તા ક્રિયા-કર્મ બધું અંતરમાં પ્રગટ થયું છે અને તે સહજ છે, આકુળતારૂપ નથી. આત્માનો નિવૃત્ત સ્વભાવ પૂર્ણ પ્રગટ થયો છે. ગુણનું કાર્ય ચાલ્યા કરે છે. જ્ઞાન જ્ઞાનનું કાર્ય કરે છે, આનંદ આનંદનું કાર્ય કરે છે. એમ અનંતગુણ અનંતગુણનું કાર્ય કરે છે તો પણ પરિણતિ નિવૃત્તિમય છે. સિદ્ધ ભગવાન આખો દિવસ આત્મામાં લીન રહે છે. અદ્ભુત અને અનુપમ દશામાં રહે છે અને તેમાં સંતુષ્ટ છે, તૃપ્તિ અને આનંદ છે. સમ્યગ્દષ્ટિને કયાંય બહાર જવાનું મન થતું નથી, તેમ જ કોઈ કાર્યમાં કર્તાબુદ્ધિએ જોડાવાનું મન થતું નથી. અંદરથી સ્વામિત્વબુદ્ધિએ બહાર જવાની ઈચ્છા થતી નથી. અસ્થિરતાએ જવાય છે તો જવાય છે. મુનિઓને તો બધું છૂટી ગયું છે અને નિવૃત્તિમય પરિણતિ વિશેષ છે. તેમાં તેઓ કાંઈ થાકતા નથી અને બહાર જવાનું મન પણ થતું નથી. હું આત્મામાં કેમ રહી જાઉં, સ્વાનુભૂતિની દશામાંથી ક્ષણે ક્ષણે બહાર આવવું પડે છે તેના કરતાં અંતરમાં શાશ્વત કેમ રહી જાઉં એવી ભાવના મુનિઓને હોય છે. તેમાં જ તેમને તૃપ્તિ અને આનંદ છે. ક્ષણે ક્ષણે બહાર જવું પડે છે તે ન જવાય તેવી તેમની ભાવના રહે છે. આત્માનું સ્થાન છોડીને બહાર જવું રુચતું નથી. અનંત આનંદ-સુખનું ધામ આત્માનો બાગ છોડીને બીજે ક્યાંય બહાર જવાનું મન થતું નથી. તેમનો આખો ટાઈમ આત્મામાં જ પસાર થાય છે. અને સમ્યગ્દષ્ટિને જ્ઞાયકની ધારા પ્રગટ છે, પુરુષાર્થની દોરી ચાલુ છે. તેથી તેમનો ટાઈમ કેમ પસાર થાય? તેવો પ્રશ્ન જ રહેતો નથી. આ જ માર્ગે અનંતા જીવોઅનંતા સાધકો મોક્ષ પામ્યા છે. ૧૧. પ્રશ્ન:- આપ ઉપાદાન ઉપર જોર વધારે આપો છો, જ્યારે શ્રીમદ્દજીનું વાંચીએ ત્યારે તેઓ નિમિત્ત ઉપર વિશેષ વજન આપતા હોય તેમ અમને લાગે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪] [સ્વાનુભૂતિદર્શન સમાધાનઃ- એવું હોતું નથી. બધાને કહેવાનો આશય એક જ છે. દરેકને એમ કહેવું છે કે તું કર તો થાય. કોઈ નિમિત્ત તરફથી ભલે વાત કરતા હોય, પણ કરવાનું પોતાને જ છે. કોઈ વ્યવહાર તરફથી વાત કરતા હોય એટલે તે વ્યવહારનું કહે છે અને બીજા અધ્યાત્મનું કહે છે એમ કહેવાય નહિ. બધાનો આશય એક જ હોય છે. બધા ભાવલિંગી મુનિ મુક્તિના માર્ગે હતા. છતાં કોઈ વ્યવહારનાં શાસ્ત્રો રચે, તેથી તે બીજું કહે છે એમ હોય નહિ. બધાનો આશય એક જ હોય છે. ૧૨. પ્રશ્ન:- “આનંદનો દિવસ ” એમાં આપે જે લખ્યું છે કે “ચેતન્ય ભગવાન પોતાના નિર્વિકલ્પ સ્વરૂપમાં ખેલી રહ્યા હતા,–“રમી રહ્યા હતા ” આ વાક્ય તો કોઈ ગજબનું છે ! સમાધાનઃ- વસ્તુ ઉપર દષ્ટિ સ્થાપતાં પર્યાયમાં આત્મા રમતો પ્રગટ થાય છે. અનંતગુણસાગર આત્મા છે તે કોઈ જુદો જ છે, અદ્ભુત છે, ચમત્કારિક છે. સ્વાનુભૂતિમાં વિચારવું નથી પડતું કે ગોખવું નથી પડતું. પોતાના સ્વભાવમાં જ રમતો તે પ્રગટ થાય છે. કેમકે તે તેનો સ્વભાવ જ છે. તેનો રમ્ય-રમતો સ્વભાવ છે. વિકલ્પ છૂટતાં સહજ પ્રગટ થાય એવો જ તેનો સ્વભાવ છે. અનંતગુણપર્યાયમાં રમવું તે આત્માનો સહજ સ્વભાવ છે. મૂળ વસ્તુ પોતે પોતારૂપે રહીને પોતાના ગુણ-પર્યાયમાં રમે છે. તે તેનો સ્વભાવ જ છે. ૧૩. પ્રશ્ન- દષ્ટિ અને જ્ઞાનની સંધિ સમજાવવા કૃપા કરશો. અમે તો એક નક્કી કરવા જઈએ ત્યાં બીજું છૂટી જાય છે. સમાધાન- દષ્ટિને મુખ્ય રાખી જ્ઞાયકને ગ્રહણ કરવો. તેની સાથે સાથે જ્ઞાન પણ બધાનું થાય છે. તેમાં એક નક્કી કરે અને એક છૂટી જાય તેવું હોતું નથી. સાધનામાં દષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે. દષ્ટિ લક્ષમાં રાખીએ તો જ્ઞાન છૂટી જાય અને જ્ઞાન લક્ષમાં રાખીએ તો દષ્ટિ છૂટી જાય તેમ બનતું નથી. પણ જો એકાંત ગ્રહણ કરે તો સાધના છૂટી જાય છે, નહીંતર તે છૂટી જાય તેમ ન બને. જે જ્ઞાયકને ગ્રહણ કરે તેને જ્ઞાનમાં એમ હોય છે કે આ પર્યાય છે. સાધનામાં પર્યાયનું જ્ઞાન હોય છે. સાધનામાં બધી નિર્મળ પર્યાયો પુરુષાર્થપૂર્વક આવે છે, છૂટી જતી નથી, આમ તેની સંધિ છે, એક જ્ઞાયકને ગ્રહણ કર્યો અને દૃષ્ટિ ત્યાં સ્થાપી દીધી તો બધું છૂટી જાય તેમ હોતું નથી. દષ્ટિ અને જ્ઞાનની સંધિ થઈ શકે છે, એકને મુખ્ય રાખે અને બીજું ગૌણ રાખે તો સંધિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૧૫ થઈ શકે છે. જ્ઞાયકને મુખ્યપણે ગ્રહણ કરે અને પર્યાયનું લક્ષ રાખીને ( જ્ઞાન કરીને) પુરુષાર્થ કરે તો સંધિ થાય છે. હું તો અનાદિ-અનંત શુદ્ધ છું. અંદર શુદ્ધતામાં કાંઈ અશુદ્ધતા પેઠી નથી, તો પણ પર્યાયમાં અશુદ્ધતા છે. તેથી અંદરમાં સ્વરૂપ તરફની પરિણતિ પ્રગટ કરવાથી અશુદ્ધતા ટળે છે. એકને ગ્રહણ કરે તો એક છૂટે તેવું નથી કેમકે એક દ્રવ્ય છે અને એક પર્યાય છે. જો બે દ્રવ્ય હોય તો એકને ગ્રહણ કરતાં બીજું છૂટી જાય. પણ આ તો એકને ગૌણ કરવાનું છે અને એકને મુખ્ય કરવાનું છે. ઉપયોગમાં કોઈવાર પર્યાયના વિચારો આવે, તો પર્યાય જ્ઞાનમાં મુખ્ય થાય, પણ દષ્ટિમાં તો એક દ્રવ્ય જ મુખ્ય છે અને પર્યાય ગૌણ છે. ૧૪. પ્રશ્ન- પ્રતિજ્ઞા લઈને અહીં કેટલાં વર્ષો વીતી ગયાં, છતાં અંદરમાં કાર્ય થયું નથી ? તો આગળ કેમ વધવું? સમાધાન - આત્માના હેતુએ પ્રતિજ્ઞા લીધી છે તે સારી વાત છે. તેમાં હવે આગળ વધવાનું છે. જે જિજ્ઞાસુ હોય તેની ભાવના કાંઈ નિષ્ફળ થોડી જવાની છે? ફળવાની છે. પોતાના આત્માના ધ્યેયે પ્રતિજ્ઞા લીધી છે તેમાં સમ્યગ્દર્શનનો પુરુષાર્થ થાય તે સારી વાત છે-નહિ તો ઊંડા સંસ્કાર પડે તે પણ લાભનું કારણ છે. શાસ્ત્રમાં આવે છે કે કરી શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ કરજે અને ન બની શકે તો કર્તવ્ય છે કે શ્રદ્ધા કરજે, શ્રદ્ધામાં ફેરફાર કરીશ નહિ. શ્રદ્ધાનું બળ બરાબર રાખે તો આગળ જવાશે. જ્ઞાયકના માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ક્રિયાકાંડનો કોઈ માર્ગ નથી, માર્ગ અંતરનો છે. જ્ઞાયકની શ્રદ્ધા કરવી, ભેદજ્ઞાન કરવું, દ્રવ્ય ઉપર દષ્ટિ કરવી એટલે કે શરીર અને વિકલ્પથી પોતાનો સ્વભાવ જુદો છે, એમ જ્ઞાયકને તારવી લેવો. તે એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. બધા વિભાવથી પોતે જુદો છે, વિભાવ પોતાનો સ્વભાવ જ નથી એમ ભેદજ્ઞાનની નિરંતર ધારા કરવા જેવી છે. દેવ-ગુરુએ જે બતાવ્યું છે તે કરવાનું છે. દેવ-ગુરુની શ્રદ્ધા અને આત્માની શ્રદ્ધા કરજ. દેવ-ગુરુનું સાન્નિધ્ય મળ્યું તે મહાભાગ્યને વાત છે. તેની મહિમા કરવી ને જ્ઞાયકની મહિમા કરવી. જ્ઞાયક મહિમાવંત છે, તેના ઊંડા સંસ્કાર નાખજે. પરિણતિ પ્રગટ થાય તો સારી વાત છે, નહિ તો શ્રદ્ધા કર્તવ્ય છે. ગુરુદેવના પ્રતાપે આત્માનું કલ્યાણ કરવા (અહીં ) બધા ભેગા થઈ ગયા છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ ] [સ્વાનુભૂતિદર્શન આ ભવમાં બધી તૈયારી કરી લેવી અને પુરુષાર્થ કરવો. ગુરુદેવની દેશનાલબ્ધિ મળી છે તો એવાં ઊંડા બીજડાં નાખવાં કે તરત ફાલી જાય. ૧૫. પ્રશ્ન- જ્ઞાતાધારા દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય, તો તે “આશ્રય” નો ભાવ શું છે તે કૃપા કરી સમજાવશો. સમાધાનઃ- આશ્રય એટલે પોતાના ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરવું. આ ચૈતન્ય હું છું, આ વિભાવાદિ હું નથી, એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરીને તેમાં સ્થિર ઊભા રહેવું. વિભાવથી દષ્ટિ ઉઠાવી ચૈતન્યમય જ્ઞાયકનું જે અસ્તિત્વ છે તે જ હું છું એમ પોતાના જ્ઞાનસ્વભાવને ગ્રહણ કરે. આ વિભાવની સાથે જે જ્ઞાન છે તે વિભાવમિશ્રિત જ્ઞાન હું નહિ, પણ એકલું જે જ્ઞાન છે તેને જ્ઞાનલક્ષણ દ્વારા ગ્રહણ કરે. જ્ઞાનથી ભરેલું ચૈતન્ય દ્રવ્ય તે જ હું છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી, તેમાં દષ્ટિને સ્થાપે અને તેમાં લીનતા કરે. આ રીતે તેનું આલંબન દ્રવ્ય જ છે, બીજું કોઈ નથી. ભગવાન અને ગુરુદેવે બતાવ્યું છે કે જે કોઈ મોક્ષે ગયા છે તે બધા આ એક જ ઉપાય ગયા છે, બીજો કોઈ ઉપાય નથી. વિભાવની પરિણતિ બહારમાં જાય તો વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરે, કે જ્ઞાયક તે હું. જ્ઞાનગુણ એવો અસાધારણ છે કે તે લક્ષમાં–ખ્યાલ આવે છે. બીજા કેટલાક ગુણો પણ અસાધારણ છે, પરંતુ તે ખ્યાલમાં આવતા નથી. તેથી જ્ઞાન લક્ષણ મુખ્ય છે. બીજા પદાર્થમાં જાણવાનું લક્ષણ નથી, જાણવાનું લક્ષણ એક આત્મામાં છે. તેથી જાણવાના લક્ષણ ઉપરથી પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે કે આ જાણવાનું જે લક્ષણ છે તે લક્ષણવાળો હું ચૈતન્ય છું. તે જ્ઞાનની સાથે જીવમાં અનંતગુણ પણ છે તેથી જ્ઞાનગુણથી આખો આત્મા ગ્રહણ કરે. આનંદગુણસુખગુણ પણ તેમાં છે, પણ તે આનંદ એવો વિશેષગુણ નથી કે જેથી દ્રવ્ય પકડાય. જ્ઞાન જ એવો વિશેષ અસાધારણ સ્વભાવ છે કે તેનાથી આત્મા ગ્રહણ થઈ શકે છે. આ બહારનું જાણું, આ જ્ઞયને જાણું, આ જાણું તે જ્ઞાન એમ નહિ પણ તે જ્ઞાન ક્યાંથી આવે છે? તે જ્ઞાનનો ધરનારો કોણ છે? જ્ઞાનનું અસ્તિત્વ કયા દ્રવ્યમાં રહેલું છે? એમ તે દ્રવ્યને ગ્રહણ કરે. યાશ્રિત જ્ઞાન હું નહિ, પરંતુ હું સ્વયં જ્ઞાનસ્વરૂપ છું, જ્ઞાનનો ધરનારો ચૈતન્ય છું એમ તેને ગ્રહણ કરવો. ૧૬. પ્રશ્ન- સ્વાનુભૂતિનું અંતરંગ સ્વરૂપ કેવું હોય? સમાઘાન - તે અંતરંગ સ્વરૂપ વાણીમાં (પૂરું) આવતું નથી. વિકલ્પ છૂટીને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૧૭ અંતરમાં આનંદનું વેદન આવે તે પોતે જ અનુભવી શકે છે. અનંતગુણથી ભરેલો આત્મા છે તેમાં તેનો ઉપયોગ સ્વાનુભૂતિ થતાં લીન થઈ જાય છે અને વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પની આકુળતા છૂટીને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય એવી સ્વાનુભૂતિ વચનમાં અમુક પ્રકારે આવે છે, બાકી તો જે વેદે તે જાણી શકે છે. તે દશા થતાં આખી દિશા બદલાઈ જાય છે. જે બહારની-વિભાવની દિશા હતી તે પલટાઈને સ્વભાવની દિશામાં, વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ એવી કોઈ જુદી દુનિયામાં-ચાલ્યો જાય છે. આ વિભાવની દુનિયામાં નહિ, પણ અલૌકિક દુનિયામાં તે ચાલ્યો જાય છે અને સ્વભાવમાં તલ્લીન-એકદમ લીન થઈ જાય છે. સ્વાનુભૂતિમાં જેવો સ્વભાવ છે તેવી જાતની પરિણતિ થઈ જાય છે. તે અનુભૂતિ વેદનમાં આવે છે તેથી જાણી શકાય છે, વેદી શકાય છે પણ કહી શકાય નહિ. આનંદથી-જ્ઞાનથી ભરેલો ચૈતન્ય ચમત્કારી દેવ પોતે બિરાજે છે તેની સ્વાનુભૂતિ થાય છે. જેવો સિદ્ધભગવાનને આનંદ છે તેનો અંશ સ્વાનુભૂતિમાં આવે છે. તે વખતે અનુપમ ગુણનો ભંડાર, અનુપમ આનંદથી ભરેલો આત્મા અનુપમ આનંદનું વેદન કરે છે. વિભાવદશામાં આનંદ નથી કેમકે તેમાં જ્ઞાન આકુળતાવાળું છે. જ્યારે સ્વાનુભૂતિમાં નિરાકુળ સ્વરૂપ આત્મા અનુપમ આનંદથી ભરેલા એવા પોતાના આત્માનું વદન કરે છે. ૧૭. પ્રશ્ન- શુદ્ધતા ત્રિકાળ દ્રવ્યમાં રહે છે અને અશુદ્ધતા પર્યાયમાં રહે છે. તો શું દ્રવ્ય ને પર્યાય એવી સીમાવાળા બે ભાગ દ્રવ્યમાં છે ? સમાધાન- દ્રવ્ય જે મૂળ વસ્તુ છે, તેમાં અશુદ્ધતા પેસી જાય તો દ્રવ્યના સ્વભાવનો નાશ થઈ જાય. મૂળ વસ્તુમાં કાંઈ અશુદ્ધતા પેસતી નથી, અશુદ્ધતા ઉપર ઉપર રહે છે. જેમ સ્ફટિક નિર્મળ છે તેની અંદરમાં લાલ-પીળું પેસી જાય તો સ્ફટિક જ રહે નહિ, પણ લાલ-પીળું ઉપર-ઉપરનાં પ્રતિબિંબો છે. સ્ફટિકમાં પ્રતિબિંબો ઉપર ઉપર રહે છે, પણ અંદરમાં પેસતાં નથી, મૂળમાં-તળમાં પ્રતિબિંબ જતું નથી. તેમ દ્રવ્ય પોતે શુદ્ધ રહે છે અને પર્યાય ઉપર-ઉપર રહીને તેમાં બધી મલિનતા થાય છે. આ મલિનતા અનાદિના કર્મનો સંયોગ અને પુરુષાર્થની નબળાઈને લઈને થાય છે. તેમાં મૂળ વસ્તુમાં શુદ્ધતા રહે છે અને પર્યાયમાં અશુદ્ધતા થાય છે. અનાદિથી વસ્તુ એવી છે. જેમ પાણી સ્વભાવે નિર્મળ છે, તેમાં કાદવના નિમિત્તે મલિનતા થાય છે. તો પણ મૂળમાંથી શુદ્ધતા જતી નથી. બધી મલિનતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [સ્વાનુભૂતિદર્શન ૧૮ ] ઉપર ઉપર થાય છે. મૂળ વસ્તુ છે તેમાં અશુદ્ધતા પેસતી નથી ઉપર ઉપર રહે છે, તો પણ અજ્ઞાની માની લે છે કે મારામાં અશુદ્ધતા પેસી ગઈ છે. આવી રીતે બે ભાગ છે કે દ્રવ્ય એ તેનું મૂળ તળ છે અને ઉ૫૨ ઉપ૨ પર્યાયો છે. જ્ઞાયક સ્વભાવ એવો છે કે તેના મૂળમાં અશુદ્ધતા થતી નથી, પણ તેની પરિણતિ અશુદ્ધરૂપે થાય છે અને એને પલટાવી શકાય છે. મુમુક્ષુઃ- મિલનતા ઉપર ઉ૫૨ છે, પણ દ્રવ્ય જ હાથમાં નથી આવતું ? બહેનશ્રી:- મૂળ તળ હાથમાં આવી જાય તો બધું સહેલું છે, બધા વિભાવભાવ ઉપ૨ ઉપ૨ તરે છે, તેથી મૂળ આત્માને જાણે કે હું અધિક (બધાથી જુદો ) જ્ઞાયક છું. જ્ઞાયક પોતે જ છે, બીજો નથી કે જેથી તેને (જાણવું ) દુષ્કર પડે. પોતે પોતાથી પોતાને ભૂલ્યો છે તો હવે પોતા તરફ પરિણિત વળે તો મલિનતા છૂટી જાય અને ભેદજ્ઞાન થાય. ૧૮. પ્રશ્ન:- આટલી આટલી ધગશ હોવા છતાં વર્તમાન કાર્ય થતું દેખાતું નથી-તો શું આ ધગશ ભાવિમાં કાર્યકારી થશે કે નહિ? સમાધાનઃ- પોતાના ઊંડા સંસ્કાર હોય તો ભાવિમાં કાર્યકારી થાય. પોતે કારણ યથાર્થ આપ્યું હોય તો કાર્ય થાય જ, પણ કારણ ઉપર ઉપરથી આપે તો કાર્ય ન થાય. પોતે અંદરથી આ કરવું જ છે, આ કર્યે જ છૂટકો છે એવા ઊંડા દઢ સંસ્કાર નાખે તો ભાવિમાં કાર્યકારી થયા વગ૨ રહે જ નહિ. જો તેને યથાર્થ દેશના ગ્રહણ થઈ હોય તો ગમે ત્યારે અંદરથી પલટો ખાધા વગર રહેતો જ નથી. કોઈને વહેલું થાય ને કોઈને મોડું થાય, પણ તેને અનંતકાળ ન હોય. જેને ઊંડી રુચિ થઈ તેને કાળ મર્યાદિત થઈ જાય છે, સંસાર પરિત થઈ જાય છે. ૧૯. પ્રશ્ન:- મુનિરાજ મુનિપણાની મર્યાદા છોડી વિશેષ બહાર જતા નથી, મર્યાદા છોડી વિશેષ બાર જાય તો પોતાની મુનિઠાશા જ ન રહે. તો મુનિરાજની કેવી મર્યાદા હોય ? સમાધાનઃ- મુનિરાજ પોતાની મુનિદશાની મર્યાદા છોડી બહાર જતા નથી, આત્મામાં સાતમા ગુણસ્થાને અંતર્મુહૂર્તો અંદર જાય ને બહાર આવે, પાછા અંદર જાય ને બહાર આવે. તેઓ બહાર આવે ત્યારે દેવ-શાસ્ત્ર-ગુરુ વગેરેના શુભ વિકલ્પ હોય છે. છતાં તેમાં પણ ઝાઝીવાર રોકાતા નથી, તરત અંતરમાં ચાલ્યા જાય છે. અંદર ક્ષણે ક્ષણે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા હોય છે. વિકલ્પની દશામાં–શુભભાવમાં ઝાઝીવાર રોકાતા નથી. તેઓ શાસ્ત્ર લખે છે તેમાં એટલો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૧૯ બધો રસ ન ચડી જાય કે સાતમું ગુણસ્થાન ન આવે. મુનિરાજને જ્ઞાયકધારા તો નિરંતર ચાલુ જ હોય છે પરંતુ શાસ્ત્ર રચતા હોય, ભગવાનનાં સ્તોત્ર રચતા હોય, ભગવાનનાં સ્તોત્ર બોલતા હોય કે ઉપદેશ દેતા હોય તે બધામાં એવો રસ ન લાગી જાય કે આત્મામાં લીનતા કરવાનું છૂટી જાય. મુનિપણાની મર્યાદા છૂટે એમ ન બને. વિકલ્પ વખતે પણ મુનિના પંચમહાવ્રતનાં જે કાર્યો હોય તેની મર્યાદામાં ઊભાં હોય, ગૃહસ્થનાં કાર્યો હોય તેવાં કાર્યોમાં તેઓ જોડાય નહિ. ગૃહસ્થો સાથે વિશેષ વાતો કરવી, કોઈ કાર્યમાં જોડાવું, કોઈ વ્યવસ્થામાં જોડાવુંએવું કાર્ય મુનિને હોતું નથી. જો આવું કાર્ય કરે તો તેમની મુનિદશા છૂટી જાય. શુભભાવમાં વિશેષ રોકાતા નથી. અંદર શુભનો રસ લાગી જાય અને અપ્રમત્તદશા ન આવે એવું બનતું નથી. શાસ્ત્રમાં આવે છે કે તમે બધાનો (શુભાશુભ બને ભાવોને) નિષેધ કરો છો તો મુનિ કોના આશ્રયે મુનિપણું પાળશે? ત્યાં કહ્યું છે કે મુનિ કાંઈ અશરણ નથી, તેમને આત્માનું શરણ છે. તેઓ આત્માના અમૃતમાં નિરંતર લીન છે, તેમને આત્માનું જ શરણ છે. બહાર શુભભાવો આવે તે બધાનો નિષધ છે તો મુનિપણું કોના આધારે પાળશે? મુનિઓ વારંવાર-વારંવાર (અંતર્મુહુર્તઅંતર્મુહુર્ત) સ્વરૂપમાં જાય છે ને તેના આધારે મુનિપણું પાળે છે. મુનિદશા એવી છે કે શુભમાં વધારે રોકાય અને અપ્રમત્તદશા ન આવે તો મુનિદશા છૂટી જાય છે. મર્યાદા છૂટે નહિ એવા યોગ્ય શુભભાવો મુનિને હોય છે, ગૃહસ્થને તેને યોગ્ય હોય છે અને સમ્યગ્દષ્ટિને તેને યોગ્ય ભાવ હોય છે. એવી મર્યાદા છે. મુનિરાજ છઠ્ઠી-સાતમાં ગુણસ્થાનમાં ઝૂલતા હોય છે અને પછી શ્રેણી માંડે છે. કોઈ તે ભવે મોક્ષ જાય છે અને કોઈ પછી મોક્ષ જાય છે. એવી મુનિની દશા છે. ૨૦. પ્રશ્ન:- શ્રીમદ્ભાં આવે છે કે પાત્રતા માટે વિશેષ પ્રયત્ન રાખવો. તો તે પાત્રતાનું શું સ્વરૂપ છે ? સમાધાનઃ- આત્માને ગ્રહણ કરવા પોતાની વિશેષ પાત્રતા હોવી જોઈએ. કોઈ જાતની અન્યમાં તન્મયતા ન થાય, આત્માની મહિમા છૂટીને બહારની કોઈ મહિમા ન આવે, બહારની કોઈ વસ્તુ આશ્ચર્યભૂત ન લાગે એક પોતાનો આત્મા જ આશ્ચર્યકારી ને સર્વોત્કૃષ્ટ લાગે, આત્મા કરતાં કોઈ ચીજની મહિમા વધી ન જાય, દેવ-શાસ્ત્ર-ગુરુ અને એક આત્મા તેના કરતાં બીજું કાંઈ વિશેષ લાગે નહિ, એવી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૦] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [સ્વાનુભૂતિદર્શન પાત્રતા હોવી જોઈએ. બહારના નિપ્રયોજન પ્રસંગોમાં કે કષાયોના રસમાં વિશેષ એકત્વ-તન્મય થઈ જાય, તે બધું આત્માર્થીન-પાત્રતાવાળાને ન હોય. જેને આત્માનું પ્રયોજન છે તેને પર સાથેનું એકત્વ મંદ પડી જાય છે,-અનંતાનુબંધીનો બધો રસ મંદ પડી જાય છે. આભાર્થીને તત્ત્વ કેમ ગ્રહણ થાય? તે જાતની જિજ્ઞાસા રહ્યા કરે છે. તેને બહારમાં ક્યાંય વિશેષ તન્મયતા થઈ જતી નથી. આત્માની મુખ્યતા છૂટીને કયાંય સંસારી કાર્યોમાં વિશેષ,-વધારે પડતો રસ આવી જતો નથી. તેને આત્માનું જ પ્રયોજન રહે છે. એવી તેની પાત્રતા હોય છે. શ્રીમદ્જીમાં આવે છે ને? કે વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા ને જિતેન્દ્રિયપણું તે બધું તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. આત્માર્થી ક્યાંય રાગમાં ખેંચાય નહિ, અને દ્વેષમાં ખેદાય નહિ, બધામાં મધ્યસ્થ રહે. તેને બધા રાગ-દ્વેષ છૂટી નથી જતા, પણ બધો રસ છૂટી જાય છે, બધું મર્યાદામાં આવી જાય છે. સમ્યગ્દર્શન થાય એટલે બધાથી જુદો પડી જાય અને તેને તો બધું મર્યાદામાં આવી જાય છે. જ્ઞાનીને અનંતાનુબંધીનો રસ છૂટી ગયો છે, બધાથી ન્યારો થઈ ગયો છે અને ભેદજ્ઞાન છે તેને લઈને વધારે પડતો જોડાતો નથી, એકત્વ થતો નથી, પણ જુદો જ રહે છે. તેને જ્ઞાયકતાની ધારા ચાલે છે. પાત્રતાવાળો પણ આત્મા પ્રગટ કરવો છે એટલે બધેથી રસ તોડે છે ને ક્યાંય વિશેષ તન્મય થતો નથી. કોઈ વિકલ્પોમાં કે કોઈ બહારનાં કાર્યોમાં કે કોઈપણ જાતના ઘર-કુટુંબ વગેરેમાં તે વિશેષ તન્મય થતો નથી. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ” માત્ર મુક્તિનીમોક્ષની અભિલાષા તેને રહે છે. દરેક કાર્યમાં આત્માનું જ પ્રયોજન તેને રહે છે. મુમુક્ષુ- જેને આત્માનું પ્રયોજન મુખ્ય છે તેને સાથે મધ્યસ્થતા, જિતેન્દ્રિયપણું આદિ બધાનો મેળ હશે? બહેનશ્રી:- તે બધાનો મેળ હોય છે, જિતેન્દ્રિયપણું-સરળતા આદિ બધું હોય છે. જેને આત્માનું પ્રયોજન હોય તે પોતાનાં આંતરિક પરિણામ સમજી શકે છે, તેથી વધારે પડતો ક્યાંય લપાતો નથી, આત્માને છોડીને ક્યાંય વિશેષ રસ આવતો નથી અને તેને પોતાનો આત્મા જ સર્વોત્કૃષ્ટ રહે છે. પોતાને આત્મા ન મળે ત્યાં સુધી મને આત્મા કેમ મળે તેવી ભાવના રહે છે. આ બધું નિઃસાર લાગે છે, ક્યાંય વિશેષ રસ આવતો નથી અને આત્માનું જ કરવા જેવું ભાસે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૨૧ છે. તે જીવ બધો વિચાર કરી આ જ્ઞાનસ્વભાવ તે જ હું છું તેમ નિર્ણય કરે છે. નિર્ણય કર્યો હોય, પણ અંદરથી જો રુચિ મંદ પડી જાય તો નિર્ણયમાં ફેર પડી જાય છે. પરંતુ જો પુરુષાર્થ, આત્મા તરફની જિજ્ઞાસા-ભાવના-લગની એવી ને એવી હોય તો નિર્ણયમાં ફેર પડતો નથી. દરેક ઠેકાણે પુરુષાર્થ તો હોય જ છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી સાધકદશામાં પણ નિરંતર પુરુષાર્થ હોય છે, તો જેને આત્માની રુચિ થઈ તેને પણ પુરુષાર્થ તો સાથે જ હોય છે, જેણે અંત૨માંથી નક્કી કર્યું કે આત્માનું જ કરવા જેવું છે, તેનો નિર્ણય ફરતો નથી. ૨૧. પ્રશ્ન:- સ્વાનુભૂતિના કાળે શું આત્માના દરેક પ્રદેશમાં આનંદનું વેદન થાય છે? સમાધાનઃ- હા, તે કાળે ભેદનું લક્ષ્ય છૂટીને આત્માના દરેક પ્રદેશે આનંદ પ્રગટે છે. તે આનંદ સિદ્ધભગવાનને પૂર્ણ પ્રગટ થયો છે; સમ્યગ્દષ્ટિને અંશે વેદાય છે; છતાં જાત સિદ્ધભગવાન જેવી જ છે. તે આનંદગુણ આત્માના અસંખ્યપ્રદેશમાં વ્યાપેલો છે. તેની અનુભૂતિ થતાં વિકલ્પ છૂટી જાય છે અને જગતથી ન્યારો કોઈ અનુપમ આનંદ થાય છે. તેને જગતની કોઈ ઉપમા લાગુ પડતી નથી. તે આનંદનો ઇન્દ્રની પદવીના, ચક્રવર્તીની પદવીના કે બીજા કોઈ આનંદની સાથે મેળ ખાતો નથી. તે બહારના આનંદ તો લૌકિક રાગવાળા છે જ્યારે આ વીતરાગી આનંદ તો જુદો જ છે, તેનો કોઈની સાથે મેળ નથી. તે આનંદ વચનાતીત છે. જ્ઞાયકની મહિમા આવે, તેમાં સર્વસ્વતા લાગે, તેની રુચિ-શ્રદ્ધા થાય તો જીવ તે તરફ વળે છે, તે વિના વળી શકતો નથી. બહારમાં જ જેણે સર્વસ્વ માની લીધું છે અર્થાત્ થોડી ક્રિયા ને શુભભાવ કરીને તેમાં સર્વસ્વ માની લે છે તેને આત્માની પ્રાપ્તિ (સમ્યગ્દર્શન-સ્વાનુભૂતિ) થતી નથી. અશુભથી બચવા શુભભાવ વચ્ચે આવે તેનાથી પુણ્ય બંધાય. પણ આત્મા તે બંનેથી ન્યારો છે તેવી શ્રદ્ધા થવી જોઈએ; અને શ્રદ્ધા થાય તો તે તરફ વળે. અનંતકાળથી તેણે બધું કર્યું પણ આત્માનું સ્વરૂપ ઓળખ્યું નથી, તે બધે ભમ્યો, બધું કંઠાગ્રે કર્યું પણ આત્માને ઓળખ્યો નથી; આત્માને ઓળખ્યા વગર ભવનો અભાવ થતો નથી. ૨૨. પ્રશ્ન:- આત્મા સ્વરૂપાનંદમાં રમી રહ્યો હતો, આનંદ તરંગોમાં ડોલી રહ્યો હતો તેમાં આપને શું કહેવું છે? અતીન્દ્રિય આનંદમાં શું સંવેદન થતું હશે ? Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રર] [સ્વાનુભૂતિદર્શન સમાધાન - તેનો અર્થ શું કરવો? તે કાંઈ વાણીમાં આવે એવું થોડું છે? આત્મા તો અદ્ભુત છે, તેના દ્રવ્ય-ગુણ-પર્યાય કોઈ જુદા છે. અનંતકાળથી આકુળતા હતી તે આકુળતા છૂટીને આત્માનો સ્વભાવ નિરાકુળ છે તે નિર્વિકલ્પદશામાં પ્રગટ થાય છે. આત્મા સ્વયં આનંદ સ્વભાવે જ છે. એટલે કે આત્મામાં આનંદ આદિ અનંતગુણો છે અને તેમાં આત્મા પરિણમન કરતો હોય છે. અર્થાત્ આત્મામાં અનેક જાતની ક્રિયાઓ ઉત્પન્ન થાય છે-તરંગો ઉઠતા હોય છે, અને તેમાં તે રમણતા કરતો હોય છે. આવો આત્માનો સ્વભાવ છે. આત્મામાં આનંદ આદિ અનંતગુણ છે અને તેની પર્યાયોના-પરિણમનના તરંગ ઊઠતા હોય છે એવો અર્થ છે. બાકી વાણીમાં તેને માટે કોઈ ઉપમા છે નહિ, સિદ્ધભગવાનને પૂર્ણ આનંદ છે અને આ સ્વાનુભૂતિમાં તેનો અંશ છે, પણ તે જ જાત છે. આત્મા પોતે અસ્તિત્વરૂપ છે, અવસ્તુ નથી. તથા તે અસ્તિત્વ જાગૃત સ્વરૂપ છે. એટલે જ્યાં આકુળતાથી છૂટયો ત્યાં આત્મામાં જે સ્વભાવ છે તે પ્રગટ થાય છે. અને તેથી આનંદ તરંગમાં રમી રહ્યો હતો” એમ કહ્યું છે. તે વાક્યની અંદર ઊંડાણ છે. કહેવા માટે શબ્દો દ્વારા કહેવાય કે ખેલી રહ્યો હતો, રમી રહ્યો હતો, ડોલી રહ્યો હતો, પણ તે બધાના અર્થમાં ઊંડાણ છે. તેના સ્વભાવમાં અદ્ભુતતા છે. શબ્દથી એમ કહેવાય કે તરંગમાં ડોલતો હતો, ઝૂલતો હતો. બાકી તેના ભાવમાં ઊંડાણ રહેલું છે. તે કાંઈ દષ્ટાંતથી ખ્યાલમાં ન આવે. સાગરમાં ઝૂલતો હતો, તરંગોમાં ડોલતો હતો એવાં બહારના દષ્ટાંત આવે, બાકી વસ્તુ તો કોઈ જુદી છે. એ તો સ્વાનુભૂતિમાં વેદે તેને ખ્યાલમાં આવે, અર્થાત્ સ્વાનુભૂતિમાં જે સ્વભાવ છે તેનું વેદના થાય છે. સ્વાનુભૂતિની અદ્દભુતતામાં ઊંડાણ રહેલું છે. તેના વિષે સમયસારના અમૃતચંદ્રાચાર્યના કળશમાં ઘણું આવે છે. આત્મા એવો અદ્દભુતા-અદ્દભુતમ્ છે કે તેનો શાંત રસ લોક પર્યત ઊછળી રહ્યો છે, આત્મા ડોલાયમાન થઈ રહ્યો છે એમ સમયસારના કળશમાં આવે છે. વળી આત્મામાં આનંદગુણ છે તેને વિકલ્પ-રાગની કે બાહ્ય પદાર્થની અર્થાત્ દેવલોકનાં ને ચક્રવર્તીનાં કોઈ સુખોની અપેક્ષા નથી. આત્મા સ્વયં આનંદ સ્વરૂપ જ છે, તેથી તે આનંદ પણ નિરપેક્ષ-કોઈની અપેક્ષા વગરનો છે. જ્ઞાયક આત્મામાં જ્ઞાનાદિ અનંતગુણ છે, પણ તેમાં આનંદગુણને મુખ્ય કરીને આ વાત કરવામાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] | [ ૨૩ આવી છે. વિભાવોથી છૂટેલો, ને જગતથી ન્યારો ઉપર તરતો-આત્મા અદભુત આનંદ-તરંગમાં ડોલાયમાન થઈ રહ્યો છે, ખેલી રહ્યો છે, રમી રહ્યો છે. આ શબ્દોમાં ઘણું ઊંડાણ રહેલું છે. બીજા બીજા શબ્દો દ્વારા આવી જાતનું કથન અમૃતચંદ્રાચાર્યના કળશમાં ઘણું આવે છે. નિક્ષેપોનો સમૂહું ક્યાં ચાલ્યો જાય છે તેની ખબર નથી, નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, અને પ્રમાણ અસ્ત થઈ જાય છે ત્યારે આત્મા અંદરથી કોઈ જુદો પ્રગટ થાય છે. ચૈતન્ય સ્વરૂપ લીલા કરતો અંદરથી પ્રગટ થાય છે. કોઈ કહે, અમને શાંતિ થઈ ગઈ, તે આ વાત નથી. આ તો જુદું છે, આ આનંદ-તરંગો જુદા છે. આનંદ અંતરમાથી સ્વયં આવે છે. કેટલાક વિકલ્પને અતિ મંદ કરે, અને પછી માત્ર સૂક્ષ્મ વિકલ્પ રહે એટલે તેને શાંતિ લાગે. પણ આ તો વિકલ્પથી બધી રીતે છૂટીને આનંદ પ્રગટે છે અને તે જુદી જાતનો પ્રગટે છે. મુમુક્ષુ - મુમુક્ષુ-અમને તો વિકલ્પ જ દેખાય છે? તથા આપ જે આનંદની વાત કરો છો તે જાત જ કાંઈ જુદી લાગે છે? બહેનશ્રી - અનાદિથી વિકલ્પનો અભ્યાસ થઈ રહ્યો છે એટલે વિકલ્પ જ દેખવામાં આવે છે તથા વિકલ્પ મંદ થાય તો શાંતિ લાગે છે અને વિકલ્પ વધારે હોય તો આકુળતા લાગે છે. પરંતુ આ તો અંતરમાં વિકલ્પ રહિત થવાની વાત છે. આત્મા પોત-સ્વયં જાગૃતસ્વરૂપ છે, અસ્તિસ્વરૂપ છે. તેનું અસ્તિત્વ કાંઈ ચાલ્યું ગયું નથી. વિકલ્પની અતિ ચાલી ગઈ, છતાં પોતાનું અસ્તિત્વ ઊભું રહે છે અને તે અસ્તિત્વ ચૈતન્યપણે છે. તે ચૈતન્ય આનંદગુણથી ભરપૂર છે. તેનો આનંદગુણ કોઈ જુદો જ છે-અદ્દભુત છે અને જ્ઞાનગુણ પણ કોઈ અદ્ભુત છે. એવા તો અનંતગુણો તેમાં છે. બધા વિકલ્પો છૂટી જાય તો પછી રહેશે કોણ? એક આત્મા રહે છે. તેમાં આનંદગુણ પ્રગટે છે, આનંદગુણની અનુભૂતિ થાય છે. વિકલ્પના અભ્યાસમાં વિકલ્પ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. તેથી તેને એમ થાય છે કે વિકલ્પ છૂટી જતાં પછી રહેશે શું? આનંદગુણથી ભરેલો આત્મા રહે છે. તે ચૈતન્ય અનંતગુણમાં ખેલે છે, રમે છે, ડોલે છે. કોઈ કહે છે કે અમને શાંતિ....શાંતિ...લાગે છે. પણ તે અમુક વિકલ્પ મંદ થાય તેની શાંતિ છે. જ્યારે આ શાંતિ તો કોઈ જુદી જ છે. તે પ્રગટ થતાં તેને અંદરથી તૃપ્તિ થાય છે કે આ સિવાય કોઈ માર્ગ નથી, આ જ મુક્તિનો માર્ગ છે. ૨૩. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૪] [ સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- ભરત ચક્રવર્તી મુનિરાજની પ્રતિક્ષા કરતા હોય છે કે કયારે મુનિરાજ આહાર લેવા પધારે? અમારે આંગણે જાણે કલ્પવૃક્ષ આવ્યું! એક સમજીને ભક્તિપૂર્વક આહારદાન આપે છે. આ રીતે ગુરુદેવ એક બાજુ મુનિરાજનું દાસત્વ અને બીજી બાજુ તું ભગવાન છો એમ કહે છે. તો તે બનંનો મેળ કઈ રીતે છે? કૃપા કરી સમજાવશોજી. સમાધાનઃ- દ્રવ્ય અપેક્ષાએ તું ભગવાન છો એમ ગુરુદેવ કહેતા હતા. આત્માનો દ્રવ્યસ્વભાવ ભગવાન જેવો છે, પણ પર્યાયમાં વિભાવ છે, અશુદ્ધતા છે. દ્રવ્ય અપેક્ષાએ આત્મા શુદ્ધ છે, જેવા સિદ્ધ ભગવાન છે તેવો જ છે. પરંતુ પર્યાયમાં અધૂરાશ છે. ભરત ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ હતા. પોતે ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે આહાર સમયે આહારદાનની ભાવના ભાવે છે કે કોઈ મુનિરાજ પધારે ને આહાર આપું. આવી ભાવના શ્રાવકોને-ગૃહસ્થોને હોય છે. કારણ કે હજી અધૂરાશ છે, સાધના ચાલે છે. આત્મા દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધભગવાન જેવો છે તેવી શ્રદ્ધા પ્રગટ થઈ છે–સમ્યગ્દર્શન પ્રગટ થયું છે ને જ્ઞાયકની ધારા પ્રગટ થઈ છે, પણ પર્યાયમાં હજી અધૂરાશ છે, ચોથા-પાંચમા ગુણસ્થાનની ભૂમિકા છે માટે આવા ભાવ આવે છે. મુનિરાજ તો મોક્ષમાર્ગમાં આગળ ગયા છે; છà–સાતમે ગુણસ્થાને ઝૂલે છે; સ્વરૂપની રમણતા કરી રહ્યા છે; સર્વસંગ પરિત્યાગી એક આત્મામાં ઝૂલનારા છે; આત્મામાંથી બહાર આવે ત્યારે કોઈવાર શાસ્ત્ર-સ્વાધ્યાય કે દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર આદિ શુભભાવમાં રોકાય છે; વળી ક્ષણમાં અંદર જાય છે-એવા મુનિરાજને દેખીને સાધકને બહુ ભાવના થાય છે. આહારદાનનો ટાઈમ થાય ત્યારે કોઈ મુનિરાજ પધારે! એમ છ ખંડના અધિપતિ તથા ૧૪ રત્ન ને નવિધિ જેની પાસે છે એવા ચક્રવર્તી પોતે આહારદાનની ભાવના ભાવે છે. કોઈ મુનિરાજ પધારે! મુનિરાજ આંગણે પધારતાં મારે આંગણે કલ્પવૃક્ષ ફળ્યું! એવી ભાવના તેને આવે છે. શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ હોય છે, અને અંતરમાં શુદ્ધાત્મા ભગવાન જેવો છે એવી શ્રદ્ધા પણ હોય છે. બંને સાથે છે. જ્ઞાનીને પર્યાયમાં અધૂરાશ છે એટલે દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ આવ્યા વગર રહેતી નથી. ધન્ય મુનિદશા! જેણે આવી મુનિદશા અંગીકાર કરી તે ધન્ય છે–એમ ભરત ચક્રવર્તીને ભાવના આવે છે. તેને પર્યાયમાં દાસત્વ છે કે હું તો મુનિરાજનો દાસ છું; દેવ-શાસ્ત્ર-ગુરુનો દાસ છું; જે મારાથી ગુણમાં મોટા છે તે બધાનો દાસ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૨૫ છું. હું દ્રવ્ય અપેક્ષાએ ભગવાન-પ્રભુ છું, પણ પર્યાયમાં પામર છું. ક્યાં મુનિદશા અને ક્યાં મારી દશા! એમ પોતે પામરપણું માને છે. પર્યાયમાં હું તો મુનિનો દાસ છું. પર્યાયમાં દાસત્વપણું અને દ્રવ્ય અપેક્ષાએ હું ભગવાન છું-તેમ બંને જાતની પરિણતિ છે. શ્રદ્ધામાં હું દ્રવ્ય શુદ્ધ છું એમ વિશ્વાસ છે ને પર્યાયમાં અશુદ્ધતા છે તેનું જ્ઞાન છે તેથી સમ્યગ્દષ્ટિને ભાવના હોય છે કે કયારે હું મુનિપણું અંગીકાર કરું. મુમુક્ષુ- શું પર્યાયનું જ્ઞાન કરતાં ધ્યેયમાં શિથિલતા નહિ આવી જાય? બહેનશ્રી - પર્યાયનું જ્ઞાન કરતાં જરા પણ શિથિલતા આવતી નથી, જેવું દ્રવ્ય છે એવી શ્રદ્ધા હોય ત્યાં શિથિલતા આવતી નથી. શ્રદ્ધાની-જ્ઞાયકની પરિણતિ (દ્રવ્ય હું જ્ઞાયક છું તે) ચાલુ છે ને પર્યાયમાં દાસત્વ હોય છે-તે બંને સાથે રહે છે, તેમાં જરા પણ ફેર આવતો નથી. પર્યાયમાં દાસત્વ માને છે તેમાં પણ ફેર આવતો નથી. અને પોતે દ્રવ્ય પ્રભુત્વ માન્યું છે તેમાં પણ ફેર આવતો નથી. દાસત્વમાં જરાય ઓછું દાસત્વ નથી, પણ પૂરેપૂરી અર્પણતા છે અને અંદર પ્રભુત્વમાં પણ જરાય મોળપ નથી આવતી. બંને એકસાથે રહે છે. તે પૂરેપૂરી ભક્તિ કરે છે. હું તો ભગવાન જેવો છું, માટે ભક્તિ શું કરવા કરવી? એમ કરીને દાસત્વ ઓછું કરે છે એમ પણ નથી. મુમુક્ષુઃ- પર્યાયને બહુ યાદ કરવા જઈએ તો દષ્ટિ મંદ પડી જાય એવું ન બને? બહેનશ્રી - જરા પણ એવું બનતું નથી. સાધકને પર્યાય પણ ખ્યાલમાં છે અને દ્રવ્ય પણ ખ્યાલમાં છે. તે બંનેને ખ્યાલમાં રાખીને, જે વખતે જે જાતનો રાગ આવે છે તેમાં જુદો રહે છે. પર્યાયમાં જે પ્રશસ્તરાગ આવે છે તેમાં ભક્તિ આવે છે પણ પોતે જુદો રહે છે. દષ્ટિનું જોર બરાબર ટકી રહે છે. મુમુક્ષુઃ- રાગથી જુદો રહીને તેને બરાબર જ્ઞાન કરે છે? બહેનશ્રી - રાગથી જુદો રહીને તેનું જ્ઞાન કરે છે અને ભક્તિ પણ આવે છે- બંને સાથે થાય છે. એકલું જ્ઞાન કરે છે એમ નથી, ભક્તિ પણ આવે છે. ચક્રવર્તીરાજા પોતે ભાવના ભાવે છે અને પોતે આહાર આપે છે, માણસોને હુકમ કરે એમ નહિ. પોતાને સ્વયં એવી ભાવના આવે છે અને વર્તન પણ એવું થાય છે. નિશ્ચય-વ્યવહારની સંધિ છે. તે બંને કેમ સાથે રહેતા હશે ! એમ અટપટું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૬ ] [ સ્વાનુભૂતિદર્શન લાગે પણ તે બંને પરિણતિમાં સાથે રહે છે. અટપટી વાત લાગે, પણ બંને પરિણતિમાં સાથે રહે છે. મુમુક્ષુ:- પર્યાય અપેક્ષાએ ૧૦૦ ટકા દાસત્વ સ્વીકારે અને પાછું દ્રવ્ય અપેક્ષાએ ૧૦૦ ટકા પરમાત્મા છું તેમ પણ સ્વીકારે ? બહેનશ્રી:- ૧૦૦ ટકા દાસત્વ અને ૧૦૦ ટકા પરમાત્મપણું-બંને સ્વીકારે છે અને ભેદજ્ઞાનની ધારા ચાલે છે, દ્રવ્ય ઉ૫૨ જો રહે છે અને પર્યાયમાં દાસત્વ વર્તે છે. ઉપયોગમાં તે કાર્ય કરે છે અને પરિણતિ જોરદાર વર્તે છે. ૨૪. પ્રશ્ન:- પોતાને કાર્ય કઈ રીતે કરવું તે સમજાતું નથી. જ્ઞાનમાં સમજાય છે, અંદર શ્રદ્ધામાં પલટાવવું જોઈએ તે કઈ રીતે કરવું તે પકડાતું નથી ? તો તે વિષે કૃપા કરીને માર્ગદર્શન આપો. સમાધાનઃ- શ્રદ્ધા પલટાવવાનું કાર્ય તો અંદરથી શ્રદ્ધા પલટે તો થાય ને? તે બહિર્લક્ષે બહારમાં બધું કર્યા કરે છે, પણ અંતર પરિણમન પલટાવે, યથાર્થ શ્રદ્ધા કરે તથા જેવો સ્વભાવ છે તેવો અંદરથી ઓળખે તો કાર્ય થાય. અંતરની શ્રદ્ધા અંતર પલટાથી થાય. તે બહારથી વિચારથી નક્કી કરે, તો પણ અંતરમાં પલટવું તે રહી જાય છે. બહારથી તો બધું કરે છે, પણ અંદરની તીવ્ર રુચિ અને લગની લાગે તો કાર્ય થાય. અંતર પલટો કરવો તે પોતાના હાથની વાત છે. પોતે કરે તો થાય. અર્થાત્ જ્ઞાનસ્વભાવને ઓળખી પુરુષાર્થ કરે તો થાય. ૨૫. પ્રશ્ન:- અનેક પડખેથી આચાર્ય ભગવંત સ્વભાવનો મહિમા કરે છે તે વાંચીએ છીએ, સાંભળીએ છીએ પણ અંદરમાંથી મહિમા કેમ આવતો નથી ? મહિમા-રુચિ કેમ થાય? સમાધાનઃ- બધું કારણ પોતાનું જ છે, બીજા કોઈનું કારણ નથી, મહિમા નહિ આવવાનું કારણ પોતાનું જ છે. પોતે પુરુષાર્થ કરે તો મહિમા-રુચિ થાય, અંદર પોતાને ઓળખે તો મહિમા-રુચિ થાય. પોતાને એટલી લગની લાગી નથી, ધગશ લાગી નથી, એટલે મહિમા-રુચિ થતાં નથી. પોતે બહારમાં કયાંક રોકાઈ જાય છે એટલે મહિમા આવતી નથી. અનંતકાળ આમ ને આમ ગયો તેમાં બધું કારણ પોતાનું છે, બીજા કોઈનું કારણ નથી. ૨૬. પ્રશ્ન:- સમ્યગ્દર્શનનો વિષય ઉપાદેય છે કે સમ્યગ્દર્શન ઉપાદેય છે? સમાધાનઃ- સમ્યગ્દર્શન પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે, પણ ખરી રીતે Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૨૭ તો સમ્યગ્દર્શન વિષય જે ધ્રુવદ્રવ્ય છે તે ઉપાદેય છે અર્થાત્ ધ્રુવદ્રવ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. સમ્યગ્દર્શન તો પર્યાય છે અને પર્યાય ઉપર દષ્ટિ કરવાની હોતી નથી. દષ્ટિ તો ધ્રુવદ્રવ્ય ઉપર કરવાની હોય છે, માટે વાસ્તવિક રીતે ઉપાદેય તો પરમ પારિણામિક ભાવ સ્વરૂપ અનાદિ-અનંત ધ્રુવ આત્મા છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવા યોગ્ય છે, પણ પર્યાય ઉપર દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થતી નથી. એ તો દ્રવ્ય ઉપર દષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. માટે વાસ્તવિક રીતે ધ્રુવદ્રવ્ય પ૨મ પારિણામિક ભાવ સ્વરૂપ જે આત્મા છે તે-ગ્રહણ કરવા યોગ્ય છે,ઉપાદેય છે. સમ્યગ્દર્શન, કેવળજ્ઞાન આદિ પ્રગટ કરવાની અપેક્ષાએ બધું ઉપાદેય છે; પણ તેના ઉપર દૃષ્ટિ કરવાથી સુખ પ્રગટ થતું નથી. તેથી વાસ્તવિક ઉપાદેય ધ્રુવ આત્મા છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવાથી સુખ-આનંદ પ્રગટ થાય છે, માટે તે ઉપાદેય છે. આમ બંનેની અપેક્ષાઓ જુદી છે. સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ, કેવળજ્ઞાન વગેરે બધું ઉપાદેય છે, પણ તે પર્યાય હોવાથી તેના ઉપર દિષ્ટ દેવાથી સુખ પ્રગટ થતું નથી. ધ્રુવ ઉ૫૨ દષ્ટિ કરવાથી પ્રગટ થાય છે, માટે ધ્રુવ ઉપાદેય છે. આ રીતે કોઈ અપેક્ષાએ સમ્યગ્દર્શન ઉપાદેય છે અને કોઈ અપેક્ષાએ ધ્રુવ ઉપાદેય છે. તે બંને ઉપાદેય છે, પણ અપેક્ષા જુદી છે. એક વ્યવહાર છે અને એક નિશ્ચય છે. પણ તે વ્યવહાર એવો નથી કે કાંઈ છે જ નહિ, એમ નથી. સમ્યગ્દર્શન આદિ અનંત શુદ્ધપર્યાય વેદનમાં આવે છે તેથી ઉપાદેય છે. પરંતુ તે અનંતપર્યાય ધ્રુવને ગ્રહણ કરવાથી વેદનમાં આવે છે. માટે ખરેખર ધ્રુવ ઉપાદેય છે. સમ્યગ્દર્શન સર્વથા ઉપાદેય નથી એમ નથી, તે ઉપાદેય છે, પણ તે વ્યવહાર અપેક્ષા છે અને ધ્રુવ ઉપાદેય છે તે નિશ્ચય અપેક્ષા છે. ૨૭. પ્રશ્ન:- આત્માનો સ્વભાવ તો સ્વ-પરપ્રકાશક છે. તો સમ્યગ્દષ્ટિ જીવને સ્વાનુભૂતિના સમયે પ૨ જણાય છે કે કેમ ? સમાધાનઃ- સ્વાનુભૂતિના સમયે બહાર ઉપયોગ નથી એટલે ૫૨-૫૨શેયો જણાતા નથી. પોતાનો ઉપયોગ અંદર છે અને તેમાં અનંતગુણની પર્યાયો જણાય છે, માટે સ્વ-૫૨પ્રકાશકપણું ત્યાં પણ ઊભું રહે છે, તેનો નાશ થતો નથી. સમ્યગ્દર્શનસ્વાનુભૂતિની પર્યાય પ્રગટે છે તે કાળે પોતે આનંદગુણને વેદે છે, પોતાના અનંતગુણ વેદનમાં આવે છે. માટે પોતે પોતાને જાણે છે અને પોતે બીજા ગુણપર્યાયોને પણ જાણે છે અને તેથી સ્વ-૫૨પ્રકાશકપણું છે. સ્વાનુભૂતિના સમયે સ્વને એટલે કે જ્ઞાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮] [સ્વાનુભૂતિદર્શન પોતે પોતાને જાણે છે અને પર એટલે કે બહારના શયને નથી જાણતું; પણ પોતે અંતરમાં જ્ઞાન-જ્ઞય-જ્ઞાતા સ્વરૂપ એવા પોતાને અભેદપણે જાણે છે, પોતાની અનંત પર્યાયોને જાણે છે. તે અનંત પર્યાયનાં નામ નથી આવડતાં, પણ પોતાને અનંત પર્યાયનું વદન થાય છે તેને જાણે છે. ચૈતન્યચમત્કાર સ્વરૂપ આત્મા છે, તેની અનેક જાતની પર્યાયને તે જાણે છે તે અનુભવના કાળે પરપ્રકાશકપણું છે અને ઉપયોગ બહાર હોય ત્યારે તે બહારનું જાણે છે પણ તેમાં એકત્વ થતો નથી. (અનુભવ કાળે) પોતે પોતાનો જ્ઞાયક રહે છે, જ્ઞાતાની ધારા ચાલે છે અને ઉપયોગ બહાર હોય છે ત્યારે તેનાથી જુદો રહીને પરને જાણે છે. એટલે કે પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે. આ રીતે સવિકલ્પદશામાં સ્વપરપ્રકાશકપણું છે અને અંતરમાં પોતે પોતાને જાણે છે અને પોતાના અનંતગુણપર્યાયોને જાણે છે તે નિર્વિકલ્પદશાના કાળનું સ્વ-પરપ્રકાશકપણું છે. અનેક જાતની પર્યાયો તેને સ્વાનુભૂતિમાં પરિણમે છે તેને જાણે છે તથા પોતાને અભેદપણે જાણે છે. આ રીતે બધું જાણે છે તે નિશ્ચય સ્વ-પરપ્રકાશકપણું છે. પરને જાણે તે વ્યવહાર એટલે કે તે પરને નથી જાણતો એવો તેનો અર્થ નથી. વ્યવહાર એટલે કે બીજાને જાણતો નથી અને બીજાને જાણે તે કહેવામાત્ર છે એવું નથી. પરને જાણે છે, પણ તે બીજું બહારનું-શય થયું એટલે વ્યવહાર કહેવાય છે. ૨૮. પ્રશ્ન- વિશેષ શાસ્ત્ર-અભ્યાસ ન હોય તો પણ આત્માની પ્રાપ્તિ થઈ શકે ? સમાધાનઃ- શિવભૂતિ મુનિને ગુરુએ માતુષ-મારૂષ એમ કહ્યું, પરંતુ એટલું પણ તેઓ ભૂલી ગયા અને તુષ-માષ થઈ ગયું. ત્યાં એક બાઈ દાળ ધોતી હતી. તે ફોતરાં અને દાળ જઈને તેમને થયું કે ફોતરાં જુદાં છે અને દાળ જુદી છે. અને તે ઉપરથી યાદ આવ્યું કે મારા ગુરુએ એમ કહ્યું છે કે આત્મા જુદો છે ને શરીર, વિભાવ-રાગ-દ્વેષાદિ જુદા છે. આ રીતે મારો સ્વભાવ જુદો છે એમ પ્રયોજનભૂત ગ્રહણ કરી લીધું અને અંતરમાં ઊતરી ગયા. આમ વધારે શાસ્ત્ર-અભ્યાસની જરૂર નથી, પણ અંદરની લગની, અંદરનો પુરુષાર્થ અને રુચિની જરૂર છે. તે યથાર્થ સમજે તો થાય અને આત્માનું અસ્તિત્વ ગ્રહણ કરે તો થાય. અંતરસ્વરૂપ સમજવાની જરૂર છે. આત્મા બીજાથી જુદો છે, તે જ્ઞાયક છે, આનંદથી ભરેલો છે, મહિમાવંત છે, તે કોઈ જુદું જ તત્ત્વ છે એમ અંતરમાંથી સમજે તો થાય. જિનેન્દ્રદેવે પૂર્ણતા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૨૯ કેમ કરી, ગુરુ કેવી રીતે સાધના કરી રહ્યા છે, શાસ્ત્રમાં શું વાત આવે છે, સમજાવનાર ગુરુ શું કરી રહ્યા છે, શું માર્ગ બતાવી રહ્યા છે તે પોતે ગ્રહણ કરે. પ્રયોજનભૂત-મૂળભૂત વાત ગ્રહણ કરે તો પમાય તેવું છે. વિશેષ શાસ્ત્રાભ્યાસ કરે તો જ પમાય એમ નથી, દિવસ અને રાત લગની લાગવી જોઈએ. બહારની રુચિ અને રસ હોય તો આ ન થાય, પણ આત્માનો રસ લાગવો જોઈએ. આ બહારનું બધું અંતરમાં નીરસ લાગે, અર્થાત્ અંતરમાંથી તેનો બધો રસ છૂટી જાય, તેની મહિમા છૂટી જાય તો આત્મપ્રાપ્તિ થાય. રસ એક આત્માનો લાગે, બીજી મહિમા છૂટી જાય, તથા સંસાર મહિમાવંત નથી, પણ મહિમાવંત મારો આત્મા જ છે એવું અંતરમાંથી લાગે તો થાય. મૂળ પ્રયોજનભૂત આત્માના સ્વભાવને ઓળખે એટલે કે મારા દ્રવ્ય-ગુણ-પર્યાય શું છે એમ મૂળ પ્રયોજનભૂત સ્વરૂપ સમજે તો આત્મા પમાય. તેના પુરુષાર્થમાં ખામી છે, પણ અંદરની ખરી લગની લાગે તો વારે વારે પુરુષાર્થ કરે, વારંવાર પુરુષાર્થ થાય. સાચી રુચિ હોય તો વારે વારે પુરુષાર્થ થયા જ કરે. જો રુચિ મંદ તો પડે તો વારંવાર પુરુષાર્થ કરી ઉગ્ર કરે. લગની અંદરથી લાગવી જોઈએ. આત્માની લગની અંદરથી લાગે તેને ક્યાંય ચેન પડે નહિ. મુમુક્ષુ- લગની ઘણી લાગી છે પણ પુરુષાર્થ ઊપડતો નથી ? બહેનશ્રી - લગની લાગે અને પુરુષાર્થ ન ઊપડે એવું બને જ નહિ, અને પુરુષાર્થ ન ઊપડે તો લગની જ લાગી નથી. અંદરથી તૃષા લાગી હોય તો તે પાણી ગોતવાનો પ્રયત્ન કર્યા વગર રહે જ નહિ પણ અંદર તરસ જ લાગી નથી. લગની લાગે તો પુરુષાર્થ થાય જ અને તો માર્ગ મળ્યા વગર રહે જ નહિ. ગુરુદેવે વિધિ ઘણી સ્પષ્ટતાથી બતાવી છે, પણ પોતાને અંદરથી લાગે તો વિધિ ગોતે ને? ખરેખર લગની લાગી જ નથી. વિધિ એક જ છે કે આત્માને ઓળખવો, આત્માનું અસ્તિત્વ ગ્રહણ કરવું. આત્મા કોણ છે? આત્મા શાશ્વત છે તે કઈ રીતે છે? વગેરે વિચાર કરીને નક્કી કરે અને એકત્વબુદ્ધિ તોડવાનો પ્રયત્ન કરે. પરમાર્થ પંથ એક જ છે, પણ તે પોતે કરતો નથી. ૨૯. પ્રશ્ન- બહારની મીઠાશ હજી છૂટતી નથી, તો આત્મા મેળવવા શું કરવું? આગળ કેમ જવાય ? સમાધાન - આત્મા બધાથી જુદો કોઈ અપૂર્વ છે એમ આત્માને ઓળખે તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૩૦ ] ભવનો અંત થાય. ગુરુદેવે જ્ઞાયકને ઓળખવાનો માર્ગ બતાવ્યો છે તેને ઓળખે તો ભવનો અંત થાય. આત્માની મીઠાશ લાગવી જોઈએ. અંદરથી આત્માની મીઠાશ અને તેની જરૂરિયાત લાગે તો પુરુષાર્થ થાય. આત્માની મીઠાશ લાગતી નથી, અને બહારની મીઠાશ લાગે છે તો બહારનું મળે છે. અને જો આત્માની મીઠાશ લાગે છે તો આત્મા મળે છે. આત્માની મીઠાશ લાગતી નથી તો આત્મા કયાંથી મળે? તેને અંતરથી આત્માની અપૂર્વતા લાગવી જોઈએ. જેમ ભગવાન કોઈ જુદા છે તેમ મારો આત્મા ભગવાન જેવો છે-આમ ઓળખે તો આગળ જવાય. ૩૦. પ્રશ્ન:- શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતમાં આવે છે કે તું બીજું કાંઈ શોધ મા, એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દે, પછી તને જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. તેની વિશેષ સ્પષ્ટતા સમજાવવા કૃપા કરશો. સમાધાનઃ- તત્ત્વને જેણે ગ્રહણ કર્યું છે, સ્વાનુભૂતિ જેણે પ્રગટ કરી છે, માર્ગ જેણે પ્રગટ કર્યો છે, અને જેઓ માર્ગને જાણે છે એવા એક સત્પુરુષને ગોત, તેઓ તને બધું કહેશે. તને અંતરથી કાંઈ સમજાતું નથી તો સત્પુરુષને શોધ અને પછી સત્પુરુષ જે બધું કહે છે તેનો આશય ગ્રહણ કરી લે. મોક્ષ મા૨ી પાસેથી લેજે એટલે કે તને મોક્ષ મળવાનો જ છે, સત્પુરુષને તેં ગ્રહણ કર્યા અને ઓળખ્યા તો તને માર્ગ મળવાનો જ છે, મોક્ષ પ્રગટ થવાનો જ છે. માટે ‘મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.' તેનો અર્થ એ છે કે તને મોક્ષ મળવાનો જ છે. અનંતકાળથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું નથી, તેને દેવ-શાસ્ત્ર કે ગુરુ મળે અને પોતાનું ઉપાદાન તૈયાર હોય તો પ્રાપ્ત થાય. એવો નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે. અંતરથી દેશનાલબ્ધિ પ્રગટ થાય એટલે અવશ્ય સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય. સમ્યગ્દર્શન થાય છે પોતાના ઉપાદાનથી, પણ નિમિત્ત સાથે એવો સંબંધ હોય છે. માટે તું એક સત્પુરુષને ગોત, તેમાં તને બધું જ મળી રહેશે. સત્પુરુષ તને મળે અને માર્ગ પ્રાપ્ત થાય વિના રહે તેવું બનતું નથી, અવશ્ય માર્ગ પ્રાપ્ત થાય જ. કારણ કે સત્પુરુષ પ્રત્યે તને ભક્તિ અને અર્પણતા આવી છે તથા તેં સત્પુરુષને ઓળખ્યા છે તો તને આત્મા ઓળખાયા વગર રહેશે જ નહિ. જે ભગવાનને ઓળખે તે પોતાને ઓળખે અને પોતાને ઓળખે તે ભગવાનને Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૩૧ ઓળખે. ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાય ઓળખે તે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને ઓળખે. તું સત્પુરુષને ઓળખ, તો તને આત્મા ઓળખાયા વગર રહેશે જ નહિ. તેનાથી અવશ્ય તને સ્વાનુભૂતિની પ્રાપ્તિ થશે અને અવશ્ય તને મોક્ષ મળશે જ. અનાદિકાળથી પોતાને માટે અજાણ્યો માર્ગ છે, તેથી સમ્યગ્દર્શનની તૈયારી થાય અને પહેલું વહેલું સમ્યગ્દર્શન થાય ત્યારે દેવ કે ગુરુનું નિમિત્ત અવશ્ય હોય છે. માટે તું સત્પુરુષને ગોત એમ કહે છે. સત્પુરુષને તું ઓળખ તો તને આત્મા ઓળખાયા વગર રહેશે નહિ એવો તેનો અર્થ છે. પોતે સત્પુરુષને ગ્રહણ કર્યા-ઓળખ્યા-કયારે કહેવાય? કે આત્માની પ્રાપ્તિ થાય તો, જો આત્મ-પ્રાપ્તિ ન થાય તો સત્પુરુષને તેણે ઓળખ્યા જ નથી, ગ્રહણ કર્યા જ નથી અને તેનો આશય ગ્રહણ કર્યો જ નથી. ૩૧. પ્રશ્ન:- હમ તો મુકિતકે લિયે પુરુષાર્થ કરતે હૈ લેકિન નિયમસારમે મુનિરાજ કહતે હૈં કિ મુક્તિમેં ઔર સંસારમેં અંતર નહીં હું તો વહ કૈસે અંતર નહીં હૈ? સમાધાનઃ- દ્રવ્યકી અપેક્ષાસે ઐસા કહા હૈ. દ્રવ્ય જૈસા શુદ્ધ મુક્તિ મેં હૈ વૈસા હી શુદ્ધ સંસારમેં ભી હૈ. વહુ શુદ્ધતાસે ભરા હૈ. જૈસા ભગવાનના દ્રવ્ય હૈ પૈસા અપના દ્રવ્ય હૈ. મુક્તિકી પર્યાય પ્રગટતી હૈ લેકિન દ્રવ્ય તો પૈસા કા વૈસા હી રહતા હૈ. સબ વિકલ્પ તોડકર ભીતરમેં જાતા હૈ તો મુક્ત દ્રવ્ય દેખનેમેં આતા હૈ. દ્રવ્ય મુક્ત હી હૈ, જબ કિ બંધન ઔર મુક્તિ પર્યાયમેં હોતી હૈ.-ઐસા કહતે હૈં તો પુરુષાર્થ નહીં કરના ઐસા અર્થ નહીં હૈ. દ્રવ્ય તરફ દેખો તો મુક્તસ્વરૂપ હી દેખનેમેં આતા હૈ. ઉસકો બંધન યા વિભાવ હુઆ હી નહીં. યદિ દ્રવ્યમ્ વિભાવ હો તો કભી છૂટે હી નહીં. વિભાવ હી સ્વભાવ હો જાય. અર્થાત્ યદિ વિભાવ ભીતરમેં ચલા જાય તો વહ સ્વભાવ હો જાય. લેકિન વિભાવ ભીતરમેં હૈ હી નહીં, ઈસલિયે દ્રવ્ય મુક્ત હી હૈ. આચાર્યદવ પર્યાયકો ગૌણ કરકે કહતે હૈં કિ હમ તો દ્રવ્યકો દેખતે હૈ, પર્યાય ઉપર દષ્ટિ નહીં દેતે. પર્યાયકો ગૌણ કરકે ઔર દ્રવ્યકો મુખ્ય કરકે સિદ્ધભગવાન જૈસા મુક્તસ્વરૂપ આત્માકો દેખતે હૈ તો ઉસમેં કુછ ભી ભેદ દેખનેમેં આતા હી નહીં. દ્રવ્ય ઐસા મુક્તસ્વરૂપ હૈ તો ભી આચાર્ય પુરુષાર્થ કરતે હૈ. મુનિરાજ છઠ્ઠ-સાતવે ગુણસ્થાનમેં ઝૂલતે હૈં ઔર કહતે હૈં કિ સંસાર ઔર મુક્તિમેં કુછ ભેદ નહીં. ફિર ભી પુરુષાર્થ કરતે હૈં. કોઈ મુનિરાજ તો શ્રેણી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૨ ] [ સ્વાનુભૂતિદર્શન ચઢકર કેવલજ્ઞાન પ્રગટ કરતે હૈં. ઐસે પુરુષાર્થ કરતે હૈં ફિર ભી આચાર્ય કહતે હૈં કિ મુક્તિ ઔર સંસારમેં ભેદ નહીં હૈ, કોંકિ દ્રવ્ય તરફસે દેખે તો આત્મા મુક્તસ્વરૂપ હી દીખનેમેં આતા હૈ. ૩૨. પ્રશ્ન:- આજ સર્બરે પૂજ્ય ગુરુદેવશ્રીકી ટેપમેં દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય ઔર ઇન્દ્રિયકે વિષયભૂત પદાર્થકી બાત આયી થી. ઉસમેં અરિહંત ભગવાનકી દિવ્યધ્વનિકો ભી ઇન્દ્રિયકે વિષયભૂત પદાર્થમેં લિયા કિન્તુ પ્રવચનસારકી ૮૦મી ગાથામ આતા હૈ કિ જો ભગવાનકા દ્રવ્ય-ગુણ-પર્યાયકો જાનતા હૈ ઉસકા મોહ ક્ષયકો પ્રાપ્ત હોતા હૈ, તો યહ કૈસે કહા ? સમાધાનઃ- યહ દૂસરી બાત હૈ ઔર વહ દૂસરી બાત હૈ, દોનોંકી અપેક્ષા અલગ અલગ હૈ. જિતેન્દ્રિયસ્વરૂપ આત્મા વ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય ઔર ઈસકે વિષય-ભૂત પદાર્થ-વહુ સબસે ભિન્ન હૈ. દુષ્ટિકા વિષયભૂત આત્મપદાર્થ, ભાવેન્દ્રિયક્ષયોપશમજ્ઞાન–જિતના ભી નહીં, વહુ તો પૂર્ણસ્વરૂપ હૈ. આત્મામેં જ્ઞાન કમ હો ગયા ઉસકી વૃદ્ધિ હો ગઈ ઐસી કોઈ અપેક્ષા લાગુ નહીં હોતી. વહુ ચૈતન્યસ્વરૂપ પૂર્ણ શુદ્ધાત્મા હૈ. ઈસલિયે યહુ સબ ક્ષેન્દ્રિય, ભાવેન્દ્રિય ઔર ઉનકે વિષયસે આત્માકો ભિન્ન દેખો. ઉસસે-આત્માકો ભિન્ન દેખનેસે ભેદજ્ઞાન ઔર સ્વાનુભૂતિ હોતી હૈ જિસકો જિતેન્દ્રિય કહનેમેં આતા હૈ. પ્રવચનસારમેં ભગવાનકે દ્રવ્ય-ગુણ-પર્યાય દેખનેવાલા અપનેકો દેખતા હૈ ઐસા કહા હૈ તો વહાં નિમિત્ત-ઉપાદાનકા સંબંધ દિખાયા હૈ. અનાદિકાલસે જીવને આત્માકો પીછાના નહીં. જબ ભગવાન જૈસા પ્રબલ નિમિત્ત મિલતા હૈ તબ આત્માકી પીછાન હોતી હૈ. અર્થાત્ ભગવાનકે દ્રવ્ય-ગુણ-પર્યાયકો સમજ લે તો અપના આત્મા સમજમેં આતા હૈ કિ જૈસી ભગવાનકી આત્મા વૈસી અપની આત્મા. ઐસે નિમિત્ત-ઉપાદાનકા સંબંધ દિખાતે હૈં. યહાં तू સબસે ભિન્ન હૈ ઐસા દિખાતે હૈં. ભગવાનકી ધ્વનિ સુનનેમેં રાગ આતા હૈ વહ પ્રશસ્ત રાગ હૈ, વહ પ્રશસ્ત રાગકો તોડકર સ્વરૂપમેં લીન હોતે હૈં તબ મુનિ વીતરાગ હો જાતે હૈં ઔર કેવલજ્ઞાન પા લેતે હૈં. મગર બીચમેં દિવ્યધ્વનિ સુનનેકા રાગ આતા હૈ, વાં ભગવાન રાગકા વિષયભૂત પદાર્થ હૈ દ્રવ્યદૃષ્ટિ આત્મા રાગસે ભિન્ન હી હૈ. પૂર્ણ વીતરાગસ્વરૂપ આત્મા હૈ, ઉસકો તૂ દેખ લે. યહ રાગાદિ તો સબ બાહ્ય હૈ ઔર બાહ્ય લક્ષસે હીં દિવ્યધ્વનિ સુનના આદિકા રાગ આતા હૈ. ઈસલિયે તૂ દ્રવ્યદૃષ્ટિસે પૂર્ણ સ્વરૂપકો યથાર્થ દેખ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૩૩ લે. સૂક્ષ્મ પ્રશસ્ત રાગ ભી આત્માના સ્વરૂપ નહીં હૈ. ઉપયોગ બાહર જાનેરો રાગ આતા હૈ ઔર સ્વરૂપમેં લીન હો જાય તો રાગ નહીં હોતા. પરંતુ બીચમે રાગ આયા બિના રહતા નહીં. જબ તક સ્વરૂપકો સમજકર પૂર્ણ વીતરાગદશા હુઈ નહીં તબ તક છદ્મસ્થકો પ્રશસ્ત રાગ આતા હૈ, ભગવાનકી દિવ્યધ્વનિ સુનનેકા રાગ આતા હૈ ઐસા તૂ જાન. ભગવાનકે દ્રવ્ય-ગુણ-પર્યાય તૂ સમજ, તો તુજે તેરા સ્વરૂપ સમજમું આયેગા. ઐસા નિમિત્ત-ઉપાદાનકા સંબંધ હૈ. અનાદિકાલસે જિસે સમ્યગ્દર્શન નહીં હુઆ ઉસ જીવકો ભગવાનસે દેશનાલબ્ધિ હોવે તો સમ્યગ્દર્શન પ્રગટ હોનેમેં ભગવાનકો નિમિત્ત કહુનમેં આતા હૈ. ઉપાદાન તો અપના, અપને પુરુષાર્થસે સમજ હોતી હૈ વો કુછ સમજ કર નહીં દેતે, ફિર ભી વે નિમિત્ત બનતે હૈ. ભગવાનકી વાણી અને તબ અપની આત્મા સમજમેં આતી હૈ ઔર ભગવાનકી આત્માકો સમજે તબ અપની આત્માકો સમજે, ઐસા નિમિત્ત-ઉપાદાનકા સંબંધ હૈ. રાગ દ્રવ્યદૃષ્ટિમે નહીં હૈ. પર પર્યાયમેં રાગ હોતા હૈ, પ્રશસ્ત રાગ આતા હૈ. ઈસલિયે દ્રવ્યદૃષ્ટિ ઔર પર્યાયકા જ્ઞાન સાથમેં રખકે વિચાર કરના ચાહિએ. ૩૩. પ્રશ્ન- જ્ઞાનીને સ્થિરતામાં વૃદ્ધિ પ્રયત્ન વિના થાય છે કે જુદો પુરુષાર્થ કરવો પડે છે? સમાધાન:- સ્થિરતા પોતાની મેળાએ વધે નહીં, પોતે લીનતા કરવાનો પ્રયત્ન અંદર કરે છે તો થાય છે. પોતે કાંઈ કરે જ નહિ ને સ્વયં લીનતા થઈ જાય તેમ થતું નથી. જ્ઞાયકની દષ્ટિ-તેના બળથી લીનતા થાય છે. જ્ઞાનનો ઉપયોગ વારે વારે બહાર જાય છે, છતાં તે મર્યાદામાં રહીને બહાર જાય છે. સ્વરૂપ તરફ પોતાના ઉપયોગની દોરીને ખેચી રાખે છે, અને તેથી ઉપયોગને વધારે બહાર જવા દેતો જ નથી. હું જ્ઞાયક છું, આ હું નથી–આ હું નથી એમ વારંવાર શાયકના જોરમાં પોતે પુરુષાર્થ કર્યા જ કરે છે. તેને વિકલ્પથી પુરુષાર્થ નથી કરવો પડતો, સહજ કરે છે. તથા તેમાં હઠ પણ કરવી પડતી નથી અર્થાત્ પુરુષાર્થ ન થતો હોય અને વારેવારે હઠથી તેને કરવો પડે એમ નથી. તેને પરાણે-પરાણે કરવું પડે એમ હોતું નથી. પરંતુ પોતે જ્ઞાયકને ઓળખ્યો છે એટલે સહજ તે તરફનો પુરુષાર્થ કરે છે. જે પોતાનો સ્વભાવ હોય તે જેમ સહજ હોય છે, તેમ પુરુષાર્થ પણ સહજ થાય છે. મુમુક્ષુ- “હું જ્ઞાનસ્વરૂપ છું' તેમ ખ્યાલમાં રહ્યા જ કરે ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪] [સ્વાનુભૂતિદર્શન બહેનશ્રી:- “હું જ્ઞાનસ્વરૂપ છું' તેમ પોતાને રહ્યા જ કરે. રાગ તરફ તેની રુચિ નથી. તેથી ત્યાંથી છૂટતો જાય છે અને પોતા તરફ વળતો જાય છે. આ રીતે પુરુષાર્થ સહજ થાય છે, હુઠથી કે પરાણે-પરાણે થતો નથી. તેને આત્માની રુચિ છે, માટે રુચિ અને પુરુષાર્થ આનંદથી કરે છે. સહજ થાય છે. મુમુક્ષુ - આપે ‘આનંદ’ શબ્દ સારો કહ્યો, ‘સહજ’ નો અર્થ આનંદથી થાય છે. બહેનશ્રી:- પુરુષાર્થ આનંદથી કરે છે, હઠથી નહિ. આ હુઠ એટલે ખેદપૂર્વક કરે છે એમ નહિ, પણ રુચિપૂર્વક આનંદથી કરે છે, તેમ અર્થ છે. તેને પુરુષાર્થ કરવામાં રસ આવે છે તેમ જ પોતાનું સ્વરૂપ છે એટલે સહજ તે તરફ પોતે આનંદ અને સચિથી જાય છે. મુમુક્ષુ - શું રુચિપૂર્વક ને રસપૂર્વક સહજ પુરુષાર્થ છે? બહેનશ્રી - બહારના દષ્ટાંતમાં, જેમ ભગવાનનાં-ગુરુનાં દર્શનનો પોતાને રસ લાગ્યો હોય તો ભગવાનનાં કે ગુરુનાં દર્શન કરવા આનંદથી જાય છે, હુઠથી જતો નથી, તેમ જ્ઞાયકનો પ્રેમ લાગ્યો હોય તે આનંદથી તે તરફ જાય છે. હઠથી નહીં, પણ સહજ જાય છે કેમકે અંદર રસ અને રુચિ છે. જેમ પાણી પાણીને ખેચતું પાણી તરફ જાય છે તેમ જ્ઞાયક જ્ઞાયકને ખેંચતો જ્ઞાયક તરફ જાય છે અને તે તેનું સહજ છે. જ્ઞાયક જ્ઞાયકની દોરી પોતા તરફ ખેંચે છે. ત્યાં હુઠ કે ખેદ નથી, આનંદ છે. પોતાનો સ્વભાવે પોતાને અનુકૂળ હોય, પ્રતિકૂળ ન હોય, તેથી તે સહજ છે. અંદર જવાનું ગમે છે, બહાર જવું ગમતું જ નથી, તથા અંદર જાય તો પોતાને સંતોષ અને શાંતિ થાય છે. માટે તે કાર્ય હોંશથી કરે છે, તે બોજારૂપ લાગતું નથી. ૩૪. પ્રશ્ન:- આત્માની પહિચાન મહિમાપૂર્વક હોતી હૈ કયા ? સમાધાન - આત્માકી પહિચાન મહિમાપૂર્વક હોતી હૈ. શુષ્ક વિચાર કરે તો વહુ છૂટ જાતા હૈ. આત્મા જ્ઞાનસ્વરૂપ હૈ ઐસા બોલ દિયા, લેકિન ઉસકો ગ્રહણ નહીં કિયા તો ઐસે પહિચાન નહીં હોતી. ઈસકી મહિમા આની ચાહિયે. અનંત ગુણસે ભરપૂર, આશ્ચર્યકારી, આનંદકારી, મહિમાવંત આત્મા હૈ ઐસા વિચાર કર ભીતરમેં જાવે તબ ભેદજ્ઞાન હોવે. અનંત ગુણસે ભરપૂર ચૈતન્ય-ચમત્કારમય ચૈતન્યદેવ મેં હૈં, દિવ્યતાસે ભરપૂર મેં હું, ઐસી ચૈતન્યની અંદરસે અદ્દભુતતા લગની ચાહિયે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ ૩૫ બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] ફિર આત્માકો ગ્રહણ કરેં તો ગહરાઈ આતી હૈ. આત્માકી મહિમા ન લગે ઔર બાહરસે જ્ઞાનસ્વરૂપ...જ્ઞાનસ્વરૂપ...ઐસા કરને લગે અર્થાત્ ઉ૫૨-ઉ૫૨સે જ્ઞાનસ્વરૂપ...જ્ઞાનસ્વરૂપ...કરે તબ કુછ નહીં હોતા. ઈસકી મહિમા આની ચાહિયે. મૈં જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ કોઈ અદ્ભૂત આત્મા હૂં ઐસી મહિમા આવે તો ભીતરમેં ચલા જાતા હૈ. મુમુક્ષુઃ- આત્માકી મહિમા કૈસે આવે? બહેનશ્રી:- મહિમા અર્થાત્ આત્માકી અદ્દભુતતા લગની ચાહિયે, આશ્ચર્ય લગના ચાહિયે કિ યહુ કોઈ અદ્દભુત તત્ત્વ હૈ. મેરી આત્મા કોઈ સામાન્ય નહીં હૈ, સિદ્ધભગવાન જૈસી હૈ. ઔર સબ લોક ઊપર તીરતા હૈ ઐસા મૈં અદ્ભુત હૂં. જહાં રુચિ લગે, ઉપયોગ વહાં હી લગે. ભગવાનકી જિસકો મહિમા હોતી હૈ કિ ભગવાન વીતરાગ સ્વરૂપ હૈ ઉસકો મંદિરમેં ભગવાનકા દર્શન કરતે સમય ભગવાનકી પ્રતિમાકો દેખકર આશ્ચર્ય લગતા હૈ કિ કૈસા ભગવાન! ઠીક વૈસે હી ચૈતન્યભગવાનકા આશ્ચર્ય લગના ચાહિયે કિ વીતરાગ આત્મા ઐસી હી હૈ ફિર વહ છૂટે નહિ. આત્માકી મહિમા લગે તો ઉસકો દેખનેકે લિયે ઉપયોગ બાર બાર વહાં હી જાય, લેકિન મહિમા ન લગે તો મેં જ્ઞાનસ્વરૂપ હૂં ઐસા છૂટ જાતા હૈ. ભગવાનકી મહિમા લગે તો મંદિરમેં પ્રતિમાજીકો દેખકર શાંતિ હોતી હૈ કિ ભગવાન કૈસા વીતરાગ હૈ! ઐસે આત્મભગવાનકી મહિમા લગની ચાહિયે. પ્રતિમાજી ઐસી હૈ તો સાક્ષાત્ ભગવાન કૈસા હોગા!! ઐસે સાક્ષાત્ ભગવાનકી મહિમા આવે પૈસે આત્મભગવાનકી મહિમા આની ચાહિયે. ઔર ચિત્ત વહાં હી લગે તો દૂસી કહીં ભી જગહ લગે નહીં. મુમુક્ષુઃ- સ્વયં મહિમાવાન પદાર્થ હોતે હુએ ભી સ્વયંકી મહિમા કર્યો નહીં આતી ? બહેનશ્રી:- બહારકી મહિમા હૈ, બાહુરમેં રુક રહા હૈ ઈસલિયે સ્વયંકી મહિમા નહીં આતી. બાહુરકે પદાર્થોમેં રુક જાતા હૈ, ઉનકી મહિમા લગતી હૈ, બાહર દેખનેમેં આશ્ચર્ય લગતા હૈ, યહ દેખૂં-યહ દેખું ઐસે સબ બાહર દેખનેમેં ક જાતા હૈ ઔર ભીતરમેં ચૈતન્યભગવાન આત્મા દેખનેમેં નહીં આતી હૈ ઈસલિયે વિશ્વાસ નહીં આતા ઈસ વજસે મહિમા નહીં આતી ઔર બાહરમેં વિશ્વાસ આતા હૈ, ઈસલિયે બાહુરમેં સબ મહિમાવંત લગતા હૈ. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ ] [સ્વાનુભૂતિદર્શન બાહરમેં કોઈ સામાન્ય બાત હો તો ભી કુતૂહલ કરકે દેખનેક જાતા હૈ, લેકિન ભીતર આત્માકા આશ્ચર્ય કરકે કુતૂહલ કરકે દેખનેકો ભી નહીં જાતે. શાસ્ત્રમ્ આતા હૈ કિ તૂ એકબાર કુતૂહલ કરકે દેખ તો સહી! કિ અંદર કૈસી આત્મા બિરાજમાન હૈ! ૩૫. પ્રશ્ન- હું જ્ઞાયક જ છું એવો નિર્ણય શું પહેલાં બુદ્ધિપૂર્વક થતો હશે ? સમાધાન - પહેલાં નિર્ણય બુદ્ધિપૂર્વક થાય છે. તેને અંતરમાંથી એવી શ્રદ્ધા (-વિશ્વાસ ) આવી જાય છે કે આ હું જ્ઞાયક છું અને આ જ્ઞાયકને ગ્રહણ કરી તેમાં તીવ્રતા-ઉગ્રતા કરવાથી અવશ્ય આગળ જવાશે એવો નિર્ણય તેને આવી જાય છે. જ્ઞાયકના મૂળમાંથી સ્વભાવ ગ્રહણ થાય છે કે જ્ઞાયક આ જ છે, આ વિભાવ છે; આ પર છે; આ સ્વભાવ છે અને તે સ્વભાવને ગ્રહણ કરવાથી અંતરમાંથી શાંતિ અને આનંદ આવશે. આ જ્ઞાયકને જ ગ્રહણ કરવાનો છે, તેના પુરુષાર્થને ઉગ્ર કરવાથી અવશ્ય આમાંથી સ્વાનુભૂતિ પ્રગટ થશે એવો જોરદાર નિર્ણય પ્રથમ હોય છે અને સ્વાનુભૂતિ પછી ભેદજ્ઞાનની ધારા સહજ વર્તે છે. પહેલાં નિર્ણય હોય છે, પણ ભેદજ્ઞાનની સહજ ધારા હોતી નથી. તેને જ્ઞાયક ગ્રહણ થાય અને છૂટી પણ જાય, પુરુષાર્થની એવી તીવ્રતા-મંદતા થયા કરે. પણ નિર્ણય જોરદાર હોય છે કે આવી જાતનો પુરુષાર્થ કરવાથી–આ જ્ઞાયકની ઉગ્રતા કરવાથી–અવશ્ય માર્ગે જવાશે. સ્વાનુભૂતિ પછી તેને જ્ઞાયકની ધારા સહજ જોરદાર રહે છે. ક્ષણે ક્ષણે ગમે ત્યાં ઉપયોગ બહાર જાય તથા અનેક જાતના વિભાવના વિકલ્પ આવે, તો પણ જ્ઞાયકની ધારા વર્તે છે, જ્ઞાયક ક્ષણે ને ક્ષણે જુદો ને જુદો રહે છે. બહારથી ગમે તે કાર્ય થતું હોય અને અંતરમાં ગમે તે વિકલ્પ આવતા હોય તો પણ જ્ઞાયક તેનાથી ન્યારો અને ન્યારો રહે છે, જ્ઞાયકધારાની પરિણતિ જુદી જ રહે છે. ખાતાં-પીતા, હાલતાં-ચાલતાં, સૂતા-જાગતા, એમ કોઈ પણ કાર્યમાં નિરંતર ભેદજ્ઞાનની ધારા રહે છે. તે ભેગો થતો જ નથી એવી સહજ ધારા રહે છે. મુમુક્ષુને પહેલાં તો માત્ર નિર્ણય હોય છે, સહજ ધારા હોતી નથી, પણ નિર્ણય એવો હોય છે કે આ જ્ઞાયકને ગ્રહણ કરવાથી અને તેની ઉગ્રતા કરવાથી અર્થાત્ ભેદજ્ઞાન કરવાથી અવશ્ય સ્વાનુભૂતિ થશે. તેની ભેદજ્ઞાનધારા ટકતી નથી કારણ કે સહજ નથી, છતાં તેની ઉગ્રતા કરતાં કરતાં સ્વાનુભૂતિ થશે એવો નિર્ણય છે. ૩૬. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૩૭ પ્રશ્ન- સંસ્કારની વાત ઘણી આવે છે, તો ઊંડા સંસ્કાર કઈ રીતે નાખવા? સમાઘાન - જ્ઞાયકનો વારંવાર અભ્યાસ કર્યા કરવો. ગુરુદેવે જે માર્ગ બતાવ્યો છે. તેનું ચિંતવન, તેની મહિમા, તેની લગની, સત્સંગ, શ્રવણ-મનન આદિ વારંવાર કરવાં. છાશને વલોવતાં-વલોવતાં માખણ બહાર આવે છે તેમ વારંવાર જ્ઞાયકનું મંથન કર્યા કરવું. ગુરુદેવે બતાવ્યું છે તે પ્રમાણે પુરુષાર્થ વારંવાર કરવો. હું ચૈતન્ય જુદો છું, આ વિભાવ જુદાં છે એમ ભેદજ્ઞાન માટે તૈયારી પોતાને કરવાની છે. બહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુનું સાન્નિધ્ય મળે, તેમનો સત્સંગ થાય, શ્રવણ-મનન થાય તે બધું વારંવાર કર્યા કરવું. વારંવાર તેના (જ્ઞાયકના) સંસ્કાર દઢ કરવા. રુચિ વારંવાર તીવ્ર થાય તેમ કર્યા કરવું. ૩૭. પ્રશ્ન- પરિણતિનો પલટો કરવા માટે પુરુષાર્થ કેવો કરવો ? વાંચન કરવું? વિચાર કરવા ? સમાધાનઃ- એક ચૈતન્ય તરફની દૃષ્ટિ પ્રગટ કરવા માટે વાંચન-વિચાર કરવા. અંતરની દિશા પલટાવવાનો હેતુ હોવો જોઈએ. પરિણતિ તદ્ગતરૂપે-તે-રૂપતદાકાર ન થાય ત્યાં સુધી વાંચન-વિચાર બધું આવે છે. વિચારમાં ટકે નહિ તો વાંચન કરે અથવા વાંચનમાંથી વિચાર કરે, જ્યાં પરિણતિ સ્થિર થાય તે કર્યા કરે. પણ કરવાનું એક જ છે-દષ્ટિ પલટાવવાની છે, અંદરની દિશા પલટાવવાની છે. તે ન થાય ત્યાં સુધી તેની પાછળ પડી જવું. ૩૮. પ્રશ્ન:- “જ્ઞાની પાસે જઈને તું ભક્તિ માંગજે ' એટલે શું? સમાધાન - ભક્તિ એટલે કે મહિમા કરજે. (તેમની પાસેથી) હું જાણી લઉં....જાણી લઉં તેવા વિકલ્પ કરવા કરતાં તું ભક્તિ એટલે કે મહિમા કરજે. સતપુરુષની દશાની મહિમા આવતાં તને તારા આત્માની મહિમા આવવાનો અને તારા આત્માની દશા પ્રગટ કરવાનો અવકાશ છે. હું જાણી લઉં...જાણી લઉં એમ લુખ્ખા જ્ઞાનની માંગણી કરવા કરતાં, અર્થાત્ આનું શું? આનું શું? એમ કરવા કરતાં તેમની મહિમા કરજે. એનાથી તારા ચૈતન્યની મહિમા તને આવશે અને ચૈતન્ય તરફ વળાશે. બહાર દેવ-શાસ્ત્રગુરુની મહિમા કરવાથી અંતરમાં તારા આત્માની મહિમા આવવાનો અવકાશ છે. તેમની મહિમા વગર તું જાણીશ તે શું કામનું? જેણે આત્માની દશા પ્રગટ કરી છે અને આત્માની સાધના કરી છે, એવા ગુરુની મહિમા તને નહિ આવે તો તને તારા આત્માની મહિમા આવવાનો કયાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮] [ સ્વાનુભૂતિદર્શન અવકાશ છે? તારા આત્માની મહિમા ન આવે અને એકલું જાણ્યા કરે તો પણ આત્મા તરફ વળવાનો અવકાશ નથી. માટે જ જ્ઞાન મહિમાપૂર્વક હોવું જોઈએ. મહિમા વગરનું જ્ઞાન તારા સ્વભાવ તરફ આવશે નહિ. અરિહંત ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે તે પોતાના દ્રવ્ય-ગુણપર્યાયને જાણે. ભગવાનની દશાની મહિમા આવે ત્યારે ભગવાનના આત્માની મહિમા આવે અને તો નિજ આત્માની મહિમા આવે. ગુરુની દશાની મહિમા આવે તો ગુરુને ઓળખે અને ગુરુને ઓળખે તે પોતાને ઓળખે. શ્રીમદ્જી એમ લખે છે કે “જ્ઞાની પાસે જ્ઞાન માંગવા કરતાં ભક્તિ માંગરે” કેમકે તેનાથી તને તારા સ્વભાવની મહિમા આવશે. જ્ઞાનનો સ્વભાવ શું છે? વિભાવ શું છે? તેમ તું તત્ત્વ-વિચાર કરીને જાણજે. પણ માત્ર જાણી લઉં...શીખી લઉં... ભણી લઉં....આવું બધું કરવાથી તું એમાં ને એમાં રોકાઈ જઈશ, અને તારા તરફ વળવાનો અવકાશ રહેશે નહિ. ગુરુના સ્વભાવની મહિમા આવતાં તું સહેજે અંતરમાં વળી જશે, તારાથી વિભાવમાં ટકી નહિ શકાય. જો ગુરુની દશાની મહિમા આવી તો આત્માની-સ્વભાવની મહિમા આવશે, અને તો વિભાવમાં ટકી નહિ શકાય; પોતા તરફ જવાનો પ્રયત્ન ઊપડશે. નિજ મહિમા વગર જ્ઞાન પોતાના તરફ આવશે નહિ. જો તને પોતાની મહિમા નથી આવતી તો વિભાવની મહિમામાં તું ઊભો રહીશ અને સ્વભાવ તરફ નહિ જઈ શકાય. માટે મહિમાપૂર્વક જ્ઞાન હોય. જ્ઞાન, ભક્તિ, તત્ત્વવિચાર આદિ આત્માની મહિમાપૂર્વક હોવાં જોઈએ. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું હોય તો પોતાનામાં વળાશે, રુચિ પોતાના તરફની થશે. વિભાવમાં એકત્વબુદ્ધિ, તન્મયતા હશે તો પોતાનામાં નહિ વળી શકાય. માટે તેનાથી તે નિરાળો થજે. તારી પરિણતિનો વેગ સ્વભાવ તરફ જાય એવી અંદરથી વિરક્તિ, મહિમા, તેવા તત્ત્વના વિચાર કરજે અને તે પોતાને ઓળખીને તારા તરફ વળજે. એટલે કે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, બધું સાથે હશે તો જ તારામાં વળાશે, તે વગર વળાતું નથી. જ્ઞાન વગર કયાં જઈશ? અને મહિમા-ભક્તિ વગરનું એકલું જ્ઞાન હશે તો લૂખું થઈ જશે. માટે જ્ઞાન, મહિમા, વિરક્તિ વગર પોતા તરફ જઈ શકાતું નથી. ૩૯. પ્રશ્ન- વિભાવને અને વર્તમાન પર્યાયને ગૌણ કરી સ્વભાવનું આલંબન કરવાનું કહેવામાં આવે છે; પણ સ્વભાવ તો દેખાતો નથી ? વર્તમાન વિકાર જ દેખાય છે ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૩૯ સમાધાનઃ- જે નથી દેખાતું તેને જોવાનો પ્રયત્ન કરવો અર્થાત્ જે અદશ્ય છે તેને દશ્યમાન કરવું અને જે દેખાય છે તેને ગૌણ કરવું. સ્વભાવ અદશ્ય લાગે છે, પણ તે દેખાય એવો છે. તેને પોતે જોતો નથી તેથી તે અદશ્ય એટલે કે ગુપ્ત થઈ ગયો છે એમ નથી; તે દેખાય, લક્ષમાં આવે, તેનાં દર્શન થાય તેમ જ જ્ઞાનમાં આવે તેમ છે. માટે તેને દેશ્યમાન કરવાનો પ્રયત્ન કરવો. બધાને જ્ઞાનસ્વભાવ તો જણાઈ રહ્યો છે. તે જ્ઞાનના લક્ષણ દ્વારા-ગુણ દ્વારા-ગુણીને ઓળખી લેવો. ગુણગુણીના ભેદ પડે, પણ તે એક જ વસ્તુ છે, જુદી નથી. શાસ્ત્રમાં આવે છે કે લક્ષણથી લક્ષ્યને ઓળખી લેવું, ઓળખવાનો પ્રયત્ન કરવો. લક્ષ્યનેજ્ઞાનસ્વભાવને ઓળખવાથી, તેમાં દષ્ટિ કરવાથી, તથા તેમાં તન્મયતા થવાથી, શાંતિ અને સુખ મળે છે. તેમાંથી જ અપાર અને અગાધ જ્ઞાન પ્રગટે છે. અપૂર્વ વીતરાગી દશા ને આનંદ તેને ગ્રહણ કરવાથી પ્રગટે છે. આ અનાદિકાળના બધા વિભાવ તો આકુળતારૂપ અને દુઃખરૂપ છે. તેને ટાળવા નિરાળા તત્ત્વને ગ્રહણ કરવું. ૪). પ્રશ્ન- રાગી જીવ ભેદનું લક્ષ કરે તો રાગ ઉત્પન્ન થાય છે. તો સામર્થ્યનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન કેવી રીતે થાય? કેમ કે સામર્થ્ય પણ એક અંશ છે ને? સમાધાન:- સામર્થ્યમાં એક અંશ ન લેવો, પરંતુ અનંત શક્તિથી ભરેલો આત્મા લેવો અને તેમાં પણ અખંડ દ્રવ્યનો આશ્રય લેવાનો છે, એક ગુણનો આશ્રય લેવો એમ નહિ. તે અખંડ દ્રવ્ય કેવું છે? કે અનંત શક્તિથી-અનંત સામર્થ્યથી ભરેલું છે. તે દ્રવ્યનો આશ્રય લેવાથી શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે; જ્યારે વિભાવના આશ્રયે કે પર્યાય અને ગુણભેદ ઉપર દષ્ટિ મૂકવાથી તો રાગ થાય છે. માટે અંદર એક આખા દ્રવ્યનો આશ્રય લેવો. મુમુક્ષુઃ- ધ્રૌવ્યને અંશ કહેવામાં આવે છે ને? તે તો વિભાગ થયો, તો આખી વસ્તુ કેવી રીતે છે? બહેનશ્રી:- ધ્રૌવ્ય તે આખી વસ્તુ છે. કોઈ અપેક્ષાએ તેને અંશ તરીકે પણ લેવાય છે; છતાં તે અંશ અને આ પર્યાયના અંશમાં ફેર છે. ઉત્પાદ-વ્યય એ પલટતો અંશ છે અને આ તો શાશ્વત ધ્રુવ અંશ છે કે જે સ્થિર છે, પૂર્ણ છે. ઉત્પાદ-વ્યય પલટતા અંશો હોવાથી જ્ઞાનમાં ગૌણ થાય છે, જ્યારે શાશ્વત ધ્રૌવ્યને ગ્રહણ કર્યો તેમાં આખું અસ્તિત્વ આવી જાય છે. જે પલટે છે તે જ્ઞાનમાં આવે છે, પણ પલટે છે તેનો આશ્રય લેવામાં આવતો નથી. જે શાશ્વત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૪૦] [ સ્વાનુભૂતિદર્શન છે તેનો જ આશ્રય લેવાય છે. બીજી ક્ષણે જે પલટી જાય છે, તે પલટતાનો આશ્રય લેવાતો નથી. ધ્રુવમાં આખું સામર્થ્ય છે. ઉત્પાદ-વ્યય પલટે છે તે પણ દ્રવ્યનું સ્વરૂપ છે; પરંતુ તે પલટયા કરે છે તેથી તેનો-પલટનારનોઆશ્રય લેવાય નહિ, શાશ્વત ધ્રુવનો જ આશ્રય લેવાય. શાશ્વત ધ્રુવ છે તે અનંતગુણથી-અનંતશક્તિઓથીભરેલો છે. શાશ્વત ધ્રુવ છે તે ખાલી એકલું નથી. અનંતગુણ-શક્તિથી ભરેલો ધ્રુવ છે. અને તેને લક્ષમાં લીધો એટલે બીજું કાંઈ બાકી રહી જતું નથી. તેના આશ્રયમાં બધું આવી જાય છે. પર્યાય કાંઈ આશ્રય લેવા યોગ્ય નથી, તેનું વેદન થાય છે. દ્રવ્યના આશ્રયમાં પર્યાય આવતી જ નથી, જે શાશ્વત ધ્રુવ છે તે જ આશ્રયમાં આવે છે. અને શાશ્વત ધ્રુવ આશ્રયમાં આવ્યું તેમાં બધું આવી જાય છે. કાંઈ બાકી રહેતું નથી. શાશ્વત છે તેનો આશ્રય લેવાથી રાગ નથી થતો, ઊલટો રાગ છૂટે છે. ૪૧. પ્રશ્ન:- રુચિ કેમ થાય? સમાધાનઃ- રુચિ પોતાથી થાય છે, કોઈ કરી દેતું નથી. રુચિ પોતાને અંદરથી લાગવી જોઈએ. ગુરુદેવે આવી વાણી વરસાવી, હવે રુચિ કરવી તે પોતાના હાથની વાત છે. ગુરુદેવે કહ્યું, આત્મા કોઈ અપૂર્વ-અનુપમ છે. આત્મામાં બધું છે તે અમુક વિચાર કરીને નક્કી કરી રુચિ જગાડવી. રુચિ અનુયાયી વીર્ય. પોતાના આત્માના જ પ્રયોજનવાળી સાચી રુચિ હોય તો જ્ઞાન તેમાં સાચું કામ કરે છે. રુચિ એવી લાગે કે કયાંય રોકાય નહિ એવી તીક્ષ્ણ રુચિ હોવી જોઈએ. આવે છે ને? કે “હું તો હાલું-ચાલું ને પ્રભુ સાંભરે રે” તેના જેવી આત્માની રુચિ થવી જોઈએ કે જ્યાં જોઉં ત્યાં મને આત્મા જ સાંભરે, હાલું-ચાલું તો આત્મા જ સાંભરે, મારો આત્મા કેમ પ્રગટ થાય? એમ મને બધાં કાર્યોમાં આત્મા સાંભરે, ‘હું તો ભોજન કરું આત્મા સાંભરે, ‘દાતણ કરું ને પ્રભુ લગની લાગે તો અંદરથી આત્મા પ્રગટ થવાનો અવકાશ આવે. પ્રભુ સાભરે રે' તેમ મને દરેક સમયે સાંભરે રે' એવી આત્માની રુચિ અને આત્માની રુચિ એવી લાગવી જોઈએ કે કયાંય રસ લાગે નહિ ને બધેથી ૨સ તૂટી જાય. ‘હું નીંદર કરું ને પ્રભુ સાંભરે રે' એમ હું નીંદર કરુ ને મને આત્મા સાંભરે તેવી રીતે દરેક કાર્યમાં મને આત્મા સાંભરે. આત્મા કેમ પ્રગટ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૪૧ થાય? તેવી અંદરથી લગની લાગે તો આત્મા અંદરથી પ્રગટ થાય; પણ તેને ક્ષણે ક્ષણે એવી રુચિ અને લગની જોઈએ. ૪૨. પ્રશ્ન- પરમાર્થની પ્રાપ્તિ થવા વિષે કોઈ પ્રકારનું આકુળ-વ્યાકુળપણું થવું તેને શ્રીમદ્જીએ દર્શન પરીષહ કહ્યો છે. તો તેમાં તેઓ શું કહેવા માંગે છે ? સમાધાન - પરમાર્થની પ્રાપ્તિ માટે ખોટી આકુળતા થાય તે દર્શન પરીષહ છે. આભાર્થી ખોટી ઉતાવળ ન કરે પણ તેમાં ધીરજ જોઈએ. ધીરજ રાખે તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આત્મા કેમ પ્રાપ્ત થાય? કેમ કરું? હજુ કેમ પ્રગટ થતો નથી? એવી બધી આકુળતા થાય તે એક જાતનો પરીષહ છે. તેમાં દર્શનમોહનું નિમિત્ત છે અને કાર્ય ન થવામાં ઉપાદાન કારણ પોતાનું છે. આત્માનો જ્ઞાનસ્વભાવ કેવી રીતે ગ્રહણ થાય ? રાગથી કેમ છૂટો પડે ? ભેદજ્ઞાન કેમ થાય? પ્રજ્ઞાછીણીથી સૂક્ષ્મ થઈને અંદરમાં જ્ઞાનને કેમ ગ્રહણ કરાય? આટલો ટાઈમ થયો તો કેમ થતું નથી? એવી બધી અંદરમાં આકુળતા થાય, છતાં તેમાં શાંતિ રાખે કે મારી ભાવના છે તો થવાનું જ છે. પ્રયત્ન ચાલુ જ રાખે ને ધીરજથી માર્ગને ઓળખવાનો પ્રયત્ન કરે. આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાયક શું છે? જ્ઞાન તે જ હું છું, આ બધો રાગ છે તે મારો સ્વભાવ નથી. તે વેદન જુદી જાતનું છે અને જ્ઞાનનો જે જાણવાનો સ્વભાવ છે તે જાત જુદી છે. એમ લક્ષણથી રાગને ભિન્ન ઓળખ્યા કરે અને જ્ઞાનને ગ્રહણ કરે તો સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાનું કારણ બને છે અને દર્શનમોહ ચાલ્યો જાય છે. પરંતુ તેને ધીરજ હોવી જોઈએ. જો આકુળતા-ઉતાવળ કરે તો કાર્ય ન થાય. ગમે તેટલો ટાઈમ જાય તો પણ વારંવાર પ્રયત્ન કર્યા જ કરે તો સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાનું કારણ થાય છે. પહેલાં આકુળતા તો થાય, પણ શાંતિ રાખવી જોઈએ. મુમુક્ષુઃ- ઉતાવળ કરવા જઈએ તો બીજે આડ-અવળે રસ્તે ચઢી જઈએ ? બહેનશ્રી:- હા, ઉતાવળ કરવાથી થાય નહિ આડ-અવળે રસ્તે ચઢી જાય. ઉતાવળ કરવા જાય તો સ્વભાવ ગ્રહણ થતો નથી. સ્વભાવ તો ધીરજથી જ ગ્રહણ થાય છે. પોતે શાંતિથી અંદર સૂક્ષ્મ થઈને જ્ઞાનસ્વભાવને ગ્રહણ કરે તો તે પકડાય તેવો છે. ઉતાવળ કરે તો કાંઈકનું કાંઈક પકડાઈ જાય-ખોટું પકડાઈ જાય, ખોટો સંતોષ માની લે. કાર્ય નથી થતું માટે (ખોટી ) ઉતાવળ કરે તો ખોટું થઈ જાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨] [સ્વાનુભૂતિદર્શન ખરો જિજ્ઞાસુ અને ખરો આત્માર્થી હોય તેને સાચું ન આવે ત્યાં સુધી સંતોષ થાય જ નહિ. તેનો આત્મા જ કહી દે કે આ કાંઈ અંદરથી શાંતિ આવતી નથી, માટે આ યથાર્થ નથી અને યથાર્થ હોય તેને અંદરથી જ શાંતિ આવે. ઉતાવળ કરવાથી ખોટું થાય છે, ખોટું ગ્રહણ થઈ જાય છે, કયાંક ને ક્યાંક પ્રશસ્ત રાગમાં રોકાઈ જાય છે. સૂક્ષ્મ રાગ પકડાતો નથી, અને અંદર શુભ રાગને છૂટો પાડી શકતો નથી કે સૂક્ષ્મ થઈને જ્ઞાનને ગ્રહણ કરી શકતો નથી. વારંવાર ભાવનાના વિકલ્પ આવે તેનાથી પણ જ્ઞાયક જુદો છે, તેમ અંદરથી યથાર્થ ગ્રહણ થવું જોઈએ. તે થઈ શકતું ન હોય ને ખોટી ઉતાવળ કરીને કોઈ પરમાર્થને ગ્રહણ કરવા માટે ધ્યાન કરે, પણ તેવા ધ્યાનમાં યથાર્થ ગ્રહણ થતું નથી. તે ધ્યાનમાં વિકલ્પ શાંત થઈ જાય તેથી એમ લાગે કે જાણે વિકલ્પ છે જ નહિ. પરંતુ વિકલ્પ હોય છે છતાં તે નથી એમ ઉતાવળથી માની લે તો ખોટું થઈ જાય છે. મુમુક્ષુ – સમ્યગ્દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને પ્રાપ્ત કરવાની આકુળતા તો સ્વભાવિક થાય; છતાં પણ તેને દર્શન પરીષહ કહ્યો? તેમ જ ધીરજ રાખવામાં શું પ્રમાદ ન થઈ જાય? બહેનશ્રી - આત્માર્થીને પ્રમાદ થાય નહિ. આ પ્રમાદ છે કે ધીરજ છે તે તેને પકડવું જોઈએ. ધીરજ અને પ્રમાદમાં ફેર છે. યથાર્થ પકડાય નહિ ત્યાં સુધી શાંતિ રાખે તે પ્રમાદ નથી. યથાર્થ આત્માર્થી છે તેને સાચું ગ્રહણ થાય છે કે આ પ્રમાદ છે કે ધીરજ છે. સમ્યગ્દર્શન માટે ખોટી આકુળતા કરવી તેને અપેક્ષાએ દર્શન-પરીષહ કહ્યો છે. યથાર્થ રીતે તો સમ્યગ્દર્શન, ચારિત્ર થયા પછી બધા પરીષહુ લાગુ પડે છે; પણ આ તેને સમ્યગ્દર્શન નથી થયું પરમાર્થની પ્રાપ્તિ નથી થઈ તો પણ અપેક્ષાએ દર્શન પરીષહ કીધું છે. કોઈ ખોટી શંકા અને કુતર્કો કરતો હોય તો પણ સમ્યગ્દષ્ટિ ડગતો નથી. તેને નિઃશંકગુણ એવો પ્રગટ થઈ ગયો છે કે પોતે પોતાની શ્રદ્ધાથી ડગતો નથી. આખો બ્રહ્માંડ ખળભળી જાય એવા કે ગમે તેવા બીજા પરીષહો આવે તેમ જ ન્યાય-યુક્તિ આવે તો પણ પોતે જે જ્ઞાયક સ્વભાવ ગ્રહણ કર્યો છે તે જ્ઞાયકમાં નિઃશંક રહે છે, તેમાં તેને શંકા પડતી નથી. આવા પરીષહો સમ્યગ્દષ્ટિને હોય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૪૩ જેને પરમાર્થની પ્રાપ્તિ નથી થઈ તે આત્માર્થીને પણ પરીષહ કહ્યો છે, તે અપેક્ષાએ છે. સમકિત પ્રાપ્ત નથી થતું અને આકુળતા થાય છે તે અપેક્ષાએ તે જાતનો પરીષહ કહ્યો છે. ભાવના યથાર્થ છે અને પ્રગટ થતું નથી તેમાં (દર્શનમોહ) કર્મ નિમિત્ત કારણ છે અને કર્મમાં પોતે જોડાયેલો છે. આ રીતે પોતે ગ્રહણ કરવા માંગે છે અને ગ્રહણ થતું નથી, માટે તેને દર્શન પરીષહ કહ્યો છે. કોઈ વિકલ્પો-કોઈ શંકાઓ-કોઈ તર્કો વચ્ચે વચ્ચે પોતાને રોકતા હોય તે બધા અંદરના પરીષહો છે. સ્વરૂપ નક્કી કરે ત્યાં વચ્ચે કોઈ શંકાઓ ઉત્પન્ન થાય, શંકામાં વળી શંકા પડી જાય એમ પરમાર્થને ગ્રહણ કરવામાં અંદર પોતાના પરિણામમાં અનેક જાતની મુશ્કેલીઓ ઊભી થાય તેને દર્શન પરિષહ કહ્યો છે. તો પણ ધીરજથી તે બધામાંથી પસાર થઈ પોતે નિઃશંકપણે ચૈતન્યને ગ્રહણ કરે તો સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાનું કારણ બને છે. મુમુક્ષુ સ્વભાવ પ્રાપ્તિની પણ બહુ આકુળતા કરવા જેવી નથી? બહેનશ્રી - બહુ આકુળતા કરવાથી તેને ધીરજ નથી રહેતી (ધીરજ ખોઈ બેસે છે.) અને તેથી ક્યાંક ને કયાંક શાંતિ મનાઈ જાય એવું તેને થઈ જાય છે. આ જ્ઞાતા જ છે એમ સહજપણે જ્ઞાયકને ગ્રહણ કરવાને બદલે ઉતાવળથી કૃત્રિમતા થતાં ધ્યાન કરવા બેસે ત્યારે વિકલ્પ મને દેખાતા જ નથી; હવે મને સમકિત થઈ ગયું એમ તેને થઈ જાય છે અર્થાત્ ખોટી રીતે મનાઈ જાય, એવું તેને થઈ જાય છે. મારા વિકલ્પ શાંત થઈ ગયા છે એવો ભ્રમ ઉતાવળને લઈને તેને થઈ જાય છે. જેને ગુરુદેવે અને શાસ્ત્રોએ જ્ઞાયક કહ્યો છે તે આ જ્ઞાયક જ હું છું, બીજું કાંઈ હું છું જ નહિ.-આમ જેને અંતરમાંથી સહજપણે ગ્રહણ થાય છે તેનું દય જ–તેનો આત્મા જ-નિઃશંકપણે ને સહજપણે અંદરથી કહેતો હોય છે કે આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે જ નહિ. તેને કોઈને પૂછવા જવું પડતું નથી, પણ તેનું હૃદય જ સહજપણે કહેતું હોય છે કે આ જ જ્ઞાયક છે, આ જ સ્વાનુભૂતિ છે અને આ જ ભગવાન અને ગુરુએ કીધેલા માર્ગ છે. આમ તેને અંતરમાંથી સહજપણે આવે છે, તેને કોઈને પૂછીને નક્કી કરવું પડે એવું હોતું નથી. અંદરથી તેની દઢતા જુદી જાતની આવે છે. મુમુક્ષુ આમા ઘણું સમજવા જેવું છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪] | [ સ્વાનુભૂતિદર્શન બહેનશ્રી:- ઘણા ધ્યાન કરવા બેસે અને પછી તેમાં પ્રકાશ જેવું દેખાય ને કાંઈક શાંતિ લાગે એટલે કહે કે ધ્યાન થઈ ગયું. આવી કાંઈક-કાંઈક કલ્પનાઓ થાય છે; પણ તેમાં બહારનું દેખવાનું કાંઈ નથી કેમ કે પોતે જ છે. અંદરની શાંતિ પ્રગટે અને વિકલ્પથી છૂટો પડે તે, પોતાનો આત્મા જ તેને કહી દે છે, સ્વાનુભૂતિ જ કહી દે છે. અંદરથી ન્યારા પડેલા આત્માની નિઃશંકતા અને દઢતાં જુદી જ આવે છે. અંતર એકાગ્રતાપૂર્વક પોતાનું અસ્તિત્વ ગ્રહણ થયા વગર અને વિભાવ તરફની નાસ્તિ થયા વગર અર્થાત્ ભેદજ્ઞાન થયા વગર એમ ને એમ સાચું ધ્યાન થઈ શકતું નથી. માત્ર તેના વિકલ્પ ડામાડોળ હોય તે શાંત થાય છે, ઓછા થઈ જાય છે. અંદરથી જુદો પડીને સ્વભાવની અતિ ગ્રહણ કરે અને વિભાવનું ભેદજ્ઞાન થાય એટલે કે દ્રવ્ય ઉપર દૃષ્ટિ જાય અને તેની સાથે ભેદજ્ઞાન થાય-બંને સાથે હોય તો ધ્યાનની એકાગ્રતા સાચી થાય છે. પોતાના સ્વભાવનું અસ્તિત્વ ગ્રહણ કરતાં તેનું ધ્યાન, તેની લીનતા, અને તેમાં ઢળવાનું થાય છે. ઉપયોગને અંદર પોતા તરફ વાળે તો તેને વિકલ્પ શાંત થાય છે. તેનો માર્ગ એક ભેદજ્ઞાન છે, અને તે દ્રવ્ય ઉપર દષ્ટિ કરે અને વિભાવથી નાસ્તિ થાય તો થાય છે. ૪૩. પ્રશ્ન- શ્રદ્ધા અને ચારિત્ર એ બંને ગુણોનું પરિણમન સ્વતંત્ર છે એમ કહીને શું કહેવું છે? સમાઘાન- એમ કહેવું છે કે તું શ્રદ્ધા તો યથાર્થ કર. પછી આચરણ તારા પુરુષાર્થ પ્રમાણે થશે. પ્રથમ શ્રદ્ધા સાચી કર, શ્રદ્ધા થયા ભેગું આચરણ થઈ જતું નથી. શ્રદ્ધા એ મુક્તિનો માર્ગ છે, શ્રદ્ધા વગર કાંઈ થઈ શકતું નથી. માટે મુખ્ય તો શ્રદ્ધા છે. જેવી શ્રદ્ધા હોય તે પ્રમાણે આચરણ થયા વિના રહેતું નથી. તેથી શાસ્ત્રમાં આવે છે કે બની શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ કરજે, જો તે ન બની શકે તો શ્રદ્ધા તો બરાબર કરજે. શ્રદ્ધામાં આડુંઅવળું કરીશ નહિ, કે મારાથી થઈ શકતું નથી માટે માર્ગ આવો ન હોય. મુનિની જે ધ્યાનદશા શાસ્ત્રમાં કહી છે તે મારાથી થઈ શકતી નથી, માટે મુનિમાર્ગ આવો ન હોય, કાંઈક બીજો જ હોય એમ તું શ્રદ્ધામાં ભૂલ કરીશ નહિ, શ્રદ્ધા તો બરાબર કરજે. મુનિદશા ન થઈ શકે તો કબૂલ કરજે કે મારા પુરુષાર્થની ખામી છે, પણ માર્ગ તો આ જ છે. શ્રદ્ધામાં બરાબર લેજે કે માર્ગ તો આ જ છે. જે અંદર ૬ઠ્ઠા-૭માં ગુણસ્થાને હોય, વારંવાર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૪૫ નિર્વિકલ્પદશામાં ઝૂલતા હોય તેમને વ્યવહાર પણ આવો પંચમહાવ્રતાદિનો હોય છે. માટે તેમનો નિશ્ચય-વ્યવહાર જેમ છે તેમ નક્કી કરજે, શ્રદ્ધા બરાબર કરજે. આ પંચમકાળ છે માટે થોડું આમ હોય અને થોડું આમ હોય એમ ન માનીશ, શ્રદ્ધા બરાબર કરજે. આવી દશા ન બની શકે તો તે તારા પુરુષાર્થની મંદતા છે, પણ માર્ગ તો આ જ છે. જે બધા મુક્તિને પામ્યા છે તે આ માર્ગે જ પામ્યા છે. સમ્યગ્દર્શન-સ્વાનુભૂતિ થતાં ભેદજ્ઞાનની ધારા પ્રગટે કે હું જ્ઞાયક જુદો છું અને આ શુભાશુભ ભાવ હેય છે. એવી તેની જ્ઞાયકની ધારા હોય છે, વસ્તુસ્વભાવ એવો છે, પણ તે ન બની શકે તો, થોડું આવું પણ હોય અને થોડું આવું પણ હોય-એવો માર્ગ હોય એવી કલ્પના ન કરીશ, શ્રદ્ધા બરાબર કરજે. શ્રદ્ધાગુણ અને ચારિત્રગુણ બંને જુદા છે. તેથી ચારિત્ર ન બની શકે તો તું નાસીપાસ થઈ શ્રદ્ધામાં ફેરફાર કરીશ નહિ. અંદર પરિણતિરૂપે જો સ્વાનુભૂતિદશા ન આવે તો પ્રયત્ન કરજે, પણ સ્વાનુભૂતિ કોઈ વસ્તુ નથી, એમ માનીશ નહિ. માર્ગ તો જે છે તે જ છે. ન બની શકતું હોય તો તુ શ્રદ્ધા બરાબર કરજે, પ્રયત્ન કરજે. ૪૪. પ્રશ્ન- આજના મહામંગળ આ૫ આશીર્વચન આપો. સમાધાન- બધાએ જીવનમાં એક ધ્યેય રાખવાનું-જ્ઞાયક આત્મા કેમ ઓળખાય? જીવનમાં જે નિર્ણય કર્યો છે તે નિર્ણયની દઢતાથી આગળ જવાનું છે. અંદર પુરુષાર્થ કરવો, ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો, શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુની અને અંદરમાં જ્ઞાયકદેવની આરાધના-મહિમા કરવી. બસ બીજા બધા વિભાવભાવોને ગૌણ કરી દેવા અને જ્ઞાયકદેવને મુખ્ય કરીને જીવન ગાળવું. બસ તે એક જ ધ્યેય રાખવું. જે ધ્યેય નક્કી કર્યું છે કે આ રીતે જીવન ગાળવું તે એક જ ધ્યેયની દઢતાથી આગળ જવાનું છે. શાસ્ત્ર-સ્વાધ્યાય, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા અને અંદર શુદ્ધાત્મા કેમ ઓળખાય તે ધ્યેયની દઢતા રાખવી. હું તો એક જ કહું છું અને તે એક જ કરવાનું છે કે એક આત્માને ઓળખો. બસ, તેમાં બધું આવી જાય છે. દેવ-શાસ્ત્ર-ગુરુના સાન્નિધ્યમાં રહીને તેમની અને આત્માની આરાધના કરવી. બસ, આ જ કરવાનું છે. લૌકિક જીવન જુઓ ને! કેવાં જાય છે? આ જીવન જે આત્મા માટે ગાળ્યું તે યથાર્થ જીવન છે, બાકી સંસારનાં બધાં લૌકિક જીવન નકામાં છે. લૌકિકમાં તો આખો દિવસ ખાવું, પીવું, વ્યવહાર રાખવા તે બધું હોય છે. તે બધું જીવન તે જીવન નથી. મનુષ્ય જીવનમાં શાયકનું ધ્યેય હોય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬] [સ્વાનુભૂતિદર્શન અને દેવ-શાસ્ત્ર-ગુરુનું સાન્નિધ્ય મળે તેમાં જીવન જાય તો તે સફળ જીવન છે. બાકી તે વિના બધા જીવન સાવ નિષ્ફળ, તુચ્છ ને સૂકા છે. તે જીવન આદરવા યોગ્ય નથી. એક શુદ્ધાત્મા આદરવા યોગ્ય છે. તેથી જે જીવનમાં આત્માનું કાંઈ કર્યું નહિ, શુદ્ધાત્માનું ધ્યેય રાખ્યું નહિ, તેની આરાધના કરી નહિ, તથા દેવશાસ્ત્ર-ગુરુની મહિમા કરી નહિ તે જીવન નકામું છે. પદ્મનંદી આચાર્યદેવે કહ્યું છે કે તે ગૃહસ્થાશ્રમ શું કામનો ? કે જે ગૃહસ્થાશ્રમમાં ગુરુના પગલાં નથી, ગુરુનાં આહારદાન નથી, જિનેન્દ્રદેવનાં દર્શન નથી, તેમ જ શાસ્ત્ર-સ્વાધ્યાય નથી. તે ગૃહસ્થાશ્રમને પાણીમાં બોળી દેજે એમ આચાર્યદેવે કહ્યું છે. ૪૫. પ્રશ્ન- આપે પહેલાં કહેલ કે ઉદાસીનપણે રહેવાનો રસ આવવો જોઈએ, જ્ઞાતાદષ્ટા રહેવામાં રસ આવવો જોઈએ. તો તેનો પ્રયોગ શું? સમાધાન- આત્મા અને તેનો સ્વભાવ જે નિવૃત્તસ્વરૂપ છે તેનો પોતાને રસ હોવો જોઈએ એમ થતાં આત્મા તે રૂપે પરિણમન કરે તો એવી નિવૃત્તિ પરિણતિ થાય અને જ્ઞાયકનું બળ વધવાથી કર્તાપણું છૂટે. હું બસ ઉદાસીન જ્ઞાયક છું. હું કોઈનું કાંઈ કરી શકતો નથી. વિભાવમાં જોડાઈ જવાય છે, પણ હું જ્ઞાયક છું. આ વિભાવ મારો સ્વભાવ નથી, હું તો જાણનારો છું,-જ્ઞાતાપણે રહેનારો છું. આમ જ્ઞાયક સ્વભાવની જેને દઢતા હોય કે હું તો જ્ઞાયક જ છું અર્થાત્ જ્ઞાતાપણાનો જેને રસ હોય છે અને જેને ઉદાસીન રહેવાની રુચિ હોય,ઉદાસીનતામાં રસ હોય, તે નિવૃત્તપણે રહી શકે. જીવને અનાદિનો કબુદ્ધિનો એટલો બધો રસ લાગ્યો છે કે હું કરું, આ મેં કર્યું એમ થાય છે. તે રસની અંદર તેને જ્ઞાતા થઈને નિવૃત્ત રહેવું કે હું કાંઈ કરી શકતો નથી, તે મુશ્કેલ પડે છે. જ્ઞાયકનો જેને રસ હોય, મહિમા હોય તે અંદરની મહિમાથી નિર્ણય કરે-શ્રદ્ધા કરે તો નિવૃત્ત પરિણતિ પ્રગટ કરી શકે છે. વિકલ્પ વખતે પણ જ્ઞાયક રહેવાનો રસ હોય, તેવી જેને અંદરની શાયકની નિવૃત્તદશા રુચતી હોય તે ઉદાસીન રહી શકે છે. જેને કર્તુત્વબુદ્ધિ રચતી હોય તે ઉદાસીન રહી ન શકે. તેણે વિચારથી તો નક્કી કર્યું હોય કે હું કર્તા નથી, જ્ઞાતા છું. પણ અંદરથી જ્ઞાયકની મહિમાનો રસ હોય તો તેને શાયકની વારંવાર ભાવના અને જિજ્ઞાસા થાય, અને તો તેને તેવી પરિણતિ પ્રગટ થાય. કાંઈ કરવું નહિ એવી નિવૃત્ત દશા જેને ગમતી હોય, રુચતી હોય તે અંદર રહી શકે. પછી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૪૭ બહારનાં અમુક કાર્યોમાં તે જોડાય, પણ અંદરથી એકત્વબુદ્ધિ છૂટી જાય. આવી જાતની નિવૃત્તમય પરિણતિ જ તેને રુચે તો અંતરમાં પ્રવૃત્તિમાંથી રસ ઊડી જાય. અશુભથી બચવા શુભભાવ આવે તે જુદી વાત છે, પણ અંતરમાંથી આત્માનો નિવૃત્તમય સ્વભાવ છે તેમાં આનંદ આવવો જોઈએ. સ્વભાવ પરિણતિમાં આનંદ આવે, અંદર રહેવામાં રસ આવે, કર્તા થવામાં રસ છૂટી જાય ને જાણનાર રહેવામાં રસ આવે કે હું તો જાણનાર-ઉદાસીન જ્ઞાયક છું. પર પદાર્થનું હું કાંઈ કરી શકતો નથી, તેના કોઈ ફેરફારો કરી શકતો નથી. તે જાણનાર હોવા છતાં અમુક રાગને લઈને કાર્યમાં જોડાય, તો પણ એની મર્યાદા હોય છે. પોતાને ભૂલીને પરમાં, વિભાવમાં જોડાઈ જાય એવું ન થાય. જ્ઞાયકતાની, ઉદાસીનતાની મર્યાદામાં જ રહે છે. કબુદ્ધિમાં જીવને એટલું બધું પરની સાથે એકત્વ થઈ જાય છે કે પોતાનું જ્ઞાયકપણું ભૂલી જાય છે. તેથી તો આચાર્યદેવે આખો કર્તા-કર્મ અધિકાર જુદો લીધો છે તથા ગુરુદેવે પણ કર્તા-કર્મ અધિકારનો બહુ જ ખુલાસો કર્યો છે. કર્તા બુદ્ધિના રસમાં કાંઈ કરવું નહિ એવી જાતની શ્રદ્ધા કરવી મુશ્કેલ પડે છે, આમાં એકકોર બેસી જવું એમ નહિ પરંતુ અંદરથી શ્રદ્ધામાં પલટો ખાવાની વાત છે. ૪૬. પ્રશ્ન- જ્ઞાનીનું જ્ઞાન નિર્વિકલ્પપણે કામ કરે છે ? સમાધાનઃ- જેમ શ્રદ્ધા કામ કરે છે તેમ જ્ઞાન પણ સહજ કામ કરે છે. તેને વિકલ્પ ઉઠાવવો પડતો નથી. શ્રદ્ધા પણ એમ જ કામ કરે છે અને જ્ઞાનધારા પણ એવી નિર્વિકલ્પપણે કામ કરે છે. નિર્વિકલ્પ એટલે સ્વાનુભૂતિની જે નિર્વિકલ્પતા તે નહિ, પણ તેની પરિણતિ તે જાતની થઈ જાય છે. એટલે કે તેને રાગનો વિકલ્પ કરી-કરીને જ્ઞાતાપણે રહેવું પડે તેમ નથી, પણ સહજ પરિણતિ છે. જેમ એક્વબુદ્ધિની પરિણતિ સહજ છે, તેને કાંઈ વિકલ્પ કરીને રાખવી પડતી નથી; તેમ જ્ઞાનીને પણ પોતાનો સ્વભાવ છે એટલે જ્ઞાતાપણું સહજ રહે છે. ૪૭. પ્રશ્ન- પંચમકાળમાં આવા ગુરુ મળવા મુક્લ છે, મહુભાગ્ય કે આવા ગુરુ મળી ગયા. સમાધાન - પંચમકાળમાં સાચા ગુરુ મળવા જ મુશ્કેલ છે. તેમાં વળી આવી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮]. [સ્વાનુભૂતિદર્શન રીતે સમજાવનારા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. એકની એક વાત વારંવાર કેટલીવાર સમજાવતા ! આવા ગુરુ મળવા બહુ મુશ્કેલ છે. શાસ્ત્રમાં આવે છે ને? કે ધોબીને ત્યાંથી વસ્ત્ર લાવીને ઓઢીને સૂઈ ગયો. તેને વારંવાર કહે કે આ વસ્ત્ર મારું છે, મને આપી દે, મને આપી દે, આ મારું છે-એમ વારંવાર, વારંવાર કહે ત્યારે તેને ઘડ બેસે કે સાચેસાચ આ વસ્ત્ર મારું નથી. તેમ ગુરુદેવ વારંવાર કહેતા કે આ જ્ઞાયક આત્મા તું છે, શરીર તું નથી, વિભાવ તું નથી. તે આત્મા, જ્ઞાતા છો, તું કર્તા નહિ. આ શરીર તારું નથી, શરીર તું નથી. આમ કેટલીયે વાર કહે ત્યારે ઘડ બેસે. ગુરુદેવે કેટલાં વર્ષો સુધી કહ્યું, વારંવાર કહ્યું. આવો ઉપદેશ દેનારા ગુરુ શિષ્યોને મહાભાગ્ય મળે છે. આચાર્યદવ કહે છે કે જીવ મોહમાં ટકે છે તે આશ્ચર્ય છે. મોહમાં તું કેમ રહે છે? મોહ વગરનો આત્મા મોહમાં ઊભો છે, એ આશ્ચર્ય છે. ૪૮. પ્રશ્ન- શું આત્માને ઓળખ્યા વિના રાગ-દ્વેષ છૂટે નહિ? સમાધાન:- પહેલાં સ્વભાવની પ્રતીતિ કરે તો રાગ-દ્વેષ ભિન્ન પડે, તે પહેલાં ભિન્ન વાસ્તવિકપણે કેવી રીતે પડે? બાહ્ય વૈરાગ્યપૂર્વક તેને મોળા પાડે કે આ સારાં નથી, આ રાગ-દ્વેષ કરવા જેવા નથી. પણ તે રીતે વાસ્તવિક ભિન્ન પડતા નથી, સ્વભાવને ઓળખે તો જ રાગ-દ્વેષ ભિન્ન પડે છે. જે પાત્ર આત્માર્થી હોય જેને આત્માનું પ્રયોજન હોય–તેને વધારે પડતા અર્થાત્ પોતાને શોભે નહિ તેવા કષાયો ન હોય પણ કષાયની ઉપશાંતતા અને વૈરાગ્ય એ બધું હોય. મારે આત્માનું જ કરવું છે. આ રાગ-દ્વેષ કાંઈ રાખવા જેવા નથી એમ આત્માનું પ્રયોજન સાધવા માટે વૈરાગ્ય કરે તો રાગ-દ્વેષ મોળા પડે, પણ ભેદજ્ઞાન કર્યા વગર તે ભિન્ન પડતા નથી. પહેલાં પાકી શ્રદ્ધા (નિર્ણય) કરે કે હું જ્ઞાયક-જાણનારો જ છું. શુભાશુભ ભાવ મારું સ્વરૂપ નથી. શરીર જુદું અને આત્મા જુદો છે. આ શરીર કાંઈ જાણતું નથી. હું અંદરમાં એક જાણનારું તત્ત્વ અનાદિ-અનંત શાશ્વત છું. આ રીતે તે જાણનાર તત્ત્વનો નિર્ણય બરાબર કરવો જોઈએ. જોકે તેને અશુભથી બચવા વચ્ચે દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા આવે, તો પણ મને એક આત્મા કેમ ઓળખાય? તે પ્રયોજન તેનું હોવું જોઈએ. પ્રથમ આત્માની મહિમા આવવી જોઈએ કે આ બધું બહારનું સારભૂત વસ્તુ નથી, સારભૂત તો એક આત્મા જ છે. એમ મહિમા-નિર્ણય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૪૯ અંતરમાંથી થવો જોઈએ. પહેલાં એકદમ લીનતા ન થાય, પહેલાં શ્રદ્ધા થાય ને પછી લીનતા થાય. તો રાગ-દ્વેષ છૂટે. ૪૯. પ્રશ્ન:- ભાવકર્મનો નિરોધ કેવી રીતે થાય? સમાધાનઃ- મૂળ ભાવકર્મ જ કર્મ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મને લઈને બંધાયા કરે છે. જો ભાવકર્મનો નિરોધ થાય તો દ્રવ્યકર્મનો નિરોધ થાય જ છે. અનાદિકાળથી તે બધાં કર્મનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે, પણ કર્મનો નાશ કરવાનો જે સાચો ઉપાય છે તેને ગ્રહણ કરતો નથી. તું બહારથી બધું કર્યા કર તેનાથી કાંઈ કર્મનો નાશ થતો નથી, ઊલટાનું કર્મ બંધાયા કરે છે. તું શુભભાવો કર્યા કરે છે, પણ તે શુભભાવથી કર્મનો નાશ ન થાય, પુણ્ય બંધાય અર્થાત્ દ્રવ્યકર્મ તો એમ ને એમ બંધાયા જ કરે. જ્યાં સુધી ભાવકર્મનો નાશ થતો નથી, ત્યાં સુધી દ્રવ્યકર્મનો નાશ થતો જ નથી. શાસ્ત્રમાં આવે છે ને? કે અજ્ઞાની જે કર્મ લાખ-ક્રોડ ભવે ખપાવે છે તે કર્મ જ્ઞાની એક ઉચ્છવાસ માત્રમાં ક્ષય કરે છે. અજ્ઞાની અશુભમાંથી શુભભાવમાં ઊભો રહે છે પણ એથી તો ભાવકર્મ એમ ને એમ ઊભાં રહે છે અને ભાવકર્મ ઊભાં રહે છે એટલે દ્રવ્યકર્મનો નાશ થતો નથી, ખરી રીતે તેને નિર્જરા થતી નથી. અશુભ ભાવની નિર્જરા થાય તે વાસ્તવિક નિર્જરા નથી. માત્ર શુભભાવ કરવાથી કર્મનો આસ્રવ રોકાતો નથી. અંદર ભાવકર્મનો નિરોધ કેવી રીતે થાય તેનો ઉપાય માટે ૫૨મ ગુરુનો (સત્ પુરુષનો ) આશ્રય લેવો. સકળ મોહ-રાગ-દ્વેષનો ક્ષય કરવો હોય તો પરમ ગુરુનો આશ્રય લેવો. ૫૨મ ગુરુ તને માર્ગ બતાવશે કે ભાવકર્મનો નિરોધ કેમ થાય ? અંદરમાં તું ચૈતન્યદેવને ગ્રહણ કર અને જે આ ભાવકર્મનો ઉદ્દભવ થાય છે તેનાથી તું જુદો પડ. જે આ ભાવકર્મ-વિભાવભાવો થાય છે તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી જુદો જ્ઞાયક છું-એવા જ્ઞાયકદેવને ગ્રહણ કર તો ભાવકર્મનો નિરોધ થશે. તું ચૈતન્યની પરિણતિ-ચૈતન્યનું કાર્ય પ્રગટ કર, તો ભાવકર્મની ક્રિયા તારાથી જુદી પડશે. ભાવકર્મથી ભેદજ્ઞાન કર કે હું જુદો છું. ચૈતન્યના કર્તા-કર્મક્રિયા બધું મારામાં છે, ભાવકર્મ મારું સ્વરૂપ નથી. આ રીતે તેનાથી જુદો પડ. ભાવકર્મનો નિરોધ ક્યારે થાય? કે જ્યારે ચૈતન્યની પરિણતિ પ્રગટ કરે ત્યારે. જ્ઞાયકદેવની જો જ્ઞાયકરૂપે પરિણતિ થાય અને ભાવકર્મ મારું સ્વરૂપ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦] [સ્વાનુભૂતિદર્શન નથી એમ તેનાથી જુદો પડે તો અનંતાનુબંધીનાં જે ભાવકર્મ થાય છે તે બધાં તૂટી જશે ને એ જાતનાં દ્રવ્યકર્મ પણ તૂટી જશે. પછી અલ્પ અસ્થિરતાનાં ભાવકર્મ રહેશે તે પણ ધીરે-ધીરે તૂટી જશે. માટે તું ભાવકર્મથી જુદો પડ કે હું જુદો છું એટલે કે ભાવકર્મથી તું ભેદજ્ઞાન કર, તેનાથી જુદો પડે. જેનાથી તું એકમેક થઈ ગયો છે તેનાથી છૂટો પડી જા, અને છૂટો પડીશ તો તે તૂટશે. ભાવકર્મનો વિરોધ થતાં, ભાવકર્મના નિમિત્તથી જે દ્રવ્યકર્મ બંધાતાં હતાં તે બંધાતાં જ નથી. માટે ભાવકર્મ કેમ છૂટે તેનો પુરુષાર્થ કર. જ્ઞાયકની જ્ઞાયકરૂપે પરિણતિ કર. અને ભાવકર્મ સાથે તારી એકમેક ગાંઠ બંધાઈ ગઈ છે તે ગાંઠને છૂટી પાડી દે, તો તે ઢીલા પડી જશે. તે ઢીલા પડવાથી અમુક જાતનાં ભાવકર્મ તો આવશે જ નહિ. પછી જે કોઈ થોડાં રહેશે તે પણ છૂટી જશે. માટે તું ચૈતન્યદેવને અંદર પ્રગટ કર. ભાવકર્મ તોડવાનો ઉપાય જ્ઞાયકદેવ છે. જ્ઞાયકદેવ જાગ્યા તો ભાવકર્મ તૂટી ગયાં. જ્ઞાયકદેવ સર્વ રીતે બળવાન છે. જ્ઞાયકદેવ જો જાગૃત થાય તો ભાવકર્મ તૂટી જાય. માટે જ્ઞાયકદેવને અંતરથી પ્રગટ કરતાં બધા મોહ-રાગ-દ્વેષ તૂટી જશે. પ૦. પ્રશ્ન- જ્ઞાયકદેવ પ્રત્યે અર્પણતા કેવી રીતે આવે ? સમાધાન- દ્રવ્યને બરાબર ઓળખે કે હું ચૈતન્ય શાશ્વત અનાદિ અનંત જ્ઞાયક છું. આમ જ્ઞાયકનું સ્વરૂપ ઓળખીને જ્ઞાયકની મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય છે. જિનેન્દ્રદેવ જગતમાં સર્વોત્કૃષ્ટ છે, ગુરુ આત્માની સાધના કરી રહ્યા છે તથા વાણી વરસાવે છે અને શાસ્ત્ર માર્ગ બતાવે છે. આવું જાણીને તેની જેમ મહિમા આવે છે તેમ આત્માની મહિમા આવે તો તેમાં પણ અર્પણ થઈ જવાય છે. જ્ઞાયક કેવો છે! તે અનંતગુણથી ભરપૂર કોઈ અનુપમ આશ્ચર્યકારી તત્ત્વ છે. તે અનાદિ-અનંત છે. ગમે તેટલા ભવો કર્યા તો પણ જ્ઞાયક આત્માની અંદર એક અંશ પણ વિભાવ પેઠો નથી કે મલિનતા થઈ નથી. આવો શાશ્વત જ્ઞાયક આત્મા કોઈ અદ્દભુત આશ્ચર્યકારી છે. તેનો કોઈ નાશ કરી શકતું નથી કે તેને કોઈ ઉત્પન્ન કરી શકતું નથી. સ્વાનુભૂતિમાં પકડાય તેવો આત્મા જ્ઞાનથી-તેના લક્ષણ દ્વારા ઓળખી શકાય છે. આ રીતે આત્મા જ જગતમાં સર્વોત્કૃષ્ટ છે એમ તેની મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય છે. તેને તેમ જ થાય કે મારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ [૫૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] હવે જ્ઞાયકદેવ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. આ જગતમાં બીજું જે કાંઈ છે તે સારભૂત નથી, તુચ્છ છે. હું મારા શાયકદેવને ઓળખું, તેને નીરખ્યા કરું, તેની મહિમા કરું, તેનું પૂજન કરું-આમ જ્ઞાયકદેવની મહિમા આવે તો તેને અર્પણ થઈ જવાય છે. જ્ઞાયકદેવની મહિમા આવ્યા વગર મુક્તિનો માર્ગ પ્રગટ થતો નથી. તેને ઓળખીને, શ્રદ્ધા કરીને તેની લીનતા કરવાથી સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. આ માટે બીજેથી રાગ તૂટીને વિરક્તિ આવે તો જ અંતરમાં આવી શકે છે. પૂજ્ય ગુરુદેવની વાણીમાં આવે છે ને કે “તું પરમાત્મા છો; તું પરમાત્મા છો એમ નક્કી કર' ગુરુદેવે જે કહ્યું છે તે જ કરવાનું છે. જ્ઞાયકદેવની મહિમા કરી તેને દ્વારે ટહેલ મારવી. પ૧. પ્રશ્ન:- જ્ઞાયકદેવની કેવી ભક્તિ આવે તો જ્ઞાયકદેવ પ્રગટ થાય ? સમાધાનઃ- જ્ઞાયકનું જ્ઞાન અને મહિમાપૂર્વક જ્ઞાયક...જ્ઞાયક...મને જ્ઞાયક જ જોઈએ છે, મારે જ્ઞાયક સિવાય બીજું કાંઈ જોઈતું નથી. જ્ઞાયકની એવી ભક્તિ અંદરથી આવવી જોઈએ. જાગતાં જ્ઞાયક, સૂતાં જ્ઞાયક, ખાતાં-પીતાં, ઊઠતા-બેસતાં મારે જ્ઞાયક જ જોઈએ છે. મારે જ્ઞાયકદેવની મહિમા, ભક્તિ-સ્તુતિ કરવી છે, જ્ઞાયકને દેખવો છે, જ્ઞાયકનાં દર્શન કરવાં છે. હું જ્ઞાયકને જ જોયા કરું, જ્ઞાયકના ગુણ-ગ્રામ ગાઉં, જ્ઞાયકની પૂજા કરું એવી ભક્તિ હોય તો જ્ઞાયકદેવ પ્રગટ થયા વિના રહે નહિ. જેમ જિનેન્દ્રદેવ અને ગુરુને ઓળખીને નક્કી કરે કે આ દેવ છે ને આ સાચા ગુરુ છે પછી ભગવાનના દ્વારે જાય તો તેને એમ થાય કે મારે ભગવાનના દર્શન કરવાં છે, સ્તુતિ-પૂજા કરવી છે, એવી રીતે ગુરુનાં દર્શન કરું, ગુરુને જોયા જ કરું, ગુરુદેવની વાણી સાંભળ્યા કરું. પરીક્ષા કરીને નક્કી કર્યું હોય તો પછી સ્તવન- ગુણગ્રામ કરે ને દેવ-ગુરુ શું કહે છે તેનો આશય સમજવા પ્રયત્ન કરે. તેમ પ્રથમ આ જ્ઞાયક જ છે એમ લક્ષણથી ઓળખીને નક્કી કરે અને પછી તેની ભક્તિ-સ્તુતિ કરે તો જ્ઞાયકની ભક્તિ સાચી કહેવાય. (આ રીતે ) જ્ઞાયકની પાછળ પડે તો પ્રગટ થયા વગર રહે જ નહિ. સાચો ભક્તિમાર્ગ આ છે. દેવ-શાસ્ત્ર-ગુની ભક્તિ સાથે જ જ્ઞાયકની ભક્તિ આવવી જોઈએ. દેવ ગુરુની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર] [ સ્વાનુભૂતિદર્શન સાચી ભક્તિ કોને કહેવાય? કે તેમાં જ્ઞાયકની ભક્તિ ભેગી આવે. એકલી બાહ્ય ભક્તિ તે સાચી ભક્તિ નથી. જ્ઞાનપૂર્વક ભક્તિ હોવી જોઈએ. પર. પ્રશ્ન- જ્ઞાનીને શુભ રાગ આવે છે તેમાં ખટક લાગે છે તો શુભ રાગમાં તે જોડાય છે કે નથી જોડાતો ? સમાધાનઃ- જ્ઞાની શુભરાગમાં જોડાય છે, ત્યારે પણ ભેદજ્ઞાન વર્તે છે. પોતાના પુરુષાર્થની નબળાઈને લઈને રાગમાં જોડાઈ જવાય છે, અર્થાત્ અંદર લીન નથી થવાતું એટલે શુભરાગમાં જોડાય છે. પણ તે શુભરાગ આવે છે તેની સાથે સાથે ભેદજ્ઞાનની ધારા વર્તે છે, તેથી જ્ઞાયક જુદો રહે છે. જ્ઞાની શુભરાગમાં એવો તન્મય નથી થતો કે જ્ઞાયકને ભૂલી જાય. જ્ઞાયકપણે જુદો રહીને શુભરાગ આવે છે. આ શુભરાગ આવે છે, પણ હું તો જુદો જ છું. તે વિભાવ તરફનો ભાગ છે અને મારા જ્ઞાયકનો ભાગ-મારા સ્વઘરનો ભાગ-તેનાથી જુદો છે. આ શુભરાગ વિભાવનું ઘર છે, તે મારાથી જુદું છે-એમ જ્ઞાનીને બરાબર જ્ઞાન છે માટે રાગથી જુદો રહે છે, એકત્વ થતો નથી ને આકુળ-વ્યાકુળ પણ થતો નથી. તેને બીજાં કરતાં ઉત્સાહ ઘણો દેખાય, પણ અંતરમાં જુદો જ રહે છે. તેમાં એવો એકત્વ અને તન્મય થતો નથી કે પોતાને ભૂલી જાય. જુદો રહે છે, છતાં હું જુદો-હું જુદો એમ ઘડીએ ઘડીએ વિકલ્પ નથી કરતો, પણ તેની ધારા જ જુદી વર્તે છે. પ૩. પ્રશ્ન- શાયકના જે સંસ્કાર પડે છે તે એકવાર જરૂર જવાબ દેશે ? સમાધાન - ગુરુદેવે દેશના આપી અને જ્ઞાયકના જે સંસ્કાર પડ્યા તે અંદરથી છૂટતા નથી. પોતાની ભાવના હોય અને તે તરફ પોતાની પરિણતિ જાતી હોયતેને ઇચ્છતો હોય તો તે પ્રગટ થયા વગર રહે નહિ. પોતે જ છે, કોઈ બીજો નથી. પરદ્રવ્યની ઇચ્છા હોય તો તે પોતાના હાથની વાત નથી, પણ આ તો સ્વદ્રવ્ય પોતે જ છે. પોતે જ સ્વદ્રવ્યને ઇચ્છતો હોય તો તે પ્રગટ થયા વગર રહે જ નહિ. એક શુભભાવ આવે તેનાં એવાં પુણ્ય બંધાય છે કે તેનાથી જે પર છેબહાર છે એવા દેવ-શાસ્ત્ર-ગુરુ પણ મળી આવે છે, તો પછી અંતરની સાચી ભાવના હોય તો જ્ઞાયકદેવ કેમ મળી ન આવે !! સાચી ભાવના ફળ્યા વગર રહેતી જ નથી. લૌકિક ઇચ્છા હોય તે જુદી જ વાત છે, તે પાપની વાત છે. તે પ્રમાણે બહારમાં ન પણ મળે. શુભભાવમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૫૩ પણ પોતાનો અધિકાર તો નથી જ, તો પણ બહારમાં તેનું ફળ આવે જ છે, તો શાયકની સાચી ભાવના ફળ્યા વગર કેમ રહે?-ફળે જ. ૫૪. પ્રશ્ન- ગુરુદેવ શું બધાને પરમાત્મા જ કહેતા હતા? શું જીવ પામર નથી ? સમાધાન - ગુરુદેવ કહે છે કે તું પરમાત્મા છો, પામર નથી. ગુરુદેવ બધાને ભગવાન જ કહેતા હતા. દ્રવ્ય કાંઈ પાર નથી, પૂર્ણ ભરેલું છે. તેથી પરમાત્મા જ છે. અને તે પરમાત્મામાંથી પરમાત્માપણું આવે છે. પામરતા છે એ તો પર્યાય અપેક્ષાએ છે. જે ભાવનાવાળો હોય છે એમ કહે કે પ્રભુ! તમે અમને-પામરને પ્રભુ બનાવ્યો છતાં પણ, પોતામાં પ્રભુતા ભરી છે તેમાંથી પ્રભુતા આવે છે. ૫૫. પ્રશ્ન- બારમાં દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે કોઈ વિરોધ કરે તે ટાઈમે શાંતિ ક્યાંથી રહે ? સમાધાન:- આત્માનું જેને પ્રયોજન સાધવું છે તે અમુક જાતની મર્યાદા બહાર જાતો જ નથી. તેને વિભાવ પરિણતિ જોતી જ નથી. જેનું પ્રયોજન આત્મા સાધવો છે, જેને આત્માની લગની લાગી છે તે આત્માર્થી, તેને વિભાવ પરિણતિનું એકત્વપણું હજી છૂટયું નથી તો પણ, મર્યાદા બહાર જતો જ નથી. એ તો જ આત્માને સાધી શકે છે, આત્મા મળે છે. નહિ તો આત્મા કયાંથી મળે? આત્માનું પ્રયોજન ન હોય તો તેને આત્મા કયાંથી મળે? અમુક પાત્રતા તો હોવી જ જોઈએ. બધાએ વિચારો ફેરવીને શાંતિ રાખવી. પ૬. પ્રશ્ન- શરીર કામ કરતું નથી, અહીંયાં રહી શકાતું નથી. તો શું કરવું? સમાધાનઃ- ગુરુદેવે ઘણું કહ્યું છે. આત્માનું જ કરવાનું છે. શરીર ક્યાં આત્માનું છે? રોગ-વેદના આત્મામાં નથી, તેનાથી જુદો આત્મા છે. હું જાણનારો છું, રોગ થાય તે મારામાં નથી. શરીર ઉપર રાગ છે એટલે તેમાં એકત્વબુદ્ધિએ જોડાઈ જવાય છે, પણ શાંતિ રાખવી. ભેદજ્ઞાન કરવાનો પ્રયત્ન કરવો કે હું જાણનારો, સદાય જુદો જ છું. બહારના ઉદય આવે તે પોતાનું સ્વરૂપ નથી. તેમાં શાંતિ રાખવી. ગુરુદેવે કહ્યું તે તત્ત્વના વિચારો કરવા, આત્માનું સ્વરૂપ વિચારવું ને દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવા. હું જ્ઞાયક છું. રોગ જુદો ને હું જુદો. આકુળતા થાય, પણ હું તો આત્મા છું. આ રોગ મારું સ્વરૂપ નથી, એમ વિચારી શાંતિ રાખવી અને વારંવાર જ્ઞાયક આત્માને યાદ કરવો. રોગ તો શરીરમાં આવ્યા કરે, તે આત્મામાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪] [સ્વાનુભૂતિદર્શન આવતો નથી. તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી. બધા ઉદય આવે, પણ આત્મા તો જુદો જ છે-આમ ગુરુદેવે કહ્યું તે વાકયો યાદ કરવાં. સનતકુમાર ચક્રવર્તીને પણ રોગ થયો હતો. તેઓ મુનિ થયા ને અંદર આત્મામાં લીન રહેતા હતા. દેવોએ કહ્યું કે રોગ મટાડી દઉં? પોતાને લબ્ધિ હતી કે ઘૂંક ચોપડે તો રોગ મટે, તો પણ તેમ ન કર્યું. રોગ તો ગમે તેને આવે. ઉદય તો ઉદયનું કામ કરે, હું તો જ્ઞાયક જાણનારો જુદો છું. મુમુક્ષુ- સત્સંગની ઇચ્છા રહે છે પણ બહાર જઈ શકાતું નથી, મૂંઝવણ થઈ જાય છે. બહેનશ્રી:- ઘરમાં બેઠાં જે થાય તે કરવું. ઘરમાં બેઠાં બેઠાં પણ થઈ શકે છે. સત્ સંગ કરવાની-સાંભળવાની ઇચ્છા થાય, પણ તે ન બને તો ઘરમાં બેઠાં પણ થાય છે-ભાવ સારા રાખી શકાય છે. વાંચન આદિ જે થાય તે કરવું. શરીર કામ ન કરે ત્યાં શું સુધી થાય? ઘરમાં બેઠાં કરવું. દેવ-શાસ્ત્ર-ગુરુના સાન્નિધ્યમાં આવવાની ઇચ્છા થાય, પણ ન જવાય ત્યાં શું થાય ! અંદર આત્મામાં સારા વિચારો કરવા, મૂંઝાઈ જવાય તો વારંવાર વિચારો ફેરવવા, અને શાંતિ રાખવી. પ૭. પ્રશ્ન- પોતાને અનુભવ થયો નથી, તો આ મંદ કષાય છે આત્મશાંતિ નથી એવો ભેદ પાડી શકે ? સમાધાન:- ભેદ પાડી શકે. જે સાચો આત્માર્થી હોય, જેને આત્મા ગ્રહણ કરવો છે તે ભેદ પકડી શકે છે. જો ભેદ ન પકડી શકે તો તેની દષ્ટિ બરાબર નથી. જે ભેદ પકડી શકતો નથી તે ખોટામાં કલ્પના કરે છે-મંદ કષાયમાં સંતોષ માને છે. પણ જેને ખરી લાગી હોય તેને મંદ કષાયમાં સંતોષ આવે નહિ. જ્યાં સુધી અંતરમાંથી શાંતિ ન આવે, અંદરમાંથી છૂટો પડેલો ભાસે નહિ અને અંતરમાંથી આકુળતા તૂટે નહિ ત્યાં સુધી સાચી શાંતિ આવતી નથી, છતાં જો મંદ કષાયમાં શાંતિ માની લે તો તેને યથાર્થ જિજ્ઞાસા જ નથી. જેને સાચી જિજ્ઞાસા હોય તે ક્યાંય ભૂલ ખાતો નથી અને અટકતો નથી. તેને મંદ કષાયમાં સંતોષ આવતો જ નથી. મને હજી કાંઈ થયું જ નથી તેમ તેને લાગે. અંદરમાંથી જુદી દશા ભાણવી જોઈએ તે ભાસી નથી-જુદી દશા આવી નથી–તેને સંતોષ આવે જ નહિ. જો સંતોષ આવી જાય અને થોડામાં ઘણું માની લે તો તેને પુરુષાર્થની મર્યાદા આવી જાય છે. સાચા આત્માર્થીને પુરુષાર્થની મર્યાદા આવે જ નહિ. તેને એમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ ૫૫ થાય કે હજી અંદરમાં કરવાનું બાકી છે, હજી અંતરમાંથી શાંતિનો પલટો આવવો જોઈએ તે આવ્યો જ નથી. ભલે મંદ કષાય હોય, પણ અંદર કાંઈ ભાસતું જ નથી. શાંતિ લાગે છે, પણ આત્માનું કોઈ જુદું સ્વરૂપ ભાસ્યું નથી. આમ સાચો આત્માર્થી હોય તે સંતોષ માને જ નહિ. મુમુક્ષુઃ- જેને અનુભવ થયો તે ભેદ પાડી શકે; પણ જેને અનુભવ થયો નથી તે છેતરાઈ ન જાય? તેને તો એમ થાય કે સાક્ષાત્ અનુભવ થયો છે. બહેનશ્રી - સાચો જિજ્ઞાસુ હોય તેને મંદ કષાયની શાંતિ હોય તો પણ અંદર સંતોષ ન આવે. અંદરમાંથી જે આકુળતા છૂટવી જોઈએ તે છૂટી નથી ને અંદરમાં કાંઈ ભાસતું નથી. તેથી સાચો આત્માર્થી હોય તે છેતરાય નહીં. તેને તો મારી હજી કાંઈ ભૂલ થાય છે તેમ થયા કરે. મુક્તિના માર્ગની જે વાત આચાર્યો, મહાપુરુષો, જ્ઞાનીઓ, તથા ગુરુદેવ કરે છે અને શાસ્ત્રમાં આવે છે એવી જાતનું અંદરમાં લાગતું નથી. તેથી તેને સંતોષ ન આવે. પોતાને અનુભવ નથી, પણ શાસ્ત્રમાં વાંચ્યું હોય ને ગુરુ પાસે સ્વાનુભૂતિની અને ભેદજ્ઞાનની બધી વાતો સાંભળી હોય તે ઉપરથી અંતરમાંથી તેવી જાતનો ઉલ્લાસ કે શાંતિ નથી અથવા તો માર્ગ આ જ છે તેવી જાતનો જોરદાર નિર્ણય આવવો જોઈએ તે આવતો નથી માટે મારી કાંઈક ભૂલ છે એમ ભેદ પાડી શકે છે–સાચો જિજ્ઞાસુ-આત્માર્થી હોય તે થોડા પુરુષાર્થમાં અટકી ન જાય. તેને એમ થાય કે મંદ કષાયમાં અટકી જવાથી મારી ભૂલ થાય છે, તેને ખટક રહ્યા જ કરે છે, એટલે તે અટકે જ નહીં, બાકી જેને થોડામાં માની લેવું હોય અથવા મેં ઝટ કરી લીધું ને હવે મને થઈ ગયું એવી કલ્પના કરવી હોય તે સંતોષાઈ જાય છે. જે ખરો શોધક છે કે મારે આત્માનું જ કરવું છે, આત્માનું જ પ્રયોજન છે તે કોઈને દેખાડવા માટે કે કોઈને ખોટી રીતે મનાવવા માટે કરતો નથી. મારે મારા આત્માને ખાતર કરવાનું છે, આ અનંતકાળનું પરિભ્રમણ કેમ ટળે ? અંદરમાંથી સુખ કેમ આવે અને આ દુઃખ કેમ ટળે? અનુપમ આત્મા કેમ મળે? તેમ ખરી ખટક લાગી હોય તે સંતોષાતો નથી. પરંતુ જેને મારે બહારમાં કાંઈક કરી બતાવવું છે એવો હેતુ અંદર હોય તે સંતોષાઈ જાય છે. આકુળતા હોય ને જલદી પુરુષાર્થ કરી લઉં એવી બધી અધીરજ હોય તે સંતોષાઈ જાય છે. છેતરાઈ જવાના ઘણા રસ્તા છે. જિજ્ઞાસા થયા પછી કેમેય કરીને થતું ન હોય અને થોડો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬ ] [ સ્વાનુભૂતિદર્શન પુરુષાર્થ કરીને મને થઈ ગયું એવી કલ્પના કરે તો તે કાંઈ માર્ગ નથી. મંદ કષાયમાં તેને શાંતિ-શાંતિ લાગે, પણ એકત્વબુદ્ધિ તૂટી નથી, અંદરમાંથી જે જુદું ભાસ્યમાન થવું જોઈએ તે થતું નથી, ને જ્ઞાયક હાથમાં આવ્યો નથી તો તેના તરફ જવા માટે યથાર્થ રસ્તો મળ્યો નથી. વિકલ્પ મંદ થઈ જાય એટલે જાણે વિકલ્પ છૂટી ગયા તેવું લાગે પણ અંદર સૂક્ષ્મતાથી જુએ તો વિકલ્પ મંદ પડ્યા હોય છે, તેનાથી છૂટેલો હોતો નથી. આત્માના અસ્તિત્વના ગ્રહણપૂર્વક શાંતિ પ્રગટ થાય, તે તો પ્રગટી નથી અને તેની સાથે જે વિકલ્પ છૂટવા જોઈએ તે તો કાંઈ છૂટયા નથી, તેથી તેના હાથમાં માર્ગ આવ્યો નથી. સાચો આત્માર્થી હોય તે સંતોષાઈ જાય નહીં. કેમકે અંદર આત્મા ભાસ્યમાન થઈને આ આત્મા અને આ મારું સ્વરૂપ એમ આવવું જોઈએ તે આવતું નથી માટે તે સંતોષ પામે નહીં, અટકે નહીં. આ કોઈને દેખાડવાનો માર્ગ નથી એમ તેને અંતરમાંથી આવવું જોઈએ. આત્માર્થીની દષ્ટિ અંદર જ ફર્યા કરે છે, આ તો મારા માટે છે, આ ક્યાં કોઈના માટે છે? અને જો હું રોકાઈ જાઉં તો જન્મ-મરણ ઊભાં જ છે-આમ તે ભવભીરુ છે. પ૮. પ્રશ્ન- હંમેશાં કહેવામાં આવે છે કે રુચિ ખૂબ વધારવી, જ્ઞાનના ઉવાડની બહુ જરૂર નથી. તો રુચિ વૃદ્ધિગત કેમ કરવી ? સમાધાનઃ- પોતે પુરુષાર્થ કરીને કરે તો રુચિ વૃદ્ધિગત થાય. પોતાને કરવાનું રહે છે. તેને બીજે કયાંય વિશ્રાંતિ કે શાંતિ લાગે નહિ તો આત્મા તરફ વળ્યા વિના રહે નહિ. અશુભ ભાવમાં તો વિશ્રાંતિ નથી, પણ શુભભાવોમાં પણ વિશ્રાંતિ નથી, તે આકુળતારૂપ છે એમ કયાંય વિશ્રાંતિ ન લાગે તો વિશ્રામસ્થાન આત્મા છે તેના તરફ વળ્યા વગર રહે નહિ. પણ તે ચારેકોર બહારમાં અટકી જાય છે, એટલે અંદર જતાં તેને મુશ્કેલી પડે છે. મુમુક્ષુ- અનુભવ પહેલાં અંતરમાં બલાત્કારે જવાતું હશે કે સહજપણે જવાય છે? બહેનશ્રી - અંતરમાં બલાત્કારે જવાતું નથી. જ્ઞાનીની સહજદશા છે તેની વાત તો જુદી છે, છતાં જિજ્ઞાસુ પણ કાંઈ પરાણે અંતરમાં જતો નથી. અંદર પોતાને રુચે છે-ગમે છે એટલે જાય છે, તેને પરાણે નથી કરવું પડતું, જિજ્ઞાસુને બહારમાં કયાંય રુચતું નથી એટલે પોતે પોતાના ચૈતન્યને શોધ્યા વગર રહેતો જ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ પ૭ નથી અર્થાત્ એના આશ્રયભૂત જે ચૈતન્યની ભૂમિ છે તેને ગોત્યા વગર રહેતો જ નથી. ચૈતન્યની ભૂમિમાં જાઉં તો શાંતિ મળશે એવો વિશ્વાસ છે એટલે પરાણે -પરાણે કરવું પડે તેમ નથી, પરંતુ પોતાની રુચિ જ પોતાને તે તરફ લઈ જાય છે. પ૯. પ્રશ્ન- શુભમાં પણ આકુળતા છે. છતાં જીવને શુભની અંદર શાંતિ જણાય છે. તેમાં રોકાઈ જવાય છે તો શું કરવું? સમાધાન-શુભભાવમાં અજ્ઞાનીને શાંતિ લાગે એટલે તેમાં રોકાઈ જાય છે, પણ તે વાસ્તવિક શાંતિ છે જ નહિ. અંદર સૂક્ષ્મતાથી વિચાર કરે તો એક પછી એક વિકલ્પની ઘટમાળ ચાલે છે તેમાં અશાંતિ છે, સુખ નથી. સુખ તેનું નામ કે જે સહજપણે અંતરમાંથી પ્રગટયા જ કરે. તે કાંઈ કૃત્રિમપણે લાવવું ન પડે, પણ અંદર સહજ તત્ત્વમાં છે તેમાંથી આવ્યા જ કરે. જેમ બરફમાંથી ઠંડક તેની મેળામાં આવ્યા જ કરે છે તેમ પોતામાંથી શાંતિ-આનંદ આવ્યા જ કરે છે, લાવવા પડતા નથી. મુમુક્ષુ:- બરફને અડીએ તો ઠંડક અનુભવમાં આવી જાય છે. આમાં આનંદ ભર્યો છે તે આનંદની ચખણી અનુભવ પહેલાં કઈ રીતે આવે? બહેનશ્રી - જ્ઞાન દ્વારા પહેલાં નક્કી કરે. પહેલાં સ્વાનુભવ હોતો નથી. પહેલાં આગમ, યુક્તિ અને પરીક્ષા કરી લક્ષણ ઓળખીને નક્કી કરે. પોતે લક્ષણ-યુક્તિથી નક્કી કરી આગળ જાય છે. પહેલાં અનુભવમાં કયાંથી આવે? (ન આવે). મુમુક્ષુ- અનુભવ પહેલાં પણ પાકો નિર્ણય થઈ જાય કે આ જ મારું ઉપાદેય તત્ત્વ છે? બહેનશ્રી- આ જ મારું ઉપાદેય તત્ત્વ છે. તેમાં આનંદ છે, અનંત શક્તિ ભરેલી છે અર્થાત્ તેમાં વિભૂતિ ભરેલી છે-તેમ પહેલાં પાકો નિર્ણય થઈ જાય. ભલે અનુભવ નથી તો પણ પ્રથમ નિર્ણય થાય છે. ૬૦. પ્રશ્ન- મુનિરાજની અલૌકિક દશા સંબંધી થોડું ફરમાવવા કૃપા કરશો. સમાઘાન- મુનિરાજ વારંવાર અંદર સ્વરૂપમાં આનંદ કરતા હોય છે. તેઓ જંગલમાં વસતા હોય છે છતાં જંગલ સંબંધી કાંઈ લક્ષ હોતું નથી, એક આત્માને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮] [ સ્વાનુભૂતિદર્શન જ દેખે છે. છઠ્ઠી-સાતમા ગુણસ્થાને ઝૂલનારા અને અંતર્મુહૂર્ત અંદર સ્વરૂપમાં જનારા મુનિરાજ એકલા ચૈતન્યમય જ છે. ચૈતન્યમાં જ નિવાસ કરનારા એવા તેમને આહારનું કે બહારનું કાંઈ લક્ષ જ નથી. તેમ જ શરીર તરફનું પણ કાંઈ લક્ષ નથી. એક ચૈતન્યમય જ તેઓ બની ગયા છે. એક કેવળજ્ઞાન નથી થયું એટલું જ છે, બાકી ચૈતન્યમય જ થઈ ગયા છે. નિદ્રા પણ અલ્પ થઈ ગઈ છે. તેમનું જીવન નિરંતર ચૈતન્યમય જ થઈ ગયું છે. જેમ ભગવાન સદા જાગૃત છે. તેમ મુનિરાજને જાગૃતમય દશા થઈ ગઈ છે. જાગૃત રહેતાં રહેતાં, અર્થાત્ ચૈતન્યમય રહેતાં રહેતાં શ્રેણી માંડીને શાશ્વત એવી કેવળજ્ઞાનદશા પ્રાપ્ત કરે છે. પછી ચૈતન્યમાંથી બહાર આવતા જ નથી. મુનિદશામાં બહાર આવે અને અંદર જાય, છતાં જીવન ચૈતન્યમય જ છે, તેમનો ચૈતન્યમાં જ નિવાસ છે, તે જ રહેઠાણ છે. આસન પણ તે છે ને ભોજન પણ તે છે.-બધું એક આત્મામય જ છે. તેમને બહારના ભોજનની પણ પડી નથી, અને તેથી કેટલા નિયમ સહિત બહાર ભોજન લેવા જાય છે! કે આવી રીતે ભોજન મળે તો લેવું, નહિ તો ભોજન ન લેવું. આમ ભોજન તરફ લક્ષ નથી. તથા ઉપસર્ગ-પરીષહ આવતાં શરીરને ગમે તે થાય તો પણ તેનું ધ્યાન જ નથી. આવી મુનિરાજની અલૌકિક દશા છે. બહારની ક્રિયાનો વિકલ્પ-શુભભાવ આવે, બાકી એકલું આત્મામય જ જીવન છે. ૬૧. પ્રશ્ન- અશુદ્ધતા પોતાથી થાય છે પણ દ્રવ્ય તો શુદ્ધ છે તો શુદ્ધતામાંથી અશુદ્ધતા કેવી રીતે આવે ? સમાધાનઃ- શુદ્ધતામાંથી અશુદ્ધતા નથી આવી, પણ પર્યાયમાં અશુદ્ધતા થવાની તેની યોગ્યતા છે તેથી અશુદ્ધતા થઈ છે. તેમાં પરદ્રવ્ય નિમિત્ત છે ને પોતાનું ઉપાદાન છે. જીવની અશુદ્ધતારૂપે પરિણમવાની યોગ્યતા છે અને તેની દષ્ટિ પર તરફ જાય છે એટલે વિભાવ થાય છે. દ્રવ્યમાં શુદ્ધતા હોવા છતાં પણ તેનામાં (પર્યાયમાં ) અશુદ્ધતા થવાની યોગ્યતા છે એટલે થાય છે. ૬૨. પ્રશ્ન:- આપને કહા કિ વિકલ્પોસે અપનેકો અલગ કરના. તો કયા મેં એસા બારબાર વિચાર કરૂં કિ રાગ મેરેમે નહીં હૈ ? સમાધાનઃ- બાર-બાર વિચાર નહિ, અંદરસે શ્રદ્ધા કરના કિ મેં રાગસે ભિન્ન છું. રાગસે એકત્વબુદ્ધિ ચલ રહી હૈ ઉનકો તોડના, તોડનેકા અભ્યાસ કરના. પીછે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ ૫૯ ઉનકો રટના નહીં પડતા. એકત્વબુદ્ધિ હો રહી હૈ કિ મૈં શરીર હૂં, મૈં વિકલ્પ હૂં. ઐસી એકત્વબુદ્ધિ નિરંતર ચલતી હૈ ઉનકો તોડનેકા અભ્યાસ કરના. મુમુક્ષુઃ- એકત્વબુદ્ધિ તોડનેકા અભ્યાસ કરનેકે લિયે મુખ્ય માર્ગ કયા હૈ? બહેનશ્રી:- આત્માકી રુચિ-મહિમા કરના, સ્વભાવકી મહિમા લગે, બહાર સુખસૈન ન લગે ઔર અંદર હી ચૈન પડે વહુ માર્ગ હૈ. મેં ચૈતન્યકો કૈસે પીછાનું, ઉસકી મહિમા કૈસે હો ઐસે વારંવાર સ્વભાવકો પીછાનના. જૈસે બાહરમેં વસ્તુ દેખનેમેં આતી હૈ પૈસે મેં ચૈતન્યકો કૈસે પીછાનું, ઐસે કરકે ચૈતન્યકો પીછાનનેકા વારંવાર અભ્યાસ કરના. અનાદિસે એકત્વબુદ્ધિ ચલ રહી હૈ. ખાતે-પીતે ભી એકત્વબુદ્ધિ રહતી હૈ કિંતુ તબ ભી ભિન્ન કનૈકા અભ્યાસ કરના. ચૈતન્યકી મહિમા લગે તો યહ અભ્યાસ હોવે. જૈસે બને ઐસે યહ અભ્યાસ કરના. ૬૩. પ્રશ્ન:- હમ ધ્યાનમેં બૈઠે તો કિસ તરહકા ચિંતવન કરે ? ઈસકા તરીકા બતાઈએ ? સમાધાન:- પહલે તો યથાર્થ જ્ઞાન કરના કિ જ્ઞાયક કૈસા હૈ? દ્રવ્ય કૈસા હૈ? ગુણ કૈસા હૈ? પર્યાય કૈસી હૈ? યહ વર્ણ-ગંધ-સ્પર્શ હૈ, વહ પુદ્દગલ દ્રવ્ય હૈ, યે અલગ હૈ ઔર મૈં ચૈતન્યદ્રવ્ય અલગ હૂં, ઐસે પહલે યથાર્થ જ્ઞાન કરના, પીછે યથાર્થ ધ્યાન હોતા હૈ. મેં ચૈતન્ય હૂં. ઉસકા અસ્તિત્વ ગ્રહણ કરનેકે બાદ ધ્યાન હોતા હૈ. યથાર્થ જ્ઞાન હુએ બિના યથાર્થ ધ્યાન હોતા હી નહીં. પહલે યથાર્થ જ્ઞાન કરના. જો ગુરુદેવને માર્ગ બતાયા હૈ ઉસકા યથાર્થ જ્ઞાન કરના. કૈસા મુક્તિકા માર્ગ હૈ? કૈસે વહ મિલતા હૈ? કૈસા સ્વભાવ હૈ? કૈસે મેં નિર્મલ હૂં? યે વિભાવ કયા હૈ? મોક્ષસ્વરૂપ આત્મા કૈસા હૈ? યહ સબ પહલે પીછાન કરકે પીછે ધ્યાન કરના, તો ધ્યાન યથાર્થ જમતા હૈ. જ્ઞાન વિના ધ્યાન જમતા નહીં હૈ. ૬૪. પ્રશ્ન:- પુદ્ગલકા પરિણમન પ્રતિપલ સ્વયં હી હો રા હૈ. ફિર ભી જ્ઞાનમેં યહુ બાત ક્યોં નહીં આતી ? સમાધાનઃ- અનાદિકાલસે ભ્રમ હો રહા હૈ. ઈસલિયે યે સબ પુદ્દગલકા પરિણમન સ્વયં હી હો રહા હૈ વહુ જ્ઞાનમેં કૈસે આવે ? અનાદિસે સંકલ્પ-વિકલ્પપૂર્વક યે સબમેં એકત્વબુદ્ધિ હો રહી હૈ તો યથાર્થ બાત કહાંસે બૈઠે? અબ યથાર્થ સમજણ કરકે બિઠાના. યે સબ પુદ્દગલકા પરિણમન હૈ, મૈં ચૈતન્ય હૂં. યે શરીરકા ઔર બાહરકા જો ભી પરિણમન હૈ વહ પુદ્દગલકા હૈ. રોગ આતા હૈ વહ ભી પુદ્દગલકા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૬૦ ] [ સ્વાનુભૂતિદર્શન પરિણમન હૈ, વહુ આત્માકા પરિણમન નહીં. ઐસે યથાર્થ શ્રદ્ધા કરકે બાતકો બિઠાના. અનાદિકા અભ્યાસ હૈ ઔર એકત્વબુદ્ધિ ઐસી જોરદાર હો રહી હૈ, કિ બાત નહીં બૈઠતી. વારંવાર અભ્યાસ કરે, તભી યથાર્થ બાત બૈઠતી હૈ. ૬૫. પ્રશ્નઃ- ઇન્દ્રિયસુખ દુઃખરૂપ હૈ તો, જૈસે યાં સૂઈ ચૂભી તો દુઃખ મહેસૂસ હુઆ; વૈસે ઈન્દ્રિયસુખ ભોગતે સમય વધુ દુઃખરૂપ મહેસૂસ કર્યો નહીં હોતા ? સમાધાનઃ- ઉસકો યથાર્થ જ્ઞાન નહીં હૈ ઔર બુદ્ધિકા ભ્રમ હો ગયા હૈ ઈસલિયે દુઃખ મહેસૂસ નહીં હોતા. નહીં તો ઇન્દ્રિયસુખ આકુલતારૂપ હૈ. ઇન્દ્રિય સુખવાલે આકુલતામેં પડે હૈં. ઉસમેં આકુલતા-દુ:ખ હૈ. લેકિન બુદ્ધિકા ભ્રમ હૈ. ઈસસે કલ્પનાસે સબ પદાર્થમેં સુખ માન લિયા હૈ. ભીતરમેં વિચાર કરે તો વહુ દુઃખરૂપ, આકુલતારૂપ હૈ. સ્વભાવસે વિપરીત સબ વિભાવદશા દુઃખરૂપ હૈ, ઉસમેં આકુલતાકા વેદન હૈ, કલ્પનાસે ઉસમેં સુખ હૈ ઐસા લગતા હૈ, લેકિન વિચાર કરે તો દુઃખ હૈ. કભી ઐસા લગતા હૈ કિ ઈસમેં સુખ હૈ કિન્તુ સહીમેં વહુ સબ દુઃખરૂપ હૈ. દેવલોકમેં સુખ હૈ ઔર નરકમેં દુઃખ હૈ ઐસા દિખનેમેં આતા હૈ. કિંતુ દેવલોકમેં ભી અંતરમેં તો આકુલતા હૈ, ઔર આકુલતા હી દુઃખ હૈ. મૂળ દુઃખ તો આકુલતાકા હૈ. દેવાંકો જો ભીતરમેં સંકલ્પ-વિકલ્પ હૈ વહુ સબ આકુલતા-દુઃખ હૈ, સ્વાધીન સુખ ઈસકા નામ હૈ કિ જિસમેં ૫૨ પદાર્થકે આશ્રયકી જરૂરત ન પડે. જો સ્વકે-ચૈતન્યકે આશ્રયસે પ્રગટ હોવે ઔર જો સ્વત:સિદ્ધ પ્રગટ હોવે, વહ સચ્ચા સુખ હૈ. સુખ તો આત્માકા સ્વભાવ હૈ. જિસમેં ૫૨ પદાર્થકી, ઇન્દ્રિયોંકી જરૂરત પડે ઔર પરકે આશ્રયકી જરૂરત પડે વહુ સુખ હી નહીં. જો પરાધીનતા હૈ વહુ સુખ નહીં, દુઃખ હૈ. “પરાધીન સ્વપ્નું સુખ નહીં” ગુરુદેવ કહતે હૈં કિ જો ચૈતન્યકે આશ્રયસે પ્રગટ હોતા હૈ વહ સ્વાધીન સુખ હી યથાર્થ સુખ હૈ. ૬૬. પ્રશ્નઃ- કષાય અને જ્ઞાનની ભિન્નતા કેવી રીતે થાય તે કૃપા કરી સમજાવશો. સમાધાનઃ- કષાય અને જ્ઞાનની ભિન્નતા તે બંનેનો સ્વભાવ ઓળખતા થાય. કષાયનો અને જ્ઞાનનો સ્વભાવ જુદો છે. કપાય છે તે આકુળતારૂપ છે, દુઃખરૂપ છે, કલેશરૂપ છે, તે શાંતિરૂપ નથી પણ અશાંતિરૂપ છે. જ્યારે જ્ઞાન છે તે શાંતિરૂપ છે, નિરાકુળ છે, જાણનાર છે. આમ બંનેનાં લક્ષણ ભિન્ન જાણવાથી કષાયથી જુદા Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ ૬૧ બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] પડાય છે. આત્મા જાણનારો જ્ઞાયક છે અને કષાય અશાંતિ, કલેશરૂપ છે. આ રીતે બંનેના સ્વભાવ જુદા છે. તેમાં જે જ્ઞાનસ્વભાવ છે તે હું છું, આ કષાયો હું નથી. તે મારો સ્વભાવ નથી, એમ જાણીને જ્ઞાયકને ગ્રહણ કરવો અને કષાયથી જુદાં પડવું એટલે કે ભેદજ્ઞાન કરીને જ્ઞાયકને ગ્રહણ કરવો અને જ્ઞાયક ઉ૫૨ દૃષ્ટિ કરી, તેનું જ્ઞાન કરી કષાયથી જુદા પડવું. તે ન થાય ત્યાં સુધી વારંવાર ન્યારો થવાનો પ્રયત્ન કરે, કષાયથી પાછો વળે, જ્ઞાનની મહિમા આવે ને જ્ઞાનને ઓળખે તો ભેદજ્ઞાન થાય, જ્ઞાનસ્વભાવ ઓળખ્યા વિના ભેદજ્ઞાન થઈ શકતું નથી. મુમુક્ષુઃ- જ્ઞાન અને કષાય એકમેક થઈ ગયા હોય તેવું લાગે છે? બહેનશ્રી:- તેઓ એકમેક લાગે છે પણ તેમના સ્વભાવ જુદા છે. અનાદિની એત્વબુદ્ધિ છે. એટલે કષાય એકરૂપ લાગે છે, પરંતુ જ્ઞાનસ્વભાવ તેનાથી જુદો છે. જ્ઞાન જાણનાર છે અને કષાય દુઃખરૂપ છે, કાંઈ જાણતો નથી, કષાયને જ્ઞાન નથી માટે કષાયથી જાણનાર જુદો છે. આકુળતા થઈ, રાગ થયો, દ્વેષ થયો, વિકલ્પ થયો તેનો જાણનારો જુદો છે. વિકલ્પ-વિકલ્પને જાણતો નથી, રાગ-રાગને જાણતો નથી, પણ તેનો જાણનારો છે તે જુદું તત્ત્વ છે. આ રીતે જાણનારો જુદો છે અને કષાયભાવો કે જે જાણતા નથી તે જુદા છે. ૬૭. પ્રશ્ન:- સમ્યગ્દર્શનનો વિષય શું છે? અને તે કેમ પ્રગટે? તથા મુક્તિનો ઉપાય શું છે? સમાધાનઃ- સમ્યગ્દર્શનનો વિષય શાશ્વત આત્મા, ટકતો ભાવ ગ્રહણ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે. પર્યાયો તો બધી પલટાયા કરે છે. અંદર આત્માને ઓળખવો. શાશ્વત આત્માને ઓળખી; ભેદજ્ઞાનની ધારા એમ ને એમ ટકાવી; હું આ ચૈતન્ય છું, વિભાવ મારાથી જુદા છે, તે આત્માનું મૂળ સ્વરૂપ નથી, ક્ષયોપશમભાવ પણ અધૂરી પર્યાય છે, એમ નિર્ણય કરી એક પૂર્ણ શાશ્વત આત્મા-કે જે કાયમ ટકનારો છે-તેને ગ્રહણ કરવો. જ્ઞાન બધાનું થાય કે આ સ્વભાવ છે, આ વિભાવ છે પણ દષ્ટિ તો એક આત્મા ઉ૫૨ ક૨વી. ભેદજ્ઞાનની ધારા ક્ષણે ક્ષણે અંતરમાં પ્રગટ થાય અને જ્ઞાતાધારાની ઉગ્રતા થાય તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય છે. સ્વાનુભૂતિ તે જ મુક્તિનો માર્ગ છે. અંતરમાં આત્માનો કોઈ અનુપમ સ્વભાવ છે. તેનું વેદન આવે અને સ્વાનુભૂતિ વધતી જાય, લીનતા વધતી જાય, તો ભૂમિકા પણ વધતી જાય છે. ખરું કરવાનું તો તે છે; પણ તે પહેલાં તત્ત્વવિચાર, Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨] [ સ્વાનુભૂતિદર્શન શાસ્ત્ર-અભ્યાસ, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા વગેરે આવે છે અને તે એક આત્માને ઓળખવા માટે છે. આત્મા કેમ ગ્રહણ થાય? એમ વારંવાર વારંવાર ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરવી જોઈએ. પહેલાં તે ભેદજ્ઞાન ભાવનારૂપ હોય, પછી તેની સહજ ધારા પ્રગટ થાય તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પદશા પ્રગટ થવાનો પ્રસંગ આવે છે. જે ટકતો શાશ્વતો ભાવ છે તે જ હું છું. આમ અંતરમાં દ્રવ્ય ઉપર દષ્ટિ થવી તે જ મુક્તિનો માર્ગ છે. જીવે ઘણીવાર ક્રિયાઓ કરી છે, શુભભાવો કર્યા છે. તેનાથી પુણ્યબંધ થાય છે, દેવલોક મળે છે, પણ ભવનો અભાવ થતો નથી. વિકલ્પ તૂટીને અંતરમાં સ્વાનુભૂતિ થાય તો ભવનો અભાવ થાય અને તે મુક્તિનો માર્ગ છે. તેના માટે વર્તમાનમાં ભેદજ્ઞાનની ધારા પ્રગટ થાય તો સ્વાનુભૂતિનો પ્રસંગ આવે છે. જ્ઞાન આત્મામાંથી પ્રગટે, દર્શન આત્મામાંથી પ્રગટે અને ચારિત્ર પણ આત્મામાંથી પ્રગટ થાય છે માટે તેઓ આત્મસ્વભાવ છે; પણ શુભભાવ આત્માનો મૂળ સ્વભાવ નથી. તેથી દષ્ટિ તેને હેય માને છે. જ્યારે જ્ઞાન બધાને જાણે છે. વચ્ચે અધૂરી પર્યાય આવે, શુભભાવ આવે તેને જ્ઞાન જાણે છે. અને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાનની ધારા ચાલુ જ છે. સ્વાનુભૂતિ વધી જાય તો તેને મુનિદશા આવે છે. મુનિદશામાં વારંવાર આત્મામાં લીનતા થાય છે. તેમ કરતાં કરતાં એટલી સ્થિરતા વધી જાય કે પૂર્ણ વીતરાગદશા અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અનાદિકાળથી હું પરનું કરી શકું છું એવી ભ્રમબુદ્ધિ છે, પરંતુ બીજાનું કરી શકતો નથી. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય છે તેમાં દ્રવ્ય-ગુણ તો શાશ્વત છે ને પર્યાય પલટે છે. તો તે પોતાની પર્યાયને પલટાવી શકે છે. અર્થાત્ વિભાવ પર્યાયમાંથી સ્વભાવ પર્યાય પ્રગટ કરી શકે છે, પણ બીજાનું તો કાંઈ પલટાવી શકતો નથી. માત્ર કર્તબુદ્ધિ અજ્ઞાનતાથી કરે છે કે આ હું કરું છું. વિકલ્પ પણ પોતાનો સ્વભાવ નથી, છતાં અજ્ઞાનદશામાં તેમાં જોડાયા કરે છે. જો ભેદજ્ઞાનની ધારા પ્રગટે તો સ્વસમ્મુખ થાય અને સ્વાનુભૂતિ પ્રગટ થાય. ખરું તો એ કરવાનું છે. ગુરુદેવે માર્ગ બહુ સ્પષ્ટ કરીને બતાવ્યો છે. શાસ્ત્રોના બધા ઉકેલ ગુરુદેવે કરી દીધા છે. ૬૮. પ્રશ્ન:- આત્માની નિર્વિકલ૫દશા પ્રગટ કરવા માટે શું જરૂરી છે અને તે કેવી હોય તે કૃપા કરીને કહેશો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૬૩ સમાધાન:- નિર્વિકલ્પદશા માટે ઉગ્ર પુરુષાર્થની જ જરૂર છે. એક જ માર્ગ છે–તું સ્વભાવ તરફ જા. વારંવાર ભેદજ્ઞાન કરવાથી સહજદશા થાય છે ત્યારે વિકલ્પ તૂટીને ઉપયોગ અંતરમાં જામી જાય છે. તે એવો જામે છે કે બહારનું બધું જ ભૂલી જાય છે. આ શરીર છે કે નહિ, વિકલ્પ છે કે નહિ તે કાંઈ રહેતું નથી. તે તો જુદી જ દુનિયામાં પ્રવેશી ગયો, આત્માની કોઈ જુદી જ દુનિયામાં આવી ગયો. તેવી દશાને અનુભૂતિ કહેવાય છે. આત્માનું સ્વરૂપ કોઈ જુદું જ છે, કોઈની સાથે તેની તુલના ન થાય. આવો જે મૂળ ટકતો ભાવ છે તેમાંથી પ્રગટ થતા આનંદ, જ્ઞાન આદિ સહજ ભાવોનો અનુભવ કોઈ જુદો જ થાય છે. અનુભવ થતાં આવું કોઈ દિવસ નહોતું થયું એવું તેને લાગે છે. અપૂર્વતા એવી લાગે કે અહો ! આત્માનું સ્વરૂપ કોઈ જુદું જ છે. અનુભૂતિ અંતરમાં પ્રગટે ત્યારે આત્મામાં શ્રદ્ધાનું બળ કોઈ જુદું જ આવી જાય છે. આખી દિશા જ બદલી જાય છે. ૬૯. પ્રશ્ન:- આત્માની શોધમાં ઘણા જપ-તપ-ધ્યાન-વાંચન કર્યા, પણ સમયસાર વાંચીને તો એમ થયું કે આ માર્ગ જુદો છે? સમાધાનઃ- કુંદકુંદાચાર્યદવ જાગ્યા અને આ સમયસારની રચના કરી. તેમનું આ એક સમયસાર બસ છે. તેમાં એક આત્મા-આત્માની જ વાત આવે છે. ગુરુદેવે તેના ભાવો સ્પષ્ટ કરીને મુક્તિના માર્ગને થંભાવી રાખ્યો. આ પંચમકાળના જીવો સમજે નહિ અને બીજા ધર્મમાં ખેંચાઈ જાય છે. પણ જૈનમાં બધું છે, જૈનમાં આખી યથાર્થ સ્વાનુભૂતિ ભરેલી છે. કુંદકુંદાચાર્યદેવે સમયસારમાં કહ્યું કે બદ્ધસ્કૃષ્ટ ભાવો ઉપર તરે છે, તારી અંદર પ્રવેશ કરતા નથી. એક શાશ્વત આત્મા છે એ જ ભૂતાર્થ છે. સમયસારમાં સ્વાનુભૂતિની કેટલી મહિમા આવે છે! પણ તેનો મર્મ ગુરુદેવે બહાર કાઢયો. સમયસારની અંદર હીરા પડ્યા છે, પણ તે હીરાને ઓળખાવનાર ગુરુદેવ હતા. આત્મામાં અનંત ભાવ ભર્યા છે, તેની ચર્ચા કરતાં પાર ન પમાય. આત્મા એક, પણ તેના ભાવો અનંત, મુક્તિમાર્ગ પણ એક છે. ટૂંકમાં કહીએ તો એકમાં બધું આવી જાય છે ને વિસ્તાર કરો તો અનંત-અનંત-અનંત જેનો પાર ન આવે તેટલા ભાવો છે. શબ્દ સંખ્યાતા છે, પણ આત્માના ભાવો અનંત છે. શબ્દ અનંત થાય નહિ પણ ભાવો અનંત હોય. દેવો સાગરોપમકાળ સુધી ચર્ચા કરે તેમાં અનંત ભાવો નીકળ્યા જ કરે, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪] [સ્વાનુભૂતિદર્શન ચર્ચા કરતાં કરતાં તેમને તૃપ્તિ થતી નથી. સાગરોપમકાળ સુધી ચર્ચા કર્યા કરે તો પણ આત્માના અનંત ભાવો ખૂટતા જ નથી. ગુરુદેવ જ્યારે બોલે ત્યારે જુદા જ ભાવો કહેતા હોય એવું લાગે છે, તો ભગવાનની વાણીનું તો શું કહેવું !! આ ચૈતન્યદેવ અનંત ગુણરત્નાકરથી ભરેલો છે. જેના અનંત ગુણનો પાર ન આવે, તેવા ચૈતન્ય રત્નાકરદેવની તો શું વાત કરવી! તે જગતથી જુદો છે, ને સ્વાનુભૂતિ થાય ત્યારે અનુભવમાં આવે. ૭૦. પ્રશ્ન- જ્ઞાનીકી અંતરંગ દષ્ટિપૂર્વક બહિરંગ સ્થિતિ કેસી હોતી હૈ? સમાધાન- જ્ઞાનીકી અંતરંગ પરિણતિ ઐસા હોતા હૈ કિ જો જો પરિણામ આતે હૈં ઉસકા વહ જ્ઞાતા રહતા હૈ. ક્ષણ ક્ષણમે જ્ઞાયક કો યાદ કરના નહિ પડતા. મગર મેં જ્ઞાયક હૂં, જ્ઞાયક હૈં ઐસા સહજ હી રહતા હૈ. જૈસે અજ્ઞાનીકો સંકલ્પવિકલ્પ સહજ હોતા હૈ ઐસે જ્ઞાનીકો જ્ઞાતાધારા સહજ હો ગઈ હૈ. અજ્ઞાનદશામે સંકલ્પ-વિકલ્પ, સંકલ્પ-વિકલ્પ આયા બિના રહતા નહીં, ઉસી તરહ જ્ઞાનીકો જ્ઞાતાધારા સહજ હો ગઈ હૈ કિ મેં જ્ઞાયક ઠું, જ્ઞાયક હૂં. ઉસકો અંશરૂપ સમાધિ, શાંતિ, જ્ઞાતાધારા ચાલુ હૈ, ઇસલિયે કર્તબુદ્ધિ છૂટ ગઈ હૈ. જે કાર્ય હોતા હૈ ઉસકા કરનેવાલા મેં નહીં હૂં, મેં તો જાનનેવાલા જ્ઞાતા હૂં. ઐસા સહજ પરિણમન જ્ઞાનીકો રહતા હૈ. જો શરીરની ક્રિયા હોતી હૈ વો પરદ્રવ્યકી હૈ, મેરી નહીં હૈ ઔર અસ્થિરતાએ અર્થાત્ પુરુષાર્થકી કમજોરીસે જો વિકલ્પ આતે હૈ, વહ મેરા સ્વભાવ નહીં હૈ, ઐસી જ્ઞાયકકી ધારા જ્ઞાનીકો સહજ રહતી હૈ. ક્ષણ-ક્ષણમ્ ખાતે, પીતે, ચલતે, ફિરતે-સબ ક્રિયામે જ્ઞાતાધારા ચાલુ હૈ. જ્ઞાયક...જ્ઞાયકઐસા સહજ વેદન રહતા હૈ. અજ્ઞાનીકો સંકલ્પ-વિકલ્પ સહજ રહતા હૈ, ઐસે જ્ઞાનીકો જ્ઞાતાધારા સહુજ રહતી હૈ ઔર કભી કભી નિર્વિકલ્પદશા આ જાતી હૈ. જ્ઞાનીકા ઉપયોગ નિરંતર સ્વાનુભૂતિમે નહીં રહતા. જબ ઉપયોગ બાહર આતા હૈ તો દેવ-શાસ્ત્ર-ગુરુકી મહિમા, શાસ્ત્ર-સ્વાધ્યાય, પૂજા, ભક્તિ, શ્રુતકા ચિતવન ઐસા શુભ વિકલ્પ આતા હૈ. જ્ઞાની જાનતા હૈ કિ જો યહ વિકલ્પ હૈ વો શુભભાવ હૈ, વો મેં નહીં હૂં. મેં તો ઉનકા જાનનેવાલા હૂં, ઐસા સહજ રહતા . જિનેન્દ્રદેવકી ભક્તિ આતી હૈ ઉસી સમય જ્ઞાતાધારા સહજ રહતી હૈ. ઈસલિયે ઉસમેં તન્મય-એકત્વ હેકર વહુ ક્રિયા નહીં હોતી, સબ કાર્યોમ ન્યારાપન રહતા હૈ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ ૬૫ શ્રી પદ્મનંદી આચાર્યને ભક્તિ અધિકારમેં કિતને શ્લોક રચે હું? તો ભી પરિણતિ તો ન્યારી ન્યારી રહતી હૈ. ગુરુકી ભક્તિ, સેવા હોતી હૈ, લેકિન પરિણતિ તો ઉસસે ભી ન્યારી હી હોતી . યોંકિ ભીતરમેં જ્ઞાયકકી ધારા રહતી હૈ. ગૃહસ્થદશામું લીનતા ઉગ્ર નહીં રહતી, પીછે લીનતા ઉગ્ર હો જાવે તો મુનિદશા આ જાતી હૈ. પુરુષાર્થ કમ હોતા હૈ તો લીનતા ભી કમ હોતી હૈ. લેકિન જ્ઞાયકકી ધારા તો ચાલુ હી હૈ. સમ્યગ્દર્શન હોતે હી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ હુઆ, ઔર અનંતાનુબંધી કષાય છૂટ ગયા. સ્વરૂપાચરણ ચારિત્ર હુઆ તો અંશે શાંતિ, જ્ઞાતાધારા ઔર મુક્તિના માર્ગ પ્રગટ હો ગયા. ૭૧. પ્રશ્ન- સમ્યગ્દર્શનની ભૂમિકામે શ્રદ્ધારૂપ અનુભવ હોતા હૈ કિ વેદનરૂપ અનુભવ હોતા હૈ ? સમાધાનઃ- સમ્યગ્દર્શની ભૂમિકામે માત્ર શ્રદ્ધારૂપ અનુભવ હોતા હૈ ઐસા નહીં. જ્ઞાયકકી જો ધારા ચલતી હૈ વહુ શ્રદ્ધારૂપસે હી રહતી હૈ ઐસા નહીં, લેકિન અંશરૂપ વેદન આતા હૈ. જૈસા રાગ-દ્વેષકા વેદન સબ અજ્ઞાનીકો રહતા હૈ ઉસી પ્રકાર જ્ઞાયક ચૈતન્યકા વેદન જ્ઞાનીકો આતા હૈ. જૈનધર્મ સચ્ચા હૈ ઐસી વિકલ્પમેં શ્રદ્ધા કર લી ઐસા જ્ઞાનીકો નહીં હોતા, મેં ચૈતન્ય ઐસા અંશરૂપસે વેદન આતા હૈ. જ્ઞાયકકો વહ ભૂલ નહીં જાતા, ચૈતન્ય જ્ઞાયકકા વેદન ઉનકો રહતા હૈ, પીછે કભી કભી વિકલ્પ તૂટ જાતા હૈ તો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ હોતી હૈ. જ્ઞાનીકો ચૈતન્યકા પ્રત્યક્ષ વદન હૈ. સમ્યજ્ઞાન વેદનકી અપેક્ષાસે પ્રત્યક્ષ હૈ લેકિન પૂર્ણ કેવલજ્ઞાનકી અપેક્ષાસે પરોક્ષ હૈ. કેવલજ્ઞાનીકા જ્ઞાન પ્રત્યક્ષ હૈ, સમ્યગ્દષ્ટિકા જ્ઞાન પરોક્ષ હૈ; તો ભી વેદન તો પ્રત્યક્ષ હૈ. ચૈતન્યકા જૈસા સ્વરૂપ હૈ વૈસા અનંતગુણકી સબ શુદ્ધપર્યાયકા અપૂર્વ વેદન હોતા હૈ. જો અનંતકાલમેં આજ તક નહીં હુઆ ઐસા અનુપમ વદન ચૈતન્યકા-આનંદકા હોતા હૈ. યહુ આનંદકા જગતકે કોઈ પદાર્થ, સાથ મિલાન નહીં હો સકતા. ઐસા ચૈતન્યના આનંદકા અનુપમ સ્વાદ આતા હૈ. આત્મામેં સે પ્રગટ હુઆ જ્ઞાન, શુદ્ધરૂપ અનંત પર્યાયપરિણતિ યહ સબ વેદનમેં આતા હૈ ઔર જબ વિકલ્પ આતા હૈ તબ ભેદજ્ઞાનકી ધારા, જ્ઞાયકકી ધારા તો હોતી હી હૈ. જ્ઞાયકકી અંશરૂપ સમાધિ, સુખ ઔર અંશરૂપસે વેદન વિકલ્પકે સાથમેં ભી રહતા હૈ. ઔર સ્વાનુભૂતિમૅ અનુપમ આનંદ આદિ પર્યાયકા વદન હોતા હૈ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [સ્વાનુભૂતિદર્શન ૬૬ ] જૈસા સિદ્ધભગવાનકા આનંદ હૈ ઐસા આંશિક આનંદ સમ્યગ્દષ્ટિકો પ્રગટ હોતા હૈ ઔર સાથમેં વિકલ્પ ભી હોતા હૈ. અંશે આનંદ ગૃહસ્થાશ્રમમેં ભી રહતા હૈ. જ્ઞાનીને શ્રદ્ધા કર લિયા, ઐસે માત્ર શ્રદ્ધારૂપ વેદન નહિ હોતા, લેકિન પરિણમનરૂપ વેદન ભી હોતા હૈ. ૭૨. પ્રશ્ન:- ઉદય આવે ત્યારે શું કરવું? સમાધાનઃ- ઉદય આગળ કોઈ ઉપાય નથી. (ઉદયને કોઈ ટાળી શકતું નથી.) માટે શાંતિ રાખવી, સમાધાન કરવું. મુનિને રોગ થયો. દેવે કહ્યું, તમારો રોગ મટાડી દઉં. તો મુનિરાજ કહે કે જે ઉદય આવવાનો હોય તે ભલે આવે. સનતકુમાર ચક્રવર્તી મુનિદશામાં આત્માની સાધના કરતા હતા ત્યારે તેમની જેવાને પણ રોગ આવ્યો હતો. તો, આ પંચમકાળના જીવો તો શું હિસાબમાં? ઉદય આવે તેનો કોઈ ઉપાય નથી. એક જ ભાવના રાખવી કે એક આત્મા જ જોઈએ છે. જન્મ-મરણ કરતાં કરતાં અનંત ભવ કર્યા. હવે ભવનો અભાવ થાય એવી ભાવના કરવી. ચોથા કાળમાં પણ રોગ આવતા હતા. માટે ઉદય સામું જોવાનું છોડી દઈને પોતાના આત્માની સાધના કરી લેવી. ૭૩. પ્રશ્ન:- આવો યોગ મળવા છતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ અને દેહ છૂટી ગયો તો જીવ ખોવાઈ જાય એવું બને ખરું? સમાધાનઃ- સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય, છતાં જો ચૈતન્યની ઊંડી ભાવના હોય અને પોતાને યથાર્થ લગની ઊંડાણથી લાગી હોય તો, જીવ ગમે ત્યાં જાય તો પણ, પુરુષાર્થ થઈ શકે તેવો અવકાશ રહે છે. પરંતુ જો ઊંડા સંસ્કાર ન હોય તો તે ભૂંસાઈ જાય છે. ઊંડા સંસ્કાર અને તીવ્ર ભાવના હોય કે મારે આત્મા જ જોઈએ છે તો જીવ ગમે ત્યાં જાય તો પણ, પુરુષાર્થ પ્રગટ કરવાનો અવકાશ રહે છે. ૭૪. પ્રશ્ન:- ઊંડા સંસ્કાર કોને કહીએ? સમાધાનઃ- એક જ્ઞાયક જ મારે જોઈએ છે, બીજું કાંઈ મારે જોઈતું નથી એવી તીવ્ર ભાવના રહ્યા કરતી હોય તે ઊંડા સંસ્કાર છે. આનંદનું ધામ, એવો એક જ્ઞાયક આત્મા જ જોઈએ છે, વિકલ્પ આદિ કાંઈ જોઈતું નથી. એવી ઊંડી ચિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૬૭ જો અંતરમાં હોય, એટલે કે જ્ઞાયક વગર ચેન ન પડતું હોય તો ગમે ત્યાં સંસ્કાર હુર્યા વગર રહેતા નથી. એવા જીવને બહારનાં સાધનો મળી આવે છે, અને તેનો પુરુષાર્થ પોતાથી જાગી ઊઠે છે. ૭૫. પ્રશ્ન- એવા સંસ્કાર લઈને જીવ બીજી ગતિમાં જાય તો નિમિત્તો મળે ખરાં ? સમાધાન - નિમિત્તો મળી જાય. પોતાની ભાવના પ્રમાણે જગત તૈયાર જ હોય છે. ભાવના ઊંડી ન હોય તો વાત જુદી છે, પણ પોતાની ભાવના ઊંડી હોય તો નિમિત્તો તૈયાર હોય જ છે. ૭૬. પ્રશ્ન- અમુક અપેક્ષાએ દ્રવ્યથી પર્યાયની ભિન્નતા બતાવે છે એટલે સમજવામાં મૂંઝવણ થાય છે ! સમાધાન:- અપેક્ષા સમજી લેવી, તેમાં કાંઈ મૂંઝવણ નથી. દ્રવ્ય ઉપર દષ્ટિ મૂકવાથી મુક્તિનો માર્ગ શરૂ થાય છે. ભેદજ્ઞાન થવાથી અર્થાત્ સ્વમાં એકત્વ અને પરથી વિભક્ત તેવી ચેતન્ય પરિણતિની ધારા પ્રગટ કરવાથી મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. શુભાશુભ વિકલ્પ તે હું નથી, હું તેનાથી જુદો છું, હું તો ચૈતન્ય તત્ત્વ છું, એક ક્ષણ પૂરતો હું નથી, હું શાશ્વત દ્રવ્ય છું-આવી દ્રવ્યદૃષ્ટિમાં ગુણના ભેદ કે પર્યાયના ભેદ પણ આવતા નથી. જ્ઞાન બધું જાણે છે અને દૃષ્ટિ દ્રવ્યને વિષય કરે છે ત્યારે પરિણતિ સ્વ તરફ ઢળે છે. વિકલ્પ તોડીને સ્વાનુભૂતિ થાયનિર્વિકલ્પ દશા થાય-તે મુક્તિનો માર્ગ છે. તેમાં મૂંઝવણનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. આ કઈ અપેક્ષાએ કહે છે તે જ્ઞાનમાં સમજી, દષ્ટિને મુખ્ય કરી, પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવી તે જ મુક્તિનો માર્ગ છે. ૭૭. પ્રશ્ન- જુદાં જુદાં વિરોધાભાસી વચનો જોઈ અસમાધાન-મૂંઝવણ થાય છે. સમાધાન - અપેક્ષા સમજાતી નથી એટલે કયાં કઈ અપેક્ષા (છે અને કોને) મુખ્ય કરવી અને કઈ અપેક્ષા ગૌણ કરવી તે સમજાતું નથી, તેથી અપેક્ષામાં ને અપેક્ષામાં રોકાઈ જાય છે, પણ મુક્તિનો માર્ગ દ્રવ્યદૃષ્ટિથી થાય છે. મુક્તિના માર્ગે જવું હોય તો એમાં ને એમાં ગોથાં ખાવા કરતાં અપેક્ષા સમજી લેવી. આ અપેક્ષાએ ભિન્નતા કહી છે તે સમજીને સમાધાન કરવું. કોની મુખ્યતા ને કોની ગૌણતા કરવી અને શું આશય છે-તે એકાન્ત નહી પકડતાં, શું વસ્તુસ્વરૂપ છે તે સમજી લેવું. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૬૮ ] [ સ્વાનુભૂતિદર્શન ચૈતન્ય દ્રવ્ય સામાન્ય છે તેમાં ગુણના ભેદ કે પર્યાયના ભેદ દષ્ટિ સ્વીકારતી નથી. જ્ઞાન બધું જાણે છે. દ્રવ્યમાં અનંત ગુણ છે, દ્રવ્ય-ગુણ-પર્યાયથી ભરેલું તત્ત્વ છે. તેને ઓળખી લેવું ને દૃષ્ટિ એક સામાન્ય ઉ૫૨ ક૨વી. વિકલ્પ તોડીને, શુભાશુભ વિકલ્પજાળથી જુદું નિર્વિકલ્પ તત્ત્વ છે તેને ઓળખીને સ્વાનુભૂતિના માર્ગે જવું. ૭૮. પ્રશ્ન:- દ્રવ્ય ગુણભેદને પણ સ્પર્શતું નથી, તો શું તેમાં ગુણો નથી ? સમાધાનઃ- ભેદ ઉપર દૃષ્ટિ આપવાથી વિકલ્પ ઊઠશે, માટે ભેદ ઉપ૨થી ષ્ટિને ઉઠાવી લે. પણ તેથી કરીને દ્રવ્યમાં ગુણ નથી અને પર્યાય પણ નથી એવો તેનો અર્થ નથી. દ્રવ્યમાં જો ગુણ-પર્યાય ન હોય તો વેદન કોનું? સ્વાનુભૂતિ કોની ? જ્ઞાન-આનંદ આદિ અનંત ગુણ કોના ? દ્રવ્ય ભેદને સ્પર્શતું નથી માટે દ્રવ્યમાં કાંઈ છે જ નહીં એમ માને તો દ્રવ્ય એકલું સામાન્ય-કૂટસ્થ-શૂન્ય છે તેમ તેનો અર્થ થઈ જાય. કઈ અપેક્ષાએ કહ્યું છે તે સમજવું જોઈએ. દૃષ્ટિના બળથી આગળ જવાય છે પણ તેથી દ્રવ્યમાં કાંઈ છે જ નહીં એવો અર્થ નથી. સિદ્ધ ભગવાન પણ અનંત ગુણની અનંત પર્યાયમાં બિરાજે છે, તેમને અનંતી પર્યાયો સમયે-સમયે પ્રગટયા કરે છે, અગુરુલઘુરૂપે પણ પરિણમી રહ્યા છે, તેવો જ વસ્તુનો સ્વભાવ છે. પણ તું ભેદ ઉ૫૨ દૃષ્ટિ ન કર. ગુણભેદમાં રોકાવાથી તું આગળ નહીં જઈ શકે, તેથી એક સામાન્ય મૂળ વસ્તુના અસ્તિત્વ ઉપર લક્ષ કર તેમ કહે છે. જો બધું કાઢી નાખીશ તો તત્ત્વ શૂન્યાકાર થઈ જશે, પણ એવું વસ્તુનું સ્વરૂપ નથી. ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ તત્ત્વ છે. “ઉત્પાદ-વ્યયધ્રુવ યુક્તમ્ સત્” તેવું દ્રવ્યનું સ્વરૂપ છે. ૭૯. પ્રશ્ન:- આત્માનો અનુભવ કરવાની ભાવના હોવા છતાં, આત્માનો આનંદ કેમ આવતો નથી ? સમાધાનઃ- પુરુષાર્થ કરતો નથી. ભાવના છે પણ સ્વભાવરૂપે પરિણમીને આગળ જવું જોઈએ તેમ જતો નથી, પોતે તે રૂપે પરિણમન કરવું જોઈએ. જ્ઞાતાધારા પ્રગટ કરી, કર્તાબુદ્ધિ છોડી શાયકરૂપે પરિણમે તો આનંદ પ્રગટે; પણ જ્ઞાયકરૂપે પરિણમતો નથી. એકત્વબુદ્ધિ વિભાવ સાથે છે તો પછી આનંદરૂપે કયાંથી પરિણમે ? ભાવના હોય, પણ ભાવના પ્રમાણે કાર્ય કરતો નથી. ૮૦. પ્રશ્ન:- આપ ટૂંકું કહો ને ? ગોથાં બહુ ખવાય છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૬૯ સમાધાન - જ્ઞાનમાં બધા ભેદને જાણવા, પણ દષ્ટિ એક દ્રવ્ય ઉપર કરવી અને સ્વમાં એકત્વબુદ્ધિ કરીને પરથી વિભક્ત થવું. હું એક ચૈતન્ય તત્ત્વ છું તે જાણી લેવું. અનંત ગુણ-પર્યાયોના અનંત ભેદો છે, તેની ઝાઝી અપેક્ષામાં ન રોકાતાં, મૂળ તત્ત્વને ગ્રહણ કરી લેવું કે મારું અસ્તિત્વ જ્ઞાયકરૂપે છે. ૮૧. પ્રશ્ન:- દ્રવ્યદષ્ટિના જોરમાં પર્યાય ગૌણ કરવાની વાત આવે તેમાં એકાંત પકડાઈ જાય છે, રોકાઈ જવાય છે? સમાધાન - હા, કોઈથી એકાંત પકડાઈ જાય છે. પર્યાયને જુદી માનવી કે ભેગી માનવી? એમ રોકાઈમૂંઝાઈ જાય છે. દ્રવ્યદષ્ટિના જોરમાં શુદ્ધ પર્યાય પ્રગટ થતાં તે ભેગી છે કે જુદી છે તે તેના જ્ઞાનમાં સમજાઈ જશે, યથાર્થ પરિણતિમાં તે આવી જાય છે. પર્યાયનું વદન થાય છે. તેથી સમજાઈ જશે કે તે સર્વથા જુદી નથી. આખું દ્રવ્ય સામાન્ય છે અને પર્યાય નવી પ્રગટ થાય છે ને વ્યય થાય છે તેવો તેનો ક્ષણિક સ્વભાવ છે. પણ તે સર્વથા જુદી નથી તેમ અપેક્ષાથી સમજવું. દ્રવ્યની જેમ પર્યાય શાશ્વત નથી, નવી નવી ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે. વળી જે વેદના થાય છે તે દ્રવ્યની જ પર્યાય છે, પણ તે ક્ષણ પૂરતી છે. ૮૨. પ્રશ્ન:- આ૫ મંગલ આશીર્વાદ આપો. સમાઘાન- અંતરમાં શાયકનું લક્ષ અને બહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવા. જ્ઞાયકની સમીપતામાં જીવન ગાળવું, તે એક જ ધ્યેય રાખવા જેવું છે. આત્મા અને આગ્નવોનો ભેદ કરવાનો છે. આગ્નવો આકુળતારૂપ છે અને ભગવાન આત્મા નિરાકુળ સ્વભાવ છે. ભગવાન આત્મા વિજ્ઞાનઘન છે તેને જુદો પાડવો તે કરવાનું છે. ચૈતન્ય છે તે પોતે જાણક-જ્ઞાયકસ્વભાવ છે. વિભાવભાવ વિપરીત ભાવ છે, વિભાવ દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. દુઃખનું કાર્ય તેમાંથી આવે છે, બધું દુઃખનું ફળ તેમાંથી આવે છે. આત્મા સુખનું ધામ છે-સુખનું કારણ છે, સુખનું કાર્ય તેમાંથી આવે છે, બધું સુખ આત્મામાંથી આવે છે. વિભાવ પોતે પોતાને જાણતો નથી, અને પરને પણ જાણતો નથી, આત્મા પોતાને જાણે છે, સ્વ-પર પ્રકાશક છે, બધાને જાણનારો છે. આ રીતે જ્ઞાયકસ્વભાવી આત્મા અને આગ્નવો વચ્ચે ભેદજ્ઞાન કરવું તે જીવનું કર્તવ્ય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦] [ સ્વાનુભૂતિદર્શન “અશુચિપણું, વિપરીતતા એ આસવોનાં જાણીને, વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે.” જ્ઞાયક આત્માને જાણો કયારે કહેવાય? કે-આસ્રવોથી ( વિભાવથી) નિવૃત્તિ થાય અને સ્વભાવમાં પરિણતિ થાય. સમયસારમાં આવે છે તે કહું છું કે બધાએ આ કરવા જેવું છે, આનંદઘન આત્માને પ્રગટ કરવાનો છે. આત્મા આનંદ-જ્ઞાન આદિ અનંત ગુણોથી ભરેલો છે. તેની પરિણતિ પ્રગટ કરવી અને વિભાવથી નિવૃત્ત થવું તે કરવાનું છે. અંદરથી પરિણતિ પ્રગટ થઈ કયારે કહેવાય? કે વિભાવથી નિવૃત્ત થાય ત્યારે. વિભાવથી નિવૃત્તિ થઈ કયારે કહેવાય? કે સ્વભાવમાં પ્રવૃત્તિ થાય ત્યારે. સ્વભાવનું વેદના થાય તો વિભાવથી નિવૃત્તિ થઈ, વિભાવથી ભેદજ્ઞાન થયું એમ કહી શકાય. આસ્રવો મલિન છે, આત્મા પવિત્ર ને ઉજ્જવળ છે-ઉજ્જવળતા, ને પાવનતાથી ભરેલા આત્માને પ્રગટ કરવા જેવો છે, તેનું ધ્યેય રાખવા જેવું છે. તેનું લક્ષ અને તે તરફ પરિણતિ કરવી. આત્માનો અને વિભાવનો સ્વભાવ ઓળખીને, તેના ભેદ પાડીને, સ્વમાં એકત્વબુદ્ધિ અને પરથી વિભક્તબુદ્ધિ કરવા જેવી છે. પરનું હું કરી શકું છું અને પર મારું કાર્ય છે એવી કર્તા-કર્મની પ્રવૃત્તિમાં અનાદિથી પોતાને ભૂલી ગયો છે. પણ સ્વભાવનું પરિણમન કરનારો તે હું અને સ્વભાવ મારું કાર્ય એમ પરિણતિ પ્રગટ થાય તે મુક્તિનું કારણ છે. આત્મા જ્ઞાનનું ધામ-સુખનું ધામ છે તેવી પરિણતિ પ્રગટ કરવી. પરદ્રવ્યનો આશ્રય (અને લક્ષ) તે આસ્રવ છે, તે પરાશ્રયભાવ છે. સાધકને શુભ ભાવ વચ્ચે આવે છે, ત્યારે દેવ-શાસ્ત્ર-ગુરુનો આશ્રય હોય છે, પણ ચૈતન્યના આશ્રયપૂર્વક-ધ્યેયપૂર્વક હોય છે. ચૈતન્યનો પોતાનો આશ્રય-તે ખરો આશ્રય છે, તે સ્વાધીનતા છે અને દેવ-શાસ્ત્ર-ગુરુનો આશ્રય પણ પરાધીનતા છે. આત્માનું સાન્નિધ્ય પ્રગટ થાય તેવી પરિણતિ પ્રગટ કરવાની છે. દેવ-ગુરુ-શાસ્ત્રનું સાન્નિધ્ય તો મળ્યું પણ અંતરનું સાન્નિધ્ય કેમ પ્રગટ થાય તે કરવા જેવું છે, તેની જ સમીપતા, તેની જ અદ્ભુતતા લાવવા જેવી છે. કોઈ પરપદાર્થ અદભુતતારૂપે કે આશ્ચર્યરૂપે નથી, એક માત્ર સુખનું કારણ એવો આત્મા અદ્ભુત અને આશ્ચર્યકારી તત્ત્વ છે, તેનું આશ્ચર્ય કરવા જેવું છે. જ્ઞાયકના ધ્યેયપૂર્વકનું જીવન તે ખરું જીવન છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ ૭૧ બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] ગુરુદેવ કોઈ અદ્ભુત હતા. પંચમકાળના જીવોના મહાભાગ્ય કે તેમની વાણી અને એવા ગુરુદેવ મળ્યા. ૮૩. પ્રશ્ન:- સ્વભાવ હાથ આવતો નથી અને વિકલ્પનું જોર વધી જાય છે તો અમારે શું કરવું? સમાધાનઃ- સ્વભાવને પ્રયત્ન કરીને ગ્રહણ કરવો. “પ્રજ્ઞાથી જુદો કરવો અને પ્રજ્ઞાથી ગ્રહણ કરવો ” આમ શાસ્ત્રમાં આવે છે અને ગુરુદેવ પણ એમ જ કહેતા હતા. વિકલ્પનું જોર વધે તો, તેની સામે પોતાનું જોર વધારવું. ચૈતન્યની પરિણતિનું જોર વધે તો વિકલ્પનું જોર તૂટે. પોતે પોતાના સ્વભાવને ગ્રહણ કરવો. પ્રજ્ઞાથી જુદો કરવો, પ્રજ્ઞાથી ગ્રહવો તે પોતાના હાથની વાત છે. વિલ્પનું જો વધે તેની સામું ન જોતાં સ્વભાવનું જોર વધારવું. વારંવાર આ જ અભ્યાસ કર્યા કરવો, તેમાં થાકવું નહિ. ૮૪. પ્રશ્ન:- ધ્યાનમાં બેસીને જ્ઞાયકને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીએ તો ગ્રહણ થતો નથી અને વિકલ્પ જ થયા કરે છે તો વિકલ્પનો નાશ કેમ કરવો તે કૃપા કરી બતાવશો. સમાધાનઃ- પહેલા વિકલ્પથી ભેદ કરવો. પછી જ્યારે ચૈતન્ય તરફ તેની પરિણતિનું જોર આવે, તેના તરફ જ તેની તમન્ના, લગની લાગે અને વિકલ્પમાં આકુળતા લાગે–ચેન પડે નહીં તો વિકલ્પ તૂટે. સ્વ તરફની દષ્ટિનું જોર થાય, પરિણતિની દોડ થાય અને પુરુષાર્થનું બળ થાય તો તે તરફ જાય. જ્યાં સુધી બહાર એકત્વબુદ્ધિમાં અટકયા કરે,ભલે બુદ્ધિમાં તત્ત્વને ગ્રહણ કર્યું હોય પણ એકત્વબુદ્ધિમાં અટકે–ત્યાં સુધી વિકલ્પ તૂટે નહિ. પોતામાં એકત્વબુદ્ધિ અને પોતાના સ્વભાવનું જોર થાય તો વિકલ્પ તૂટે. ૮૫. પ્રશ્ન:- બધા જીવો કોઈ ને કોઈ વિકલ્પમાં અટકયા કરે છે. તો તે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ કેમ થવાતું નથી ? સમાધાનઃ- પોતાના પુરુષાર્થની નબળાઈ છે, બીજું કોઈ કારણ નથી. પ્રજ્ઞાછીણી જોરથી પટકવી તે જ કરવાનું છે. ક્ષણે ક્ષણે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ પુરુષાર્થની ઉગ્રતા કરવી. તે એકવાર કરવાથી ન થાય, હાલતાં-ચાલતાં, ખાતાંપીતાં, બેસતાં-ઊઠતાં, અને સૂતાં-સ્વપ્નમાં પણ હું જ્ઞાયક છું-એવી ભેદજ્ઞાનની ઉગ્રતા કરે તો થાય. જેને થાયે તેને અંતર્મુહૂર્તમાં થાય અને ન થાય તો ટાઈમ લાગે. તેણે નિરંતર એવો અભ્યાસ કરવો જોઈએ કે હું શાતા-જ્ઞાતા જ્ઞાતા જ છું, જ્ઞાતા Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૭૨ ] [ સ્વાનુભૂતિદર્શન જ અંદર પોતાની પરિણિતમાં ગૂંથાઈ જવો જોઈએ. જેમ શરીર અને વિકલ્પ સાથે એકમેકપણું થઈ ગયું છે તેમ વર્તમાનમાં આત્મા એકમેક ઘૂંટાઈ જવો જોઈએ, ત્યારે પ્રાપ્ત થાય. ૮૬. પ્રશ્ન:- ધારણાજ્ઞાન ધર્મનું સાધન છે? સમાધાનઃ- આ જીવ છે, આ અજીવ છે એવું ધારણાજ્ઞાન તથા મંદ કષાય કરીએ તો ધર્મ થાય, તે ધર્મનું સાધન છે એવી માન્યતાથી તો તેને નુકસાન છે. ધારણાજ્ઞાન એટલે ગોખેલું જ્ઞાન ન સમજવું. ધારણાજ્ઞાન એટલે ગોખેલું જ્ઞાન નહિ, પણ પોતે પહેલાં હું ચૈતન્ય છું, આ સ્વભાવ જુદો ને આ વિભાવ જુદો એમ પોતાની બુદ્ધિથી નક્કી કરેલું છે તેને ધારણાજ્ઞાન કહે છે. શાસ્ત્રો ઘણા ગોખી જવા-એવા પ્રકારનું જ્ઞાન થવું-તે સાચું ધારણાજ્ઞાન નથી અને તે ગોખેલું ( શાસ્ત્રજ્ઞાન) કામ નથી આવતું. વાસ્તવિક સાધન તો જે સ્વભાવ છે તે સાધન થાય છે ને ત્યારે ધા૨ણાજ્ઞાનને વ્યવહારથી સાધન કહેવાય છે. મૂળ સાધન તો દ્રવ્યસ્વભાવ છે. પુરુષાર્થ અંતરમાંથી ઊપડે તો તે વાસ્તવિક સાધન થાય છે. પોતાની પરિણતિ જેમાંથી ઊછળે છે તે દ્રવ્યસ્વભાવ મૂળ સાધન છે. જે સ્વાનુભૂતિ કરે તેની દ્રવ્ય ઉ૫૨ દષ્ટિ હોય છે અને તેને આવા ભેદવિકલ્પ વચ્ચે આવે છે, પણ તેમાં તે રોકાતો નથી. રુચિવાળા જીવને ઘણા પ્રકારના વિકલ્પો આવે પણ તેમાં રોકાય નહિ; વાસ્તવિક સાધન તો દ્રવ્યદૃષ્ટિ જે અંતરમાંથી પ્રગટે તે જ છે, પણ રુચિની સાથે હું ચૈતન્ય છું, જ્ઞાન છું એવી જાતનો અભ્યાસ આવ્યા વગર રહેતો નથી. જેમ ગુરુનો ઉપદેશ વચ્ચે હોય છે, તેમ અમુક જાતના શુભ વિકલ્પો વચ્ચે આવે છે. હું જ્ઞાન છું-દર્શન છું, એવા ભેદવિકલ્પો વચ્ચે આવે છે, પણ તેની દૃષ્ટિમાં તો અનંતગુણનો પિંડ એક ચૈતન્ય જ છે. વિકલ્પ સાધનારૂપ થતો નથી કેમકે વિકલ્પ તોડવામાં વિકલ્પ સાધન ન થાય. નિર્વિકલ્પ દશા પ્રગટે ત્યારે વિકલ્પ હોતા નથી. નિર્વિકલ્પ દશાનું સાધન જ્ઞાયક છે કે જેનાથી પોતાની પરિણતિ નિર્વિકલ્પરૂપ થાય છે, પણ વચ્ચે વિકલ્પ આવ્યા વગર રહેતા નથી. તેના જ્ઞાનમાં એમ હોવું જોઈએ કે આ વિકલ્પ વાસ્તવિક સાધન નથી, પણ વ્યવહાર છે. વિકલ્પમાં સર્વસ્વતા માની ન લેવી જોઈએ કે આમ કરતાં કરતાં થશે, પણ તેની દૃષ્ટિ તેના Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] | [ ૭૩ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવા તરફ જ હોવી જોઈએ. મારું અસ્તિત્વ કેમ ગ્રહણ કરું! તે તરફ દષ્ટિ હોવી જોઈએ. સ્વભાવની ખોજ કરવાની છે, તેમાં આ જ્ઞાન છે-દર્શન છે એવા વિચારો આવ્યા વગર રહેતા નથી. ૮૭. પ્રશ્ન- વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી તે બરાબર છે, પણ તેની રુચિ થઈ જાય તો નિશ્ચય પ્રગટે નહિ ને ? સમાધાનઃ- વ્યવહારની રુચિ એટલે કે તેમાં જ રોકાઈ રહેવું ન જોઈએ. તે વચ્ચે આવે છે, પણ તેની દષ્ટિ આગળ જવાની હોવી જોઈએ. આચાર્યદેવ કહે છે કે અમે તને ત્રીજી ભૂમિકામાં અમૃતકુંભની ભૂમિકામાંજવાનું કહીએ છીએ ત્યાં નીચે નીચે ન પડ. અમે શુદ્ધની ભૂમિકામાં જવાનું કહીએ છીએ, શુભ છોડી અશુભમાં જવાનું કહેતાં નથી. ઊંચે ઊંચે શુદ્ધની ભૂમિકામાં જવાનું કહીએ છીએ તેમાં આ શુભભાવ આવે, પણ તેને સર્વસ્વ માની લેવું નહિ. શુદ્ધ ભૂમિકા કેમ પ્રગટે, અમૃતકુંભ ભૂમિકા કેમ પ્રગટે એમ દષ્ટિ ત્યાં હોવી જોઈએ, રૂચિ ત્યાં હોવી જોઈએ ને વચ્ચે આ બધો વ્યવહાર આવ્યા વગર રહેતો નથી. ૮૮. પ્રશ્ન:- રુચિ પરથી ખસતી નથી અને અહીં આવતી નથી તો સ્વરૂપ કઈ રીતે જ્ઞાનમાં લેવું કે જેથી સચિનો પલટો સહેજે થાય ? મૂંઝવણ પણ ઘણી થાય છે કે કયાં સુધી આમ ને આમ રહેવું? સમાઘાન- આત્માને જ્ઞાનમાં લીધો, પણ આત્માની યથાર્થ મહિમા અંતરમાંથી આવવી જોઈએ. સમજણની સાથે વિરક્તિ પણ જોઈએ, તો રુચિ પલટાય. તેને પર તરફથી વિરક્તિ આવવી જોઈએ કે બહારમાં કાંઈ નથી, આત્મામાં જ બધું છે. નિરાળાપણું આવવું જોઈએ કે બહારમાં કયાંય અટકવા જેવું નથી, કયાંય સુખ નથી તેનો નિર્ણય એવો દઢ હોવો જોઈએ કે રુચિ પલટો ખાય. જ્ઞાનમાંસમજણમાં વસ્તુ આવવી જોઈએ પણ એકલી સમજણ નહિ, સમજણ સાથે વિરક્તિ, મહિમા વગેરે બધું અંદરમાં હોય તો રુચિ પલટો ખાય. મુમુક્ષુ- તે બધું કઈ રીતે આવે ? બહેનશ્રી - પોતે કરે તો થાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ ] [સ્વાનુભૂતિદર્શન મુમુક્ષુ- કરવામાં શું બાકી રહી જાય છે? કુટુંબ-પરિવાર છોડી અહીં રહીએ છીએ ને રુચિપૂર્વક શાસ્ત્ર વાંચી, વિચારવાનું મન પણ થાય છે. બહેનશ્રી:- આવું કરવા છતાં પણ પોતે અટકે છે કેમકે રૂચિ ત્યાં ને ત્યાં છે. જેટલી જોઈએ તેટલી અંદર તીવ્રતા નથી, અંતરમાં પાછો વળતો નથી, અંતરની મહિમા આવતી નથી; પોતાને ગ્રહણ કરતો નથી ને વિરક્તિ આવતી નથી; જેમ કોઈ સૂતો હોય ને જાગૃત થવાનો નિર્ણય કર્યો હોય, પણ જાગું છું...જાગું છું એમ કર્યા કરે તો પણ પ્રમાદને લઈને જાગતો નથી-ઊઠતો નથી તેમ જેટલું કારણ આપવું જોઈએ તેટલું આપતો નથી, જેટલી તીવ્રતા જોઈએ તેટલી કરતો નથી, જ્ઞાન-વિરક્તિ-મહિમા કરતો નથી તે ક્યાંક અટકે છે. અંતરમાંથી તાલાવેલી લાગવી જોઈએ કે પોતે ક્યાંય ન અટકતાં પોતામાં ચાલ્યો જાય. તેટલી અંદરથી લગની લાગવી જોઈએ. દષ્ટિ અંતરમાં થંભતી નથી અને પર તરફથી છૂટતી નથી તેનું કારણ પોતાનું છે. પોતાનો આશ્રય પ્રબળપણે લે અને પરનો આશ્રય છોડી દે તો નિરાલંબન થઈ જાય. પોતાના આશ્રયનું જોર થાય તો પરનો આશ્રય છૂટી જાય છે, પણ પોતે છોડ તો છૂટે. દ્રવ્યને ગ્રહણ કર્યું નથી તેથી પર્યાયમાં બધે અટકેલો છે. બીજા તરફથી પાછો હઠે તો પલટો થાય, તે પોતાના પુરુષાર્થથી થાય છે. ૮૯. પ્રશ્ન:- પર્યાયમાં અટકયો છે તેના માટે શું કરવું? સમાધાનઃ- બહારમાં સર્વસ્વ નથી, જ્ઞાયકમાં જ બધું છે તેમ પોતે દઢતા કરવી. ભલે પ્રથમ બુદ્ધિપૂર્વક વિચાર કરીને દઢતા કરે, પણ અંદરથી પલટો ખાવામાં વિશેષ તૈયારી થવી જોઈએ તો પરિણતિ પલટો ખાય. બુદ્ધિમાં દઢતા આવે, પણ પરિણતિ જ્યાં સુધી પલટો ખાતી નથી ત્યાં સુધી કચાશ છે. પરિણતિ પરના એકત્વ તરફ ઢળી રહી છે, તે પોતાની કચાશ છે. બુદ્ધિમાં નિર્ણય કરે કે મહિમાવંત જ્ઞાયક આત્મા છે, સુખ પણ આમાં છે, બહારમાં સુખ નથી.-આમ નિર્ણય સુધી પોતે આવે છે, પણ પરિણતિ પલટો ખાતી નથી, તે કચાશ છે. વારંવાર જ્ઞાયકની તરફ પરિણતિ રહ્યા કરે તો પલટો ખાય, પરંતુ જ્ઞાયક તરફ પરિણતિ ટકે કયારે? કે પોતા તરફ રહેવાની જરૂરિયાત લાગે તો જ્ઞાયક તરફ પરિણતિ ટકે. ગુરુદેવે બધાને ગ્રહણ થાય તેવું ચોખ્ખું કરી દીધું છે, આખો માર્ગ ચોખ્ખો કરીને બતાવી દીધો છે. ૯૦. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૭૫ પ્રશ્ન:- “તત્પ્રતિ પ્રીતિચિત્તેન યેન વાર્તા પિ હિ શ્રુતા ” આમાં શું કહેવું છે ? સમાધાનઃ- રુચિપૂર્વક વાતો સાંભળે છે તે ‘ભાવિ નિર્વાણ ભાજનમ્’. આ વાત અંતરથી રુચિપૂર્વક સાંભળે છે તેની પરિણિત પલટો ખાધા વગર રહેવાની જ નથી અને તે ‘ભાવિ’–ભવિષ્યમાં નિર્વાણનું ભાજન થાય છે. પોતે પુરુષાર્થ કરીને પલટો ખાવાનો છે. જે જિજ્ઞાસુ હોય તેને એમ આવે છે કે મારી પરિણિત કેવી રીતે પલટો ખાય, એમ તેને પોતાને પુરુષાર્થ કરવાની ભાવના રહે છે. ૯૧. પ્રશ્નઃ- શાસ્ત્ર વાંચવાથી ખોટી હૂંફ કે ઓથ ન આવી જાય? સમાધાનઃ- શાસ્ત્ર વાંચવાથી ખોટી ઓથ આવી જાતી નથી, પણ તેની સાથે પરિણતિમાં કેમ પલટો થાય? કેમ પુરુષાર્થ કરું? કેવી રીતે થાય ? એવી ભાવના- લગની લગાડનાર પલટો ખાય છે. પછી કયારે પલટો ખાય તે તેની યોગ્યતા પ્રમાણે છે. પણ ભાવના તો એમ રહે કે કેવી રીતે પુરુષાર્થ કરું, પુરુષાર્થ કેમ થાય-આ રીતે પુરુષાર્થ કરવાની જ ભાવના રહે તો પલટો થાય. ૯૨. પ્રશ્ન:- જ્ઞાયકની રુચિ થતાં સ્વ-પરનો વિવેક શું યથાર્થ આવે ? સમાધાનઃ- જ્ઞાયકની રુચિ યથાર્થ હોય તો તેનો વિવેક પણ યથાર્થ હોય છે. સ્વ૫૨નો વિવેક કરી, યથાર્થ જ્ઞાન કરે તો યથાર્થ માર્ગ ગ્રહણ થાય. જેની રુચિ યથાર્થ તેનું બધું યથાર્થ. આત્મા સ્વભાવે પૂર્ણ છે. તેની યથાર્થ રુચિ થતાં જ્ઞાન પણ યથાર્થ થાય છે. મુમુક્ષુઃ- નિમિત્તનો વિવેક યથાર્થ આવે! બહેનશ્રી:– હા, નિમિત્તનો વિવેક યથાર્થ આવે, સ્વભાવનું ગ્રહણ થતાં બધું આવે, નિશ્ચય-વ્યવહારની સંધિ જેમ છે તેમ આવે. ૯૩. પ્રશ્ન:- સ્વભાવની રુચિવાળા જીવને વિવેક એક પ્રકારનો રહેતો હશે કે કોઈ વખત વિપરીતતા આવે અને કોઈ વખત યથાર્થતા રહેતી હશે ? સમાધાનઃ- અનુભવ પહેલાંની રુચિવાળાને એવો નિયમ નથી હોતો. જો સમ્યધારા હોય એટલે કે જેને જ્ઞાન સમ્યક હોય તેને સદા વિવેક યથાર્થ હોય ને તે પહેલાંની રુચિવાળાને રુચિમાં કંઈક મંદતા આવી જાય તો વિવેકમાં જુદું આવી જાય. રુચિ યથાર્થ રહ્યા કરે તો વિવેક પણ યથાર્થ રહે ને રુચિમાં ફેરફાર થાય તો વિવેકમાં પણ ફેરફાર થાય ૯૪. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [સ્વાનુભૂતિદર્શન ૭૬ ] પ્રશ્ન:- પુરુષાર્થ વધારે હોય તો અવિ હોય જ નહિ? સમાધાનઃ- જેને આત્મા તરફ રુચિ હોય તે અભિવ ન હોય. ગુરુદેવે આટલું સમજાવ્યું કે શુભાશુભ ભાવ આત્માનો સ્વભાવ નથી. તે અંતરથી જેને બેસે અને જેને આત્માની રુચિ લાગે તો તે અભિવ ન હોય. ૯૫. પ્રશ્ન:- આ જીવ ઘણીવાર સમવસરણમાં જઈ આવ્યો. છતાં સમ્યગ્દર્શન ન પામ્યો તો તેનું કારણ શું? કૃપા કરી સમજાવો. સમાધાનઃ- તેણે અંતરથી ભગવાનને ઓળખ્યા નથી માટે એવો ને એવો પાછો આવે છે. તેણે ભગવાનને બહારથી ઓળખ્યા કે ભગવાન સમવસરણમાં બિરાજે છે, અષ્ટ પ્રાતિહાર્ય છે, સિંહાસન પર બિરાજમાન છે, છત્ર-ચામર છે ને શરીર શાંત હોવાથી તેઓ શાંત છે. તેણે એવું બધું જોયું પણ અંતરથી ભગવાનને ન ઓળખ્યા; તેથી પાછો આવ્યો, ભગવાનનું શું સ્વરૂપ છે, આત્માનું શું સ્વરૂપ છે તે ઓળખ્યું નથી એટલે પાછો આવે છે. ૯૬. પ્રશ્ન:- આત્માના અસ્તિત્વનો સ્વીકાર કેમ આવે? સમાધાનઃ- ગુરુદેવે કહ્યું છે તેની અપૂર્વતા અંતરમાં લાગે, આત્મામાં જ સર્વસ્વ છે એમ લાગે, આત્મા કોઈ જુદો છે તે તરફની રુચિ-પુરુષાર્થ જાગે અને શુભાશુભ ભાવમાં કયાંય રુચિ ન લાગે તેને પોતાના અસ્તિત્વનો અંતરથી યથાર્થ સ્વીકાર આવે છે. ૯૭. પ્રશ્નઃ- ગઈકાલની ચર્ચામાં આવ્યું કે ભેદજ્ઞાન રાગ અને જ્ઞાનસ્વભાવ વચ્ચે કરવાનું છે, દ્રવ્ય અને પર્યાય વચ્ચે નહિ. સમયસાર ગાથા ૩૮માં એમ આવે છે કે નવતત્ત્વથી આત્મા અત્યંત જુદો હોવાથી શુદ્ધ છે, તેમાં સંવર–નિર્જરા-મોક્ષ પણ આવી ગયા. તે ઉપરાંત દ્રવ્યષ્ટિ કરવી અને પર્યાયષ્ટિ છોડવી, તેમાં પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદજ્ઞાનનો પ્રસંગ આવ્યો, તેવી રીતે ધ્રુવ અને ઉત્પાદ, નિષ્ક્રિયભાવ અને સક્રિયભાવ-આ બધામાં પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચેની ભિન્નતા આવે છે. તો પછી રાગ અને સ્વભાવ વચ્ચેના ભેદજ્ઞાનને પ્રાધાન્ય કેમ આપવામાં આવ્યું ? સમાધાનઃ- રાગ તે વિભાવ છે, જ્ઞાન તે સ્વભાવ છે. બંને વચ્ચે સ્વભાવભેદ છે. તેથી તેના ભેદની પ્રાધાન્યતા છે. ગુણ-પર્યાયનો ભેદ તો દૃષ્ટિની અપેક્ષાએ છે, સર્વ અપેક્ષાએ નથી. ગુણ અને પર્યાય અંશ છે. દ્રવ્યદૃષ્ટિ સાધકદશાના જે જે ભેદો પડે તેને તથા ગુણસ્થાન-જીવસ્થાન આદિ બધા ભેદોને ગૌણ કરે છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૭૭ કારણ કે આશ્રય દ્રવ્યનો લેવાનો છે, ગુણ-પર્યાયનો નહિ. ગુણ-પર્યાય એવી જાતના જુદા નથી જેવી રીતે રાગથી જુદાપણું છે, બંનેના જુદા-જુદાપણામાં ફેર છે. માટે તે અપેક્ષાએ કીધું હતું કે રાગથી ભેદજ્ઞાન કરવું. તે સ્વભાવ અને વિભાવનું ભેદજ્ઞાન છે અને આ (દ્રવ્ય-પર્યાયના) ભેદજ્ઞાનની અપેક્ષા જુદી છે. ચૈતન્ય પૂર્ણ ઐશ્વર્યશાળી છે તેનો આશ્રય લેવાનો છે, પણ ગુણ કે પર્યાય જે અંશ છે તેનો આશ્રય લેવાનો નથી. દ્રવ્ય ઉપર દષ્ટિ કરતાં દ્રવ્યનો આશ્રય આવે છે અને ગુણપર્યાયના ભેદનો આશ્રય છૂટી જાય છે. ત્યારે સાધકદશા અને બીજું બધું ગૌણ થઈ જાય છે. જેવી રીતે એક શક્તિશાળી રાજા તેના દુશ્મનથી જુદો તેવી રીતે તેના સંબંધીઓથી જુદો નથી. જોકે રાજા અને તેના સંબંધીઓ બધાં જુદાં જ છે તે છતાં સંબંધીઓ જુદા અને તેના દુશ્મન જુદા તે બંને વચ્ચેની જુદાઈમાં ફેર છે. અહીં ષ્ટિના બળમાં દિષ્ટ બધું જુદું પાડે છે. હું કૃત્યકૃત્ય-પૂર્ણ છું, વિભાવ મારાથી અત્યંત જુદો છે એમ જુદું પાડે છે અને વચ્ચે જે સાધદશાની અધૂરી પર્યાય તથા પૂર્ણ પર્યાય આવે છે તે બધાનું લક્ષ છોડી દે છે. તો પણ જ્ઞાન તેને લક્ષમાં રાખે છે કે આ પર્યાયો છે તે ચૈતન્યની અવસ્થાઓ છે. તેમ જ તે શુદ્ધ પર્યાયો તેના વેદનમાં આવે છે. આમ જ્ઞાન તેનો વિવેક કરે છે. તે અપેક્ષાએ ભેદજ્ઞાન મૂળ રાગથી કરવાનું છે. જ્યારે ગુણ-પર્યાયના ભેદજ્ઞાનમાં એવી જાતનો ભેદ છે કે દૃષ્ટિનો આશ્રય દ્રવ્ય ઉ૫૨ જાય છે, (ગુણ-પર્યાય ઉ૫૨ નહીં) માટે તે બધાનો ભેદ કરવાનો છે. જેવો ભેદ રાગથી કરવાનો છે તેવો ભેદ ગુણ-પર્યાયથી નથી કરવાનો. ભેદ-ભેદમાં ફેર છે. માટે મૂળ રાગથી ભેદજ્ઞાન કરવાનું છે અને આનો (ગુણપર્યાયનો ) વિવેક કરવાનો રહે છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ બધા ગુણો છે તે ચૈતન્યના એક-એક અંશો અને ચૈતન્ય અખંડ પૂર્ણ શક્તિવાન છે. એક-એક અંશનો આશ્રય લેવાનો નથી, કેમકે તે અંશો છે, માટે તે બધાને ગૌણ કરવાના છે. દૃષ્ટિ તે બધાને કાઢી નાખે છે, નિમિત્ત અપેક્ષાએ જે અધૂરી-પૂર્ણ પર્યાય થઈ તે બધાને પણ દૃષ્ટિ જુદી કરે છે અને હું તો એક પૂર્ણ છું, કૃત્યકૃત્ય છું એમ સ્વીકારે છે. હું એક, પૂર્ણ છું એમ દૃષ્ટિના બળમાં બધું નીકળી જાય છે. પણ એકાંતે Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮] [ સ્વાનુભૂતિદર્શન જો તે પૂર્ણ જ હોય તો સાધકદશા રહેતી નથી. તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ બધી અવસ્થાઓ તો થાય છે. તેથી તેનો જ્ઞાન વિવેક કરે છે કે કોઈ અપેક્ષાએ આ ગુણો ચૈતન્યના છે; ચારિત્રની પર્યાય પ્રગટે તે ચૈતન્યની છે, જ્ઞાનચારિત્ર વગેરે બધું ચૈતન્યમાં પ્રગટે છે. દ્રવ્ય ઉપર દષ્ટિ મૂકવાથી બધું પ્રગટે છે, માટે નવતત્ત્વની પરિપાટી છોડીને મને એક આત્મા પ્રગટ થાવ. નવતત્ત્વની પરિપાટી ઉપર દષ્ટિ મૂકવાની નથી, આત્મા ઉપર દષ્ટિ મૂકવાની છે. આત્મા ઉપર દષ્ટિ મૂકવાથી બધી નિર્મળ પર્યાયો પ્રગટે છે, પણ તે પર્યાયનો આશ્રય લેવાનો નથી. જેમ વિભાવ જુદો છે એવી રીતે નિર્મળ પર્યાયો જુદી નથી. સ્વાનુભૂતિનું વેદન-વીતરાગદશાનું વેદન-આવે છે. માટે જેવી રીતે વિભાવથી જુદું પડવાનું છે એવી રીતે શુદ્ધ પર્યાયથી જુદું પડવાનું નથી. આમ બધી અપેક્ષાએ સમજવું. ૯૮. પ્રશ્ન:- રાગથી છૂટાં પડતાં રાગ ચાલ્યો જાય છે અને શુદ્ધ પર્યાય જેટલો હું નથી એમ સ્વીકારતાં શુદ્ધતાની વૃદ્ધિ થાય છે-એમ શું આપનું કહેવું છે ? સમાધાન - રાગથી છૂટા પડતાં અંદર ચૈતન્યમાં શુદ્ધ પર્યાયો પ્રગટે છે અને શુદ્ધિની વૃદ્ધિ પણ થાય છે. પણ તેની ઉપર દષ્ટિ આપવાથી કે તેનો આશ્રય કરવાથી તે પ્રગટ થતી નથી. આશ્રય દ્રવ્યનો લે તો જ શુદ્ધાત્માની પર્યાયો પ્રગટે છે. માટે દષ્ટિ તો એક પૂર્ણ ઉપર જ રાખવાની છે. પર્યાયો ઉપર કે ગુણો ઉપર દષ્ટિ રાખી તેમાં રોકાવાનું નથી.-પર્યાયો ઉપર દષ્ટિ રાખવાની નથી પણ જ્ઞાનમાં રાખવાનું છે કે આ પર્યાયો ચૈતન્યના આશ્રયે પ્રગટ થઈ છે, તે કાંઈ જડની નથી-તેમ જ્ઞાન યથાર્થ કરવું. દષ્ટિ પૂર્ણ ઉપર રાખી જ્ઞાન યથાર્થ કરવું, તો તેની સાધકદશાની પર્યાય યથાર્થપણે પ્રગટે છે. જ્ઞાનમાં સર્વ અપેક્ષાએ એમ જ હોય કે હું પૂર્ણ જ છું, તો પછી કાંઈ કરવાનું જ રહેતું નથી અને તેથી તેમાં ભૂલ પડે છે. દષ્ટિ પૂર્ણ દ્રવ્ય ઉપર હોય, અને જ્ઞાનમાં એમ હોય કે મારી પર્યાય હજી અધૂરી છે. એમ જ્ઞાનમાં હોય તો સાધકદશા પ્રગટે છે, નહિ તો જ્ઞાન ખોટું થાય છે. રાગ મારાથી જુદો છે, પણ થાય છે ચૈતન્યના પુરુષાર્થની નબળાઈથી; એ રીતે બધું ખ્યાલમાં રાખે તો પુરુષાર્થ ઊપડે છે અને એમાં આનંદદશા; વીતરાગદશા આદિ બધું પ્રગટે છે. પહેલાં દૃષ્ટિની અપેક્ષાએ બે ભાગ પડે છે. પછી જ્ઞાન બધાનો વિવેક કરે છે. ગુરુદેવે અનેક પ્રકારે સમજાવ્યું છે, ગુરુદેવે પરમ ઉપકાર કર્યો છે. બધી અપેક્ષાઓ ગુરુદેવે સમજાવી છે. ૯૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૭૯ પ્રશ્ન- વચનામૃત બોલ-૪૦૧માં વિભાવભાવમાં પરદેશપણાની અનુભૂતિ વ્યક્ત કરી છે. અનંત ગુણ પરિવાર અમારો સ્વદેશ છે તે તરફ જઈ રહ્યા છીએ. આમ એક જ દ્રવ્યમાં એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ-ક્રિયા ને બધા જુદા જુદા વિભાગ હોય એવો અનુભવ કઈ રીતે થઈ શકે? સમાઘાન- આ ભાવનાની વાત છે કે વિભાવ અમારો દેશ નથી. દ્રવ્ય ઉપર દષ્ટિ છે તેથી ચૈતન્ય દેશ અમારો છે. પણ હજી અધૂરી પર્યાય હોવાથી વિભાવ છે, છતાં તે વિભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે કયાં આવી ચડયા? ચૈતન્ય તે અમારો સ્વદેશ છે. આ તો બધો પરદેશ છે. અહીં વિભાવમાં....અમારું કોઈ નથી. અમારા સ્વદેશમાં બધા ગુણો છે તે અમારા છે. આમ દષ્ટિ ભલે અખંડ ઉપર છે તો પણ, તેને ચારિત્રની પર્યાયમાં આગળ વધવા માટે અનેક જાતની ભાવના આવે છે. આ વિભાવ તો બધો પરદેશ છે, અમારો સ્વદેશ તો અમારા ગુણો છે. સ્વદેશ તરફ અમારા પુરુષાર્થની ગતિ છે, વિભાવ તરફ અમારે જવું નથી. દષ્ટિ અપેક્ષાએ ભલે સ્વદેશને પૂર્ણ ગ્રહણ કર્યું, પણ પરિણતિ અમુક પ્રકારે સ્વ તરફ ગઈ છે, તેથી વિશેષ-વિશેષપણે અમે સ્વદેશમાં જઈએ, અમારા પુરુષાર્થની ગતિ સ્વદેશમાં જાય; આ વિભાવ અમારો દેશ નથી, એમ ભાવનામાં આવે છે. સાધકને બધી જાતની ભાવના આવે છે. વિભાવ તરફ દષ્ટિ મૂકતાં ત્યાં અમારું કોઈ દેખાતું નથી, ચૈતન્યના સ્વદેશમાં જઈએ ત્યાં બધા અમારા છે, આ બધા વિભાવ-પરભાવો છે એમ ભાવનામાં આવે છે. ૧OO. પ્રશ્ન- પર્યાયમાં દ્રવ્ય નથી અને દ્રવ્યમાં પર્યાય નથી. તો પર્યાય દ્રવ્ય સાથે એકત્વનો અનુભવ કઈ રીતે કરી શકે ? સમાધાનઃ- દ્રવ્યમાં પર્યાય નથી અને પર્યાયમાં દ્રવ્ય નથી, તે દષ્ટિ અપેક્ષાએ છે, કેમકે દ્રવ્ય ઉપર દષ્ટિ મૂકવાથી, દૃષ્ટિના વિષયમાં એક દ્રવ્ય આવે છે. પણ સર્વ અપેક્ષાએ દ્રવ્યમાં પર્યાય નથી અને પર્યાયમાં દ્રવ્ય નથી એમ નથી. પર્યાયને દ્રવ્યનો આશ્રય છે અને દ્રવ્ય પર્યાયરૂપે પરિણમે છે એમ બીજી એક અપેક્ષા છે. સર્વ અપેક્ષાએ પર્યાય ત જુદી હોય તો પર્યાય પોતે જ દ્રવ્ય થઈ જાય. માટે સર્વ અપેક્ષાએ એમ નથી. ૧૦૧. પ્રશ્ન:- અહીંયા દ્રવ્ય એટલે ધ્રુવભાવ ને પર્યાયભાવ એમ બે ભાવ લઈએ તો ? સમાઘાન- ધ્રુવ એકલું નથી, ધ્રુવને ઉત્પાવ્યયની અપેક્ષા છે. ઉત્પાવ્યય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૮૦ ] [ સ્વાનુભૂતિદર્શન વગરનું ધ્રુવ નથી. એકલું ધ્રુવ હોઈ શકે જ નહિ, ઉત્પાદ-વ્યયની અપેક્ષાવાળું ધ્રુવ છે. કોઈ અપેક્ષાએ અંશો જુદા છે પણ એકબીજાની અપેક્ષા રાખે છે. ૧૦૨. પ્રશ્ન:- પહેલાં નિરપેક્ષથી જાણવું જોઈએ અને પછી સાપેક્ષતા લગાડવી જોઈએ એટલે કે ધ્રુવ ધ્રુવથી છે, પર્યાય પર્યાયથી છે. ધ્રુવ પર્યાયથી નથી ને પર્યાય ધ્રુવથી નથી. એમ પહેલાં નિરપેક્ષતા સિદ્ધ કરીને પછી સાપેક્ષતા લગાડવી કે પર્યાય દ્રવ્યની છે. તો એમ સમજવામાં શું દોષ આવે ? સમાધાનઃ- જે નિરપેક્ષપણું યથાર્થ સમજે તેને સાપેક્ષપણું યથાર્થ સાથે આવે છે. સમજવા માટે પહેલું-પછી આવે, પણ યથાર્થ પ્રગટે તેમાં બંને સાથે આવે છે. જે યથાર્થ નિરપેક્ષપણું સમજે તેની સાથે સાપેક્ષપણું હોય જ છે. એકલું નિરપેક્ષ પહેલાં સમજાવીને પછી સાપેક્ષ સમજાવે તે તો વ્યવહારની એક રીત છે. અનાદિકાળથી તેં સ્વરૂપ તરફ દષ્ટિ કરી નથી, માટે દ્રવ્યદષ્ટિ કર, પહેલાં નિરપેક્ષ દ્રવ્યને ઓળખ. નિરપેક્ષ દ્રવ્યને ઓળખવાની સાથે સાપેક્ષ શું છે તે તેમાં આવી જ જાય છે. એકલું નિરપેક્ષ આવે તો નિરપેક્ષ યથાર્થ નથી, સમજવામાં બંને સાથે છે, એટલું નિરપેક્ષ એકાંત થઈ જાય છે. ૧૦૩. પ્રશ્ન:- જીવને રાગના પરિણામનો પરિચય છે અને જ્ઞાન આછું આછું ખ્યાલમાં આવે છે, તો આ સ્થિતિમાં આગળ કઈ રીતે વધવું તે અંગે માર્ગદર્શન આપવા કૃપા કરશોજી. સમાધાનઃ- રાગનો પરિચય અનાદિથી છે ને જ્ઞાનનો પરિચય નથી, તો જ્ઞાનસ્વરૂપ આત્માનો પરિચય વધારે કરવો. જ્ઞાન આછું આછું ખ્યાલમાં આવે છે કારણ કે તેની દષ્ટિ બહાર છે; પણ જે જણાય છે તે જ્ઞાન જ છે. માટે જ્ઞાનને વિભાવથી છૂટું જાણીને એકલા જ્ઞાનને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો, તેનો પરિચય કરવો, તેનો વારંવાર અભ્યાસ કરવો, તેનો પરિચય વધારે કરવાથી, તેની સમીપ જઈને ઓળખવાથી-તે પ્રગટ થાય છે. ભલે જ્ઞાન આછું દેખાય, પણ તે ચૈતન્યનું લક્ષણ છે, માટે લક્ષણથી લક્ષને ઓળખ. ૫૨ તરફ તેની દૃષ્ટિ જાય છે તેથી જાણે જ્ઞેયથી જ્ઞાન હોય તેવી ભ્રમણા થઈ ગઈ છે. તે ભ્રમણાને મૂકીને જે એકલું જ્ઞાન છે તે જ્ઞાનને ગ્રહણ કરવાનો વારંવાર પ્રયત્ન કરવો. જ્ઞાન ભલે આછું જણાય, પણ તે જ્ઞાન જ છે એવી રીતે જ્ઞાનને ગ્રહણ કરવાનો વારંવાર પ્રયત્ન કરવો, તેનો પરિચય કરવો, તેનો અભ્યાસ કરવો. રાગનો પરિચય છે તેને છોડીને Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ [ ૮૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] જ્ઞાનનો પરિચય કરવો, જ્ઞાતાનો પરિચય કરવો અને વારંવાર તેનો અભ્યાસ કરવો તે તેનો ઉપાય છે. ૧૦૪. પ્રશ્ન:- પર્યાય ઉપરથી દ્રવ્યનો ખ્યાલ કેવી રીતે કરવો ? સમાધાન- દષ્ટિ તો દ્રવ્ય ઉપર જ કરવાની છે, પણ પર્યાય વચ્ચે આવે છે. પર્યાયનો આશ્રય નથી આવતો, પણ પર્યાય સાથે આવે છે. દ્રવ્યનો વિષય પર્યાય કરે છે. દૃષ્ટિની દિશા પલટાય છે ત્યારે વિષય દ્રવ્ય બને છે. પર્યાય વચ્ચે આવે છે. ૧૦૫. પ્રશ્ન:- અમને તો જ્ઞાનની પર્યાય જણાય છે, તો શું કરવું? સમાધાન- જ્ઞાનની પર્યાય ભલે જણાય, પણ જ્ઞાનસ્વભાવ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો, પર્યાય ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરવો, પણ જ્ઞાયક ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. જે અંશ દેખાય છે તે અંશ ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરવો. જે આ ક્ષણે ક્ષણે દેખાય તે હું એમ પ્રયત્ન ન કરવો. પરંતુ જાણનારની શક્તિ ધરાવનારો કોણ છે? તે દ્રવ્યને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. આ જાણું, આ જાણ્યું, એમ પર્યાયને ગ્રહણ કરવાનો પ્રયત્ન નહિ કરતાં, અખંડ જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. તેના લક્ષણથી જ્ઞાયક ગ્રહણ થાય છે. પર્યાય ગ્રાહકરૂપે વચ્ચે આવે છે. ૧O6. પ્રશ્ન- અમારે સ્વભાવ પ્રાપ્ત કરવો છે ને તે થતો નથી એટલે મૂંઝવણ થાય છે. સમાઘાન- અંતરમાં જ્ઞાયકદેવ પ્રગટ ન થાય ત્યાં સુધી આત્માર્થીને સંતોષ થતો નથી, પણ શાંતિ રાખીને પ્રયત્ન કરવો. જ્ઞાયકદેવને ગ્રહણ કરવા માટે અંતરમાંથી તેનો અભ્યાસ વારંવાર કરવો, મૂંઝાઈ ન જવું. એકત્વબુદ્ધિ તોડવાનો પ્રયત્ન શાંતિ રાખીને કરવો. પ્રયત્ન તો પોતાને જ વારંવાર કરવાનો છે. પોતાની ભૂલે પોતે વિભાવમાં દોડ્યો જાય છે, પોતે પુરુષાર્થ કરે તો પોતા તરફ આવે છે. માટે વારંવાર ઊંડા ઊતરીને સ્વભાવને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. ચૈતન્યનો વારંવાર અભ્યાસ કરે તો સહજ થઈ જાય અને જ્ઞાયક પ્રગટ થયા વગર રહે નહિ. સમજપૂર્વક વારંવાર કરે તેને પછી સહજ થઈ જાય છે. શરૂઆતની ભૂમિકા દુષ્કર છે. ૧૦૭. પ્રશ્ન- સ્વભાવ જલદી પ્રાપ્ત થાય તેનો કોઈ ઉપાય ખરો ? સમાધાન- પ્રાપ્ત કરવાનો ઉપાય એક ભેદજ્ઞાન જ છે. ચૈતન્ય જ્ઞાયક જુદો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨]. [સ્વાનુભૂતિદર્શન અને વિભાવ જુદો એમ સ્વભાવ-વિભાવ બંનેને જુદા પાડવા. યથાર્થ સચિ, મહિમા, લગની, તત્ત્વવિચાર કરીને પોતે સ્વભાવ ગ્રહણ કરવાની પરીક્ષક શક્તિ અંદરથી એવી પ્રગટ કરવી જોઈએ કે આ સ્વભાવ છે ને આ વિભાવ છે. અંદર લગની લાગે તો તે થયા વગર રહેતું નથી. દેવ-શાસ્ત્ર અને ગુરુદેવ શું કહે છે તેનો આશય ગ્રહણ કરવા માટે પોતે અંદર તૈયારી કરે, ચૈતન્યનો સ્વભાવ ગ્રહણ કરવાની તીક્ષ્ણ તૈયારી કરે તો થયા વગર રહે નહિ. ઉપાય તો આ એક જ છે કે જ્ઞાયકતત્ત્વ જુદું અને વિભાવ જુદો એવું ભેદજ્ઞાન કરવું. હું અખંડ જ્ઞાયક છું-એમ દષ્ટિ થતાં ગુણભેદ-પર્યાયભેદનું જ્ઞાન તેમાં સમાઈ જાય છે. યથાર્થ દષ્ટિ થાય તેની સાથે જ્ઞાનમાં બધું સમાઈ જાય છે. તેણે પાત્રતા તૈયાર કરવાની રહે છે. જેને આત્માર્થતાનું પ્રયોજન છે તેને બધાં લૌકિક પ્રયોજન ગૌણ થઈ જાય-છૂટી જાય છે અને એક આત્માનું પ્રયોજન રહે છે. ૧૦૮. પ્રશ્ન- આ જીવ બધું સાંભળવા છતાં આગળ કેમ જતો નથી ? સમાધાનઃ- ગુરુદેવને ઊંડાણથી શું કહેવું છે? ગુરુદેવ શું કહી રહ્યા છે? તે આશય ગ્રહણ કરીને પછી પ્રયત્ન કર્યો નથી. પહેલાં તો આશય ગ્રહણ કર્યો નથી, તેથી આશય ગ્રહણ કરીને પોતાનો પુરુષાર્થ ઊપડવો જોઈએ તે ઊપડતો નથી. ગુરુદેવે માર્ગ બતાવ્યો કે આ માર્ગ છે તે બુદ્ધિમાં ગ્રહણ થયો, પણ અંતરમાં તેનો આશય ઉતારીને આગળ જવું જોઈએ તે જતો નથી. અને એમ ને એમ અજ્ઞાનમાં ઊભો રહે છે. તે જાતની રુચિ છે, પણ આગળ જતો નથી. અનંતકાળમાં કયારેક સત્ સાંભળવા તો મળ્યું છે પણ પોતે ગ્રહણ કર્યું નથી, અને ગ્રહણ કરે તો પુરુષાર્થ કરતો નથી. તેને બુદ્ધિમાં એમ તો નક્કી થાય છે કે ગુરુદેવે આ માર્ગ કહ્યો છે. વિકલ્પથી આત્મા જુદો છે, આત્મા શાશ્વત છે ને તે વિભાવથી જુદો છે. ગુણભેદ-પર્યાયભેદ વાસ્તવિક આત્મામાં નથી, આત્મા સ્વરૂપે અખંડ છે. આત્માને અને આ બધા ગુણ-પર્યાયને લક્ષણભેદ છે. એમ બુદ્ધિમાં તો તે બધું ગ્રહણ કરે છે, પણ અંતરમાં પરિણતિ કરવી જોઈએ તે કરતો નથી. એટલે કે બુદ્ધિથી નિર્ણય કરે છે, પણ આગળ જતો નથી, એટલામાં તેને સંતોષ થઈ જાય છે. પછી કરશું...કરશું એવી જાતનો પ્રમાદભાવ રહે છે એટલે આગળ જતો નથી. ૧૦૯. પ્રશ્ન- વચનામૃત બોલ ૪૭ માં એક દષ્ટાંત આવ્યું છે કે લાળથી બંધાયેલો કરોળિયો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૮૩ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] જો છૂટવા માંગે તો છૂટી શકે છે. ઘરમાં રહેલો માણસ અનેક કાર્યોની ઉપાધિઓમાં ફસાયેલો દેખાય છે તોપણ માણસ તરીકે છૂટો છે એમ ત્રિકાળી દ્રવ્ય બંધાયું નથી. તો આ દષ્ટાંત ઉપરથી સિદ્ધાંત શું સમજવો ? આ દષ્ટાંત જ સરખું સમજાતું નથી. સમાધાનઃ- દષ્ટાંત છે તે બધી રીતે લાગુ પડે નહિ, તેનો આશય ગ્રહણ કરવો જોઈએ. જેમ માણસ ઉપાધિઓમાં ફસાયેલો દેખાય છે છતાં માણસ તરીકે છૂટો છે. માણસ બહારથી બંધાયેલો લાગે, પણ ખરેખર કાંઈ બંધાયેલો નથી. તે સ્કૂલ દષ્ટાંત છે. એવી રીતે ચૈતન્યદ્રવ્ય વાસ્તવિક રીતે પરદ્રવ્ય સાથે બંધાયેલું નથી, ચૈતન્યદ્રવ્ય દ્રવ્ય તરીકે છૂટું જ છે. ચૈતન્યદ્રવ્ય આ પુદ્ગલ સાથે બંધનમાં આવ્યું નથી, પુદ્ગલ તો જડ છે અને પોતે ચૈતન્ય છે. ચૈતન્ય ચૈતન્યરૂપે છૂટું છે, પુદ્ગલ પુદ્ગલરૂપે છૂટું છે. બંને છૂટાં દ્રવ્ય છે, તો પણ ભ્રમણાબુદ્ધિમાં માની લીધું છે કે હું બંધાઈ ગયો છું. હું શરીરરૂપે અને વિકલ્પરૂપે થઈ ગયો એમ પોતે માની લીધું છે. વાસ્તવિક રીતે ચેતનદ્રવ્ય પરદ્રવ્યરૂપે થયું નથી; છૂટું છે. છૂટાને તું છૂટો જાણી લે. આ તો કલ્પના થઈ ગઈ છે કે હું આમાં બંધાઈ ગયો છું, હું શરીરરૂપેવિકલ્પરૂપે થઈ ગયો છું તેવી તારી માન્યતાની ભ્રમણા છોડી દે તો તું છૂટો જ છે, તે છૂટાને ગ્રહણ કરી લે. છૂટો બંધનમાં આવી ગયો હોય તો બંધન કેમ તોડવું એમ થાય, પણ તું વાસ્તવિક રીતે બંધાયેલો જ નથી, માટે તું છૂટો જ છે. આ આશય આમાંથી ગ્રહણ કરવો. તારી વિભાવ પરિણતિ થાય છે તે વિભાવ તરફ દષ્ટિ નહિ દેતાં, તું છૂટો છે તેને ગ્રહણ કર. પર્યાયમાં જે વિભાવ પરિણતિ થાય છે તે પર્યાયને ગૌણ કરીને દ્રવ્ય તરીકે હું છૂટો જ છું એમ જો. કરોળિયો કરોળિયા તરીકે છૂટો જ છે, તેમ દ્રવ્ય તરીકે તું છૂટો જ છે માટે દ્રવ્યને ગ્રહણ કરી લે. પર્યાયમાં વિભાવ પરિણતિ થાય છે પણ તેનાથી દ્રવ્ય ન્યારું છે. એટલી તેમાં સાબિતી કરવી છે. તું મુક્ત જ છો, બંધાયો નથી. તેથી મુક્તને ગ્રહણ કરી લે. તેં અનાદિકાળથી ગમે તેટલા ભવ કર્યા, તને ગમે તેટલા વિભાવો થયા, પણ તું દ્રવ્ય તરીકે છૂટોશુદ્ધાત્મા જ છે. માટે તું તેને ગ્રહણ કર. દ્રવ્યદષ્ટિથી તેના તરફ જો, તો તું છૂટો જ છો. ગુરુદેવ કહે છે ને! કે થાંભલાને પોતે બાથ ભીડી અને પછી કહ્યું કે હવે મને છોડ. પણ તે જ તેને ગ્રહણ કર્યો છે માટે તું તેને છોડી દે. તેવી રીતે પોતે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪] [સ્વાનુભૂતિદર્શન ભ્રમણાથી વિભાવ પરિણતિ કરી રહ્યો છે તેને છોડ, તો તું છૂટો જ છો. તારી એકત્વબુદ્ધિને તું છોડી દે, તો તું છૂટો જ છો. તે દષ્ટિ ફેરવી શકતો નથી. એમાં બહારથી કાંઈ કરવાનું નથી, બીજી કોઈ જાતની મહેનત કરવાની નથી, છતાં પણ આ સ્થૂલતામાંથી અંદર સૂક્ષ્મ ઉપયોગ કરીને દષ્ટિ ફેરવતાં તેને ઘણી મુશ્કેલી પડી જાય છે. સ્થૂલબુદ્ધિથી આ વિકલ્પશરીરાદિ બધું તેને ગ્રહણ થાય છે, પણ તેમાંથી સૂક્ષ્મદ્રષ્ટિ કરીને દિશા ફેરવતાં તેને મુશ્કેલી પડી જાય છે. તે બહારનું બધું સ્થૂલ ભૂલ કરવા જાય છે અર્થાત્ ઉપવાસ કરવા હોય તો કરી દે, બહારથી મહેનત કરવાની હોય તે પણ કરી દે. જ્યારે આમાં બીજું કાંઈ કરવાનું નથી, માત્ર દષ્ટિ ફેરવીને ચૈતન્યને ગ્રહણ કરવાનો છે. છતાં સૂક્ષ્મ ઉપયોગ કરીને-સૂક્ષ્મ પરિણતિ કરીને-અંદર જવું તેને મુશ્કેલ પડે છે. અનંતકાળ ચાલ્યો ગયો પણ દિશા ફેરવતો નથી. મુમુક્ષુ – એક દષ્ટિ ફેરવવામાં અનંત અનંત ભવ પરાવર્તન થઈ ગયા? બહેનશ્રી - અનંત પરાવર્તન કર્યા તો પણ દષ્ટિ ફેરવતાં ન આવડી. શુભભાવની રુચિમાં કયાંક કે કયાંક અટવાઈ જાય છે. શુભથી લાભ થાય એમ ઊંડી ઊંડી સચિના રસને લઈને કોઈ ક્રિયાના વિકલ્પના રસમાં રોકાઈ જાય છે. પ્રવૃત્તિ વગર કેમ રહેવાય? એમ ક્યાંક ને કયાંક રુચિમાં અટકી જાય છે, પણ અંતરમાં દષ્ટિ ફેરવતો નથી. ૧૧). પ્રશ્ન:- આપે ફરમાવેલ છે કે પૂ. ગુરુદેવનાં વચનામૃતોનો અંદરમાં પ્રયોગ કરવો, તો પ્રયોગનો અર્થ શું? તે કેવી રીતે થાય ? સમાધાનઃ- ગુરુદેવે જે વચનો કહ્યાં, ગુરુદેવે જે ઉપદેશ આપ્યો-તેનો તું અંદરમાં પ્રયોગ કરી અંદર ઉતાર. ગુરુદેવ જે ઉપદેશ આપી માર્ગ બતાવે છે, ગુરુદેવે જે આજ્ઞા કરી છે, તેનો તું અંદર પ્રયોગ કરીને તું તારા પુરુષાર્થમાં ઉતારી દે, તો તને પરિણતિ પ્રગટ થશે. ગુરુદેવ જે કહે છે તે માત્ર સાંભળી લેવું એમ નહિ, પણ અંતરમાં પ્રયોગ કર. ગુરુદેવે એમ કહ્યું છે કે તું છૂટો શુદ્ધાત્મા છો, શુભાશુભ ભાવથી ન્યારો અંદર ચૈતન્ય છે.-એમ જે બતાવ્યું છે તે પ્રમાણે પ્રયોગ કર, પુરુષાર્થ કર. તેને તું તારી પરિણતિમાં ઉતાર. મુમુક્ષુ- આ શ્રદ્ધાનો પ્રયોગ કહેવાય કે ચારિત્રનો? બહેનશ્રી - આ શ્રદ્ધાનો પ્રયોગ છે, હજી તેણે વિકલ્પથી શ્રદ્ધા કરી છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૮૫ અંતરમાં યથાર્થ શ્રદ્ધા થઈ એમ કયારે કહેવાય? કે જ્યારે ન્યારી પરિણતિ થાય ત્યારે યથાર્થ શ્રદ્ધા થઈ એમ કહેવાય અને તો શ્રદ્ધાનો પ્રયોગ કર્યો એમ કહેવાય. જે યથાર્થ પ્રતીતિ હોય તેની સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પણ હોય છે, પરંતુ તે ચારિત્રમાં ગણાતું નથી. વિશેષ લીનતા થાય તેને ચારિત્ર કહેવાય છે. માટે આ શ્રદ્ધાનો જ પ્રયોગ છે. અંદર યથાર્થ પરિણતિ પ્રગટ કરવી તે શ્રદ્ધાનો પ્રયોગ છે. શ્રદ્ધા એટલે આત્માનું જેવું સ્વરૂપ છે તેવી યથાર્થ પ્રતીતિની પરિણતિ,-શાયકની જ્ઞાયકરૂપે પરિણતિ પ્રગટ થાય તે શ્રદ્ધાની (પ્રતીતિની) પરિણતિ છે. તે પ્રતીતિ સાથે અમુક જાતની લીનતા આવે છે પણ તેને ચારિત્રની કોટીમાં ગણવામાં આવતી નથી. ૧૧૧. પ્રશ્ન- જ્ઞાનીને ઉદયભાવ જુદો દેખાય ? સમાધાનઃ- જ્ઞાનીને જુદો જ દેખાય છે, જુદું જ વેદન છે. આ ક્રોધ જુદો અને જ્ઞાન જુદું એમ જ્ઞાયકની ધારા અને ઉદયધારા બંને જુદી વેદનમાં આવે છે. ઉદયધારામાં પોતે અલ્પ જોડાય છે, પણ વેદનમાં બંનેની જુદી ધારા જ્ઞાનમાં જણાય છે. અંશે જ્ઞાયકધારા-અંશે શાંતિધારા અને ઉદયધારા બંને વેદનમાં છે. હું ચૈતન્ય અખંડ શાશ્વત છું, આ ક્રોધ મારો સ્વભાવ નથી એ રીતે ચૈતન્યને દ્રવ્યદૃષ્ટિથી જુદો પાડ્યો છે તો દષ્ટિ ચૈતન્ય ઉપર છે અને પર્યાયમાં અંશે શાંતિની ધારા અને ઉદયધારા-બેય ધારા જુદી વર્તે છે. સહજ જુદો વર્તે છે. તેને કાંઈ યાદ કરવું પડતું નથી. ૧૧ર. પ્રશ્ન:- રુચિ પોતે કરી છતાં પરિણતિ પલટાતી કેમ નથી ? સમાધાન - ચિની મંદતા પોતાની છે. ઉગ્ર રુચિ થાય તો પરિણતિ પલટાયા વગર રહે જ નહિ. એવી રુચિ થાય છે કે બહારમાં કયાંય તેને ચેન પડે નહિ. એવી રુચિ અંદર ઉગ્ર થાય તો પોતે પુરુષાર્થ કર્યા વગર રહેતો નથી. ૧૧૩. પ્રશ્ન- ઉગ્ર સચિના પુરુષાર્થનું સ્વરૂપ સમજાવવા કૃપા કરશો. સમાધાનઃ- જીવ અનાદિનો અભ્યાસ છે ત્યાં દોડ્યો જાય છે, એટલે વિભાવ સહજ થઈ ગયો છે અને અહીં અંદરમાં દિશા પલટવી છે તે છૂટી જાય છે, કેમકે એટલી સચિની મંદતા છે, પુરુષાર્થની મંદતા છે. અંદર એટલી લગની લાગી હોય કે બસ, હવે આ ચૈતન્ય...ચૈતન્ય..ચૈતન્ય...વગરની પરિણતિ મારે જોઈતી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૮૬ ] [ સ્વાનુભૂતિદર્શન જ નથી. ચૈતન્યનું અસ્તિત્વ જ મારે જોઈએ છે, આ વિભાવરૂપ અસ્તિત્વ મારે નથી જોઈતું. એટલી અંદરથી લગની, મહિમા, રુચિ થાય, ઉગ્રતા થાય તો પુરુષાર્થ ટકે છે. નહિ તો પુરુષાર્થ વારેવારે છૂટી જાય છે ને માત્ર વિકલ્પથી રહે પણ અંદરથી ખરેખરું લાગે તો પુરુષાર્થ ટકે, અને તો તેના નિર્ણયનું કાર્ય આવે પ્રતીતિરૂપે કાર્ય આવે. તેના નિર્ણયમાં એમ આવે કે–આ જ્ઞાયક હું છું ને આ વિભાવ મારાથી જુદો છે, પણ જુદું જુદારૂપે કાર્ય કરે તો પ્રતીતિએ કાર્ય કર્યું કહેવાય. વિભાવનું જુદારૂપે કાર્ય નથી આવતું ત્યાં સુધી યથાર્થ પ્રતીતિ નથી અને નિર્ણય એમ ને એમ બુદ્ધિપૂર્વક રહી જાય છે. ૧૧૪. પ્રશ્ન:- અનુભવ પહેલાં શું આવવું જોઈએ ? સમાધાનઃ- ભેદજ્ઞાનની ધારાનું કાર્ય આવવું જોઈએ. નિર્વિકલ્પદશાનું જે કારણ છે તે કારણ તેને યથાર્થ થવું જોઈએ. ત્યાર પહેલાં તે અભ્યાસ કર્યા કરે અને છૂટી જાય તો પાછો અભ્યાસ કરે. ૧૧૫. પ્રશ્ન:- મારી ઉંમર પૂરી થવા આવી છે, તો ટૂંકમાં મારે આત્માનો અનુભવ કરવા શું કરવું જોઈએ તે કૃપા કરી સમજાવશો. સમાધાનઃ- બધાને એક જ કરવાનું છે. આચાર્યદેવ કહે છે કે આબાળગોપાળ બધાને એક જ્ઞાયક આત્મા ઓળખવાનો છે તે એક જ કરવાનું છે. ઘણાં વર્ષો સાંભળ્યું છે, હવે બસ, એક જ્ઞાયક આત્માને ઓળખવો એ જ કરવાનું છે. જ્ઞાયક જુદો છે અને શરીર જુદું છે. વિભાવભાવ પોતાનો નથી; તેનાથી પોતે જુદો છે. આત્મા શાશ્વત છે, ઉંમર અને રોગાદિ બધું શરીરને લાગુ પડે છે. આત્માને કાંઈ લાગુ પડતું નથી-એમ આત્માને ઓળખવો કે આત્મા જ્ઞાયક છે. દેવ-ગુરુશાસ્ત્રની મહિમાપૂર્વક અંતરમાં શુદ્ધાત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો. બધાંને આ એક જ કરવાનું છે. હું જ્ઞાયકદેવ ભગવાન આત્મા છું, મારા આત્મામાં બધુંસર્વસ્વ છે. હું અદ્ભુત, અનુપમ, આનંદથી ને જ્ઞાનથી ભરેલો છું, અનંત પ્રભુતાથી ભરેલો હું ચૈતન્ય છું. એક અદ્દભુત તત્ત્વ હું છું. શરીરની ગમે તે અવસ્થાઓ થાય, તે હું નથી. હું તેનાથી જુદો અદ્દભુત શાશ્વત ચૈતન્ય છું.-આ રીતે આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો. ૧૧૬. પ્રશ્ન:- આપને તો નાળિયેરના ગોળાની જેમ ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો છે અને અમને તો એકત્વબુદ્ધિ થઈ રહી છે તેનું શું કરવું? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૮૭ સમાઘાન - છૂટા પડવાનો પ્રયત્ન કરવો. બધાને એક જ કરવાનું છે-ન્યારા થવાનો પ્રયત્ન કરવો. ન્યારાની રૂચિ હોય તો ન્યારા થવાનો પ્રયત્ન કરવો. ન્યારો જે આત્મા છે તેમાં જ્ઞાન આનંદ છે. પર સાથે એકતાબુદ્ધિ હોય તો ન્યારા થવાની રુચિ કરવી, ન્યારા થવાનો પ્રયત્ન કરવો. આ એક જ કરવાનું છે. પોતે જ એકત્વબુદ્ધિ કરી રહ્યો છે ને ન્યારો પણ પોતે જ થઈ શકે છે. જન્મ-મરણ કરનારો પોતે જ છે, ને મોક્ષ જનારો પણ પોતે જ છે. પોતે સ્વતંત્ર છે. અનાદિના બહારના અભ્યાસમાં પોતે કયાંક ને કયાંક રોકાઈ ગયો છે, જો ચૈતન્યનો ગાઢ અભ્યાસ કરે તો છૂટા પડ્યા વગર રહેતો નથી. પરનું કર્તૃત્વ સહજ થઈ ગયું છે અને પોતે આત્મા હોવા છતાં પોતાનું કાર્ય કરવું દુષ્કર થઈ ગયું છે, તે બીજું કોણ કરે? પોતે સહજ કરવાનો પ્રયત્ન કરે તો થાય. ૧૧૭. પ્રશ્ન- રુચિ કરવામાં કોઈ મદદ ન કરી શકે ? સમાધાન - રૂચિ તો પોતાને જ કરવાની રહે છે. રુચિ કરવી પોતાના હાથની વાત છે. રૂચિ કોઈ કરાવી દેતું નથી. ગુરુદેવ માર્ગ બતાવે કે ચૈતન્ય આ છે, સુખ આત્મામાં છે, બહાર નથી. ગુરુદેવ કહે છે કે અમે તને બતાવીએ છીએ કે આત્મા અનુપમ છે. તેની રૂચિ તું કર. આ દુઃખ છે, આ સુખ છે. જો તારે સુખ જોઈતું હોય તો આત્માની રુચિ કર અને તારે પરિભ્રમણ કરવું હોય ને રુચિ ન કરવી હોય તો તે પણ તારા હાથની વાત છે. તારે જો આત્મામાંથી સુખ પ્રગટ કરવું હોય તો તેની રુચિ કર. સમજણપૂર્વક તે માર્ગે રુચિ કરીને જા, તો તને માર્ગ સુગમ-સરળ થશે. રૂચિ સાથે સમજણ ભેગી આવે છે. સમજણપૂર્વક રુચિ કર. ૧૧૮. પ્રશ્ન:- જો સ્વભાવની મહિમા આવે તો અનુભવ થાય. પણ અમ જેવા અજ્ઞાનીએ સ્વભાવ તો જોયો નથી, માટે આત્માનું માહાસ્ય કેવી રીતે આવે તે વિસ્તારથી સમજાવશોજી. સમાધાન- સ્વભાવ જોયો નથી પણ વિચારથી નક્કી કરી શકે છે. આત્મા તરફ રુચિ રહે, બહારમાં કયાંય રુચિ કે શાંતિ લાગે નહીં-આકુળતા લાગે; દરેક વિચારમાં પણ ઊંડો ઊતરીને જોવે તો તે આકુળતાસ્વરૂપ લાગે તેથી આનંદસ્વરૂપ શું છે? આ બધું આકુળતાસ્વરૂપ છે તો આનંદ કયા તત્ત્વમાં છે?—એમ આનંદની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮] [સ્વાનુભૂતિદર્શન એકદમ શોધ કરે; વળી આ બધા પદાર્થો ક્ષણે ક્ષણે પલટાય છે તો શાશ્વત એવું દ્રવ્ય શું છે કે જેમાં આનંદ ભરેલો છે? અનંત જ્ઞાન ભરેલું દ્રવ્ય કેવું છે?-એ રીતે તે તરફના અંતરમાં વારંવાર વિચાર કરે તો સ્વભાવને ઓળખે. બહારનું આ બધું તો લૂખું છે. તેમાં કયાંય સંતોષ કે શાંતિ નથી. પણ એક ચૈતન્યતત્ત્વ જ એવું છે કે જેમાં અનંત શાંતિ-સુખ-આનંદ ને અપૂર્વતા ભરેલી છે.-આમ આત્માને સ્વભાવથી ઓળખવો. દેવ-ગુરુ સ્વાનુભવ કરીને કહી રહ્યા છે કે અનંતકાળથી નથી પ્રગટયું એવું કોઈ અનુપમ તત્ત્વ તારામાં છે. આ વાતનો પોતે વિચાર કરી પોતાના સ્વભાવ સાથે મેળવે અને નક્કી કરે કે મારું અપૂર્વ તત્ત્વ કોઈ જુદું જ છે, અને પરિણતિ અંતરમાં જાય તો અનુભવ થઈ શકે એવું છે. ગુરુદેવની વાણી પાછળ અપૂર્વતા હતી. તેઓ આત્માની અપૂર્વતા, આત્માનો ચમત્કાર, આત્માની મહિમા બતાવતા હતા. તે વાતને પોતે અંતરમાં પોતાના સ્વભાવ સાથે મેળવીને, મને નથી દેખાતો તોપણ આત્મા મહિમારૂપ છે એમ નક્કી કરવું. પોતે વિચાર કરીને તેમ જ શાસ્ત્ર દ્વારા, ગુરુની વાણી દ્વારા ને યુક્તિથી અંતર ચૈતન્યનો સ્વભાવ ઓળખીને નક્કી કરે. જે સ્વભાવ હોય તે અમર્યાદિત હોય, વળી જે આનંદને ઈચ્છી રહ્યો છે તે તત્ત્વમાં અનંત ને અપૂર્વ આનંદ ભરેલો હોવો જોઈએ તથા આનંદ કોઈ બીજાના આશ્રયે ન થાય-સ્વયંથી થાય. આમ અંતરમાં પોતે મેળવીને નક્કી કરે, મહિમા લાવે ને તે બાજુનો પુરુષાર્થ કરે તે આત્માનું માહાસ્ય લાવવાનો ઉપાય છે. ૧૧૯. પ્રશ્ન- જ્ઞાનીની મુદ્રાનું નિદિધ્યાસન કરવાથી જ્ઞાની ઓળખી શકાય છે? સમાધાનઃ- સત્પુરુષની મુદ્રા દ્વારા તેનો આત્મા શું કરી રહ્યો છે તે ઓળખી શકાય છે, પણ પોતાની પાત્રતાની એટલી તૈયારી હોવી જોઈએ ને? મને અંતરમાં સત્ સ્વરૂપ કેમ પ્રગટે? તેવી સની જિજ્ઞાસા જેને જાગે છે તે, જેને સત્ પ્રગટ થયું છે તેવા સપુરુષને વાણી દ્વારા, મુદ્રા દ્વારા ઓળખી શકે છે, પરંતુ તેને પોતાને જ્ઞાનીને ઓળખવાની તૈયારી હોવી જોઈએ. સત્ તરફની રુચિ હોય તો જ્ઞાની શું કરે છે તે પણ મુદ્રા દ્વારા ઓળખી શકે છે. ૧૨૦. પ્રશ્ન:- આત્મસાધના શેનાથી બની શકે ? દષ્ટિથી કે જ્ઞાનથી ? સમાધાનઃ- દષ્ટિ મુખ્ય છે તેની સાથે વિચાર પણ હોય છે. દષ્ટિ અને જ્ઞાન-બેય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૮૯ સાથે જ હોય છે. દૃષ્ટિ સમ્યક્ થાય તેની સાથે જ્ઞાન પણ સમ્યક્ થાય છે. શરૂઆતમાં જે વિચારો આવે તે માર્ગને નિર્મળ (ચોખ્ખો ) કરે છે. વસ્તુ શું છે? દ્રવ્ય શું છે? ગુણ શું છે? વિભાવ શું છે? સ્વભાવ શું છે? વગેરે બધું વિચાર દ્વારા નક્કી થાય છે ને દષ્ટિ એક ચૈતન્યતત્ત્વનું આલંબન કરે છે. સાધનામાં દૃષ્ટિ મુખ્ય છે, પણ જ્ઞાન સાથે હોય છે, બંને સાથે છે. શરૂઆતમાં બધો નિર્ણય વિચાર દ્વારા જ થાય છે, પછી તેની દષ્ટિ સમ્યક થાય છે. વ્યવહાર અપેક્ષાએ પહેલાં જ્ઞાન આવે પછી ષ્ટિ આવે. છતાં યથાર્થ વસ્તુસ્થિતિએ દષ્ટિ મુખ્ય છે. નિશ્ચયની અપેક્ષાએ સાધનામાં દષ્ટિ મુખ્ય છે, પણ નિર્ણય કરવામાં વિચાર સાથે હોય છે. માટે બંને અપેક્ષાઓ સમજવી. ૧૨૧. પ્રશ્ન:- દષ્ટિ ને જ્ઞાન બંને સાથે સાથે છે તો અનુભવ વખતે કઈ રીતે સાથે હોય છે? સમાધાનઃ- દૃષ્ટિ અને જ્ઞાન બંને સાથે હોય છે. અનુભવના કાળે જ્ઞાનમાં જે રાગમિશ્રિત વિચારો ચાલતા હોય તે છૂટી જાય છે. નિર્વિકલ્પ દૃષ્ટિ અભેદ ઉ૫૨ છે, ને રાગમિશ્રિત વિચારો જ્ઞાનમાંથી છૂટી જતાં જ્ઞાન પણ પોતે આત્મા સાથે એકાકારરૂપે થઈ જાય છે. આ રીતે બંને સાથે હોય છે. ૧૨૨. પ્રશ્નઃ- સ્વભાવનું ગ્રહણ થતું નથી એટલે દુઃખ થાય છે-આકુળતા થાય છે, તો શું કરવું ? સમાધાનઃ- દુ:ખ થાય તે ભાવનારૂપે હોવું જોઈએ, આકુળતારૂપે નહિ. કયાંય ગમે નહિ, શુભાશુભમાં કયાંય ચેન પડે નહિ, તો અંદર પોતાને ગ્રહણ કરે. પણ ગભરામણ થઈ જાય એમ નહિ. ભાવના એમ હોય કે કયાંય ચેન નથી પડતું, સ્વભાવને ગ્રહણ કરી લઉં. દુઃખની પાછળ એમ આવવું જોઈએ કે સ્વભાવ ગ્રહણ કરું...સ્વભાવ ગ્રહણ કરું. દુ:ખ દુઃખરૂપ રહી જાય તો કારણ ન બને. દુઃખમાંથી સ્વભાવ ગ્રહણ કરવા તરફ પરિણિત જાય તો કારણ બને. પ્રયત્ન કરવો, આકુળતા થવા ન દેવી. જ્ઞાન-આનંદસ્વરૂપ આત્મા છે તેની શ્રદ્ધા કરવી, તેનું જ્ઞાન કરવું ને તેમાં લીનતા કરવી. ખરું આ કરવાનું છે. ૧૨૩. પ્રશ્ન:- ગજસુકુમાર મુનિરાજકે સિર પર સગડી જલ રહી થી ઉસ સમય મુનિરાજકા ઉપયોગ આત્મામે થા? સમાધાનઃ- મુનિરાજકા ઉપયોગ ભગવાન આત્મામેં થા. સગડી જલ રહી થી Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [સ્વાનુભૂતિદર્શન ૯૦ ] મગર સગડી સગડીમેં રહ ગઈ ઔર ઉપયોગ સ્વાનુભૂતિમૈં ઐસા ચલા ગયા કિ શ્રેણી ચઢકર કેવલજ્ઞાન હો ગયા. ઉપયોગ ચૈતન્યલોકમેં ચલા ગયા તો શરીરમેં કયા હોતા હૈ ઉસકા ધ્યાન ભી નહીં રહતા; શરીર ઔર શરીરકી વેદના પર ધ્યાન નહીં રહતા. જો ઉપયોગ બાહર આવે તો મસ્તક પર સગડી હૈ ઐસા જ્ઞાન હો. પ૨ ગજસુકુમાર મુનિરાજ તો ભીતરમેં ગયા સો ગયા, શ્રેણી માંડ દી, બાહર આયા હી નહીં. સગડી સગડીમેં રહ ગઈ ઔર ચૈતન્ય ચૈતન્યલોકમેં ચલા ગયા, કેવલજ્ઞાન હો ગયા, સબ લોકાલોકકા પ્રકાશક હો ગયા, ચૈતન્ય કે અનંતગુણપર્યાયકા વેદન હો ગયા, ચૈતન્ય કી સ્વાનુભૂતિકા પૂર્ણ વેદન હો ગયા. ૧૨૪. પ્રશ્ન:- ઈટોપદેશમેં આતા હૈ કિ જ્ઞાની દેખતે હુએ ભી નહીં દેખતા, ચલતે હુએ ભી નહીં ચલતા. તો કયા વિકલ્પમેં આને પર ભી ઐસા રહતા હૈ? સમાધાનઃ- જ્ઞાનીકા ઉપયોગ બાહર આવે તો ભી વહ દેખતે હુએ નહીં દેખતા ! જ્ઞાનીકી દષ્ટિ ચૈતન્ય ૫૨ રહતી હૈ, બાહર ઉપયોગ હોવે તો ભી દૃષ્ટિ તો ચૈતન્ય ૫૨ રહતી હૈ. ક્ષણે ક્ષણે જ્ઞાયકકી ધારા ચલતી હૈ-જ્ઞાનીકી દૃષ્ટિ પલટ ગઈ હૈએકત્વબુદ્ધિ તૂટ ગઈ હૈ. મેં જ્ઞાયક હું..જ્ઞાયક હૂઁ....જ્ઞાયક હું ઐસી જ્ઞાયકકી ધારા રહતી હૈ. ઈસ લિયે વહુ ચલતે હુએ ભી નહીં ચલતા, દેખતે હુએ ભી નહીં દેખતા. જ્ઞાનીકી દષ્ટિ જ્ઞાયક ઉ૫૨ હૈ, તો ભેદજ્ઞાનકી ધારા ચલતી હૈ કિ યે પગ ચલતા હૈ, મૈં નહીં ચલતા. મેં જ્ઞાયક હું ઐસા વિક્લ્પ નહીં, ૫૨ સહજ જ્ઞાયકકી ધારા ચલતી હૈ, આંખ તો જડ હૈ, આંખસે મેં નહીં દેખતા, મેં તો જ્ઞાયક હું, શરીરસે ચલનેવાલા મેં નહીં. મેં તો જ્ઞાયક હૂં. ઐસી જ્ઞાયકકી ધારા જ્ઞાનીકી ચલતી હૈ. બાહ્ય દષ્ટિ નહીં હૈ, દષ્ટિ ભીતરમેં ચલી ગઈ હૈ, એકત્વબુદ્ધિ તૂટ ગઈ હૈ, કર્તાબુદ્ઘિ તૂટ ગઈ હૈ. ઔર સ્વભાવકો જાનને-દેખનેવાલા મૈં હૂં, ઐસી સહજદશા હો ગઈ હૈ. ૧૨૫. પ્રશ્ન:- ત્રિકાળી ધ્રુવ અને પર્યાય વચ્ચે પ્રદેશભિન્નતા કઈ રીતે છે? ભાવભિન્નતા તો સમજાય છે, પણ પ્રદેશભિન્નતા કઈ રીતે છે? સમાધાનઃ- દ્રવ્યદૃષ્ટિના બળે એમ કહેવાય કે પર્યાયના પ્રદેશ ભિન્ન છે. દ્રવ્યમાંથી પર્યાય આવે છે, પણ દ્રવ્યદૃષ્ટિમાં એકલું દ્રવ્ય ગ્રહણ થાય છે અને પર્યાય ગૌણ થાય છે. એટલે દ્રવ્યદૃષ્ટિના બળમાં પ્રદેશભેદ છે એમ કહેવાય. પર્યાય જેવો ક્ષણ પૂરતો મારો સ્વભાવ નથી, હું શાશ્વત આત્મા છું. એવી દ્રવ્યદષ્ટિની અંદર એકલું Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૯૧ દ્રવ્ય જ દેખવામાં આવે છે. એકલા દ્રવ્યનું જ જોર રહે છે. માટે પર્યાયનો ભાવ ભિન્ન છે ને તેથી તેનાં ક્ષેત્ર પણ ભિન્ન છે એમ દ્રવ્યદષ્ટિ કહી દે છે. દ્રવ્યદષ્ટિમાં પર્યાયનો ભાવ ભિન્ન છે અને પ્રદેશ પણ ભિન્ન છે. પણ જ્ઞાનમાં એમ જણાય છે કે જે આ દ્રવ્ય છે તેમાંથી આ પર્યાય ઉત્પન્ન થાય છે, પર્યાય ક્ષણ પૂરતી છે અને હું ત્રિકાળ છું. આમ દ્રવ્યને અને પર્યાયબંનેને જાણનારું જ્ઞાન અપેક્ષાથી સમજે છે. દ્રવ્યદષ્ટિની મુખ્યતામાં પર્યાય ગૌણ થાય છે. તેથી ભાવભિન્નતા ભાસે ત્યારે સાથે ક્ષેત્રભિન્નતા છે, એમ દષ્ટિના જોરમાં આવે છે. આ પર્યાય ક્ષણ પૂરતી છે એટલા પૂરતો હું નથી, હું તો ત્રિકાળ શાશ્વત છું. હું તો અનાદિ-અનંત છું. આ રીતે દષ્ટિ તો એકલા ધ્રુવ અસ્તિત્વ ઉપર જ છે, (પરિણમન કે કોઈ ભેદ ઉપર હોતી નથી.) માટે બધું જુદું કરી નાખે છે. દ્રવ્યદષ્ટિની મુખ્યતામાં અને તેના બળમાં આમ આવે છે, પણ જ્ઞાન તો સાથે ઊભું છે. તે બંનેનો વિવેક કરે છે. પર્યાય જો અધ્ધર લટકતી હોય તો આત્માને વેદન કેમ થાય છે? આત્મામાં શુદ્ધ પર્યાય-અનુભૂતિનું વદન થાય છે. માટે પર્યાય અધ્ધર નથી લટકતી. આત્માના સ્વભાવમાં પરિણમન થાય છે. અનુભૂતિમાં અનંતગુણપર્યાય પરિણમે તેનું વેદન આત્માને થાય છે. જો પર્યાયનું ક્ષેત્ર એકદમ ભિન્ન હોય તો આત્માને વેદન કેમ થાય? જ્ઞાન બંનેનો વિવેક કરે છે, પણ દ્રવ્યદૃષ્ટિ એટલી બળવાન છે કે તેની મુખ્યતાનું જોર ભાવથી, ક્ષેત્રથી–બધી પ્રકારે જુદું પાડી દે છે. સાધકદશામાં દ્રવ્યદષ્ટિ મુખ્ય રહે છે અને તેમાં એમ આવે છે કે હું તો શાશ્વત આત્મા શું, બીજું કાંઈ નથી. ૧૨૬. પ્રશ્ન- ઉપયોગ અંદર વાળવા જઈએ તો વળતો નથી ને ઇન્દ્રિય મન બાજુ ખેંચાઈ જાય છે. તો, બહારની બાજુનો રસ તોડવો અને અંદરનો રસ ઉત્પન્ન કરવો-એમ બે કામ કરવાનાં છે ? સમાઘાન- અંતરનો રસ લાગે તેને બહારનો રસ સહેજે છૂટી જાય, તેને બે પ્રયત્ન કરવા પડતા નથી. એક તરફનું ખેંચાણ થાય ત્યાં બીજા તરફનો રસ સહેજે છૂટી જાય છે. જીવને પોતાના આત્મા તરફનો રસ જાગે, ત્યાં વિભાવ તરફનો રસ સહેજે છૂટી જાય છે. પોતા તરફની રમણતા વધે,-ચૈતન્યમાં લીનતા વધે ત્યાં બહારનો રસ સહેજે તૂટી જ જાય છે. જેમ કે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૨] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [સ્વાનુભૂતિદર્શન ત્યાં અનંતાનુબંધીનો રસ તૂટી જ જાય છે. અંદરથી સ્વાનુભૂતિ વધે ત્યાં દેશવિરતિપણું સહેજે આવી જાય છે. તેને પછી આટલા વિષય છોડવા કે આ કરવું એમ રોકાવું પડતું નથી. જો બહારમાં ને બહારમાં રોકાય તો તેને રસ તૂટતો નથી. આ કષાય ઓછા કરવા કે આ કરવું એમ નથી, પણ પોતા તરફ વળે ત્યાં સહેજે રસ તૂટી જાય છે. તે શુભભાવનામાં આવે ત્યારે મંદ કષાય થાય, પણ કષાયનો અભાવ તો ભેદજ્ઞાનની ધારા પ્રગટ થાય અને ઉપયોગ પોતા તરફ જાય ત્યાં સહેજે થઈ જાય છે. તેને બે પ્રયત્ન કરવા પડતા નથી. એક પ્રયત્નમાં બીજો સમાઈ જાય છે. જ્યાં બહારથી રસ તૂટે ત્યાં અંતરનો રસ વધી જાય ને અંતરનો રસ વધે ત્યાં બહારથી રસ તૂટી જ જાય. જુદા-જુદા બે પ્રયત્ન કરવા પડતા નથી. ૧૨૭. પ્રશ્ન:- આત્મ-અનુભવ નહિ થવામાં દષ્ટિનો દોષ છે કે જ્ઞાનનો દોષ છે? સમાધાનઃ- આત્માનો અનુભવ નથી થતો તેમાં દષ્ટિ અને જ્ઞાન-બંનેનો દોષ છે. દષ્ટિનો મુખ્ય દોષ છે. દષ્ટિનું જોર થાય તો જ્ઞાનનું જોર થાય. દષ્ટિ સમ્યક થાય તો જ્ઞાન પણ સમ્યક્ થાય છે. દષ્ટિ અને જ્ઞાન બંનેમાં વિપરીતતા છે, પણ દષ્ટિ મુખ્ય છે. દષ્ટિ ફરે તો જ્ઞાન ફરી જ જાય છે. પહેલી ભૂમિકામાં સાચું જ્ઞાન, સાચા વિચાર આદિ બધું આવે છે; પણ મોક્ષમાર્ગમાં પહેલી મુખ્ય દષ્ટિ છે. દષ્ટિની સાથે જ્ઞાન હોય છે. દષ્ટિ સમ્યક થાય ત્યાં જ્ઞાન સમ્યક્ થઈ જાય છે. ગુરુદેવે એટલું સ્પષ્ટ કર્યું છે કે કાંઈ ભૂલ ન થાય. જે કોઈ અટકે તે પોતાની ભૂલથી અટકે છે. ૧૨૮. પ્રશ્ન- આપ અમને સાચું માર્ગદર્શન આપશો તેવી સવિનય વિનંતી કરીએ છીએ. સમાધાન - મુક્તિનો એક જ માર્ગ છે. તે એક જ માર્ગે ચાલવાનું છે. ગુરુદેવે એક માર્ગ બતાવ્યો છે. બધું કરી કરીને આત્માનું કરવાનું છે. તત્ત્વનું ચિંતવન કરે, શાસ્ત્રાભ્યાસ કરે, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા કરે કે આત્માની મહિમા કરે તે બધામાં એક આત્માનું જ ધ્યેય રાખવાનું છે. આત્માને ઓળખવો તે જ કરવાનું છે. આત્માનો સ્વભાવ કેવી રીતે પ્રગટ થાય? તેનો મૂળ સ્વભાવ જે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ અનંતગુણોથી ભરેલો છે તે શુદ્ધરૂપે કેવી રીતે પરિણમે? જે અનાદિથી વિભાવ પર્યાય થઈ રહી છે તે પલટીને સ્વભાવ પર્યાય કેવી રીતે થાય? શુદ્ધ આત્મા શુદ્ધતારૂપે કેવી રીતે પરિણમે?—આ પ્રયત્ન કરવાનો છે. વિભાવ તરફ દૃષ્ટિ કરવાથી વિભાવ પર્યાય થઈ રહી છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૯૩ તે છૂટીને શુદ્ધરૂપે પરિણમન થાય તે તેના સમ્યક્ સ્વભાવની પ્રગટતા છે તે સ્વભાવ તેનું ઘર છે, રહેવાનું મૂળ સ્થાન છે. સમયસારમાં આવે છે ને ? કે જ્ઞાયકભાવ જ સ્થાતાનું સ્થાન છે, રહેનારનું રહેઠાણ છે, તે સર્વસ્વ છે. પણ અજ્ઞાની પોતાનો સ્વભાવ નથી, પોતાનું ઘર નથી, અર્થાત્ જે પરવર છે, ત્યાં બહારમાં ચાલ્યો ગયો છે. ચૈતન્યનું સ્વામિત્વ ચૈતન્યમાં છે, છતાં પરનું સ્વામિત્વ અજ્ઞાન અવસ્થાથી માન્યું છે. ૫૨નું કરી શકું એમ માનવું તે અજ્ઞાનતા છે. તે ૫૨નું કરી શકતો નથી અને ૫૨નું કરવા મથી રહ્યો છે. પોતે ચૈતન્ય તરફ દષ્ટિ કરે તો પોતે પોતાનું કરી શકે છે. પોતાની પર્યાય શુદ્ધરૂપે પરિણમે તે પોતે કરી શકે છે. આ બધું પરવર છે તેનાથી ભેદજ્ઞાન કરીને પોતાના સ્વભાવમાં દષ્ટિ સ્થાપે અને શુદ્ધ સ્વભાવમાંથી શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે કરવાનું છે. આચાર્યદેવ કહે છે કે અહીં આવ....અહીં આવ...આ તારું રહેવાનું રહેઠાણ છે. આ તારું પદ છે. બીજું બધું અપદ છે. પોતાનું પદ તો ચૈતન્યપદ છે, તેમાં તું આવ. તારે તે કરવાનું છે. બહારની વિભાવની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ નિવૃત્તસ્વરૂપ આત્મામાં જ પરિણતિ પ્રગટ કરવા જેવી છે. પોતામાં જ પરિણતિ કરવી અને ૫૨ સાથેની પ્રવૃત્તિ તોડવી તે જીવનમાં કરવાનું છે. તેને માટે શાસ્ત્રાભ્યાસ, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા આવવી જોઈએ. ચૈતન્યની પરિણતિ કેમ પ્રગટ થાય ? શુદ્ધાત્મા તરફ લક્ષ કરી દ્રવ્યષ્ટિ કેમ પ્રગટ થાય? અનુભૂતિ કેમ થાય ? તે કરવા જેવું છે. તે જીવનનું ખરું કર્તવ્ય છે. ૧૨૯. પ્રશ્ન:- એક સમયની એક પર્યાયમાં ત્રણકાળની પર્યાયને જાણવાનું સામર્થ્ય કેવી રીતે હોય તે સમજાવવા વિનંતી છે. સમાધાનઃ- જ્ઞાનની અસાધારણ શક્તિ છે. પૂર્ણ વીતરાગતા જ્યાં પ્રગટ થઈ ત્યાં નિર્મળ કેવળજ્ઞાન પ્રગટ થયું. તે પર્યાય એક સમયની હો, પણ તેની શક્તિ અનંત છે. તે અનંતતામાં શું ન જણાય ? તેને ભૂતકાળ-વર્તમાન કે ભવિષ્યકાળની અપેક્ષા રહેતી નથી. વર્તમાન પર્યાયમાં ત્રણે કાળ આવી જાય છે. ત્રણેય કાળ ભિન્ન ભિન્ન નથી જોવા પડતા. ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં જઈને જોવું નથી પડતું, પણ વર્તમાનવત્ બધાને જાણી લે છે. તે પર્યાયમાં મર્યાદિત શક્તિ હોય તો તે પૂર્ણ જ્ઞાન જ નથી. કેવળજ્ઞાનની દરેક પર્યાયમાં જાણવાની પૂર્ણ શક્તિ હોય છે. ૧૩૦. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૯૪ ] પ્રશ્ન:- ગુરુદેવને કૌનસા માર્ગ બતલાયા હૈ? સંક્ષેપમેં બતાયે. સમાધાનઃ- ગુરુદેવને આત્માકી મુક્તિકા માર્ગ બતાયા હૈ. આત્મદ્રવ્ય હૈ વહ અલૌકિક, અનુપમ હૈ, ઈસમેં જ્ઞાન-દર્શન-સુખ-આનંદ હૈ, જ્ઞાન-દર્શન આદિ સબ ઈસમેંસે આતા હૈ, બાહરસે નહીં આતા. જિસકા જો સ્વભાવ હૈ ઉસમેંસે વહ આતા હૈ. અનંતકાળમેં બાહ્યક્રિયા બહુત કી, શુભ પરિણામ ભી ક્રિયા, મગર ઈસસે પુણ્યબંધ હોતા હૈ. આત્માનેંસે જો દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ હોતા હૈ વહુ આત્માકો સુખ, આનંદ દેનેવાલા હૈ. મૂળતત્ત્વમેંસે જો પ્રગટ હોતા હૈ વહુ યથાર્થ હોતા હૈ. ગુરુદેવને માર્ગ બતાયા હૈ કિ તૂ ભીતરમેં જા, ભેદજ્ઞાન ક૨, પહલે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રગટ હોતી હૈ. ઈસસે આગે બઢતે લીનતા બઢતી હૈ, ચારિત્રદશા ભીતરમેં હોતી હૈ ઔર બાહુરમેં નગ્ન મુનિદશા હોતી હૈ. તથા પૂર્ણ લીનતા હોનેસે કેવળજ્ઞાન હોતા હૈ. સ્વાનુભૂતિ હોતી હૈ તો ઈસ દુનિયાસે કોઈ અલગ દુનિયામેં ચલા જાતા હૈ. સમ્યગ્દષ્ટિકો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ હોતી હૈ, ઔર મુનિ તો વારંવાર આત્મામેં લીનતા કરતે હૈં. ઐસા માર્ગ ગુરુદેવને બતાયા હૈ. ૧૩૧. પ્રશ્ન:- હમકો છોટાસા સંદેશ દીજિયે ? સમાધાનઃ- ભીતરમેં આત્મતત્ત્વ પીછાનો, જ્ઞાયકકા ભેદજ્ઞાન કરો, જો સિદ્ધિ હોતી હૈ વહુ ભેદજ્ઞાનસે હોતી હૈ, ઐસા શાસ્ત્રમેં આતા હૈ. ચૈતન્યતત્ત્વ હૈ ઈસકે ઉપર દૃષ્ટિ કરો, દ્રવ્ય ઉ૫૨ દ્દષ્ટિ કરો, ઈસકા જ્ઞાન કરો, ઈસમેં લીનતા કરો. યહુ કરનેકા હૈ. મેં ચૈતન્ય હૂં, યે સબ મૈં નહીં હૂં,-નહીં હૂં.-ઐસી ભીતરમેંસે પરિણતિ પ્રગટ કરો. ઈસસે આત્માકા જ્ઞાન-આનંદ પ્રગટ હોતા હૈ. જીવનકા સાફ્ળ ઈસમેં હૈ. જૈસા અરિહંત ભગવાનકા દ્રવ્ય-ગુણ-પર્યાય હૈ, વૈસા મેરા દ્રવ્ય-ગુણ હૈ. મુઝે પર્યાય પ્રગટ નહીં હુઈ હૈ. મેરેમેં શક્તિરૂપ હૈ, ભગવાનમેં પ્રગટ હુઈ હૈ. ઐસે અંતરમેં જાકર અનંતશક્તિસે ભરપૂર અનુપમ આત્મતત્ત્વકી દષ્ટિ કરેં તો ચૈતન્યતત્ત્વ પ્રગટ હોતા હૈ. ૧૩૨. પ્રશ્ન:- જ્ઞાની ગમે તેવાં વચનો મુમુક્ષુને કહે તો તેમાં શંકા કે અન્ય વિચાર ન આવવા જોઈએ એ બરાબર છે? સમાધાનઃ- જેને આત્માર્થતા હોય કે મારે મુક્તિ જ જોઈએ છે તે બીજી કોઈ કલ્પનામાં પડતો નથી. મારે તો મારા આત્માનું કામ છે. સાચો માર્ગ જે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૯૫ જ્ઞાનીએ બતાવ્યો તે, ગમે તે કહે, મારે પ્રમાણ છે, પોતાના આત્માનું કલ્યાણ કરવા બધી રીતે જ્ઞાનીને અર્પણતા કરવી ને વર્તન કરવું. આવી મુમુક્ષુની પરિણતિ હોય છે. ૧૩૩. પ્રશ્ન:- આ પ્રકારની પરિણતિ આવ્યા વગર કોઈને સમ્યફદર્શન થાય ખરું ? સમાધાન- જેને મોક્ષમાર્ગે જવું છે તેને અર્પણતાની પરિણતિ હોય છે, તેને સ્વચ્છંદ પરિણતિ હોતી નથી. બહારનાં કાર્યોમાં પરિણતિ પકડાય અથવા ન પકડાય; પણ પોતાની સ્વચ્છંદ પરિણતિ ન હોય. પોતાની ઇચ્છાએ વર્તવું એવું ન હોય. જે મુનિરાજ હોય છે તેને પણ પોતાથી મોટા ગુરુ કે આચાર્ય હોય તે શું કહે છે, તેમાં અર્પણતા હોય છે. શ્રી કુંદકુંદાચાર્ય જેવા પણ કહે છે કે મને જે સ્વાનુભૂતિ થઈ છે તે સર્વજ્ઞદેવની પરંપરાથી જે મળ્યું છે, તેનાથી થઈ છેમુનિરાજના હૃદયમાં પણ દેવ-ગુરુ અને શાસ્ત્ર હોય છે. એવી પરિણતિ તેમની હોય છે, સ્વચ્છંદ પ્રવૃત્તિ હોતી નથી. ૧૩૪. પ્રશ્ન- હું જ્ઞાયક છું વગેરે બધા વિચાર પણ વિકલ્પ છે ને? સમાધાનઃ- બધા વિકલ્પ છે, હજી નિર્વિકલ્પ થયો નથી. પણ તે વિકલ્પની પાછળ પોતાની જે ભાવના છે અને પોતાની પરિણતિ જ્ઞાયક તરફ દોડે છે તે પોતાને લાભ આપે છે. વિકલ્પથી કાંઈ થતું નથી, પણ ચૈતન્ય તરફની જે પરિણતિ છે, પોતાની ભાવના છે, ચૈતન્ય તરફની પોતાની તીવ્ર જિજ્ઞાસા છે, તેનાથી લાભ થાય છે, વારંવાર જ્ઞાયક તરફ ગયા વગર ચેન ન પડે: ક્ષણે ક્ષણે તેની જ ભાવના થાય; જ્ઞાયકનું જ રટણ રહે ખાતાં-પીતાં, સૂતાં-જાગતાં, સ્વપ્નમાંબધામાં જ્ઞાયકની લગની લાગે અર્થાત્ તે જાતની પરિણતિની દોડ થાય છે. તે લાભ આપે છે. મુમુક્ષુ - આ તો વિકલ્પ છે ને? બહેનશ્રી - વિકલ્પથી થતું નથી, પણ વિકલ્પ પાછળ પોતાની અંદરની જિજ્ઞાસા, જ્ઞાયક તરફ દોડતી પોતાની પરિણતિ લાભ આપે છે, યથાર્થ તો પછી થાય છે, પણ પહેલાં આવી ભાવના અને આવી જિજ્ઞાસા થાય છે. ઊંડી જિજ્ઞાસા ને જ્ઞાયક સ્વભાવને પકડવા તરફ પોતાની પરિણતિ જોરદાર થાય તે સ્વભાવ સન્મુખતા છે. ૧૩પ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [સ્વાનુભૂતિદર્શન ૯૬ ] પ્રશ્ન:- પર્યાયમાં અનુભવ તો પર્યાયનો થાય છે ને ? સમાધાનઃ- અનુભવ ભલે પર્યાયમાં થાય, પણ આત્મામાં અનંતા ગુણો છે તે ગુણો તેને ખ્યાલમાં આવે છે દ્રવ્યને છોડીને પર્યાય અધ્ધર રહેતી નથી, પર્યાય દ્રવ્યની જ છે. વેદન ભલે પર્યાયનું થાય, પણ દ્રવ્ય તેમાં જણાય છે. દ્રવ્યમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ અનંતા ગુણો છે ને પર્યાય તેને જાણે છે. દ્રવ્ય કોઈ વસ્તુ જ નથી કે સાવ શૂન્ય જ છે એવું નથી. તેમાં ગુણો ભરેલા છે. જેમ પુદ્ગલ વર્ણ-ગંધ-રસ-સ્પર્શરૂપે પરિણમે તે બધી તેની પર્યાય છે. કેરી ખટાશરૂપે પરિણમે, મીઠાશરૂપે પરિણમે તે બધી પુદ્ગલની પર્યાયો છે. પણ તેવા ગુણો કોના છે? કેરીના-પુદ્ગલના છે. તેમ આત્મા જ્ઞાન-દર્શન-આનંદરૂપે પરિણમે તે બધી તેની પર્યાયો છે. પણ પરિણમનાર કોણ છે? પોતે ચૈતન્ય વસ્તુ. ચૈતન્ય વસ્તુની તે પર્યાયો છે અને તે ચૈતન્યની પર્યાય છે એટલે તે પર્યાય પોતે દ્રવ્યને જાણી શકે છે, દ્રવ્યના ગુણોને ખ્યાલમાં લઈ શકે છે કે ગુણો આવા છે. વેદન ભલે પર્યાયનું થાય પણ તે જાણે છે દ્રવ્યને. તથા દ્રવ્યની પોતાની પર્યાય છે, બીજાની નથી. પર્યાય કાંઈ અધ્ધર લટકતી નથી. ચૈતન્યની પર્યાય જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપે પરિણમે તે પોતાની પર્યાય દ્રવ્યથી જુદી નથી. પર્યાયનો સ્વભાવ એ રીતે જુદો છે કે પર્યાય ક્ષણિક છે ને દ્રવ્ય શાશ્વત છે. છતાં પણ પર્યાય દ્રવ્યની છે, આત્માના આધારે પરિણમે છે, નિરાધાર નથી. જો દ્રવ્યના આધારે પર્યાય પરિણમતી ન હોય તો દ્રવ્ય અને પર્યાયના બે કટકા થઈ જાય. પર્યાય તો ક્ષણિક છે, તે ચાલી જાય છે અને આત્મા શાશ્વત છે. તેમાંથી બીજીબીજી પર્યાય આવ્યા જ કરે છે. જ્ઞાનની જ્ઞાનરૂપે, ચારિત્રની ચારિત્રરૂપે, શ્રદ્ધાની શ્રદ્ધારૂપે એમ નવી નવી પર્યાય ચૈતન્યમાંથી આવ્યા જ કરે છે. જેમ પાણીમાં મોજાં થયા કરે તેમ ચૈતન્યમાંથી ગુણોની પર્યાય આવ્યા જ કરે છે. જેમ હીરામાં ચમક થયા કરે, તે હીરામાંથી આવે છે, તેમ આત્મામાંથી નવી નવી પર્યાય આવ્યા જ કરે છે. જે અપેક્ષાએ દ્રવ્ય-પર્યાયના ભેદની વાત આવે છે, તે અપેક્ષાએ ભેદ છે પણ દ્રવ્ય-ગુણ-પર્યાયને સર્વથા ભેદ નથી. તેમને લક્ષણભેદ છે, સંખ્યાભેદ છે,એવી રીતે ભેદ છે. દ્રવ્યદષ્ટિની અપેક્ષાએ જુદાં કહેવાય, પણ તેમને સર્વથા જુદાં ન સમજવાં. વસ્તુના કટકા ન સમજવા. ૧૩૬. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૯૭ પ્રશ્ન- પર્યાય દેખાય છે, દ્રવ્ય કાંઈ દેખાતું નથી –શૂન્યતા જેવું લાગે છે! સમાઘાન - પોતે શાશ્વત દ્રવ્ય છે, તેમાં અનંત ગુણો છે. તેમાં જાણવાનો ગુણ છે, આનંદ ગુણ છે, અસ્તિત્વ-શાશ્વત રહે તેવો-ગુણ છે, વસ્તુત્વ ગુણ છે, ચારિત્ર ગુણ છે, વેદકતા ગુણ છે, વગેરે અનંતા ગુણ છે જે શબ્દમાં ન આવે તેવા છે પણ પોતે જાણતો નથી એટલે શૂન્ય જેવું ભાસે છે. અંતરમાં જો દષ્ટિ કરે તો પોતે શૂન્ય નથી; ગુણોથી ભરેલો છે. અંદરમાં વિકલ્પ તોડીને જો લીનતા કરે તો તેમાં આનંદ ભરેલો છે, જ્ઞાન ભરેલું છે, તે દેખાય. ૧૩૭. પ્રશ્ન- સ્વભાવ સન્મુખ જોરદાર પરિણતિ ન થાય અને ભવ પૂરો થઈ જાય તો શું થાય ? સમાધાનઃ- પોતાની ભાવના પોતે સાથે લઈને જાય છે. પોતાની અંતરની તૈયારી હોય અર્થાત્ માત્ર કલ્પના પૂરતી નહિ, પણ અંતરની ઊંડી ભાવના હોય તે સાથે આવે છે. ચૈતન્ય તરફની પરિણતિ જે જ્ઞાયકને પકડવા તરફ જતી હતી તે ઊંડી હોય, જિજ્ઞાસા તીવ્ર હોય તો બીજા ભવમાં તે સાથે આવે છે અને તેનો પુરુષાર્થ જાગે છે, માત્ર બોલવા પૂરતું કે ધારણા પૂરતું હોય તો તે છૂટી જાય છે. જે અંદરથી ઊંડાણપૂર્વકનું હોય તે તો સાથે આવે જ છે. ૧૩૮. પ્રશ્ન- અનુભૂતિનો માર્ગ એક જ છે? બીજો કોઈ સરળ માર્ગ નથી ? સમાધાનઃ- માર્ગ એક જ છે. જ્ઞાયકને ઓળખ, જ્ઞાયક તરફ જા, ભેદજ્ઞાન કર, દ્રવ્યદૃષ્ટિ કર. બસ! આ એક જ અનુભૂતિનો માર્ગ છે. ગુરુદેવે આ જ માર્ગ બતાવ્યો છે. જેવા અરિહંત ભગવાનનાં દ્રવ્ય-ગુણ-પર્યાય છે તેવા જ તારાં છે. તારે શક્તિરૂપે છે, ભગવાને તે વ્યક્ત કર્યા છે. તે સ્વભાવને ઓળખ. દ્રવ્ય તો અનાદિ-અનંત જેવું ભગવાનનું છે તેવું તારું છે, શુદ્ધતાથી ભરેલું છે પણ તને તેનું ભાન નથી. તું તેનું જ્ઞાન કર, તે તરફની પરિણતિ કર. વિચાર કર. ચિંતવન કર, તે તને સાધન થશે. હું પરદ્રવ્યનું કરી શકું છું, પરપદાર્થ મારામાં કરી દે છે એવી તને પર સાથેની જે એકત્વબુદ્ધિ થઈ રહી છે, તેને તોડ. તું તો જ્ઞાયક છો, જ્ઞાતા છો. તારી દષ્ટિ ફેરવી નાખ, ચૈતન્ય તરફ લગાવી દે. તેના માટે વારંવાર ઊંડો અભ્યાસ કર. તે એક જ માર્ગ છે. ૧૩૯. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮] [ સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- શરીરમાં રોગ આવે ત્યારે શું કરવું? તે ફરમાવશો. સમાઘાન- શરીર તો સ્વતંત્ર દ્રવ્ય છે. ગુરુદેવ ફરમાવે છે કે આત્મા જુદો છે અને શરીર જુદું છે. બંને દ્રવ્ય જુદાં-જુદાં અને સ્વતંત્ર છે. શરીર શરીરનું કામ કરે છે, આત્મા પોતાનું કામ કરે છે. સંકલ્પ-વિકલ્પ જે થાય છે તે પણ પોતાનું સ્વરૂપ નથી, તો શરીર ક્યાં પોતાનું હતું? તે તો પરદ્રવ્ય છે. શરીરના અને આત્માના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જુદા છે. આત્મા સ્વતંત્ર પદાર્થ છે, તેની ભાવના આત્મામાં કરી શકાય છે. હું જ્ઞાયક છું, શાશ્વત છું, અનંત સુખથી ભરેલો છું એવી તેની ભાવના કરવી, તેના વિચાર કરવા, આત્માનું સ્મરણ કરવું. તેના માટે તે જાતનું ચિંતવન-વાંચન કરવું. મુમુક્ષુ- શારીરિક તકલીફ-આંખની તકલીફ છે તે કારણે વાંચન ન થઈ શકે તો શું કરવું? બહેનશ્રી - ગુરુદેવે જે મંત્રો આપ્યા છે તે યાદ કરવા. બસ, આત્માનું કલ્યાણ કેમ થાય તેની ભાવના કરવી. આત્મા આનંદથી ભરેલો છે. આંખની તકલીફના લીધે વાંચન ન થાય તો ખેદ ન કરવો. ખેદ થઈ જાય તો મનને ફેરવી નાંખવું. શરીર છે તો તેમાં અનેક જાતના ઉદય આવ્યા કરે અને જાય. આ એક ધર્મ ગુરુદેવે બતાવ્યો છે તે પ્રાપ્ત થયો તે મહાભાગ્યની વાત છે. ૧૪૦. પ્રશ્ન- આત્મહિતને લગતા વિચારો કેમ આવતા નથી ? તેના માટે શું કરવું? સમાધાન- અનાદિનો અભ્યાસ છે એટલે બીજા વિચારો આવી જાય છે. તેને પ્રયત્ન કરીને ફેરવી નાખવા. ભૂલી જવાય તો ફરીને યાદ કરવું. આખા દિવસમાં મને કેટલીવાર આત્મહિતના વિચારો આવે છે તે યાદ કરવું. જ્ઞાયકના વિચાર કરવા. આત્માર્થીએ અમુક ટાઇમ પોતાના સ્વહિતના વિચાર, ચિંતવન માટે લેવો તેવો નિયમ રાખવો. આખા દિવસમાં જ્ઞાયકના ચિંતવન, અભ્યાસ માટે સમય મેળવવો, આત્મા યાદ ન આવે તો તેના માટે પ્રયત્ન કરવો. બહારના કાર્યો કરવા માટે કેટલોય પ્રયત્ન કરે છે ને? ૧૪૧. પ્રશ્ન- શાસ્ત્રભાષાના શબ્દો બોલતાં તો અમને બધું આવડી ગયું છે પણ અંદરમાં કામ કંઈ કેમ થતું નથી ? તે સમજાવવા કૃપા કરશોજી. સમાધાનઃ- અનાદિકાળનો અભ્યાસ છે તેથી વિભાવનું કાર્ય તેને સહેલું થઈ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૯૯ ગયું છે. અંતરમાં ગયો નથી. તેથી અંતરનું કાર્ય કરવું તે અઘરું લાગે છે. કરવાનું તો તેને પોતાને છે. પોતે જ છે, બીજો કોઈ કરી દેવાનો નથી. બહારના પદાર્થ છે, તેને પોતાના કરવા તે કાર્ય દુષ્કર છે. પરદ્રવ્ય કદી પોતાનું થતું નથી. અનાદિકાળથી જીવ તેને માટે મથામણ કરે છે, ફાંફાં મારે છે; પણ તેમાંથી કંઈ મળતું નથી. અનાદિકાળથી બહારનો અભ્યાસ છે તેથી અઘરું લાગે છે; પણ ખરેખર અઘરું નથી. પોતાનો સ્વભાવ છે તેથી અંતરમાં જાય તો સહેલું છે. પરંતુ તેને પહેલાં અંતરમાં જવું જ મુશ્કેલ પડે છે. અંતરમાં જાય, સ્વભાવને ઓળખે, તો ચૈતન્ય પોતે જ છે અને તે જ્ઞાયક સહજ જ્ઞાનસ્વભાવથી ભરેલો છે. કયાંય બહાર લેવા જવું પડે તેમ નથી. જ્ઞાન સહજ, આનંદ સહજ, બધું સહજ છે. તેમાં તદ્રુપ થાય, દષ્ટિ કરે, તદ્રુપ પરિણમે તો પ્રગટ થાય છે. બહારથી પર પદાર્થને પોતાના કરવા માંગે છે તેથી પોતામાં જવું મુશ્કેલ થઈ પડ્યું છે. અંતરમાં ઊતરે, સ્વભાવ ઓળખે તો એકદમ સહેલું છે. અંતરમાં જાય તો માર્ગ સહજ છે. પ્રથમ ભૂમિકા વિકટ હોય છે; પછી અંતરમાં જાય, દષ્ટિ કરે, તદ્રુપ પરિણમે પછી તો સરળતાથી તે માર્ગે ચાલ્યો જાય છે. પણ તે પુરુષાર્થ કરતો નથી. ૧૪૨. પ્રશ્ન:- પ્રથમ ભૂમિકામાં પહેલું પગથિયું ચડવું જ અઘરું લાગે છે, તો કેમ થાય? સમાધાન - વસ્તુની પ્રાપ્તિ માટે જો તે બહાર હોય તો બહાર જવું પડે, કોઈની પરાધીનતા કે લાચારી કરવી પડે. પણ તેવું કંઈ કરવું પડે તેમ નથી. પોતે સ્વાધીન છે. પોતે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ અનંત અનંત શક્તિથી ભરેલો છે, અધૂરો નથી. તે પ્રાપ્ત કરવામાં પોતાની સ્વાધીનતા છે. પહેલાંથી જ મુશ્કેલ પડે છે તેમ માનીને કરતો નથી. બહાર લેવા જવું પડે તેમ નથી. પોતામાં ભરેલું છે, તે જ પ્રગટ થાય છે. માર્ગ તો ગુરુદેવે એકદમ સ્પષ્ટ બતાવ્યો છે. કરવાનું પોતાને છે. ૧૪૩. પ્રશ્ન- માર્ગ તો સ્પષ્ટ છે પણ અમને માર્ગ મળતો નથી તેથી મૂંઝવણ થાય છે તો માર્ગ કેમ શોધવો? સમાધાન - રસ્તો પોતાને જ કાઢવાનો છે. માર્ગ શોધનારો પોતે જ છે. જિનેન્દ્ર ભગવાન, ગુરુ બધા માર્ગ બતાવે પણ તૈયારી તો પોતાને કરવાની છે. બહારથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૦૦ ] [ સ્વાનુભૂતિદર્શન મળતું હોય તો તેને શીખ્યા કરે, ભણ્યા કરે, ગોખ્યા કરે; પરંતુ આ તો અંતરમાં કરવાનું છે. તેની પાછળ પડી જાય, ભેદજ્ઞાન કર્યા કરે, વારંવાર તેની દૃષ્ટિ કરે, વારંવાર તેની લગની લગાડે તો થયા વગર રહે નહિ. તેની ખરી લગની લગાડવી જોઈએ તો થાય. આખી દિશા ફેરવી નાંખવાની છે. ૧૪૪. પ્રશ્ન:- જ્ઞાની ધર્માત્માની બધી વાત ગ્રહણ કરવી તેમાં નિશ્ચયની ગ્રહણ કરવી અને વ્યવહારની છોડી દેવી કે શું કરવું ? તે બતાવશોજી. સમાધાનઃ- જ્ઞાની જે અપેક્ષાથી જે વાત કહેતા હોય તે પ્રમાણે ગ્રહણ કરવી. કોઈ વાત બાદ કરી દેવી-છોડી દેવી એમ નહિ, તેની અપેક્ષા સમજવી. વ્યવહારની વાત કહે તો કઈ અપેક્ષાથી કહે છે, નિશ્ચયની વાત કઈ અપેક્ષાથી કહે છે તે સમજી લેવું. કોઈ કથન દ્રવ્યદૃષ્ટિથી હોય, કોઈ કથન પર્યાયદષ્ટિથી હોય, તો તે બંનેની સંધિ કરીને મહાપુરુષ કઈ રીતે કહે છે તે સમજી લેવું. બંને સમર્થ આચાર્ય હોય એમાંથી કોઈ આચાર્ય નિશ્ચયની વાત કહેતા હોય, કોઈ આચાર્ય વ્યવહારની વાત કરતા હોય તો તે બંનેનો મૈત્રી-મેળ કેમ કરવો તે સમજી લેવું. એક આચાર્યદેવે શાસ્ત્રના એક અધિકારમાં નિશ્ચયની વાત કરી હોય, તે જ આચાર્યદેવે બીજા અધિકારમાં વ્યવહારની વાત કરી હોય, તો તે બંનેમાં મેળ કરવો જોઈએ કે આ અધિકારમાં આચાર્યદેવે કઈ અપેક્ષાએ કહ્યું છે. વ્યવહા૨ના અધિકારમાં શું કહેવાનો આશય છે તે સમજવું જોઇએ. કોઈ વાત કાઢી નાંખવાની હોય તે વાત તો આચાર્યદેવ કરે જ નહિ. જે વસ્તુસ્વરૂપ હોય તેનું જ કથન કરે, વસ્તુસ્વરૂપ ન હોય, તથા મુક્તિના માર્ગમાં જે લાગુ ન પડે તેવી અટિત વાત જ્ઞાનીઓ કહેતા જ નથી. મુમુક્ષુઃ- જ્ઞાનીની કોઈ વાત અઘિટત હોય જ નહિ? બહેનશ્રી:- જ્ઞાનીઓ અટિત વાત કહેતા જ નથી. મુક્તિના માર્ગને યોગ્ય ન હોય તેવી વાત કહેતા જ નથી. ગુરુદેવ કહેતા હોય તે બધું સમજીને જ કહેતા હોય. કોઈ નિષ્પ્રયોજન વાત હોય જ નહિ. એક પણ વાત નકામી ન હોય. મુક્તિના માર્ગમાં દ્રવ્યદષ્ટિ મુખ્ય હોય છે. વ્યવહાર સાથે હોય છે. સાધનામાં વચ્ચે વ્યવહાર હોય છે પણ સાધકની દૃષ્ટિ દ્રવ્ય ઉપર હોય છે. તેમાં પર્યાય વચ્ચે આવ્યા વગર રહેતી નથી. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૧૦૧ જ્ઞાની કોઈવાર દ્રવ્યની વાત કરે, કોઈવાર પર્યાયની વાત પણ કરે, પણ જ્યાં જ્યાં યથાયોગ્ય હોય તે રીતે ગ્રહણ કરી લેવું. કોઈ વાત છોડી દેવાની કે કાઢી નાખવાની હોતી નથી. આચાર્યદવ કહે છે કે અમે એક શુદ્ધનય સ્થાપિત કરીને તેનાથી (શુદ્ધનયથી) આત્માની અનુભૂતિ પ્રગટ કરી છે. તેમાં વચ્ચે વ્યવહાર આવી જાય છે. અરેરે...!..વ્યવહારનય હસ્તાવલંબન તુલ્ય છે તેથી વચ્ચે આવી જાય છે, આવ્યા વગર રહેતો નથી, પણ તે જાણવા જેવો છે. સ્વાનુભૂતિની વાતમાં વચ્ચે વ્યવહારનય આવે છે પણ વ્યવહારને કેટલું વજન દેવું અને દ્રવ્યદષ્ટિને કેટલું વજન દેવું તે સમજી લેવું. બન્નેની કઈ કઈ કોટી છે તે જાણી લેવું. અનાદિનો માર્ગ અજાણ્યો છે. દ્રવ્યદષ્ટિ જીવે પ્રગટ કરી નથી. તેથી દ્રવ્યદષ્ટિ મુખ્ય હોય છે, પણ સાધકદશામાં વ્યવહાર વચ્ચે આવે છે. કોઈ પ્રયોજનવશ કોઈવાર આચાર્યદવે વ્યવહારની વાત કરી હોય તો તે કાઢી નાંખવાની નથી. સાધ્ય-સાધકભાવના ભેદથી એક સાધ્યને ગ્રહણ કરવાનું છે. એક આત્માને ગ્રહણ કરતાં તેમાં વચ્ચે જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદ આવ્યા વગર રહેતા નથી. આ જ્ઞાન છે, આ દર્શન, આ ચારિત્ર એવા ભેદ-વિકલ્પ આવે છે, પણ તે ભેદના વિકલ્પમાં રોકાવાનું નથી. તું શાયકની દષ્ટિ કર. તેમાં વચ્ચે સાધ્ય-સાધકભાવના ભેદ આવે છે. દ્રવ્યથી પૂર્ણ છું પણ પર્યાયમાં અધૂરાશ છે માટે વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતો નથી. જે પરમભાવને પહોંચી ગયા, તેને વ્યવહારનું કાંઈ પ્રયોજન નથી. સમયસારમાં આવે છે ને કે સોળવલું સોનું થઈ ગયા પછી તેને તાપ દેવાની જરૂર નથી. પણ જે સાધકદશામાં છે તેને વ્યવહાર વચ્ચે આવે છે તે વ્યવહાર જાણવા યોગ્ય છે. તે આદરવા યોગ્ય ક રાખવા જેવો છે તેવો અર્થ નથી. ૧૪૫. પ્રશ્ન- ભક્તિમાર્ગ શું બીજો છે ? કે જ્ઞાનમાર્ગમાં અભેદ ભક્તિ આવી જાય છે? સમાધાન - સાચી સમજણ તરફ વળે ત્યારે સાથે ભક્તિ આવ્યા વગર રહેતી નથી. યથાર્થ તત્ત્વનિર્ણય કરવાની રુચિ જાગી તેને ભેગી ભક્તિ આવી જાય છે. પણ અનાદિકાળથી જીવ શુષ્કતામાં ચાલ્યો જાય છે. શ્રીમદ્જી તથા અન્ય બધા જ્ઞાનીઓ એમ કહે છે કે તત્ત્વનિર્ણયપૂર્વક ભક્તિ કરજે તે ભક્તિમાર્ગ છે. તત્ત્વવિચાર તરફ પરિણતિ રાખીને ભક્તિ કરજે આમ ભક્તિમાર્ગમાં કહેવું છે. જ્ઞાનમાર્ગમાં જીવો ઘણીવાર શુષ્ક થઈ જાય છે એટલે ભક્તિમાર્ગ સાથે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨] [સ્વાનુભૂતિદર્શન બતાવ્યો છે. પણ અંદર પરિણતિમાં જ્ઞાન મુખ્ય છે. તેમાં ભક્તિ ભેગી હોય, ભક્તિ ન હોય તો જ્ઞાન લૂખું થઈ જાય છે. આત્મા પોતે મહિમાવંત છે. તેની મહિમા કરજે, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા કરજે, મહિમા વગર તારા વિચારો વિગેરે બધું લૂખું થઈ જશે. જો તને મહિમા નહિ આવે તો માત્ર તે જ્ઞાનની વાતો કર્યા કરીશ પણ અંદર લૂખાશ થઈ જશે. મહિમા સાથે હશે તો અંદર તને એમ થશે કે અહો ! આત્મા આવો ચમત્કારી છે. અહો ! આ આત્માની સાધના દેવ-ગુરુ કરી રહ્યા છે. એવું અંદરથી તને આશ્ચર્ય લાગવું જોઈએ, તો તારા તત્ત્વના વિચારો પણ યથાર્થ રીતે ચાલશે. ભક્તિમાર્ગમાં આમ કહેવું છે. જ્ઞાન એકલું લૂખું ન હોવું જોઈએ, સાથે ભક્તિ-વિરક્તિ, તત્ત્વવિચાર બધું હોવું જોઈએ, તે બધું હોય તો મુમુક્ષુ મર્યાદા બહાર જતો નથી. અમુક જાતના પરિણામો આવે તો પણ મર્યાદાથી બહાર ન જાય. લૂખું હોય તો મર્યાદા બહાર પરિણામ જાય છે. આ ચૈતન્ય આવો મહિમાવંત છે, વિભાવમાં રોકાવા જેવું નથી તેમ ભાવના આવે છે. દેવ-ગુરુ કેવું કરી રહ્યા છે, એમ મહિમા કરીને પણ પરિણતિને આત્મા તરફ વધારે વાળે છે-નહિ તો લૂખું થઈ જાય અને મર્યાદા બહાર ચાલ્યો જાય. ૧૪૬ પ્રશ્ન- સવારે ઊઠીને ‘ચિંતવન” કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, છતાં કંઈ થતું નથી. પૂ. ગુરુદેવ અને આપના ઉપકારનું શું વર્ણન થઈ શકે ? જો આ ભવમાં આત્માનું વદન થાય મનુષ્યભવ સફળ છે; નહિ તો આ મનુષ્યભવ મડદા જેવો છે તો શું કરવું? માટે માર્ગદર્શન આપવા કૃપા કરશો. સમાધાનઃ- માર્ગદર્શનની કયાં ખામી છે! પોતાની જ ખામી છે. બહારમાં આટલું બધું કર્યું..આટલું બધું કર્યું એમ કાંઈ બહારથી માપ આવતું નથી. એવું તો જીવે ઘણું કર્યું છે. પોતાનો રસ બીજે કયાંય રોકાય છે. જે વિભાવથી ન્યારાપણું જોઈએ, જે હૃદય ભીંજાયેલું જોઈએ, એ અંદરથી થવું જોઈએ તે નથી થતું ત્યાં સુધી થવું મુશ્કેલ પડે છે. અંદર જીવ કયાંક રોકાતો હોય છે એટલે છૂટો નથી પડતો. તે બહારથી બધું કરે ધ્યાનમાં બેસી જાય, સ્વાધ્યાય કરે, પણ અંતરમાંથી તેણે જ્યાંથી છૂટવાનું છે ત્યાંથી છૂટું પડવું જોઈએ ને? જીવ બધું કરે છે.-કહ્યું છે ને! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૩ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] “યમ, નિયમ, સંયમ, આપ કીયો, પુની ત્યાગ-વૈરાગ અથાગ લીયો, વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દીયો.” પદ્માસન લગાવ્યું, ધ્યાન ધર્યું, બધું કર્યું. “સબ શાસ્ત્રન કે નય ધારી યેિ,” શાસ્ત્રોના નય ધારી લીધા. મત મંડન ખંડન ભેદ કિયે.” આ બધું કર્યું પણ અંતરમાં કાંઈક રહી જાય છે. પોતાનો રસ ક્યાંક રોકાતો હોય છે. તે પોતે વિચારવું કે મારો રસ કયાં રોકાય છે? ૧૪૭. પ્રશ્ન- સ્વભાવ પ્રાપ્તિ માટે આપ કહો છો એવું પૂરું કારણ શું આપી શકાતું નથી ? એટલે શું કાર્ય થતું નથી? સમાધાનઃ- કારણ આપતો નથી તો કાર્ય આવે કયાંથી? જે જાતનો સ્વભાવ છે તે રૂપે પોતે પરિણમતો નથી. અંદરની શાંતિ જુદી હોય છે. ને બહારથી વિકલ્પ શાંત કરીને બેઠો છે એ તો શુભભાવની શાંતિ છે. શુભભાવનો આલ્હાદ છે. કયાંક તેનો રસ રોકાય છે તેને પ્રમાદ હોય છે તેથી કાર્ય આવતું નથી. બહારથી આટલું કર્યું, આટલા કલાક કર્યું. એમ તેમાં કલાકનું માપ ન હોય. કોઈ કહે ૧૫ મિનિટ આ કર્યું -૧૫ મિનિટ ધ્યાન કર્યું. છતાં કાર્ય થતું નથી. કારણ તે તો અંદરની તૈયારીથી થાય છે. અંદરનું સહજ જે ચાલતું હોય તેને આટલા કલાક કર્યું તેવા માપ ન હોય! અંદર જ્ઞાયકની સહજધારા ચાલે તેને કાળનું માપ ન હોય; સહજધારામાં પોતે જ આગળ જાય, બહારથી અમુક વિકલ્પ મંદ કર્યા હોય તો તેને શાંતિ જેવું લાગે તેમ નહિ પણ તેનું હૃદય અંદરથી ભેદાવું જોઈએ. અંદરથી તેને કયાંય રસ ન હોય, જ્ઞાયકને ઓળખવા માટે એટલી હદે ઉદાસીનતા અંતરમાથી આવવી જોઈએ. બહારથી બધું છૂટી જાય એમ હોતું નથી. પણ કાર્ય ન થાય ત્યાં સુધી વાંચન કરે, મનન કરે, સ્વાધ્યાય કરે, ધ્યાન કરે પણ આટલું મેં કર્યું છતાં કેમ નથી થતું? એમ તેને ન થાય. કાર્ય ન થવામાં પોતાનું કારણ છે તેમ જાણી, બહારમાં કયાં રસ છે તે અંદરમાં પોતે વિચારી જોવે. ૧૪૮. પ્રશ્ન- શેનો રસ છે તે પોતાને ખ્યાલમાં આવી જાય ? સમાધાનઃ- ખરો જિજ્ઞાસુ હોય તો ખ્યાલમાં આવે કે હું કયાં રોકાઉં છું. બાકી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪] [ સ્વાનુભૂતિદર્શન તો જેને એકલી ઉતાવળ કરવી છે કે મારે કરવું છે છતાં મને કેમ કાંઈ થતું નથી એમ ખોટી ઉતાવળથી કરવું હોય તો ખ્યાલમાં ન આવે. જેને ખરી લાગી હોય કે મારે આત્માનું કરવું જ છે. હું કયાં જાઉં છું? કયાં રોકાઉં છું? તે ખરું પકડવું હોય તો પોતે પકડી શકે છે. પોતે એકાંતમાં જેટલીવાર બેઠો તો તે વખતે વિચારો કયા ચાલે છે, પરિણામ ક્યાં જાય છે, પોતે કેટલો ન્યારો રહે છે, જ્ઞાયકની કેટલી ધારા ચાલે છે, કેટલી દ્રવ્ય ઉપર દષ્ટિ છે, ને વિભાવોથી કેટલો છૂટો પડ્યો છે તે પોતે વિચારે તો ખબર પડે. અમુક કલાક બેઠો એટલે કામ થઈ જાય એમ નથી. શરીર તો બેઠું રહે પણ તે વખતે પોતાને અંદર શું થાય છે તે જોવાનું રહે છે. “અબ કર્યો ન વિચારતી હૈ મનસે, કછુ ઓર રહા ઉન સાધનસે.” તે સાધનથી કાંઈક જુદું જ રહી જાય છે. અંતરની પરિણતિ અંદરથી કામ કરવી જોઈએ, છૂટી પડીને કામ કરવી જોઈએ. પણ પોતે એટલો ઊંડો ઊતરતો નથી, પોતાને ગ્રહણ કરતો નથી. પોતે પોતાને પ્રગટ કરવો છે તે જ્ઞાયકને ગ્રહણ કરે તો થાય ને! ભેદજ્ઞાનની ધારા ચાલે તો છૂટો પડે. ભેદજ્ઞાનની ધારા ચાલતી નથી તો કેવી રીતે છૂટો પડે? માત્ર વિકલ્પને શાંત કરવાથી કાંઈ છૂટો પડતો નથી. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એમ કર્યા કરે ને વિકલ્પ શાંત થાય એટલે શાંતિ-શાંતિ લાગે. પણ અંદર પરિણતિ પ્રગટ કરવાથી, અંદર નારાપણું આવે તો સાચી શાંતિ થાય છે. હું જ્ઞાયક છું, મારામાં કાંઈ નથી-મારામાં કાંઈ નથી એમ કર્યા કરે તો પણ કાંઈ ન થાય. યથાર્થપણે જ્ઞાયકને ગ્રહણ કરે તો થાય. અનાદિથી એકત્વબુદ્ધિ થઈ રહી છે. બહારથી પુરુષાર્થ ઘણા કરે છે, પણ કરવાનું અંદર છે, તેનું હૃદય અંદરથી ભીંજાવું જોઈએ અને તત્ત્વને ગ્રહણ કરવાની અંદરથી તાલાવેલી કોઈ જુદી લાગવી જોઇએ ! મુમુક્ષુ- અંદરથી તાલાવેલી તો ઘણી લાગે છે. બહેનશ્રી- ઘણું લાગે પણ ઘણું નથી. વિકલ્પમાં થાય છે પણ અંદરથી થવું જોઈએ, તે થતું નથી, તેમ થાય તેને આકુળતા ન હોય; ધીરજ હોય, શાંતિ હોય. શાયકને ગ્રહણ કરવો છે છતાં નથી થતું તે મારા પુરુષાર્થની ખામી છે, મારો દોષ છે, હું જ કયાંક રોકાઉં છું, એમ પોતાને લાગવું જોઈએ. બહારનું બધું કાંઈ છૂટી જતું નથી પણ મારે કાંઈ જોઈતું નથી, એવો અંદરથી જોરદાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૧૦૫ પલટો આવવો જોઈએ. બસ, મારે કાંઈ જોઈતું નથી તેમ અંદરથી લાગવું જોઈએ. એટલો અંદરથી પલટો થવો જોઈએ. અંતરમાંથી એવો પલટો આવે કે બસ, એક આત્મા સિવાય કાંઈ જોઈતું નથી. આત્મા જ જોઈએ છે એટલી અંદરથી તાલાવેલી લાગવી જોઈએ. જો અંદરથી લાગે કે મને કોઈનો આશ્રય નથી, કોઈ ૫૨ સુખરૂપ નથી; તો એક આત્મા સિવાય બીજે કયાંય તેની દષ્ટિ અંદરથી ટકતી નથી. પછી ભલે કોઈને લાંબા કાળે કાર્ય થાય કે કોઈને અંતર્મુહૂર્તમાં થાય, પણ અંતરથી બધું છૂટી જવું જોઈએ કે બહારમાં એક રજકણથી માંડીને કોઈપણ પદ્રવ્ય મારું નથી, શ્રદ્ધામાં આવવું જોઈએ. ૧૪૯. પ્રશ્ન:- આપ કહો છો ત્યારે સહેલું લાગે છે પણ પ્રયત્ન કરીએ ત્યારે અઘરું લાગે છે અને થતું નથી. તો શું કરવું? સમાધાનઃ- ધીરજથી કરવાનું છે. ન થાય તો મૂંઝાવું નહિ. જ્ઞાયકની ભાવના, જ્ઞાયકનું વારંવાર રટણ, ને શાયકના વિચાર કરવા પણ મૂંઝાવું નહિ. તેમાં ઉતાવળ કરીને કાંઈ બીજું કરવાનો અર્થ નથી. અનાદિનો એકત્વનો અભ્યાસ છે એટલે અઘરું લાગે છે પણ સ્વભાવ તો પોતાનો જ છે તેથી અઘરું નથી, એકત્વબુદ્ધિને લઈને અઘરું થઈ પડયું છે. પોતાનો સ્વભાવ સમીપ છે. બહાર ગોતવા જવું પડે તેમ નથી. પરાધીન નથી. કોઈ આપે તો થાય એવું પણ નથી. પોતાની આગળ છે પણ પોતાના પુરુષાર્થની ખામીને લઈને થતું નથી. દૃષ્ટિ એટલી બધી બહાર થઈ ગઈ છે કે અંત૨માં જઈ શકતો નથી અને સ્થૂલતામાં ચાલ્યો જાય છે. ૧૫૦. પ્રશ્ન:- શ્રીમદ્ઘમાં આવે છે કે પોતાના મનથી કરેલો સ્વરૂપનો નિશ્ચય માનવા કરતાં જ્ઞાની કહે છે તે નિશ્ચય માનવામાં કલ્યાણ છે. સમાધાનઃ- જ્ઞાનીએ યથાર્થ સ્વરૂપ સમજીને કરેલો નિશ્ચય યથાર્થ છે. તારા મનથી કરેલો નિશ્ચય તેમાં ભૂલ હોય અને કલ્પિત હોય. મને આમ બરાબર લાગે છે, પણ જ્ઞાનીના કહેવાનો શું આશય છે? જ્ઞાનીને-ગુરુને શું કહેવું છે, એનું શું રહસ્ય છે; તે વિચારીને, મેળવીને, પોતે નક્કી કરવું જોઈએ. પોતાની કલ્પનાએ નક્કી કરે તો ભૂલનો અવકાશ છે. પોતે સ્વચ્છંદથી નક્કી કરેલું છે. અનંતકાળથી માર્ગ અજાણ્યો છે, તું પોતે કાંઈ સમજતો નથી તેથી પોતાની મેળાએ નક્કી કરે કે આમ વસ્તુ છે, આ માર્ગ છે. આમ મુક્તિનો પંથ આવી રીતે છે એમ નક્કી Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧/૬] [સ્વાનુભૂતિદર્શન કરે તેમાં ભૂલ થાય છે. જ્ઞાનીએ જે નક્કી કરેલું હોય, ગુરુએ જે કહ્યું હોય, તે બરાબર જ છે. હવે કેવી રીતે પ્રવર્તવું તે પોતે પોતાથી વિચારીને પોતાથી નક્કી કરે. જ્ઞાનીએ જે કહ્યું હોય એના રહસ્ય અને આશય સમજે તો તે યથાર્થ છે. નહિ તો કલ્પિત છે. પોતાની મેળે કરેલા નિશ્ચયમાં ભૂલ થાય છે. જ્ઞાનીના કહેવામાં ઘણા આશય અને ગંભીરતા ભરેલી હોય છે. કારણ કે નિશ્ચય યથાર્થ હોય છે. દ્રવ્યનું સ્વરૂપ, નિશ્ચયનું સ્વરૂપ, વ્યવહારનું સ્વરૂપ, નિમિત્ત- ઉપાદાનનું સ્વરૂપ જે ગુરુએ કહ્યું હોય તે રીતે વિચાર કરીને નક્કી કરે તો તે બરાબર છે. પોતાની મતિ કલ્પનાએ શાસ્ત્ર વાંચે તો શાસ્ત્ર સમજાય નહિ. તેમાં પોતાની ભૂલ થાય છે અને કયાંક કયાંક પોતે રોકાતો હોય છે. પોતાની ઈચ્છા પ્રમાણે મતિ-કલ્પનાથી અર્થ કરતો હોય છે. જેને આત્માર્થતા હોય તે ગુરુએ કહેલા રહસ્ય અનુસાર નક્કી કરે છે. આ બરાબર છે, વસ્તુ સ્વરૂપ આમ જ છે. પોતે યથાર્થ માર્ગ ગ્રહણ કરીને, નિશ્ચય કરે કે વસ્તુ સ્વરૂપ આ રીતે જ છે. નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કઈ રીતે કહ્યું છે તેનો મેળ કરીને, યથાર્થ નક્કી કરે. ૧૫૧. પ્રશ્ન- વીતરાગમાર્ગમાં દેવ-શાસ્ત્ર-ગુરુની પૂરેપૂરી શરણાગત સ્વીકારવી ? સમાધાન - વીતરાગમાર્ગમાં બહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુની અને અંદર આત્માની પૂરેપૂરી શરણાગતિ સ્વીકારવી. આ વીતરાગ માર્ગ છે. દેવ-શાસ્ત્ર-ગુરુ કરી દેતા નથી, પણ સાથે હોય છે. તેમનું શરણ હોય છે. શુભભાવમાં તેમનું આલંબન હોય છે ને અંદરમાં પોતાના પરમાત્માનું આલંબન હોય છે. તીર્થોમાં જાય ત્યાં ભગવાનને ગોતે છે. જ્યાં ભગવાન છે? પણ તું પોતે ભગવાન છો. તારી પાસે ભગવાન છે તેને જોતો નથી. તીર્થોમાં જવાથી ભગવાનનાં સ્મરણો યાદ આવે છે, કે ભગવાન અહીંથી મોક્ષે ગયા. ભગવાને અહીંયાં સાધના કરી હતી, તે સ્મરણો આવતાં પોતાને ભાવના જાગે છે. બાકી તો ચૈતન્ય ભગવાન તો પોતાની પાસે છે. “દોડત દૌડત દોડીયો જેતી મનની દોડ” બધે દોડે છે પણ અંદર બધું છે ત્યાં જોતો નથી. ગુન્ગમ લેજો રે જોડ” ગુગમથી તું ચાલજે. ગુરુદેવ કહે છે કે તે પોતે જ ભગવાન છો. તું તારામાં છે, અંદર શોધી લે. અનંતકાળ ગયો. અરે! પોતે ભગવાન હોવા છતાં બહાર ભમ્યો. પોતાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૧૦૭ પરિણતિને જોવે તો વેદનમાં બધા વિભાવભાવો, રાગ-દ્વેષ, કલુષિતતા અને આકુળતા દેખાય છે. ચૈતન્યભગવાન અંદર શુદ્ધતાથી ભરેલા છે તે તેને દેખાતા નથી એટલે તેને વિશ્વાસ આવતો નથી. ગુરુદેવ કહે છે કે તું ભગવાન છો તો પણ તેને એમ થાય છે કે ભગવાન તો કોઈ જુદા હોય. અંદરમાં હું ભગવાન છું એવો વિશ્વાસ આવવો મુશ્કેલ પડે છે. આ તો પૂજ્ય ગુરુદેવના પ્રતાપે વાણીના ધોધ છૂટયા અને તું ભગવાન છો એમ સમજાવ્યું તેથી તેને વિશ્વાસ આવે છે. નહિ તો એમ થાય કે આપણે ભગવાન કયાંથી હોઈએ? કારણ કે તેના વેદનની અંદર એકલી કલુષિતતા ભાસે છે. પણ ગુરુદેવે એટલા જોરથી કહેલ છે જેથી વિશ્વાસ બેસે, એટલે એમ થાય છે કે આપણે ભગવાન આત્મા છીએ. ૧૫ર. પ્રશ્ન- જ્ઞાનીને ઓળખવા કઈ રીતે ? મુમુક્ષુની ભૂમિકામાં એક ક્ષયોપશમ જ્ઞાનવાળો હોય અને એક સાચા આત્મજ્ઞાની હોય. તે બંનેને મુમુક્ષુ કઈ રીતે ઓળખે ? બંને વચ્ચે અંતર કેમ પાડે ? સમાઘાન - બંનેનો પરિચય કરવાથી તથા અંતર ઓળખવાથી તફાવત ખ્યાલમાં આવી શકે છે. સાચો મુમુક્ષુ હોય તેનાં હૃદયનેત્રો એવાં થઈ ગયાં હોય છે કે જ્ઞાનીની અપૂર્વ, અંતરમાંથી ભીંજાયેલી, ક્ષણે ક્ષણે ભેદજ્ઞાન પાડતી તથા અનુભવમાંથી નીકળતી આત્મસ્પર્શી વાણીને ગ્રહણ કરી શકે છે. તેના હૃદયનેત્રો તેવી જાતના ભાવને ગ્રહણ કરવા યોગ્ય થઈ ગયા હોય છે. જ્ઞાનીનું ક્ષયોપશમ જ્ઞાન હોય પણ તે અનુભૂતિવાળું જ્ઞાન છે. જ્ઞાની અંતરથી બોલતા હોય તે જુદું જ નીકળતું હોય છે. જેમ કે પૂજ્ય ગુરુદેવ કહેતા હોય, “તું જુદો છે-જુદો છે, આ તારું નથી” એમ જે અનુભવમાંથી બોલે તેની ભાષા, તેનો વળાંક જુદો હોય છે. જે માત્ર ક્ષયોપશમથી બોલે છે અને અંતરમાં સ્વાનુભૂતિ નથી તેની વાણીનું વજન કયાં જાય છે? તેની પરિણતિ શું કામ કરે છે? અર્થાત્ તેના અંતરની કઈ જાતની દિશા છે? હૃદય કઈ જાતનું ભીંજાયેલું છે અને વાણી કઈ રીતે નીકળે છે તે, તેનામાં જો મુમુક્ષુતા હોય અને વિશેષ પરિચય કરે તો, ઓળખી શકે છે. માત્ર ક્ષયોપશમ જ્ઞાનથી જે વાણી નીકળતી હોય તે જુદી જ રીતે નીકળે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮] [સ્વાનુભૂતિદર્શન ક્ષયોપશમથી બોલે તેની ભાષા અને વળાંક અમુક પ્રકારનો આવતો હોય છે. આમ બંનેનું અંતર મુમુક્ષુ હોય તે અંદરથી ગ્રહણ કરી લે છે. ૧૫૩. પ્રશ્ન- શ્રીમજીએ અનેક જગ્યાએ લખ્યું છે કે જીવને આત્મપ્રાતિ નહિ થવામાં મૂળ કારણ તેની સ્વચ્છંદતા છે, તો સ્વચ્છંદતામાં શું કહેવું છે ? સમાધાન - સ્વચ્છંદી જીવ પોતાની મતિ-કલ્પનાથી માર્ગનો નિર્ણય કરી લે છે કે માર્ગ આમ જ હોય, હું જે માનું છું તે સાચું જ છે. કાં બહુ શાસ્ત્ર-અભ્યાસ કર્યો હોય તો, શાસ્ત્રમાં આ રીતે આવે છે, આત્મા આમ જ હોય તેમ પોતાની મતિથી જે નક્કી કર્યું હોય ત્યાં ને ત્યાં સ્વચ્છેદવૃત્તિથી અટકી જાય છે અથવા ગમે ત્યાં અટકતો હોય, પણ તેને કોઈને પૂછવાનું રહેતું નથી, કારણ કે હું બધું જાણું છું, મને બધું આવડે છે તેમ તેને થઈ જાય છે. જેણે માર્ગ જામ્યો છે તેવા અનુભૂતિવાળા જ્ઞાનીઓ શું કહે છે તે જોવાનો અવકાશ તેને રહેતો નથી અને જેને મતિ-કલ્પના ન હોય તેને અવકાશ રહે છે કે વિશેષ જાણનાર કોણ છે અને તેઓ શું કહે છે. ગૌતમસ્વામી-ઇન્દ્રભૂતિ વેદાંતમાં માનતા હતા. ઇન્દ્ર આવીને તેની પરીક્ષા કરી. તેની એટલી તૈયારી હતી કે આ શું કહે છે? તેને આશ્ચર્ય લાગ્યું કે મને તો એટલું બધું આવડતું હોવા છતાં આ તો હું નથી જાણતો! આ જે પ્રશ્ન પૂછે છે કે દ્રવ્ય કેટલા..(ઇત્યાદિ) તે મને કાંઈ આવડતું કેમ નથી? હું તો એમ માનતો હતો કે હું સર્વજ્ઞ છું....આમ આશ્ચર્ય લાગ્યું તેથી ત્યાં (ભગવાન પાસે) જવાની તૈયારી કરી. એટલી અંદરમાંથી યોગ્યતા થઈ કે હું નથી જાણતો, તો ત્યાં જવાનો અવકાશ રહ્યો. પણ હું બધું જ જાણું છું તેમ માનતો હોય તેને કાંઈ અવકાશ રહેતો નથી. ૧૫૪ પ્રશ્ન- શ્રીમજીએ એક જગ્યાએ એમ લખ્યું છે કે જ્ઞાની પુરુષ કરતાં જો જીવને પરિગ્રહ પ્રત્યે વધારે પ્રેમ છે તો ખરી રીતે તે આત્માને સમજવાને કે પામવાને લાયક નથી, તો એનો શું અર્થ છે? સમાધાન- જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા જ્ઞાની કરતાં પરિગ્રહ પ્રત્યે પ્રેમ એટલે કે બહારનો રસ વધી જાય અર્થાત્ પરિગ્રહની મહિમા આવે અને જ્ઞાની પ્રત્યેની મહિમા ન આવે તો તે ખરેખર લાયક નથી. તેને પરિગ્રહ ગૌણ થઈ જવો જોઈએ, બહારનો રસ ઊતરી જવો જોઈએ; તો જ્ઞાનીની તેને મહિમા આવે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૧૦૯ તેને જ્ઞાન જોઈએ છે તેથી જ્ઞાનમાં તેને આત્મા તરફની મહિમા આવવી જોઈએ. જ્ઞાની તરફની મહિમા એટલે કે અંતરમાં આત્મા તરફની મહિમા એવો અર્થ નીકળે છે. માટે આ જાતની મહિમા હોય અને પરિગ્રહની ગૌણતા થઈ જાય તો જ તેને જ્ઞાની પ્રત્યેની અર્પણતા અને આત્મા તરફની મહિમા આવે છે. બંનેને મેળ છે. મુમુક્ષુ- શું જ્ઞાનીની અને આત્માની મહિમાને મેળ છે? બહેનશ્રી:- હા, બંનેને મેળ છે. જ્ઞાનીની મહિમા કરે છે તેનો અર્થ એ છે કે તેને આત્મા જોઈએ છે, અંતરમાં આત્માનું એને ધ્યેય છે. ૧૫૫. પ્રશ્ન:- નવમી રૈવેયક જનાર દ્રવ્યલિંગી મુનિએ અને ૧૧ અંગના શાસ્ત્રપાઠીએ જે તત્ત્વ ન પકડયું તે આપે બાળવયે અતિ સુલભપણે પ્રાપ્ત કરી લીધું અને સ્વાનુભવથી જૈનદર્શનની યથાર્થતા નક્કી કરીને અમૂલ્ય ચૈતન્ય-ચિંતામણિ સાધી લીધું. આ ક્ષેત્રે વર્તમાનકાળે જે અનેક-અનેક જીવરાશિ છે. તેમાં આપ પૂજ્ય ગુરુદેવના પ્રતાપે આ અતિ ગૂઢ રહસ્ય ઉકેલી શકયાં છો. આવા એક મહાપુરુષ આપ અમારી સામે બિરાજો છો. તો આપે કઈ વિધિએ ને કઈ વિવાથી આ રહસ્ય ઉકેલ્યું? અને આ ચિંતામણિ હાથ આવતાં આપની ઊર્મિઓ કેવી હતી? સમાધાનઃ - ૧૧ અંગ ભણો પણ અંદર શું છે? તે જાણવાનો પ્રયત્ન કર્યો નહિ. જીવ અનંતવાર નવમી રૈવેયક ગયો, ૧૧ અંગ ભણ્યો-એવું બધું તો અનંતવાર કર્યું છે. પણ ચૈતન્યતત્ત્વનો સ્વભાવ ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી. આ તો ગુરુદેવનો પ્રતાપ છે. ગુરુદેવે આ માર્ગ પ્રકાશ્યો કે કાંઈક તત્ત્વ જુદું છે. અંદર સ્વાનુભૂતિ થાય છે, તે સ્વાનુભૂતિમાં મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. ગુરુદેવે માર્ગ પ્રકાશ્યો અને બધું શ્રવણ કરતાં અંતરમાં એમ થઈ ગયું કે આ જ કરવા જેવું છે. આ મનુષ્યભવની અંદર આ એક મુખ્ય તત્ત્વની સ્વાનુભૂતિ પ્રાપ્ત ન થઈ તો આ બધું મળ્યું અને આ મનુષ્યભવ મળ્યો તે નકામો છે. આમ અંદરથી ભાવના થઈ કે આ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. એક અંતરમાં સ્વાનુભૂતિ પ્રગટ કરવા જેવી છે. આજ કરવા જેવું છે એમ વારંવાર તેનો વિચાર, તેનું મંથન કરી કરીને અંતરમાંથી નક્કી કર્યું હતું કે આ ગુરુદેવે બતાવ્યો તે માર્ગ જ સાચો છે. અનેક પ્રકારના માર્ગની અંદર અનેક જાતની વાતો બધા કરી રહ્યા છે, તે બધું ખોટું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦] [ સ્વાનુભૂતિદર્શન છે. એક ગુરુદેવ બતાવે છે તે જ માર્ગ સાચો છે. કોઈ કહે કે અનેક પ્રકારના માર્ગ છે તેમાં આ માર્ગ કઈ રીતે સાચો છે? એ તો પોતે અંદરથી પુરુષાર્થ વડે નક્કી કરી શકે છે કે આ સાચું છે. અંગત તો શું કહેવું? તેનો પુરુષાર્થ, તેનું મંથન, વારંવાર તેની લગની લાગે, કે એક જ-આ જ-પ્રાપ્ત કરવા જેવું છે. વારંવાર તે જાતનું ચિંતવન-મનન દિવસ અને રાત ચાલ્યા કરે, તેના વગર ચેન પડે નહિ, તેના વગર શાંતિ થાય નહિ. કેટલાય કલાકો સુધી બસ તેનું ધ્યાન, તેનું મનન-બધું તેનું તે ચાલતું હતું. તેમાં ગુરુદેવના પ્રતાપે (સમ્યકત્વ) પ્રગટ થઈ ગયું. ગુરુદેવનો કોઈ પ્રતાપ અને ઉપાદાન-નિમિત્તનો તેવો મેળ થઈ ગયો. તેમાં કોઈ જાતની ઉંમર કે બીજું કાંઈ લાગુ પડતું નથી. અંતરમાંથી ભેદજ્ઞાનથી ધારા અને પુરૂષાર્થ એવી રીતે પ્રગટ થયો. રાત્રે જાગતાં-સૂતાં, સ્વપ્નમાં બસ એક જ વાત, તેની જ લગની હતી, બીજી કોઈ લગની ન હતી. થોડો ટાઇમ જાય તો એમ થાય કે હજી કેમ થતું નથી? હુજી શું પરિભ્રમણનું દુઃખ નથી લાગ્યું? આ શું નથી કરવું? એમ અંતરમાંથી એકદમ આત્માનો પોકાર આવતો હતો કે હજી કેમ તાલાવેલી નથી લાગતી? હજી શું પરિભ્રમણની રુચિ છે? હજી જન્મ-મરણની રુચિ છે? વિભાવની રુચિ છે? કેમ, કયાં અટકી રહ્યો છે-એમ અંતરમાંથી–પોતાના આત્મામાંથી જ આવતું હતું. તેને લઈને પુરુષાર્થ એકદમ તીવ્ર થઈ જતો હતો. ગુરુદેવનો પ્રતાપ અને ઉપાદાન ભેગું થઈ ગયું. કામકાજ થાય, આ થાય, તે થાય પણ એક જ જાતની લગની હતી કે આત્મા જુદો છે, ગમે તે કામ કરતાં એમ થાય કે આ શરીર અને આ અંદર વિકલ્પ આવે, તેમાં આત્મા કયાં છે? તેનાથી તો આત્મા જુદો છે. આ બધામાં આત્મા જુદો કેવી રીતે છે? તેના જ વિચારો આવ્યા કરતા. ખાતા-ખાતાં એમ થાય કે આત્મા જુદો છે. દરેક ક્ષણે તે વિચારો ચાલ્યા કરતા હતા, આના આ વિચારો આવતા. કપડાં હાથમાં હોય અને વિચારો આવે, દરેક કાર્યોમાં વિચારો આવે કે આ જુદું-આ બધું જુદું, ને ચૈતન્ય જુદો. ક્ષણે-ક્ષણે આનું આ રટણ રહ્યા કરતું હતું. તેના જોરમાં ત્રણ ત્રણ કલાક એમ ને એમ ધ્યાનમાં બેસી રહેતી હતી. કેમ હજી પ્રાપ્ત થતું નથી ? એમ તેના ને તેના વિચારોમાં, તેની ને તેની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૧૧ બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] એકાગ્રતામાં અને તેના ને તેના ધ્યાનમાં રહેતી. આ પ્રાપ્ત થયા વગર અંદરમાંથી સુખ અને શાંતિ થવાની નથી, એમ રહ્યા કરતું હતું. ૧૫૬. પ્રશ્ન- પૂર્વભવનું કારણ હશે ? સમાઘાન- પૂર્વભવનું કારણ અને વર્તમાન પોતાની યોગ્યતા. પૂર્વે સાંભળ્યું હોય તે પણ કારણ હોય અને વર્તમાન પોતાનો પુરુષાર્થ પણ કારણ હોય. ગુરુદેવ પાસેથી માર્ગ સાંભળ્યો અને વર્તમાન પોતાનો પુરુષાર્થ થયો એની સાથે પૂર્વની યોગ્યતા-સંસ્કાર પણ કારણ હોય. જ્યારે જીવ તૈયારી કરે છે ત્યારે તે નવું જ હોય છે. ગયા કાળે તૈયારી થઈ હોય તો તે સમયે નવું હતું. માટે પૂર્વના સંસ્કારને મુખ્ય ન કરવા. ૧૫૭. પ્રશ્ન- આ જ કરવા જેવું છે તેમ આપને લાગ્યું એમ અમને પણ લાગે, તે માટે આપની પૂર્વભૂમિકાની થોડી વાત કરવા કૃપા કરશો. સમાધાનઃ- આ જ કરવા જેવું છે તેવી ભાવના પાછળ પ્રયત્ન ઊપડે નહિ ત્યાં સુધી શાંતિ થતી નથી. એવો વિચાર આવે કે આ જ કરવા જેવું છે એમ નક્કી કર્યું છતાં પુરુષાર્થ કેમ થતો નથી? શું મારા નિર્ણયમાં ખામી છે? છે શું? એમ વિચારો આવે. આ જ કરવા જેવું છે એમ ભાવના હતી ને! એટલે એવા જ વિચારો આવ્યા કરતા હતા. હજી કેમ પુરુષાર્થ ઊપડતો નથી? શું હુજી કયાંક રુચિ છે? હજી કેમ અરેરાટી થતી નથી ? એવા વિચારો પુરુષાર્થની તીવ્રતા માટે આવ્યા જ કરતા હતા. - ગુરુદેવ કહેતા હતા કે સ્વાનુભૂતિમાં પેલી પાર આત્મા બિરાજે છે, નિર્વિકલ્પ દશા બધાથી જુદી છે. જોકે વચ્ચે માર્ગ શું આવે છે તેની ઝાઝી તો કાંઈ સ્પષ્ટતા હતી નહિ, છતાં પણ ગુરુદેવ નિર્વિકલ્પ દશાને સ્વાનુભૂતિ કહે છે અને તે મુક્તિનો માર્ગ છે; તથા આત્મા જુદો છે તેમ કહે છે. એવી જાતનું પકડાયું હતું. બધું (કરાંચી) છોડ્યું, હવે શું કરવાનું છે? જ્યાં સુધી અંતરમાંથી શાંતિ ન મળે ત્યાં સુધી ચેન પડવાનું નથી. અંતરમાં જે વિકલ્પની માળા છે તે પણ આકુળતા છે, તેનાથી છૂટવું તે જ ખરો માર્ગ છે. આ જે વિભાવની એક પછી એક ઘટમાળ ચાલે છે તેનાથી આત્મા જુદો છે, તે અંતરમાંથી પ્રાપ્ત થાય છે. આ બધાથી (અન્ય મતથી ) જુદો સત્ય માર્ગ છે. એમ વિચારો આવતા અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨] [સ્વાનુભૂતિદર્શન સમ્યગ્દર્શન થયા પછી એમ નક્કી થઈ ગયું કે આ જ માર્ગ છે, ગુરુદેવે કહ્યું તે આજ છે. ૧૫૮. પ્રશ્ન- નિર્વિકલ્પ દશા પ્રગટ કરવાની કોઈ વિધા-કળા હોય તો કૃપા કરી સમજાવો. સમાધાન - ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરવી, કે જે ભેદજ્ઞાનની પાછળ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય. તે પ્રયત્ન તો પોતાને જ કરવાનો રહે છે. તે ભેદજ્ઞાન માત્ર ધારણા પૂરતું નહિ, પણ અંતરમાંથી ભેદજ્ઞાનની ધારા પ્રગટ થાય (આ સવિકલ્પ ભેદજ્ઞાનધારાની વાત છે, જે સમ્યગ્દર્શન પૂર્વે પ્રયત્નથી પ્રગટ થાય છે) અને તે પછી પોતે તેને ટકાવે કે આ શરીર ને વિભાવ પર્યાય તે હું નથી, હું તો ચૈતન્ય જ્ઞાયક છું. દરેક શુભાશુભ ભાવોની અંદર હું જુદો જ છું, એવી જાતની અંદર સહજ ધારા પ્રગટ થાય તે કરવાનું તેના હાથમાં છે. આવી સહજ ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરે તો તેની પાછળ નિર્વિકલ્પ દશા આવે છે. ભેદજ્ઞાનની ધારાની ઉગ્રતા થતાં, જ્ઞાતાધારાની ઉગ્રતા થવાથી ને ઉપયોગની તીક્ષ્ણતા થવાથી વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે-સ્વાનુભૂતિ થાય છે. વર્તમાનમાં પોતે આવી ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરી શકે છે. પહેલાં તેને વિકલ્પરૂપ હોય પણ સહજ ધારા જો પ્રગટ થાય તો તે સહજધારાની, જ્ઞાતાધારાની ઉગ્રતા પાછળ નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. આ જ્ઞાતાધારાની ઉગ્રતાને સહજપણે કરવામાં તેને પ્રયત્ન જોઈએ છે. અનાદિનો અભ્યાસ છે એટલે તેને વારંવાર એકતાબુદ્ધિ થઈ જાય છે. તે એકતાબુદ્ધિમાંથી છૂટા પડવા પ્રથમ વિકલ્પરૂપે આ જુદો-આ જુદો તેમ કર્યા કરે તો તે પાછળથી અભ્યાસરૂપે થાય છે. (આમ અભ્યાસ થતાં) જો સહજધારા પ્રગટ થાય તો તેની પાછળ નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. તેણે દ્રવ્ય પર દષ્ટિ કરી જ્ઞાતાધારાની ઉગ્રતા કરવી કે હું “જ્ઞાયક છું” “જ્ઞાયક છું” “જ્ઞાયક છું.” જે જે વિકલ્પ આવે તે કાળે પણ હું જ્ઞાયક છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરે તો સહજરૂપે તેને ભેદજ્ઞાન થાય. નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવાનો આ એક જ માર્ગ છે. ભેદજ્ઞાનની ધારાની ઉગ્રતા થતાં જ્ઞાતાધારાની ઉગ્રતા થવાથી નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. કોઈને પુરુષાર્થમાં મંદતા રહી જાય તો નિર્વિકલ્પ દશા થતાં વાર લાગે છે. અને કોઈને સહજધારા થઈને અંતર્મુહૂર્તમાં નિર્વિકલ્પ દશા થઈ જાય તે જુદી વાત છે. ઘણાને તો અભ્યાસ કરતાં કરતાં થાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૩ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] પોતે સ્વભાવથી સ્ફટિક જેવો નિર્મળ ચૈતન્ય છે. તેને કયાંક ગોતવા જવો પડે તેવો નથી. સહજ પોતે જ છે. પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી પરની એકત્વબુદ્ધિમાં તેની પરિણતિ જાય છે તેને તોડી આ બધું જુદું છે તેમ નક્કી કરે તો તેનાથી જુદો પડે. વિભાવની ધારા ઊભી છે પણ તે જુદી અને હું જુદો એવી જો ધારા પ્રગટ થાય તો તેની પાછળ નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય છે. તેનો માર્ગ એક જ છે. આમ પોતે પોતાને યથાર્થ જાણી તેમાં પરિણતિ યથાર્થ કરે (સમ્યજ્ઞાન પ્રગટ કરે) અને લીનતા કરે તે જ કરવા જેવું છે. ૧૫૯. પ્રશ્ન- દ્રવ્ય ને પર્યાય વચ્ચે કોઈ સાંધે છે કે આ દ્રવ્ય-પર્યાયનું જોડકું અને તેમાંથી દ્રવ્યને છૂટું પાડીને ગ્રહણ કરી શકાય ? સમાઘાન- દ્રવ્ય પોતે શાશ્વત છે, તેમાં દ્રવ્ય-પર્યાયનું જોડકું છે વિભાવ પર્યાય તો દેખીતી રીતે આકુળતારૂપ છે; અને જે શુદ્ધ પર્યાય છે તે અત્યારે પ્રગટ નથી. શુદ્ધ પર્યાય કયાં પ્રગટ છે? દ્રવ્ય જે શુદ્ધસ્વરૂપ છે તેને ગ્રહણ કરવાનું છે. જ્યાં દ્રવ્ય ઉપર દષ્ટિ ગઈ ત્યાં અંશે શુદ્ધ પર્યાય તો તેની સાથે સાથે જ પ્રગટે છે. તે કાળે સાથે રહેલું જ્ઞાન જાણે છે કે આ જે વિભાવ પર્યાય છે તે હું નથી. આ જ્ઞાયક તે હું છું અને શુદ્ધ પયાર્ય જેટલો પણ હું નથી. ચૈતન્યને ગ્રહણ કર્યો તેમાં પર્યાય અને દ્રવ્યનું બધું જ્ઞાન સાથે આવી જાય છે. કોઈને કાંઈ છૂટા પાડવા પડતા નથી, કારણ કે વિભાવ પર્યાય તો મલિન જ છે. પોતે પોતાને ગ્રહણ કરે ત્યાં વિભાવ પર્યાય તો જુદી જ રહે છે. અને સ્વભાવ પર્યાય તો એની સાથે સાથે પ્રગટ થઈ રહી છે. તેને છૂટી કયાં પાડવી છે? એક અખંડ દ્રવ્યને ગ્રહણ કર્યું ત્યાં વચ્ચે શુદ્ધ પર્યાયો પ્રગટ થાય જ છે. તેમાં જીવને રોકાવાનું ક્યાં છે? શુદ્ધ પર્યાયનું અંશે શાંતિરૂપે વેદના થાય છે, તેને કોઈ ગ્રહણ કરવાનું નથી. તે જાણવામાં અને વેદનમાં આવે છે. ૧૬૦. પ્રશ્ન- મનુષ્યજીવનના કર્તવ્ય સંબંધી ફરમાવવા કૃપા કરશોજી. સમાઘાન-મનુષ્યજીવનની અંદર ચૈતન્ય તત્ત્વ જુદું છે. અને આ પરવ્ય જુદું છે એવું ભેદજ્ઞાન કરવાનું છે. અંતરમાં વિભાવો સાથે એકત્વબુદ્ધિ થઈ રહી છે તે તોડવાની છે. હું જુદો ચૈતન્ય જ્ઞાયક છું, જ્ઞાન-આનંદાદિ અનંત ગુણસ્વરૂપ આત્મા છું. તેના ઉપર દષ્ટિ કરીને હું શાશ્વત ચૈતન્યજ્યોત છું એમ વારંવાર તેનું રટણમનન કરવાનું છે. ભેદજ્ઞાન પ્રગટ કરીને નિર્વિકલ્પ તત્ત્વ આત્મા છે તેની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪] [ સ્વાનુભૂતિદર્શન સ્વાનુભૂતિ પ્રગટ કરવાની છે. ગુરુદેવે જે બતાવ્યું છે તે કરવાનું છે. એક જ માર્ગ છે. શ્રીમદે કહ્યું છે ને? “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ” પરમારનો પંથ એક જ છે–ચૈતન્ય તત્ત્વને ઓળખો, તેની સ્વાનુભૂતિ પ્રગટ કરો. ભેદજ્ઞાન પ્રગટ કરો તેમ ગુરુદેવે કહ્યું છે અને તે કરવાનું છે. “આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે.” આમાં સદા પ્રીતિ કર,–તેમાં પ્રીતિવંત બન; તેમાં સંતુષ્ટ થા;-સંતોષ તેમાં જ છે, બીજે ક્યાંય સંતોષ નથી–બીજે અસંતોષ છે, બીજે કયાંય તને શાંતિ નહિ મળે, આત્મામાં જે સંતોષ-શાંતિ-આનંદ છે તે બીજે ક્યાંય નથી. “ આનાથી બન તું તૃપ્ત” આમાં જ તું તૃતિ પામ-તૃમિ તેમાં જ છે, બીજ કયાંય નથી. તૃપ્તિપણે જે છે તે બધું આત્મામાં જ છે, તેમાં જ તને તૃપ્તિ મળશે, બીજે કયાંય મળશે નહીં. “સુખ અહો ! ઉત્તમ થશે” ઉત્તમ સુખની પ્રાપ્તિ તેમાં જ થશે. બીજે બહારના સુખમાં ઝાંવાં નાખવાથી નહિ મળે. સુખ આત્મામાં જ છે, તેમાંથી જ તે પ્રગટ થશે. તે જ કરવાનું છે. જેટલું જ્ઞાન છે તેટલો આત્મા છે. જ્ઞાયકતાથી ભરેલો જે જ્ઞાનસ્વરૂપ આત્મા તે જ જ્ઞાયક છે. બસ, તે જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે, તેને ઓળખ. આ કરવાનું છે. તે પદને પ્રાપ્ત કર, તે ખરું પદ છે. અનેક જાતના મતિ-શ્રુત-અવધિમનઃ પર્યય આદિ ભેદો છે. તે ભેદો ઉપરથી દષ્ટિ ઉઠાવીને એક જ્ઞાયક ઉપર દષ્ટિ કર. બસ, તે જ્ઞાયકમાં તૃપ્તિ પામ. તે જ્ઞાયકમાં જ બધું ભરેલું છે. બીજા ભેદભાવો ને વિભાવો-બધા ઉપરથી દષ્ટિ ઉઠાવીને એક ચૈતન્યમાં દષ્ટિ કર. ગુરુદેવે કહ્યું તે ભેદજ્ઞાન-સ્વાનુભૂતિ પ્રગટ કરીને, તેમાં જ તૃપ્તિ પામ. તેમાં જ આનંદનો શાંતિનો-જ્ઞાનનો સાગર ભર્યો છે અને તેમાંથી જ આનંદ, જ્ઞાન વિગેરે ઊછળશે. તેમાં જ બધું ભર્યું છે, તેમાં જ વારંવાર દષ્ટિ-જ્ઞાન અને લીનતા કરવાથી તેમાંથી જ પૂર્ણતાની પ્રાપ્તિ થશે, તે ખરું કરવાનું છે, તે જીવનનું કર્તવ્ય છે. તત્ત્વના વિચાર, શાસ્ત્રાભ્યાસ, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા આ બધું એક ચૈતન્યતત્ત્વને ઓળખવા માટે જ કરવાનું છે. જીવનનું ખરું કર્તવ્ય તે હોવું જોઈએ. ગુરુદેવે ઘણું સંભળાવ્યું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. ૧૬૧. પ્રશ્ન- શુભ ભાવ હોય તો મનુષ્યભવ મળે ને ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૫ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] સમાધાન- એવા ભાવ રાખવાનું શું કામ છે? ભવનો અભાવ થાય તે ભાવ પ્રગટ કરવા જેવો છે. ભવ કેવો મળે? તેના ઉપર કાંઈ નથી. દેવનો ભવ મળે કે મનુષ્યનો ભવ મળે, તે બધા ભવ જ છે, તેમાં તો આકુળતા છે. ભવમાં કયાં શાંતિ છે? ૧૬૨. પ્રશ્ન- બધા જીવોમાં એટલું બધું જ્ઞાન નથી હોતું કે જેનાથી તત્ત્વજ્ઞાન પામી શકે. શુભ ભાવ કરે તો બીજો મનુષ્યભવ મળે, તેમાં તત્ત્વજ્ઞાન મેળવે અને મોક્ષે જાય એવી ભાવના કરવી યોગ્ય છે? સમાઘાનઃ- આ ભવમાં પુરુષાર્થ ન કરવો અને બીજા ભવમાં કરશું એવો વાયદો કરવા જેવો નથી. પોતે ક્રિયામાં પડ્યો હતો અને જે શુભભાવથી ખરેખર પુણ્ય બંધાય તેમાં ધર્મ માન્યો હતો. શુભભાવની ક્રિયાથી ધર્મ થાય તેમ માનતો હતો તેના બદલે તે બધાથી જુદો આત્મા ગુરુદેવે બતાવ્યો. જે ગુરુએ મુક્તિનો માર્ગ ને મુક્તિ કોઈ જુદાં છે-અપૂર્વ છે એમ બતાવ્યું તેમનો એવો આ સંયોગ મળ્યો તો તેમાં ભેદજ્ઞાનપૂર્વક સમ્યગ્દર્શન થાય તે અપૂર્વ છે. છતાં ત્યાં સુધી ન પહોંચી શકાય તો તેની ભાવના, તેનું રટણ, તેના સંસ્કાર, વારંવાર એનું ચિંતવન કરે. આવો મનુષ્યભવ, સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ, લાંબું આયુષ્ય તથા આવા ગુનો સંયોગ મળવો તે એક પછી એક દુર્લભ છે. તે બધું વર્તમાનમાં મળી ચૂકયું છે. શાસ્ત્રમાં ટોડરમલ્લજી કહે છે કે “સબ અવસર આ ચૂકા હૈ.” તું તારું કરી લે. સમ્યગ્દર્શન પામવું દુર્લભ છે. એ પ્રાપ્ત ન થઈ શકે તો આત્મા કોઈ અપૂર્વ છે તેના સંસ્કાર પાડવા, અપૂર્વ આત્માની ચિ કરવી, ભાવના, કરવી, ચિંતવન કરવું, આત્માને એકને મુખ્ય રાખવો અને દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવા-એટલું તો જીવ કરી શકે છે, અંતરમાં તેટલો પલટો કરી શકે છે. ૧૬૩. પ્રશ્ન- દેવ-શાસ્ત્ર-ગુરુની ઓળખાણ અને મહિમા દષ્ટિને મોળી (ઢીલી ) નથી પાડતી ? સમાધાન - મોળી (ઢીલી) નથી પાડતી, પણ દષ્ટિને અભિનંદે છે. આત્માની ઓળખાણ અને દેવ-શાસ્ત્ર-ગુરુની ઓળખાણને નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે. દષ્ટિ-જ્ઞાન અને આત્માનો સંબંધ તો સીધો છે; પરંતુ આ શુભ રાગ વિરુદ્ધ ભાવ છે. તો પણ આત્મા સાથે નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે. અનાદિ કાળથી જીવે શુભભાવો કર્યા પણ આત્માને ઓળખ્યો નથી, તેનું કારણ પોતે આત્માને ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી, એટલે ઓળખાયો નથી. શુભ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૧૬ ] [ સ્વાનુભૂતિદર્શન રાગમાં અનાદિકાળથી પડયો રહ્યો છે. પોતાને કારણે પોતે સાચું સમજવાનો પ્રયત્ન કર્યો નથી. શુભથી બધું થઈ જાય તેમ માની લીધું છે, પણ પોતે દૃષ્ટિ ફેરવે અને આત્માની સાચી રુચિ કરે તો ઓળખાય છે. દેવ-શાસ્ત્ર-ગુરુને બહારથી ઓળખ્યા પણ યથાર્થ ઓળખે તો આત્માને ઓળખ્યા વગર રહે નહિ. અને આત્માને ઓળખે તો ભગવાનને ઓળખ્યા વગર રહે નહિ. એવો સંબંધ છે. ૧૬૪. પ્રશ્ન:- જીવ બહારનું કામ તો બધું કરી લે છે. આ કરતો નથી, અંતરમાં જવા માટે વિશેષ પ્રેરણા આપવા કૃપા કરશોજી. સમાધાનઃ- ગુરુદેવે આંગળી ચાંધીને માર્ગ બતાવ્યો છે કે તું સ્વભાવને રસ્તે જજે, પણ કોઈ ચલાવી ન દે. ગુરુદેવ દેખાડતા હતા કે આ વિભાવનો રસ્તો છે તેમાં તીવ્રભાવ આવે કે મંદભાવ-શુભભાવ આવે, તે રસ્તે તું જઈશ નહિ, ક્ષણિક પર્યાયો હોય તેમાં રોકાઈશ નહિ અને અનેક ભેદભાવો આવે તેમાં પણ રોકાઈશ નહિ. શાશ્વત આત્માને ગ્રહણ કરજે, બીજે કયાંય રોકાઈશ. નહિ. શાશ્વત આત્માને ગ્રહણ કરીશ તો તને સુખનું ધામ મળશે. આમ રસ્તો બતાવતા હતા. જો બીજે કયાંય રોકાણો કે પર્યાયમાં રોકાણો તો તને ચૈતન્ય ભગવાન આત્મા નહિ મળે. આમ બરાબર ચોખ્ખું કરી-કરીને બતાવતા હતા. પણ ચાલવાનું તો પોતાને ૨હે છે. શુભભાવ વચ્ચે આવતા જશે, પણ તેમાં રોકાઈશ નહિ; અંદર સાધનામાં સાધદશાની પર્યાયો પ્રગટશે પણ તેમાં રોકાઈશ નહિ અને અનેક જાતના જ્ઞાનના ભેદો આવશે તેમાં પણ રોકાઈશ નહિ,-આ પ્રકારે અનેક રીતે કહેતા હતા. એક શાશ્વત દ્રવ્યને ગ્રહણ કરીને તેમાં તું જજે-તે રસ્તે જાજે, તને શુદ્ધતાની પર્યાય તેમાંથી પ્રગટ થશે. એમ કરી-કરીને માર્ગ બતાવતા હતા. બાકી ચાલવાનું તો પોતાને જ રહે છે. એકલા જ્ઞાયક દ્રવ્યને પકડજે. જ્ઞાયક ભગવાનમાં બધું ભર્યું છે, તેમાંથી તને બધું મળશે. તેમાં બધી નિધિ છે તે તને મળશે. આમ પીંખી-પીંખીને બતાવતા હતા, પણ ચાલવાનું તો પોતાને છે. તેઓશ્રીએ બધું બતાવી દીધું, પણ ચાલે કોણ ? જાણ્યા કરે અને આહા...આહા....આવું છે! આવું છે! એમ કર્યા કરે અને આ વિભાવ છે, આ પર્યાય છે એમ વિચાર કર્યા કરે પણ ચાલે કોણ ? ચાલવાનું તો પોતાને છે. ગુરુ રસ્તો બતાવે પણ ચલાવી કોણ દે? મોઢામાં કોળિયો મૂકે, પણ જીભ ચલાવી, ગળે ઉતારવાનું પોતાને રહે છે, પોતાને પુરુષાર્થ કરવાનો Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ [૧૧૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] છે. માર્ગ દેખાડનારા આ પંચમકાળમાં કોણ મળે? દુનિયામાં જુઓ તો બધા કયાંક ને કયાંક અટકેલા પડયા હોય છે. કોઈ આટલું વાંચી લે, કોઈ વ્રત- તપ -ત્યાગ કરી લે, કોઈ ભક્તિ કરી લે અને કોઈ ધ્યાન કરે કે અહો! ધ્યાનમાં ભગવાન દેખાણા, કાંઈક અજવાળાં દેખાણા-એમ કોઈ કયાંક તો કોઈ કયાંક અટકે છે, ભ્રમણામાં કયાંક ને કયાંક ભૂલા પડયા હોય છે. અહીં તો ભ્રમણા થવાનો અવકાશ જ નથી. એક ચાલવાનું જ પોતાનું બાકી છે. ૧૬૫. પ્રશ્ન- જ્ઞાયક જ્ઞાન લક્ષણથી જણાય છે, પણ બીજા લક્ષણ તેને કયારે પ્રમાણરૂપે ખ્યાલમાં આવે ? સમાધાનઃ- હું જ્ઞાન લક્ષણથી લક્ષિત એક જ્ઞાયક તત્ત્વ છે. જે તત્ત્વ હોય તે પૂર્ણ જ હોય, તે તત્ત્વ કાંઈ અધૂરું ન હોય. આ રીતે હું પરિપૂર્ણ છું એમ કહેતાં બધું ભેગું સમજાઈ જાય છે. જે સુખને પોતે ઇચ્છી રહ્યો છે તે સુખ બહારથી નથી આવતું, હું સુખસ્વરૂપ છું હું શાંતિસ્વરૂપ છું; આ વિકલ્પ છે તે બધી આકુળતા છે, હું નિર્વિકલ્પ તત્ત્વ છું; શાસ્ત્રમાં કહ્યું માટે નહિ, પણ હું પોતે નિર્વિકલ્પ તત્ત્વ જ છું. આનંદગુણ દેખાતો નથી, છતાં પણ મારામાં આનંદગુણ છે, તે અમુક રીતે નક્કી થાય છે. જ્યારે જ્ઞાન લક્ષણ એવું છે કે તેને ખ્યાલમાં આવી શકે છે, માટે આત્માને જ્ઞાનથી જાણવો તેમ કહેવામાં આવે છે. હું આકુળતા વગરનો નિરાકુળ છું એમ એને ખ્યાલ આવી શકે છે; પણ હું આનંદ લક્ષણ છું તેમાં તેને આનંદ દેખાય નહિ, તો પણ અમુક જાતના યથાર્થ પ્રમાણથી જાણી શકે છે. સાચા જ્ઞાનથી નક્કી કરી શકે છે. પરંતુ જ્ઞાન લક્ષણ એવું છે કે તેના અનુભવમાં આવે છે. તેના અનુભવમાં એટલે કે સ્વાનુભૂતિના અનુભવમાં એમ નહિ, પણ જ્ઞાન લક્ષણથી જાણી શકે છે. ૧૬૬. પ્રશ્ન- આત્મા બીજાને જાણે છે માટે જ્ઞાયક છે કે સ્વયં જ્ઞાયક છે ? સમાધાનઃ- શાસ્ત્રમાં આવે છે ને? કે હું દેખનારો છું, દેખતાને જ દેખું છું, દેખતા દ્વારા દેખું છું, સ્વયં દેખનારો-જાણનારો છું, બીજાને દેખનારો છું તેમ નહિ. હું સ્વયં દેખનારો છું. હું દેખનાર-જાણનાર સ્વભાવથી ભરપૂર છે. અગ્નિ બીજાને ઉષ્ણ કરે માટે ઉષ્ણ છે તેમ નહિ, સ્વયં ઉષ્ણતાથી ભરેલી અગ્નિ છે. બરફ પોતે સ્વયં ઠંડો છે, બીજાને ઠંડો કરે માટે બરફ ઠંડો એમ નહિ, બરફનો સ્વભાવ સ્વયં ઠંડો જ છે. તેમ બીજાને હું દેખું-જાણું માટે હું જાણનાર એમ નહિ, હું સ્વયં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮] [સ્વાનુભૂતિદર્શન દેખનારો-જાણનારો છું. હું અનંત શક્તિથી ભરપૂર જાણનારો છું. વસ્તુ સ્વત: સિદ્ધ અનાદિ-અનંત છે. તેને કોઈએ બનાવી નથી, તે સ્વયં છે. જેમ જડ પદાર્થ સ્વયં છે, તેમ હું ચૈતન્ય સ્વયંસિદ્ધ વસ્તુ જાણનારો છું. તે જાણનારામાં બીજા અનંતા ગુણ ભરેલા છે. તે જાણનાર એવો છે કે અનંતતાથી સ્વયં ભરેલો છે. તે સ્વયં જાણનારને જાણી લેવો. બીજાને જાણે-દેખે માટે જાણનારો ને દેખનારો તેમ નહિ, સ્વયં જાણનારો-દેખનારો છે. ૧૬૭. પ્રશ્ન:- હું સ્વયં જ્ઞાયક છું એવો અભ્યાસ જેમ જેમ તેને ઊંડપથી વિશેષ થાય તેમ તેમ માર્ગ સહજપણે મળે ? સમાઘાન- (હા, તેને અવકાશ છે) અંતરમાં અભ્યાસ કરે કે હું સ્વયં જ્ઞાયક છું. આ જે બધા ભાવો દેખાય છે તે હું નથી. હું સ્વયં જ્ઞાયક બધાથી છૂટું તત્ત્વ છું, નિરાળું તત્ત્વ છે, તેમ વારંવાર અંતરથી અભ્યાસ કરે. પોતાના અસ્તિત્વની તેને મહિમા હોય. શૂન્યતા માત્ર નહિ અર્થાત્ હું અનાદિ-અનંત કિંમત વગરનું તત્ત્વ છું એમ નહિ, પણ અનંત શક્તિથી ભરપૂર એવું-ચૈતન્ય અસ્તિત્વ તે હું છું એવી મહિમા આવે અને પર પદાર્થની મહિમા છૂટી જાય. વિકલ્પ છૂટી હું શૂન્ય થઈ જાઉં એમ નહિ. હું અનંત શક્તિઓથી ભરપૂર છે. વિકલ્પ તે મારો સ્વભાવ નથી, નિર્વિકલ્પ તત્ત્વ હું અનંતતાથી ભરપૂર છું. ૧૬૮. પ્રશ્ન- જ્ઞાન જુદું અને રાગ જુદો તેમ ઓળખાય પછી તેને જ્ઞાન જુદું અને રાગ જુદો એમ વિકલ્પ કરવાની જરૂર પડે ? સમાધાનઃ- જેને યથાર્થ ઓળખાય તેને જ્ઞાન જુદું અને રાગ જુદો એ સહજ થઈ જાય છે. જેને સહજ દશા હોય છે તેને જ્ઞાન જુદું ને રાગ જુદો એવી સહજ જ્ઞાતાધારા વર્યા કરે છે. ઉદયધારા અને જ્ઞાનધારા જુદી છે. સ્વાનુભૂતિ થયા પછી ભેદજ્ઞાનની ધારા વર્તે તેમાં પુરુષાર્થ કરવાની જરૂર નથી. તેમાં સહજ ભેદજ્ઞાન રહ્યા કરે છે. જે જે ઉદયો આવે અને હજી અસ્થિરતા છે તેથી જે વિકલ્પો ઊભા થાય તેની સાથે હું જ્ઞાયક છું એવી જ્ઞાતાધારા સહજ રહે છે, તેને સહજ રહે છે કે આ જુદું અને હું જુદો. જોકે પુરુષાર્થની મંદતાને કારણે તેમાં અલ્પ જોડાય છે, ન જોડાય તો વીતરાગતા થાય. તેથી અલ્પ જોડાય છે, પણ જ્ઞાયકની તીવ્ર દઢતા રહે છે કે હું જુદો છું.–ચૈતન્યતત્ત્વ જુદું છે. આ તત્ત્વ તે હું નથી. આ તો વિભાવભાવ છે એવી ભેદજ્ઞાનની સહજ ધારા વર્યા જ કરે છે. વિકલ્પ કરવાની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૧૧૯ બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] જરૂર પડતી નથી, પણ ભેદજ્ઞાન રહ્યા જ કરે છે. પછી જેમ જેમ દશા વધતી જાય અને મુનિદશા આવે ત્યારે વધારે તીવ્રતા થતી જાય છે. જ્ઞાયકની ધારા અને દ્રવ્ય ઉપરની દષ્ટિ બધું બળવાન થતું થતું મુનિદશામાં તેની ઉગ્રતા થતી જાય છે. ઉદયધારા અને જ્ઞાનધારા જ્યાં સુધી વીતરાગતા પૂર્ણ ન થાય, ને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી રહ્યા કરે છે. ભેદજ્ઞાનની ધારા સમ્યગ્દર્શનમાં અમુક પ્રકારે રહે છે અને અંશે-અંશે સ્વરૂપની લીનતા વધતી જાય તેમ તેમ ઉગ્રતા વધતી જાય છે. ૧૯. પ્રશ્ન- જ્ઞાનીને અસ્તિત્વની ખુમારી કેવી હોય ? સમાધાનઃ- જ્યાં તત્ત્વની દષ્ટિ થઈ ત્યાં કોઈપણ પરભાવ વગર પોતે ટકી શકે છે. (એવી ખુમારી આવી જાય છે.) સ્વતઃ સિદ્ધ વસ્તુ બીજા કોઈ પદાર્થ વગર ટકનારી છે. જ્યાં દ્રવ્યની પ્રતીતિ થાય છે ત્યાં તે પ્રતીતિમાં બધું બળ સાથે આવતું જાય છે. પ્રતીતિ તો તેને દઢ જ છે કે કોઈ પદાર્થના આશ્રયથી હું ટકું એવું તત્ત્વ નથી. સ્વયે હું ટકનારો છું, સ્વયે વસ્તુ છું. એવી પ્રતીતિ સમ્યગ્દર્શનમાં પહેલાં આવી જાય. પછી તો તેને લીનતા વધતી જાય, સ્વરૂપનું વેદન વધતું જાય, સ્વાનુભૂતિ વધતી જાય અને વચ્ચે સવિકલ્પ દશામાં અંશે-અંશે જ્ઞાયકની ધારા, શાંતિનું વેદન વધતું જાય છે. પોતાના અસ્તિત્વમાં સ્વયં ટકનારો છું તે પ્રતીતિમાં આવી ગયું. પછી સ્વરૂપમાં જ રહું, બહાર ન જાઉં, સ્વરૂપમાં જ આનંદ-શાંતિ છે, સ્વરૂપમાંથી બહાર જવું મુશ્કેલ પડે તેવી તેની દશા વધતી જાય છે. અલ્પ અસ્થિરતાને લઈને પરિણતિ બહાર જાય છે, પણ તેની ઉગ્રતા થતી જાય છે. ભેદજ્ઞાનની ધારા અને દ્રવ્યની પ્રતીતિનું બળ વધતું જાય છે, લીનતા વિશેષ વધતી જાય છે. ૧૭૦. પ્રશ્ન:- વચનામૃતમાં ખટક લાગવી જોઈએ તેમ કહેવામાં કઈ જાતની ખટક કહેવાનો આશય છે? સમાધાનઃ- સ્વાધ્યાય, મનન, ચિંતન તે બધાંનો હેતુ શું છે? મારે આત્માનું સ્વરૂપે પ્રગટ કરવું છે, મારે આત્માને ઓળખવો છે. સ્વાધ્યાય ખાતર સ્વાધ્યાય મનન-ચિંતવન નહિ, પણ મારે આનો હેતુ શું છે? ધ્યેય એક ચૈતન્ય તરફનું છે, મારે ચૈતન્ય સ્વભાવ પ્રગટ કરવો છે. એક શુભભાવ પૂરતું સ્વાધ્યાય-મનન કરવા એમ નહિ, આનો હેતુ મને ચૈતન્ય કેમ પ્રાપ્ત થાય તેવી ખટક હોવી જોઈએ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦] [સ્વાનુભૂતિદર્શન મારો સ્વભાવ કેમ પ્રાપ્ત થાય, મને ભેદજ્ઞાન કેમ પ્રાપ્ત થાય, મારા ચૈતન્ય તત્ત્વનું અસ્તિત્વ,-હું ચૈતન્ય છું તે મને કેમ ગ્રહણ થાય તેવી ખટક હોવી જોઈએ. ૧૭૧. પ્રશ્ન:- સમયસાર ગાથા ૧૭–૧૮માં આવે છે, “અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળ-ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં ' તો ભગવાન આત્માનો અનુભવ અજ્ઞાન દશામાં પણ હોય છે? સમાધાન- અનુભૂતિ એટલે સ્વાનુભૂતિની અહીં અપેક્ષા નથી. આબાળગોપાળ સૌને સ્વયં વેદાઈ રહ્યો છે એટલે કે જ્ઞાનસ્વભાવ સ્વયં તેને અનુભવમાં આવી રહ્યો છે, ચૈતન્ય દ્રવ્ય પોતે પોતાના જ્ઞાનસ્વભાવે ઓળખાય તેવી રીતે અનુભવમાં આવી રહ્યું છે, કારણ કે તે જાણનારું દ્રવ્ય છે. તે જાણનારું દ્રવ્ય પોતે જણાઈ રહ્યું છે એટલે યથાર્થ જણાઈ રહ્યું છે તેમ નહિ, પણ તેનો જાણનાર સ્વભાવ બધાને અનુભવાઈ રહ્યો છે. તેમાં જડતા નથી અનુભવાતી, પણ જાણનારો બધાને ચૈતન્યરૂપે અનુભવાઈ રહ્યો છે. આ વિકલ્પ છે, આ પર છે, આ છે-આ છે તેવો વિચાર કોની સત્તામાં થાય છે એમ ખ્યાલ કરે તો જાણનારો અનુભવમાં બધાને આવી રહ્યો છે; પણ પોતે લક્ષ દઈને યથાર્થપણે જાણતો નથી. પોતે પોતાના જ્ઞાન સ્વભાવરૂપે અનુભવાઈ રહ્યો છે. જ્ઞાયક-જાણનાર તે બધાને ચૈતન્યતારૂપે અનુભવમાં આવે છે. આબાળગોપાળ બધાંને અનુભવાઈ રહ્યો છે તે યથાર્થપણે નહિ, પણ તેના સ્વભાવરૂપે અનુભવાઈ રહ્યો છે. જેમ આ વર્ણ-રસ સ્પર્શ-ગંધ બધાંમાં જડતા દેખાય છે તેમ આત્મામાં ચૈતન્યતા દેખાય છે. ૧૭૨. પ્રશ્ન- ચૈતન્યતા એટલી સ્પષ્ટ છે કે તેને ઓળખવી હોય તો ઓળખી શકાય તેવી છે? સમાધાન- ઓળખી શકાય તેવી છે, સ્પષ્ટપણે પણ પોતે ઓળખતો નથી. ચૈતન્યતા તો સ્પષ્ટ છે. ૧૭૩. પ્રશ્ન- આત્મા ઓળખવા માટે કેવી રીતે પુરુષાર્થ કરવો ? સમાધાન - તેનો વારંવાર વિચાર કરવો, તે જાતના સ્વાધ્યાય-મનન કરવાં, અંતરમાં જિજ્ઞાસા કરવી, મહિમા કરવી કે આત્મા કેવો અપૂર્વ હશે! તે મને કેમ પ્રગટ થાય. વિભાવની મહિમા ગૌણ કરીને સ્વભાવની મહિમા પ્રગટ કરવી. હું ચૈતન્ય છે તે જાતનો વારંવાર અભ્યાસ કરવો. ચેતન સ્વભાવ માટે આવે છે ને... Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૧ર૧ “સમતા-રમતા-ઉર્ધ્વતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા-ચૈતન્યતા એ સબ જીવ વિલાસ.” તે રીતે ચૈતન્ય બધાને ખ્યાલમાં આવી શકે તેવો છે. તેમાં જ્ઞાયકતા છે, સમતા છે, રમતા-રમ્યભાવ છે, વેદકતા-વેદનમાં આવે છે, ચૈતન્યતા બધાને ગ્રહણ થાય તેવી છે.-એ સબ જીવ વિલાસ'-આ બધો જીવનો વિલાસ છે, પણ પોતે ગ્રહણ કરતો નથી. પુરુષાર્થ કરે તો ગ્રહણ થાય. પણ અનાદિનો પરના અભ્યાસમાં પડ્યો છે તેથી ગ્રહણ થતો નથી. પોતે તરફનો અભ્યાસ કરે તો પોતાની સમીપ જ છે, દૂર નથી. ૧૭૪. પ્રશ્ન:- અનંતકાળમાં શું આવો અભ્યાસ જીવે નહિ કર્યો હોય ? સમાધાનઃ- જીવે અભ્યાસ તો કર્યો છે, પણ અપૂર્વતા નથી લાગી. અપૂર્વતા લાગવી જોઈએ કે આ કાંઈ જુદું જ છે. અંતરમાં યથાર્થ દેશનાલબ્ધિ થઈ હોય તે નિષ્ફળ જતી નથી, એવી રીતે અપૂર્વતા પ્રગટ થઈ હોય તો સફળ થાય જ. જીવે અનંતકાળમાં ઘણું કર્યું પણ તેમાં અપૂર્વતા લાગી નથી. આ કાંઈ અપૂર્વ છે. તેમ પોતાને પોતાના આત્માનો વિશ્વાસ અંતરમાંથી આવવો જોઈએ. ૧૭પ. પ્રશ્ન- આત્મપ્રાપ્તિ માટે ત્યાગ-વૈરાગ્યની મુખ્યતા છે ખરી? સમાધાન:- પ્રથમ આત્મા કેમ પમાય તેની ભાવના, તત્ત્વવિચાર, સ્વાધ્યાય મુખ્ય હોય છે. ત્યાગ-વૈરાગ્યમાં પણ જેટલો પોતે આત્મા તરફ વળે એટલી અંદરથી વિરક્તિ આવે અને બહારનો રસ ઊતરી જાય. અંતરમાં અમુક પ્રકારે એ બધું હોય છે. પ્રથમ સાચી સમજણને માટે તત્ત્વવિચાર, સ્વાધ્યાય, શ્રવણ-મનન તે હોય છે. ત્યાગ-વૈરાગ્ય તો જેટલો અંતરમાંથી વિભાવનો રસ છૂટે, એટલો હોય. અંતરમાં આત્મા તરફ વળે એટલી વિરક્તિ તો ભૂમિકા પ્રમાણે હોય જ. તેની સાથે સાચી સમજણ માટે સ્વાધ્યાય-વિચાર-મનન બધું હોય છે, પણ અમુક વિરક્તિ તો હોવી જ જોઈએ. ૧૭૬. પ્રશ્ન:- સત્ સરળ છે, સુગમ છે, સહજ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ છે તો અમને એવું કેમ ભાસતું નથી? સમાધાનઃ- સત્ આત્માનો સ્વભાવ છે માટે સહજ છે. તેને કાંઈ બહાર ગોતવા જવું પડતું નથી કે માંગવા જવું પડતું નથી કે પર વસ્તુમાંથી આવતું નથી. પોતાનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૨૨ ] [ સ્વાનુભૂતિદર્શન સ્વભાવ છે માટે સુગમ છે, સહજ છે, સરળ છે. પણ અનાદિના વિભાવના અભ્યાસના કારણે દુર્લભ છે. પોતાનો સ્વભાવ છે માટે સહજ છે. પોતે જ છે, કાંઈ બીજો નથી માટે સહજ છે. પ્રગટ કરે તો અંતર્મુહૂર્તમાં થાય છે, અને ન કરે તો અનંતકાળ જાય છે. પોતાને વિભાવનો અનાદિનો અભ્યાસ છે એટલે પ્રગટતો નથી. બાકી સ્વભાવ પોતાનો છે, પોતામાંથી પ્રગટે છે. બહારથી નથી આવતો. બહા૨ કયાંય શોધવા જવું પડતું નથી. પોતામાં જ ભરેલું છે તે પ્રગટ કરવાનું છે. ૧૭૭. પ્રશ્ન:- બહારમાં કયાંય ન ગમતું હોય તો જ આત્મામાં ગમે એવું ખરું ? સમાધાનઃ- બહારમાં ન ગમતું હોય તો જ આત્મામાં ગમે. બહારની રુચિ જેને લાગે તેને આત્માની રુચિ લાગે નહિ. આત્માની રુચિ લાગે તેને બહારની રુચિ તૂટી જાય છે. બહારમાં રુચિ અને તન્મયતા છે તેને આત્માની લગની નથી, તે આત્મા તરફ જઈ શકતો નથી. અનાદિકાળથી પોતે બહા૨માં તન્મય થઈને રહ્યો છે માટે આત્માની લગની લાગી નથી. આત્માની રુચિ લાગે તો જ આત્મામાં જઈ શકાય છે. ઘણા કહે છે ને? કે કયાંય ગમતું નથી તો તારા આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર. ત્યાં ગમે તેવું છે. તે તારું રહેવાનું સ્થાન છે, સુખનું ધામ છે. સ્વરૂપને ગ્રહણ કરવાનો પુરુષાર્થ કર, તો તેમાંથી સુખ પ્રગટ થશે. બહાર ન ગમે તો જ અંદ૨માં જવાય તેમ છે. બહાર રુચે તેને માટે બહા૨નો સંસાર ઊભો જ છે. ૧૭૮. પ્રશ્નઃ- અંદરમાં આત્માનું સુખ જોયું નથી તો વિશ્વાસ કઈ રીતે કરાય ? સમાધાનઃ- સુખને જોયું નથી, પણ સુખની ઇચ્છા છે અને બહાર કયાંય ચેન પડતું નથી, રુચતું નથી. તો સુખમય એક આત્મપદાર્થ જગતમાં હોવો જોઈએ. તું તારા વિચારથી તેને ગ્રહણ કર, તેમાં જ સુખ છે. જે સુખનું ધામ દેવ-શાસ્ત્ર-ગુરુ બતાવી રહ્યા છે. મુનિઓએ તથા અનંતા તીર્થંકરોએ પ્રગટ કર્યું છે અને બધા મહાપુરુષોએ પણ તે બતાવ્યું છે. માટે તું વિચાર કર તો આત્મામાં જ સુખ લાગશે. અત્યારે તને દેખાતું નથી પણ તત્ત્વનો વિચાર કરીને જો તો તને પણ દેખાશે. તને તારો આત્મા જ અંદરથી જવાબ આપી દેશે. તું જાણનારો અંદર બિરાજે છે એમાં સુખ છે. તું વિચાર કર તો પ્રતીતિ આવ્યા વગર રહેશે નહિ. તે માર્ગે જ અનંતા તીર્થંકરો મોક્ષે ગયા છે અને તેમણે માર્ગ બતાવ્યો છે. તેનો અંતરમાં વિચાર કર, તો વિશ્વાસ આવ્યા વગર રહેશે નહિ. ૧૭૯. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૧૨૩ પ્રશ્ન:- રાગ-દ્વપમાં જીવ ગૂંચવાઈ જાય છે? સમાઘાનઃ- પોતાની રુચિ નથી, રુચિ મંદ છે, એટલે ગૂંચવાઈ જવાય છે. પુરુષાર્થ વધારે કરવો, રુચિ વધારવી. પુરુષાર્થ મંદ થાય તો વારંવાર તેનો અભ્યાસ કરવો. બહારની કોઈ રુચિ લાગે તો તેનો પ્રયત્ન કેમ કર્યા જ કરે છે? બહારની રુચિ હોય અને ગમતું કામ માથે લીધું હોય તો તેની પાછળ પડી કામ કર્યા જ કરે છે. તેમ આની રુચિ લાગે અને પાછળ પડીને વારંવાર પ્રયત્ન કરે તો કાર્ય થાય. પુરુષાર્થ કર્યા વગર થતું નથી. ૧૮૦. પ્રશ્ન - ઉતાવળથી આત્માનું કાર્ય ન થાય? સમાધાનઃ- ખોટી ઉતાવળ કર્યું ન થાય, સ્વભાવ ઓળખે તો થાય. ધીરજથી થાય, પ્રમાદ કરે તો ન થાય. આકુળતા કરવાથી ન થાય, પણ ધીરજથી-શાંતિથી સ્વભાવને ઓળખીને યથાર્થ રીતે વિચાર કરે તો થાય. પુરુષાર્થ કરે, પોતાના સ્વભાવને ગ્રહણ કરે તો થાય. ૧૮૧. પ્રશ્ન:- સ્વાનુભૂતિમાં, નાળિયેરમાં જેમ-ગોળો અલગ છે તેમ, શરીર એકદમ જુદું પડયું છે એમ ખ્યાલમાં આવે ? સમાધાનઃ- પોતે જુદો જ પડી જાય છે. એકદમ નિરાળો થઈ જાય છે. ચૈતન્યતત્ત્વ એકલો નિરાળો થઈ પોતે પોતાની સ્વાનુભૂતિ કરે છે, પોતે પોતાના અનંત ગુણનું વેદન કરે છે, ચૈતન્ય ગોળો છૂટો પડીને, ચૈતન્યપણે પોતે પોતાને અનુભવે છે. આ અનુભવમાં જે વિભાવનું વેદન છે તે છૂટી જાય છે અને ચૈતન્યનું વેદના અંતરમાંથી પ્રગટ થાય છે. એકદમ એવો નિરાળો થઈ જાય છે. શરીરનો ખ્યાલ નથી રહેતો. બહાર ઉપયોગ આવે ત્યારે આ શરીર જુદું અને હું જ્ઞાયક જુદો તેમ જુદાપણાની– નિરાળાપણાની પરિણતિ વર્તે છે. અંતરમાં ગયો તો શરીર કયાં છે તે ખ્યાલ રહેતો નથી, વિકલ્પ તરફનો ઉપયોગ પણ છૂટી જાય છે ને એકલું ચૈતન્યનું વેદન રહે છે. -એકલી આનંદની ધારા રહે છે. તેની સાથે અનંત ગુણની પર્યાય પ્રગટ થાય છે. ૧૮૨. પ્રશ્ન- અમને તો લાગે છે કે અમે ઘણો પુરુષાર્થ કરીએ છીએ છતાં પરિણામ કાંઈ દેખાતું નથી. તો આપ આ વિષયમાં વિશેષ ખુલાસો કરવા કૃપા કરશો. સમાઘાન- પોતાના પુરુષાર્થની ખામી છે. પોતાના પુરુષાર્થમાં એની ને એની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪] [સ્વાનુભૂતિદર્શન લગની; તથા દિવસ અને રાત તેનો પ્રયત્ન કરવો જોઈએ. આત્માનું ન્યારાપણું, બુદ્ધિમાં ગ્રહણ કર્યું પણ અંતર પરિણતિમાં હું ચૈતન્ય ન્યારો છું એવી ભેદજ્ઞાનની ધારા પ્રગટ થવી જોઈએ. પોતાના પ્રયત્નની ખામી છે. હું ચૈતન્ય જુદો છું, જુદો છું એવી અંતરમાંથી ન્યારાપણાની પરિણતિ પ્રગટ થવી જોઈએ. તો સ્વાનુભૂતિ થાય છે. માત્ર વિચાર ચાલે તે ઠીક છે પણ અંતરમાં ઊંડા ઊતરીને જે સ્વભાવ છે તે સ્વભાવમાંથી ન્યારાપણું આવવું જોઈએ. ૧૮૩. પ્રશ્ન- શુદ્ધનયકા ઔર સમ્યગ્દર્શનકા વિષય કયા એક આત્મા હી હૈ? કયા દષ્ટિમેં કોઈ પર્યાયકા સ્વીકાર નહીં? સમાધાનઃ- દોનોંકા વિષય એક આત્મા હી હૈ, પર્યાય નહીં. દ્રવ્યદૃષ્ટિમેં પર્યાય નહીં આતી. અધૂરી, પૂર્ણ પર્યાય પર ભી લક્ષ નહીં જાતા. શુદ્ધ પર્યાયકા વેદના હોતા હૈ, તો ભી શુદ્ધ પર્યાય પર ઉસકી દૃષ્ટિ નહીં હોતી. દષ્ટિ તો શાશ્વત અનાદિ-અનંત પારિણામિકભાવ ઊપર હૈ. પારિણામિક ભાવકા ભી વિકલ્પ નહીં હોતા. મેં અનાદિ-અનંત આત્મા હું ઇસકે ઉપર દષ્ટિ રહતી હૈ, શુદ્ધ-અશુદ્ધ દોનોં પયાર્ય પર દષ્ટિ નહીં હોતી. ઇસકા વેદન હોવે તો ભી દષ્ટિ ઉસ પર નહિ હોતી. જ્ઞાન જાનતા હૈ કિ મેરી સાધકદશા ઇતની હૈ-ચતુર્થ ગુણસ્થાન હૈ, ૬ઠ્ઠા-સાતવા ગુણસ્થાન હૈ,-ઐસા જ્ઞાનમેં રહતા હૈ ઇસલિયે પુરુષાર્થ હોને લગતા હૈ-પુરુષાર્થ કરતા હૈ. પરંતુ દષ્ટિ તો પૂરી દ્રવ્ય પર હૈ. પર્યાયકા વદન હોતા હૈ વહ જ્ઞાન જાનતા હૈ. ૧૮૪. પ્રશ્ન- જુદા પાડવાનો અભ્યાસ કરે તો શું એક ક્ષણ એવી આવે જેથી અભેદમાં પરિણતિ જાય ? સમાધાનઃ- હ. જુદા પાડવાનો અભ્યાસ કરે તો ન્યારી પરિણતિ થાય. કેટલાકને મૂંઝવણ થાય એટલે થાકી જાય; પણ પોતે પ્રયત્ન કર્યા કરવો, તેમાં મૂંઝાવું કે થાકવું નહિ. પોતે ઉત્સાહથી અને ધીરજથી પ્રયત્ન કરવો. પ્રયત્ન કરે તો પ્રગટ થયા વગર રહેતું જ નથી. જેને પોતાની જિજ્ઞાસા ને પ્રયત્ન પોતા તરફ છે તેને કાળ લાગે, પણ થયા વગર રહેતું નથી. પોતાને લગની-રૂચિ છે ને કારણ આપે તો કાર્ય આવ્યા વગર રહેતું નથી. જ્યાં સુધી કાર્ય થાય નહિ ત્યાં સુધી સમજવું કે કારણ ઓછું છે. ૧૮૫. પ્રશ્ન- આપને પૂર્વભૂમિકામાં શું વિચારો ચાલતા હતા ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ ૧૨૫ સમાધાનઃ-મોક્ષ શું? એકાંત દુઃખ કયા કારણે? મોક્ષની આવશ્યકતા કેવી રીતે? પુણ્ય-પાપ બંને દુઃખનું કારણ કેવી રીતે?-એમ જાતજાતના વિચારો કરી નક્કી કર્યું હતું. સાકર અને કાળીજીરી એ દષ્ટાંતના વિચાર આવતા અને તે આપણી બુદ્ધિથી કઈ રીતે બેસે એવા બધા પ્રકારના વિચારો ચાલતા. તે વખતે જે જે વિચારો આવે તે બધા લખવાની ટેવ હતી એટલે પોતાને માટે લખી લેતી. જેથી પોતાને પાછું વિચારવામાં કામ આવે. ધૂન એવી લાગી રહેતી કે દરેક કાર્યમાં આત્મા જુદો છે, આત્મા જુદો છે, એવી જાતનું રહેતું. પછી એમ થાય કે આત્મા જુદો છે એવું નક્કી તો કર્યું પણ જુદો રહેતો તો નથી-એમ કરી કરીને એવા બધા વિચારો કરતી. કામકાજ કરું ત્યારે પણ આત્મા જુદો છે, જુદો છે એવી જાતની ધૂન રહેતી. અંતરમાં સ્વાનુભૂતિનો માર્ગ જુદો છે અને અંતરથી સ્વાનુભૂતિ થાય છે એમ ગુરુદેવે જે બતાવ્યું છે તેના ઉપર વિચાર ચાલતા હતા. ૧૮૬. પ્રશ્ન- અમારે કેવી રીતે કરવું ? સમાધાન- ભેદજ્ઞાન પ્રયાસ કરવાથી થાય છે, પ્રયાસ વગર થતું નથી. કેવળ મંથન કરતાં કરતાં ભેદજ્ઞાન થઈ જાય એમ બને નહિ; પણ પરિણતિને જુદી પાડતાં પાડતાં થઈ જાય છે. પરંતુ તે જાતનું ધ્યેય હોવું જોઈએ. પરિણતિ જુદી પાડવાનું-સ્વભાવ જુદો પાડવાનું ધ્યેય હોવું જોઈએ. અને તે પ્રયાસ કરતાં કરતાં થાય જ. ન કેમ થાય? પોતે જ છે, બીજો કોઈ નથી. વિશ્વાસ અને પ્રતીતિને છોડવા નહિ; શ્રદ્ધા તો બરાબર કરવી. પ્રયાસ ઓછો-વધારે થાય પણ શ્રદ્ધા બરાબર કરવી કે આ રસ્તે અને આ રસ્તે પ્રયાસ કરવાથી થવાનું જ છે. જેમ કે અહીં ગામ છે એમ નક્કી થયા પછી ચલાય ઓછું, છતાં ચાલે જ. તેવી રીતે નક્કી-દઢતા કરે તો કાર્ય થયા વગર રહેવાનું નથી. શ્રદ્ધામાં હારીશ નહિ, શ્રદ્ધા બરાબર કરજે. જેવી દેવ-શાસ્ત્રગુરુની શ્રદ્ધા દઢ રાખે છે તેમ આત્મામાં આ રસ્તે જ પહોંચાશે એવી શ્રદ્ધા બરાબર રાખજે. પોતાના પુરુષાર્થની મંદતા છે, કારણ ઓછું આપે છે, ત્યાં દષ્ટિને થંભાવતો નથી. દષ્ટિ થોડીવાર થંભી-ન થંભી ત્યાં છૂટી જાય છે-એટલે ભેદજ્ઞાન થતું નથી. રસ બહાર દોડયો જાય છે એટલે પરિણતિ પોતાને છોડીને બહાર જાય છે. દષ્ટિને એકદમ તેમ-તન્મય કરતો નથી તેથી થતું નથી, આ રીતે પોતાનું કારણ છે. ૧૮૭. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧ર૬] [ સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન- હમણાં હમણાં ધ્યાન પદ્ધતિ નીકળી છે કે શ્વાસોચ્છવાસ રોકો, મનને ખાલી કરો તો તમને આત્મવિચારણા કરવા અંદરથી ફુરણા થશે. તો શું એવું ધ્યાન કાંઈ મદદરૂપ થાય ? સમાધાન - તે શુભભાવનારૂપ છે. તેમાં (મનની) એકાગ્રતા થાય, પણ ખરું ધ્યાન તો પોતાને અંદરમાં સાચું જ્ઞાન થાય,-તત્ત્વને મૂળમાંથી-સ્વભાવમાંથી ઓળખે તો થાય. સાચું જ્ઞાન થાય તો સારું ધ્યાન થાય, માટે તત્ત્વને ગ્રહણ કરવું. પોતે પોતાના જ્ઞાન દ્વારા સૂક્ષ્મ ઉપયોગ કરીને પોતાને ગ્રહણ કરે તો તેમાં સાચી એકાગ્રતા થાય. બાકી શ્વાસોચ્છવાસ તો ઘણીવાર તેણે રોક્યા છે ને તેમાં એકાગ્રતા કરી છે, પણ જ્યાં સુધી આત્માનું અસ્તિત્વ ગ્રહણ નથી થયું ત્યાં સુધી માત્ર મનની એકાગ્રતા થાય છે. મૂળ આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર એકલી મનની એકાગ્રતા કાંઈ કામ આવતી નથી. ૧૮૮. પ્રશ્ન- સૂક્ષ્મ ઉપયોગની ભૂમિકાએ પહોંચવા માટે શું કરવું ? સમાધાનઃ- તત્ત્વના ઊંડા વિચારો કરવા, જ્ઞાયકની લગની લગાવવી, તેનો મહિમા કરવો. બહાર ઉપયોગ જે જાય છે તે બધો સ્થૂલ છે. તેની મહિમા અને એકત્વબુદ્ધિ તોડીને હું ચૈતન્ય છું, હું મહિમાનો ભંડાર છું, બધું મારામાં છે, બહારમાં કાંઈ નથી એમ બધા વિકલ્પોની વચ્ચે હું કોણ છું તેને ઓળખવાનો પ્રયત્ન કરવો. તે માટે પોતે સૂક્ષ્મ ઉપયોગ કરે તો તેને ઓળખી શકે છે. બહાર જતો સ્થૂલ ઉપયોગ હોય તો ઓળખી ન શકે. માટે તત્ત્વના વિચારો કરવા, મહાપુરુષોએ જે માર્ગ બતાવ્યો છે તેના વાંચન-વિચારો કરવા અને પોતે અંતરમાં આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. ૧૮૯. પ્રશ્ન- બહુ એકાંત સેવવાથી આ સ્વાધ્યાય થઈ શકે ? એવાં સ્થાનોની જરૂરિયાત ખરી ? સમાધાનઃ- જેને જેની રુચિ હોય તે વચ્ચે આવે છે. કોઈ એકાંત સેવે, કોઈ એકાગ્રતા કરે, પણ મૂળ તો પોતાના આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. શાસ્ત્રમાં આવે છે ને આચાર્યો પણ એમ જ કહે છે કે તું તારા આત્માને ઓળખ અને તેની પ્રતીતિ કર. “બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો.” આ બંધ શું છે? અને આત્મા શું છે? તે જાણીને “જે બંધમાંહી વિરક્ત થાય.” બંધ અને બંધના જે ભાવો તેનાથી વિરક્ત થાય તે પોતાના સ્વભાવને ઓળખે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ [૧૨૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] જે પ્રજ્ઞાથી સ્વભાવને જુદો પાડ્યો તેનાથી સ્વભાવને ગ્રહણ કરી તેમાં એકાગ્રતા કરે તે મુક્તિનો માર્ગ છે,-સ્વાનુભૂતિનો માર્ગ છે. પોતે સાચા જ્ઞાન વગર બધાં બાહ્ય સાધનો ભેગા કરે તો તે પગલું કયાં માંડશે? ઊભો કયાં રહેશે? જે પોતાના સ્વભાવને ઓળખતો નથી તે એકાગ્રતા ક્યાં કરશે? એકાંતમાં કયાં જાશે? પોતે પોતાને ઓળખવો જોઈએ કે હું આ ચૈતન્ય છે. તે વિના તે કયાં પગલું માંડશે? માટે તેણે જ્ઞાન દ્વારા-પ્રજ્ઞા દ્વારા પોતાને ઓળખવો જોઈએ કે આ હું ચૈતન્ય છું. આમ પોતે પોતાને ગ્રહણ કરી તેમાં એકાગ્રતા કરે તો સાચી એકાગ્રતા થાય. નહિ. તો માત્ર શુભભાવનારૂપ થાય છે. ૧૯૦. પ્રશ્ન- ફક્ત વિચારોના માધ્યમથી સ્વભાવ ગ્રહણ થઈ શકે? સમાધાન - તત્ત્વવિચારમાં તેનું ધ્યેય એવું હોવું જોઈએ કે હું આત્માને ગ્રહણ કરું. એકલા માત્ર ઉપર ઉપરના વિચારો કે શાસ્ત્રના વિચારો કર્યા કરે તો થાય નહિ. પોતાને ચૈતન્ય ગ્રહણ કરવાના, શાસ્ત્રના, દ્રવ્ય-ગુણ-પર્યાયના વગેરે બધા વિચારો, સ્વભાવ એકદમ ગ્રહણ થઈ જાય તેમ નહીં હોવાથી વચમાં ભલે આવે, તો પણ તેનું ધ્યેય એવું હોવું જોઈએ કે હું મારા આત્માને ગ્રહણ કર. તેને પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવાનું લક્ષ હોવું જોઈએ કે મને મારો આત્મા કેમ ગ્રહણ થાય? જોકે તત્ત્વના વિચાર એ મુખ્ય સાધન છે, છતાં તેમાં પણ પોતાને ગ્રહણ કરવાનો પ્રયત્ન થવો જોઈએ. ૧૯૧. પ્રશ્ન:- સ્થૂલ ઉપયોગને સૂક્ષ્મ કરવાની કોઈ પદ્ધતિ નહિ હોય ? સમાધાન- ઉપયોગ સ્થૂલ થવાનું કારણ પોતાને બહારની મહિમા છે; બહારની એકત્વબુદ્ધિ છે તેથી ઉપયોગ સ્થૂલ થઈ ગયો છે. બહારમાં તેને ક્યાંય ગમે નહિ, કયાંય રુચે નહિ, કયાંય ચેન પડે નહિ, કયાંય સુખ લાગે નહિ અને આ બાજુ સુખ મારા આત્મામાં છે, અને આત્મા કેમ ઓળખાય? કમ ઓળખાય?–એવી જાતની ક્ષણે ને ક્ષણે ચૈતન્યની લગની લાગે, એક ને એક લગની લાગે એનો મહિમા આવે તો ઉપયોગ સૂક્ષ્મ થયા વગર રહે નહિ. સાચી રુચિ લાગે, સાચો પુરુષાર્થ કરે-સાચું કારણ પ્રગટ થાય તો કાર્ય આવ્યા વગર રહેતું નથી. જેમ આકોલિયાનું બી વાવે અને આંબો ઊગે એમ બને નહિ, આંબાનું બીજ વાવે તો જ આંબો ઊગે છે, તેમ આત્માને યથાર્થ ઓળખે, ચૈતન્યનું મૂળ ઓળખે અને પછી તેમાં જ્ઞાન-વૈરાગ્ય-ધ્યાનનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮] | [ સ્વાનુભૂતિદર્શન સિંચન કરે તો તે પ્રગટ થાય. તેનો મૂળ સ્વભાવ ઓળખવો જોઈએ. આ સ્વભાવ છે અને આ વિભાવ છે-એમ વિભાવ-સ્વભાવનો ભેદ પાડીને સ્વભાવને ઓળખવો જોઈએ. ખરી લગની હોય તો કાર્ય આવ્યા વગર રહેતું જ નથી. માટે સ્વભાવ ઓળખવાનો જ પ્રયાસ કરવો, થાકવું નહિ. તેનો પ્રયાસ કરવાથી કાર્ય થાય છે અને તે જ સ્વભાવનું ખરું ગ્રહણ કરવાની રીત છે. ૧૯૨. પ્રશ્ન- જ્ઞાનીને પરિણતિ વ્યાપારરૂપ હોય છે, એવું આપ ફરમાવો છો; પણ તેનો અર્થ સમજાતો નથી ? સમાધાનઃ- વ્યાપારરૂપ પરિણતિ એટલે જ્ઞાયકતાની–ભેદજ્ઞાનની પરિણતિ. જ્ઞાનીને સ્વાનુભૂતિ થયા પછી સવિકલ્પદશામાં જેટલે અંશે જ્ઞાયકતા પ્રગટ થઈ છે તેટલી શાયકની ધારા વર્યા જ કરે છે. આખી દષ્ટિ તો અંખડ દ્રવ્ય ઉપર છે-દ્રવ્યને જ ગ્રહણ કરે છે. અને જ્ઞાન પણ તે તરફ વળેલું છે-અંશે પરિણતિ વળેલી છે, અને તેથી જ્ઞાયકતાની ધારા તો વર્યા જ કરે છે, ભેદજ્ઞાનની ધારા ક્ષણે ક્ષણે વર્યા જ કરે છે, તેના પુરુષાર્થની ધારા-પુરુષાર્થનો વ્યાપાર ચાલ્યા જ કરે છે. ગમે તેવા શુભ વિકલ્પ હોય તો પણ ભેદજ્ઞાનની ધારા-જ્ઞાતાની ધારા વર્યા જ કરે છે. કોઈવાર તેને સ્વાનુભૂતિ થાય કે કોઈવાર સવિકલ્પતામાં હોય; ગમે તે કાર્યમાં હોય કે ગમે તે વિકલ્પમાં હોય, પણ ભેદજ્ઞાનની ધારા-જ્ઞાયકની ધારા, અંશે શાંતિનું વેદન, જ્ઞાયકતા વગેરે બધું તેને કદી છૂટતું નથી. બધાથી ઊર્ધ્વ ને ઊર્ધ્વ, અને છૂટો ને છૂટો રહે છે, તેની જ્ઞાયકતા છૂટતી નથી. જાગતાં, ઊંઘતાં કે સ્વપ્નમાં પણ તેને જ્ઞાયકની ધારા એમ ને એમ ચાલ્યા જ કરે છે. ૧૯૩. પ્રશ્ન- ચોથા ગુણસ્થાને વધુમાં વધુ કેટલી ઝડપથી નિર્વિકલ્પદશા થઈ શકે ? સમાધાન - એ તો તેના પુરુષાર્થની યોગ્યતા હોય તે પ્રમાણે થાય છે. છઠ્ઠીસાતમાં ગુણસ્થાને ક્ષણ-ક્ષણમાં નિર્વિકલ્પદશા થાય છે. એવું તેને-ચોથા ગુણસ્થાનવાળાને- નથી થતું. ચોથા ગુણસ્થાન કરતાં પાંચમા ગુણસ્થાને વિશેષ ઝડપ હોય છે, ચોથા ગુણસ્થાને તેને યોગ્ય હોય એટલી ઝડપ હોય છે. છઠ્ઠીસાતમાં ગુણસ્થાને ક્ષણ-ક્ષણમાં-અંતર્મુહૂર્તમાં થાય છે, એવી ઝડપથી ચોથા ગુણસ્થાને નથી થતું. બાકી તો તેના પુરુષાર્થની જેવી ગતિ હોય તે પ્રમાણે થાય છે, તેનો નિયમિત કાળ નથી હોતો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૧૨૯ મુમુક્ષુ- કોઈ જીવ બહુ પુરુષાર્થી હોય તો? બહેનશ્રી:- કોઈ જીવ બહુ પુરુષાર્થી હોય તો તેની નિવૃત્તિ ને અંદર પરિણતિનીજ્ઞાયકની ઉગ્રતા પ્રમાણે થાય. પરિણતિ હોય તો તેને વિશેષ ઝડપથી થાય છે. આ રીતે કોઈને અમુક પ્રકારે થાય ને કોઈને અમુક પ્રકારે થાય, પણ ભૂમિકા ઓળંગીને નથી થતું, ભૂમિકા પ્રમાણે થાય છે. ૧૯૪. પ્રશ્ન- ચોથા ગુણસ્થાનમાંથી પાંચમું ગુણસ્થાન આવે તે જ્ઞાનીને કેમ ખબર પડે ? સમાધાન - તેની સ્વાનુભૂતિની દશા વધતી જાય છે, અંતરમાં પરિણતિની નિર્મળતા વધતી જાય છે, ગૃહસ્થાશ્રમને યોગ્ય જે પરિણામો હોય તેનાથી વિરક્તિનાં પરિણામ વિશેષ વધતાં જાય છે, એટલે તે પકડી શકે છે. ૧૯૫. પ્રશ્ન- પાંચમા ગુણસ્થાનમાં નિર્વિકલ્પદશા વધતી જાય છે? સમાધાન - (હા), નિર્વિકલ્પદશા વધતી જાય છે ને સવિકલ્પદશામાં પણ વિરક્તિ વધતી જાય છે. નિર્વિકલ્પદશા પણ વધે અને સવિકલ્પતામાં પણ વિરક્તિ વધારે હોય છે. ૧૯૬. પ્રશ્ન- ચોથા ગુણસ્થાનમાં અને ચોથા ગુણસ્થાનમાં પણ એવી રીતે ફેર પડતો હશે ને ? સમાઘાન- ચોથા ગુણસ્થાનની ભૂમિકા એક ને એક હોય, પણ અમુક પરિણતિની તારતમ્યતામાં ફેર હોય છે. ૧૯૭. પ્રશ્ન- કયા લક્ષણથી ખ્યાલ આવે કે આ સાચી મુમુક્ષુતા છે? સમાધાન - “માત્ર મોક્ષ અભિલાષ”—એક આત્માની જેને અભિલાષા છે, બીજી કોઈ અભિલાષા નથી; દરેક કાર્ય અને દરેક પ્રસંગની અંદર મારે એક આત્મા જ જોઈએ છે-એમ એક આત્મા જ જેને ધ્યેય છે અને જે કોઈ સંકલ્પ વિકલ્પરૂપ વિભાવો થાય તેમાં તન્મયતા નથી, પણ માત્ર આત્માની અભિલાષા જેને મુખ્યપણે વર્તે છે, તેને સાચી મુમુક્ષતા છે. જેને માત્ર આત્માની જ અભિલાષા છે કે મને આત્મા કેમ પ્રાપ્ત થાય? મને સ્વાનુભૂતિ કેમ પ્રાપ્ત થાય? ને જેને બહારના કોઈ પદાર્થોની ઇચ્છા કે અભિલાષા નથી તે બહારનાં બધાં કાર્યોમાં જોડાય, છતાં બધું ગૌણ હોય છે. તેને ધ્યેય માત્ર એક આત્માનું છે કે એક આત્મા કેમ પ્રાપ્ત થાય? જોકે દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા વગેરે બધું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦] [ સ્વાનુભૂતિદર્શન તેને હોય છે, પણ આત્મા વગર તેને ક્યાંય ચેન પડતું નથી. ગુરુદેવ કહેતા હતા કે તું તારા આત્માને જો, તું આત્માનું જ્ઞાન કર, આ બધું તારાથી જુદું છે-આમ પોતે અંદર જિજ્ઞાસાથી આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે, તે સાચી મુમુક્ષુતા છે. ૧૯૮. પ્રશ્ન- ૧૧ અંગનું જ્ઞાન કર્યું હોય છતાં તે ઉપયોગને શાસ્ત્રમાં સ્કૂલ કહ્યો છે અને જે ઉપયોગે ચૈતન્યસ્વભાવને ગ્રહણ કર્યો તેને સૂક્ષ્મ કહ્યો છે એનું શું કારણ ? સમાધાન - ચૈતન્ય તત્ત્વને ગ્રહણ નથી કર્યું એટલે ઉપયોગ સ્કૂલ છે. જો પોતાના ચૈતન્ય તત્ત્વને ગ્રહણ કરે તો તે ઉપયોગ સૂક્ષ્મ છે. ૧૧ અંગનું જ્ઞાન કર્યું એમાં બધું જાણું પણ અંતર આત્માને ગ્રહણ ન કર્યો એટલે ઉપયોગ સ્થૂલ છે. બાહ્ય શ્રુતજ્ઞાનમાં ભલે દ્રવ્ય-ગુણ-પર્યાય જાણા, બધું જાણું ખરું, પણ “હું આ ચૈતન્ય છું” એમ ગ્રહણ ન કર્યું એટલે ઉપયોગ પૂલ છે. તે ઉપયોગ સ્વસમ્મુખ ન વળ્યો અને બહાર ને બહાર રહ્યો તેથી સ્થૂલ છે. જે ઉપયોગ ચૈતન્યને ગ્રહણ કરે તે ઉપયોગ સૂક્ષ્મ છે. બહારનું ગમે તે જાણ્યું તો પણ ઉપયોગને પૂલ કહેવાય, કારણ કે પોતાને ગ્રહણ નથી કર્યો. સ્વસમ્મુખ-પોતા તરફ દિશા ન વળી, સ્વભાવને ન ઓળખ્યો તેથી બહાર રહેલ ઉપયોગને સ્થૂલ કહેવાય છે. ૧૯૯. પ્રશ્ન:- સ્થૂલ ઉપયોગને વિસ્તાર કર્યો તે બરાબર છે, પણ સૂક્ષ્મ ઉપયોગમાં વિષયમાં થોડો વિસ્તાર કરવા કૃપા કરશો. સમાધાનઃ- પોતાના અંતરમાં ઉપયોગ જાય તે ઉપયોગ સૂક્ષ્મ છે. પોતાની સન્મુખ જાય કે હું આ ચૈતન્ય છું, હું ચૈતન્ય દ્રવ્ય છું, આ જ્ઞાયક છું-એમ પોતાના સ્વભાવ તરફ જાય તો તેની દિશા બદલાય છે, તેથી તે ઉપયોગને સૂક્ષ્મ કહેવાય છે. સ્થૂલ ઉપયોગની દિશા તો બહાર ને બહાર જ છે, પોતાના અરૂપી તત્ત્વને ગ્રહણ કરે તો તેની અંતરમાં દિશા વળે જે સૂક્ષ્મ ઉપયોગ છે. અંતરમાં જઈને સ્વભાવને ગ્રહણ કરે તે ઉપયોગ સૂક્ષ્મ છે. ધીરો થઈને અંતરમાં જુએ કે આ સ્વભાવ છે અને આ વિભાવ છે, એમ પોત પોતાના સ્વભાવને ગ્રહણ કરે તો તે ઉપયોગને સૂક્ષ્મ કહેવાય. ૨OO. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ ૧૩૧ પ્રશ્ન:- વિકલ્પાત્મક ભાવભાસન યથાર્થ કહેવાય ? સમાધાન - વિકલ્પાત્મક ભાવભાસન બુદ્ધિથી થાય છે, તેને વ્યવહારે યથાર્થ કહેવાય. પણ વાસ્તવિક યથાર્થ તો ચૈતન્યને ગ્રહણ કરે ત્યારે જ કહી શકાય. બુદ્ધિથી નિર્ણય કરે તેને વ્યવહારથી કહેવાય, પણ વાસ્તવિકપણે પોતે પોતાને ગ્રહણ કરે ત્યારે યથાર્થ કહેવાય. ૨૦૧. પ્રશ્ન- જ્ઞાન લક્ષણના ભેદમાં ન રોકાતાં શું હું જ્ઞાયક છું એમ આપ સીધો જ્ઞાયકને ગ્રહણ કરવાનું કહો છો ? સમાધાનઃ- જે જ્ઞાનની પર્યાય ક્ષણે ક્ષણે પલટે છે તે હું નથી, હું તો ત્રિકાળ જાણનાર છું. સ્વયં મારું અસ્તિત્વ જ જ્ઞાયક છે, મારું અસ્તિત્વ સ્વયં જ્ઞાયકતાથી જ રચાયેલું છે. આ ક્ષણે ક્ષણે જે ફેરફાર થાય તે મારું મૂળ સ્વરૂપ નથી, સ્વય જ્ઞાયકતાથી રચાયેલું મારું અસ્તિત્વ અખંડ છે, એમ જ્ઞાયકને ગ્રહણ કરવો. આ ક્ષણ પૂરતું જ્ઞાન-જ્ઞાન દેખાય છે તે મારું મૂળ અસ્તિત્વ નથી, ફરે છે એ તો પર્યાય છે. અનંતતાથી ભરેલો, અનંત જ્ઞાયકતાથી રચાયેલો, અનંત-અનંત અગાધ શક્તિઓથી ભરેલું જે જ્ઞાયકતાનું અસ્તિત્વ છે તે હું છું. એમ ગ્રહણ થવું જોઈએ. અનંતતા તેને દેખાતી નથી, પણ તેને એટલી મહિમા અંતરમાં આવી જાય છે કે અગાધ શક્તિઓથી ભરેલું એવું મારું અસ્તિત્વ છે. મારું અસ્તિત્વ ખાલી નથી, પણ અનંત શક્તિઓથી ભરેલી એવી મારી જ્ઞાયકતા છે. એવી મહિમાપૂર્વક અંતરમાં જ્ઞાયકતા ગ્રહણ થવી જોઈએ. ૨૦૨. પ્રશ્ન:- પ્રથમ ગ્રહણ તો જ્ઞાની પુરુષનાં વચનો દ્વારા કરવું પડે ને ? સમાઘાન- જ્ઞાનીનાં વચનો તેમાં નિમિત્ત હોય છે. અનાદિકાળથી પોતે જાણ્યું નથી. એમાં પહેલાં દેવ કે ગુરુનાં વચનો કાને પડે છે, તે પછી પોતાની અંતરની તૈયારી થાય છે ને તેને ચૈતન્યના કોઈ અપૂર્વ સંસ્કાર તથા દેશનાલબ્ધિ પ્રગટે છે. જ્ઞાનીનાં વચન નિમિત્ત ખરાં, પણ અંતરથી તૈયારી પોતાને કરવાની રહે છે, પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. ૨૦૩. પ્રશ્ન:- ભાવમાં એમ આવે છે કે હું ગુરુદેવ! અમે કાંઈ જાણતા નહોતા, આપે જ માર્ગ બતાવ્યો અને બીજી બાજુ એમ આવે છે કે કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી, તો શું સમજવું ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૨] [સ્વાનુભૂતિદર્શન સમાઘાન - ગુરુદેવે કરી દીધું તેમ કહેવાય, પણ કરવું પોતાને પડે છે. અનંતકાળમાં પોતે પોતાના દોષથી રખડયો છે, ભગવાનને કે ગુરુને ઓળખ્યા નથી, મળ્યા તો પણ ઓળખ્યા નહિ. આ પંચમકાળમાં ગુરુ મળ્યા, તેમની વાણી મળી. તેને પોતે ગ્રહણ કરીને પુરુષાર્થ કરે તો જાગે છે. ગુરુદેવની વાણી તો બધાને માટે પ્રબળ નિમિત્ત છે, પણ તૈયારી પોતાને કરવાની રહે છે. ગુરુદેવનો તો ઉપકાર અમાપ છે, પણ પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. ગુરુદેવ પણ એમ જ કહેતા કે તું કર તો થશે. પોતાની સ્વાધીનતાથી થાય છે, તારું દ્રવ્ય સ્વતંત્ર છે, બધાં દ્રવ્ય સ્વતંત્ર છે. તું તારો પુરુષાર્થ કર, પણ પુરુષાર્થ કરનાર ગુરુનો ઉપકાર માન્યા વગર રહે નહિ. કરનારને ઉપકારબુદ્ધિ આવ્યા વિના રહેતી નથી. ૨૦૪. પ્રશ્ન- કરે પોતે, છતાંય ઉપકાર માનવો? સમાધાન - પોતે કરે છતાં કહે કે હે ગુરુદેવ! તમે કરી દીધું. આચાર્ય પણ શાસ્ત્રમાં એમ જ કહે છે કે પરમ ગુરુના અનુગ્રહથી અમારો નિજ વૈભવ પ્રગટયો છે. કુંદકુંદાચાર્ય માટે દેવસેન આચાર્ય જેવા કહે છે કે આપ વાણી ન લાવ્યા હોત તો અમારા જેવા પામરનું શું થાત ! તેમ આવા ગુરુ આ પંચમકાળે પધાર્યા તો બધાને ઉપકાર થયો. નહિતર શું થાત? ગુરુદેવ પધાર્યા તો માર્ગ બધાને ચોખ્ખો કરીને બતાવ્યો. ૨૦૫. પ્રશ્ન:- જ્ઞાનીની ભક્તિ કેવી રીતે પ્રગટ થાય ? સમાધાનઃ- માત્ર બહારથી ભક્તિ કરવી એમ નહીં પણ પોતાને અંદરથી મહિમા આવે તે જ્ઞાની પ્રત્યેની ભક્તિ છે. અંતરમાં બહુમાન આવવું જોઈએ. જ્ઞાનીના વચનો ઉપર બધી રીતે બહુમાન આવવું જોઈએ. અર્પણતા એવી આવી જાય કે ગુરુદેવ કહે છે તે બરાબર છે. તેમણે જે માર્ગ કહ્યો છે તે બરાબર છે. તેમ પોતાથી નક્કી કરીને બહુમાન આવવું જોઈએ. પોતે વિચાર કરીને નક્કી કરે કે આ સત્પુરુષ છે તે અપૂર્વ માર્ગ બતાવી રહ્યા છે. પછી, તે કહે તે બરાબર છે તેમ પોતાને અંતરમાંથી તે પ્રકારે બહુમાન-ભક્તિ આવે છે. ૨૦૬. પ્રશ્ન:- ગુરુ કહે એમાં શંકા ન પડે એવી જાતની તૈયારી જોઈએ ? સમાધાનઃ- તે જાતની તેયારી અંદરમાંથી બહુમાન-ભક્તિવાળાને થઈ જાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૧૩૩ ગુરુ જે કાંઈ કહેતા હોય તેમાં કાંઈક આશય હશે! કાંઈક હિત હશે! એવો અર્થ ગ્રહણ કરે છે. આમ દેખાવા છતાં તેઓ આમ કેમ કહે છે?–એમ નહીં, પણ તેમાં કાંઈ હિત કે આશય હશે, એમ પોતે ગ્રહણ કરે છે. | મુમુક્ષુ- એક હોય ત્યાં અવિનાભાવી બીજું હોય જ? આત્માની રુચિ લાગે તેને જ્ઞાની પ્રત્યે બહુમાન હોય જ? બહેનશ્રી - અંતરની રુચિ હોય તેને જ્ઞાની પ્રત્યે બહુમાન હોય જ, એવો સંબંધ છે. અંતરની રુચિ હોય અને ગુરુ પ્રત્યે બહુમાન ન હોય તેમ ન બને. જો ગુરુ પ્રત્યે બહુમાન ન આવે તો તેની રુચિમાં કચાશ છે. તેણે પોતાની બુદ્ધિ અને કલ્પનાથી બધું નક્કી કર્યું છે. જેની રુચિ આત્માને પામવાની છે, તેને ગુરુ પ્રત્યે અર્પણતા સાથે હોય જ છે કે હું કાંઈ જાણતો નથી. પોતે જે માર્ગે જાય છે તે માર્ગ જેણે પ્રગટ કર્યો તેનો વિનય અને ભક્તિ તથા અર્પણતા તેના હૃદયમાં હોય જ. ૨૦૭. પ્રશ્ન- શ્રીમમાં આવે છે કે બીજું કાંઈ શોધીશ નહિ માત્ર એક સતપુરુષને શોધી કાઢ અને તેમનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દે. તો સર્વભાવ એટલે સર્વ અર્પણતા? સમાધાનઃ- હા, બધી જાતની અર્પણતા. ગુરુ જે કહે છે તે બધી અર્પણતા, તેમાં પોતાની કલ્પના અને પોતાનું ડહાપણ કાંઈ નહિ. ગુરુ જે કહે તે બધું માન્ય છે; પણ તે મને સમજાતું નથી એમ પોતે સમજવા પ્રયત્ન કરે. બાકી ગુરુ કહે છે તે બરાબર જ છે. મારી પોતાની કચાશ છે. શ્રીમદ્દ તો ત્યાં સુધી કહે છે કે ગુરુને બધા ભાવ અર્પણ કરી દે પછી મુક્તિ ન મળે તો મારી પાસેથી લેજે; એનો અર્થ કે તને મુક્તિ મળશે જ. ૨૦૮. પ્રશ્ન- વિશ્વાસ આવવો જોઈએ કે મારામાં ભર્યું પડયું છે? સમાધાનઃ- પોતાના સ્વભાવની જાતમાં જ બધું છે, આ વિભાવની જાત છે તેમાંથી કોઈ પ્રકારે મારો સ્વભાવ પ્રગટવાનો નથી. વિભાવ વિલક્ષણ અને દુઃખરૂપ છે. સ્વભાવમાંથી જ સ્વભાવ આવશે, વિભાવમાંથી સ્વભાવ આવવાનો નથી એવો વિશ્વાસ-પ્રતીતિ આવે તો જ પોતા તરફ પુરુષાર્થ કરે. જ્ઞાન-દર્શનચારિત્ર બધું પોતામાં જ છે, પોતામાંથી પ્રગટે છે. બહારનાં સાધનો હોય છે, પણ પ્રગટે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૩૪ ] [ સ્વાનુભૂતિદર્શન નિજ સ્વભાવનો અભ્યાસ કરવાથી. ખરું સાધન પોતે પોતાનું થાય છે. ગુરુદેવે માર્ગ બતાવ્યો છે કે તારું તત્ત્વ જુદું છે, અન-અભ્યાસને લઈને મુશ્કેલ લાગે છે. માર્ગ ગુરુ બતાવે છે પણ સમજવાનું, પ્રતીતિ કરવાની પોતાને રહે છે. પોતાની મેળે પોતાનો સ્વભાવ ઓળખવો કઠણ પડે છે. બતાવનાર ગુરુ મળે ત્યારે અંતરમાં ગ્રહણ થાય છે, એવો નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે. ૨૦૯. પ્રશ્ન:- ગુરુએ માર્ગ બતાવ્યો છતાં ગુરુ તરફ્થી નજર પાછી વાળવી એમ ગુરુ કહેવા માંગે છે? સમાધાનઃ- ગુરુ એમ કહે છે કે તું સ્વતંત્ર છો, તું તારામાં જો, તારી દૃષ્ટિ ફેરવ. તું તારા તરફ દષ્ટિ કર. ગુરુ આમ કહી રહ્યા છે. પણ આગળ જનારને એવો ભક્તિભાવ આવે કે ગુરુ! તમે જ માર્ગ બતાવ્યો, દિશા બતાવી, આત્મા બતાવ્યો, સ્વતંત્રતા બતાવી, સ્વાનુભૂતિનો માર્ગ બતાવ્યો છે. નિર્વિકલ્પદશા થાય ત્યારે મુક્તિનો માર્ગ પ્રગટ થાય-આત્માની સ્વાનુભૂતિ થાય-વૈદન થાય. એ બધું આપે જ બતાવ્યું છે છતાં કરવાનું પોતાને રહે છે. ૨૧૦. પ્રશ્નઃ- વચનામૃતમાં આવે છે કે જ્ઞાનીને શુભભાવ છે તે કાળા નાગ જેવો દેખાય છે અને બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે જ્ઞાની તો શુભાશુભ ભાવોનો જ્ઞાતા છે. તો આ બન્નેનો મેળ કેવી રીતે છે? સમાધાનઃ- જ્ઞાનીને ભેદજ્ઞાનની દશા છે. આ સ્વભાવ છે અને આ વિભાવ છે એમ તેને સહજ જણાય છે. જ્ઞાયક જ્ઞાયકરૂપે પોતાની પરિણતિમાં ઊભો છે. અલ્પ અસ્થિરતા છે તેને પણ તે જાણે છે. છતાં પણ તેની ભાવના એવી છે કે હું સ્વરૂપમાં પૂર્ણ લીન કેમ થઈ જાઉં? એવી ભાવનાને લઈને જ્ઞાનીને શુભભાવ કાળા નાગ જેવો લાગે છે. તે અપેક્ષાએ ત્યાં વાત છે. બાકી તેને દ્વેષબુદ્ધિ નથી, તે તો માત્ર જાણે છે-જ્ઞાયક છે-જ્ઞાતા છે. રાગ આવે છે તેનો જ્ઞાતા-દષ્ટા છે, પણ તેને ભાવના તો એમ રહે કે આ અધૂરાશ છે. અહો ! મુનિઓ ક્ષણે ક્ષણે સ્વરૂપમાં જામી જાય છે એવી મારી દશા નથી, એવી દશા મને કયારે થઈ જાય કે હું સ્વરૂપમાં લીન થઈ જાઉં. માટે આ વિભાવ છે તે આદરણીય નથી, મારો સ્વભાવ નથી. મને કયારે વીતરાગદશા થઈ જાય અને હું શાશ્વત આત્મામાં રહી જાઉં, વિભાવ મને ન હો, મને પૂર્ણ સ્વભાવ હો. એવી તેની ભાવના રહે છે. ૨૧૧. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૧૩૫ પ્રશ્ન- જ્ઞાનીને શુભરાગ કાળા નાગ જેવો દેખાય છે એમ કહીને જ્ઞાનીને સવિકલ્પદશામાં નિરંતર પૂર્ણતાની ભાવના રહ્યા કરે છે એમ જ કહેવું છે ને? સમાધાન - હા, સ્વાનુભૂતિ-નિર્વિકલ્પદશા હોય ત્યારે તો વિકલ્પ તરફ તેનો ઉપયોગ પણ નથી. પોતે તો આનંદમાં-નિર્વિકલ્પ દશામાં છે. પણ જ્યારે બહાર તેનો ઉપયોગ આવે છે ત્યારે જાણે છે કે આટલી અધૂરાશ છે; અને મને પૂર્ણતા કયારે થાય? આ વિભાવભાવ મારે જોઈતો નથી; આટલો વિભાવ પણ મને પોષાતો નથી. આંખમાં જેમ કશું ન સમાય તેમ દ્રવ્યદૃષ્ટિએ હું પૂર્ણ હોવા છતાં પર્યાયમાં આટલીયે કચાશ મારે ન જોઈએ, એટલે રાગ તેને કાળો નાગ લાગે છે. તે મને આદરણીય નથી, હું પૂર્ણ થઈ જાઉં એવી ઉગ્ર ભાવના વર્તે છે. નિર્વિકલ્પદશા વખતે વિકલ્પ તરફ તેનો ઉપયોગ નથી અને જ્યારે બહાર આવે છે ત્યારે ભેદજ્ઞાનની ધારા વર્તે છે. તેને વિભાવની સાથે એકત્વબુદ્ધિ નથી. ૨૧૨. પ્રશ્ન- ક્ષાયિક સમકિતી લડાઈના મેદાનમાં તલવાર લઈને જાય તે શું નવાઈ નથી લાગતી ? સમાધાનઃ- એટલી તેની અધૂરાશ છે, ભાવના તો ઉગ્ર છે. અંદર ભેદજ્ઞાનની ધારા વર્તે છે. એકત્વબુદ્ધિ નથી. રાજનો અલ્પ રાગ છે એટલે લડાઈના મેદાનમાં ઊભો રહે છે. છતાં તેનું વર્તન ન્યાયપૂર્વકનું હોય છે. તેની અંતરની પરિણતિ જુદી છે; તેના અંતરને જોવાનું છે. જેમ હાથીના દાંત દેખાવના જુદા અને અંતરના જુદા હોય છે તેમ આ જ્ઞાની લડાઈ કેમ કરતા હશે? એવું લાગે, પણ તે વખતે સ્વભાવની પરિણતિમાં પોતે ઊભા છે, અલ્પ રાગ છે એટલે બહાર ઊભા દેખાય, પણ જો તે વખતે પણ વૈરાગ્યભાવના વધી જાય તો મુનિ થઈને ચાલ્યા જાય છે. ર૧૩. પ્રશ્ન- શું ભેદજ્ઞાન તે જ સ્વાનુભૂતિ પ્રગટ કરવાનો ઉપાય છે ? સમાધાનઃ- ભેદજ્ઞાનની ધારા દ્વારા સ્વાનુભૂતિ થાય છે, વારંવાર ભેદજ્ઞાનની તીર્ણતા કરવાથી સ્વાનુભૂતિ થાય છે. કોઈને ઉગ્રતા તરત જ થાય તો તાત્કાલિક થઈ જાય છે,-તે ક્ષણે જ થઈ જાય છે અને મોટા ભાગના જીવોને અભ્યાસની ઉગ્રતા કરવાથી સ્વાનુભૂતિ થાય છે. સમયસાર મોક્ષ અધિકારના ૧૮૦ કળશમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬] [ સ્વાનુભૂતિદર્શન તો ભેદજ્ઞાન એટલે સ્વાનુભૂતિની વાત લીધી છે. ભેદજ્ઞાન દ્વારા તાત્કાલિક ભેદ થઈ જશે અને તેમાં તેને સ્વાનુભૂતિ થશે. વિકલ્પવાળી ભૂમિકામાં લેવું હોય તો વારંવાર અભ્યાસ એટલે વારંવાર ભેદજ્ઞાનની ઉગ્રતા કરવાથી તેને સ્વાનુભૂતિ થશે. તે વખતે વિકલ્પ છે પણ વિકલ્પ તે હું નથી, શું જ્ઞાયક છું-જ્ઞાયક છું એવી જ્ઞાતાધારાની ઉગ્રતા દ્વારા તને સ્વાનુભૂતિ થશે. ૨૧૪. પ્રશ્ન-પરિણતિ અને ઉપયોગ તે બંનેમાં ફેર છે? સમાધાનઃ- પરિણતિ અને ઉપયોગમાં ફેર છે. ભેદજ્ઞાનની ધારારૂપ તેની પરિણતિ તો કાયમ ચાલુ જ છે, જ્યારે ઉપયોગ તો બહાર આવે અને અંતરમાં આવે. ઉપયોગ અંતરમાં આવે ત્યારે સ્વાનુભૂતિ થાય. પછી બહાર આવે. ઉપયોગ બહાર આવવા છતાં પરિણતિ તો ચાલુ જ છે. આમ પરિણતિ અને ઉપયોગમાં ફેર છે. ભેદજ્ઞાનની ધારા તો ચાલુ જ છે, અમુક અંશે જેટલી દશા પ્રગટ થઈ તેટલી ચાલુ છે. ૨૧૫. પ્રશ્ન:- થવાનું હોય તેમ કમસર થાય છે તેથી નવો પુરુષાર્થ કરવાની શી જરૂર છે? સમાધાનઃ- જે થવાનું હોય તેમ થાય એમ એકાંત નથી, તેમાં સ્વભાવ-કાળપુરુષાર્થ બધું સાથે હોય છે. તેમાં પુરુષાર્થનું કારણ મુખ્ય છે. જે પર્યાય પ્રગટવાની હોય તે પ્રગટે, પણ તેમાં પુરુષાર્થ સાથે હોય છે. પુરુષાર્થ વગર કોઈ પર્યાય પ્રગટ થાય તેમ નથી હોતું. સ્વભાવ-કાળ-પુષાર્થ-દેશનાલબ્ધિ બધું સાથે હોય છે. ૨૧૬. પ્રશ્ન- ભાવના અને ધારણામાં શું ફેર ? સમાધાન- ધારણામાં તો ગોખી રાખ્યું છે અને ભાવના તો અંતરમાં પોતે ભાવપૂર્વક કરે છે. ભાવના ભાવનામાં પણ ફેર હોય છે. ભાવના કર્યા કરે કે હું ત્રિકાળી શુદ્ધ છું, પણ પોતાના અંતરમાંથી આવેલી ભાવના હોય તે જુદી હોય છે. હું ત્રિકાળ શુદ્ધ છું-શુદ્ધ છું તેમ (ઉપલક ) ભાવના અને ઊંડી જે અંતર્ગત ભાવના તે જુદી હોય છે. ધારણામાં તો ગોખ્યા કરે છે. ૨૧૭. પ્રશ્ન- વારંવાર એ જ જાતના વિચાર ચાલે તે ભાવના કહેવાય ? સમાધાન - વિચારો ચાલે તે નહિ, પણ અંતરમાંથી-ઊંડાણમાંથી એમ થવું જોઈએ તે ભાવના છે. માત્ર ગોખ્યા કરે ને એકલા વિકલ્પ કર્યા કરે કે હું ત્રિકાળ શુદ્ધ-શુદ્ધ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ ૧૩૭ તેમ નહિ. ભાવનામાં વિચાર તો આવે, છતાં પણ અંદરમાં પોતાને હૃદય ભેદીને કાંઈક આવવું જોઈએ. ભાવના એટલે ઊંડાણમાંથી આવવું જોઈએ કે આ વિભાવ મારે કાંઈ જોઈતો નથી. હું ત્રિકાળ શુદ્ધ આત્મા છું, સ્વયંસિદ્ધ જ્ઞાયક છું. એમ અંતરથી, ઊંડાણમાં હૃદય ભેદીને આવવું જોઈએ. ૨૧૮. પ્રશ્ન:- જ્ઞાનમાં સમજાય છે પણ વિશ્વાસ આવતો નથી? સમાધાનઃ- જ્ઞાનમાં સમજાય, પણ પ્રતીતિ એવી યથાર્થ થવી જોઈએ કે આ જ્ઞાયક તે જ હું છું, બીજો હું નથી. એવી દૃઢ શ્રદ્ધા-દષ્ટિ પોતા ઉપ૨ સ્થપાવી જોઈએ. પછી ગમે તે ભાવો આવે તો પણ હું ચૈતન્ય જ છું એવું અંતરમાંથી થાય. ગોખવારૂપ થાય છે તે જુદી વાત છે, અંતરમાંથી દૃઢ વિશ્વાસ આવવો જોઈએ. યથાર્થ પ્રતીતિ થાય તેને યથાર્થ પુરુષાર્થ થયા વગ૨ રહેતો નથી. ૨૧૯. પ્રશ્ન:- વચનામૃતમાં આવે છે કે મૂંઝવણમાંથી માર્ગ મળે. તે કેવી રીતે ? સમાધાનઃ- મૂંઝવણ યથાર્થ થાય તો તેને માર્ગ મળ્યા વગર રહે જ નહિ એવું વસ્તુનું સ્વરૂપ છે. મૂંઝાયેલો મૂંઝવણમાં ટકી જ ન શકે. આ વિકલ્પની જાળમાં ગૂંચવાયેલો-મૂંઝાયેલો કે જેને શાંતિ નથી, અશાંતિ છે તે એક ક્ષણવાર પણ તેમાં ટકી શકતો નથી. જેને યથાર્થ મૂંઝવણ અંદરથી થાય કે આ વિકલ્પ હવે જોતા જ નથી તો તેમાં ટકી જ શકે નહિ અને પોતા તરફ તેની પરિણતિ વળ્યા વગર રહે જ નહિ–અર્થાત્ જ્ઞાયકને ઓળખ્યા વગર રહે જ નહિ, જ્ઞાયકનું શરણ લીધા વગર રહે જ નહિ. જેમ ખરેખર મૂંઝાયેલો માણસ ગમે તેનો ટેકો લેવા જાય છે, તેમ અંદરથી મૂંઝાયેલો પોતાના સ્વરૂપનો ટેકો લીધા વગર રહેતો જ નથી. તે પોતાના સ્વભાવને ગ્રહણ કરી જ લે છે. માટે યથાર્થ જે મૂંઝાયેલો હોય અને યથાર્થ જિજ્ઞાસા જાગે તો તે સ્વભાવનો ટેકો અંત૨માંથી લીધા વગર રહેતો જ નથી, સ્વભાવને ઓળખી જ લ્યે છે. ૨૨૦. પ્રશ્ન:- કાલે વાત થઈ હતી કે ભાવના-ભાવનામાં ઘણો ફેર હોય છે. એક ભાવના એવી કે અંતર ભેદી નાખે ? સમાધાનઃ- ભાવના એવી ઉગ્ર હોય કે અંતરમાં ભેદજ્ઞાન થાય ત્યારે જ છૂટકો થાય. મંદ-મંદ ભાવના કે ઉ૫૨ ઉ૫૨થી ભાવના કે મંદ-મંદ પુરુષાર્થ કર્યા કરે એ ઉગ્ર ભાવના નહિ. આ તો અંતરને ભેદી નાખે-અંત૨માંથી ભેદજ્ઞાન કરી નાખે, એવી ભાવના કોઈ જુદી જ હોય છે. અંદરથી ચૈતન્યના માર્ગે ચાલતાં Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮] [સ્વાનુભૂતિદર્શન તેને શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે, અને વિભાવ પરિણતિ જુદી પડી જાય છે. અલ્પ વિભાવ પરિણતિ અધૂરાશને લઈને થાય છે, પણ તે ભેદજ્ઞાન કરે છે કે હું તો ચૈતન્ય છું, આ વિભાવ મારો નથી. આ રીતે અંતરને ભેદી નાખીને ચૈતન્ય તરફ તેની પરિણતિ દોડી જાય છે અને પોતાના સ્વભાવને પ્રશ્ન કરી લે છે. ર૨૧. પ્રશ્ન:- આપ કહો છો ને કે ભલે ઉપર ઉપરથી કર, પણ ગમે તેમ કરીને તે રસ્તે જા ! સમાધાન- હા, તે રસ્તે જા. અંતરમાં તારું લક્ષ અને ભાવના એમ રાખ કે ઊંડાણમાં જવા જેવું છે. કરવાનું ઊંડાણમાં (જ્ઞાયકમાં) છે પણ મારામાં હજી ઘણી અધૂરાશ છે એમ નક્કી કરીને ઊંડાણનું લક્ષ કરવાનો પ્રયત્ન કર. ઉપર ઉપરથી થાય તેને છોડી ન જ દેવું, કારણ કે અમે તને અશુભમાં આવવાનું નથી કહેતા, અને શુભમાં રોકાવાનું પણ નથી કહેતા. તને તીસરી ભૂમિકામાં જવાનું કહીએ છીએ, અમે ઊંચે-ઊંચે જવાનું કહીએ છીએ ત્યાં તું નીચે કયાં પડતો જાય છે ! એમ આચાર્યદવ કહે છે. અમારો કહેવાનો આશય એ છે કે તું તીસરી-શુદ્ધ સ્વભાવની-ભૂમિકા પ્રગટ કર. શુભ તો વચ્ચે આવે છે, પણ તે તારો સ્વભાવ નથી. શુભ અને અશુભ સરખી કોટિના છે એમ તું સમજ અને જે આત્માની તીસરી ભૂમિકા અમૃતકુંભ છે તેને ગ્રહણ કર. માટે ઊંચે જવાનું કહીએ છીએ, પણ તેથી તને ઉપર-ઉપરથી ભાવના આવે તે છોડી દેવાનું નથી કહેતા. જો ઊંડી ભાવના પ્રગટ કરી શુદ્ધસ્વભાવમાં જઈ શકાય તો તેને તે પ્રગટ કર. પણ ન જઈ શકે તો તેને છોડીને અશુભમાં જવાનું કહેતાં નથી, ઉપર-ઉપરની ભાવના કાંઈ કામની નથી એમ કરીને છોડવાની નથી, પણ તું ઊંચી પરિણતિને પ્રગટ કર એમ કહેવાનો આશય છે. ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ટહેલ મારતાં ભગવાનના દ્વાર ન ખૂલે તો થાકીને પાછો નહિ આવતો, ભગવાનનાં દ્વાર ખૂલી જશે. તું ટહેલ મારવી છોડતો નહિ. તેમ ચૈતન્ય મંદિરે તું ટહેલ માર કે હું ચૈતન્ય છું. પ્રથમ ઉપર-ઉપરથી તને સમજાય તે છોડતો નહિ. તને ચૈતન્ય ન ઓળખાય ત્યાં સુધી ત્યાં ટહેલ માર્યા જ કરજે, લક્ષ રાખજે કે મારે હજુ ઘણું આગળ જવાનું છે. તારો પુરુષાર્થ ઊપડતાં ચૈતન્ય મંદિર ખૂલવાનો તને અવકાશ છે. દૂર જઈશ તો ઊલટો તું આવો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [ ૧૩૯ જઈશ. દષ્ટિ બરાબર રાખજે કે હુજી મારે અંદર જવાનું છે. ઉપરા-ઉપરની ભાવનાથી કાંઈ પ્રગટ નથી થતું; પણ અંદરની ભાવના પ્રગટ કરવા માટે તું સમજજે કે આ ઉપર-ઉપરનું છે, હજી અંદરનું કરવાનું મારે બાકી છે, એમ યથાર્થ સમજે તો આગળ જઈ શકાશે. જ્ઞાયક છું-જ્ઞાયક છું એમ ઉપર-ઉપરથી થાય તો પણ અંતરમાં જવું છે તે ભાવના તું છોડીશ નહિ, તે છોડવાનું નથી કહેતા. અંદરની ભાવના એવી હોય છે કે ભેદજ્ઞાન થાય અને અંતરને ભેદી નાંખે. ચૈતન્ય મંદિરનાં બારણાં ખૂલીને ચૈતન્ય ભગવાન પ્રગટ થાય એ ભાવના જુદી જ આવે છે. પણ તું ઉપર ઉપરની ભાવના દઢ કરતો જજે-તો કોઈવાર તારો ઉગ્ર પુરુષાર્થ થશે તો અંદર જવાશે. દષ્ટિ શુદ્ધ ઉપર રાખજે. રરર. પ્રશ્ન- આ ભાવના મંદ છે કે તીવ્ર છે એ કેવી રીતે ઓળખી શકાય? સમાધાનઃ- પોતાની મંદતા દેખીને ઓળખાય કે આ મંદ-મંદ ચાલે છે અને ઉગ્રતા થતી નથી એટલે હજી ઉગ્રતાની ખામી છે. મંદ-મંદ ચાલે, ધીમી ગતિએ ચાલે તેને વાર લાગે છે, જેને ઉગ્રતા થાય તે ત્વરાથી પહોંચી જાય છે. ધીમી ગતિએ ચાલનારો ત્યાં ઊચો રહે તો કેમ પહોંચાય? તેને ખ્યાલ આવે કે હું નથી પહોંચી શકતો માટે મારી ગતિ ધીમી છે. હું જ્યાં ઊભો છું ત્યાં જ ઊભો છું. આગળ જતો નથી. ભાવનગર જવું હોય ને ધીમી ગતિએ ચાલે, તો પહોંચતા વાર લાગે. ઉતાવળી ગતિએ ચાલનાર એકદમ પહોંચી જાય છે. નથી પહોંચાતું તે બતાવે છે કે ધીમી ગતિ છે, ઉપર-ઉપરથી થાય છે, અંદરથી પ્રગટ થાય તો પહોંચી જાય છે. રર૩. પ્રશ્ન- જોર તો પોતાને દેવાનું છે ને ? સમાધાનઃ- પુરુષાર્થ તો પોતાને જ કરવાનો છે, કોઈ કરાવી દેતું નથી. રખડનારો પોતે અને મોક્ષ કરનારો પણ પોતે-સ્વતંત્ર છે. ર૨૪. પ્રશ્ન- નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ઘણો ઘનિષ્ઠ છે. એમ માપુરુષનું વચન જે અસર કરે છે, તે વાંચવાથી થતું નથી. સમાધાનઃ- તોપણ પોતે સ્વતંત્ર છે. ગુરુદેવ માર્ગ ચોખ્ખો કરીને ગયા છે. કરવાનું પોતાને છે. ર૨૫. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦] [સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- શું જ્ઞાન, દર્શન, ચારિત્ર બધામાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું? સમાધાન- હા, બધાંમાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું છે. હું જ્ઞાયક, હું ચૈતન્ય એમ શાયકનું અસ્તિત્વ (પોતાનું અસ્તિત્વ) તું ગ્રહણ કર તો પોતે જેવો છે તેવો પ્રગટ થાય. તારું અસ્તિત્વ તું ગ્રહણ કર તો જે સ્વભાવ છે તે સ્વભાવ પ્રગટરૂપે પરિણમી જશે. તારું અસ્તિત્વ તે ગ્રહણ કર્યું નથી એટલે વિભાવ પર્યાયો પ્રગટ થાય છે. તારું અસ્તિત્વ તું (પોતે) ગ્રહણ કરે તો તેમાંથી સ્વભાવ પર્યાયો પ્રગટ થશે. રર૬. પ્રશ્ન- ચિંતવનમાંથી ઉપયોગ બહાર જાય ત્યારે શું કરવું? સમાધાન - ઉપયોગ બહારમાં જાય ત્યારે જેને સહજદશા હોય છે તેને પોતાની ભેદજ્ઞાન પરિણતિ ચાલુ જ રહે છે. જિજ્ઞાસુનો ઉપયોગ બહાર જાય ત્યારે તેને અંદરમાં ભાવ એમ રહ્યા કરે કે કરવાનું બીજું છે. ઉપયોગ બહાર જતાં પરની સાથે એકત્વબુદ્ધિ થાય છે, પણ હું તો જુદો ચૈતન્ય છું એમ ભાવના રાખી શકે. જેની સહજ પરિણતિ હોય તેની તો વાત જ જુદી છે, તેને તો જ્ઞાયકની ધારા નિરંતર ચાલુ રહે છે. બહાર ઉપયોગ જાય તોપણ ભેદજ્ઞાન ક્ષણે ક્ષણે રહે છે, યાદ કરવું નથી પડતું, એકવાર સ્વભાવમાં એકત્વ થઈ જાય તેને હું જુદો છું એમ યાદ નથી કરવું પડતું. જ્યારે ઉપયોગ બહાર જાય તે ક્ષણે જુદી જ્ઞાયકની સહજ ધારા ચાલતી જ હોય છે. પણ જેને સહજદશા નથી અને તેનો ઉપયોગ બહાર જાય તો ભાવના રાખે કે કરવાનું બીજું છે, ઉપયોગ અંતરમાં જવો જોઈએ. રર૭. પ્રશ્ન:- આત્માને પ્રાપ્ત કરવા ધ્યેય કોનું હોય? નિશ્ચયનું કે વ્યવહારનું ? સમાધાન- ધ્યેય નિશ્ચયનું હોય, નિશ્ચયનું ધ્યેય રાખવું. વ્યવહારથી નિશ્ચયમાં જવાય નહિ. નિશ્ચયની દષ્ટિ, નિશ્ચય તરફ પરિણતિ કરે તો નિશ્ચયમાં જવાય છે. જે જીવો વ્યવહારમાં સર્વસ્વ માને છે, વ્યવહારથી ધર્મ થાય છે તેમ માને છે તેને તો કાંઈ અવકાશ જ નથી. આત્મા સ્વયં અનાદિ-અનંત તત્ત્વ છે. આ વિભાવ તે મારો સ્વભાવ નથી, હું ચેતનતત્ત્વ છે. એવી દષ્ટિ-પ્રતીતિ અને એવું ધ્યેય હોવું જોઈએ. તેવી જાતની ભાવના અને ખટક હોય તો પલટો ખાઈને પુરુષાર્થ ઊપડે છે. વ્યવહારથી નિશ્ચય થતો નથી. નિશ્ચયનું ધ્યેય, દષ્ટિ અને ભાવના રાખે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૧૪૧ તો પલટાવાનો અવકાશ છે. વ્યવહાર તો વ્યવહાર જ છે, બંધરૂપ છે. સર્વસ્વભૂત તો આત્મા છે. આત્મામાંથી શુદ્ધ પર્યાય પ્રગટે છે. આ શુભ તો શુભ જ છે. જ્યાં સુધી શુદ્ધતા થતી નથી, ત્યાં સુધી શુભમાં ઊભો છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રની ભાવના કર્યા કરે, પણ યથાર્થ દર્શન, જ્ઞાન, ચારિત્ર તો ચૈતન્યને ગ્રહણ કરવાથી પ્રગટ થાય છે. આત્મામાંથી જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રગટ થાય છે. ર૨૮. પ્રશ્ન- ચૈતન્યને પ્રશ્ન કરવા માટે વાંચન, મનન, સતપુરુષનો સમાગમાદિમાંથી વિશેષપણે શું હોય? સમાધાનઃ- બધું સાથે હોવું જોઈએ, વાંચન-મનન આદિ બધું ચૈતન્યની સમજણ માટે હોવું જોઈએ. આત્મા ગ્રહણ કેવી રીતે થાય તે ધ્યેય રાખીને સત્પુરુષનો સમાગમ, વાણી બધું સાથે હોવું જોઈએ. ગુરુદેવે શું કહ્યું છે? માર્ગ શું બતાવ્યો છે? તે રીતે સત્પુરુષના આશ્રયપૂર્વક પોતાની વિચારશૈલીથી પોતે નિર્ણય કરીને આત્મસ્વભાવ ગ્રહણ કરવો. ગુરુદેવે શું કહ્યું છે તેની સાથે મેળ કરીને પોતે આગળ જાય. સમજે છે તો પોતાના જ્ઞાનથી, પણ ગુરુદેવે શું માર્ગ બતાવ્યો છે તે સાથે રાખીને વિચાર કરે છે. રર૯. પ્રશ્ન- આ તત્ત્વના પોષણ માટે એકાંત વિશેષ હોવું જોઈએ એવું જરૂરી છે? સમાધાન- એકાંતની ભાવના આવે. એકાંત વધારે હોવું જ જોઈએ એવું નથી, પણ એકાંત હોય તો વિચાર કરવાનું, વાંચન કરવાનું એક જાતનું સાધન બને છે. એકાંત હોવું જ જોઈએ એમ નથી, કોઈને વાંચન ગમે ને કોઈને એકાંતમાં ગમે એમ સૌને પોતાની પરિણતિ પ્રમાણે હોય. એકાંત હોય તો પોતાને વિચારનોમનન કરવાનો વધારે ટાઈમ મળે. ૨૩). પ્રશ્ન:- કમમાં આવી પડેલા ઉદયભાવને આઘાપાછા કરી શકાતા નથી ને તે વખતે આ બાજુના (તત્ત્વના ) વિચાર-મનન તૂટી પડે છે તો શું કરવું? સમાધાનઃ- પોતાની ભાવના હોય તો પુરુષાર્થ કરીને પરિણામને પલટાવી શકે છે. જો પરિણામ પલટાવી શકાતાં ન હોય તો અનાદિ કાળથી કોઈ જીવ પુરુષાર્થ કરીને, ભેદજ્ઞાન કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત જ ન કરી શકે. પર્યાયનો સ્વભાવ જ પલટવાનો છે. સ્વભાવ તરફ ભાવના કરી સ્વભાવને ગ્રહણ કરે તો વિભાવ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨] [ સ્વાનુભૂતિદર્શન પર્યાયનો પલટો થાય. જે પર્યાય આ બાજુ (વિભાવમાં) જાય છે તે પર્યાયને સ્વ તરફ વાળવી તે પોતાના હાથની વાત છે. ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું હોય છે. એકલું ક્રમબદ્ધ હોતું નથી, ક્રમબદ્ધની અંદર સ્વભાવ, પુરુષાર્થ બધું જોડાયેલું હોય છે. જેને વિભાવ સર્વસ્વ લાગે છે અને તેમાંથી છૂટવું ગમતું નથી તેનું ક્રમબદ્ધ પણ એવું છે. જેને વિભાવ ચતો નથી અને સ્વભાવ જ રુચે છે તેનું ક્રમબદ્ધ તે જાતનું હોય છે. તેની પુરુષાર્થની ગતિ સ્વભાવ તરફ હોય છે, તેનું ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું છે. ૨૩૧. પ્રશ્ન- સમકિતીને શુભભાવનો નિષેધ વર્તે છે, છતાં જ્ઞાની પ્રત્યે સાચી અર્પણતા તેને જ હોય છે એ વિચિત્રતા લાગે છે !! સમાઘાન- સ્વભાવમાં શુભભાવ નથી એટલે તેની દષ્ટિમાં શુભભાવનો આદર નથી. એવી વસ્તુસ્થિતિ છે. સમકિતી એક ચૈતન્યતત્ત્વને ગ્રહણ કરે છે પણ વચ્ચે શુભભાવ આવ્યા વિના રહેતા નથી. ચૈતન્યતત્ત્વ જ સર્વસ્વપણે અંગીકાર કરવા જેવું છે. ચૈતન્યતત્ત્વ વિના જગતમાં બીજું કંઈ સારભૂત નથી. આ વિભાવ આત્માનો સ્વભાવ નથી, તે દુઃખરૂપ છે, આકુળતારૂપ છે. જેમણે જ્ઞાયક સ્વભાવને સંપૂર્ણપણે ગ્રહણ કર્યો છે અર્થાત્ જેઓએ પુરુષાર્થ કરીને સ્વરૂપમાં લીન થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તથા જેઓ વારંવાર સ્વરૂપમાં લીન થાય છે એવા મુનિવરો, તે બધાનો સમ્યગ્દષ્ટિને આદરભાવ આવે છે કારણ કે તેને પોતાના સ્વભાવનો આદર છે. મારો સ્વભાવ જ આદરણીય છે, વિભાવ છે તે યરૂપ જ છે-એમ યથાર્થ દષ્ટિ-પ્રતીતિ થઈ છે છતાં જેણે આવી દશા પ્રગટ કરી છે તેનો મહિમા પણ આવે છે. મારો સ્વભાવ જુદો છે અને આ વિકલ્પ જુદા છે. પોતે શુભભાવને આદરણીય નથી માનતો, તો પણ શુભભાવનામાં ઊભો છે તેથી શુભભાવનાં જે નિમિત્તો દેવ-શાસ્ત્ર-ગુરુ, તેની મહિમા પણ એટલી જ આવે છે, તેને સ્વભાવની મહિમા છે ને વિભાવ તુચ્છ લાગે છે. છતાં જેણે આ પ્રગટ કર્યું છે-જે તેની સાધના કરે છે–તેની મહિમા આવે છે. સમકિતીને પોતાના સ્વભાવની મહિમા છે, તેથી સ્વભાવને જેણે પ્રાપ્ત કર્યો છે તેવા જ્ઞાનીઓ પ્રત્યે યથાર્થ મહિમા આવે છે. અંતરદૃષ્ટિમાં શુભભાવ મારો સ્વભાવ નથી એમ તે માને છે અને તે ક્ષણે ભેદજ્ઞાનની ધારા પણ વર્તે છે. આમ તેને શુભભાવ આદરણીય નથી, છતાં શુભભાવનો રસ ઘણો પડે છે અને સ્થિતિ ઓછી પડે છે. ર૩ર. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૧૪૩ પ્રશ્ન- જેટલું થઈ શકે તેટલું વાંચન, મનન પ્રયત્નથી કરીએ છીએ. છતાં વ્યવહારિક જીવનમાં અવારનવાર જૂઠું બોલવાના કે માયાચારીના ભાવ થઈ જાય છે, કોઈ જીવને દુઃખ થશે એવું જાણવા માટે દરકાર રહેતી નથી. જોકે એ બધું બાહ્ય છે, છતાં શું તે પરિણામથી આત્મસાધનામાં કે તેની પાત્રતામાં નુકસાન ન થાય ? સમાધાન - પોતે સમજી લેવાનું કે કઈ જાતના ભાવ આવે છે. મુમુક્ષુની ભૂમિકામાં અંદર આત્માર્થનું પ્રયોજન મુખ્ય હોય છે. આત્માર્થીને ન શોભે એવી જાતના-મર્યાદા તોડીને જે-વિચારો થાય તેવા આત્માર્થીને હોય નહિ, તેવાં કાર્યો પણ આત્માર્થીને હોય નહિ. જેમાં આત્માર્થતાનું પોષણ થાય, આત્માર્થતા મુખ્ય રહે તેવા ભાવો આત્માર્થીને હોય છે. પોતાની આત્માર્થતાની મર્યાદા જેમાં તૂટી જાય તેવા ભાવ આત્માર્થીને હોતા નથી. પોતાનાં પરિણામ કઈ જાતના છે તે વિચારીને, તેમાં કચાશ હોય તો પોતે પોતાની પાત્રતા વધારવી. મુખ્ય પ્રયોજન તો આત્માર્થતાનું છે. આત્માર્થતાને કયાંય નુકસાન પહોંચે તેવા મર્યાદા રહિતનાં પરિણામ આત્માર્થીનાં હોય નહિ. ૨૩૩. પ્રશ્ન- સ્વાધ્યાય કરતી વખતે જ્ઞાતા-દ્રષ્ટાપણું રાખવું જોઈએ તો તે કેવી રીતે રાખવું? સમાધાનઃ- પોતાને અંદર જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ હોય તો તે કાળે જ્ઞાતાદિષ્ટાપણું રહે છે. હજી જેને જ્ઞાતાપણું પ્રગટ જ થયું નથી તેને તો જ્ઞાતા-દષ્ટાપણું રાખવું મુશ્કેલ પડે છે. જ્ઞાયકને ઓળખી ભેદજ્ઞાન કરી જ્ઞાતાની–ભેદજ્ઞાનની પરિણતિ પ્રગટ કરી હોય તો દરેક શુભભાવ અને અશુભભાવમાં જ્ઞાતાપણું સહજપણે રહે છે. ક્ષણે ક્ષણે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ સહજપણે જ્ઞાતાના અસ્તિત્વ તરફની પરિણતિ રહ્યા જ કરે છે. શ્રુતના ચિંતવનના કાળે, કે શાસ્ત્રઅભ્યાસ વખતે જ્ઞાતાધારા જુદી ને જુદી રહે છે. જેને એકત્વબુદ્ધિ છે, જિજ્ઞાસુની ભૂમિકા છે તેને જ્ઞાતાપણું હોતું નથી. તેને માત્ર ભાવના રહે છે કે હું જ્ઞાયક છું, પણ પરિણતિ પ્રગટ કરવાની બાકી છે. જેને જ્ઞાયકની દશા પ્રગટ થઈ છે; સ્વાનુભૂતિની દશા પ્રગટી છે તે સવિકલ્પમાં આવે ત્યારે પણ તેને ભેદજ્ઞાનની ધારા રહે છે. દર્શન કરે, પૂજા કરે, ગમે તે કરે તો પણ તેને ભેદજ્ઞાનની ધારા ચાલુ જ રહે છે. જ્ઞાનીને બહારથી ભગવાનની ભક્તિ ઘણી દેખાય, શ્રુતનું ચિંતવન ઘણું દેખાય તો પણ કયાંય એકત્વબુદ્ધિ થતી નથી. જ્ઞાયકની ધારા જુદી ને જુદી વર્તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [સ્વાનુભૂતિદર્શન છે. કર્મમાં અમુક જાતનો રસ ઘણો પડે છે, પણ તેને ભેદજ્ઞાનની ધારા વર્તે છે તેથી સ્થિતિ લાંબી પડતી નથી. ર૩૪. પ્રશ્ન-જેટલું આ જ્ઞાન છે તેટલો આ આત્મા છે તે વિશેષ સમજાવવા કૃપા કરશો. સમાધાન - ગુણ અને ગુણી અભેદ છે. જે આ જ્ઞાનલક્ષણ દેખાય છે તેટલો આત્મા છે. જ્ઞાન સિવાયનું બધું વિભાવ અને પર છે. જે આ જ્ઞાનલક્ષણ દેખાય છે તે જ્ઞાનલક્ષણથી તું આત્માને ઓળખી લે. જે જ્ઞાનલક્ષણ દેખાય છે તેટલો આત્મા છે. લક્ષ્ય-લક્ષણ એક જ છે-અભેદ છે. તેને ગ્રહણ કર. તું જ્ઞાયકને ગ્રહણ કરી લે. ૨૩૫. પ્રશ્ન- આ સિદ્ધાંતથી આચાર્યદેવને જ્ઞાયક ગ્રહણે કરાવવાનો હેતુ છે? સમાધાનઃ- હા, જ્ઞાયકને ગ્રહણ કરાવવો છે. જેટલું આ જ્ઞાન છે તેટલો આ આત્મા છે. બાકી જે દેખાય છે તે બધો વિભાવ છે. એક જ્ઞાનલક્ષણ આત્માને તું ઓળખી લે, એક જ્ઞાયકને ઓળખી લે. તેના ઉપર દષ્ટિ કર. ગુણ-ગુણી અભેદ છે તેના ઉપર દષ્ટિ સ્થાપી દે, તેમાં સંતોષ કર, તેમાં રુચિ કર, તેનાથી તૃપ્ત થા. તેમાં જ સર્વસ્વ છે, બહાર કંઈ નથી. તેના ઉપર દષ્ટિ સ્થાપીને તેનું જ્ઞાન કર, તેની પરિણતિ કર, તેમાંથી સંતોષ મળશે, તેમાંથી તૃપ્તિ આવશે ને તેમાંથી જ અપૂર્વ સુખ પ્રગટ થશે. ભગવાન-સ્વરૂપ આત્મામાં જ બધું ભરેલું છે.-જ્ઞાયકમાં જ બધું ભર્યું પડ્યું છે. કોઈને એમ થાય કે એકલા જ્ઞાનમાં શું છે? જ્ઞાનમાંથી શું મળવાનું છે? પણ તે જ્ઞાનમાં અનંત-અનંત ભરેલું છે. જેટલું આ જ્ઞાન છે તેટલો આત્મા છે તેને તું ગ્રહણ કર. ૨૩૬. પ્રશ્ન- વ્યવહારના ઘણા ભેદ પડે પણ મુખ્યતા તો અભેદની છે ને? સમાધાન - ભેદ ઉપરથી દષ્ટિ ઉઠાવીને એક અભેદને ગ્રહણ કરવાનો છે. એક અભેદને ગ્રહણ કરતાં ભેદનું જ્ઞાન વચ્ચે આવી જાય છે, પણ ભેદ ઉપર તેને દૃષ્ટિ રાખવાની નથી. બીજું બધું જ્ઞાન કર અને દૃષ્ટિ અભેદ ઉપર કર. દષ્ટિ તેમાં સ્થાપ્યા પછી તેમાંથી શુદ્ધ પર્યાયો સ્વયં પ્રગટ થશે. પહેલાં તું યથાર્થ નિશ્ચય કરી કે જ્ઞાનસ્વરૂપ આત્મા તે જ હું છું. યથાર્થ દષ્ટિ પ્રગટ કર, દષ્ટિ જ મુખ્ય છે. દષ્ટિ એક અભેદ આત્મા ઉપર કર. ૨૩૭. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ ૧૪૫ પ્રશ્ન-પ્રથમ જ્ઞાનથી આત્માના સ્વરૂપનો ભેદપૂર્વક વિચાર કરે કે હું આવા જ્ઞાનસામર્થ્યથી ભરેલો છું? સમાધાન - પહેલાં વિકલ્પ દ્વારા નક્કી કરે છે. વિચારમાં એવા ભેદના વિચારો વચ્ચે આવ્યા વગર રહેતા નથી, પણ દષ્ટિ એક અભેદની કરવાની છે. દષ્ટિ અભેદ ઉપર ગઈ ને તેમાં લીન થતાં વિકલ્પ તૂટીને તેમાંથી સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. પહેલાં નિશ્ચય કરે, વ્યવહાર વચ્ચે આવશે પછી તે મતિ-શ્રુતની બુદ્ધિને સમેટીને નિર્વિકલ્પ થાય છે. ર૩૮. પ્રશ્ન- સાધકની ભૂમિકામાં શુભરાગ આવે તેને સાધક હેયરૂપે જાણે છે તે બરાબર છે. જિજ્ઞાસુની ભૂમિકામાં, આપ કહો છો તેમ, અંદરમાં જ્ઞાયક અને બારમાં દેવશાસ્ત્ર-ગુરુ બંને રહે છે, પણ અમને એમ લાગે છે કે દેવ-ગુરુને જો સાથે રાખવા જઈએ તો અનાદિનો જીવને વ્યવહારનો પક્ષ છે. તેની સચિ છે, તેથી વ્યવહારની રુચિ થવાની શકયતા નથી લાગતી ? સમાધાન:- રુચિવાળા જીવને દેવ-શાસ્ત્ર–ગુરુ વચ્ચે આવ્યા વગર રહેતા નથી. મને મારું સ્વરૂપ કેમ ઓળખાય, ગુરુ મને શું માર્ગ બતાવે છે, ગુરુએ શું કહ્યું છે, એવા વિચારી તેને આવ્યા વગર રહેતા નથી. પણ તેથી તેને વ્યવહારનો પક્ષ આવી જાય છે તેમ નથી. તેને ભાવના રહે છે તેથી ભક્તિ આવ્યા વગર રહેતી નથી. ગુરુ એમ કહે છે કે તું તારા શુદ્ધાત્માને ઓળખ, બધા શુભભાવથી તારો શુદ્ધાત્મા જુદો છે. છતાં જિજ્ઞાસુને શુભભાવ આવ્યા વગર રહેતા નથી, પણ તેમાં વ્યવહારનો પક્ષ આવી જતો નથી. તે જીવ વ્યવહારથી લાભ માને, તેમાં સર્વસ્વ માને, તેનાથી મને મોક્ષ મળશે તેમ માને તો તેમાં વ્યવહારનો પક્ષ આવે છે. બાકી જે શુભભાવ આવે તેમાં વ્યવહારનો પક્ષ આવતો નથી. શુભભાવ આવે છે તેની સાથે જિજ્ઞાસુની શ્રદ્ધા એવી થઈ જતી નથી કે આ શુભભાવથી મને લાભ છે. જિજ્ઞાસુની શ્રદ્ધા અને રૂચિ તેમાં ભેગાં ભળી જતાં નથી. જિજ્ઞાસુને બુદ્ધિપૂર્વક એવો નિર્ણય હોય છે કે ગુરુએ કહ્યું છે કે તારો શુદ્ધાત્મા વિકલ્પ વગરનું નિર્વિકલ્પ તત્ત્વ છે. શુભભાવ તારું સ્વરૂપ નથી એમ ગુરુએ જે કહ્યું છે તે તેણે વિચારથી દઢ કરેલ છે. તેથી શુભભાવ આવે એટલે તેમાં વ્યવહારનો પક્ષ આવીને એવી શ્રદ્ધા થઈ જતી નથી. શુભભાવથી મને લાભ થાય, દેવ-શાસ્ત્ર-ગુરુ મને લાભ કરી દેશે, તેઓ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬] [ સ્વાનુભૂતિદર્શન કરે તેમ થાય, હું મારા પુરુષાર્થથી કાંઈ કરી શકું નહિ એવી જેને માન્યતા નથી તેને વ્યવહારનો પક્ષ આવતો નથી. જેને એવી શ્રદ્ધા છે કે હું મારાથી કરું ત્યારે જ થવાનું છે, છતાં ગુરુ મને ઉપકારરૂપ છે અને ગુરુએ જ મને બધું આપ્યું છે, એવી શુભભાવના આવે છે, પરંતુ તેનાથી વ્યવહારનો પક્ષ આવી જતો નથી. તેની શ્રદ્ધા તો જુદી જ રહે છે. યથાર્થ શ્રદ્ધાની વાત તો જુદી છે, તે સહજરૂપે જ્ઞાનીને-ભેદજ્ઞાનીને હોય છે. જિજ્ઞાસુને પણ બુદ્ધિપૂર્વકની જે શ્રદ્ધા છે તે શ્રદ્ધામાં ભૂલ આવતી નથી. ગુરુની ભક્તિ કરે તેમાં શ્રદ્ધાની ભૂલ આવતી નથી, તેમાં વ્યવહારનો પક્ષ આવતો નથી. જિજ્ઞાસુ દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરે છે; છતાં વ્યવહારનો પક્ષ આવી જતો નથી. તેમાં સર્વસ્વ માને ત્યારે વ્યવહારનો પક્ષ આવે છે. જેને ભેદજ્ઞાન પ્રગટ થયું છે એવા આચાર્યો ધવલાદિ શાસ્ત્રો રચે છે, કોઈ અધ્યાત્મનાં શાસ્ત્રો રચે છે. તો તેમાં પક્ષ આવી જાય છે? પદ્મનંદી આચાર્ય ભક્તિનાં શાસ્ત્રો રચે છે, તો તેમાં વ્યવહારનો પક્ષ આવી જતો નથી, ત્યાં પણ સાથે ભેદજ્ઞાનની ધારા વર્તે છે, જિજ્ઞાસુએ નક્કી કર્યું છે કે આ બધા વિભાવથી છૂટો હું ચૈતન્ય દ્રવ્ય છું, તે ભલે બુદ્ધિથી નક્કી કર્યું છે છતાં તેને ભક્તિના ભાવ આવે અને તે કાર્યમાં જોડાય તેથી કંઈ ભક્તિના કાર્યથી વ્યવહારનો પક્ષ આવી જતો નથી. ર૩૯. પ્રશ્ન- જિજ્ઞાસુ શુભભાવને હેય સમજે છે અને આવ્યા વગર રહેતા પણ નથી તેમ કેવી રીતે બંને વાત સમજે છે ? સમાઘાન- હા, જિજ્ઞાસુ એમ સમજે છે. તેને શ્રદ્ધા છે કે શુભભાવ તો હેય છે, તો પણ વચ્ચે આવ્યા વગર રહેતા નથી. શુભભાવ આવે તો શ્રદ્ધામાં ભૂલ પડે છે એમ નથી. બહુ ભક્તિ કરે તો તેને વ્યવહારનો પક્ષ થઈ ગયો છે તેમ નથી. જિજ્ઞાસુ અંતરમાં પોતે જાણતો હોય છે, તેથી શ્રદ્ધામાં હોય છે કે ગુરુએ કહ્યું છે કે તારો શુદ્ધાત્મા જુદો છે, શુભભાવ તારું સ્વરૂપ નથી. આ તેણે સ્વયં પણ નક્કી કરેલું છે તેથી તેની શ્રદ્ધામાં ભૂલ થતી નથી. ૨૪). પ્રશ્ન- જિજ્ઞાસુ મહિમા તો એમ જ કરે છે કે ગુરુદેવ ! આપે જ બધું સર્વસ્વ આપ્યું છે. સમાધાનગુરુદેવ! આપ જ સર્વસ્વ છો; આપે જ અમને બધું આપ્યું છે; Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ ૧૪૭ આપ અહીં પધાર્યા-આપે માર્ગ બતાવ્યો તો અમે જાગૃત થયા; આપે પુરુષાર્થ કરતાં શીખવ્યું છે -તે પ્રમાણે બધી વિનયની ભાષા બોલે પણ અંતરથી સમજે છે કે કરવાનું તો મારે છે. ગુરુદેવનો પરમ પરમ ઉપકાર છે એમ તે સમજે છે, અમારી દિશા બદલી હોય તો આપે જ બદલાવી છે એમ ઉપકારબુદ્ધિમાં તેને આવે છે, શુભભાવમાં એમ જ આવે છે. ર૪૧. પ્રશ્ન:- સમયસારની ૩૮મી ગાથામાં અપ્રતિતની વાત આવી હતી. પૂજ્ય ગુરુદેવશ્રી અવારનવાર કહેતા હતા કે બહેનશ્રીના જાતિસ્મરણજ્ઞાનમાં જોડણી ક્ષાયિકની વાત હતી, તો કૃપા કરીને જોડણી ક્ષાયિક સમકિત એટલે શું? તે કોને પ્રગટ થાય ? તેનો ખુલાસો કરશોજી. સમાધાનઃ- જોડણી ક્ષાયિક તો જેને અપ્રતિહત ધારા હોય છે તેને પ્રગટ થાય છે. શુદ્ધાત્માની સાધનાની વિશેષ વિશેષ પર્યાયો જોડાતી જાય તો અપ્રતિહત ધારાએ જોડણી ક્ષાયિક પ્રગટ થાય છે. મુમુક્ષુ – હજુ સ્પષ્ટ થયું નથી તો વધારે ખુલાસો કરવા કૃપા કરશોજી. બહેનશ્રી:- તે ક્ષયોપશમ (ક્ષયોપશમ સમકિત) એવું અપ્રતિહત હોય છે કે જે પડવાનું નથી. તેની બધી પર્યાયો અપ્રતિહાભાવે પ્રગટ થાય છે. જોડણી ક્ષાયિકમાં ધારા જ એવી અપ્રતિત ધારાએ પ્રગટ થાય છે. ૨૪૨. પ્રશ્ન- પાત્ર શિષ્યના મુખ્ય લક્ષણો સંબંધી થોડું માર્ગદર્શન આપો. સમાધાન:-પાત્ર શિષ્ય હોય તેને અંતરથી આત્માની જ લગની લાગી હોય કે મારે એક ચૈતન્ય જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. તેને દરેક કાર્યમાં આત્માનું જ પ્રયોજન હોય છે, બીજું બધું પ્રયોજન તેને ગૌણ થાય છે. આત્માને એકને મુખ્ય રાખીને તેના દરેક કાર્યો હોય છે. શુભભાવના કાર્યોમાં પણ તેને એક આત્માનું પ્રયોજન હોય છે, બીજું બહારનું કોઈ પ્રયોજન તેને હોતું નથી. શુભભાવમાં દેવ-શાસ્ત્રગુરુની પ્રભાવના કેમ થાય તેવા ભાવ આવે છે અને આત્માનું પ્રયોજન સાથે હોય છે, બીજું કોઈ પ્રયોજન હોતું નથી.-લૌકિક પ્રયોજનથી અત્યંત ન્યારો હોય છે. તેને તો એક આત્માની જ લગની લાગી છે; લૌકિકનું, બહારનું કે મોટાઈનું કોઈ પ્રયોજન હોતું નથી. મારા આત્માને કેમ લાભ થાય તે એક જ પ્રયોજન આત્માર્થીને હોય છે. શ્રી જિનેન્દ્રદેવ જેમણે સાધના પ્રગટ કરી છે એવા ઉપકારી ગુરુ અને શાસ્ત્ર તેની કેમ પ્રભાવના થાય તેવી તેને પ્રીતિ હોય છે. જેમણે આત્માનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮] | [ સ્વાનુભૂતિદર્શન માર્ગ બતાવ્યો, તે માર્ગની પ્રાપ્તિ માટે માર્ગદર્શન આપ્યું અને જેનો પરમ ઉપકાર છે તેમની કેમ પ્રભાવના થાય તેવો હેતુ પાત્ર શિષ્યને હોય છે, બીજો કોઈ અન્ય હેતુ તેનો હોતો નથી. આ પાત્ર જીવનું લક્ષણ છે. ૨૪૩. પ્રશ્ન- ધાર્મિક સંસ્થાનાં કાર્યો કરવામાં પ્રયોજનમાં શું લેવું? જોડાવું કે નહીં? સમાધાનઃ- ધાર્મિક કાર્યોમાં દેવ-શાસ્ત્ર-ગુરુની પ્રભાવના થતી હોય, પોતાને તેનો વિકલ્પ આવતો હોય તો તેમાં જોડાય છે. દેવ-શાસ્ત્ર-ગુરુની પ્રભાવના અર્થે અને પોતાના આત્માના અર્થે તેમાં જોડાય છે. બીજું કોઈ પ્રયોજન હોતું નથી. ૨૪૪. પ્રશ્ન- તેમાં આત્મા જ મુખ્ય હોય ? સમાધાન:- આત્મા જ મુખ્ય છે. મારા આત્મામાં સંસ્કાર કેમ પડે, તે સંસ્કાર દઢ કેમ થાય, હું ચૈતન્ય ન્યારો છું, એવું જ તેનું પ્રયોજન છે. પોતાને ધર્મની પ્રીતિ છે, તેથી ધર્મની પ્રભાવના કેમ થાય, ગુરુદેવની પ્રભાવના કેમ થાય, ગુરુના ધર્મની શોભા કેમ વધે, કોઈ આ માર્ગ જાણે તેવો શુભભાવનો વિકલ્પ આવે છે. જેને પોતાના સ્વભાવની પ્રીતિ છે, તેને ગુરુએ જે માર્ગ બતાવ્યો છે તેની અને ગુરુની ભક્તિ આવ્યા વગર રહેતી નથી, તેથી શુભ કાર્યોમાં જોડાય છે પણ તેમાં તેનો હેતુ આત્માનો છે. ૨૪૫. પ્રશ્ન:- એક સમયની જ્ઞાનની પર્યાયને કોઈવાર શાસ્ત્રમાં શેય તરીકે કહે છે, કોઈવાર પર્યાય છે માટે હેય છે તેમ કહેવાય છે ને કોઈ વખત પ્રગટ કરવા માટે તેને ઉપાદેય કહેવાય છે. એમ પર્યાય સંબંધી શાસ્ત્રમાં ઘણા પ્રકાર આવે છે તો ભેદજ્ઞાનની જ્યોતિ પ્રગટ કરવા માટે કઈ વાત મુખ્ય કરવી ? હેય-શૈય-ઉપાદેય કઈ રીતે કરવું ? તે ફરમાવશોજી. સમાધાન - અખંડ સ્વભાવ ઉપર દષ્ટિ કરતાં જે પર્યાયો પ્રગટે છે તે આત્માનું મૂળ સ્વરૂપ નથી, માટે દૃષ્ટિ અપેક્ષાએ તેને હેય કહે છે. જ્ઞાનની અપેક્ષાએ તેને જાણવા યોગ્ય કહેવાય છે, પણ જે અધૂરી સાધનાની પર્યાય છે તે વચ્ચે આવ્યા વગર રહેતી નથી. તે જ્ઞાનમાં જાણવાયોગ્ય છે અને તે પ્રગટ કરવાની અપેક્ષાએ આદરવાયોગ્ય છે. જ્ઞાન-દર્શનની જે અધૂરી પર્યાયો છે તે એક સમયમાં પૂર્ણ થતી નથી, ચારિત્ર પણ એકસાથે પરિપૂર્ણ પ્રગટ થતું નથી. તેથી તેને સાધના કરવાની રહે છે, સ્વરૂપમાં લીનતા કરવાની રહે છે. તેથી તે પર્યાયને જ્ઞાન આદરણીય પણ જાણે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ ૧૪૯ નિશ્ચય-વ્યવહારની સંધિ જેમ છે તેમ સમજે તો સાધનામાં આગળ જાય છે. દષ્ટિમાં જ્ઞાયકને એકને મુખ્ય રાખીને અધૂરી–પૂર્ણ પર્યાયને પણ ગૌણ કરવામાં આવે છે. અધૂરી–પૂર્ણ પર્યાય જેટલો હું નથી, હું તો અખંડ જ્ઞાયક છું. કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય તોપણ તે પર્યાય છે. હું તો અખંડ એક દ્રવ્ય છું. સમ્યગ્દર્શનથી માંડીને જે નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે તે બધી સાધનામાં વચ્ચે આવે છે, તેથી તે પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે. સાધના કરતાં કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, તે અપેક્ષાએ તે ઉપાદેય છે; પણ દષ્ટિની અપેક્ષાએ તેને હેય કહેવામાં આવે છે. ૨૪૬. પ્રશ્ન- શું પ્રગટ કરવાની અપેક્ષાએ પર્યાયને ઉપાદેય કહેવામાં આવે છે? સમાધાન - હા, પર્યાયને પ્રગટ કરવાની અપેક્ષાથી ઉપાદેય કહી છે, તેમાં તેને પુરુષાર્થ કરવાનો રહે છે. સાધકને સ્વાનુભૂતિની દશા પ્રગટી છે તે સ્વાનુભૂતિમાં ક્ષણે ક્ષણે વૃદ્ધિ થાય ને પછી સ્વાનુભૂતિરૂપે જ પોતે થઈ જાય, અર્થાત્ જેવો આત્મા છે, તે રૂપે જ પોતે થઈ જાય એવી દશા હુજી પ્રગટ થઈ નથી, તેથી પર્યાય પ્રગટ કરવાની અપેક્ષાએ આદરણીય છે. મુનિઓ છઠ્ઠા-સાતમાં ગુણસ્થાને ઝૂલતાં-ઝૂલતાં અંતર્મુહૂર્તમાં અંતરમાં જાય છે અને બહાર આવે છે, તો આ હજી પર્યાય અધૂરી છે, તેથી સાધનાની પરિણતિ ચાલ્યા જ કરે છે. છઠ્ઠી-સાતમાં ગુણસ્થાનની દશામાં હું પ્રમત્ત નથી કે અપ્રમત્ત નથી એવી દષ્ટિ હોવા છતાં તે સાધનાની પર્યાયમાં મુનિઓ ઝૂલે છે. તેમાં વૃદ્ધિ થતાં શ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે સાધનામાં પરિણતિની દોરી તેના સ્વભાવ તરફ છે, જ્ઞાન જ્ઞાનને ખેંચતું પોતાના તરફ જાય છે. સાધનામાં આવું હોય છે તો પણ દષ્ટિ એક આત્મા ઉપર છે, દૃષ્ટિ બધાને હેય કરે છે, દષ્ટિ બધાને ગૌણ કરે છે. ૨૪૭. પ્રશ્ન- “જ્ઞાન જ્ઞાનને ખેચતું' એમ આપે ફરમાવ્યું તેનો ભાવ શું છે? તે ફરમાવશોજી. સમાધાન - જ્ઞાન એટલે પુરુષાર્થની દોરી જે પરિણતિ વિભાવ તરફ જતી હતી તેને સ્વભાવ તરફ ખેંચે છે, સાધનાને વધારતો જાય છે અને ભેદજ્ઞાનની ધારા ઉગ્ર કરતો જાય છે. દષ્ટિ પ્રગટ થઈ પછી કાંઈ કરવાનું રહેતું જ નથી એમ નથી. દષ્ટિ પ્રગટ થયા પછી સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થયું. હજી તેમાં લીનતા પ્રગટ કરવાની બાકી છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦] [ સ્વાનુભૂતિદર્શન ભેદજ્ઞાનની ધારાને ઉગ્ર કરીને દષ્ટિનું બળ વધારતો જાય છે, પોતાની પરિણતિને એકદમ પોતા તરફ વાળતો જાય છે, વિભાવ તરફ જતી પરિણતિને સ્વભાવ તરફ ખેંચતો જાય છે. દષ્ટિમાં પર્યાયને હેય માને છે, છતાં પણ પુરુષાર્થની દોરી ચાલુ છે. હું તો અખંડ છું તો પણ આ વિભાવની પર્યાય થઈ રહી છે, સ્વભાવની પર્યાય અધૂરી છે તે બધું જાણે છે, અને પુરુષાર્થની દોરી પોતા તરફ ખેંચતો જાય છે. ૨૪૮. પ્રશ્ન- શાસ્ત્રભાષાથી કહીએ કે પ્રગટ કરવાની અપેક્ષાએ પર્યાય ઉપાદેય છે. પરંતુ આપે જે કહ્યું તેનાથી સ્પષ્ટીકરણ બહુ સરસ થયું. સાધનામાં સાધકને આવાં પરિણામ આવે છે તે બહુ સરસ વાત કરી. તે વિશેષ સમજાવશોજી. સમાધાન - સાધનામાં આવા પરિણામ સાથે હોય જ. તેની દષ્ટિ જ્ઞાયક ઉપર સ્થપાયેલી રહે છે. દષ્ટિ જ્ઞાયકથી છૂટી પડતી નથી. હું જ્ઞાયક છું એમ શાયકનું જે અસ્તિત્ત્વ ગ્રહણ કર્યું છે, વિભાવથી ન્યારો, અધૂરી કે પૂર્ણ પર્યાય જેટલો પણ હું નહિ તથા ગુણના ભેદ પણ મારામાં નથી એવી જે દૃષ્ટિ જ્ઞાયક ઉપર પાણી તે (તેની) દષ્ટિ ત્યાંથી ખસતી જ નથી. છતાં તેને જ્ઞાનમાં ખ્યાલ છે કે આ વિભાવ ઊભો છે, હુજી અધૂરી પર્યાય છે, સ્વભાવનું વેદન અંશે થાય છે. સ્વાનુભૂતિની દશા પ્રગટી છે; જ્ઞાયકની સવિકલ્પ ધારામાં અંશે શાંતિનું વેદન થાય છે, પણ હજી તે પૂરું નથી–અધૂરું છે; વિકલ્પની, વિભાવની બધી જાળ હજી ઊભી છે એમ તે જાણે છે ને તે વિભાવથી પોતાની પરિણતિને છૂટી પાડતો પુરુષાર્થ કરતો જાય છે. દષ્ટિની સાથે વિભાવથી છૂટવાના પુરુષાર્થની દોરી સાથે ને સાથે રાખે છે. વિભાવમાં એકત્વ થતું નથી અને તેની જેટલી ઉગ્રતા થાય છે તે પ્રમાણે પુરુષાર્થ કરતો જાય છે. આમ પુરુષાર્થ કરતાં-કરતાં તેની ભૂમિકા પલટાઈ જાય છે. ચોથી ભૂમિકા પછી પાંચમું ગુણસ્થાન, પછી છઠ્ઠી-સાતમાની ભૂમિકામાં તે પોતાના સ્વભાવની દોરીને વધારે ખેંચતો હોવાથી જ્ઞાનની ઉગ્રતા, જ્ઞાતાધારાની તીખાશ અને વિરક્તિ વધતી જાય છે. સ્વભાવની એકદમ નિર્મળતા થતી જાય છે ને સ્વાનુભૂતિની દશા વધતી જાય છે. તેની દષ્ટિ ચાલુ છે ને પુરુષાર્થની દોરી પણ સાથે ને સાથે ચાલુ જ છે. ૨૪૯. પ્રશ્ન- જ્ઞાનનું ફળ વિરતિ છે, તો મુમુક્ષુની ભૂમિકામાં થોડું વિભાવથી રહિત થવું જોઈએ ને ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ ૧૫૧ સમાધાન - યથાર્થ જ્ઞાન પ્રગટે, જ્ઞાયકની ધારા પ્રગટે તેનું ફળ વિરતિ છે તેથી જેને જ્ઞાયકની ધારા પ્રગટે તેને વિરક્તિ આવી જાય છે, તે વિભાવથી છૂટો પડી જાય છે, અનંતાનુબંધી કષાયો તૂટીને અંશે સ્વરૂપ રમણતા પ્રગટે છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. તે કારણે જ્ઞાયકની ધારા પ્રગટે છે તેમાં તેને અમુક અંશે વિભાવ છૂટી જાય છે. મુમુક્ષુ ભૂમિકામાં જ્યાં જિજ્ઞાસા પ્રગટ થઈ ત્યાં તે વિચાર-વાંચન કરે તેની સાથે તેને અમુક વૈરાગ્યાદિ હોય જ છે, ન હોય તો તેટલી રૂચિ જ નથી. આત્મા તરફ રુચિ જાય અને વિભાવનો રસ ન છૂટે તો તેને તત્ત્વની રુચિ જ નથી. વિભાવનો રસ છૂટવો જ જોઈએ. જ્ઞાયકની ધારા પ્રગટે તે યથાર્થ વિરતિ છે. જિજ્ઞાસુને અભ્યાસમાં આત્માની રુચિ જાગે તેને વિભાવનો રસ છૂટવો જ જોઈએ. તે તત્ત્વ વિચાર કરે, વાંચન કરે પણ અંદરથી એટલો વૈરાગ્ય ન આવે તો યથાર્થ રુચિ જ નથી. રુચિ સાથે તેને થોડી વિરક્તિ અને અંદરથી વિભાવનો રસ છૂટી જવો જોઈએ. ૨૫૦. પ્રશ્ન- શ્રીમદ્જીમાં આવે છે કે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ તે દ્રવ્યાનુયોગ પરિણમ્યાનું મૂળ છે એ કોઈ કાળે ભૂલીશ નહિ. ત્યાં શું કહેવું છે ? સમાધાનઃ- જેને દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમી ગયો. તેને સંયમ ક્રમે ક્રમે આવી જ જાય છે. તેને સ્વરૂપ રમણતા પ્રગટ થઈ ચારિત્ર પ્રગટે છે. મુમુક્ષુ દશામાં અમુક પ્રકારે તેને બહારથી રુચિ છૂટી જાય છે. વૈરાગ્ય આવી જાય છે. ૨૫૧. પ્રશ્ન- અર્પણતા એટલે શું? સમાધાન - અર્પણતામાં બધા આગ્રહો છૂટી જવા જોઈએ, આગ્રહોના નાંગળા ઢીલા થઈ જાય તો અર્પણતા થાય. અર્પણતામાં બધા આગ્રહો-કે હું કાંઈ જાણું છું તે છૂટી જવું જોઈએ. કોઈ જાતની પક્કડ ન રહેવી જોઈએ. ર૫ર. પ્રશ્ન:- નિર્ણય કરીએ અને અમુક સમયે નિર્ણય છૂટી જાય તેનું કારણ શું? સમાધાન - રુચિ ન હોય તો નિર્ણય થઈને છૂટી જાય. રુચિ પ્રબળ હોય તો એમ ને એમ નિર્ણય ટકાવી રાખે અને તેનો નિર્ણય આગળ કાર્ય કરે કે આ હું છું આ હું નથી. એમ રુચિ હોય તો નિર્ણય તેનું દૃઢતાપૂર્વક કાર્ય કર્યા કરે. આવું તેને પ્રથમ અભ્યાસરૂપ હોય. આ હુજી યથાર્થ નથી, પણ તેનો અભ્યાસ કરતાં-કરતાં યથાર્થ થવાનો અવકાશ છે. ૨૫૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [સ્વાનુભૂતિદર્શન ૧૫૨ ] પ્રશ્ન:- શાસ્ત્રના જ્ઞાનનો ઉઘાડ હોય તે શું ઘોલન નથી ? સમાધાનઃ- ના, તે ઘોલન નહિ. મૂળ તત્ત્વનું ઘોલન-ચૈતન્યનું થોલન તે અંદરનું ઘોલન છે, પછી તે ઘોલનમાં ઝાંઝુ ટકી ન શકે તો શાસ્ત્રના વિચાર આવે તે વાત જુદી છે. પ્રયોજનભૂત તત્ત્વના વિચાર આવે કે મારાં દ્રવ્ય-ગુણ-પર્યાય કેવાં છે? હું બધાથી ન્યારો છું તો કેમ ન્યારો થાઉં! કેમ અંતરમાં આ ભેદજ્ઞાન પ્રગટ થાય ? એમ વિચારો આવે. જેમ ભગવાન અને ગુરુના આંગણે ટહેલ મારે તેમ જ્ઞાયકને ગ્રહણ કરવા માટે વારંવાર ટહેલ માર્યા કરે, તેનો વારંવાર અભ્યાસ કર્યા કરે, ભગવાનના દર્શન માટે ભગવાનના દ્વારે ટહેલ મારતો હોય, ગુરુના દર્શન માટે ગુરુના આંગણે ટહેલ મારતો હોય, અને જ્યાં ભગવાનનાં દ્વાર ખૂલે અને ભગવાનનાં દર્શન થાય-ગુરુનાં દર્શન થાય તેમ ચૈતન્યના આંગણે ટહેલ માર્યા કરે કે ચૈતન્યનાં દર્શન કેમ થાય ? મા૨ા ચૈતન્યનો સ્વભાવ શું? તેની મહિમા શી ? તેમ જો વારંવાર ટહેલ મારે અને અભ્યાસ કરે તો ચૈતન્યનાં દ્વાર ખૂલી જાય ને દર્શન થાય. જો ભગવાનને દ્વારેથી છૂટી જાય-થાકી જાય તો દર્શન ન થાય. તેમ અહીં તેણે અંદરથી થાકવું નહિ–નિરાશ થવું નહિ. ગુરુની મહિમા લાગે તો ગુરુના આંગણે ટહેલ મારતાં ગુરુનાં દર્શન થાય તેમ ચૈતન્યના આંગણે વારંવાર ટહેલ માર્યા કરે, ચૈતન્યનો વિચાર–અભ્યાસ કર્યા કરે ને તેનું રટણ કર્યા કરવું જોઈએ. ચૈતન્ય ગ્રહણ નથી થતું માટે તેનું રટણ મૂકવું જોઈએ નહિ. અંતરમાં નાંખેલા જ સંસ્કાર છે તે અંદ૨માંથી કામ કર્યા વગર રહેવાના જ નથી. ૨૫૪. પ્રશ્ન:- હમારે વહ્યું મંદિર નહીં હૈ, શ્વેતાંબર મંદિર હૈ ઉસમેં જાનૈસે હમારા કયા નુકસાન હોગા ? સમાધાનઃ- યથાર્થ તત્ત્વ સમજનેસે બાહરમેં કયા કરના વો અપને આપ સમજમેં આયેગા. મેં જ્ઞાયક હું, ચૈતન્યસ્વભાવ હૂઁ ઔર વિભાવ મેરા સ્વભાવ નહીં હૈ, શરીર ભિન્ન હૈ. ઐસી ભેદજ્ઞાનકી બાત સમજો, પીછે યથાર્થ દેવ-શાસ્ત્ર-ગુરુ કૈસા હોતા હૈ ઔર અન્ય જગહ જાનેસે કયા નુકસાન હોતા હૈ વહ અપને આપ સમજમેં આ જાયગા. મૂળ પ્રયોજનભૂત જ્ઞાયકો સમજો. ઉસીમેં સચ્ચા દેવ-શાસ્ત્ર-ગુરુ આ જાતા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ ૧૫૩ છે. દેવ કૈસે હોતે હૈં? દેવ વીતરાગી હોતે હૈં, સમવસરણમેં બિરાજતે હૈં, ઉન્હેં વિકલ્પ નહીં હૈ, સ્વરૂપમેં પૂર્ણ લીન હો ગયે હૈં. ઉનકી નાસાગ્ર દૃષ્ટિ હૈ. ભગવાન વીતરાગી હૈ તો પ્રતિમા ભી વૈસી હોની ચાહિયે. પ્રતિમામે ફેરફાર કરના વો યથાર્થ નહીં હૈ. ઈસલિયે કયા કરના સો અપને આપ સમજ લેના. ભાવમું સચ્ચાપન હોવે તો બાહરમેં નમસ્કાર ભી સચ્ચકો હોતા હૈ યહુ સબ યથાર્થ તત્ત્વ સમજનેસે સમજમેં આ જાયેગા. જો જ્ઞાયકકો સમજે ઉનકા વ્યવહાર ભી સચ્ચા હોતા હૈ. વોહી દેવ-શાસ્ત્રગુરુકો સમજતે હૈં. જૈસા ભગવાન હૈ વૈસી હી પ્રતિમાજીકી સ્થાપના હોતી હૈ તથા વો પ્રતિમાજી કો નમસ્કાર હોતા હૈ, તત્ત્વ સમજનેસે અપને આપ સમજમેં આ જાયેગા કિ કયા કરના ચાહિયે. જબ અપને ભાવમેં નિશ્ચય-વ્યવહાર સમજમેં આયેગા તબ અપને આપ ગલત માન્યતા છૂટ જાયેગી. નહીં છૂટતા તબ તક વિચાર કરના કિ કયા સચ્ચા હૈ? જબ સમજમેં આ જાયગા તો ઉનકો માનનેસે કયા નુકસાન હૈ વહુ અપને આપ સમજમેં આયેગા ઔર છૂટ જાયેગા. ૨૫૫. પ્રશ્ન:-અમારે આત્માની સ્વાનુભૂતિ પ્રગટ કરવા માટે શું કરવું? સમાધાનઃ- સ્વાનુભૂતિ, નિર્વિકલ્પદશા પ્રગટે ત્યારે થાય છે. તે પહેલાં હું જ્ઞાયક છું...જ્ઞાયક છું એમ વારંવાર જ્ઞાનમાં રટણ કર્યા કરવું. આ વિકલ્પ આવે તે મારું સ્વરૂપ નથી. વિકલ્પથી પણ હું જુદો છું જે મંદ કે તીવ્ર વિભાવો આવે તે બધાથી જુદો હું ચૈતન્ય છું, એમ વારંવાર તેની મહિમા-લગની, તેનું અંતરમાં રટણ રહેવું જોઈએ. હું જ્ઞાયક છું હું વિકલ્પ વગરનો-નિર્વિકલ્પ તત્ત્વ છું, વિકલ્પ છૂટી જાય તો હું કાંઈ શૂન્ય નથી થઈ જતો, પણ અંતરમાં જે ભરેલું છે તે પ્રગટ થાય છે. મારામાં એટલે જ્ઞાયક માત્ર આત્મામાં બધું પૂરેપુરું છે. તેમ વારંવાર તેની ભાવના-ચટણ-વિચાર-વાંચન કરવા જેવું છે. જ્ઞાયકના આંગણે ટહેલ મારવા જેવી છે. ૨૫૬. પ્રશ્ન:- વાંચન-વિચાર કરતાં ભેદના રસ્તે ચડી જવાય છે, અનાદિની ટેવ છે ને? સમાધાન- ભેદના રસ્તે ચડી જવાય તો વારંવાર લક્ષ પોતા તરફ કર્યા કરવું. જ્યાં સુધી અંતરમાં લીન નથી થયો, અંતરમાં દષ્ટિ નથી ગઈ ત્યાં સુધી વિકલ્પ કયાંક ને કયાંક તો ફર્યા કરે છે, બહારમાં કયાંક ઊભો તો રહે છે પણ તેણે શ્રદ્ધા અને રુચિ તે તરફ રાખવી કે જ્ઞાયકમાં બધું છે, આ બધામાં રોકાવા જેવું નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪] [સ્વાનુભૂતિદર્શન જ્ઞાયકમાં રહી શકતો નથી એટલે બધું આવ્યા વગર રહેતું નથી-વચ્ચે આવે છે, પણ શ્રદ્ધા તો જ્ઞાયકની જ રાખવી કે નિર્વિકલ્પ શુદ્ધાત્મતત્ત્વ તે જ હું છું. ર૫૭. પ્રશ્ન:- મારામાં બધું જ છે, પણ કોણ જાણે વિશ્વાસ આવતો નથી. બહારમાં ઝવેરાત વગેરે બધાનો વિશ્વાસ આવે છે ? સમાઘાન- બહારનું બધું દેખાય છે. આ દેખાતું નથી એટલે વિશ્વાસ આવતો નથી. પણ પોતામાં બધું છે. ગુરુદેવ કહે છે અને પોતે પણ વિચાર કરીને નક્કી કરે કે જ્ઞાયકમાં જ બધું ભરેલું છે. ગુરુદેવ કહેતા હતા કે લીંડીપીપર ઘસતાંઘસતાં તેમાંથી તીખાશ પ્રગટ થાય છે. તેમ જ્ઞાયક છું-જ્ઞાયક છું, તેમાં જ બધું ભરેલું છે ને તેમાંથી સ્વભાવ પ્રગટ થાય છે-એમ નક્કી કરવું. જેમ છાશને વારંવાર વલોવ્યા કરે તો માખણ જુદું પડે છે, તેમ વારંવાર ભેદજ્ઞાન કરવાથી-વારંવાર હું જુદો છું, જુદો છું એમ જ્ઞાનમાં અભ્યાસ કરે તો, જુદો છે. તે પ્રગટપણે જુદો પડે છે. ૨૫૮. પ્રશ્ન- કોઈ રીતે પરની રુચિ છૂટતી નથી તો પરની રુચિ છૂટીને આત્માની સચિ કેમ થાય? સમાધાન- પરની રુચિ તોડતાં-તોડતાં તેને પરસેવા ઊતરી જાય છે. ઉપલક રુચિ હોય કે આત્માનું જ કરવા જેવું છે, પણ એકત્વબુદ્ધિ તોડતાં-તોડતાં મુશ્કેલી પડી જાય છે. અનંતકાળનો અભ્યાસ છે એટલે પ્રયાસ કરી કરીને થાકી જાય છેખેદ થાય છે. કરવાનું તો આ જ છે પણ પુરુષાર્થની ખામીને લઈને તેના વિશ્વાસમાં ડોલમડોલ થઈ જાય છે. પોતે છે તો જુદો, પણ મોટાં રાંઢવાં (દોરડાં) જેવું એકપણું કરી મૂક્યું છે. પોતે અનંતકાળ પરની સાથે એકત્વપણાના અભ્યાસમાં રહ્યો છે. હવે તે અનંતકાળની સામે ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં ઘૂંટવામાં અનંતકાળ લાગતો નથી. ધીમો ધીમો અભ્યાસ કરે તો થોડો કાળ જાય છે. અને ઉગ્ર કરે તો છ મહિના લાગે છે. અંદર રુચિ ભલે આત્માની હોય, પણ એકત્વબુદ્ધિ તોડતાં તોડતાં તેને મુશ્કેલી પડે છે અને બહાર ચાલ્યો જાય છે. પોતાના ને પરના લક્ષણને ઓળખીને, આ દ્રવ્ય-ગુણ-પર્યાય મારાં છે અને આ પુદ્ગલના છે, એમ બરાબર ભેદજ્ઞાન કરતાં પ્રજ્ઞાછીણી સાંધની સૂક્ષ્મ રગ જોઈને ચારેબાજુ ફરી વળે છે અને કોઈ જગ્યાએ સાંધ રહેતી નથી, સરખા બે ભાગ થઈ જાય છે. સૂક્ષ્મતાથી લઈએ તો, ગુણના ભેદ, પર્યાયના ભેદ કે કોઈ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૧૫૫ પણ જાતના રાગમિશ્રિત ભાવ-જે જે ભાવ આવે તે બધાથી છૂટો પડી જાય છે. જ્ઞાનમાં બધું જાણે, પણ એકત્વબુદ્ધિ જ્યાં જ્યાં હોય ત્યાં બધેથી છૂટો પડી જાય છે. શુભભાવો કે જ્યાં પોતાને બહુ રસ લાગે છે તેવા ભાવો, ગુણ-પર્યાયના ભેદો, વગેરે. જે જે સૂક્ષ્મ-સૂક્ષ્મ ભાવો આવતા હોય તે બધામાં ચારેબાજુ પ્રજ્ઞાછીણી ફરી વળે છે. અને ચોખ્ખા બે ભાગ કરી નાખે છે. આ ચૈતન્યનો ભાગ અને આ વિભાવનો ભાગ એમ બે ભાગ કરી નાખે છે. ર૫૯. પ્રશ્ન:- સમયસાર ગાથા ૧૭-૧૮ માં ભગવાન આત્મા સૌને અનુભવમાં આવતો હોવા છતાં પોતાને આત્મજ્ઞાન ઉદય થતું નથી તેમાં દષ્ટિની ભૂલ છે તેમ બતાવ્યું છે ? સમાધાનઃ- હા, દષ્ટિની ભૂલ બતાવવી છે કે તેની દષ્ટિ બહાર જાય છે. જેમ કોઈ બીજાની ગણતરી કરતો હોય કે આ માણસ છે, આ માણસ છે પણ પોતે પોતાને ગણવાનું ભૂલી જાય છે તેમ પોતે બધું બહારમાં જોઈ રહ્યો છે. પણ હું ચૈતન્યદ્રવ્ય છું એમ પોતાને જ ભૂલી ગયો છે. તેને પોતાના અસ્તિત્વની અને આનંદની અનુભૂતિ નથી. અનુભૂતિસ્વરૂપ પોતે હોવા છતાં પણ આનંદની અનુભૂતિ નથી. જ્ઞાન અસાધારણ લક્ષણ છે કે જે લક્ષણથી પોતે પોતાને ઓળખી શકે છે. તે જ્ઞાયકતાનો નાશ નથી થયો, જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમી રહ્યું છે પણ પોતે જ્ઞાયકતારૂપે થયો નથી માટે તેના તરફ દષ્ટિ કરે, તેનું જ્ઞાન કરે, આચરણ કરે તો તેને આનંદની અનુભૂતિ પ્રગટ થાય. ર૬). પ્રશ્ન- ત્યાં તો પ્રથમ આત્માને જાણવો એમ કહ્યું છે તો આત્માને શ્રદ્ધવો પછી ? સમાઘાન - જ્યારે પોતે પોતા તરફ જાય ત્યારે પહેલાં યથાર્થ જ્ઞાનથી ઓળખે. માટે પહેલાં જ્ઞાન યથાર્થ કરવું, પછી પ્રતીતિ કરવી અને પછી આચરણ કરવું–તેમ ક્રમ લીધો છે. અનાદિની પોતાને સાચી સમજણ જ થઈ નથી તેથી પહેલાં એમ કહેવાય કે તું જ્ઞાન યથાર્થ કર તો શ્રદ્ધા યથાર્થ થાય. ખરી રીતે તો સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. યથાર્થ પ્રતીતિ થાય તો જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. પણ પહેલાં યથાર્થ જ્ઞાન કર પછી શ્રદ્ધા થાય, તેમ આવે છે. ર૬૧. પ્રશ્ન:- પ્રથમ શું હોય-શ્રદ્ધા કે જ્ઞાન? સમાધાન:- સાચી સમજણ વગર યથાર્થ શ્રદ્ધા થતી નથી. અને યથાર્થ શ્રદ્ધા વગર જ્ઞાન યથાર્થ થતું નથી. ર૬૨. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૧૫૬ ] પ્રશ્ન:- તો અમારે જ્ઞાન પણ કરવું ? અને શ્રદ્ધા પણ કરવી ? સમાધાનઃ- જ્ઞાન અને શ્રદ્ધા સાથે જ છે. યથાર્થ શ્રદ્ધા હોય તો જ્ઞાન યથાર્થ થયા વગર રહેતું નથી. જેને યથાર્થ જ્ઞાન થાય તેની શ્રદ્ધા પણ યથાર્થ જ હોય છે. ર૬૩. પ્રશ્ન:- જૈનદર્શનમાં શ્રદ્ધાની પ્રધાનતા છે ? સમાધાનઃ- હા, શ્રદ્ધાની પ્રધાનતા છે. શ્રદ્ધા કરે તેમાં જ્ઞાન વચ્ચે આવે છે, માટે પ્રથમ જ્ઞાન કરવું એમ કહેવાય પણ શ્રદ્ધા યથાર્થ હોય તો જ મુક્તિના માર્ગની શરૂઆત થાય છે. ૨૬૪. પ્રશ્ન:- શું મુમુક્ષુને આત્મા પ્રાપ્ત કરવા જતાં દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે શુભભાવ આવે જ? સમાધાન:- હા, મુમુક્ષુની ભૂમિકામાં તેવા ભાવ આવે. સમ્યગ્દર્શન થતાં મુક્તિનો માર્ગ શરૂ થાય, પછી ચારિત્રદશા થાય તો પણ દેવ-શાસ્ત્ર-ગુરુના શુભ વિકલ્પ સાથે હોય છે. જ્યાં સુધી વીતરાગદશા નથી થઈ ત્યાં સુધી શુભભાવ હોય છે. મુમુક્ષુને તો એમ થાય કે દેવ-શાસ્ત્ર-ગુરુની સમીપતા હો. તેમની વાણીનું શ્રવણમનન હો, વગેરે બધી ભાવના આવે. સમ્યગ્દષ્ટિને, ચારિત્રવાન મુનિને પણ દેવશાસ્ત્ર-ગુરુની સાન્નિધ્યતાના શુભ ભાવ આવ્યા વગ૨ રહેતા નથી, વચ્ચે સાથે હોય છે. અણુવ્રત-મહાવ્રતનાં શુભ પરિણામ આવે છે. તેની સાથે દેવ-શાસ્ત્રગુરુના સાન્નિધ્યનાં શુભ પરિણામો આવે છે. બહારનો યોગ કેટલો હોય તે વાત જુદી પણ તેની ભાવના તો આવી હોય છે. ૨૬૫. પ્રશ્ન:- પાત્ર શિષ્ય સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે કેવું ચિંતવન-મનન કરે કે જેથી તેને શીઘ્ર પ્રયોજનની સિદ્ધિ થાય ? સમાધાનઃ- નિરંતર તેને જ્ઞાયકનું ચિંતવન હોવું જોઈએ. મારે તો શાયક જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. બધા શુભાશુભ-વિભાવભાવ છે તેમાં શાંતિ લાગતી નથી. મારો જ્ઞાયકભાવ તે સુખરૂપ અને આનંદરૂપ છે.-આમ શાયકનું ચિંતવન-મનન હોય અને તેના માટે વારંવાર તેનો જ અભ્યાસ, તેવી જાતના શ્રુતનું ચિંતવન કરે. દ્રવ્ય-ગુણ-પર્યાયો શું? નિમિત્ત-ઉપાદાન શું? એમ પ્રયોજનભૂત તત્ત્વના વિચારો અનેક પ્રકારે કરે. હું જ્ઞાયક છું, ૫૨ પદાર્થોનો હું કર્તા નથી. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૧૫૭ દરેક દ્રવ્ય સ્વતંત્ર છે.-આમ બધું ચિંતવન જ્ઞાયકની સિદ્ધિ માટે કરે. મારો જ્ઞાયક જ્ઞાયકરૂપે કેમ પરિણમી જાય તેવી ભાવના નિરંતર હોય. ચિંતવન-મનન વારંવાર તેનું જ હોય છે. ક્ષણે ક્ષણે શાયકનું ચિંતવન-મનન રહે એવો તેનો પ્રયત્ન હોય છે, તેમાં તે થાકતો નથી પણ પ્રયત્ન ચાલુ જ રાખે છે. ર૬. પ્રશ્ન:- એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ભિન્નતા ગુરુદેવ અને આપના પ્રતાપે મુમુક્ષુને થોડી થોડી ખ્યાલમાં આવી. પણ દ્રવ્ય-ગુણ-પર્યાયની કેવી રીતે ભિન્નતા કરીને અનુભવ કરવો તે વિષયમાં અમને માર્ગદર્શન આપો. સમાધાનઃ- એક દ્રવ્યથી બીજું દ્રવ્ય અત્યંત જુદું છે, તેમને પ્રદેશભેદ છે. અને વિભાવ તે પોતાનો સ્વભાવ નથી. માટે શાસ્ત્રમાં ભેદજ્ઞાન કરવાનું આવે છે કે વિભાવથી વિભક્ત થા પણ ગુણ-પર્યાયથી ભેદજ્ઞાન કરવાનું નથી આવતું. આત્માના ગુણ-પર્યાયનાં લક્ષણો ઓળખીને, તેમનું જ્ઞાન કરીને, તેના ભેદમાં ન રોકાતાં એક અખંડ ચૈતન્ય ઉપર દષ્ટિ મૂકવાથી તેમાં જે અનંત ગુણ છે તેની શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. ગુણ-પર્યાયથી ભેદજ્ઞાન કરવાનું રહેતું નથી, પણ તેનું જ્ઞાન કરવાનું રહે છે. આત્મા અનંત ગુણથી ગૂંથાયેલુ, અભેદ તત્ત્વ છે. તેમાં અનંતા ગુણો કેવી જાતના છે, જ્ઞાનનું જાણપણું લક્ષણ, આનંદનું નિરાકુળતા લક્ષણ, ચારિત્રનું સ્થિરતા લક્ષણ. જ્ઞાન જાણવાનું કાર્ય કરે, આનંદ આનંદનું કાર્ય કરે. એ રીતે ગુણો તેના કાર્ય અને લક્ષણ ઉ૫૨થી ઓળખી શકાય છે. તેને ઓળખીને ગુણભેદમાં રોકાવું તે રાગમિશ્રિત વિકલ્પ છે. તે વચ્ચે આવ્યા વગર રહે નહિ, પણ એક અખંડ ચૈતન્ય ઉ૫૨ દૃષ્ટિ કરીને ત્યાં સ્થિર થાય તો તેને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. વિકલ્પ તોડીને હું નિર્વિકલ્પ તત્ત્વ છું, એમ સામાન્ય અસ્તિત્વ ઉ૫૨ નિઃશંક દષ્ટિ કરી તેમાં સ્થિરતા-લીનતા-આચરણ કરે તો સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. બે દ્રવ્યો જુદાં છે તે તો દેખાય છે, છતાં પણ ભેદજ્ઞાન તો ૫૨થી ને વિભાવથી કરવાનું રહે છે ને ગુણ-પર્યાયનું જ્ઞાન કરવાનું છે. આત્મા અનંતઅનંત શક્તિઓથી ભરેલો છે. અનંતા દ્રવ્યો તેની નિકટમાં છે. તો પણ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. તેના અનંતા ગુણો-ધર્મો છે તે બધાનું જ્ઞાન કરવા માટે તેનાં લક્ષણો અને કાર્યો ઓળખવાં. પછી તેના ભેદવિકલ્પમાં રોકાવાનું નથી. ગુણો તો પોતાનું સ્વરૂપ છે, તે પોતાથી જુદા નથી. માટે તેનું જ્ઞાન કરીને ગુણ ભેદોમાં કે પર્યાયભેદમાં નહિ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮] [સ્વાનુભૂતિદર્શન રોકાતાં ચૈતન્ય ઉપર દષ્ટિ મૂકવી. તેણે જાણવું કે આ ગુણ છે, આ પર્યાય છે. પણ વિકલ્પમાં રોકાવાનું કાંઈ પ્રયોજન નથી, જાણવાનું પ્રયોજન છે. પછી પોતે પોતામાં સ્થિર થાય તો સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. ઊંચામાં ઊંચો શુભભાવ પણ વિભાવ છે, પોતાનું સ્વરૂપ નથી. તેથી તેનાથી પોતાને જુદો પાડે છે. પછી તે જાણે છે કે પર્યાય તે અંશ છે ને ગુણ છે તે પણ એક-એક ભેદરૂપે છે-તેમ જાણી લે છે, અને અખંડ સામાન્ય ચૈતન્ય ઉપર દષ્ટિ દે છે, જેથી વિશેષ પર્યાયો પ્રગટ થાય છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે.-સર્વ ગુણાંશ તે સમ્યકત્વ-બધા ગુણોના અંશો પ્રગટ થાય છે. ચૈતન્યમાં વિશેષ લીનતા થવાથી મુનિદશા આવે છે અને અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત નિર્વિકલ્પદશા થાય છે–સ્વરૂપમાં વારંવાર જામી જાય છે અને તેમાંથી જ પૂર્ણ વીતરાગદશા પ્રગટ થાય છે. ર૬૭. પ્રશ્ન- અમો જ્ઞાનથી જુદું પાડતાં તાં, એવી ભૂલ અમારી થતી હતી તો શું જ્ઞાનથી જુદો જ્ઞાયક એમ નહિ લેવાનું? સમાધાનઃ- હું અધૂરા જ્ઞાન જેટલો નથી, પૂર્ણ શાશ્વત છું. મતિ-શ્રુતિ-અવધિમન:પર્યયજ્ઞાન તે બધા ક્ષયોપશમ જ્ઞાનના ભેદ છે, તે મારો પૂર્ણ સ્વભાવ નથી. પૂર્ણ સ્વભાવને ગ્રહણ કરવો. અધૂરાને નહિ. રાગ અને નિમિત્તના કારણે જે પર્યાયો થાય છે તેને ગ્રહણ નહિ કરતાં જે પૂર્ણ સ્વરૂપ છે તેને ગ્રહણ કરવું જોઈએ. આ બધી અધૂરી પર્યાયો છે તેનું જ્ઞાન કરવું. તે ચૈતન્યની સાધનામાં પ્રગટતી પર્યાય છે. તેનાથી ભેદજ્ઞાન કરવાનું નથી. ર૬૮. પ્રશ્ન- દ્રવ્યની કોટિ ઊંચી છે અને પર્યાયની કોટિ નાની છે તે પ્રમાણની અપેક્ષાએ કહેવાય છે કે નયની અપેક્ષાએ? સમાધાનઃ- તે નય અપેક્ષાએ બરાબર છે. દ્રવ્યની કોટિ ઊંચી જ છે. દ્રવ્ય શાશ્વત, અનાદિ-અનંત છે, દ્રવ્યમાં અનંત ગુણ ભર્યા છે. અને અનંત શુદ્ધ પર્યાયો પ્રગટ કરવાની શક્તિ પણ એમાં છે. માટે દ્રવ્યની કોટિ ઊંચી છે. પર્યાય ક્ષણે ક્ષણે પલટે છે. માટે પર્યાયની કોટિ તે અપેક્ષાએ નાની છે. પર્યાયનું વદન થાય છે, દ્રવ્યનું વેદન નથી. દ્રવ્ય દૃષ્ટિમાં આવે છે અને પર્યાય વેદનમાં આવે છે તથા પર્યાયમાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે, તે અપેક્ષાએ પર્યાય પૂજનિક અને વંદનીય કહેવાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ ૧૫૯ દ્રવ્યની કોટિ ઊંચી છે, કેમકે દ્રવ્ય અનંત શક્તિઓથી ભરેલું છે, દ્રવ્યની દષ્ટિ કરવાથી મુક્તિનો માર્ગ શરૂ થાય છે, દ્રવ્યદષ્ટિ વગર મુક્તિનો માર્ગ શરૂ થતો નથી, તે અપેક્ષાએ દ્રવ્યની કોટિ ઊંચી છે. પર્યાય પ્રગટ વેદનમાં આવે અને પર્યાય પ્રગટ થાય ત્યારે જેવું દ્રવ્ય હોય તેવું પોતાને વેદનમાં આવે છે. માટે કોઈ વાર પર્યાયની મુખ્યતાથી કહેવાય, પણ વસ્તુસ્થિતિએ દ્રવ્યની કોટિ ઊંચી છે. ર૬૯. પ્રશ્ન- આ૫ વારંવાર કહો છો કે દેવ-શાસ્ત્ર–ગુરુને ર્દયમાં સ્થાપીને મુક્તિના પ્રયાણ કરજે, અને કુંદકુંદાચાર્યદવ પર્યાયને ગૌણ કરવાનું કહે છે. તે આ બંને વાતની સંધિ કેવી રીતે કરવી ? મને મૂંઝવણ થાય છે. સમાધાન - દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવા તેનો અર્થ એમ છે કે જે પોતે આગળ વધવા માંગે છે તેણે દેવ-શાસ્ત્ર-ગુરુ શું કહી રહ્યાં છે, તેમણે શું માર્ગ બતાવ્યો છે, તે હૃદયમાં રાખીને તેનો આશય ગ્રહણ કરીને-મુક્તિનાં પ્રયાણ ચાલુ રાખવાં પણ તેથી શુભભાવમાં અટકી જવું એવો તેનો અર્થ નથી. પોતે દ્રવ્યદષ્ટિપૂર્વક સ્વરૂપમાં લીન થતો હોય ત્યારે શુભ વિકલ્પમાં અટકી જવું એવો તેનો અર્થ નથી. દેવ-શાસ્ત્ર-ગુરુ જ બતાવી રહ્યાં છે કે શુભ વિકલ્પ છે તે વિભાવ છે અને તું બધાથી નિરાળું નિર્વિકલ્પ તત્ત્વ છે. તું અમારા ઉપરથી પણ દષ્ટિ ઉઠાવી દે, રાગનો ભાવ છોડી દે ને વીતરાગ થઈ જા. તેમ દેવ-શાસ્ત્ર-ગુરુ પોતે બતાવી રહ્યા છે. માટે પ્રયોજન તો વીતરાગતા કરવાનું છે. પણ સાધક છે એટલે પહેલાંથી વીતરાગતા પૂર્ણ થઈ જતી નથી ને તેનો ઉપયોગ બહાર આવે છે. ભેદજ્ઞાનની ધારા ચાલતી હોય ત્યારે પણ શુભના અનેક જાતના વિકલ્પો હોય છે. માટે શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુને તારે સાથે રાખવા. તું તારી મેળાએ-તારી મતિ-કલ્પનાથી માર્ગને શોધીશ નહિ. દેવ-શાસ્ત્ર-ગુરુ શું કહી રહ્યાં છે તેનો આશય સમજીને તું તે માર્ગે ચાલજે, મુક્તિનાં પ્રયાણ ચાલુ રાખજે. દેવ-શાસ્ત્રગુરુ શું કહે છે તે આશય સમજીને પછી સ્વભાવ સાથે મેળવી, તારા પોતાથી નિર્ણય કરી-નક્કી કરી મુક્તિનાં પ્રયાણ ચાલુ રાખજે. તારી મતિ-કલ્પનાથી તું માર્ગમાં ચાલતો નહિ એવો અર્થ છે. પર્યાય ઉપરથી દષ્ટિ છૂટી, હું શુદ્ધ છું, હું અશુદ્ધ છું એવા નયપક્ષના વિકલ્પો તથા ગુણભેદના વિકલ્પ પણ છૂટી જાય છે ત્યારે દ્રવ્યદષ્ટિ થાય છે, તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૦] [સ્વાનુભૂતિદર્શન મુક્તિનો માર્ગ છે. એમ દેવ-શાસ્ત્ર-ગુરુ બતાવે છે. માટે તેઓ શું કહી રહ્યા છે તે આશયને સમજીને મુક્તિનાં પ્રયાણ ચાલુ રાખજે એમ કહેવાનો આશય છે. વળી, ક્ષપકશ્રેણી માંડી બારમા ગુણસ્થાને પહોંચે તે પહેલાં વચ્ચે દ્રવ્યગુણ-પર્યાયના અબુદ્ધિપૂર્વક વિચાર આવે છે, શ્રુતના વિચાર આવે છે તે વિચાર તૂટી પૂર્ણ વીતરાગ થાય ત્યારે કેવળજ્ઞાન થાય છે. તે શ્રુતના વિચાર વસ્તુસ્થિતિ અનુસાર હોય છે, બીજી જાતના નથી હોતા. માટે જે માર્ગે મહાપુરુષો ચાલ્યા તે માર્ગે ચાલવું તેવો તેનો અર્થ છે. ર૭૦. પ્રશ્ન- જૈનદર્શન સત્ય છે તે મને બેસે છે તેમ આપ કહેતાં હતાં તો તે કેવી રીતે બેસતું હતું? સમાધાન- મને અંદરથી આવતું હતું, પણ આ સમ્યગ્દર્શન પછીની વાત છે. તે પહેલાં તો મેં ખૂબ વિચાર-મંથન કરીને નક્કી કર્યું હતું. પ્રશ્ન-ચર્ચા થતી તેમાં, આ જ સ્વભાવ હોઈ શકે, જાણનારનો સ્વભાવ આ જ હોય, જે સ્વભાવ હોય તે આકુળતા વગરનો હોય, જે વિભાવ છે તે આકુળતારૂપ છે અને જે દુ:ખરૂપ હોય તે પોતાનો સ્વભાવ ન હોય એમ અનેક પ્રકારે વિચાર કરીને નક્કી કરેલું હતું. ત્યાર પછી અંતરમાં ધારા પ્રગટ થઈ ને અનુભૂતિ થઈ તેના અર્થમાં મેં લખ્યું હતું કે જૈનદર્શન સત્ય છે તેમ મને બેસે છે. મને તો ગુરુદેવ પાસેથી માર્ગ મળ્યો હતો તેના ઉપર વિચાર કરી, તે જાતનો પ્રયત્ન કરતાં અનુભૂતિ થઈ. ત્યાર પછી ટૂંકામાં લખ્યું હતું. દષ્ટિ, પ્રયત્ન વગેરે બધું ગુરુદેવના પ્રતાપે થયું છે. ર૭૧. પ્રશ્ન- સમ્યગ્દર્શન પહલે કયા ભાવના હોતી હૈ? સમાધાન:- પહલે યે હોના ચાહિયે કિ મેં જ્ઞાયકતત્ત્વ હૈં, યહ સબ કુછ મેં નહીં હૂં, સમ્યગ્દર્શનકા ઉપાય ભેદજ્ઞાનકી ધારા ઔર સ્વાનુભૂતિ હૈ, વહ કૈસે પ્રગટ ઐસા પ્રયત્ન હોના ચાહિયે. જ્ઞાયક તરફ દષ્ટિ કૈસે જાય? ભેદજ્ઞાનકી ધારા કેસે પ્રગટે? સ્વાનુભૂતિ કૈસે હોવે? ઐસી ભાવના, શ્રુતકા, ચિંતવન-અભ્યાસ-સત્ સમાગમની ભાવના યહુ સબ પહલે હોતા હૈ. જ્ઞાયકકી મહિમા, જ્ઞાયક સ્વભાવ કૈસે ગ્રહણ હો ઉસકી ભાવના-ઊંડી જિજ્ઞાસા, ક્ષણ ક્ષણ મુઝે આત્મા હી ચાહિયે ઔર કુછ નહીં ચાહિયે, મુઝે આત્મા બિના કુછ ઐન નહીં પડતા ઐસા શરૂમે હોના ચાહિયે. ૨૭ર. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૧૬૧ પ્રશ્ન- વિકલ્પ કેમ ટળે ? સમાઘાન - પોતાની ઘણી તૈયારી હોય ત્યારે વિકલ્પ ટળે છે. અનાદિકાળથી એકત્વબુદ્ધિનો અભ્યાસ છે, શરીર તરફ એકત્વબુદ્ધિ છે. ક્ષણે ક્ષણે શરીર તે હું ને હું તે શરીર, વિભાવ તે હું ને હું તે વિભાવ એવી એકત્વબુદ્ધિ છે. તે એકત્વબુદ્ધિ તૂટે અને સ્વભાવની મહિમા આવે, હું તો એક જ્ઞાયક છું એમ સ્વભાવની લગની લાગે, અંદરથી તાલાવેલી જાગે તો વિભાવનો રસ નીતરી જાય-ઊતરી જાય. જોકે પછી અમુક વિભાવ ઊભો રહે છે, પણ તેનો બધોય રસ ઊતરી જાય છે, અને પોતાના સ્વભાવની મહિમા-પ્રેમ વિના કયાંય રુચે નહિ, એટલી તૈયારી થાય ત્યારે જ્ઞાયકની દષ્ટિ કરે. જ્ઞાયકની દષ્ટિ કયારે થાય? સ્વભાવની મહિમા આવ્યા વિના અને વિભાવનો રસ ઊતર્યા વગર જ્ઞાયકની દષ્ટિ થતી નથી. બહારમાં દષ્ટિ જાય છે, તે બધો રસ ઊતરી જાય અને સ્વભાવની મહિમા આવે તો વિભાવનો રસ નીતરી જાય. સ્વભાવની લગની લાગે તો વિભાવનો રસ ઊતરે, અને વિભાવનો રસ ઊતરે તો સ્વભાવની દષ્ટિ થાય અને વિકલ્પ છૂટે. ૨૭૩. પ્રશ્ન- શરૂઆત તો વિકલ્પથી કરવી પડે ને ? સમાધાન - હું શુદ્ધ છું, જ્ઞાયક છું એમ શરૂઆતમાં વિકલ્પ થયા કરે. પણ વિકલ્પની પાછળ નિર્વિકલ્પ તત્ત્વ છે એમ તેનું ધ્યેય હોવું જોઈએ. ( વિકલ્પ વચ્ચે આવે છે.) છતાં વિકલ્પમાત્રથી નથી થતું, હું તો નિર્વિકલ્પ તત્ત્વ છું એવું ધ્યેય હોવું જોઈએ. જ્ઞાયક છું એવા વિકલ્પ આવે તે હું નથી, હું તો નિર્વિકલ્પતાથી ને આનંદ આદિ ગુણોથી ભરેલો જ્ઞાયક છું અને તે ધ્યેય હોવું જોઈએ. વિકલ્પમાત્ર કરવાથી મેં બધું કરી લીધું એવી દષ્ટિ ન હોવી જોઈએ, હજી ઊંડ પહોંચવાનું બાકી જ છે. ર૭૪. પ્રશ્ન- પૂજા-પાઠ કરવાથી સંસારનો રસ ઓછો થતો જાય ? સમાધાન- એમ નથી. અંતરમાં ભગવાન જિનેન્દ્રદેવની મહિમા આવે, ભગવાને વીતરાગતા પ્રગટ કરી એવી વીતરાગતા મારામાં પણ છે એમ વીતરાગતાની મહિમા આવે ને તેનો રસ લાગે તો સંસારનો રસ ઓછો થાય. બાકી તો પૂજાપાઠ રૂઢિગત કરે તો તેનાથી રસ ઓછો નથી થતો. પોતાને વીતરાગતાની મહિમા આવે તો રસ ઓછો થાય. ભગવાન નિષ્ક્રિયપણે પોતામાં ઠરી ગયા છે! અહો પ્રભુ! આપે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૬૨ ] [ સ્વાનુભૂતિદર્શન આવું પ્રગટ કર્યું એવું મને પણ હો એમ ભાવનાપૂર્વક પૂજા કરવાથી સંસારનો રસ ઓછો થાય. મારે કાંઈ નથી જોઈતું, બસ આપની સમીપે બેસી રહું અને આપની પૂજા કરું, આપના ગુણગાન-મહિમા કરું એવી ભાવના સાથે મારે આત્મા જ જોઈએ છે એવી રુચિ હોય તો સંસારનો રસ ઓછો થાય. પૂજા-પાઠથી રસ ઓછો ન થાય, પોતાની ભાવના વીતરાગતાની હોય તો રસ ઓછો થાય. અશુભ પરિણામથી બચવા માટે પૂજા-પાઠ વચ્ચે આવે છે. ઇન્દ્રો પણ ભગવાનની એવી પૂજા અને મહિમા કરે કે જોનારાને આશ્ચર્ય લાગે! છતાં ભાવ ઉપર આધાર છે, ક્રિયા ઉપર આધાર નથી. પોતાની (પોતાના સ્વરૂપની ) ભાવનાથી કરે તો ( સંસારનો ૨સ ઓછો થાય. “જિન પ્રતિમા જિન સારખી” જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા જોઈને હે ભગવાન! હું આપને સાક્ષાત્ જિનેન્દ્રદેવ જ દેખું છું, સમવસરણમાં ભગવાન છે તેવા જ આપને દેખું છું અને એવો જ મારો આત્મા છે. એમ જુદા જ પ્રકારની ભાવના આવે તો સંસારનો ૨સ ઓછો થાય. ૨૭૫. પ્રશ્ન:- સ્વાધ્યાય વધારે કરવો કે મંથન વધારે કરવું ? સમાધાનઃ- જેમાં રસ પડે તે કરવું. ચિંતવનમાં ઉપયોગ ટકે નહિ તો સ્વાધ્યાય કરવી અને વિશેષ સમજવા માટે ચિંતવન કરે, ગમે તે કરે, શાસ્ત્ર સમજણપૂર્વક વાંચે તો તેમાં ભેગું આવી જાય છે. એકલું-એકલું ચિંતવન ઝાઝીવાર ચાલે નહિ તો શાસ્ત્ર સાથે રાખવું. શાસ્ત્ર સાથે રાખવાથી ચિંતવન વધારે દઢ થાય છે. આત્માને લગતું ગમે તે કરે. જ્યાં રસ ટકે, પોતાની પરિણિત ટકે તે કરવું. પોતાને ૨સ લાગે તે કરવાનું છે. એકદમ ધ્યાનનો પ્રયત્ન કરવાથી સ્વાનુભૂતિ થતી નથી, પહેલાં જ્ઞાન કરે પછી સાચું ઘ્યાન હોય. પહેલાં જ્ઞાયકતા ઓળખાય અને પછી ક્ષણે ક્ષણે હું જુદો છું, જુદો છું એમ જ્ઞાયક ઉપર દૃષ્ટિ જામે તો સ્વાનુભૂતિ થાય. અંતરદષ્ટિ જામ્યા વગર સ્વાનુભૂતિ કોના આધારે પ્રગટ થાય? પહેલાં દષ્ટિ જ્ઞાયકમાં સ્થાપવી જોઈએ. ૨૭૬. પ્રશ્ન:- પહેલાં શ્રદ્ધામાં આ વાત બેસાડતા જવી જોઈએ ? સમાધાનઃ- પહેલાં બુદ્ધિપૂર્વક શ્રદ્ધામાં બેસાડે કે હું આ ચૈતન્ય છું, હું આ જાણનારો જ્ઞાયક છું. હું જાણનારું એક તત્ત્વ છું. જગતનાં આ બધાં તત્ત્વો છે તેમાં હું શાશ્વત શુદ્ધાત્મતત્ત્વ છું. મારામાં કોઈ કલંક નથી, મેલ નથી એવો હું શુદ્ધાત્મા છું. અનંતકાળ ગયો તો પણ હું સ્ફટિકરત્ન જેવો નિર્મળ છું. પછી દષ્ટિ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૩ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] પોતાના તત્ત્વને ઓળખીને જામી જાય, તો નિર્વિકલ્પતા પ્રગટ થાય. સ્ફટિકમાં જેમ-લાલ-પીળા રંગો દેખાય તે બધા ઉપર ઉપરના છે, તેમ મારામાં બધા વિભાવો થાય તે મૂળ સ્વભાવમાં નથી. હું સ્ફટિક જેવો નિર્મળ છું. પાણીમાં જે મલિનતા હોય તે, નિર્મળી ઔષધિથી દૂર થાય છે તેમ જ્ઞાનરૂપી સમ્યક ઔષધિથી રાગાદિ મલિનતા દૂર થાય છે. આ તો દષ્ટાંત આપ્યું, તેમ પોતાને જુદો પાડવા પ્રયત્ન કરે, તેના માટે ચિંતવન કરે, શાસ્ત્ર-સ્વાધ્યાય કરે, શુભભાવ અનેક જાતના આવે છે, પણ સ્વભાવ જાણવાનું વિશેષ નિમિત્ત સ્વાધ્યાય અને ચિંતવન છે. ઝાઝીવાર ચિંતવન અને શાસ્ત્ર-સ્વાધ્યાય થાય નહિ તેથી જિનેન્દ્રદેવની મહિમા પોતાને આવે અને તેમાં પણ રોકાય, પરંતુ તેની સાથે સાચું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાનપૂર્વક મહિમા હોવી જોઈએ. ૨૭૭. પ્રશ્ન- જીવનના કર્તવ્ય સંબંધી થોડું ફરમાવવા કૃપા કરશોજી. સમાઘાન- આત્મા આનંદનો સાગર છે તેને ગ્રહણ કરવાથી આનંદનો સાગર પ્રગટે છે. તેને ગ્રહણ કરવા માટે નિરંતર-ક્ષણે-ક્ષણે અભ્યાસ કરે, તો અંતરમાંથી આનંદનો સાગર પ્રગટે. તે કાંઈ દૂર નથી-કયાંય ગોતવા જવું પડે તેમ નથી પોતાની પાસે જ છે. બધા ઉપરથી દષ્ટિ પાછી ખેંચીને પોતામાં દષ્ટિ કરે તો પ્રગટે. આ બાહ્ય દષ્ટિ ઉઠાવીને અર્થાત્ સ્થૂલ પદાર્થો ઉપરથી, શુભભાવો ઉપરથી ને ક્ષણિક ભાવો ઉપરથી દષ્ટિ ઉઠાવીને અંતરમાં આનંદનો સાગર આખો છે તે સાગરમાં, કે જેમાં અનંતગુણ-રત્નાકર ભર્યા છે તેમાં, જાય તો આનંદનો સાગર પ્રગટે એવું છે. તે કરવાનું છે. પોતાના પુરુષાર્થની ખામીને લઈને પોતે અટકે છે, માટે નિરંતર દેવ-શાસ્ત્રગુરુને હૃદયમાં રાખીને નિરંતર તેનો જ એક અભ્યાસ જીવનમાં હો, બીજું કાંઈ ન હો, એવી ભાવના રાખવી. એક જ્ઞાયકનો અભ્યાસ અને દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવા તે જીવનનું કર્તવ્ય છે. ર૭૮. પ્રશ્ન:- કાર્ય કેમ નથી આવતું? સમાધાનઃ- કારણ આપે એટલું કાર્ય આવે. કારણની કચાશે કાર્યની કચાશ છે. પૂરું કારણ ન અપાય ત્યાં સુધી કાર્ય આવતું નથી. કારણ ન અપાય ત્યાં સુધી તેની ભાવના કરવી, ભેદજ્ઞાનની ધારાનો અભ્યાસ કરવો, નિર્વિકલ્પ આત્મા છે, તેની દષ્ટિ (ચિ) કરવી, કારણ પૂરું ન અપાય ત્યાં સુધી કાર્ય ન આવે, એવો સિદ્ધાંત છે. ન થાય તો સમજવું કે કારણ ઓછું છે, માટે કાર્ય નથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૧૬૪ ] આવતું. તેથી કારણની તીવ્રતા કરવી, તેનો અભ્યાસ ક્ષણે ક્ષણે કરવો તે જ કરવાનું છે. મુમુક્ષુઃ- ક્ષણે ક્ષણે અભ્યાસ થતો નથી. બહેનશ્રી:- પણ તે થાય કયાંથી? વિભાવનો અભ્યાસ સહજ થઈ ગયો છે, ક્ષણે ક્ષણે વિભાવની સ્મૃતિ આવે છે, એટલે અહીં કારણ ઓછું છે તો કાર્ય કયાંથી આવે? બાકી તો પોતે જ છે, કાંઈ બીજો નથી ને બહાર લેવા જવાનું નથી. અંદરમાં પોતે જતો નથી, પોતાના ઉ૫૨ દષ્ટિ કરતો નથી. માત્ર વિચાર કરે, ભાવના કરે અને પાછું છૂટી જાય. કારણ આપતો નથી માટે કાર્ય આવતું નથી. કારણ પૂરું આપે તો કાર્ય જલદી આવે, કારણ ઓછું આપે છે એટલે વાર લાગે છે. જેટલી વાર લાગે છે તે કારણની કચાશ છે. ૨૭૯. પ્રશ્ન:- અનુભવજ્ઞાનથી નિવેડો છે. તો કોઈને અનુભવ થયો હોય અને તેણે શાસ્ત્ર ન જાણ્યાં હોય તો પણ ચાલે ? સમાધાનઃ- અનુભવ જ્ઞાનમાં શાસ્ત્ર આવી જાય છે. શાસ્ત્રનું જે રહસ્ય છે તે અનુભૂતિમાં આવી જાય છે. છતાં વચ્ચે શાસ્ત્ર જાણ્યાં હોય તો નુકસાનભૂત નથી. તેને કદાચ શાસ્ત્રના વિશેષ શબ્દો ન આવડતા હોય, તો પણ તેમાં શાસ્ત્રનું રહસ્ય આવી જાય છે. શાસ્ત્રમાં કહે છે કે દ્રવ્યદૃષ્ટિ કર, ભેદજ્ઞાન કર, ને અનુભૂતિ કર. તો અનુભૂતિ જેને થઈ ગઈ તેને જાણવાનું રહસ્ય તેમાં આવી ગયું, કારણ કે તેને ભેદજ્ઞાન દ્વારા-દ્રવ્યદૃષ્ટિ દ્વારા જ અનુભૂતિ થાય છે. શાસ્ત્ર જાણવાનું પ્રયોજન પણ તેમાં આવી જાય છે. ભગવાનની દિવ્યધ્વનિમાં મુક્તિમાર્ગ આવે છે, તો પોતાની અનુભૂતિ થઈ તેમાં બધું આવી જાય છે. જ્ઞાયક સ્વભાવને ઓળખવાથી અનુભૂતિ થતાં શાસ્ત્રોનું રહસ્ય તેમાં આવી જાય છે. યુક્તિ, આગમ, અનુભવ-બધું ભેગું તેમાં આવી જાય છે. શિવભૂતિ મુનિ કાંઈ જાણતા ન હતા. ગુરુએ કહ્યું ‘તુષમાસ ભિન્ન' તે પણ ભૂલી ગયા. ત્યાં કોઈ બાઈ દાળફોતરાં જુદાં કરતી હતી તેમાંથી ભેદજ્ઞાનનો આશય ગ્રહણ કરી લીધો ને અંદર જ્ઞાયકમાં ચડી ગયા તો અંતર્મુહુર્તમાં કેવળજ્ઞાન થયું. તેમણે અર્થ ગ્રહણ કરી લીધો, ગુરુએ કહ્યું તેનું રહસ્ય ગ્રહણ કરી લીધું તેમાં શાસ્ત્ર આવી ગયાં. ૨૮૦. પ્રશ્ન:- જ્ઞાયક જ્ઞાનથી ગ્રહણ થાય-પકડાય એ શું બરાબર છે? સમાધાનઃ- પોતે પોતાને જાણતો નથી એટલે અસાધારણ ગુણથી ગુણી પકડાય Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૧૬૫ છે એમ કહેવાય છે, પણ ગુણથી ગુણી પકડાય તે પણ ભેદ છે. ગુણીને પોતે સીધો પકડવો જોઈએ. જે અનાદિથી અજાણ્યો છે તે ગુણી ગુણના ભેદથી પકડાય તેમ કહેવાય છે, પરંતુ વિશેષ ગુણ નથી પકડવો, પકડવો છે ગુણીને, દ્રવ્યને પકડવાનું છે તેમાં વચ્ચે ગુણ-લક્ષણ આવે છે. ૨૮૧. પ્રશ્ન:- આત્મા આખો અરૂપી એક ઘન પદાર્થ છે એવું શું ખ્યાલમાં આવે ? સમાધાનઃ- આત્મા અરૂપી હોવા છતાં એક વસ્તુ છે કે જેમાં વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ નથી. ઘન એટલે દ્રવ્યરૂપે આખો ઘન છે, છતાં તેમાં અનંત ગુણો અને અનંત પર્યાય છે. ઘન એટલે કાંઈ ગુણો કે પર્યાયો નથી એવી જાતનો તે નથી. ઘન કહેતાં તે અનંત ગુણથી ભરેલો અભેદ છે, તેમાં કોઈ જાતના ભેદ નથી. આ બધું સ્વાનુભૂતિ થતાં તેને વેદનમાં આવે છે, તેનો ઘનરૂપે અભેદ ભાવ અને ગુણપર્યાયના ભેદો વગેરે બધું તેના જ્ઞાનમાં આવી જાય છે. દ્રવ્ય ઉપર દૃષ્ટિ થતાં અભેદ અને ભેદ બધું જાણવામાં આવી જાય છે. પહેલાં લક્ષણથી ઓળખે, પછી લક્ષણથી શ્રદ્ધા કરે અને સ્વાનુભૂતિ થતાં વેદનમાં બધું આવી જાય છે. નિર્વિલ્પદશા થતાં વેદનમાં બધું આવી જાય છે કે આ ચૈતન્ય પદાર્થ કેવો છે. ૨૮૨. પ્રશ્ન:- વિશેષનો ખ્યાલ આવે છે પણ સામાન્યનો ખ્યાલ આવતો નથી. હંમેશા વિશેષ ઉપરથી એમ થાય કે આવું સામાન્ય હોવું જોઈએ ? તો શું તે બરાબર છે? સમાધાનઃ- સામાન્યનો ખ્યાલ આવે અને વિશેષનો પણ ખ્યાલ આવે. સામાન્ય વિશેષ પોતે વસ્તુ જ છે. તેથી બંનેનો ખ્યાલ આવે છે. વિશેષ અનુભવમાં આવે છે, પણ તેથી સામાન્યનું જ્ઞાન નથી થતું એવું નથી. સામાન્ય-વિશેષ બંને ખ્યાલમાં આવે છે. વિશેષ ઉપ૨થી સામાન્ય ખ્યાલમાં આવે એટલે સામાન્ય ખ્યાલમાં જ નથી આવતું એવું નથી. પોતે નથી જાણતો એટલે પહેલાં વિશેષ ઉપ૨થી ગુણ-ગુણીના ભેદ પાડી સમજાવવામાં આવે છે, પણ જ્યાં વિકલ્પ છૂટી જાય છે અને પોતે પોતાને જાણે છે તેમાં સામાન્ય-વિશેષ બંને ખ્યાલમાં આવી જાય છે. તેમાં કાંઈ તેને વિશેષ પહેલાં ખ્યાલમાં આવે અને સામાન્ય પછી ખ્યાલમાં આવે એવું રહેતું નથી; ઊલટું સામાન્ય તેને મુખ્ય થઈ જાય છે. સામાન્ય ઉપર દષ્ટિ થતાં તે મુખ્ય થઈ જાય છે અને જ્ઞાન ઉપયોગાત્મક થઈને પોતે પોતાના સામાન્યને અને વિશેષને–બંનેને જાણે છે. ૨૮૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૧૬૬ ] [ સ્વાનુભૂતિદર્શન પ્રશ્નઃ- વર્ણગુણ દેખાય નહિ, પણ તેની કાળી-પીળી પર્યાય ઉપ૨થી તેનો ખ્યાલ આવે. તેમ શું પર્યાય કે ગુણભેદ ઉપરથી દ્રવ્યસ્વભાવનો ખ્યાલ આવતો હશે ? સમાધાનઃ- જે નથી જાણતો તેને પર્યાયથી સામાન્યનો ખ્યાલ કરાવવામાં આવે છે, પણ તેથી સામાન્ય સીધું ખ્યાલમાં ન આવે એવું નથી, સામાન્ય સામાન્યથી ખ્યાલમાં આવે છે. જેમ વર્ણથી પુદ્દગલ જણાય છે તેમ વિશેષના જ્ઞાનથી આત્માનો ખ્યાલ કરાવતાં તે સીધો ન જણાય એવું નથી. પહેલાં તેને અનુમાનજ્ઞાન હોય છે એટલે વિશેષથી સામાન્યનો ખ્યાલ કરાવાય; પણ જ્યાં સામાન્ય ઉપ૨ દૃષ્ટિ ગઈ તો સામાન્ય સામાન્યથી જણાય છે, પોતે પોતાના અસ્તિત્વથી જણાય છે. સામાન્ય સ્વરૂપ પોતે પોતામાં અસ્તિરૂપ છે, કાંઈ નાસ્તિરૂપ નથી; તેથી પોતે પોતાના અસ્તિત્વથી અભેદરૂપે જણાય છે પોતે ચૈતન્ય છે, માટે પોતે પોતાના સામાન્ય સ્વરૂપને જાણે છે. વિશેષથી સામાન્યને જાણતાં લક્ષણ-લક્ષ્યનો ભેદ પડે છે; પણ જ્ઞાની સામાન્ય સ્વરૂપને પોતે પોતાથી જાણે છે કે આ હું છું. આ હું ચૈતન્ય છું, એમ પોતે ગુણના ભેદ પાડયા વગર અભેદ સ્વરૂપે શ્રદ્ધા કરે છે અને જ્ઞાનમાં જાણે છે. જેમ પ્રત્યક્ષ કેવળજ્ઞાન થાય તે સીધું સામાન્યને જાણે છે તેમ સમ્યગ્દષ્ટિ પણ સામાન્યને પોતે પોતાના અનુભવમાં જાણે છે, અસ્તિસ્વરૂપ હું છું એમ જાણે છે. સામાન્ય ન જણાય એમ નથી, પોતાના અસ્તિત્વથી પોતાને જણાય છે. ૨૮૪. પ્રશ્ન:- વિચાર અને ધ્યાનમાં શું ફેર ? સમાધાનઃ- આત્માના વિચાર છે તે જ્ઞાનની પર્યાય છે. દ્રવ્ય કેવું છે? ગુણો કેવા છે? તેમ વિચારમાં અનેક ભેદ પડે છે-અને ધ્યાન એટલે એકાગ્રતા, આત્મામાં એકાગ્ર થવું તે. એક અગ્ર આત્માને લક્ષમાં લઈને-મૂળ વસ્તુને ગ્રહણ કરીને–તેમાં એકાગ્રતા કરવી તેનું નામ ધ્યાન છે. વિચારમાં તો અનેક પ્રકારના ભેદ પડે છે. ગુણભેદ, પર્યાયભેદ વગેરે બધાના વિચાર આવે; પણ ધ્યાનમાં તો આત્માને લક્ષમાં લઈને ૫૨થી ને વિભાવથી જુદો તથા ક્ષણિક પર્યાય જેટલો પણ હું નથી એમ ભેદજ્ઞાન કરી, બસ, એક ચૈતન્યમાં લીનતા-એકાગ્રતા કરે છે. ભેદજ્ઞાન કરી તેમાં એકાગ્રતા ક૨વી તે ધ્યાનનું લક્ષણ છે. ૨૮૫. પ્રશ્ન:- આત્મામાં રાગ થાય છે, છતાં રાગ થતો નથી તેમ કેમ કહેવામાં આવે છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૧૬૭ સમાધાનઃ- આત્મા તો શાશ્વત પોતાના સ્વભાવરૂપે છે ને રાગ તો વિભાવ છે, તેથી તેમાં રાગ કયાંથી હોય? દ્રવ્યમાં રાગ નથી. દ્રવ્ય અપેક્ષાએ “રાગ નથી' તે બોલવામાત્ર નથી, પણ રાગ મારા સ્વભાવમાં ખરેખર નથી. મારા મૂળ સ્વરૂપમાં રાગ નથી હું તો જેમ છું તેમ અનાદિ-અનંત જ્ઞાયક સ્વરૂપે છું પણ પર્યાયમાં રાગ છે, તેનાથી દૂર કેમ થાઉં? માટે પુરુષાર્થ કરવાનો રહે છે.-આમ વિચારે તો આ બે અપક્ષામાં વિરોધ નથી. દ્રવ્ય અપેક્ષાએ મારામાં રાગ નથી; દ્રવ્ય સ્વરૂપ જોઉં તો રાગ મારામાં નથી; હું તો જ્ઞાયક-શુદ્ધાત્મા છું. આ જે બધા વિભાવિક ભાવ છે તે ઉપર ઉપરથી રહેલા છે, તે અંતરના મૂળમાં નથી. રાગની પરિણતિ છે તે મારા મૂળ સ્વરૂપમાં નથી, તો તે ટળે કેવી રીતે? એ રીતે સાધકને તેને ટાળવાનો અને પોતાના શુદ્ધાત્મસ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન રહે છે. સાધકની રુચિમાં આવ્યું છે કે હું તો જ્ઞાયક છું. મારામાં આ રાગ છે જ નહિ. તો પણ આ બધું આવ્યું કયાંથી? કે મારી પોતાની પરિણતિ પુરુષાર્થની મંદતાથી વર્તમાન તે રીતે પરિણમી છે એટલે તે આવ્યું છે. ૨૮૬. પ્રશ્ન- જ્ઞાની રાગ મારામાં થાય છે એવું જાણવાં છતાં, રાગ મારામાં નથી તેમ કયા પ્રયોજનપૂર્વક વિચારે છે ? સમાધાન- જ્ઞાની પ્રયોજનપૂર્વક વિચારે છે કે રાગ મારા સ્વભાવમાં નથી. તેને રુચિ, પ્રતીતિમાં તો એમ છે કે રાગ મારા સ્વભાવમાં નથી છતાં પણ આ રાગ છે ખરો ! હવે તે છે તો ટળે કેવી રીતે ? એમ વિચારી તેને ટાળવાનો પ્રયત્ન કરે છે. હું તો અનાદિ-અનંત જ્ઞાયક જ છું, રાગ મારા સ્વભાવમાં નથી તેથી હું તેનો કર્તા નથી. આ રીતે અંતરમાં બેય અપેક્ષા સમજે છે તેથી જ્ઞાનીને બેમાં વિરોધ દેખાતો નથી. મૂળ સ્વરૂપમાં રાગ નથી તેથી ટળી જાય છે. જો મૂળમાં રાગ હોય તો ટળે કયાંથી? જો મૂળમાં રાગ હોય તો આત્માનો સ્વભાવ થઈ જાય ને તો કદી ટળે નહિ. વળી રાગ દુઃખરૂપ છે ને પોતાનો સ્વભાવ દુઃખરૂપ હોય નહિ. માટે આ પરના લક્ષે થયેલી ઉપાધિરૂપ પરિણતિ છે ને તે ચાલી જતાં મારો સ્વભાવ છે તે પ્રગટ થઈ જાય છે. આમ તેની રુચિ પોતાના સ્વભાવ તરફ રહે છે. હું જ્ઞાયક છું અને આ રાગાદિ ટળે કેમ, એમ રુચિમાં અને ભાવનામાં તેને રહે છે. ૨૮૭. પ્રશ્ન:- શ્રદ્ધા પાકી થયા પછી વર્તન કેમ નથી થતું? ચારિત્રને કેમ વાર લાગે છે ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮] [સ્વાનુભૂતિદર્શન સમાધાનઃ- જ્ઞાનના પ્રયત્નની કચાશ છે, જોકે તેને અમુક અંશે તો ચારિત્ર છે. જ્યાં શ્રદ્ધા યથાર્થ થાય છે ત્યાં જ્ઞાયકની પરિણતિ અમુક પ્રકારે તો પ્રગટ થઈ જાય છે અને તેથી અમુક પ્રકારે જુદો પડી જાય છે. છતાં ચારિત્ર બાકી છે તે તેના પ્રયત્નની ખામી છે. તો પણ શ્રદ્ધામાં એટલું બળ છે કે તે પ્રયત્ન કરી અવશ્ય પાર પડવાનો જ છે. જ્ઞાનનો પ્રયત્ન ચાલુ રહે છે, પ્રયત્ન છૂટી જતો નથી. ક્ષણે ક્ષણે જે વિભાવ પરિણતિ ઊભી થાય છે તેની સામે તેનો એકત્વ ના થાય એટલો જોરદાર પ્રયત્ન ઊભો જ રહે છે. શ્રદ્ધાના બળથી ને જ્ઞાયકની પરિણતિથી ક્ષણે ક્ષણે પરિણતિને પોતા તરફ ખેંચતો પોતે ઊભો રહે છે. તેના પ્રયત્નમાં જેટલું બળ હોય તેટલું સહજપણે રહે છે. તેને અમુક (ચારિત્રના) પ્રયત્નની કચાશને લઈને વાર લાગે છે છતાં જ્ઞાયકની ધારા ક્ષણે ક્ષણે હાજર જ રહે છે. તેથી પર સાથે એકત્વ થતો નથી. શ્રદ્ધાના બળથી એટલો પ્રયત્ન તેને પ્રગટ થયો છે અર્થાત્ તેને એટલો જોરદાર પ્રયત્ન સાથે રહે છે કે વિભાવ કે પર સાથે એકત્વ થતું જ નથી. વિભાવ સાથે અનાદિનું એકત્વ હતું તે એકત્વ હવે નથી થતું, દરેક કાર્યમાં જુદો ને જુદો રહે છે. સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ ત્યારથી વિભાવ સાથેનું એકત્વ કોઈ ક્ષણે થતું નથી. એવો તેનો સહજ પ્રયત્ન ચાલે છે કે પરના કોઈ કાર્યમાં કે શુભાશુભના કોઈ વિકલ્પમાં એકત્વ થતું નથી. ઊંચામાં ઊંચા શુભ વિકલ્પ હોય તો પણ એકત્વ થતું જ નથી, તેનાથી વિશેષ પ્રયત્ન નથી એટલે તેને ચારિત્રદશામાં વાર લાગે છે. ૨૮૮. પ્રશ્ન:- માર્ગની શરૂઆત જ અઘરી છે કે આખો માર્ગ જ એ પ્રમાણે પુરુષાર્થ માંગે છે ? સમાધાન- શ્રીમમાં આવે છે કે પ્રથમ ભૂમિકા વિકટ હોય છે. અનાદિથી એકત્વબુદ્ધિ ગાઢ થઈ રહી છે. તેમાંથી તેને પસાર થવું વિકટ લાગે છે. પછી તો તેને માર્ગ સહજ અને સુગમ છે. પોતાના સહજ સ્વભાવને જેણે ઓળખ્યો અને જેને સ્વભાવ પ્રગટ થયો તેને પછી માર્ગ સહજ અને સુગમ છે. જેવી પહેલી ભૂમિકા કઠણ હોય છે તેવી દરેક ભૂમિકા કઠણ હોતી નથી. પુરુષાર્થની ધારા તો બધામાં ચાલુ જ રાખવી પડે છે, પણ પહેલી ભૂમિકા વિકટ હોય છે. ૨૮૯. પ્રશ્ન- સમ્યગ્દર્શન ટકાવી રાખવું વિકટ છે ? સમાધાન - સમ્યગ્દર્શન પામવું વિકટ છે અને ટકાવી રાખવું તે પણ પુરુષાર્થ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૧૬૯ માંગે છે. પામ્યા પછી ટકાવી રાખવું તેના કરતાં પામવું વધારે વિકટ છે. સમકિત પામ્યા પછી ટકાવવાનું વિકટ છે, પણ જેને પુરુષાર્થ ચાલતો હોય તેને વિકટ નથી. જેનો પુરુષાર્થ છૂટી જતો હોય તેને ટકાવવું વિકટ છે. જે અપડિવાહીએઅપ્રતિહતધારાએ ઊપડ્યો હોય, ચારે પડખેથી ઊપડેલો હોય, તેને ટકાવવું વિકટ નથી, પણ જે ચારે પડખેથી ઊપડ્યો ન હોય તો તેને વિકટ છે. છતાં પણ પહેલી ભૂમિકા વધારે વિકટ છે. અનંતા જીવોએ ભેદજ્ઞાન પ્રગટ કર્યું, ચારિત્રદશા પ્રગટ કરી અને મોક્ષે ગયા. કારણ કે પોતાનો સ્વભાવ છે. પોતાનો સ્વભાવ હોવાથી વિકટ લેવા છતાં, ન બની શકે તેવું નથી. પોતે પુષાર્થ કરે તો થઈ શકે તેવું છે. ર૯૦. પ્રશ્ન- સમ્યગ્દર્શન થયા પહેલાં સ્વભાવનો મહિમા આવે ? સમાઘાન- સ્વભાવનો યથાર્થ મહિમા વિકલ્પ તૂટે ત્યારે આવે છે. પણ તે પહેલાં વિચાર કરી નિર્ણય કરે તેમાં પણ તેને મહિમા તો આવે છે. યથાર્થ મહિમા તો સ્વરૂપમાં લીન થાય, સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય ત્યારે આવે છે. છતાં પોતે વિચારીને નક્કી કરે છે તેમાં પણ મહિમા આવે છે. ર૯૧. પ્રશ્ન:- શું તેણે પ્રયત્ન ચાલુ રાખવો ? સમાધાનઃ- તેણે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. જે ચારે બાજુથી ઊપડ્યો ન હોય ને કોઈ કારણસર ઊપડ્યો હોય તેને પુરુષાર્થ મંદ થવાનું કારણ બને છે. જે ચારે પડખેથી ઊપડ્યો હોય તેને પુરુષાર્થની ધારા ચાલે છે. તો પણ, પુરુષાર્થ તો તેને ઠેઠ સુધી અપડિવાહી–અપ્રતિહતધારાએ કરવો. ર૯૨. પ્રશ્ન- શું આત્મા પ્રાપ્ત કરવા તીવ્ર પુરુષાર્થની જરૂર છે? સમાધાન:- (હા), તીવ્ર પુરુષાર્થની જરૂર છે. જેને થાય તેને અંતર્મુહૂર્તમાં થાય અને ન થાય તો તેને માટે તીવ્ર પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ કરે તો થાય જ, ન થાય તેવું નથી, પણ પોતે કરતો નથી. અનંતા જીવો પુરુષાર્થ કરીને મોક્ષ ગયા છે. પર અને વિભાવ સાથેની એકત્વબુદ્ધિ દિવસ અને રાત ચાલ્યા કરે છે. તેમાંથી છૂટો પડીને જ્ઞાયકનો અભ્યાસ અમુક પ્રકારે કરે છે પણ તેનો અભ્યાસ અંદરથી સતત કરે તો થાય. સતત અભ્યાસ કયારે થાય? કે લગની લાગે તો થાય. ૨૯૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૦] [સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- શું હુંઠ કે ઉતાવળ કામ ન આવે ? સમાધાન - ઉતાવળ કામ ન આવે ને હઠ કરે તો પણ કામ ન આવે. અંદરથી પોતાને સહજ લાગવું જોઈએ તો થાય. કામ થાતું નથી માટે ઉતાવળ કે હઠ કરે; આકુળતા કે મૂંઝવણ કરે તો કાંઈ થાતું નથી. તેને ભાવના થાય, અને ભાવના હોવા છતાં માર્ગ દેખાતો નથી તેથી મૂંઝવણ પણ થાય; છતાં મૂંઝવણ એવી ન હોવી જોઈએ કે પોતે નાસીપાસ થઈ જાય. ૨૯૪. પ્રશ્ન- આત્મા હાથમાં ન આવે ત્યારે કયું પ્રેરક બળ કામનું? તે શું કામ કરે ? સમાધાનઃ-આત્મા હાથમાં ન આવે ત્યાં સુધી વારંવાર પ્રયાસ કર્યા કરવો. હું તો જુદો છું એવા વિચારો કર્યા કરે. પ્રેરણા માટે કરવાનું આ એક જ છે, બીજું નથી. તેની મહિમાં ન આવે તો મહિમા લાવે, સ્વભાવ ઓળખવાનો પ્રયત્ન કરે. જિનેન્દ્રદેવે શું કહ્યું? ગુરુએ શું કહ્યું? તે ઉપદેશ યાદ કરે. ગુરુદેવે તો પુરુષાર્થ પ્રગટ થાય તેવી ઘણી પ્રેરણા આપી છે. તે ઉપરાંત શાસ્ત્ર-સ્વાધ્યાય કરે ને વિચાર કરે. પણ કરવાનું અંતરમાં છે. બહાર થોડી સ્વાધ્યાય કરીને કે આ બધું વિચાર-વાંચન કરીને મેં ઘણું કર્યું છે એમ માને તો ન થાય, કેમ કે કરવાનું અંતરમાં છે. ગુરુદેવનો ઉપદેશ જોરદાર, પુરુષાર્થ ઊપડે તેવો પ્રેરણાદાયક હતો. તું જોર કર.-એમ જોરદાર સિંહગર્જના કરતા. નિમિત્ત તો બળવાન હતું, પણ પોતે જ કર્યું નથી. પોતાની આળસને લઈને પોતે ચૈતન્યને નીરખતો નથી. “નિજ નયનની આળસે. રે, મેં નીરખ્યા ન નયને હરિ” પોતાની આળસને લઈને પોતે જોતો નથી, પણ પોતે જ છે. ૨૯૫. પ્રશ્ન:- બધા મુમુક્ષુને આ કરવાની ભાવના છે, માટે તો વારંવાર દોડી દોડી આવે છે ને ? સમાધાનઃ- ભાવના છે, પુરુષાર્થ નથી. ભાવના કર્યા કરે છે, પણ માર્ગને પોતે અંતરમાંથી પુરુષાર્થ કરીને પ્રગટ કરતો નથી. માત્ર ભાવના કર્યા કરે છે. ૨૯૬. પ્રશ્ન- ભાવના કરવી સહેલી પડે છે અને પુરુષાર્થ કરવો અઘરો પડે છે? સમાધાન:- પુરુષાર્થ અઘરો પડે છે, જેવું વસ્તુનું સ્વરૂપ છે તે પ્રમાણે કાર્ય કરવું જોઈએ. આવે છે ને? કે મને બંધન છે...બંધન છે. એમ વિચાર કર્યા કરે તો બંધન તૂટતું નથી. બંધનને તોડે તો બંધન તૂટે છે. ૨૯૭. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭૧ બહેનશ્રીનીતત્ત્વચર્ચા] પ્રશ્ન:- બંધન તોડવા આપની પાસે બધા આવે છે. સમાઘાન - બંધન તોડવું તે પોતાના હાથની વાત છે, બીજા તોડી દેતા નથી. શાસ્ત્રમાં આવે છે કે “કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી.' હું જુદો, હું જુદો એમ ભાવના કરે, વિચારશૃંખલા કર્યા કરે તેનાથી બંધન તૂટતું નથી. ભલે બીજી ભાવના કરે તેના કરતાં જુદો છું-જુદો છું એમ વિચારો-ભાવના કર્યા કરે તે ઠીક છે; પણ જુદા પડવાનો પ્રયત્ન કરે તો જુદો પડે. જેમ બેડીનું બંધન છે.બંધન છે અને તે તોડવું છે એમ વિચાર કર્યા કરે તો બંધન ન તૂટે; પરંતુ તોડવાનું કાર્ય કરે તો જ તૂટે છે. તેવી રીતે મુમુક્ષુતા હોય તેથી ભાવના કર્યા કરે કે હું જુદો છું. આ મારું સ્વરૂપ નથી, સ્વરૂપ કયારે પ્રગટ થાય?– એમ વિચાર કર્યા કરે; પણ વિચારમાત્રથી કાંઈ થતું નથી. વિચાર તેને એક બાહ્ય સાધન તરીકે બને; પણ તોડવું તો પોતાના હાથની વાત છે અને તોડયા વગર બંધન તૂટતું નથી. ૨૯૮. પ્રશ્ન:- આવે છે ને ? કે જ્ઞાનીનો એક શબ્દ કાને પડે અને અંદરમાં પલટો ખાઈ જાય. સમાધાનઃ- પોતાના પુરુષાર્થની પલટો ખાય છે, પુરૂષાર્થ વગર પલટો ખાતો નથી. માટે બધામાં ઉપાદાન પોતાનું છે. ગુરુદેવ કહે છે ને? કે ઘણીવાર ભગવાન મળ્યા; પણ પોતાની ખામીને લઈને પલટ્યો નહિ. ભગવાનનું નિમિત્ત તો જોરદાર હતું, ગુરુદેવનું નિમિત્ત પણ જોરદાર હતું, પણ પલટો પોતે ખાતો નથી. ર૯૯. પ્રશ્ન- ભાવના તો છે કે પલટો ખાવો છે, પણ પુરુષાર્થ ઊપડતો નથી ? સમાધાન - બેડીથી મૂંઝાયેલો હોય તે બેડી તોડવાનો માર્ગ ગોત્યા વગર રહેતો જ નથી. પોતે મૂંઝાણો છે કે આ બેડી કેમ તૂટે? તો તેનો માર્ગ ગમે તેમ કરીને અને ગમે તે સાધનો ભેગાં કરીને તોડ્યા વગર રહેતો જ નથી, તેમ ખરો મૂંઝાયેલો હોય તે છૂટયા વગર રહેતો જ નથી. ખરી પોતાને અંદરથી લાગી નથી, તીવ્ર તાલાવેલી નથી. ખરી લાગે તો તોડવાનો પ્રયત્ન પોતે જ કરે છે. ૩OO. પ્રશ્ન- એમ થાય કે ગુરુદેવ તથા આપ મળ્યાં છો તો વારંવાર પરિચય કરીએ, પાસે જઈને લાભ લઈએ તથા સાંભળવાનું, વાંચવાનું આદિ બધું કરીએ છીએ; પણ આ પલટો ખાવાની વાત અઘરી પડે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૨] [ સ્વાનુભૂતિદર્શન સમાધાન:- અંતરમાં તેણે ધીરા થઈને, સૂક્ષ્મ થઈને ઊંડું જાવું પડે તે નથી જતો અને અનાદિનો એનું એ કર્યા કરે છે તેથી અઘરું પડે છે. પોતે અંદર વિચારીને જોવે કે પોતે કયા કારણથી રોકાયેલો છે, તે તો પોતે જ પકડી શકે એમ છે. પોતે રોકાયેલો છે, કોઈ રોકતું નથી. ૩૦૧. પ્રશ્ન:- પલટવું એટલું બધું આકરું છે કે પલટો થતો જ નથી? સમાધાન- અનાદિનો બીજો અભ્યાસ છે એટલે આકરું લાગે છે; પણ આકરું નથી, સહજ છે. પોતાની આળસ છે તેથી જાગતો જ નથી. બાકી જાગવાનું પોતાના હાથમાં છે. ગુરુદેવની વાણીએ બધાને જાગૃત કરી દીધા તે બધાને આત્મા તરફની રુચિ થઈ; પણ પછી પુરુષાર્થ કરવાનો પોતાના હાથમાં રહે છે. સંસાર નિઃસાર છે, આત્મા જ એક સારભૂત છે. કેટલાય જીવોને રૂચિ થઈ; પણ પછી આગળ જવું તે પોતાના હાથની વાત છે. ૩૨. પ્રશ્ન- કેવા પ્રકારે ઊપડેલો જીવ આગળ જઈ શકે ? સમાધાનઃ- બીજા કોઈ હેતુથી-કોઈ મોટાઈ આદિના પ્રયોજનથી-ઊપડેલો ન હોય, પણ બધું યથાર્થ સમજીને એટલે કે દ્રવ્ય-ગુણ-પર્યાયનું જેવું સ્વરૂપ છે તેવું બરાબર સમજીને એક આત્માના પ્રયોજનથી ઊપડેલો હોય તે આગળ જઈ શકે છે. ચારે પડખેથી ચારે બાજુથી સમજણપૂર્વક દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ સમજીને, અને એક મારે આત્માનું જ કરવું છે, આ બધું દુઃખરૂપ છે, આત્મા જ સુખરૂપ છે, એમ અનેક રીતે યથાર્થપણે ઊપડેલો હોય તો તે આગળ જાય છે. કોઈ બીજી જાતની આશા, કીર્તિ-પિપાસા વગરનો અને સમજણપૂર્વક ઊપડેલો હોય તે આગળ જાય છે. ૩૦૩. પ્રશ્ન:- આશ્રયભૂત તત્ત્વનું અવલંબન લેતાં સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની પર્યાય પ્રગટ થાય છે. આ અવલંબન સાધકદશામાં જ હોય છે કે સિદ્ધદશામાં પણ ચાલુ રહે છે? તે સમજાવવા કૃપા કરશોજી. સમાધાન- સાધકદશામાં જ્ઞાયકનું અવલંબન રહે છે તે અવલંબન સિદ્ધદશામાં પરિણતિરૂપ રહી જાય છે. તેમાં તેને પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. સાધકદશામાં તે પ્રયત્નરૂપ છે. આત્માનું આલંબન સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધી લીધું તેમાં આત્મા જ તેને મુખ્યપણે તેની દષ્ટિમાં રહ્યો, તેના આશ્રયમાં રહ્યો. સિદ્ધદશા સુધી તેણે બળવાનપણે આત્માને ગ્રહણ કર્યા છે, પછી તેને પ્રયત્ન કરવાની જરૂર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૧૭૩ નથી. તે આલંબનમાં મુખ્યપણે દ્રવ્ય ઉ૫૨ જે જોરદાર દૃષ્ટિ હતી તે એમ ને એમ સહજ પરિણતિરૂપે થઈ જાય છે. પછી ત્યાં આલંબન લેવાની જરૂર નથી. જે આશ્રય લીધો તે આશ્રયરૂપે પોતે પરિણમી જાય છે. સમ્યગ્દર્શન કે સાધકદશામાં આત્મા જ તેને આશ્રયભૂત છે. તેને આત્માના આશ્રયથી જ સંવર-નિર્જરા થાય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર બધું આત્માના આશ્રયે થાય છે. અર્થાત્ સમ્યગ્દર્શનના આશ્રયમાં આત્મા છે, સમ્યજ્ઞાનના આશ્રયમાં આત્મા છે ને ચારિત્રના આશ્રયમાં પણ આત્મા જ છે, બધામાં આત્મા છે. જોકે બહારની ભૂમિકા પ્રમાણે અણુવ્રતના ને પંચમહાવ્રતના શુભભાવો હોય, પણ અંતરમાં જે યથાર્થ ચારિત્ર પ્રગટે છે તે આત્માના આશ્રયથી જ પ્રગટે છે. ચારિત્રમાં, સંવરમાં, પ્રત્યાખ્યાન વગેરેમાં આત્માનો આશ્રય છે. ખરેખર બધું અંદર આત્માના આશ્રયથી જ થાય છે. આત્માનું જે આલંબન લીધું તે ઠેઠ સુધી રહે છે. શ્રેણી ચડીને કેવળજ્ઞાન થાય અને નૃત્યકૃત્યદશા થઈ જાય પછી કાંઈ કરવાનું રહેતું નથી, તે આલંબન સહજ પરિણતિરૂપે-આત્મામાં આત્મારૂપેપરિણમી જાય છે. જેવું સ્વરૂપ છે તેવું પ્રગટરૂપે સિદ્ધદશામાં પરિણમી જાય છે. તે પછી આલંબનનો પ્રયત્ન કરવાનું રહેતું નથી, આલંબન સહજરૂપે પરિણમી જાય છે. ૩૦૪. પ્રશ્ન:- સાધક આત્માઓને તો વિશ્વાસ આવી ગયો કે જ્ઞાયકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય; પણ જેઓ સાધકદશાએ પહોંચ્યા નથી તેવા જીવોએ તેને પહોંચવા માટે શું કરવું ? સમાધાનઃ- જેઓ સાધકદશામાં નથી પહોંચ્યા તેમણે તેનો અભ્યાસ કરવો. આત્માનો આશ્રય લેવાય તો જ સમ્યગ્દર્શન થાય એમ જાણે અને આશ્રય કરે તો સ્વાનુભૂતિ થાય. વસ્તુ સ્વરૂપ તેના જ્ઞાનમાં આવે તો નક્કી કરીને તે જાતનો પ્રયત્ન કરે. આત્માના આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે, બીજી કોઈ રીતે સમ્યગ્દર્શન થતું નથી; માટે આત્માનો આશ્રય કેમ લેવાય તે માટે પ્રયત્ન કરે, તે જાતનો વૈરાગ્ય લાવે, મહિમા લાવે, તત્ત્વનો વિચાર કરે, તેની જિજ્ઞાસા કરે, ભૂમિકાવાળાને માટે આ છે. જેને પ્રગટ થયું તેને કેવી રીતે પ્રગટયું? તેને કેવી સ્વાનુભૂતિ થઈ ? તે જાણીને તેની મહિમા લાવે અને તે માર્ગે જવાનો પોતે પ્રયત્ન કરે. જિજ્ઞાસુ માટે આ છે કે તે વિભાવથી છૂટો પડે, વૈરાગ્ય લાવે, તત્ત્વના વિચાર કરે, તત્ત્વનો નિર્ણય કરે, દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર કરે અને આત્માનું આલંબન લે. આલંબનમાં દ્રવ્ય છે અને તેની સાથે પર્યાયની પરિણતિ પ્રગટ થાય છે. પર્યાયનું વેદન થાય Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૭૪ ] [સ્વાનુભૂતિદર્શન છે ને દ્રવ્યનો આશ્રય હોય છે. એમ પોતે વિચાર કરીને, નક્કી કરીને પછી તે રૂપે પુરુષાર્થ કરે. ૩૦૫. પ્રશ્ન:- સાધક અને જિજ્ઞાસાવાળા માટે માર્ગ એક જ છે? સમાધાનઃ- સાધકને માટે અને જિજ્ઞાસુને માટે એક જ માર્ગ છે. જિજ્ઞાસુએ પણ ધ્યેય એક રાખવાનું. આત્માર્થીને ધ્યેય એક જ હોવું જોઈએ કે કેવી રીતે સમ્યગ્દર્શન પ્રગટ થાય? સમ્યગ્દષ્ટિને આત્માનો આશ્રય હોય તે મને કેમ પ્રગટ થાય ? એવી જાતની ભાવના–જિજ્ઞાસા કરે. બધાંને એક જ માર્ગે જવાનું છે. જિજ્ઞાસુને પણ તે જ કરવાનું છે કે ભવનો અભાવ કેમ થાય? સમ્યગ્દર્શન કેમ થાય? તે ન થાય ત્યાં સુધી અશુભ ભાવથી બચવા માટે શુભ ભાવમાં દેવશાસ્ત્ર-ગુરુની મહિમા લાવે, શાસ્ત્રનો અભ્યાસ કરે, પણ ધ્યેય એક જ રાખે કે સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય ? આત્માનો આશ્રય કેમ પ્રગટ થાય ? ભવનો અભાવ કેમ થાય ? ધ્યેય એક જ હોવું જોઈએ. શુભ ભાવથી પુણ્ય બંધાય, પણ એવો પુણ્યનો હેતુ તેને ન હોય. ભવનો અભાવ કેમ થાય ? આત્માનો આશ્રય કેમ પ્રગટ થાય ? શુદ્ધાત્મા કેમ પ્રગટ થાય ? એવો જ જિજ્ઞાસુનો હતુ હોવો જોઈએ. ૩૦૬. પ્રશ્ન:- રાગ અને જ્ઞાન જુદાં છે એટલું જાણે તો પૂરતું થઈ રહે? કે દ્રવ્ય અને પર્યાયનું ભેદજ્ઞાન કરવું જ પડે ? સમાધાનઃ- રાગ અને જ્ઞાન જુદાં છે, કારણ કે જ્ઞાયકભાવ પોતાનો સ્વભાવ છે અને રાગ છે તે પોતાનો સ્વભાવ નથી, વિભાવ છે; જ્યારે પર્યાય છે તે કોઈ અપેક્ષાએ પોતાની છે. તે પર્યાય કથંચિત ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. તેનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું. તે દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે ખરો, પણ પર્યાયની કોટિને પર્યાય રીતે જાણે અને વિભાવથી જે રીતે ભિન્નતા છે તે રીતે ભિન્નતા જાણે. તે વિભાવને સર્વથા ભિન્ન જાણે કે આ મારો સ્વભાવ નથી. અને પર્યાયનું જેવું કથંચિત્ ભિન્ન અને અભિન્ન સ્વરૂપ તેવું જાણે. તેના પ્રયત્નમાં જેવા વિભાવ અને સ્વભાવના ભાગલા પાડે છે એવી જાતના સર્વથા ભાગલા પર્યાય સાથે નથી પાડતો. તેના જ્ઞાનમાં તે પર્યાયને જાણે છે અને દ્રવ્યને મુખ્ય કરે છે, ને પર્યાયને ગૌણ કરે છે; પણ પર્યાય સર્વથા ભિન્ન છે એવી જાતનું ભેદજ્ઞાન તેમાં આવતું નથી. તે પર્યાયને ગૌણ કરે છે, ને દ્રવ્યને મુખ્ય કરે છે, જેવો વિભાવ અને સ્વભાવનો ભેદ પડે છે, તેવો પર્યાય અને સ્વભાવનો ભેદ નથી પડતો, કેમકે Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૧૭૫ પર્યાય કથંચિત અભિન્ન છે. જે જેમ હોય તેમ જાણવાનું હોય છે. ૩૦૭. પ્રશ્ન- ચોથા ગુણસ્થાનવાળો નિર્વિકલ્પદશામાં હોય અને પાંચમા ગુણસ્થાનવાળો સવિકલ્પદશામાં હોય તો આનંદનું વદન વિશેષ કોને હોય ? સમાધાન:- નિર્વિકલ્પ દશામાં આનંદનું વેદન જુદું જ હોય છે, તેનો સવિકલ્પ સાથે મેળ કરાય જ નહિ. સરખામણી સવિકલ્પની સવિકલ્પ સાથે કરાય. નિર્વિકલ્પ સવિકલ્પની સરખામણી કરાય જ નહિ. ચોથા ગુણસ્થાનની સવિકલ્પદશા કરતાં પાંચમાં ગુણસ્થાનની સવિકલ્પદશામાં શુદ્ધિ-નિર્મળતા-શાંતિસમાધિ વધારે છે. સવિકલ્પ સાથે સવિકલ્પની અને નિર્વિકલ્પ સાથે નિર્વિકલ્પની સરખામણી કરાય. જો નિર્વિકલ્પ સવિકલ્પ જેવું થઈ ગયું તો નિર્વિકલ્પ કાંઈ જુદું રહ્યું જ નહિ. નિર્વિકલ્પ સ્વાનુભૂતિનો કોઈ જુદો પ્રકાર જ ન રહ્યો. કે પાંચમા ગુણસ્થાનનું સવિકલ્પ અને ચોથા ગુણસ્થાનનું નિર્વિકલ્પ બંને સરખાં છે એમ ન હોય! નિર્વિકલ્પદશા કાંઈ જુદી રહી જ નહિ. જ્ઞાનીને સવિકલ્પમાં રાગની આકુળતાનું વેદના અને શાંતિ સાથે વેદાઈ રહ્યાં છે. અને નિર્વિકલ્પદશામાં એકલો આનંદ વેદાઈ રહ્યો છે. એ રીતે તેમાં ફેર પડે છે. એકલો પોતાનો આનંદ વેદાઈ રહ્યો છે, જેમાં આકુળતા એકદમ અબુદ્ધિપૂર્વક છે તેનો પોતાને ખ્યાલ પણ નથી આવતો. એકલી નિરાકુળતા, એકલો આનંદ વેદાય છે. ઉપરની ભૂમિકાવાળાને સવિકલ્પમાં ભલે શાંતિ વધારે હોય પણ આકુળતા અને નિરાકુળતા બંને મિશ્રિત છે. તે મિશ્રિત વેદના અને એકલું નિર્વિકલ્પ વેદન તેમાં ફેર છે. મુમુક્ષુ- બંને જાત જ જુદી થઈ જાય છે. બહેનશ્રી - સવિકલ્પદશા રાગમિશ્રિત છે. નિર્વિકલ્પદશામાં એકલો આનંદ છે, એમ ફેર છે. વિભાવ-સ્વભાવ વચ્ચે જેવો ભેદ છે એવો ભેદ નહિ. જ્ઞાની સવિકલ્પદશામાંથી નિર્વિકલ્પદશામાં તો કયાંનો ક્યાં ચાલ્યો ગયો ! જુદા દેશમાં ચાલ્યો ગયો. આત્મામાં ડૂબી ગયો, સ્વાનુભૂતિમાં અંદર લીન થઈ ગયો. એ દશા! અને સવિકલ્પદશા જે આકુળતા સાથે રહેલી છે, તેમાં ફેર છે. તેની સાથે તેની મીંઢવણી કરાય જ નહિ. ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિની ભૂમિકા નીચી છે અને દશા વધી ગઈ છે એવું પણ નથી. છતાં તેના વેદનમાં તે ક્ષણે જ ફેર છે. મુમુક્ષુ- સવિકલ્પદશામાંથી પરિણતિમાં સાથે આકુળતા રહેલી છે? બહેનશ્રી:- આકુળતાની સાથે પરિણતિમાં શાંતિ પણ છે. ઉપયોગ બહાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૧૭૬ ] [ સ્વાનુભૂતિદર્શન જાય છે તેમાં આકુળતા સાથે રહેલી છે. પ્રશસ્ત કે અપ્રશસ્ત ભાવ જે હોય પણ તેની સાથે આકુળતા છે. રાગનો વિકલ્પ છે. એકલું નિર્વિકલ્પ-વિકલ્પ વગર નિવૃત્તમય પરિણતિ, એકલી શાંતિમય પરિણતિ, જ્યાં બીજો કોઈ વિકલ્પ ઊઠતો નથી, અરે ! જ્યાં સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વકનો વિકલ્પ પણ એકદમ ગૌણ છે. જાણે છે કે નથી એવી દશા! તે દશાની સાથે સવિકલ્પતાની મીંઢવણી ન કરાય. ભૂમિકા ભલે વર્તમાન ગમે તે હોય. ૩૦૮. પ્રશ્ન:- શ્રદ્ધાનું બળ મંદ કેમ પડી જતું હશે ? સમાધાનઃ- તે બધાનું કારણ પોતે જ છે. તેનું બીજું કારણ નથી. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ ” પોતાની જ ભૂલ છે, બીજા કોઈનું કારણ નથી. પોતે જ પ્રમાદને કારણે કયાંક ને કયાંક રોકાઈ જાય છે. પોતાનો પ્રમાદ છે એટલે થઈ શકતું નથી, પુરુષાર્થ ઊપડતો નથી ને તેથી કયાંક રોકાઈ જાય છે. પણ પોતાને લાગે કે કરવા જેવું તો આ જ છે, એમ અંદરથી જોર આવે તો પોતે પલટો મારે છે. વળી આકુળતા કે બહુ ખેદ કરવાથી પણ થતું નથી. અતિશય દુઃખ અને આકુળતા કરે કે પ્રમાદ કેમ થાય છે? તો પણ થતું નથી. કયાંક-કયાંક મૂંઝાઈને ગભરાટ થાય તો પણ થતું નથી. એ તો તેનો સરળતાથી રસ્તો વિચારે કે માર્ગ આ જ છે. પોતે શાયક છે, તે જ્ઞાયકને એકને જ ગ્રહણ કરવાનો છે. તે નહિ ગ્રહણ થવાનું કારણ મારી પોતાની ખામી છે. બહારમાં બધે રોકાઈ રહ્યો છું તેથી મારું શ્રદ્ધાનું કાર્ય આવતું નથી. ૩૦૯. પ્રશ્ન:- જેમ બહારથી જુદી જુદી વ્યક્તિને ઓળખી શકાય તેમ અંતર પુરુષાર્થ કરે તો પોતાનો આત્મા ઓળખી શકાય ? સ્પષ્ટ ઓળખી શકે? સમાધાનઃ- હા, આત્મા ઓળખી શકાય, પોતે જ છે. જ્ઞાન જ્ઞાનને ઓળખી શકે છે. એવો સૂક્ષ્મ ભેદ પાડી શકે છે. સ્પષ્ટ ઓળખી શકે. જેમ બહા૨માં તેને શંકા પણ નથી પડતી, અને કોઈ તર્ક કરે કે તે આ માણસ નથી, તો કહે કે તે જ છે. વિચાર્યા વગર, તર્ક વગર પોતે નક્કી કરી નાખે છે કે તે આ જ માણસ છે, બીજા બધા કહે તે ખોટું છે. તેમ પોતાનું નક્કી કરી શકે કે આ હું જ છું, આ મારું જ અસ્તિત્વ છે. તર્ક વગર નિઃશંકપણે પોતાને ગ્રહણ કરી શકે કે આ હું જ છું, બીજો હું નથી, રાગાદિ હું નથી, એમ નિઃશંકપણે ગ્રહણ કરી શકે છે, પણ પુરુષાર્થ કરતો નથી. ૩૧૦. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૧૭૭ પ્રશ્નઃ- બાહ્યમાં તો નિવૃત્તિ લીધી પણ અંતરની નિવૃત્તિ લેવી જોઈએ એમ આપ કહો છો તો અંતર-નિવૃત્તિ એટલે શું? સમાધાનઃ- અંતર-નિવૃત્તિ એટલે અંતરમાં અનેક જાતની વિકલ્પની ઘટમાળમાં રોકાતો હોય તો તેમાંથી પોતે છૂટી, વારંવાર ચૈતન્ય તરફ જવું તે અંતર-નિવૃત્તિ છે. અનેક જાતની ઘટમાળમાં રોકાતો હોય તેણે ચૈતન્ય તરફ વળીને ચૈતન્ય તરફના વિચારો કરવા, આ હું છું તેમ પોતાને ગ્રહણ કરવો. વિકલ્પજાળની પ્રવૃત્તિ વારંવાર આડે આવ્યા કરે અને ચૈતન્યના વિચારો ગૌણ થઈ જાય તો વિકલ્પજાળની પ્રવૃત્તિઓ ઓછી કરીને પોતાના તરફનો અભ્યાસ વધારે તે અંતર-નિવૃત્તિ છે. વાસ્તવિક નિવૃત્તિ તો પોતે જ્ઞાયક જ્ઞાયકરૂપે પરિણમી જાય તે છે. ૩૧૧. પ્રશ્ન:- મૂંઝવણ થાય તો રસ્તો પોતે કાઢી શકે? સમાધાનઃ- પોતે રસ્તો કાઢતો જાય. જેમ બહારની મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢે છે તેમ અંતરમાં પણ પોતે રસ્તો કાઢતો જાય-કોઈ વિકલ્પની ઘટમાળમાં નહિ મૂંઝાતાં પોતે રસ્તો કાઢીને ચૈતન્યનો અભ્યાસ કેમ વધે એ પ્રયત્ન કરે. ૩૧૨ પ્રશ્ન:- જ્ઞાની થયા પછી એમ ખબર પડે કે હવે પાછી આ વખતે નિર્વિકલ્પ દશા આવશે ? સમાધાનઃ- નિર્વિકલ્પ દશા આ વખતે થશે, કયારે થશે? એવા વિકલ્પ હોતા જ નથી. પોતાની પરિણતિને પોતે અંતરમાં વાળી સ્વરૂપની લીનતાનો પ્રયાસ કરે છે તેમાં, તેને કાળ ઉપર કે કયારે થશે તેનું ધ્યાન નથી. પોતાની પરિણતિ ન્યારી કરવા ઉપર ને જ્ઞાતાધારાની ઉગ્રતા કરવા ઉપર તેનું લક્ષ હોય છે. નિર્વિકલ્પ દશા કયારે થશે? એ જાતનો વિકલ્પ હોતો નથી. એ તો પોતાની પરિણતિ ન્યારી કરતો જાય છે. ન્યારી પરિણતિમાં તેને સહજધારા ઊપડતાં નિર્વિકલ્પ દશા થાય છે. ૩૧૩. પ્રશ્નઃ- આપ સમ્યગ્દર્શન આટલું દૂર છે...આટલું દૂર છે તે કોના જોરે કહેતાં હતાં ? સમાધાનઃ- જ્ઞાયકના જોરે કહેતી હતી, જ્ઞાયકના જોરે કહેવાતું હતું. શાયકના જોરથી એમ લાગતું હતું કે સમતિ નજીક છે. આ પિરણિત એવી છે કે ઠેઠ સુધી પહોંચે જ છૂટકો થશે, આ પુરુષાર્થની ધારા એવી છે કે ઠેઠ સુધી પહોંચી જ જાશે. પોતાની ઉગ્રતાના આધારે કહેતી હતી. કયારે થશે તે કાંઈ નિશ્ચિત Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮] [સ્વાનુભૂતિદર્શન નહોતું લાગતું ને એવી કાંઈ ખબર ન હતી, પણ અંતરના શાયકની ઉગ્રતાથી, પોતાની ભાવનાથી, પુરુષાર્થના જોરથી કહેતી હતી. ૩૧૪. પ્રશ્ન- ચોથા ગુણસ્થાને ધ્યાનમાં બેસે ત્યારે જ નિર્વિકલ્પ દશા થાય એમ ખરું ને ? સમાધાનઃ- ધ્યાનમાં બહારથી બેસે યા ન બેસે, કોઈવાર બહારથી બેસે અને ધ્યાન થાય, કોઈવાર બહારથી ન બેસે તો પણ ધ્યાન થાય. જ્ઞાતાનું અસ્તિત્વ જે એણે ગ્રહણ કર્યું છે, જ્ઞાયકની ધારા જે વર્તે છે એટલી એકાગ્રતા તો તેને ચાલુ જ છે, એટલે તે પ્રકારનું ધ્યાન તો તેને છે જ. ધ્યાન એટલે એકાગ્રતા. તો તે જાતની એકાગ્રતા તેને છૂટી જ નથી, અમુક પ્રકારની એકાગ્રતા તો તેને છે જ. તે એકાગ્રતામાં કોઈ વિશેષતા પણ બહારથી શરીર ધ્યાનમાં બેસે તો જ થાય એમ નથી, એવું બંધન નથી. ૩૧૫. પ્રશ્ન:- એકવાર નિર્વિકલ્પ દશા આવ્યા પછી અમુક કાળ તેની રાહુ જોવી પડે એવું નહિ ? સમાધાન- એની રાહ કાંઈ જોવાની હોતી નથી. જેને અંતર ભેદજ્ઞાનની દશા ચાલે છે તેને અમુક ટાઈમે તે દશા થયા વગર રહેતી જ નથી. સમયનું બંધન નથી, અંતરની દશા છે. ભેદજ્ઞાનની ધારા વર્લે જ છે તેથી તેને થયા વગર રહેતી જ નથી. જે અંતરમાંથી ન્યારો થયો, તેનો ઉપયોગ બહાર ગયો હોય તે અંતરમાં પાછો આવ્યા વગર રહેતો જ નથી. કેમકે ઉપયોગને બહારમાં કંઈ સર્વસ્વ છે નહિ. ભેદજ્ઞાનની ધારા વર્તે છે ને પોતે ક્ષણે ક્ષણે ન્યારો વર્તે છે. ન્યારી પરિણતિ તો હતી જ, ઉપયોગ પલટાઈ જાય છે. જેવી પરિણતિ છે તેનો ઉપયોગ થઈને પાછો આવ્યા વગર રહેતો નથી. ઉપયોગ બહાર જાય છે તો પરિણતિની દોરી ઉપયોગને પાછો વાળ્યા વગર રહેતી નથી. જ્ઞાયકરૂપે ભેદજ્ઞાનની ધારાની પરિણતિ નિરંતર ક્ષણે ક્ષણે સહજપણે ચાલ્યા કરે છે. તે પરિણતિની દોરી જારી છે. તે ઉપયોગને ત્યાં (બહારમાં) ટકવા દેતી નથી, અમુક ટાઇમે ઉપયોગને પાછો જ લાવે છે તે સ્વરૂપમાં લીનતાનિર્વિકલ્પ દશા થયા વગર રહેતી જ નથી. ૩૧૬. પ્રશ્ન- જ્ઞાનીની અંતરંગ દશા એટલી મજબૂત હોય છે કે ઉપયોગની લાચારી નથી કરવી પડતી ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ [૧૭૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] સમાઘાન - જ્ઞાનીને ઉપયોગની લાચારી નથી કરવી પડતી. તેની દશા જ એવી છે કે તેને અમુક પ્રકારની શાંતિ અને હૂંફ રહે જ છે. પોતે એકત્વબુદ્ધિએ વર્તતો નથી. ન્યારો જ વર્તે છે. તેની ન્યારી પરિણતિ જ ઉપયોગને પાછો લાવે છે. ઉપયોગ બહાર લાંબો ટાઈમ ટકી શકતો નથી. તે ઉપયોગ પાછો પોતાના સ્વરૂપમાં લીન થયા વગર રહેતો જ નથી. તેની ન્યારી પરિણતિ જ ઉપયોગને પાછો લાવે છે. તેને નિર્વિકલ્પ દશાની વાટ જોઈને બેસવું પડતું નથી. તેને કોઈ શંકા પડતી નથી. પરિણતિ જ ઉપયોગને પાછો ખેંચી લાવે છે. ૩૧૭. પ્રશ્ન:- નિર્વિકલ્પ દશા વધારે થાય તો વધારે મજબૂતતા આવે તેવું ખરું ? સમાધાન- પરિણતિ જોરદાર થાય એટલે નિર્વિકલ્પ દશા આવે છે. ૩૧૮. પ્રશ્ન:- જ્ઞાની ચોવીસે કલાક આત્મામાં રહે ? સમાઘાન- જ્ઞાનીને ચોવીસે કલાક આત્મસ્વરૂપનું અવલંબન છે. ઉપયોગ બહારમાં એકમેક થતો જ નથી, ઉપયોગ બહાર જાય તો પણ ન્યારો રહે છે. તે પાછો સ્વરૂપમાં જમાવટ કર્યા વગર રહેતો જ નથી. તેની રુચિ-પરિણતિ જ તેને પાછો લાવે છે. બધું સહજપણે છે. ૩૧૯. પ્રશ્ન- પ્રયોજનની સિદ્ધિ માટે, વિભાવ મારો સ્વભાવ નથી એમ લેવું કાં તો તેને નિમિત્તમાં નાખી દેવો. આ બરાબર છે ? સમાધાનઃ- પ્રયોજનની સિદ્ધિ એનાથી છે કે તું જુદો છે અને વિભાવ થાય છે તે ભિન્ન છે, માટે તેને નિમિત્તમાં નાખી દે. જોકે વિભાવ પુરુષાર્થની મંદતાએ તારામાં થાય છે તે અપેક્ષાએ ચેતનમાં થાય છે માટે તું તેને પુરુષાર્થ કરીને ટાળ. તે જુદા છે તેમ ભેદજ્ઞાન કર્યા પછી જે અસ્થિરતા રહે છે, તેને પણ તારે તોડવાની છે. એટલે પુરુષાર્થ-ભેદજ્ઞાન કરવાનું પ્રયોજન છે. પ્રયોજનને મુખ્ય રાખવું. કોઈ અપેક્ષાએ વિભાવને જડના કહેવાય છે અને ચેતનની અપેક્ષાએ ચેતનના કહેવાય છે. ચેતનની અપેક્ષાએ પોતાના પુરુષાર્થની મંદતાથી ચેતનમાં થાય છે તેમાં નિમિત્તની ગૌણતા થાય છે અને જડ તરફની-નિમિત્તની વાત આવે તો વિકાર જીવનો છે તેની ગૌણતા છે. વિભાવ ને જડને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, માટે તારે તેનાથી જુદું પડીને ભેદજ્ઞાન કરવાનું પ્રયોજન છે. ખોટા વાદ-વિવાદમાં અટકવું નહિ, પ્રયોજન સિદ્ધ કરવું. અધ્યાત્મદષ્ટિમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦] [સ્વાનુભૂતિદર્શન એક ભેદજ્ઞાન કરવાનું પ્રયોજન છે. આચાર્યોનું-ગુરુદેવનું કહેવું છે કે તું ભેદજ્ઞાન કર. વિભાવ તારો સ્વભાવ નથી માટે જડના છે. અને જો તે એકાંતે જડના હોય અને તારામાં ન થતા હોય તો તારે પુરુષાર્થ કરવાનો રહેતો નથી માટે તે અપેક્ષાએ તારામાં જ થયા છે. આમ, બંને અપેક્ષાનો મેળ કરીને નિમિત્તનૈમિત્તિક સંબંધ કેવી રીતે છે તે જાણવું. કોઈ અપેક્ષાએ કોઈની મુખ્યતા ને કોઈની ગૌણતા થાય છે. પ્રયોજન એ રાખવું કે ભેદજ્ઞાન કરવાનું છે. વાદવિવાદમાં અટકવું નહિ. ભેદજ્ઞાન કરીને અંતરમાં ચૈતન્ય આત્મા અનંત ગુણથી ભરેલો છે તેને પ્રગટ કરવાનો છે. વિભાવ વિપરીત સ્વભાવ છે, દુ:ખરૂપ છે ને દુ:ખનું ફળ છે. તેને છોડીને આત્મા જુદો છે તેમ ભેદજ્ઞાન કરવું. તેને જડથી ભેદજ્ઞાન કરવાનું છે અને વિભાવથી પણ ભેદજ્ઞાન કરવાનું છે. વિભાવ તારો સ્વભાવ નથી, તે દુઃખ અને દુઃખનાં ફળ છે, માટે તેનાથી તું જુદો પડ. જ્ઞાનમાં એકલું જ્ઞાન જ દેખાય છે ને ક્રોધમાં ક્રોધ દેખાય છે, કેમકે બંને જુદાં છે, બંનેના સ્વભાવભેદ છે. ૩ર૦. પ્રશ્ન- વચનામૃતમાં આવે છે કે કાર્યની ગણતરી કરવા જેવી નથી, તેમ છતાં પરિણામોમાં કાર્યની ગણતરી થઈ જતી હોય ત્યાં મુખ્ય કારણ શું બનતું હશે ? તેનાથી બચવા માટે પ્રયોગાત્મક રીતે શું કરવું? સમાધાન:- કાર્યોની ગણતરી ન કરતાં આત્માને મુખ્ય રાખવો. બહારમાં તે જાતનો રાગ છે એટલે કાર્યની ગણતરી થાય છે. તેને માટે એક આત્મા તરફની જ લગની લગાડે તો બીજાની મહિમા તૂટી જાય. કાર્યોની શી મહિમા છે? આત્મા જ મારે સર્વસ્વ છે અને આત્મામાં જ સર્વસ્વ છે. આમ આત્માને મુખ્ય રાખે અને આત્માની મહિમા આવે તો તે બધું ગૌણ થઈ જાય છે, કોઈ જાતની ગણતરી રહેતી નથી. જેને આત્માની જ મહિમા, લગની અને તે તરફનું સર્વસ્વ રહે છે તેને મેં આટલું કર્યું તો પણ કાંઈ થતું નથી, આટલા વિચારો કર્યા, વાંચન કર્યું, સ્વાધ્યાય-ભક્તિ કરું છું તોપણ થતું નથી તેવી ગણતરી હોતી નથી. પણ તેને આત્મા મુખ્ય રહે છે કે મને આત્મા જ સર્વસ્વ છે. બહારથી જે બધું થાય તેના કરતાં અંતરમાં ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરું, જ્ઞાયકને ગ્રહણ કરું, તેમાં લીનતા કેમ થાય તેના ઉપર તેની દષ્ટિ હોય છે. ૩ર૧. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૧૮૧ પ્રશ્ન:- દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા શું આત્માની મહિમા માટે છે? સમાધાનઃ- જિનેન્દ્રદેવે આત્મા પ્રગટ કર્યો છે ને કેવળજ્ઞાનમાં પૂર્ણરૂપે બિરાજી રહ્યા છે, ગુરુ સાધના કરે છે અને શાસ્ત્રમાં પણ તે આવે છે. તેમણે ચૈતન્યનું સ્વરૂપ પ્રગટ કર્યું તે સ્વરૂપની પોતાને રુચિ છે, માટે તેમની મહિમા આવે છે. તે રુચિ એવી જાતની હોવી જોઈએ કે તે સ્વરૂપ મને પ્રગટ થાવ. માત્ર રૂઢિગત મહિમા આવે તેમ નહિ, તેમણે પ્રગટ કરી તે આદરવા યોગ્ય અનુપમ વસ્તુ મારે જોઈએ છે એવી રુચિ હોવી જોઈએ, માટે આત્માની રુચિ અને દેવ-શાસ્ત્રગુરુની મહિમા બંને સાથે સંકળાયેલા હોય છે. જેને સમજણપૂર્વક મહિમા આવે તેને આત્માની રુચિ સાથે હોય જ છે. કોઈ ઓથે ઓથે કરતો હોય તેમ નહિ, સમજણપૂર્વક મહિમા આવે તેમાં રુચિ ભેગી જ હોય કે આ સ્વરૂપ મારે જોઈએ છે. વિભાવ સારો નથી, પણ સ્વભાવ સારો છે. દેવ-શાસ્ત્ર-ગુરુએ જે પ્રગટ કર્યું તેની મહિમા આવે છે અને તે મારે જોઈએ છે એવી રુચિ ભેગી હોય જ છે. દેવ-શાસ્ત્ર-ગુરુ આદરવાયોગ્ય કેમ છે? કે તેમણે આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું છે તે કોઈ અપૂર્વ છે, માટે તેમનો પોતાને આદર છે. તેમાં પોતાના આત્માનો આદર અંતરમાં આવી જાય છે. ૩૨૨. પ્રશ્નઃ- કોઈ બીજું વિકલ્પ કરતું હોય એટલું બધું જુદું જ્ઞાનીને વિકલ્પથી જુદાપણું લાગતું હોય? સમાધાનઃ- બીજું કોઈ વિકલ્પ કરે છે એટલું જુદું નહિ, પણ વિકલ્પથી મારો સ્વભાવ જુદો છે. પુરુષાર્થની મંદતાએ તે મારામાં થાય છે પણ તે મારો સ્વભાવ નથી. તેનાથી જુદું ભેદજ્ઞાન-જ્ઞાતાની પરિણતિ વર્તે છે. તે સ્વભાવથી એકત્વ છે ને વિભાવથી વિભક્ત છે. જે વિભાવથી વિભક્ત થયો તે શરીરથી વિભક્ત થઈ જ ગયો છે. દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ છે તેમાં જે ભાવકર્મથી ન્યારો વર્તે છે તે દ્રવ્યકર્મ અને નોકર્મથી જુદો જ વર્તે છે. કોઈ સ્થૂલતાથી શ૨ી૨થી જુદો-જુદો એમ કરે અને અંદરથી જુદો નથી પડયો તો તે વાસ્તવિક જુદો જ નથી થયો. કોઈ સ્થૂલતાથી કહે કે હું શરીરથી જુદો, પણ જો વિકલ્પથી ન્યારો નથી પરિણમતો તો શરીરથી જુદો કહે છે તે માત્ર અભ્યાસરૂપ છે. ૩૨૩. પ્રશ્નઃ- સમક્તિ પ્રાપ્ત નહિ થવામાં શ્રદ્ધાનો જ દોષ છે? સમાધાનઃ- સમ્યગ્દર્શન પ્રાપ્ત નહિ થવામાં શ્રદ્ધાનો જ દોષ છે. ચારિત્રનો દોષ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨] [ સ્વાનુભૂતિદર્શન તે શ્રદ્ધાને રોકતો નથી. શ્રદ્ધાને શ્રદ્ધાનો દોષ જ રોકે છે. અનંતાનુબંધી કષાય છે તેને શ્રદ્ધા સાથે સંબંધ છે. જેની શ્રદ્ધા ફરે તેને અનંતાનુબંધી કષાયો ટળી જ જાય છે. અનંતકાળથી શ્રદ્ધાનો દોષ છે. ૩૨૪. પ્રશ્ન:- આત્માર્થમાં સંયમ અને નીતિ-ન્યાયને વચ્ચે લાવવાં કે નહિ? સમાધાન - જેને આત્માની રુચિ લાગે, જેને આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી તેને નીતિ, ન્યાય આદિ બધું હોય છે. અમુક પાત્રતા તો તેને હોય છે. જેની શ્રદ્ધા પલટી જાય છે તેને અમુક જાતની શ્રદ્ધાની સાથે જેનો સંબંધ છે એવી જાતની પાત્રતા હોય છે. પાત્રતા વગર શ્રદ્ધા હોતી નથી. ૩૨૫. પ્રશ્ન- અવિનાભાવીપણું કહીએ તો શું વાંધો આવે? સમાધાનઃ- અવિનાભાવીપણું તો છે, એટલે અમુક જાતની પાત્રતા તેને હોય છે. તેની રુચિ જ્યાં પલટાય, આત્માર્થીપણું જ્યાં થાય અને જ્યાં આત્માનું જ એક પ્રયોજન છે ત્યાં તેના કષાયો મંદ હોય છે. તેને વિષય-કષાયોની વૃદ્ધિ તૂટી જાય છે. એક આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી એવી તેની અંતરથી પરિણતિ થઈ જાય તેને નીતિ-ન્યાય સાથે સંબંધ હોય છે. ૩ર૬. પ્રશ્ન- સમ્યગ્દર્શન થયા પછી તેમને નીતિ વધારે ઉદ્દભવે છે એવું ખરું? સમાધાન- સમ્યગ્દર્શન સાથે જેટલો નીતિને સંબંધ હોય તેટલી નીતિ હોય છે. વ્યવહારથી અયોગ્ય થાય એવી જાતની અનીતિ તેને હોતી નથી. સમ્યગ્દર્શનની સાથે નીતિને સંબંધ હોય છે. સમ્યગ્દર્શન પહેલાં પણ નીતિ સાથે સંબંધ હોય છે. સમ્યગ્દર્શન થયા પછી કાંઈ અનીતિનાં કાર્યો કરે એવું નથી, તેને ગમે તેમ આચરણ થાય જ નહિ. અંતરમાં એટલી મર્યાદા આવી ગઈ છે કે સ્વરૂપાચરણ ચારિત્ર અને ભેદજ્ઞાનની ધારા વર્તે છે અને જ્ઞાયકની ધારા પ્રગટ થઈ હોવાથી જે વિભાવનો કર્તા થતો નથી તેને બહારના વિભાવની મર્યાદા આવી જ જાય છે. જેને અંદરમાં મર્યાદા થઈ તે જ્ઞાયક છોડીને ક્યાંય જતો નથી, જ્ઞાયકની ધારા સિવાય ક્યાંય તેની પરિણતિ એકત્વ થતી નથી, તેથી તેનાં દરેક કાર્યોમાં મર્યાદા હોય છે. તેને મર્યાદા વગરનું કાંઈ હોતું નથી, તેની ભૂમિકાને યોગ્ય જ બધું હોય છે. ૩૨૭. પ્રશ્ન- વચનામૃતમાં આપે કહ્યું કે તીખો અને કરડો પુરુષાર્થ કરવો જોઈએ. તેમાં અમારે વધારે વાંચન કરવું. સત્સંગ કરવો કે ધ્યાન ધરવું? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૩ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] સમાધાનઃ- અંતર-પરિણતિનો વધારે પુરુષાર્થ કરવો. તેમાં તેને જ્યાં રુચિ લાગે તે કરે. પરિણતિને જો વાંચન લાભ કરે છે તેમ લાગે તો વાંચનમાં જોડાય, વિચારમાં લાભ વધારે લાગે તો તેમાં જોડાય ને સત્સંગમાં લાભ લાગતો હોય તો ત્યાં જોડાય. અંદર પુરુષાર્થની-જ્ઞાયક ધારાની–ઉગ્રતા કેમ થાય? મારા ચૈતન્ય તરફ મારી પરિણતિ કેમ દઢ થાય? મારી પ્રતીતિ દઢ થાય કે આ હું ચૈતન્ય જ છું, આ હું નથી –આ એક જ તેના પુરુષાર્થનું ધ્યેય છે. તે ધ્યેયની સાથે જ્યાં જ્યાં તેના પરિણામને ઠીક પડે-પરિણામ જ્યાં ટકી શકે અને વૃદ્ધિ થાય તેવી જાતના કાર્યોમાં જોડાય. ધ્યાનમાં ઠીક લાગતું હોય તો ધ્યાનમાં જોડાય, પણ ધ્યાન યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે. પોતાના સ્વભાવને વિચાર કરીને ઓળખે કે આ જ્ઞાયક તે હું છું, પછી તેમાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરે. એકાગ્રતા તે તેનું ધ્યાન છે જો ધ્યાનથી ઉગ્રતા થતી હોય તો ધ્યાન કરે, પણ તે ધ્યાન જ્ઞાનપૂર્વક હોવું જોઈએ. વગરસમયે ધ્યાન કરે કે વિકલ્પ છોડવાનો પ્રયત્ન કરે એટલે કે ક્યાં ઊભા રહેવું છે તેના ભાન વગર ને પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર ધ્યાન કરે તો લાભ ન થાય. પ્રથમ સમજીને ધ્યાન કરે કે આ ચૈતન્ય તે હું, આ હું નથી. પછી તેમાં એકાગ્ર થવાનો તીખો પુરુષાર્થ કરે, તો એકાગ્રતાનો લાભ થાય. તે યથાર્થ સમજણપૂર્વક હોવું જોઇએ. પણ તેને યથાર્થ જ્ઞાન કરવા માટે વિચાર સાથે વાંચન, સત્સંગ હોય. પછી એકાગ્રતા કરવા માટે ધ્યાન કરે; પણ તે સમજણપૂર્વક ધ્યાન હોવું જોઈએ. ૩૨૮. પ્રશ્ન- પુરુષાર્થની મંદતામાંથી તીવ્રતા કરવા માટે શું કરવું? સમાઘાન:- પુરુષાર્થની તીવ્રતા પોતાને જ કરવાની છે. પોતાની જરૂરિયાત પોતાને જ જણાય કે મારે મારા સ્વભાવની જ જરૂરિયાત છે, આ બીજી કોઈ જરૂરિયાત મને નથી. આ બધું જરૂરિયાત વગરનું છે. મારે સ્વભાવ જોઈએ છે, તેમાં બધું ભર્યું છે. આ રીતે જો તેની જરૂરિયાત જણાય તો તેને પુરુષાર્થની તીવ્રતા થાય. આ મનુષ્યભવમાં ગુરુદેવ મળ્યા. માટે મારે પલટો કર્યે જ છૂટકો છે તેમ પોતાની જરૂરિયાત જણાય તો તેની સચિની તીવ્રતા થાય. જિજ્ઞાસુને ભલે હજી એકત્વબુદ્ધિ તૂટતી નથી, પણ વારંવાર તોડવાનો અભ્યાસ કરે તો પોતે જાગ્યા વગર રહેતો જ નથી. બાળક હોય તે ચાલવા શીખે ત્યારે આમ કરે ને તેમ કરે એમ વારંવાર અભ્યાસ કરે, તેમ પોતે પોતા તરફ જવા માટે વારંવાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪] [ સ્વાનુભૂતિદર્શન અભ્યાસ કરે કે આ કાંઈ જોઈતું નથી. ગુરુદેવે કહ્યું છે કે તું ચૈતન્ય છો અને ચૈતન્યને ઓળખ, તેમાં લીન થા. તે કરવા જેવું છે. જો તેની જરૂરિયાત જણાય તો વારંવાર અભ્યાસ કર્યા જ કરે. યથાર્થ અભ્યાસ કરે તો તેનું ફળ આવ્યા વગર રહેતું જ નથી. ૩૨૯. પ્રશ્ન:- દેડકા જેવાને ક્ષણમાં સમ્યત્વ થઈ જાય છે. આ તો ચમત્કૃતિ ગણાય? સમાઘાન - તેની પરિણતિ એવી જોરદાર ઊપડે છે કે અંતર્મુહૂર્તમાં પલટો ખાય છે. ભલે દેડકો તિર્યંચ હોય પણ અંતર્મુહૂર્તમાં એવી ઉગ્ર પરિણતિ થાય છે કે અંતર્મુહૂર્તમાં પલટો ખાય છે. કેટલાકને અભ્યાસ કરતાં-કરતાં પલટો ખાય છે. ચૈતન્યચક્રની દિશા પર તરફ હતી, તે દિશા આખી અંતર્મુહૂર્તમાં પલટાઈ જાય છે. અંતરમાં ચૈતન્યની કોઈ અદભુત શક્તિ છે. અચિંત્ય ચૈતન્યદેવ જ એવો છે કે પલટે તો પોતાથી અંતર્મુહૂર્તમાં પલટે છે અને ન પલટે તો અનંતકાળ ચાલ્યો જાય તેવું છે. ૩૩). પ્રશ્ન:- વચનામૃતમાં આવે છે કે સમ્યગ્દષ્ટિને રાગ રહે છે, પણ રાગનો રસ નીતરી જાય છે. તો તેનો આશય સમજાવશો. સમાધાનઃ- સમ્યગ્દષ્ટિને અસ્થિરતાનો રાગ ઊભો છે, પણ રાગ ઉપર પ્રીતિ નથી. આ રાગ આદરણીય નથી, તે મારું સ્વરૂપ નથી. હું તો વીતરાગસ્વરૂપ છું, એવું જ્ઞાનીને ભાન હોવાથી રાગનો રસ નીતરી ગયો છે. એટલે કે તેને એકત્વબુદ્ધિ સ્વામિત્વબુદ્ધિ તૂટી ગઈ છે, રાગથી અત્યંત જુદી પરિણતિ રહે છે. જ્ઞાનીને રાગ ઊભો છે તો પણ રાગનો રાગ નથી. રાગ રાખવા યોગ્ય નથી, રાગ મારું સ્વરૂપ નથી, એવી જ્ઞાયક દશા તેને ક્ષણે ક્ષણે વર્તે જ છે. તેને રાગનો રસ ઊતરી ગયો છે પણ અસ્થિરતાને લઈને તેમાં જોડાય છે, પરંતુ લૂખા ભાવે જોડાય છે. ભેદજ્ઞાનની પરિણતિ પ્રગટ થઈ હોવાથી ન્યારા ભાવે જોડાય છે. ૩૩૧. પ્રશ્ન- આત્મામાં સુખ ભર્યું પડયું છે તો તેનો નિર્ણય કરવાની રીત શું? સમાધાનઃ- આત્મામાં જ સુખ છે એમ આચાર્યદવે ને ગુરુદેવે જીવનો સ્વભાવ બતાવીને અનેક યુક્તિ અને દલીલથી કહ્યું છે તે ઉપરાંત અમે સ્વાનુભૂતિ કરીને કહીએ છીએ કે આત્મામાં જ સુખ છે. ગુરુદેવે તો ઉપદેશમાં ઘણી ચોખવટ કરીને બધું સૂક્ષ્મ રીતે-અપૂર્વ રીતે સમજાવી દીધું છે. કોઈ જતો હોય તેને માર્ગ કોઈ બતાવે, પણ ચાલવાનું તો પોતાને જ છે, નિર્ણય પોતાને જ કરવાનો છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [૧૮૫ ગમે તે ભાવોમાં, ગમે તે રાગમાં, ગમે તે કાર્યોમાં સુખની કલ્પના કરનારો સુખ માને છે, પણ તે પોતે જ સુખસ્વભાવી છે, સહજ આનંદસ્વભાવી છે. તેને પોતા તરફ દષ્ટિ નથી, તેથી જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરે છે. કલ્પના કરીને સુખને વેદું છું, એમ માની રહ્યો છે. જે પોતે સુખસ્વભાવી છે તે પરમાં સુખ માની રહ્યો છો; જડ નથી માનતું. સુખસ્વભાવ પોતાનો છે, છતાં જ્યાં ત્યાં આરોપ કરીને સુખની કલ્પના પોતે કર્યા કરે છે. પોતે સુખનો ભંડાર છે, છતાં બીજામાં સુખની કલ્પના કરે છે. દષ્ટિ ઊંધી છે તેથી બહાર સુખ માન્ય છે. અંદર સ્વતઃ સિદ્ધ અનાદિ-અનંત સુખસ્વભાવ પોતાનો છે. જેમ જ્ઞાન પોતાનું છે, તેમ સુખસ્વભાવ સહજ સ્વરૂપે પોતાનો છે. છતાં જ્યાં ત્યાં કલ્પના કરીને શાંતિ અને સુખ માન્યું છે. આવું પોતે જ માની રહ્યો છે, પણ સુખ પોતામાં છે. ગુરુદેવ ઘણીવાર કહે છે કે મૃગને પોતાની નાભિમાં રહેલી કસ્તુરીની સુગંધ આવે છે છતાં તેને વિશ્વાસ નહિ હોવાથી તે ચારેકોર ગોતે છે. તેમ સુખસ્વભાવી પોતે સુખની કલ્પના જ્યાં ત્યાં બહારમાં કરી રહ્યો છે. સુખનો ભંડાર, સ્વતઃસિદ્ધ આનંદ વસ્તુ પોતે જ છે, તો પણ પોતે જ્યાં ત્યાં સુખ માની રહ્યો છે. ૩૩ર. પ્રશ્ન- સુખ કયાંય દૂર નથી ? સમાધાન:- પોતાના સહજ સ્વભાવમાં જ સુખ છે. વિકલ્પની જાળ અર્થાત્ વિભાવને છોડે, ત્યાંથી પાછો ફરે, ભેદજ્ઞાન કરે અને પોતે નિર્વિકલ્પ સ્વરૂપમાં જાય, તો સુખ –કે જે સહજસ્વભાવ છે તે સુખનો સાગર-પોતામાંથી પ્રગટ થાય તેમ છે. પણ બહાર કલ્પી રહ્યો છે. સુખ કયાંય દૂર નથી. ૩૩૩. પ્રશ્ન- ઉપદેશમાં એમ આવે કે પોતાના નાના અવગુણને પર્વત જેવડો ગણવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે કે પર્યાયની પામરતાને ગૌણ કરીને પોતાને પરમાત્મ સ્વરૂપે જોવો. આવા બંને કથનનું તાત્પર્ય શું છે ? સમાઘાન- ચૈતન્યદ્રવ્ય-કે જે અખંડ, પરિપૂર્ણ અને શાશ્વત છે-તેની દૃષ્ટિ કરવી અને પર્યાયમાં અધૂરાશ છે તેનું જ્ઞાન કરવું. સાધક દશામાં દષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે. દ્રવ્યદષ્ટિએ હું પૂર્ણ છું, હું અનાદિ-અનંત પરિપૂર્ણ પ્રભુતાસ્વરૂપ છું-આ રીતે પ્રભુતાસ્વરૂપ આત્માને લક્ષમાં રાખીને, પર્યાયમાં હું અધૂરો છું, તેમ અધૂરાનું જ્ઞાન સાધકને રહે છે. પર્યાયમાં પુરુષાર્થ કેમ થાય? સ્વરૂપમાં લીનતા કેમ થાય? સ્વાનુભૂતિની વિશેષ વિશેષ દશા કેમ થાય ? અંદરમાં જ્ઞાયકની પરિણતિ વિશેષ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૮૬ ] [ સ્વાનુભૂતિદર્શન કેમ થાય ? તે માટે હું પર્યાયમાં પુરુષાર્થ કરું. પર્યાયમાં હું પામર છું અને વસ્તુસ્વભાવે હું પૂર્ણ છું. આમ સાધક દશામાં દષ્ટિ ને જ્ઞાન સાથે જ રહે છે. દષ્ટિએ પૂર્ણ છું અને પર્યાયમાં અધૂરો છું તે બેય સાથે હોય છે. વળી બીજાના ગુણ જોવાથી પોતાને લાભનું કારણ થાય છે અને બીજાના દોષ જોવા તે નુકસાનનું કારણ થાય છે. માટે બીજાના ગુણને મુખ્ય કરીને તેના દોષને ગૌણ કરે છે. પોતાને પુરુષાર્થ કરવો છે, માટે પોતાના અલ્પ દોષ ઉપર પણ નજર છે ને મારે પુરુષાર્થ કરવાનો ઘણો બાકી છે એમ જાણે છે. પોતે પોતાના દોષને લક્ષમાં લઈને ગુણને ગૌણ કરે છે. બીજાના દોષ જોવામાં અટકવું તે સાધકનું કર્તવ્ય નથી. દરેક વસ્તુ સ્વતંત્ર પરિણમે છે. જ્ઞાયકનો જ્ઞાતાસ્વભાવ છે, માટે જ્ઞાતારૂપે જાણ્યા કરવું. પોતાની સાધક દશામાં પોતાના ગુણને ગૌણ કરી, જે દોષ હોય તેને-અધૂરાશને-મુખ્ય કરી, મારે હજી ઘણું કરવાનું બાકી છે એમ પોતે જોવે છે, તે જાતનો પુરુષાર્થ કરે છે. તે બીજાના ગુણને મુખ્ય કરે છે ને દોષને ગૌણ કરે છે. કેમકે બીજાના દોષ સાથે તેને કાંઈ પ્રયોજન નથી અને પોતે પોતામાં આગળ વધવા માટે તેના ગુણને ગ્રહણ કરે છે. પોતે સ્વભાવ ઉપર દૃષ્ટિ મૂકીને હું સ્વભાવે પૂર્ણ છું એમ સ્વીકારીને પોતાના દોષ, બીજાના ગુણ ગ્રહણ કરે છે. બાકી તો પોતામાં કેટલીક અલ્પતા છે, તે અલ્પતા પર લક્ષ દઈને પુરુષાર્થ કેમ થાય ? વીતરાગ કેમ થવાય ? મારી સાધક દશા કેમ આગળ જાય? એવી જાતની તેને ભાવના રહે છે. અને તેથી પોતાના ગુણ ગૌણ કરી પોતાના દોષને જોવે છે. આત્માર્થીઓને પણ તે જ પ્રયોજન રાખવાનું છે. બીજાના ગુણ ગ્રહણ કરવા, પણ દોષ ગ્રહણ કરવા નહિ. બીજાના દોષને ગૌણ કરીને તેના ગુણને મુખ્ય કરીને ગ્રહણ કરે, પોતે કયાં ભૂલે છે, પોતે કયાં અટકે છે, એમ પોતાના દોષ ઉપ૨ દૃષ્ટિ મૂકીને પુરુષાર્થને આગળ વધારે. પોતે સ્વભાવે પૂર્ણ છે તેનો પોતે ખ્યાલ રાખે અને પોતાને પુરુષાર્થ કરવાનો ઘણો બાકી છે તેવી અંદર ખટક રાખે. મુનિઓ પણ વીતરાગ કેમ થાઉં? એવી ભાવનાપૂર્વક પંચ ૫૨મેષ્ઠીઓના ગુણો ઉ૫૨ દૃષ્ટિ મૂકીને આગળ જાય છે. સાધક મુનિરાજ જેઓ સાધના કરી પૂર્ણ થયા તેની ભક્તિ કરી અને પોતાના પુરુષાર્થની દોરી પોતાના શુદ્ધાત્મા તરફ જોડી આગળ જાય છે. માટે કરવાનું આ જ છે. કરવાનું એક-શુદ્ધાત્મામાં જવું તે જ છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] આચાર્યદેવ કહે છે કે તને અમે આગળ વધવાનું કહીએ છીએ, તીસરી ભૂમિકામાં જવાનું કહીએ છીએ એટલે અશુભમાં જવાનું કહેતા નથી, પણ તીસરી ભૂમિકા કહીને આગળ વધવાનું કહીએ છીએ. તીસરી ભૂમિકામાં-નિર્વિકલ્પ દશામાં-ઠરી જવાતું ન હોય અને ઉપયોગ બહાર આવે તો શુભભાવો-પંચ પરમેષ્ઠી ભગવંતોની ભક્તિ, ગુણગ્રાહીપણું તે બધું આવે છે અને પોતાના દોષ જોવા તરફ દષ્ટિ (લક્ષ) જાય છે. તેથી પોતાના પુરુષાર્થની દોરી વધારીને આગળ જાય છે. પોતે દ્રવ્ય પૂર્ણ હોવા છતાં પર્યાયમાં અધૂરાશ છે એવો તેને ખ્યાલ રહે છે. તે કારણે પુરુષાર્થની ગતિ વિશેષ લીનતા તરફ જોડે છે અને આનંદની અનુભૂતિની દશા તથા ચારિત્રની દશાની વિશેષ વૃદ્ધિ કરે છે. ૩૩૪. પ્રશ્ન:- અજ્ઞાની કરતાં જ્ઞાની ગુરુનો વિનય વધારે કરે અને તેમના પ્રત્યે ભક્તિ ઊછળતાં કહે કે “આપ મારે માટે અનંતા તીર્થકરોથી પણ અધિક છો ” છતાં શું તેમને એકત્વબુદ્ધિ થતી નથી ? સમાધાન- જ્ઞાની એમ કહે કે, અહીં આપ જન્મ્યા ન હોત તો અમારા જેવા પામરનું શું થાત? એમ જ્ઞાની વધારે વિનય કરે. કારણ કે અંતરમાં પોતાને જે સ્વભાવ પ્રગટયો છે તે સ્વભાવની તેને એટલી બધી મહિમા છે કે તે સ્વભાવ જેણે પ્રગટ કર્યો અને સમજાવ્યો તેના ઉપર પણ તેને મહિમા આવે છે. જે શુભભાવ છે તેની સાથે અંતરમાં ભેદજ્ઞાન વર્તે છે, છતાં સાથે શુભભાવમાં તેને ઉછાળો આવે છે. મારી પરિણતિ પ્રગટ કરવામાં ગુરુદેવનો ઉપદેશ નિમિત્ત છે એમ જ્ઞાનમાં હોવાથી તેમના ઉપર ભક્તિનો ઉછાળો આવે છે અને બીજા કરતાં તેને વધારે ઉત્સાહ અને ભક્તિ આવે છે. બહારથી કોઈને એમ લાગે કે જાણે એકત્વબુદ્ધિથી બધું કરે છે. પણ શુભભાવથી તેને ભેદજ્ઞાન વર્તતું હોય છે. શુભભાવનો જે તેને ઉછાળો આવે છે તે જુદી જાતનો આવે છે. ૩૩૫. પ્રશ્ન- જ્ઞાનીને શુભભાવ આવે છે અને તે જ કાળે ભેદજ્ઞાન વર્તે છે એ કેવું? સમાધાન- જ્ઞાનીને ભેદજ્ઞાન વર્તે છે અને તે ભાવમાં ઉછાળો આવતાં એમ બોલે કે ગુરુદેવે જ બધું આપ્યું છે. અને એ ખોટું પણ બોલતો નથી, એવા ભાવ સહજ આવે છે અને તે જ કાળે તે ભાવની સાથે ભેદજ્ઞાન છે, બંને સાથે છે. તે ભાવથી અંદરથી જુદા રહેવા છતાં બીજા (અજ્ઞાની) કરતાં દેવ-ગુરુ પ્રત્યે ખૂબ ભક્તિ આવે છે. ભેદજ્ઞાન અને સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિને મેળ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૮૮ ] [ સ્વાનુભૂતિદર્શન જેટલા સાધકનાં અને પૂર્ણતાનાં બાહ્ય સાધનો હોય તે બધાં ઉપ૨ ઉલ્લાસ આવે છે; છતાં તે જ ક્ષણે ભેદજ્ઞાન વર્તે છે. જ્ઞાયકની અને શુભભાવની બંને પરિણિત જુદું જુદું કામ કરે છે. ૩૩૬. પ્રશ્ન:- વચનામૃતમાં ઘણી વખત “ઊંડી જિજ્ઞાસા ” ની વાત આવે છે. તો તે ઊંડી જિજ્ઞાસા કેવા પ્રકારની હશે ? અને તે અમને કેમ પ્રગટ થતી નથી ? સમાધાનઃ- જેને ઊંડી જિજ્ઞાસા થાય તેને કયાંય ચેન પડે નહિ, તેની પરિણતિ અંદરમાં ગયે જ છૂટકો થાય. આવી અંતરમાંથી ઉગ્ર પરિણતિ પ્રગટ થાય અને તે સળંગ ધારાવાહી રહે તો સમકિત પ્રગટ થાય. આવી ઊંડી જિજ્ઞાસા પ્રગટ થતાં કોઈને એક અંતર્મુહૂર્તમાં સમ્યગ્દર્શન થાય તે વાત જુદી છે, બાકી ઘણાને અભ્યાસ કરતાં કરતાં થાય છે. ૩૩૭. પ્રશ્નઃ- શું વેદન એવું થવું જોઈએ કે જેથી અંદર કાર્ય ન થાય ત્યાં સુધી ચેન ન પડે ? સમાધાનઃ- હા, ચેન ન પડે. એવું વેદન અંદ૨થી આવવું જોઈએ. પોતાનો સ્વભાવ ગ્રહણ કરે પણ તે મંદ મંદ રહે અને ઉગ્ર ન થાય ત્યાં સુધી પ્રાપ્ત ન થાય. પણ તેનું વેદન તેને અંત૨માંથી એવું પ્રગટ થાય કે તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચેન જ ન પડે. અંદરથી ઉગ્ર આલંબન અને ઉગ્ર પરિણતિ પોતા તરફ જાય તો પ્રગટયા વગર રહે જ નહિ. આકુળતારૂપે નહિ પણ અંદર વેદન જ એવું થાય કે પિરણિત બહાર ટકવાને બદલે એકત્વબુદ્ધિ તૂટીને અંત૨માં જ્ઞાયક પરિણતિ થાય. એવી ઉગ્રતા થવી જોઈએ. વિશેષ લીનતાની વાત પછી રહી પણ આ એક જ્ઞાયકની પરિણતિ તેને છૂટી થઈને એકદમ પરિણમનરૂપે થાય એવું ઉગ્ર વેદન તેને અંદરથી આવવું જોઈએ. ૩૩૮. પ્રશ્ન:- ઉગ્ર વેદન માટે શું કરવું? સમાધાનઃ- તેનો અભ્યાસ અંતરમાં કર્યા કરે. વારંવાર તેમાં ઉગ્રતા કેમ થાય તેવી ભાવના કરતાં કરતાં પુરુષાર્થ ઉગ્ર થાય તો કાર્ય આવે, પણ અભ્યાસ કરતાં થાકવું નહિ. અભ્યાસ તો કર્યા જ કરવો. તેને છોડવો નહિ. તેની સન્મુખતા તરફનો પ્રયત્ન છોડવો નહિ. ૩૩૯. પ્રશ્ન:- અજ્ઞાનીના અને જ્ઞાનીના ઇન્દ્રિયજ્ઞાનમાં કાંઈ ફેર ખરો? સમાધાનઃ- બહા૨નું જાણવાની અપેક્ષાએ બન્નેનું જ્ઞાન સરખું છે, પણ બંનેની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ [૧૮૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] દિશા જુદી છે. જ્ઞાનીને યથાર્થ જ્ઞાન છે. એટલે તેને ભેદજ્ઞાનપૂર્વક જ્ઞાન થાય છે પણ કયાંય એકત્વ નથી થતું. તેથી જ્ઞાની સ્વની દિશામાં રહીને એટલે કે સ્વને સાથે રાખીને પરને જાણે છે, તે સ્વને છોડતો નથી. આમ તેની દિશા જુદી છે, સ્વ તરફની છે. જ્યારે અજ્ઞાની જાણ બહાર ચાલ્યો ગયો હોય તે રીતે પરને જાણે છે. બહારનું જાણવું કે આ કમાડ છે, આ છે, તે છે, તે જાણવાની અપેક્ષાએ બન્નેનું જ્ઞાન સરખું છે. પણ તેની (જ્ઞાનીની) દિશા જુદી છે. તે જુદી (સ્વની) દિશામાં ઊભો રહીને જાણે છે અને અજ્ઞાની જુદી દિશામાં-પરમાં એકત્વ કરીને જાણે છે. આ રીતે જોવા જોવામાં ફેર છે. જ્ઞાનીને અતીન્દ્રિય જ્ઞાનની પરિણતિ પ્રગટ થઈ છે. એ પૂર્વક અધૂરાશ છે એટલે ઉપયોગ બહાર જાય છે. જાણવામાં એટલો એને ઇન્દ્રિયનો અને મનનો આશ્રય આવે છે અને અજ્ઞાનીને તો એકલું ઇન્દ્રિયજ્ઞાન જ છે, સ્વનું જ્ઞાન નથી. જ્ઞાનીની દિશા જ જુદી છે. પોતે સ્વ તરફ પરિણતિ રાખીને, પર તરફ ઉપયોગ જાય ત્યારે પરથી છૂટો રહીને જાણે છે. આમ જાણવાની આખી દિશા જુદી છે. એટલે એમ પણ કહેવાય કે જ્ઞાનીની બધી પરિણતિ જ્ઞાનરૂપે જ પરિણમે છે અને અજ્ઞાનીને જાણેલું બધું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે-કેમકે તે સ્વને જાણતો નથી ને પરમાં એકત્વ થઈને જાણે છે. જ્ઞાની ઇન્દ્રિયથી મને લાભ થાય, તેના આશ્રયથી હું જાણું છું તેમ માનતો નથી. તે જુદો રહીને જાણે છે, પોતે પોતાના સ્વત: પરિણમનને જુદું રાખીને જાણે છે. ૩૪). પ્રશ્ન:- જ્ઞાનીને ઇન્દ્રિયજ્ઞાન વૃદ્ધિગત થતું દેખાય છે અને અજ્ઞાનીને ઇન્દ્રિયજ્ઞાન વૃદ્ધિગત થતું હોય તેવું દેખાતું નથી ? સમાધાન:- ઇન્દ્રિયજ્ઞાનનું શું પ્રયોજન છે? તે ઇન્દ્રિયજ્ઞાન વૃદ્ધિગત હોય કે ન હોય, અતીન્દ્રિય જ્ઞાનની પરિણતિની વૃદ્ધિ થાય તે વૃદ્ધિ છે. સાધનાની વૃદ્ધિમાં તે જ વૃદ્ધિ છે. બહારનું ઇન્દ્રિયજ્ઞાન વૃદ્ધિગત દેખાય છે તે તો બધું બહારથી જોવાનું છે, તેની વૃદ્ધિ થાય તેનો કોઈ અર્થ નથી. અંદરની અતીન્દ્રિય જ્ઞાનની પરિણતિ વધતી જાય, સ્વાનુભૂતિ-ભેદજ્ઞાનની ધારા અંદરમાંથી વધતી જાય તે ખરી વૃદ્ધિ છે, બહારની વૃદ્ધિ તે વૃદ્ધિ નથી. બહારમાં વધતું દેખાય કે ન દેખાય તે જોવાનું જ નથી; બહારથી આટલું સાંભળ્યું, આટલું વાંચ્યું, આટલું ધાર્યું એમ તેનાથી કાંઈ પરીક્ષા થતી નથી. બહારથી વૃદ્ધિ તો અજ્ઞાનીને પણ દેખાય, પણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૯૦ ] [ સ્વાનુભૂતિદર્શન અંતરની પિરણિત વધે તે ખરી વૃદ્ધિ છે. બહારની વૃદ્ધિ તે વૃદ્ધિ નથી. અંતરની પરિણતિની વૃદ્ધિ થાય તે ખરી વૃદ્ધિ છે. ઇન્દ્રિયજ્ઞાન વધે તેનું કાંઈ મહત્ત્વ નથી. તેનું મહત્ત્વ ગણવું પણ નહિ. તે પરીક્ષાનો સ૨વાળો પણ નથી. અંતરની પરિણતિ શું કામ કરે છે તે જોવાનું છે. અંતર શ્રદ્ધા-જ્ઞાન-લીનતા તે બધી પિરણિત શું કામ કરે છે તે જોવાનું છે. મુમુક્ષુઃ- લોકોને બહારનું વિસ્મય થાય છે ને ધર્માત્માને અંતરનું વિસ્મય થાય છે. બહેનશ્રી:- અંતર-પરિણતિ જ ખરી છે. મુક્તિનો માર્ગ બધો અંતરમાં છે. અનાદિકાળથી બહાર જોવાની દૃષ્ટિ છે એટલે બહાર જોવે છે, પણ બહારનું વિસ્મય લાગે તેનાથી ખરી પરીક્ષા થતી નથી. ભગવાન સમવસરણમાં બિરાજમાન હોય તેમને જોઈને કહે કે આપની શોભા અદ્દભુત છે. આમ ભક્તિમાં બધું આવે. પણ અંતર જોવાની દૃષ્ટિ અંત૨માં છે. ભક્તિમાં વાણીની મહિમા કરે, શરીરની મહિમા કરે તેમ જ ગુરુદેવનો પ્રભાવનાનો યોગ કેવો! ગુરુદેવની મુદ્રા કેવી! તેઓ તીર્થંકરનું દ્રવ્ય છે વગેરે બધું ભક્તિથી કહે, પણ અંતરમાં પરીક્ષા કરીને કહે તે વાત જુદી છે. ૩૪૧. પ્રશ્નઃ- કહેવામાં આવે છે કે તું જ્ઞાન-લક્ષણને શોધી કાઢ. પણ અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિયજ્ઞાન જ છે, તો કેવી રીતે શોધવું? સમાધાનઃ- દષ્ટિ તેને અંતરમાં મૂકવી પડે છે. ઇન્દ્રિયજ્ઞાન ભલે હોય, પણ પોતે છે ને! પોતાનો કાંઈ નાશ થયો નથી ને ઇન્દ્રિયજ્ઞાન કાંઈ અંદર પ્રવેશી ગયું નથી. પોતે માન્યતા કરી છે, પણ પોતાના જ્ઞાનમાં પદ્રવ્ય પ્રવેશી નથી ગયું ને પોતાનું અસ્તિત્વ કાંઈ નાશ નથી થયું. માટે તારી પરિણતિને અંદર વાળીને તું પોતે કોણ છો તે ગોતી કાઢ. વચ્ચે મન અને ઇન્દ્રિય આવે છે તેને ગૌણ કરીને અને તારા જ્ઞાનને મુખ્ય કરીને તું જ્ઞાન-લક્ષણથી આખા જ્ઞાયકને ઓળખી લે. તું ઇન્દ્રિયને સાથે રાખે છે એટલે ઇન્દ્રિયથી જણાયું, આનાથી જણાયું એમ તને થાય છે; પણ તને તારા જ્ઞાનથી જણાય છે. તે જ્ઞાન-લક્ષણથી તારે અંદર જોવાનું છે. ઇન્દ્રિય સાથે હોય છે એટલે એમ કહેવાય કે ઇન્દ્રિયજ્ઞાનથી જાણ્યું, પણ તું અંદર દૃષ્ટિ કર ને! તું પોતે જ છો, તું કાંઈ ખોવાઈ ગયો નથી. પોતે જ પોતાનું સાધન છે. બીજું સાધન શું હોય? પોતાનો કાંઈ નાશ થયો નથી. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૧૯૧ મુમુક્ષુઃ- પોતાની સત્તા કેમ સ્વીકારતો નથી ? બહેનશ્રી:- તું પોતે તારાથી જોવાનું કાર્ય કરી રહ્યો છે, પણ તને જોતો નથી એટલે તને એમ થાય છે કે મારે ઇન્દ્રિયથી-આખથી જોવાનું રહ્યું, મનથી વિચારવાનું રહ્યું, બીજું કાંઈ જોવાનું સાધન ન રહ્યું પણ તું પોતે જ છો. (એ તારા ક્ષયોપશમજ્ઞાનથી જણાય છે.) તે ઇન્દ્રિય તને કયાં જણાવે છે? તું તારા જ્ઞાનને તારા તરફ વાળ, તું પોતે જ તને જણાઈશ. આનાથી જણાય, ઇન્દ્રિયથી જણાય, એમ શા માટે લક્ષ કરવું? તારું અસ્તિત્વ છે અને તું શોધી લે. જ્ઞાન લક્ષણથી શાયકને ગોતી લે, તેમાં બધાં બહારના આલંબનના સાધનો ગૌણ થઈ જાય છે. તે હોય છે, પણ તું પોતાને મુખ્ય કરી લે. સાધનને ગૌણ કરવાં તે તારા હાથની વાત છે. તું નિરાલંબન જ છો, તેનો નાશ થયો નથી. તું તને મુખ્ય કરીને તેના તરફ જા તો તું પોતે જ છો. પુરુષાર્થ કર તો તું પોતે જ છો. તું તને મુખ્ય કરી લે કે હું જ્ઞાયક જ છું, હું પોતે જ જાણનાર છું, મારો કાંઈ નાશ થયો નથી. આ રીતે જ્ઞાન-લક્ષણને મુખ્ય કરી શાયકને તું ઓળખી લે, એટલે બહારનાં આલંબનો ગૌણ થઈ જશે. તું તારું આલંબન લઈ લે. જ્યારે પણ પ્રયત્ન કર ત્યારે બાહ્ય આલંબનને ગૌણ કરવાનાં જ છે, અને તે તારે જ કરવાનું છે. તે પ્રયત્ન વિના પહેલેથી થયેલું હોતું નથી. જ્યારે કર ત્યારે તારે જ ગૌણ કરવાના છે અને તારે જ મુખ્ય થવાનું છે. માટે તું તને મુખ્ય કરીને અને તે બાહ્ય આલંબનને ગૌણ કરીને–ઢીલું પાડીને-તું તને પોતાને શોધી લે. પહેલાં બીજું આલંબન લઈને કરવું પડશે એવું નથી. તું પોતે જ છો. જ્યારે કર ત્યારે તારાથી જ કરવાનું છે. જ્ઞાનલક્ષણને મુખ્ય તારે પોતાને જ કરવાનું છે. તેને મુખ્ય કરી તારા જ્ઞાયકને તું ઓળખી લે. અન્ય આલંબનને મુખ્ય શું કામ કરે છે? તે આલંબન કર્યાં જાણે છે? જાણનારો તો તું છો. આલંબન વચ્ચે આવે છે, પણ તે મન કે આંખ કયાં જાણે છે? તેથી તેની મહત્તા કરીને આલંબનને શા માટે મુખ્ય કરે છે? અને બહાર જાય છે? માટે તું તારા તરફ વળી જા અને દ્રવ્યને શોધી લે. જે પોતાને ગોતવાનો છે તે પોતે હાજર જ છે. પોતે હાજર છે, અને પોતાને જ ગોતવાનો છે. એમાં આલંબન કયાં તને રોકે છે? તું પોતે રોકાયેલો Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [સ્વાનુભૂતિદર્શન ૧૯૨ ] છો. છૂટો પડીને અંદર જા. અંદર તે રૂપે પરિણમી જતાં નિરાલંબન થઈશ. જે કોઈ નિરાલંબન થયા છે તે બધું ગૌણ કરીને થયા છે. પલટો કરવો તે તારા હાથની વાત છે. જ્ઞાનને પકડવાનો પ્રયત્ન કરવાનો છે. તું પોતે તારાથી જાણી રહ્યો છે, તે જ્ઞાનને સ્વ તરફ વાળી દે. આવે છે ને ? કેઃ “આલંબન સાધન જે ત્યાગે, ૫૨ પરિણતિને ભાગે રે, અક્ષય દર્શન-જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. 99 આલંબન ત્યાગી નિરાલંબન થવું તે પોતાના હાથની વાત છે. સંસારમાં બધાંને પડતા મૂકી દે છે અને પોતાનું ધાર્યું કરે છે ને! ત્યાં પોતાનું ધાર્યું કરે છે. જોકે તે તો બધું ઉદય આધીન છે, તો પણ એવો નિર્ણય કરે છે. પોતે નિશ્ચય કરે કે મારે આમ જ કરવું છે, તો પોતે બીજાનું આલંબન છોડી દે છે. પણ અહીંયાં અજ્ઞાની આલંબનને છોડતો નથી ને આલંબન-આલંબન કર્યા કરે છે. દેવ-શાસ્ત્ર-ગુરુએ બતાવ્યું તે પ્રમાણે કરવું. તેમણે કહ્યું કે તું નિરાલંબન છો. તું નિરાલંબન થા. તારે જ નિરાલંબન થવાનું છે. ૩૪૨. પ્રશ્નઃ- આત્માને પ્રાપ્ત કરવા કેવી જાતની ઉગ્રતા જોઈએ ? સમાધાનઃ- સ્વરૂપ ગ્રહણની ઉગ્રતા જોઈએ. કયાંય ચેન ન પડે, વિકલ્પની જાળમાં પણ ચેન ન પડે, કયાંય સુખ લાગે નહિ–એટલી અંતરમાં ઉગ્રતા હોવી જોઈએ. મને આ ભાવમાં બહુ આનંદ આવે છે, બહુ રસ પડે છે, તેવું થાય તે બધો વિકલ્પ જ છે, વિકલ્પનો જ આનંદ છે. આનંદ તો ચૈતન્યદ્રવ્યના અસ્તિત્વમાંથી આવવો જોઈએ, તે સહજ આનંદ છે. જ્યાં બધા વિકલ્પ છૂટી જાય છે ત્યાં સહજ આનંદ પ્રગટે છે. જે અંતરમાંથી છૂટો પડી જાય છે તેને સહજ આનંદ આવે છે, તેને કોઈ કૃત્રિમતા આવતી નથી કે મને બહુ આનંદ આવ્યો. તેમ જ આનંદ ઉપર પણ તેની દષ્ટ હોતી નથી. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે, તેને સહજ આનંદ અંતરમાંથી પ્રગટે છે. વિકલ્પ કરીને આનંદ વેઠવો પડતો નથી. વિકલ્પની દિશા તે દિશા આખી પલટીને વિકલ્પથી છૂટો પડે તો સમ્યગ્દર્શન પ્રગટે છે. ક્ષણે ક્ષણે વિકલ્પથી જુદો છું એવું ભેદજ્ઞાન પહેલાં થવું જોઈએ. જ્ઞાયકની ધારા પહેલાં થાય તો નિર્વિકલ્પ દશા આવે. ૩૪૩. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] પ્રશ્ન- દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મ એ ત્રણેથી એક સાથે જુદો પડે ? સમાધાન- અંતરમાં વિભાવ સાથે જ્યાં એકત્વબુદ્ધિ છે ત્યાં બધા પરપદાર્થ સાથે પણ એકત્વબુદ્ધિ છે. આમ સ્થૂલ રીતે બધાથી એકત્વ માનતો નથી, પણ એક પણ પરપદાર્થ કે વિભાવ સાથે જેને એકત્વબુદ્ધિ છે તેને બધા સાથે એકત્વબુદ્ધિ છે જ, તે જુદો પડ્યો નથી. દ્રવ્યકર્મના નિમિત્તે ભાવકર્મરૂપે પોતે પરિણમે છે, પણ તે પોતાનો સ્વભાવ નથી. દ્રવ્યદૃષ્ટિથી જોવે તો વિભાવ પણ પોતાથી જુદો છે. છતાં તેની સાથે જેને એકત્વબુદ્ધિ છે તે પર તરફ દૃષ્ટિ કરીને ઊભો છે. કોઈને એમ લાગે કે હું બધાથી જુદો પડ્યો છું. અને માત્ર વિભાવ સાથે એકત્વબુદ્ધિ છે, એટલું જ બાકી રહ્યું છે. પણ જો તે એક વિભાવમાં પણ એકત્વબુદ્ધિ કરી રહ્યો છે તો તેને બધા સાથે એકત્વબુદ્ધિ ઊભી જ છે. અને જ્યારે વિભાવથી છૂટે છે ત્યારે બધાથી છૂટી જાય છે. ૩૪૪. પ્રશ્ન:- આપનું કહેવું છે કે વિભાવભાવમાં દષ્ટિ છે ત્યાં સુધી પરમાં જ દષ્ટિ રહેલી છે ? સમાધાન- હા, પર તરફ દષ્ટિ રહેલી છે, તેની દૃષ્ટિની દિશા જ પર તરફ છે. દષ્ટિની દિશા સ્વ તરફ આવી જ નથી; અને ગ્રહણ કર્યું જ નથી, તેણે દૃષ્ટિની દિશા બદલાવી નથી. અને દૃષ્ટિની દિશા જો પર તરફ છે તો તેમાં બધા પર આવી જાય છે. ૩૪૫. પ્રશ્ન- પરપદાર્થ મારા નથી એમ વિચારીને નક્કી તો કર્યું છે. છતાં તેને પરપદાર્થથી સાચું ભેદજ્ઞાન કેમ થતું નથી ? સમાધાન - આ બધાં ઘર-મકાન-કુટુંબ આદિ મારાં નથી. એવો વૈરાગ્ય તો જીવે ઘણીવાર કર્યો છે તથા શરીર આદિ બધા પરપદાર્થ મારા નથી, તે પર છે એમ પણ વિચાર કર્યો છે તે વિચાર કરીને જુદો પડે છે, પણ તેની પરિણતિ પર સાથે એકત્વ થઈ રહી છે ત્યાં સુધી એકત્વબુદ્ધિ ઊભી જ છે, અને વિકલ્પ સાથે એકત્વબુદ્ધિ છે તો બધા સાથે પણ એકત્વબુદ્ધિ છે. તેને શરીરમાં કાંઈ થાય તો તે વિચાર કરે કે શરીરથી હું જુદો છું, જુદો છું. પણ સહજ ભેદજ્ઞાન રહેવું જોઈએ તે રહેતું નથી. માટે વિચારથી જુદો પડે છે, પણ વાસ્તવિક ભેદજ્ઞાનની પરિણતિ તેને નથી. ૩૪૬. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪] [સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- આત્મા અનંત શક્તિઓનો પિંડ છે, પણ હજુ જ્ઞાનગુણ ખ્યાલમાં આવતો નથી, તો આ પરિસ્થિતિમાં કામ કેમ થશે ? સમાધાનઃ- આત્મામાં અનંત શક્તિ છે. જ્ઞાનગુણ લક્ષમાં નથી આવતો કારણ કે પોતે યથાર્થ રીતે જોતો નથી. પોતે પોતાને ગ્રહણ કરી શકે તેમ છે. પોતાને ગ્રહણ કરવાની અનંતી શક્તિ તેનામાં છે, પણ પોતાને ગ્રહણ નહિ થવાનું કારણ, દષ્ટિ અને ઉપયોગ પર તરફ છે. જે પોતે પોતાને ગ્રહણ કરે, પોતે પોતામાં પરિણમે તો પોતે પોતારૂપ થઈ જાય. પહેલાં તે અંશે થાય, પછી પૂર્ણ થાય. એવું અનંતુ બળ તેનામાં છે. આત્મામાં અનંતા ગુણો છે તે એક ચૈતન્યને જ્યાં ગ્રહણ કર્યો ત્યાં, બધા સ્વભાવરૂપે પરિણમવા લાગે છે, દરેક ગુણ પોતા તરફ પરિણમે છે. ૩૪૭. પ્રશ્ન- શું તેને ભરોસો એમ આવે કે આ મારી ચીજના આધારે મને કાયમ શાંતિ-સંતોષ-નિરાંત અનુભવાશે ? ત્યાંથી કોઈવાર પાછું નહિ ફરવું પડે એવી પ્રતીતિ શું આવી શકે ? સમાધાન - હા, એવી પ્રતીતિ આવવી જોઈએ કે આ જ્ઞાયક જ સત્યાર્થરૂપ છે, કલ્યાણરૂપ છે અને અનુભવવા યોગ્ય છે, તેમાંથી જ તૃપ્તિ અને આનંદ આવશે. સમયસારમાં આવે છે ને કે - આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને ! આનાથી બન તું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ થશે.” જેમાંથી તૃપ્તિ થશે, જેમાંથી બહાર આવવાનું મન નહિ થાય એવા તૃપ્તસ્વરૂપ, સંતોષસ્વરૂપ આત્માને ગ્રહણ કર. તું ગોતે છે બધું બહાર, પણ અંદરમાંથી બધું પ્રગટ થશે. તારે આનંદ કે જ્ઞાન માટે બહાર ફાંફાં નહિ મારવા પડે, અંતરદષ્ટિ થતાં જ્ઞાન-આનંદ તેની મેળાએ સ્વયં પરિણમશે. જેમાં કોઈ થાક નથી, કષ્ટ નથી, એવો આત્મા પ્રગટરૂપે સહજ પરિણમશે. પણ શરૂઆતની ભૂમિકામાં પલટો ખાવામાં મુશ્કેલી પડે છે અને કઠણ લાગે છે. ૩૪૮. પ્રશ્ન:- પહેલાં પરને આધારે મારું જીવન છે એમ ભાસતું હતું. સ્વભાવ સમજ્યા પછી મારું જીવન મારે આધારે છે એમ લાગે ખરું? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] [ ૧૯૫ સમાધાનઃ- કોઈના આધારે હું નથી. હું પરથી ટકું છું કે પરથી મારું જીવન છે એમ નથી; પરંતુ સ્વયં મારા અસ્તિત્વથી હું ટકેલો છું, હું સ્વયં જ્ઞાયક એક પદાર્થ છું. કોઈ અન્ય પદાર્થથી ( સાધનોથી) ટકું એવું મારું તત્ત્વ નથી. મારે કોઈ ૫૨૫દાર્થના આશ્રયની જરૂર નથી. આવું સ્વરૂપ હોવા છતાં પોતે એકત્વબુદ્ધિ કરીને અટકી ગયો છે. સ્વતઃસિદ્ધ સ્વભાવ તેને કહેવાય કે જેને પરના આશ્રયની જરૂર પડે નહિ. જે સ્વત:સિદ્ધ સ્વભાવ હોય તે સ્વયં પરિણમે અને તે સ્વભાવ અમર્યાદિત હોય છે. તેથી જ્ઞાન-આનંદ આદિ અનંતા ગુણોનો જે સ્વભાવ છે તેને મર્યાદા નથી, અનંત જ છે. આવા સ્વભાવની મહિમા આવે તો તે પોતા તરફ જાય છે. બહારથી ને વિભાવની પરિણતિથી-વિકલ્પની ઘટમાળથી-તેને થાક લાગે તો પોતાના ચૈતન્યનો આશ્રય ગ્રહણ કરે. જો તે બહારથી થાકતો નથી તો પોતાનો આશ્રય લેવો કઠણ પડે છે. તેને થાક લાગે કે આ વિભાવ પરિણતિ તો કૃત્રિમ છે, સહજ નથી, તેમ જ કષ્ટરૂપ છે, દુઃખરૂપ છે તો પોતાના સહજ સ્વભાવનો આશ્રય ગ્રહણ કરવાની અંદરથી જિજ્ઞાસા-ભાવના થયા વગર રહેતી નથી. ૩૪૯. પ્રશ્ન:- પૂજય ગુરુદેવે એવું વસ્તુનું સ્વરૂપ કહ્યું છે કે વિભાવમાં ઊભા રહેવાનું મન ન થાય અને આ બાજુ ભગવાન આત્મા બિરાજે છે તેનું આકર્ષણ-ખેંચાણ રહ્યા જ કરે. એમાં આપને શું કહેવું છે? સમાધાનઃ- આલોચનાના પાઠમાં આવે છે કે મારા ગુરુએ મારા હૃદયમાં ઉપદેશની એવી જમાવટ કરી છે કે તેની આગળ આ પૃથ્વીનું રાજ્ય તો શું, ત્રણ લોકનું રાજ્ય પણ મને ઈષ્ટ નથી. તેમ આપણા ગુરુદેવે ઉપદેશની એવી જમાવટ કરી છે કે બીજે કયાંય રુચિ લાગે નહિ. ગુરુદેવે જે ઉપદેશની જમાવટ વર્ષો સુધી કરી તેને જો પોતે ગ્રહણ કરી હોય તો કોઈ જગ્યાએ ચિત્ત ચોંટે નહિ. ગુરુદેવનો વર્ષો સુધી ઉપદેશ મહાભાગ્ય હોય તો મળે. આવા કાળમાં, આવા ગુરુ મળવા અને વર્ષો સુધી ઉપદેશ મળવો તે મહાભાગ્યની વાત છે. કોઈ ઊંડેથી સમજે કે ન સમજે, પણ વાણીમાં દરેકને અપૂર્વતા લાગતી કે બધાથી કાંઈક જુદું કહી રહ્યા છે. ૩૫૦. પ્રશ્નઃ- વચનામૃતમાં આવે છે કે સ્વભાવની વાત સાંભળતાં હૃદયમાં સોંસરવટ થા લાગે, તો એમાં શું કહેવું છે ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૯૬ ] [ સ્વાનુભૂતિદર્શન સમાધાનઃ- આ જુદી જ જાતનું કહે છે. ને હું તો આ વિભાવ સાથે એકત્વ થઈ રહ્યો છું–એમ અંદરથી સ્વરૂપ તરફ જવાનો કોઈ જુદો જ ઘા લાગે અને તે સોંસરવટ લાગી જાય. અત્યાર સુધી આ પરિભ્રમણ કર્યું અને આમાં જ ઊભો છું- એમ ઘા વાગે ને પોતા તરફ જવા માટે પુરુષાર્થ અંદરથી ઊપડી જાય. ગુરુદેવની વાણીનું પ્રબળ નિમિત્ત હતું. વાણી સાંભળતાં અપૂર્વતા લાગે તો ભેદજ્ઞાન થઈ જાય એવો ઘા વાગે, અંદરથી પોતે જુદો પડી જાય. જેનું ઉપાદાન તૈયાર થાય તેને ભેદજ્ઞાન થયા વિના રહે નહિ, તેવું તેમનું નિમિત્ત હતું. ૩૫૧. પ્રશ્ન:- કષાયની મંદતા થાય ત્યાં શાંતિ વેદાઈ જાય છે. તથા પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખ-શાંતિ દેખાય છે. આત્મામાં સુખ છે તે લાગતું નથી. તો આગળ કેવી રીતે જવાય? સમાધાનઃ- સુખ બહારમાં કયાંય નથી, પણ એક આત્મામાં છે. એટલી પોતાને અંદરમાં દઢતા અને પ્રતીતિ આવે તો પરિણિત પોતા તરફ વળે. જ્ઞાયકની મહિમા આવે અને આત્મામાં જ સુખ છે, બીજે કયાંય સુખ નથી, એટલું અંદરથી પ્રતીતિનું બળ આવે તો જ પુરુષાર્થ પોતા તરફ વળે છે. અનાદિનો તેને અભ્યાસ છે, તેથી બહા૨માં શાંતિ લાગે છે અને કયાંક કયાંક રોકાઈ જાય છે. કાંઈ ન હોય-વિકલ્પ પણ ન હોય-ને એકલું ચૈતન્યનું અસ્તિત્વ હોય, તે મારે જોઈએ છે, તેમાં જ બધું ભરેલું છે.-તેવી પ્રતીતિનું બળ અંતરમાંથી આવે તો તે આગળ જાય છે. ૩૫૨. પ્રશ્ન:- બાહ્ય પ્રવૃત્તિમાં અશુભમાંથી શુભમાં જાય ત્યાં એવો રોકાઈ જાય છે કે આત્માને ગ્રહણ કરવાનું બાજુમાં રહી જાય છે. તે કદાચ પુરુષાર્થ કરે તો બે-ચાર દિવસ ચાલે, પછી છૂટી જાય છે. તો શું કરવું ? સમાધાનઃ- અનાદિનો વિભાવનો પ્રવાહ ચાલે છે. એટલે પોતાની તરફ પરિણતિનો પલટો કરવો તે બહુ મુશ્કેલ પડે છે. ને મંદ કષાયમાં એમ ને એમ ચાલ્યો જાય છે. પરિણતિનો પલટો કરવા માટે તીખો પુરુષાર્થ કરે તો થાય. બાકી જેને થાય તેને અંતર્મુહૂર્તમાં થાય, પણ મોટે ભાગે પ્રયત્ન કરી કરીને થાય. વારંવાર પુરુષાર્થ કર્યા કરે, તેને છોડે નહિ, થાક લાગે નહિ, તો તેમાં કોઈ વા૨ તીખો પુરુષાર્થ થવાનો પ્રસંગ બનતાં પ્રાપ્તિ થાય. ૩૫૩. પ્રશ્ન:- બેનશ્રી ! અમે નિર્વિકલ્પ થઈને ધ્યાન ધરીએ તો કોનું ધ્યાન કરવાનું ? સમાધાનઃ-નિર્વિકલ્પ સ્વરૂપ જ આત્મા છે. તેની પ્રતીતિ પહેલાં કરવી અને Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ [૧૯૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] હું વિકલ્પથી જુદો છું એવું ભેદજ્ઞાન કરે તો નિર્વિકલ્પ થવાય. હું જ્ઞાયક છું એમ પોતે પોતાને ઓળખે તો નિર્વિકલ્પ થવાય. પહેલાં સાચું જ્ઞાન કરે પછી સાચું ધ્યાન થાય. મારા દ્રવ્ય-ગુણ-પર્યાય ને બીજાના દ્રવ્ય-ગુણ-પર્યાય જુદાં છે. એમ પોતાને ઓળખે; સાચી પ્રતીતિ-જ્ઞાન કરે તો નિર્વિકલ્પ થવાય. ૩૫૪. પ્રશ્ન- મગજમાંથી બધા વિચારો કાઢી નાખીએ ને ધ્યાન ધરીએ કે હું આત્મા અખંડ છું, તો ધ્યાન થાય? સમાધાનઃ- બધા વિચાર કાઢી નાખીએ એમ મનમાં વિચાર આવે, પણ અંતરમાંથી છૂટવા મુશ્કેલ પડે છે. પ્રથમ હું જ્ઞાયક છું એવું પોતાનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ. પોતાની જ્ઞાયકતા અંદરથી ભાસવી જોઈએ. આ રહ્યો ચૈતન્ય આત્મા, આ રહ્યો છું એમ લાગવું જોઈએ. જેમ શરીર હું છું એમ લાગે છે તેમ હું આત્મા છું એમ લાગવું જોઈએ. આમ જ્ઞાયકની સાચી પ્રતીતિ અને જ્ઞાન થાય પછી વિકલ્પ છૂટે છે. શરૂઆતમાં અપ્રશસ્ત વિકલ્પ છોડીને જિનેન્દ્રદેવના, શાસ્ત્રના, ગુરુના તેમ જ હું આત્મા જ્ઞાયક છું, હું શરીર નથી, હું વિભાવ નથી એવા વિચારો આવે છે. તે વિચારો છૂટે કયારે? કે અંતર જ્ઞાયકમાં લીન થાય ત્યારે છૂટે. પહેલાંથી વિચાર છોડવા જાય તો અંદરમાં એક જાતની શૂન્યતા જેવું થઈ જાય, પહેલાંથી વિચાર છૂટે નહિ, સાચું જ્ઞાન થાય તો સારું ધ્યાન થાય. પહેલાં વિકલ્પ છૂટયા ન હોય, પણ અંદર છૂટી ગયા જેવું લાગે. વિકલ્પ અંદર પડ્યા હોય તેને પોતે ભલે ફેરવી નાખે, પણ પહેલાં વિકલ્પ છૂટવા મુશ્કેલ પડે છે. (છૂટી શકતા નથી) પહેલાં સાચું જ્ઞાન કરવું. હું ચૈતન્ય જુદો છું ને આ બધું જુદું છે એવું અંતરમાં ભેદજ્ઞાન કરે. આ બધું જુદું જ છે એમ નક્કી કર્યા પછી તેનું કાર્ય થવું જોઈએ. દરેક કાર્યમાં હું જુદો છું, જુદો છું એમ ક્ષણે ક્ષણે લાગવું જોઈએ. ખાતાં, પીતાં, બોલતાં, હરતાં-ફરતાં કે કોઈ પણ કાર્યમાં પોતે જુદો જ લાગે તો વિકલ્પ છૂટી નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય. પણ દરેક વખતે પોતે જુદો લાગવો જોઈએ. પહેલાં ભેદજ્ઞાનનો અભ્યાસ કરે તો સ્વાનુભૂતિ થાય. ૩૫૫. પ્રશ્ન- પૂજ્ય ગુર્દેવનું ટેપરેકોર્ડેડ પ્રવચન સાંભળતાં તથા આત્મધર્મ વાંચીએ ત્યારે ઊંડાણથી એમ થાય છે કે આત્મા પ્રાપ્ત કરી લેવો જ છે પણ પછી પ્રયત્ન ચાલતો નથી ! સમાધાન:- આત્મા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયાસ કર્યા કરવો. થાકવું નહિ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૯૮ ] [ સ્વાનુભૂતિદર્શન વાંચવું, વિચારવું, મહિમા કરવી ને વારંવાર તેનો અભ્યાસ કરવો કે હું ચૈતન્ય જુદો છું. જેમ ભગવાનના મંદિરનાં બારણાં ન ખૂલે ત્યાં સુધી ભગવાનના મંદિરે ટહેલ મારે ને ટહેલ મારવી ન છોડે. તો ભગવાનના મંદિરનાં બારણાં ખૂલતાં દર્શન થાય છે તેમ હું ચૈતન્ય છું, બીજું કાંઈ હું નથી, એમ વારંવાર અભ્યાસ કરે તો જરૂર આત્માનાં દર્શન થાય. જ્યાં સુધી આત્માનાં દર્શન ન થાય ત્યાં સુધી ઉતાવળ કે આકુળતા ન કરે પણ તેની મહિમા કરે. ૩૫૬. પ્રશ્ન:- કેટલાક ત્રણ દિવસમાં આત્મા આપવાની વાત કરે છે, તો તે શું હશે ? સમાધાનઃ- કોઈથી આત્મા દેવાતો નથી, પોતે જ પુરુષાર્થ કરે તો પ્રાપ્ત થાય, પોતાને પોતાથી જ આત્મા ગ્રહણ થાય. કોઈની ભૂલ ન રહે એ રીતે ગુરુદેવે માર્ગ ઘણો સ્પષ્ટ કર્યો છે. આવી ભેદજ્ઞાનની વાત કરનારા કોઈ નથી. શરીરથી ને શુભાશુભ વિકલ્પથી આત્મા જુદો છે એવી વાત ગુરુદેવે સ્પષ્ટ કરી. ગુરુદેવે કહ્યું છે કે કયાંય ભૂલ ખાતો નહિ, એક ચૈતન્યને ગ્રહણ કરી લેજે. કાર્ય થોડું થાય તેમાં નુકસાન નથી, પણ ખોટે માર્ગે જઈશ નહિ. “ કરી જો શકે પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો ” અને ન થાય તો ઉતાવળ કરીશ નહિ, થોડા શુભભાવમાં માની લઈશ નહિ કે મને આત્મા પ્રાપ્ત થયો છે. આત્મપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શ્રદ્ધા બરાબર કરજે કે માર્ગ તો આ જ છે. બીજો માર્ગ ગ્રહણ કરીશ નહિ. શ્રીમદે કહ્યું છે ને કે યમ-નિયમ-સંયમ આપ કીયો; પુનિ-ત્યાગ-વિરાગ અથાગ લહ્યો. વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો; દૃઢ આસન પદ્મ, લગાય દીયો. તેં બધું કર્યું, યમ, નિયમ, ધ્યાન, ઉપવાસ, મૌન, હઠયોગ વગેરે કર્યાં પણ કરવાનું કાંઈક જુદું જ બાકી રહી ગયું છે. માટે સદ્ગુરુ બતાવે છે તે માર્ગે તું ચાલજે. તે માર્ગ કોઈક જુદો જ છે. આત્મા પ્રાપ્ત ન થાય તો ભાવના કરવી. હું જુદો છું જુદો છું, ચૈતન્ય છું, આ કોઈ રાગાદિ મારા નથી, હું તો શાશ્વત છું એવી ભાવના રાખજે, પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ [૧૯૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] ઉતાવળ કરીશ નહિ. થોડું ધ્યાન કરીને મને પ્રકાશ દેખાણો તેવા કોઈ માર્ગે તું જઈશ નહિ. જગતમાં ઘણી-ઘણી ભ્રમણાઓ છે. કોઈના દેવાથી સમ્યગ્દર્શન મળે નહિ. સમ્યગ્દર્શન અનંતકાળે થવું દુર્લભ છે, તે કોઈ આપી શકે તેમ બને નહિ. પોતાને અંદરથી લગની લાગે, તે પોતે જ અંદરથી છૂટો પડે અને ભેદજ્ઞાનની ઉગ્રતા થાય તો જ સમ્યગ્દર્શન થાય. તે ન થાય તો તેની અપૂર્વતા અને મહિમા કરજે. મહિમા કરીશ તો નજીક આવી જઈશ, ઉતાવળ કરવાથી તે બીજે કયાંક માની બેસવાથી ઊલટું નુકશાન થશે. ગુરુદેવ પાસેથી બધાએ સાંભળ્યું છે. ગુરુદેવે કોઈ અપૂર્વ કહ્યું છે. સમકિત દુર્લભ છે, પણ પુરુષાર્થ કરે તો સુલભ છે. અને ક્ષણમાં થાય તેવું છે. પુરુષાર્થ કરે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છ મહિનામાં તે પ્રાપ્ત થાય છે. તે ન થાય તો ઉતાવળ ન કરવી, બીજા માર્ગે જવું નહિ, શ્રદ્ધા બરાબર કરવી. ૩૫૭. પ્રશ્ન:- “આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે –આમાં શું કહેવાનું છે ? સમાધાનઃ- જે જ્ઞાનના ભેદ છે તેને ગ્રહણ નહિ કરતાં એક જ્ઞાનમાત્ર જ્ઞાયક છે. તેને ગ્રહણ કરવો. સૂર્યના પ્રકાશના કિરણો જે હીનાધિકતાવાળાં છે તે કાંઈ મૂળ સૂર્ય નથી. તેમ કર્મના નિમિત્તે પાંચ ભેદ-મતિ, ચુત, અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન દેખાય છે પણ તે મૂળ તળ નથી, મૂળ તળ તો જ્ઞાયક છે. તે શાયકને ગ્રહણ કરવો-જ્ઞાનપદને ગ્રહણ કરવું. “આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે” મતિ-શ્રુત આદિ ભેદો છે, પણ તેનું મૂળ શું છે? પ્રકાશનાં કિરણો બધા દેખાય પણ આખો સૂર્ય કયાં છે? તે સૂર્યને ગ્રહણ કરવા જેવો છે. જે કિરણો દેખાય છે તેની પાછળ આખું અસ્તિત્વ શું છે? તેમ આ પાંચ ભેદની પાછળ જે આખી જ્ઞાયકતા ભરેલી છે-ચૈતન્યતા ભરેલી છે-તેને ગ્રહણ કરવાની છે. ૩૫૮. પ્રશ્ન- આપ વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાનું કહો છો તો તે અભ્યાસ કઈ રીતે કરવો ? સમાધાનઃ- પોતાને બહારમાં શરીર પ્રત્યે, વિભાવ પ્રત્યે એકત્વબુદ્ધિ છે, ત્યાંથી, એત્વબુદ્ધિને તોડીને વારંવાર હું ચૈતન્ય છું, જ્ઞાયક છું તેમ થવું જોઈએ. તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૦] [સ્વાનુભૂતિદર્શન વારંવાર કયારે થાય? કે એટલી અંદરની લગની લાગી હોય, જરૂરીયાત લાગી હોય તો થાય. અનાદિની એકત્વબુદ્ધિ છે તેને તોડીને વારંવાર હું ચૈતન્ય છું, ચૈતન્ય છું તેમ શરૂઆતમાં વિકલ્પરૂપે થાય છે. સહજધારા થાય ત્યારે યથાર્થ પરિણમન થાય છે, પણ ત્યાં સુધી ભાવનારૂપે વિકલ્પ હોય છે. બહારમાં કયાંય ચેન ન પડે, એત્વબુદ્ધિ વખતે પણ ચેન ન પડે. તો પોતાને શોધીને પોતાનો આશ્રય ગ્રહણ કરે. તે ન થાય ત્યાં સુધી શ્રુતનું ચિંતવન કરે, દેવ-શાસ્ત્ર-ગુરુમાં ચિત્ત લગાવે, તે વિચાર કરે કે હું ચૈતન્ય છું, ચૈતન્ય છું, પણ તે ભાવનામાં એકસરખું રહી શકાતું નથી, કારણ કે તે ભાવના સહજ નથી. સહજ નથી એટલે વિચાર બીજે-બીજે જાય-શ્રુતના ને દ્રવ્ય-ગુણપર્યાયના ચિંતવનમાં ઊભો રહે. હું જુદો છું, હું જુદો છું, એમ એકના એક વિકલ્પમાં, વિકલ્પવાળો ઉપયોગ છે એટલે ટકી શકતો નથી. તેથી ભાવના એમ રાખે કે હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું, અને વારે-વારે અભ્યાસ પણ કર્યા કરે. ઉપયોગ એકમાં ટકી શકતો નથી તેમ જ એક ને એક વિકલ્પવાળું ચિંતવન લૂખું થઈ જાય છે, માટે શ્રુતના ચિતવનના વિચારમાં રોકાય છે. છતાં કરવાનું તો એક જ છે-ભેદજ્ઞાન કરીને ચૈતન્યને ગ્રહણ કરવાનો છે. વિકલ્પથી મારો સ્વભાવ જુદો છે એમ એક ચૈતન્યને ગ્રહણ કરવાનો છે. ૩પ૯. પ્રશ્ન- તીક્ષ્ણ ઉપયોગ એટલે શું? સમાઘાન - તીક્ષ્ણ એટલે તીખો ઉપયોગ. સ્થૂલ ઉપયોગથી ચૈતન્ય ગ્રહણ થતો નથી, પણ તીક્ષ્ણ ઉપયોગથી આ ચૈતન્ય તે જ હું છું, જ્ઞાયક તે જ હું છું એમ પકડાય છે. બધા વિકલ્પ આવે, પણ તેની વચ્ચે જાણનારો તે જ હું છું એમ તીક્ષ્ણ ઉપયોગ કરીને ચૈતન્યની પ્રતીતિ કરે, તેનો આશ્રય કરે, તેમાં દઢતા કરે તો તે પકડાય. ઉપયોગ તીક્ષ્ણ અને સૂક્ષ્મ કરીને પોતાનો સ્વભાવ પ્રશ્ન કરવાનો છે. ૩EO. પ્રશ્ન- યથાર્થ રુચિનું શું લક્ષણ છે તે સમજાવવા કૃપા કરશોજી. સમાઘાન- યથાર્થ સચિ, તીખી રુચિ, ઉગ્ર રુચિ હોય તો વારંવાર પોતા તરફ પુરુષાર્થ ઊપડે છે. યથાર્થ રુચિ છે કે નહિ તે પોતાને વિચારવાનું છે. રુચિ મંદ થઈ જાય છે, તેમાં ઉગ્રતા થતી નથી એટલે ઉપયોગ બહાર ટકી રહે છે, પુરુષાર્થ બહારમાં જાય છે, અંતરમાં જતો નથી. ૩૬૧. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ [૨૦૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] પ્રશ્ન- જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ વિચાર કરતાં રસ જામતો નથી અને એકાગ્રતા થતી નથી. તો શું કરવું? સમાધાનઃ- એક ને એક વિકલ્પથી રસ ન જામે એટલે બધું વિકલ્પાત્મક થઈ જાય છે. અંદર એવી જાતની લગની હોવી જોઈએ કે હું ચૈતન્ય છું, હૃદયમાં તેને એવી વિરક્તિ થઈ જાય કે આ વિભાવ ભાવ તે હું નથી, તો વિભાવનો રસ તૂટી જાય અને ચૈતન્યનો રસ લાગી જાય. વારંવાર વિકલ્પ કરે તે ગોખવા જેવું થઈ જાય, પણ અંદર રસપૂર્વક હું ચૈતન્ય છું એવી પોતાની મહિમા અને રસ લાગવો જોઈએ. રસ એવો લાગવો જોઈએ કે પછી ત્યાંથી છૂટવું મુશ્કેલ પડે. ૩૬ર. પ્રશ્ન:- આપે તો નાની ઉંમરમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લીધું અને અમને ગુરુનો આટલો ઉપદેશ સાંભળવા છતાં હુજી અંદરમાં કોઈ કાર્ય થતું નથી. તો શું સચિમાં ખામી છે? સમાધાન:- પુરુષાર્થ કરવો તે પોતાના હાથમાં છે. ચૈતન્યનું રટણ વારંવાર કર્યા કરવું, થાકવું નહિ અને તેમાં ને તેમાં ઊભો રહે તો અંદરમાં પ્રવેશ થવાનો અવકાશ છે. સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી થાકવું નહિ. વારંવાર તેની ભાવનારૂચિ, શ્રુતનું ચિંતવન, તત્ત્વના વિચાર, વિભાવથી વિરક્તિ, ચૈતન્યની મહિમા ને દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા આવ્યા કરે. કાર્ય ન થાય ત્યાં સુધી ચૈતન્યને ધ્યેયમાં રાખીને તેમાં ને તેમાં રહે અને તેનું ઘૂંટણ કર્યા કરે, પણ થાકે નહિ. લાંબો ટાઈમ થઈ ગયો અને અંદરમાં કાંઈ થતું નથી માટે તેનો રસ ઊડી જાય તેમ ન કરવું. વારંવાર તેની જ ભાવના કર્યા કરવી, તેની સમીપ જ રહ્યા કરવું. ૩૬૩. પ્રશ્ન- પોતાના શુદ્ધ સ્વરૂપનું વિકલ્પાત્મક યથાર્થ જ્ઞાન થાય તેનાથી ચૈતન્યનો મહિમા વિશેષ આવે ? સમાધાન:- વિકલ્પાત્મક જ્ઞાન વધારે થાય એટલે શુદ્ધ સ્વરૂપની મહિમા વધારે આવે એમ નથી. તેને દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન વધારે થાય એટલે વધારે મહિમા આવે તેમ નહિ. મહિમા તે સ્વયં જુદી પરિણતિ છે ને જ્ઞાન તે જુદું છે. મહિનામાં જ્ઞાન બાહ્ય સાધન બને છે, પણ તેથી ઝાઝું જ્ઞાન હોય તો જ મહિમા આવે તેમ હોતું નથી. કેટલાકને જ્ઞાન થોડું હોય અને અંદર મહિમા તથા પરિણતિમાં ચૈતન્ય તરફનું વલણ એકદમ વધારે થઈ જાય. મહિમાથી પલટો થઈ જાય છે. ભલે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨] [ સ્વાનુભૂતિદર્શન જ્ઞાન થોડું હોય, પણ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરે. સાથે એટલું હોય કે હું પરથી જુદો છું તો તેને અંદર મહિમા આવીને ને વિભાવની મહિમા છૂટીને અંદરથી વિરક્તિ આવી જાય. જ્ઞાન અમુક હોય તો પણ પલટો ખાય છે. જ્ઞાન મહિમાં લાવવામાં સાધન બને છે; પણ જ્ઞાન વધારે હોય તો જ મહિમા આવે તેમ નથી. ૩૬૪. પ્રશ્ન- હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ નક્કી કરીને જ્ઞાયકમાં પ્રયોગ કરવા જઈએ છીએ તો લૂખું થઈ જાય છે, રસબસતું લાગતું નથી. તો કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ તે સમજાવવા કૃપા કરશોજી. સમાધાનઃ- જ્ઞાયક એટલે તેમાં માત્ર જાણવું છે તેવો લૂખો જ્ઞાયક નથી. જ્ઞાયક તે કોઈ અનુપમ જ્ઞાયક છે, કોઈ જુદો જ જ્ઞાયક છે. જ્ઞાયક અનંત-અનંત ગુણોથી ભરેલો છે. તેનો જ્ઞાન સ્વભાવ અનંત અગાધ છે. એવો જાણવાનો જેનો અચિંત્ય સ્વભાવ છે તે સ્વયં જ્ઞાયક છે. પરને જાણે છે એટલે જ્ઞાયક નહિ, સ્વયં જ્ઞાયક છે. તે જ્ઞાયકમાં અનંતતા ભરેલી છે. જ્ઞાયક તેને કહેવાય કે જે એક સમયમાં બધું જાણી શકે છે. એમ સમયમાં સ્વયં બધે પહોંચી વળે અને પોતે પોતાના ક્ષેત્રમાં રહીને બધાને જાણે એવી જ્ઞાનની કોઈ અચિંત્ય શક્તિ છે. તે જ્ઞાનની સાથે આનંદગુણ પણ છે. જ્ઞાયક આનંદસાગરથી ભરેલો છે. બહારમાં જે આનંદ માનેલો છે તે યથાર્થ આનંદ નથી. આનંદનો સાગર પોતે છે. આવો કોઈ અનુપમ જ્ઞાયક છે તેની તેને પ્રતીતિ આવવી જોઈએ, તો જ્ઞાયક તેને રસબસતો લાગે. જો જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ ન આવે તો માત્ર લૂખું જ્ઞાન થઈ જાય. તેને અંદરથી જ્ઞાયકની એવી પ્રતીતિ આવવી જોઈએ કે જ્ઞાયક કોઈ અપૂર્વ છે. જિનેન્દ્રદેવે કેવળજ્ઞાનની અપૂર્વદશા પ્રગટ કરી એવી અપૂર્વ દશા પ્રગટ થાય તેવી શક્તિ મારા શાયકમાં રહેલી છે એમ તેની મહિમા આવવી જોઈએ. જ્ઞાયકની અંદરમાંથી પ્રતીતિ આવવી જોઈએ કે મારો જ્ઞાયક કોઈ જુદો અપૂર્વ છે. તે જ્ઞાયક વગર મને ચાલે જ નહિ, જ્ઞાયકનો આશ્રય-જ્ઞાયકનો છેડો લીધા વગર મને ચાલે જ નહિ. શાયકની એવી મહિમા તેને અંતરમાંથી આવવી જોઈએ. ક્ષણે ક્ષણે મારે જ્ઞાયક જ જોઈએ. જ્ઞાયકનો આશ્રય અને જ્ઞાયકનો છેડો પકડીને રહું, જ્ઞાયકનો જ આશ્રય મને કાયમ હો, તેનો છેડો છૂટે જ નહિ તેવી મહિમા આવવી જોઈએ. વારંવાર જ્ઞાયકનો અભ્યાસ કરવાથી તે મહિમા પ્રગટ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [ ૨૦૩ થાય તો જ્ઞાયક રસબસતો લાગે. બહારમાં શુભભાવમાં જેમ દેવ-શાસ્ત્ર-ગુરુનો આશ્રય લે છે તેમ અંતરમાં જ્ઞાયકનો આશ્રય આવવો જોઈએ. અંદર જ્ઞાયક દેવ પરમાત્મા છે. તે ચૈતન્ય ચમત્કારથી ભરેલો છે. તે પ્રગટ થાય તો તેનું અચિંત્ય ચમત્કારી સ્વરૂપ જણાય છે. તેની પ્રતીતિ એવી આવે કે જ્ઞાયક વગર ચાલે નહિ, તો જ્ઞાયક રસબસતો લાગે ને તો તેનો પુરુષાર્થ આગળ જાય. ૩૬૫. પ્રશ્ન:- આત્માને પ્રસિદ્ધ કરનાર દ્રવ્યવિશેષ (પર્યાય ) છે, તો દ્રવ્યવિશેષની કેમ મહિમાં આવતી નથી ? સમાધાન- દ્રવ્યસામાન્ય અને દ્રવ્યવિશેષ બને અનાદિ વસ્તુ છે. સામાન્યની મહિમા છે તેમ વિશેષની પણ મહિમા છે. સામાન્યની મહિમા એ કારણે છે કે તે અનંત શક્તિઓથી ભરેલું છે. તેમાંથી પર્યાયો પ્રગટે છે. અનાદિથી જીવે સામાન્યનો આશ્રય કર્યો નથી. દ્રવ્ય અનંત શક્તિઓથી ભરેલું છે તેનો આશ્રય કરે તો તેમાંથી પર્યાયો પ્રગટે છે. દ્રવ્ય શક્તિઓનો ભંડાર છે, તેથી તેની મહિમા કરવામાં આવે છે. પર્યાયની પણ મહિમા હોય છે. કેવળજ્ઞાનની મહિમા, મુનિદશાની મહિમા ને સ્વાનુભૂતિની મહિમા હોય છે. પંચપરમેષ્ઠી પૂજવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. તેમણે દ્રવ્યદૃષ્ટિપૂર્વક અંતરમાંથી વીતરાગતાની પર્યાય પ્રગટ કરી છે, માટે તેઓ પૂજવા યોગ્ય છે. તેથી વિશેષની પણ મહિમા હોય છે. સામાન્યના આશ્રયપૂર્વક જે વિશેષ પ્રગટ થાય તે વિશેષ પણ પૂજ્ય છે. બધી અપેક્ષાઓ સમજવી જોઈએ. મુમુક્ષુ- એકાંત કરવા જેવું નથી. બહેનશ્રી - એકાંત કરવા જેવું નથી. અનાદિકાળથી દ્રવ્યની દષ્ટિ પ્રગટ કરી નથી, સામાન્ય જે આદરવા યોગ્ય છે તેનો આશ્રય લીધો નથી અને માત્ર સ્કૂલ વ્યવહારમાં રોકાઈ ગયો છે. સામાન્યના આશ્રય વગર વ્યવહારમાં રોકાણો, પણ એવો વ્યવહાર છોડવા યોગ્ય છે. તે વ્યવહારની દષ્ટિ છોડીને શક્તિઓનો ભંડાર એવા સામાન્યની દષ્ટિ કર. અનંત ગુણભંડાર સામાન્યની દષ્ટિ કરે તો સામાન્યની મહિમા આવે જ. તે સાથે સાધનાની પર્યાયની મહિમા પણ શાસ્ત્રમાં આવે છે. પંચપરમેષ્ઠી વ્યવહારે પૂજવા યોગ્ય કહેવાય છે, તેમ ન હોય તો તેમનું શાસ્ત્રમાં કથન આવે છે તે બધું નિષ્ફળ ઠરશે. પંચપરમેષ્ઠી ભગવાન પૂજવા યોગ્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪] [ સ્વાનુભૂતિદર્શન છે, સાધક દશામાં એવા શુભભાવો આવે છે. માટે પર્યાય અને દ્રવ્ય બંનેનો વિવેક કરવાનો છે. ૩૬૬. પ્રશ્ન- સામાન્ય તરફ જવામાં વચ્ચે વ્યવહાર તો આવે છે ને ? એટલો વ્યવહાર રાખવો ને ? સમાધાનઃ- વ્યવહાર રાખવો એમ નહિ, વ્યવહારનું યથાર્થ જ્ઞાન હોય. પોતા તરફની દષ્ટિનું ધ્યેય રાખવું અને વચ્ચે જે વ્યવહાર આવે છે તે જાણવા યોગ્ય છે. વ્યવહારનું યથાર્થ જ્ઞાન વચ્ચે હોય છે. જેમ છે તેમ યથાર્થ પ્રતીતિ કરવાની છે. વ્યવહારને સ્થાને વ્યવહાર યોગ્ય છે, નિશ્ચયને સ્થાને નિશ્ચય યોગ્ય છે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ” નિશ્ચયની જગ્યાએ નિશ્ચય, વ્યવહારની જગ્યાએ વ્યવહાર, જેમ છે તેમ સમજવા. જે જ્યાં યોગ્ય હોય ત્યાં તેનું આચરણ કરે. સામાન્યને મુખ્ય રાખીને વ્યવહારને હેય ગણવામાં આવે છે અર્થાત્ ભૂતાર્થ દષ્ટિએ વ્યવહારને અભૂતાર્થ કહ્યો, પણ જે અભૂતાર્થ છે તે વ્યવહાર, પોતે પોતાથી છે. નિશ્ચય ભૂતાર્થ છે તે અપેક્ષાએ વ્યવહાર અભૂતાર્થ છે, પણ તેથી પર્યાય નથી એમ નથી. જ્યાં જે અપેક્ષા યોગ્ય છે ત્યાં તે પ્રમાણે બરાબર સમજવું. ૩૬૭. પ્રશ્ન- વચનામૃતના બોલમાં આવે છે કે “પુરુષાર્થ કરવાની કળ સૂઝી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. પછી કળે કમાય, ધન ધનને કમાવે-ધન રળે તો ઢગલા થાય.' તો એમાં શું કહેવું છે ? સમાધાનઃ- આ ચૈતન્ય તે જ હું છું એવી યથાર્થ જ્ઞાનની કળ એટલે કે પુરુષાર્થની કળ અંતરમાં સૂઝી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. પણ તે જ્ઞાનની કળ, પુરુષાર્થની કળ કયારે સૂઝે? કે હું કોણ છું? અને આ વિભાવ શું છે? એમ નક્કી કરીને વિભાવથી ન્યારો થાય ત્યારે. તેને કયાંય ચેન પડે નહિ મારે એક આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એક આત્મા સિવાય જગતમાં કોઈ વસ્તુની વિશેષતા લાગે નહિ, એક આત્મા જ વિશેષ અને સર્વોત્કૃષ્ટ છે એટલી આત્માની જરૂરિયાત જણાય તો પુરુષાર્થની કળ સૂઝી જાય. ચૈતન્ય આત્મા કોઈ અનુપમ પદાર્થ છે એમ આત્માની વિશેષતા લાગે તો તેને પુરુષાર્થની કળ સૂઝે. પછી આ આત્મા છે તે વિભાવથી જુદો છે એમ કરીને પુરુષાર્થથી આગળ જાય તો, જેમ ધન રળે ને ઢગલા થાય તેમ પુરુષાર્થ થાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૦૫ ધન મળવું તે પુણાધીન છે. ધન મળવું તે પોતાના હાથની વાત નથી. પણ આ પુરુષાર્થ તો પોતાના સ્વભાવમાંથી પ્રગટે છે. સ્વભાવ ઉપર દષ્ટિ મૂકી અસ્તિત્વને ગ્રહણ કરે એટલે કે અનંતગુણ ઋદ્ધિથી ભરપૂર આત્મામાં જાય તો આત્મામાં જે ભર્યું છે તે દર્શન, જ્ઞાન અને લીનતા પ્રગટ થાય, જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ અનેક ગુણની નિર્મળતા પ્રગટે. જેમ ધન રળે ને ઢગલા થાય તેમ આત્માની અનેક જાતની નિર્મળતાઓ પુરુષાર્થ કરે તો પ્રગટ થાય. જેને કળ સૂઝી ને આત્મા હાથ આવી ગયો તેને આત્મામાંથી અનંતગુણની નિર્મળતાઓ પ્રગટ થાય છે, સ્વથી એકત્વ અને પરથી વિભક્ત એવી પરિણતિ અંતરમાં પ્રગટ થાય છે. પોતાને દષ્ટિનું જોર છે ને ભેદજ્ઞાનની ધારા છે તો કોઈવાર વિશેષ પુરુષાર્થ કરતા ધન રળે અને ઢગલા થાય તેના જેવું થાય. ૩૬૮. પ્રશ્ન:- પરિણતિ વિશેષ થાય એટલે કળ હાથમાં આવી જાય ? સમાધાન:- પરિણતિ વિશેષ થાય ત્યારે કળ હાથમાં આવે તેમ નહિ, સમ્યગ્દર્શન થયું ત્યાં જ કળ હાથમાં આવી જાય છે. મુક્તિનો માર્ગ પ્રગટ થયો, સ્વાનુભૂતિ પ્રગટ થઈ ત્યાં જ કળ હાથમાં આવી ગઈ. આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યું, મુક્તિના માર્ગે ચાલ્યો અને સ્વરૂપની દ્વારા પ્રગટ થઈ તે કળ છે. પછી તેમાં અમુક જાતની નિર્મળતાઓ યથાયોગ્ય પ્રગટે છે. જ્ઞાન-દર્શન પ્રગટ થતાં કેટલીક સ્વરૂપ-રમણતા પ્રગટે છે, પછી આગળ જાય એટલે ભૂમિકા વધી જાય તેનો ચારિત્ર સાથે સંબંધ છે. ચારિત્રદશા તે કેવળજ્ઞાનને લાવનારી છે. ચારિત્રદશામાં અનેક જાતની વિભૂતિઓ પ્રગટે છે. જેને મુક્તિનો માર્ગ હાથમાં આવી ગયો છે, જેણે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે, તેને જ્ઞાયકની ધારા પ્રગટ થઈ ગઈ છે. પછી જ્ઞાયકની ધારામાં આગળ પુરુષાર્થ થવામાં તેની વિરક્તિ વધતી જાય છે કારણ છે, પણ બીજું કોઈ કારણ નથી. કળ સૂઝવામાં સમ્યગ્દર્શનની વાત છે. સમ્યગ્દર્શન થતાં હવે તેને કોઈ કળ સૂઝવાની બાકી નથી. જેને મુક્તિનો માર્ગ પ્રગટ થયો તેને કળ સૂઝી જ જાય છે. ચારિત્રદશા તો સહજ છે. જોકે જ્ઞાતાધારાની ઉગ્રતા થવી તે તો તેના પુરુષાર્થ ઉપર છે, પણ હવે બીજી કોઈ કળ સૂઝે તો તે આગળ જાય એવું નથી. તેને કોઈ જાતની માર્ગની મૂંઝવણ નથી. મુમુક્ષુ- પુરુષાર્થની ઉગ્રતા થાય તો આગળ જાય? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ ] [સ્વાનુભૂતિદર્શન બહેનશ્રી - હા, પુરુષાર્થની ઉગ્રતા થાય તો આગળ જાય છે ને પુરુષાર્થની મંદતા હોય તો ત્યાં ઊભો રહે છે, પણ કળ સૂઝવાની કે માર્ગની કોઈ મૂંઝવણ નથી. જ્ઞાની ગૃહસ્થાશ્રમમાં ઊભો છે તે પુરુષાર્થની મંદતાથી ઊભો છે, છતાં ગૃહસ્થાશ્રમમાં અમુક જાતનો પુરુષાર્થ થયા જ કરે છે, કેમકે કળ તેના હાથમાં છે, હવે કળ સૂઝવાની બાકી નથી. તેને જો ઉગ્ર પુરુષાર્થ થાય તો નિર્મળતાના ઢગલા થાય છે. તેના હાથમાં એવું કલ્પવૃક્ષ આવ્યું છે કે તેમાં પુરુષાર્થની ધારા વધે તો ધનના (નિર્મળતાના) ઢગલા થાય અને તે તેના હાથની વાત છે. કેટલું આગળ જાવું તે પોતાના હાથની વાત છે. કોઈને મતિજ્ઞાનની નિર્મળતા, કોઈને શ્રુતજ્ઞાનની નિર્મળતા, કોઈને અવધિજ્ઞાનની નિર્મળતા, કોઈને મન-પર્યયજ્ઞાનની નિર્મળતા એમ અનેક જાતની ઋદ્ધિઓ પ્રગટે છે. અનેક જાતની નિર્મળતા અંદરમાં છે તે બધી બધાને પ્રગટે જ તેમ હોતું નથી. કોઈને આવી નિર્મળતા ન પ્રગટે અને એક ચારિત્રદશા પ્રગટે તો તેમાંથી કેવળજ્ઞાન થઈ જાય છે. કોઈ કોઈ સાધકને વચ્ચે બધું આવે છે. જેમ ધન રળે અને ઢગલા થાય તેમ અનેક જાતની ઋદ્ધિઓ પ્રગટે છે. ૩૬૯. પ્રશ્ન- સમકિતીને પણ પુરુષાર્થની જરૂરિયાત લાગે છે? સમાધાનઃ- હા, તેને પુરુષાર્થની જરૂરિયાત લાગે છે. જિજ્ઞાસુની ભૂમિકામાં પણ (સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે) પુરુષાર્થની જરૂરિયાત લાગે છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી પણ પુરુષાર્થની જરૂરિયાત પૂરેપૂરી લાગે છે. તેણે બધી રીતે એક આત્માને સર્વસ્વ જાણ્યો છે ને શ્રદ્ધામાં નવ-નવ કોટિએ એક આત્માને ગ્રહણ કર્યો છે તેથી બીજું બધું શ્રદ્ધામાંથી નીકળી ગયું છે છતાં હજી પુરુષાર્થની મંદતાથી શ્રદ્ધા ને ચારિત્રમાં ફેર છે અને તેથી તેને પણ પુરુષાર્થની જરૂરિયાત છે, મુખ્યતા પુરુષાર્થની છે. સમકિતીને પુરુષાર્થની જરૂરિયાત લાગવા છતાં પુરુષાર્થમાં મંદતા છે, ચારિત્રની અપેક્ષાએ પુરુષાર્થની મંદતા કહેવાય, જોકે શ્રદ્ધાની અપેક્ષાએ આત્માને બરાબર ગ્રહણ કર્યો છે ને એક ક્ષણમાં જો કેવળજ્ઞાન થતું હોય તો મારે બીજું કાંઈ જોઈતું નથી એવી ઉગ્રતા પણ અંદર પરિણતિમાં છે, છતાં પણ પુરુષાર્થની મંદતા છે. પોતે ગૃહસ્થાશ્રમમાં રહીને પછી મુનિદશા અંગીકાર કરે છે પણ તેમાં પુરુષાર્થની મંદતા છે છતાં પુરુષાર્થની જરૂરિયાત લાગી નથી તેવો અર્થ ત્યાં થાય નહિ. તેની દષ્ટિ આખી પલટો ખાઈ ગઈ છે, પોતા તરફ ચાલી ગઈ છે. તેની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [ ૨૦૭ આખી દિશા બદલાઈ ગઈ છે. તેના આત્માની પરિણતિ આત્મા તરફ જ છે, આત્માને દેખી રહી છે. તેણે વિભાવને પીઠ દઈ દીધી છે, છતાં પુરુષાર્થની મંદતાએ અંદર પૂરેપૂરો લીન થઈ શકતો નથી તેથી બહાર આવે છે. ૩૭). પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ ધર્માત્મા પ્રત્યે સાચી અર્પણતા હોય તો કાર્ય થઈ જાય ને? એ અર્પણતાનો મર્મ શું છે તે આપ સમજાવશોજી. સમાધાન- પૂજ્ય ગુરુદેવે આત્માનું અપૂર્વ સ્વરૂપ સમજાવ્યું છે કે આત્મા જુદો છે, શરીર જુદું છે, વિકલ્પ જુદો છે એવું ભેદજ્ઞાન કરીને તું દ્રવ્યદૃષ્ટિ કર. ગુરુએ જે બતાવ્યું છે અને ધર્માત્મા કહે છે તે બધાનો તેને સ્વીકાર છે. જેણે અંતરમાંથી ગુને સ્વીકાર્યા તેને ભવનો અભાવ થયા વગર રહે નહિ. મૂળ પ્રયોજનભૂત જે સ્વરૂપ છે તે ગુરુદેવે બતાવ્યું છે. જે ભગવાનના દ્રવ્ય ગુણ-પર્યાયને જાણે તે આત્માને જાણે અને જે આત્માને જાણે તે ભગવાનને જાણે. તેમ જેણે ગુરુને સ્વીકાર્યા તે પોતાને સ્વીકારે છે-અને પોતાને સ્વીકારે છે. તે ગુરુને સ્વીકારે છે. એવી અર્પણતા અંદરમાંથી આવે તો વિકલ્પનું સ્વામીપણું તેને છૂટી જાય છે. હું વિકલ્પથી જુદો, વિકલ્પ મારું સ્વરૂપ નથી, વિકલ્પનો હું સ્વામી નથી. જો ખરી અર્પણતા હોય તો પૂજ્ય ગુરુદેવ કહે છે તેવી પોતાની પરિણતિ થઈ જાય છે. બુદ્ધિથી નહિ, પણ અંતરથી થઈ જાય છે તે અર્પણતા જુદી જાતની હોય છે. તેને બધા વિકલ્પની અંદર બધી અર્પણતા જ હોય છે. ૩૭૧. પ્રશ્ન- તત્ત્વની વાતમાં અર્પણતા હોય કે વ્યવહારની વાતમાં પણ અર્પણતા હોય ? સમાધાન - અર્પણતા બધામાં હોય. વળી આમાં વાયદા હોતા નથી. અર્પણતામાં વાયદા કે કાયદા હોતા નથી. તત્ત્વની જ અર્પણતા હોય અને બીજી અર્પણતા ના હોય તો વ્યવહારની વાતોમાં પોતે ડાહ્યો થઈ ગયો, વ્યવહારની વાતમાં મને ખબર પડે અને તત્ત્વની વાતમાં ગુરુને ખબર પડે, એવું ડહાપણ રહેવા દે. ગુરુ કહું દિવસ છે તો દિવસ ને રાત છે તો રાત. એવી અર્પણતા હોવી જોઈએ. જે મુક્તિના પંથે ચાલ્યા, મુક્તિના પંથે જેની પરિણતિ ગઈ તે જ્ઞાનીના વિકલ્પ અને પરિણતિ બધું યથાર્થ છે. તે ગ્રહણ કરવામાં પોતાને લાભ છે. જે સાધકદશામાં રહેલા હોય તેનું અંદરનું ને બહારનું બધું સ્વીકાર્ય છે. આત્માર્થીને બધા આગ્રહો છૂટી જાય છે, તેને કોઈ જાતનો આગ્રહ રહેતો નથી કે વ્યવહારમાં આમ હોય અને નિશ્ચયથી આમ હોય. આત્માર્થીને મન-વચન-કાયાથી બધું છૂટી જાય છે. ૩૭ર. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૦૮ ] [ સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- આપ આજના બેસતા વર્ષની બોણી આપો. સમાધાનઃ- દેવ-શાસ્ત્ર-ગુરુ અને શુદ્ધાત્મા મંગળ છે. એક શુદ્ધાત્માનું ધ્યેય રાખીને, શુદ્ધાત્મા કેમ પ્રગટ થાય? નિર્મળ પર્યાય કેમ પ્રગટે? નવીન પર્યાય કેમ પ્રગટ થાય ? તે ભાવના રાખવા જેવી છે. p મારા ભાવે, મારા ધ્યાને, મારા બધા વર્તનમાં જ્ઞાયકદેવ હજો. જ્ઞાનમાં જ્ઞાયકદેવ, દૃષ્ટિમાં શાયકદેવ, લીનતામાં જ્ઞાયકદેવ, બધે શાયદેવ હજો. આવે છે ને? કે “ મારા ધ્યાને હજો, મારા ભાવે હજો જિનવાણ રે” તેમ મારા ધ્યાનમાં, મારા ભાવમાં, મારા મનની અંદર જ્ઞાયકદેવ હજો, શુદ્ધતામાં જ્ઞાયકદેવ હજો અને શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુ હજો એવી ભાવના, એવું રટણ, એવી જિજ્ઞાસા તે બધું કરવા જેવું છે. એક શુદ્ધાત્માને લક્ષમાં રાખવાથી-તેના ધ્યેયને ઓળખવાથી નવીન પર્યાયો પ્રગટ થાય તે જ નવીનતા છે. આ નવીન વર્ષ કહેવાય તે વ્યવહા૨થી, પણ અંતરમાં નવીન પર્યાયો પ્રગટ થાય તે ખરી નવીનતા છે. માટે શુદ્ધાત્માનું-જ્ઞાયકદેવનું ધ્યાન રાખવું. એ જ જીવનમાં કર્તવ્ય છે, બાકી બધું ગૌણ છે. સારભૂત હોય તો એક આત્મા છે. સર્વોત્કૃષ્ટ, અનુપમ-જ્ઞાયક તત્ત્વને ઓળખવા જેવું છે. ખરું આ જ કરવા જેવું છે. બસ આમાં બધું આવી ગયું. ૩૭૩. પ્રશ્નઃ- અંતર્મુખનો જ્યારે પ્રયોગ કરીએ ત્યારે દીવો સર્વ વસ્તુને પ્રકાશે છે તેવી રીતે પ્રયોગ કરવો ઠીક છે કે દર્પણમાં જેમ પ્રતિબિંબિત થાય છે તે રીતે આત્મામાં પ્રયોગ કરવો ? સમાધાનઃ- અંદર પ્રયોગ કરવામાં, હું કેવી રીતે જાણું છું એવી જાતનો પ્રયોગ કરવા કરતાં, પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું અર્થાત્ જ્ઞાયક તરફની દૃષ્ટિ કરવી તે જ પ્રયોગ છે. હું દીવા જેવો છું કે અરીસા જેવો છું તેમ વિચારવું એ પ્રયોગ નથી, એ તો જાણવાની એક રીત છે. હું કેવી રીતે જાણું છું? દીવાની જેમ જાણું છું કે અરીસાની જેમ જાણું છું? તે જાણવાની વાત છે. જાણવાની પરિણિત જેમ થાય છે તેમ થાય છે, પોતે પોતાના જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ કરવું તે પ્રયોગ કરવાનો છે. પોતે પ્રયોગ કરવાનો છે કે હું આ ચૈતન્ય છું અને આ વિભાવ તે હું નથી. આ વિભાવ પરિણતિ મારો સ્વભાવ નથી, હું વિભાવ સ્વરૂપ નથી પણ હું એક જ્ઞાયક છું તેમ અસ્તિત્વ-ગ્રહણનો પ્રયોગ કરવો. હું કેવી રીતે જાણું છું તે જાણવું તે કાંઈ પ્રયોગ કરવાની વસ્તુ નથી, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [૨૦૯ જાણવાની વસ્તુ છે. પ્રયોગ તો હું એક જ્ઞાયક છું તે કરવાનો છે. પોતે કાંઈ બહાર જાણવા જતો નથી અને બીજામાં એકત્ર થતો નથી, એકત્વબુદ્ધિ પોતે કરી રહ્યો છે. તે બીજા દ્રવ્યરૂપે થતો નથી, પણ પોતે એકત્વ માની રહ્યો છે તે પોતાની ભૂલ છે. માટે હું તો બીજાથી જુદો એક જ્ઞાયક છું તેમ ગ્રહણ કરવાનું છે. પોતાની જ્ઞાનપરિણતિ જાણે કાંઈ કામ કરતી નથી, અને પ્રતિબિંબ પરાણે આવીને અંદર પડે છે તેવું કાંઈ નથી. જ્ઞાનપરિણતિ પોતાની છે, પોતે કૂટસ્થ છે એવો કોઈ અર્થ નથી. ૩૭૪. પ્રશ્ન- દીવાના દષ્ટાંતે જાણે પોતે બહાર જતો હોય અને અરીસાના દષ્ટાંતે બહારથી અંદર કંઈ આવતું હોય તેમ લાગે છે. તો શું તે બરાબર છે? સમાઘાન- બહાર કાંઈ જતું નથી અને અંદર કાંઈ આવતું નથી. જે પોતાની જ્ઞાનની પરિણતિ પરિણમે છે તે પોતાની જ્ઞાનની પરિણતિ બહાર જઈને પરિણમતી નથી, જ્ઞાનની પરિણતિ જ્ઞાનમાં રહીને પરિણમે છે. પોતે સ્થિરબિંબ છે અને શેયો પરાણે આવીને પડે છે એમ નથી. પોતાનો જ્ઞાયક સ્વભાવ પોતાને ગ્રહણ કરવાનો છે. તેમાં હું કેમ જાણું છું એવી રીતે પ્રયોગ હોય જ નહિ. એ પર તરફથી ચૈતન્યને ગ્રહણ કરવાનો કાંઈ અર્થ નથી. હું દીવાની જેમ જાણું છું કે અરીસાની જેમ જાણું છું તે જ્ઞાન કરવાની વાત છે. હું બીજાને જાણું છું તે બરાબર, પણ તે મારા જ્ઞાનની પરિણતિથી જાણું છું. બહારથી કાંઈ અંદર આવે છે કે હું બહાર જાઉં છું એવું કાંઈ છે જ નહિ. પોતે બહાર જતો પણ નથી અને બહારથી કાંઈ અંદર આવતું પણ નથી, પોતે જ્ઞાનરૂપે પરિણમે છે. સ્વયે સ્વ-પર પ્રકાશક છે તેથી પોતે પોતાને જાણે અને બીજાને જાણે છે. પોતાની કાંઈ ક્રિયા નથી અને બીજાથી પરાણે ક્રિયા થાય છે કે પોતાની ક્રિયા પોતે બહાર લેવા જાય છે એમ નથી. બહાર કાંઈ લેવા જતો નથી અને બહારથી કાંઈ આવતું પણ નથી. પોતે જ્ઞાન પરિણતિરૂપે સ્વયં પરિણમે છે. જે શેયો છે તેને જાણનારી પોતાની જ્ઞાનરૂપ પરિણતિથી સ્વયં પરિણમે છે, તેને કોઈ પરિણમાવતું નથી. તેમ જ જાણવા માટેનો કોઈ પ્રયોગ પોતાને કરવો પડતો નથી, તે તો સ્વયં જાણે છે. કેવળજ્ઞાન થાય તેને જાણવા માટે પ્રયોગ નથી કરવો પડતો, સ્વયં જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે છે, તેનો પરિણામી સ્વભાવ છે. ૩૭૫. પ્રશ્ન- જ્ઞાનની પરિણતિમાં કેવળ જ્ઞાયકભાવનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૧૦] [સ્વાનુભૂતિદર્શન સમાધાનઃ- હા, જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે. હું કેમ જાણું છે? કેવી રીતે જાણું છું? તે કાંઈ દષ્ટિનો વિષય નથી. હું કેવી રીતે જાણું છું તેમાં પર તરફની વાત આવી, તે દષ્ટિનો વિષય નથી. દષ્ટિનો વિષય તો સ્વયં જ્ઞાયક છે. મારી જ્ઞાન-પરિણતિ બીજાને કે પોતાને કેવી રીતે જાણે છે તે જ્ઞાન કરવાની વાત છે. દષ્ટિના વિષયમાં હું બહારથી જાણું એવું આવતું નથી. દષ્ટિના વિષયમાં કોઈ ભેદ નથી. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું તે દષ્ટિનો વિષય છે. ગુણભેદ કે સ્વ-પર પ્રકાશકનો ભેદ દષ્ટિના વિષયમાં આવતો નથી. દીવો કે અરીસો, કોઈ બહાર જતા નથી. અરીસો અંદર રહે અને દીવો બહાર જાય તેવું નથી. દીવાનો પ્રકાશ બહાર પડે એટલે દીવો બહાર ગયો તેવું લાગે છે પણ બહાર જતો નથી. પોતાને શેયનો આધાર નથી. તો બહાર ક્યાં લેવા જવું છે? સ્વયં જાણનારને બીજું કોણ જણાવે? અને અંદરમાં પ્રતિબિંબ કય થી આવી પડે? સ્વયં જાણનારો છે. પ્રતિબિંબ જ્ઞય તરફની અપેક્ષાથી કહેવાય છે. શેય વચ્ચે આવી જાય છે, પણ શેયનું આલંબન તેને લેવું પડે તેમ નથી. સ્વયં પોતે જ્ઞાનાકાર છે અને શેયાકારરૂપે પરિણમે એવું સ્વરૂપ છે. ૩૭૬. પ્રશ્ન:- શેયો સાથે સંબંધ નથી એમ કહે છે અને પાછો સંબંધ વિચારે છે ? સમાધાનઃ- શય સાથે સંબંધ નહિ હોવા છતાં પોતે સ્વ-પર પ્રકાશક છે, એવો તેનો સ્વભાવ છે. શાસ્ત્રમાં આવે છે કે મેરુપર્વત, દેવલોક આદિ દૂર ક્ષેત્રે રહેલા પદાર્થ જ્ઞાનમાં જણાય ત્યાં ક્યાં પ્રતિબિંબો હોય છે ને પોતે કયાં તે ક્ષેત્રે જાય છે? પોતે સ્વયં જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે. દૂર કે નજીક રહેલા પદાર્થને પોતાના નિર્મળ જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે પણ તે નજીક રહેલા હોય ત્યારે એમ લાગે છે કે મારામાં આનાં પ્રતિબિંબો પડે છે. ભ્રાંતિના કારણે એવું લાગે છે તે તેની ભૂલ છે. તે ક્ષયોપશમ જ્ઞાનની પરિણતિ છે, તે એકત્વ છે એટલે એમ લાગે કે આ બધું જાણે મારામાં આવે છે અને હું બહાર જાઉં છું. ૩૭૭. પ્રશ્ન- જ્ઞાન ઉપરથી જ્ઞાયક સુધી તો જ્ઞાન લંબાય છે, પરંતુ આત્મા અનંત શક્તિવાળો છે એ જ્ઞાન ઉપરથી નક્કી કરવું અઘરું પડે છે? સમાધાનઃ- જ્ઞાનગુણ અને ગુણી આત્મા તે ગુણ-ગુણીનો ભેદ છે. તે ભેદ ઉપર દષ્ટિ નથી મૂકવાની, જ્ઞાન તો દરેક માણસને પકડાય એવું છે. તે અસાધારણ ગુણ છે ને! જ્ઞાન ઉપરથી જ્ઞાયક પકડાય, પણ અનંત શક્તિ કાંઈ પકડાતી નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૨૧૧ એ તો વિચારમાં નક્કી કરવાની છે. અનંત શક્તિ તેને દેખાતી નથી. દષ્ટિનો વિષય તો એક જ્ઞાયક જ છે. જ્ઞાયકની અંદર અનંત ગુણ આવી જ જાય છે. તે જ્ઞાયક કેવો છે? તે મહિમાવંત છે, અનંત ગુણોથી ભરપૂર છે, શાસ્ત્રમાં આવે છે કે જ્ઞાયક અનંત ગુણથી ભરપૂર છે. તે યુક્તિથી નક્કી થાય છે અને અનુભૂતિમાં પણ આવે છે. પણ તે પોતાને પ્રત્યક્ષ ન દેખાય, તે તો કેવળજ્ઞાનગમ્ય છે. તેના ભાવો અનુભૂતિમાં આવે છે ને અનુમાન પ્રમાણથી જાણી શકે છે. અનંત શક્તિ ઉપર જુદું જુદું લક્ષ આપવું પડતું નથી કે આ જ્ઞાન છે, આ ચારિત્ર છે, પ્રભુત્વ છે, વિભુત્વ છે. કેટલાક ગુણો શાસ્ત્રમાં આવે છે, બધા તો આવતા નથી. છતાં બધા ઉપર જુદું-જુદું લક્ષ દઈને જુદા-જુદા વિકલ્પ કરી અટકવું પડતું નથી. એક અભેદ જ્ઞાયક ગ્રહણ થયો તેમાં બધું આવી જાય છે. અનંત ગુણ અનુમાનથી તથા યુક્તિથી જાણી શકે છે. શ્રુતજ્ઞાન દ્વારા બધા ગુણો જણાય છે. ૩૭૮. પ્રશ્ન- પુદ્ગલની શક્તિ દેખાય છે, પણ આત્મામાં અનંત શક્તિ છે તે કેવી રીતે ખ્યાલમાં આવે ? સમાધાન:- પુદ્ગલ ઇન્દ્રિયજ્ઞાનથી દેખાય છે એટલે તેમાં શક્તિ છે તેવો ખ્યાલ આવે છે પણ આત્મામાં અનંત શક્તિ છે, તેમાંનો એક જ્ઞાનગુણ લઈએ તો તે પોતાના ક્ષેત્રમાં રહીને આખા લોકાલોકને જાણી શકે છે, તેવી તેનામાં અપૂર્વ શક્તિ છે. પોતે બહાર કંઈ લેવા જતું નથી, બહારથી કાંઈ અંદર આવતું નથી અને કોઈ તેને કાંઈ કહેતું નથી તો પણ જ્ઞાન-કે જેને મર્યાદા નથી તે-પોતાના ક્ષેત્રમાં રહીને જાણે છે. એવું જ્ઞાનનું અપૂર્વ અનંત સામર્થ્ય છે. તે પોતાના ક્ષેત્રમાં રહીને જગતમાં અનંતા જીવો છે, અનંતા પુદ્ગલો છે, નરક છે, સ્વર્ગ છે વગેરે આખું લોકાલોક છે તેને અને ગયો કાળ વીતી ગયો, ભવિષ્યકાળ વીતશે તે બધાને જ્ઞાનની અંદર એક સમયમાં જાણી લે છે. પાછો અંતર્મુહૂર્તનો કાળ પણ લાગતો નથી ને તેને ક્રમ પડતો નથી. કેવળજ્ઞાનીનું જ્ઞાન એક સમયની અંદર બધું જાણી શકે છે તેવી જ્ઞાનની શક્તિ છે. પણ પોતાને પ્રત્યક્ષ દેખાતું નથી એટલે તેનો વિશ્વાસ આવવો મુશ્કેલ પડે છે. અનંતા પરમાણુને જ્ઞાન એક સમયમાં જાણી લે તેવી જ્ઞાનની અનંતી શક્તિ છે. મુનિરાજ છઠ્ઠી-સાતમાં ગુણસ્થાને ઝૂલતા હોય છે તેમાંથી કોઈને એવું જ્ઞાન અંતરમાંથી પ્રગટે છે કે પોતે પોતાના ક્ષેત્રમાં રહીને અઢી દ્વીપના જીવોના મનની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૧૨] [સ્વાનુભૂતિદર્શન વાત જાણી લે છે–તેવું મન:પર્યયજ્ઞાન પ્રગટે છે. એવી બધી શક્તિઓ આત્મામાં છે, પણ તેનો વિશ્વાસ પોતાને આવવો જોઈએ. આત્મા પોતે ક્ષેત્રાંતર કરીને એક સમયની અંદર ઊર્ધ્વલોકમાં-સિદ્ધાલયમાં પહોંચી જાય છે તેવી એનામાં શક્તિ છે. વિચાર કરે તો આત્મામાં અનંતી શક્તિઓ છે તે ખ્યાલમાં આવે છે. તેનો અસ્તિત્વગુણ એવો છે કે લોકાલોકનાં ગમે તેટલાં દ્રવ્યો ભેગા થાય તો પણ પોતાનો નાશ થતો નથી. એટલી અસ્તિત્વગુણની શક્તિ છે. નિગોદમાં ગયો ત્યાં, સોયની અણી જેટલા ક્ષેત્રમાં, કેટલાય જીવો રહે છે તો પણ પોતાના અસ્તિત્વનો નાશ થતો નથી. એવી રીતે જ્ઞાનગુણની પણ એવી શક્તિ છે કે તેની જ્ઞાયકતાનો (જ્ઞાનપણે રહેવાનો) નાશ થતો નથી. આમ એવી એક એક ગુણમાં અનંતી શક્તિ છે અને સંખ્યામાં પણ અનંતા ગુણો છે. ૩૭૯. પ્રશ્ન- સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં બધા ગુણોની અનંતી શક્તિ છે એવો ખ્યાલ આવી જાય કે કોઈ ગુણ બાકી રહી જાય? સમાધાન-સમ્યગ્દષ્ટિના જ્ઞાનની ગંભીરતા છે. એક એક ગુણ ગણી-ગણીને જુદો પાડીને તે જોઈ શકતો નથી, પરંતુ તેની મહિમા આવી જાય છે. એક એક ગુણ જુદો જુદો કેવળજ્ઞાની જાણે છે. અનુભૂતિની અંદર બધી ગંભીરતા તેને આવી જાય છે. એક એક ગુણ જુદો પાડી-પાડીને પ્રત્યક્ષ દેખાતું નથી, પણ જ્ઞાનમાં અનંત શક્તિ છે, ચારિત્રમાં અનંત શક્તિ છે, અસ્તિત્વમાં અનંત શક્તિ છે એવું બધું તે જાણી શકે છે. પોતાનો જ્ઞાયક સ્વભાવ મહિમાવંત છે તેની તેને કોઈ અપાર મહિમા આવે છે, તેમાં તેને શંકા પડતી નથી. આત્મા બધાને જ્ઞય કરનારો-જાણનારો છે. જડ પોતે પોતાને જાણતું નથી. જ્ઞાન પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે. ગયા કાળના પ્રસંગો કે ગયા ભવના બધા પ્રસંગો વીતી ગયા છે તો પણ વર્તમાનમાં તેનું જ્ઞાન થઈ શકે છે તેવી જ્ઞાનની શક્તિ છે. કોઈ કોઈ મુનિઓને પણ તેવી જ્ઞાનની શક્તિ પ્રગટે છે. પોતે ભેદજ્ઞાન કરીને જ્ઞાયક સ્વભાવ કોઈ અનંત મહિમાવંત છે તેની પ્રતીતિ લાવીને અંતરમાં સ્વાનુભૂતિ કરી શકે છે. અનંતા ગુણ તેને ન દેખાય; પણ એક જ્ઞાયકના ગ્રહણમાં બધું આવી જાય છે. જ્ઞાયકની તેને મહિમા આવવી જોઈએ. ગુદૈવે તો આખો માર્ગ પ્રકાશ્યો છે. તેઓ સ્થાનકવાસીમાં હતા તેમાંથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૧૩ વિચાર કરીને, નક્કી કરીને અને પલટો કરીને આ સ્વાનુભૂતિનો માર્ગ બતાવ્યો છે. ચારે બાજુથી માર્ગ બતાવ્યો છે, બધું નક્કી કરીને આ માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવે કહ્યો છે તે માર્ગ ગ્રહણ કરી લે. પોતાને બધું ન સમજાય તો પ્રયોજનભૂત નક્કી કરીને પોતે આગળ જઈ શકે છે. ગુરુદેવ કહેતા હતા કે કોઈની દુકાને રૂપિયા મૂકવા જાય ત્યારે તે પ્રયોજનભૂત વાત જાણી પોતે નક્કી કરે છે કે આ દુકાન સારી ચાલે છે. પણ તે એમ કહે છે આખી દુકાનનું બધું જાણી લઉં, પછી હું નક્કી કરીશ તો એવી રીતે ન જણાય. તેમ પ્રયોજનભૂત જાણી આગળ જાય તો પોતે જઈ શકે છે. ૩૮૦. પ્રશ્ન:- સ્વજનના અવસાન પ્રસંગે મુમુક્ષુ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે :સ્વજન યાદ આવે છે, આકુળતા થાય છે, શાંતિ લાગતી નથી. શું કરવું? સમાધાનઃ- સંસારમાં તો આવું થયા જ કરે છે. સંસાર તો આવો છે. દુઃખથી ભરેલો છે. તેના ઉપર લક્ષ કરવાથી આકુળતા-દુઃખ થાય છે. મુમુક્ષુઃ- બહુ આકુળતા થાય છે, યાદ બહુ આવે છે. બહેનશ્રી:- યાદ આવે તો વિચારો ફેરવી નાખવા. યાદ આવે ત્યારે સારા સારા પ્રસંગો યાદ કરવા. ગુરુદેવના પ્રસંગો યાદ કરવા. ગુરુદેવ મળ્યા તેનાથી બીજું શું વિશેષ છે? તે યાદ કરવું, ગુરુદેવ મળ્યા ને આવો ઉપદેશ મળ્યો, તે ઉપદેશ યાદ કરવો તેમાં મનુષ્યજીવનની સફળતા છે. બાકી આવું તો સંસારમાં ચાલ્યા જ કરે છે. આવા અનંત જન્મ-મરણ કર્યા છે. આ જીવે દેવના, ઢોરના, નારકીના ને મનુષ્યના અનંતા ભવ કર્યા છે. તિર્યંચમાં પણ અનંતવા૨ જઈ આવ્યો ને ત્યાં ભૂખના-પ્યાસના–રોગના એમ અનેક જાતનાં દુ:ખો સહન કર્યાં છે, નરકમાં કેટલાં દુઃખ સહન કર્યાં છે! એવાં દુ:ખો સહન કરી કરીને આ મનુષ્યભવ માંડ માંડ મળ્યો છે. તેમાં આવો પ્રસંગ બન્યો તો પોતે મનને ફેરવી નાંખવું કે મારે તો મારા આત્માનું કરી લેવું છે. ગુરુદેવ મળ્યા છે તો વાંચન, વિચાર, દેવ-શાસ્ત્રગુરુની મહિમા તે કરવા જેવાં છે. જે પ્રસંગ બન્યો તેમાં શાંતિ રાખવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, માટે શાંતિ જ રાખવી. આકુળતા કરવાથી તો કર્મબંધ થાય, માટે શાંતિ રાખવી તે સુખદાયક છે. મનને ફેરવી નાખવું. ગુરુદેવનાં પ્રવચનોની ટેપ મૂકવી, શાસ્ત્ર વાંચવા, જેમાં પોતાને રસ પડે ને સમજાય તેવું વાંચન કરવું તથા ચિત્તને તેમાં જોડી દેવું તે જ કરવા જેવું છે; Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૧૪] [ સ્વાનુભૂતિદર્શન ગમે તેવા દુ:ખના પ્રસંગમાં વૈરાગ્યમાં ઝંપલાવવું તે આત્માર્થીનું કર્તવ્ય છે. પોતાને શ્રેયરૂપ અને સુખદાયક તે એક જ છે. બાકી આવાં જન્મ-મરણ અનંત કર્યા છે. લોકના જેટલા પરમાણુ છે તે બધા ગ્રહણ કર્યા અને છોડ્યા, લોકનાં બધાં ક્ષેત્રે જન્મ-મરણ કરી ચૂક્યો. અવસર્પિણી–ઉત્સર્પિણી કાળના એક એક સમયે અનેકવાર જન્મ-મરણ કરી ચૂક્યો તો પણ ભવનો અભાવ થયો નથી. ભવનો અભાવ તો ગુરુદેવનો બતાવેલો માર્ગ ગ્રહણ કરે તો થાય. એવી જાતની ભાવના કરવી કે હવે આવા કોઈ પ્રસંગો જ ન બને. બસ, આત્મા સ્વરૂપે અશરીરી છે, તો હવે શરીર જ ન મળે, આત્મા એકલો ચૈતન્ય જ્ઞાયક છે તે ઓળખાઈ જાય અને જ્ઞાયકની મહિમા આવે એ જ કરવા જેવું છે. આત્મા પોતે જ્ઞાયક છે, અપૂર્વ આનંદથી ભરેલો છે. આનંદ-સુખ બધું આત્મામાં છે. તેને યાદ કરવો. બીજું યાદ આવે તો વિચારો ફેરવી નાખવા. બહારનું યાદ કરવાથી અશુભ કર્મબંધન થાય માટે વિચારો ફેરવી નાખવા. બધા સારા પ્રસંગો યાદ કરવા. બનેલા પ્રસંગને બહુ લંબાવીને યાદ જ ન કરવો. તેને વિસ્મરણ કરી, સ્મરણ કરવા યોગ્ય દેવ-શાસ્ત્ર-ગુરુ અને તેમના પ્રસંગો યાદ કરવા, મહાપુરુષોનાં ચારિત્રો યાદ કરવાં. આવા પ્રસંગો તો ચોથા કાળમાં પણ બનતા હતા. રામ-લક્ષ્મણ-સીતા જેવાને વનમાં જવું પડ્યું હતું, સીતાજીની અગ્નિ-પરીક્ષા થઈ હતી. આ તો પંચમકાળ છે, એમાં તો આવું બન્યા જ કરે છે. માટે શાંતિ રાખવી તે જ એક સુખદાયક છે. મુમુક્ષુ - છોકરાઓ નાનાં એટલે યાદ આવે. બહેનશ્રી:- સૌનાં પુણ્ય સૌની પાસે છે, તેની ચિંતા જ ન કરવી. પોતાના રાગને લઈને વિકલ્પ આવે પણ આકુળતા ન કરવી. મુમુક્ષુ – વાંચન કરવાથી ઘણું સમાધાન થાય છે. બહેનશ્રી - વાંચન કર્યા કરવું. હિંમત જ રાખવા જેવી છે. મુમુક્ષુ - શાંતિ રાખીએ, પણ પાછું યાદ આવી જાય છે. બહેનશ્રી - શાંતિ ઘણી રાખી છે, પણ વધારે પુરુષાર્થ કરવો. અત્યારે ધર્મ કરવાનો ટાઈમ મળ્યો છે. બધા સંયોગો છે તે પુણ્ય-પાપના ઉદયને કારણે છે, તે પોતાના હાથની વાત નથી. જે કાળે જે બનવાનું હોય તે બને છે. તેમાં કોઈનું ડહાપણ કામ નથી આવતું. જે કાળે-જ્યારે-જે સમયે દેહ છૂટવાનો હોય ત્યારે કોઈનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૧૫ ડહાપણ કામ ન આવે. વિચાર આવે, પણ જ્યારે આયુષ્ય પૂરું થાય ત્યારે કોઈનું ચાલતું નથી. કોઈના વિકલ્પ કામ નથી આવતા. આયુષ્ય હોય તો ગમે તેવા સંયોગમાં દવા લાગુ પડે છે, આયુષ્ય પૂરું થાય ત્યાં કોઈ દવા લાગુ પડતી નથી. ગમે તેવા દુઃખના પ્રસંગોમાં શાંતિ રાખવી. સંસાર આવો છે, સંયોગો ક્ષણિક છે. ગમે તેવી સ્થિતિમાં ગુરુદેવનો એક મંત્ર યાદ કરીએ તો ઘણું સમાધાન થાય એમ છે. શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુ શરણ છે, અંતરમાં જ્ઞાયક જુદો છે તે શરણ છે. મુમુક્ષુઃ- ગુરુદેવ બહુ યાદ આવે છે. બહેનશ્રી:- ગુરુદેવ તો ગુરુદેવ જ હતા. તેઓ કેમ ભુલાય ? કુદરત આગળ કોઈનો ઉપાય નથી. એવા મહાપુરુષ તો શાશ્વત રહે એવી ભાવના થાય; પણ કુદરત આગળ કોઈનો ઉપાય નથી. ગુરુદેવે જ ઉપદેશ આપ્યો છે તે અંતરમાં જમાવટ કરી આગળ જવું તે એક જ ઉપાય, અંતરમાં કરવાનો છે. પદ્મનંદી આચાર્ય કહે છે કે મારા ગુરુએ જે ઉપદેશની જમાવટ મારા અંતરમાં કરી છે તે ઉપદેશની જમાવટ આગળ મને કાંઈ પ્રિય નથી, પૃથ્વીનું રાજ્ય પણ પ્રિય નથી. પૃથ્વીનું રાજ્ય તો શું, પણ ત્રણ લોકનું રાજ્ય મળે તો પણ તે મને પ્રિય નથી. મારા ગુરુએ જે ઉપદેશની જમાવટ કરી છે તેની મને એટલી ભક્તિ છે કે મારા હૃદયની અંદર બીજા કોઈની મને રુચિ નથી. આ જગતની અંદર શું અપૂર્વ છે? કાંઈ અપૂર્વ નથી. જીવને અનંતકાળમાં બધું મળી ચૂકયું છે. તેને દેવલોકનાં પદ મળી ચૂકયાં છે. મોટી-મોટી પદવીઓ મળી ચૂકી છે, પણ તેમાં જીવને કયાંય શાંતિ મળી નથી. ગુરુદેવે તો વર્ષો સુધી વાણી વરસાવી છે અને બધા ભક્તોને તૈયાર કર્યા છે. તેની આગળ બધી બહારની ઋદ્ધિ તુચ્છ છે, બહારના બધા સંયોગો તુચ્છ છે. જેમ પૂર્વભવનું વીસરાઈ ગયું છે તેમ આ ભવમાં જે બન્યું તે બધું વીસરી જવું. હવેથી નવું જીવન શરૂ કરવાનું છે. ગયો ભવ જેમ ગયો તેમ આ ભવમાં જે થયું તે વીસરી જવું. નવી જિંદગી જાણે કરવાની હોય એવો વિચાર કરવો. ૩૮૧. પ્રશ્ન:- અવારનવાર આપ ‘સહજ' કહો છો તો ‘સહજ' એટલે શું? આત્મા પુરુષાર્થ વગર સહજ સાધ્ય છે? સમાધાનઃ- જ્ઞાયક સ્વભાવ સહજ છે, પણ પુરુષાર્થ કરવો, અને પરિણમનનો પલટો કરવો તે કાંઈ તેની મેળાએ થઈ જાય છે કે કોઈ કરાવી દે છે તેમ નથી. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ ] [સ્વાનુભૂતિદર્શન તત્ત્વ સહજ છે, જ્ઞાયકતત્ત્વ સહજ છે પણ તેનો નિર્ણય કરવો કે આ તત્ત્વ તે હું અને આ વિભાવ હું નથી તે તો પોતાના પુરુષાર્થથી થાય છે. યત્ન સાધ્ય નથી એટલે કે કૃત્રિમતા નથી, વિકલ્પ કરી કરીને પોતાને સાધ્ય કરવું પડે તેમ નથી. પણ પોતાના સહજ પ્રયત્ન સાધ્ય છે. પરિણતિ પોતાની છે તે પોતે પુરુષાર્થથી પલટો કરે છે. તેની સાથે કાળલબ્ધિ આદિ ભેગાં ભળે છે. કાળલબ્ધિ એટલે બધી કુદરત ભેગી ભળે છે, પણ યત્ન તો પોતાને કરવાનો રહે છે. યત્ન સાધ્ય એટલે કાંઈ કૃત્રિમ વિકલ્પ કરીને યત્ન કરવો એમ નહિ, પણ પોતાને ભાવના આવે છે કે હું પુરુષાર્થ કરું, આ મારે નથી જોઈતું, આ મારે જોઈએ છે એવી ભાવનાની ઉગ્રતા કરીને પોતાના પુરુષાર્થથી પલટો ખાય છે. તત્ત્વ સહજ છે, પણ તેનો પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. કૃત્રિમ વિકલ્પ દ્વારા તે થાય તેમ નથી. પોતાના પુરુષાર્થની ગતિનો –પોતાની પરિણતિની ગતિનો-પલટો પોતે કરે છે. ૩૮૨. પ્રશ્ન- એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું? સમાધાન - હા, એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું. સહજ કહ્યું એટલે પુરુષાર્થ કોઈ કરી દે કે એની મેળે મેળે થઈ જાય તેમ નથી. પોતાની પરિણતિ પલટો ખાય છે તેમાં તેની ભાવના એમ જ હોય કે આ એકત્વબુદ્ધિને તોડું, ભેદજ્ઞાન કરું, હું પુરુષાર્થ કરું, મારી પરિણતિ પલટો કેમ ખાય? પણ ભાવના એમ ન હોય કે તેની મેળાએ થઈ જશે.-યત્ન સાધ્ય નથી–એવી ભાવના ન હોય. પુરુષાર્થ કરું એવી ભાવના જેને હોય તેની પરિણતિ જ પલટો ખાય છે. એવી ભાવના જેને નથી હોતી અને તેની મેળાએ થાશે એવું હોય તેની પરિણતિ પલટો ખાતી જ નથી. જેને એમ ભાવના હોય કે મારે આ નથી જોતું-વિભાવથી છૂટું પડવું છે, મારે ભેદજ્ઞાન કરવું છે, મારે જ્ઞાયકને ઓળખવો છે, એવી પુરુષાર્થ કરવાની ભાવના જેને હોય, તેની જ પરિણતિ પલટો ખાય છે. એવી ભાવનાને પુરુષાર્થની સાથે સંબંધ છે. જેની ભાવના એવી હોય કે તેની મેળાએ થાશે, યત્ન સાધ્ય નથી તો તેની પરિણતિ પલટો જ ખાતી નથી. ભાવનાને પુરુષાર્થની ગતિ સાથે સંબંધ છે. ૩૮૩. પ્રશ્ન:- પુરુષાર્થ કરવાની ભાવનામાં કયાંક કતૃત્વબુદ્ધિ થઈ જશે એવી બીક અંદર રહ્યા કરે છે એનું શું કરવું? સમાધાનઃ- કર્તુત્વબુદ્ધિ તેમાં નથી આવતી. ભાવના સાથે કર્તુત્વબુદ્ધિ નથી આવતી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] | [ ૨૧૭ જે યથાર્થ સ્વભાવને ઓળખનારો છે તેને કર્તુત્વબુદ્ધિ કેવી રીતે થાય? પુરુષાર્થનું સાચું સ્વરૂપ જે ઓળખી લે છે તેને હું પરદ્રવ્યને કરું, વિકલ્પનો કર્તા થાઉં, એવી કર્તાબુદ્ધિ કેવી રીતે આવે? જ્ઞાયકપણું કેવી રીતે પ્રગટે, જ્ઞાયકનો પુરુષાર્થ કેવી રીતે થાય, અને કર્તબુદ્ધિ કેવી રીતે થાય છે તેને અંદરથી ખરી લગની લાગી છે તે ઓળખી લે છે. જેનો પુરુષાર્થ સહજ થાય છે, તેને કર્તાબુદ્ધિનો ડર નથી લાગતો. પુરુષાર્થ કરતાં-કરતાં મારાથી ભૂલ થશે અને કર્તુત્વબુદ્ધિ આવી જશે એવો અંદરની જિજ્ઞાસાવાળાને ડર હોતો નથી. મારી ભાવના જ્ઞાયકને પ્રગટ કરવાની છે, તેમાં કર્તા બુદ્ધિ કયાંથી આવી જાય? તેનું હૃદય નિઃસંશયપણે પુરુષાર્થ કરે છે, તેને કતૃત્વબુદ્ધિનો ડર લાગતો નથી. જેને અંદર ભાવના જાગે છે તેને કર્તબુદ્ધિ આવતી નથી. ૩૮૪. પ્રશ્ન- કમબદ્ધ તો પર્યાય છે, તો પર્યાય ઉપરથી ગુરુદેવ કેવી રીતે દ્રવ્યદષ્ટિ ઉપર લઈ જવા માગે છે? સમાધાનઃ- દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરી અને જે પર્યાય છે તેની કર્તબુદ્ધિ છોડી દે. તારી પરદ્રવ્ય સાથે જે કર્તબુદ્ધિ છે તેને છોડ, એમ ગુરુદેવનું કહેવું છે. તેની જે પર્યાયો પરિણમવાની છે, તે પરિણમે છે તેથી હું તેની પણ કર્તબુદ્ધિ છોડ. પરદ્રવ્યને હું કરી શકું છું, એમ તું પોતે બીજાનો સ્વામી થઈને તેનું કરવા માંગે છે એવી સ્વામિત્વબુદ્ધિ-કર્તબુદ્ધિ તોડીને તું તારા દ્રવ્ય ઉપર દષ્ટિ કર. જે તારું દ્રવ્ય છે તેના ઉપર દષ્ટિ કર. જે પર્યાયો પરિણમે છે તેનો તું કર્તા નથી એમ કહેવા માંગે છે. ક્રમબદ્ધ કર્તાબુદ્ધિ છોડાવે છે, પણ ક્રમબદ્ધ છે તે પુરુષાર્થપૂર્વક હોય છે. કમબદ્ધનો પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. જે પર્યાય પરિણમવાની હોય તે પરિણમે છે, પણ સ્વ તરફ પોતે પુરુષાર્થ કરે છે-સ્વભાવ તરફનો પુરુષાર્થ કરે છે તે પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. સ્વભાવની પ્રાપ્તિ થાય તેમાં પુરુષાર્થ સાથે જોડાયેલો હોય છે. પુરુષાર્થ વગરનું એકલું કમબદ્ધ હોતું નથી. તું દ્રવ્ય ઉપર દષ્ટિ કર, કર્તબુદ્ધિ છોડ, તું જ્ઞાતા થઈ જા. પછી જે પર્યાય જેમ પરિણમવાની હોય તેમ પરિણમે; પણ તેમાં દવ્યદૃષ્ટિ કરવાનો પુરુષાર્થ ભેગો આવે છે. દ્રવ્યદષ્ટિ તો તારે જ કરવાની છે. જેમ બનવાનું હશે તેમ બનશે એમ કરવાથી તેની મેળાએ દ્રવ્યદષ્ટિ થઈ જતી નથી. પુરુષાર્થ કરે તો દ્રવ્યદૃષ્ટિ થાય છે એટલે ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું છે. પર્યાય કમબદ્ધ છે, પણ દ્રવ્યદષ્ટિ કરી કર્તા બુદ્ધિ છોડાવી છે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૧૮ ] [ સ્વાનુભૂતિદર્શન એમ ગુરુદેવનું કહેવું છે. ક્રમબદ્ધ એવી જાતનું નથી કે તેને પુરુષાર્થ સાથે કાંઈ સંબંધ જ નથી. ભગવાને જેમ જોયું હોય તેમ થાય, પણ ભગવાને જે દ્રવ્યદૃષ્ટિ થઈ તે પ્રયત્ન વગર જઈ જશે તેમ જોયું નથી. જે આત્માર્થી હોય તેનું લક્ષ પુરુષાર્થ ૫૨ હોય છે. તું પરનું કાંઈ કરી શકતો નથી, તેથી તું પ૨ પદાર્થ તરફની તારી કર્તાબુદ્ધિ છોડી દે. તારા દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિ કરીને તારી પરિણિતની ગતિ ફેરવવી તે તારા પુરુષાર્થની વાત છે, તે કાંઈ પુરુષાર્થ વગર થતું નથી. ગુરુદેવે તો અનેક પ્રકારે સમજાવ્યું ને તેના આશયમાં પુરુષાર્થ તો મુખ્ય છે તેમ કહેતા હતા. ગુરુદેવે જ બધું સમજાવ્યું છે. ૩૮૫. પ્રશ્ન:- સર્વજ્ઞે જેવું જોયું હશે તેવું થશે એમ કોઈ કહે તો, ગુરુદેવ સાથે એમ પણ કહેતા કે તેં સર્વજ્ઞની સત્તાનો પ્રથમ સ્વીકાર કર્યો છે? તો એમાં પૂજ્ય ગુરુદેવનો શો આશય રહેલો છે? સમાધાનઃ- જેણે ક્રમબદ્ધ નથી માન્યું તેણે સર્વજ્ઞ માન્યા નથી. જે પોતે દ્રવ્યદૃષ્ટિ કરે છે તેણે સર્વજ્ઞને માન્યા છે. ભગવાને જેમ જોયું હશે તેમ થાશે તેનો સ્વીકાર કરે તે પોતે પણ જ્ઞાતા થઈ જાય છે એમ ગુરુદેવનું કહેવું છે. સર્વજ્ઞને કોણે માન્યા છે? કે જે જ્ઞાતા થઈ જાય તેણે માન્યા છે. જે પોતે હું કરી શકું છું, મારાથી બધું થાય છે તેમ માને છે તે સર્વજ્ઞને–ભગવાનને માનતો નથી, ભગવાને જોયું તેમ થશે તેને માનતો નથી. જે જ્ઞાયક થઈ જાય તેણે ભગવાનને સ્વીકાર્યા છે. તું જ્ઞાતા થઈ જા. જેણે દ્રવ્યદષ્ટિ કરી તેણે જ ક્રમબદ્ધ માન્યું છે, બીજા કોઈએ માન્યું નથી. જેણે દ્રવ્યદૃષ્ટિ કરી તેણે સર્વજ્ઞને માન્યા છે, તેણે ક્રમબદ્ધ માન્યું છે. જે માત્ર લૂખું બોલે છે તેણે ક્રમબદ્ધ માન્યું નથી. ૩૮૬. પ્રશ્ન:- સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં અંદરમાં શું થાય? સમાધાનઃ- ચૈતન્ય જે જુદો હતો તે જુદા સ્વરૂપે પરિણમી ગયો, દુનિયાથી જુદો પડી ગયો. તેની આખી પરિણિત જ દુનિયાથી અલગ થઈ ગઈ. વિભાવની દશાને અને સ્વભાવની દશાને પ્રકાશ અને અંધકાર જેટલો તફાવત થઈ ગયો. જે માર્ગ સૂઝતો ન હતો તે માર્ગ મળી ગયો. માર્ગ મળ્યો, પણ કરવાનું હજી બાકી છે. અંદરમાં હજી પોતારૂપે-પૂર્ણપણે પોતે સહજ પરિણમી જાય તે હજી કરવાનું બાકી છે. ૩૮૭. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ [૨૧૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] પ્રશ્ન- શું જ્ઞાની આત્માને આખા માર્ગની સૂઝ પડી જાય છે કે શરૂઆતની આ રીત છે અને આવી રીતે પૂર્ણ કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જશે ? સમાધાનઃ- જ્ઞાનીએ આખો માર્ગ જાણી લીધો કે જે અંશ પ્રગટ થયો છે, તે જ માર્ગે આગળ જવાનું છે. જ્ઞાયકનો જે માર્ગ પ્રગટ થયો, જ્ઞાયક-જ્ઞાયકરૂપે પરિણમી ગયો તે માર્ગે જતાં પૂર્ણતા મળશે. જે અંશ પ્રગટ થયો તે માર્ગે ચાલવાથી પૂર્ણતા થશે. સાધકને માર્ગ અંદરથી સ્પષ્ટ થઈ ગયો છે, તેથી હવે માર્ગ ગોતવા જવું પડતું નથી; તેને કોઈને પૂછવું પડતું નથી. તેને અંદરથી માર્ગ સહજ દેખાઈ ગયો છે. તે માર્ગે ગતિ કરીને પૂર્ણતા-કેવળજ્ઞાન પામશે. ૩૮૮. પ્રશ્ન:- ધવલમાં આચાર્યદેવ કહે છે કે મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે તો તેમાં શું આશય છે? સમાધાન- મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે તેમ આચાર્યદવ કહે છે તેનો આશય એ છે કે મતિ-શ્રુતજ્ઞાન કે જે જ્ઞાનનો અંશ છે તે, પૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાનને બોલાવી રહ્યું છે. જે એક અંશ પ્રગટ થયો છે તે કેવળજ્ઞાનને દેખી રહ્યું છે. જેવો આ અંશ છે તેવું જ કેવળજ્ઞાન છે, તે કેવળજ્ઞાન પૂર્ણ છે કે આ મતિ-શ્રુત એક અંશ છે, છતાં તે અંશમાં એટલું સામર્થ્ય છે કે તે કેવળજ્ઞાન લીધે છૂટકો કરશે. દ્રવ્ય કેવા સ્વરૂપે છે, તેની પૂર્ણતામાં કેવળજ્ઞાન કેવું હોય, સાધકદશાપાંચમું, છઠ્ઠ, સાતમું આદિ ગુણસ્થાન કેવાં હોય તે બધું જ એક અંશ પ્રગટ થયો તેણે જાણી લીધું છે. એક સ્વાનુભૂતિ થઈ તેમાં દષ્ટિ, જ્ઞાન અને ચારિત્ર સંબંધી બધું જાણી લીધું છે. અર્થાત્ કેવળજ્ઞાનની પૂર્ણતા સુધીનું જાણી લીધું છે. તેથી જ્ઞાયકની જે પરિણતિ ને ભેદજ્ઞાનની જે ધારા છે તેને વધારતો જાય છે, દ્રવ્યમાં વધારે લીનતા કરતો જાય છે. એકત્વબુદ્ધિ તો તૂટી જ ગઈ છે; તેથી હવે સ્વરૂપમાં વિશેષ લીનતા કરવાની બાકી છે. તેથી ધ્યાનની ધારા વૃદ્ધિગત થતાં આગળ જાય છે. ધ્યાન એટલે એકાગ્રતા, તે એકાગ્રતાની પૂર્ણતામાં કેવળજ્ઞાન પ્રગટે છે. ૩૮૯. પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને શું કોઈ સ્પૃહા જ રહી નથી ? સમાધાનઃ- જેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે તેને એકત્વબુદ્ધિ તૂટી જાય છે તેથી તેને જગતની કોઈ સ્પૃહા નથી, બહારની કોઈ અપેક્ષા નથી. રાગના કોઈ વિકલ્પમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૨૦ ] [ સ્વાનુભૂતિદર્શન તેને રસ નથી, જગતના કોઈ પુણ્ય તત્ત્વ પ્રત્યે તેને રસ નથી, સ્પૃહા માત્ર છૂટી ગઈ છે. જ્ઞાનીને એકત્વબુદ્ધિપૂર્વક કોઈ જાતની સ્પૃહા નથી. જોકે પુરુષાર્થની મંદતાથી આચરણમાં અલ્પ સ્પૃહા રહે છે તે જુદી વાત છે; પણ શ્રદ્ધામાં તો તેણે પહેલાંથી નવ નવ કોટિએ બધાંનો ત્યાગ કર્યો છે. નવ નવ કોટિએ વિભાવ મારે જોઈતા નથી. ઊંચામાં ઊંચા શુભભાવના વિકલ્પને પણ મન-વચન-કાયાથી છોડું છું. મારે તે નથી જોતા, નથી જોતા-એ રીતે શ્રદ્ધામાંથી પહેલાં વિકલ્પો છૂટી જાય છે. પછી આચરણમાંથી પણ છૂટી જાય છે. જ્ઞાની અસ્થિરતાને લીધે બહારનાં કોઈ આચરણોમાં ઊભા હોય, પરંતુ તે સર્વ આચરણો તિલાંજલીરૂપ છે. મને તેના પ્રત્યેની કોઈ સ્પૃહા નથી, કોઈ વિકલ્પનો અંશ માત્ર મારો નથી. સ્વરૂપના ગુણ-પર્યાયના વિચારોમાં રોકાવું તે પણ પોષાતું નથી. ૩૯૦. પ્રશ્ન:- જ્ઞાનીને મારે આત્મા જોઈએ છીએ એવો વિકલ્પ નથી ? સમાધાનઃ- જ્ઞાનીને કોઈ પણ જાતનો એકત્વબુદ્ધિનો વિકલ્પ રહેતો નથી. જ્યાં સુધી અસ્થિરતાના વિકલ્પમાં ઊભા છે ત્યાં સુધી આકુળતા છે; પણ જ્યાં પરિણતિ આત્મા તરફ ગઈ ત્યાં વિકલ્પ નથી. જે આત્માને મેં ગ્રહણ કર્યો તે હું પોતે જ છું, આ હું છું-એ જાતના વિકલ્પમાં પણ તે રોકાતો નથી. ‘હું છું તે છું. શ્રદ્ધામાં તો એમ જ છે. સહજ સ્વરૂપ-કુદરત સ્વરૂપ-આત્મા, સહજપણે કુદરતી પરિણમી જાય છે. અનંત ગુણ અદ્દભુત અને ચમત્કારિક છે તે રૂપે પોતે સહજ પરિણમી જાય છે. સહજ આનંદ, સહજ જ્ઞાન, સહજ દર્શન, આદિ જે અનુપમ અને અપૂર્વ ગુણ છે તેનું અંશે પરિણમન છે, તે લીનતા વધતાં પૂર્ણરૂપે પરિણમી જાય છે. સાધકદશામાં શ્રુતજ્ઞાનના ને દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારો, દેવ-શાસ્ત્રગુરુની ભક્તિ વગેરે એવા વિકલ્પ આવે છે. અંતરમાં પૂરો ઠરી શકતો નથી ને સ્વાનુભૂતિમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે ભક્તિના વિકલ્પો આવે છે. પણ ચૈતન્યનું રહેવાનું સ્થળ બદલાઈ ગયું છે. જ્ઞાનીની લીનતાની આખી દિશા બદલાઈ ગઈ છે-અરે! તેની આખી દુનિયા જ બદલાઈ ગઈ છે. તેનું રહેવાનું સ્થાન પણ આત્મા, બેસવાનું સ્થાન પણ આત્મા આસન પણ આત્મા, બધું આત્મામય જ થઈ ગયું છે. તેનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ [૨૨૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] આખું જગત બદલાઈ ગયું છે એટલે કે જગત તો જે છે તે છે; પણ પોતે બદલાઈ ગયો છે તેથી બધું બદલાઈ ગયું છે, આત્મામય થઈ ગયું છે. ૩૯૧. પ્રશ્ન- બેનશ્રી ! જાગતો જીવ ઊભો છે તે કયાં જાય? કૃપયા યહુ વચનામૃતકો મર્મ સમજાઈયે. સમાધાનઃ- જાગતા જીવ જાગૃત હી હૈ, ઈસકા નાશ નહીં હુવા હૈ, વો સો નહીં ગયા છે. જ્ઞાનસ્વભાવ જાગૃત હી હૈ, વહુ કહાં જાય? વહુ પરભાતમેં એકત્વ નહીં હોતા, મૂલ વસ્તુ સ્વભાવ કહીં જાતા હી નહીં. અનંતકાલ નિગોદમેં ગયા, એકેન્દ્રિય હો ગયા ઔર જ્ઞાન બહુત કમ હો ગયા, ફિર ભી વહ તો જૈસા કા વૈસા હી હૈ. જાગતા જીવ કહાં જાય? અનંતકાલ ભટકા ઔર જન્મ-મરણ કિયા, તો ભી ખુદ તો ઐસા હી રહતા હૈ. ચાહે જાગતા હો, સોતા હો, સ્વપ્નમેં હો, તો ભી વહુ સત્ હૈ ઔર સકા નાશ નહીં હોતા. જો વિદ્યમાન હૈ, જાગૃત હૈ વહુ કહાં જાય ? જાગતા જીવ વિદ્યમાન હૈ, વિધમાન વસ્તુ કાં જાય? જાગતા જીવ સદાકે લિયે જાગતા હી હૈ, જાગૃત હૈ યાનિ કિ ચૈતન્ય સ્વરૂપ હૈ, ઔર વહ જાગૃત હૈ તો કહાં જાય? વિભાવ હોનેસે ઉસકા નાશ નહીં હોતા. અનંતકાલસે શરીરને સાથ એક ક્ષેત્રમે રહા હૈ, ફિર ભી ઉસકા નાશ નહીં હોતા. વિદ્યમાન સદા વિદ્યમાન હી હૈ; જાગૃત સદા જાગૃત હી હૈ, વહ દેવલોકમેં ગયા, નરકમે ગયા, તો ભી આત્મા તો જૈસા હૈ વૈસા હી રહા હૈ ઉસકા એક અંશ ભી નષ્ટ નહીં હુઆ હૈ, વહ ભરચક ભરા તત્ત્વ હૈ, ઈસકા કોઈ કર્તા નહીં હૈ, ઉસકી ઉત્પત્તિ ભી નહીં હૈ, ઔર ઉસકા નાશ કરે ઐસા કોઈ તત્ત્વ ભી નહીં હૈ, ઐસા સત્ તત્ત્વ હૈ તો સકા કૌન નાશ કર સકતા હૈ? ૩૯૨. પ્રશ્ન- હું જ્ઞાયક જ છું, એવી ભાવના વિકલ્પરૂપે ભલે સતત ન રહે; પણ તેની પ્રાપ્તિ નથી થતી તેની ખટક તો સતત રહ્યા કરવી જોઈએ ને ? સમાધાનઃ- જિજ્ઞાસુને વિકલ્પરૂપે ભાવના સતત નથી રહેતી; પણ તેને એની ખટક તો રહ્યા જ કરે છે. જે જે બધા પ્રસંગો બને, વિભાવની કોઈ પરિણતિ થાય ત્યારે તેને ખટક રહ્યા કરે કે આ મારું સ્વરૂપ નથી, હું તો આનાથી જુદો છું. જુદો થઈ શકતો નથી તેની ખટક રહ્યા કરે છે તો એકત્વબુદ્ધિનો રસ મંદ પડી જાય છે. હું તો જુદો છું એમ પ્રજ્ઞાછીણીથી બે ભાગ નથી પડ્યા; પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૨૨ ] [ સ્વાનુભૂતિદર્શન એકત્વનો ૨સ મંદ પડી જાય છે. હું તો જુદો છું, જ્ઞાયક છું એવી ખટક તો જિજ્ઞાસુને દરેક ક્ષણે રહ્યા જ કરે છે. ૩૯૩. પ્રશ્નઃ- દ્રવ્ય મોજૂદ છે તો પણ દેખાતું કેમ નથી ? સમાધાનઃ- દ્રવ્ય તો સદા વ્યક્ત જ છે; પણ પોતે તેના ઉપર દષ્ટિ કરતો નથી તેથી દેખાતું નથી. અનાદિની દૃષ્ટિ પર તરફ છે તેથી બીજું બધું દેખાય છે, પણ પોતે પોતાને દેખતો નથી. દ્રવ્ય મોજૂદ છે છતાં અનાદિની ભ્રાન્તિને લીધે તેને દેખાતું નથી. પોતે જ છે, તો પોતે પોતાનાથી છાનો કેમ રહે? પોતે પોતાથી છાનો નથી. તે સ્વયં છે, સાક્ષાત્ છે, જ્ઞાયક પોતે જ છે, બીજો નથી. આ તો પોતે પોતાને દેખતો નથી તેના જેવી વાત છે. કોઈ કહે કે હું મને દેખતો નથી પણ જે જાણનારો છે તે પોતે જ છે. આ બધું કોણ જાણી રહ્યું છે? જે જે કાર્યો થાય છે, બધા વિકલ્પો આવે છે તેને જાણે છે કોણ ? ગયા કાળમાં, વર્તમાનમાં ને ભવિષ્યમાં જે પ્રસંગો બન્યા, બને છે ને બનશે તેનું પોતાને અંદરમાં સ્મરણ રહે છે, યાદગીરી રહે છે, તો પોતે અસ્તિ ધરાવે છે તે નક્કી થાય છે. હું કોણ છું? હું તો શાશ્વત ટકતો આત્મા છું. બહારનું બધું પલટી જાય છે, હું પોતે તો શાશ્વત રહું છું. જાણનારની દોરી એમ ને એમ ચાલુ જ રહે છે. એક પછી એક પર્યાયને ગ્રહણ નહિ કરતાં, તેમાં જે શાશ્વતો છે તે જ પોતે છે; પણ ભ્રાન્તિને લઈને ભૂલી ગયો છે કે હું મને દેખાતો નથી. પોતે જ પોતાની શંકા કરે એ અચરજની વાત છે. અજ્ઞાનથી પોતે પોતાની હયાતીને-અસ્તિત્વને ભૂલી ગયો છે. ૩૯૪. પ્રશ્ન:- આત્માની પ્રાપ્તિ માટે તત્ત્વનો સર્વાંગી અભ્યાસ જ કાર્યકારી છે કે એથી વિશેષ બીજી જરૂરિયાત છે? સમાધાનઃ- તત્ત્વનું સાચું જ્ઞાન તો હોવું જ જોઈએ. જીવ અભ્યાસ તો કરે છે, પણ અભ્યાસની સાથે અંતરમાં તેને લગની આત્માની મહિમા, વિરક્તિ એ બધું હોય તો થાય. કોઈ માત્ર અભ્યાસ જ કરે ને તે અભ્યાસ પણ લુખ્ખો, શુષ્ક હોય તો કંઈ થાય નહિ. ચૈતન્યની તેને અંદરથી મહિમા હોય કે ચૈતન્ય દ્રવ્ય કેટલું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૨૩ સામર્થ્યવાન છે! આ બધું નિઃસાર છે, સારભૂત તત્ત્વ તો એક આત્મા જ છે, એવું અંતરથી લાગવું જોઈએ. તેની લગની લાગવી જોઈએ ને વિભાવમાં તેને કયાંય ગમતું ન હોય. મારો સ્વભાવ જ આનંદદાયક અને સુખરૂપ છે એવું જો તેને અંદરથી લાગે તો તે આગળ જાય છે. એકલો અભ્યાસ જ કરે તો ન થાય, પણ સાચું જ્ઞાન તેનો ઉપાય છે. સાચા જ્ઞાન વગર આગળ જઈ શકાતું નથી. દ્રવ્ય કોને કહેવાય, પર્યાય કોને કહેવાય તે જાણતો નથી તો માર્ગ જાણ્યા વગર આગળ જઈ શકાતું નથી. સાથે તત્ત્વને જાણીને અંદરથી એટલી લગની લાગવી જોઈએ, ચૈતન્ય દ્રવ્ય વગર તેને ચેન પડે નહિ એવું લાગવું જોઈએ તો આગળ જાય છે. ૩૯૫. પ્રશ્ન:- શાસ્ત્ર-અભ્યાસમાંથી બધું ન મળી શકે? સમાધાનઃ- એકલા અભ્યાસમાંથી કાંઈ નીકળે નહિ. અભ્યાસ સાધન (નિમિત્ત) માત્ર થાય, પરંતુ અભ્યાસથી બધું મળી શકે નહિ. અંદર પોતાને પોતાની મહિમા લાગવી જોઈએ. આત્મા સારભૂત છે, એવું પોતાને લાગવું જોઈએ. અભ્યાસ બધું લાવી દેતો નથી. એવો અભ્યાસ તો જીવ ઘણી વાર કરે છે. નવ પૂર્વ ને અગિયાર અંગ સુધી ભણ્યો, પણ તેટલા માત્રથી કાંઈ થાય નહિ, બહિર્લક્ષી સાથે પોતાને અંતરની રુચિ જોઈએ. એકલો લુખ્ખો અભ્યાસ કામ ન કરે. રુચિ સહિત અભ્યાસ હોય તો વિભાવ તૂટીને સ્વભાવ પ્રાપ્ત થાય. ૩૯૬. પ્રશ્ન:- આ પદ્રવ્ય છે એમ જાણે પછી તેને ત્યાગે છે–તો શું સાચું જ્ઞાન થયા પછી રાખવાનો ભાવ રહેતો જ નથી. ? સમાધાનઃ- આ પારકું છે એમ જાણીને પરદ્રવ્યને કો ન૨ તજે ”–જ્યાં જાણ્યું કે આ મારા છે જ નહિ, ત્યાં સાચું જ્ઞાન થતાં તેને પરદ્રવ્યની મમતાનો ભાવ આવે જ નહિ, એવું જ્ઞાન થઈ જાય છે. હું આ જ્ઞાયક છું, પરદ્રવ્ય તો મારાં છે જ નહિ, હું અને પરદ્રવ્ય બંને તદ્દન જુદાં છે, વિભાવ તે મારો સ્વભાવ નથી એમ અંતરથી જોરદાર પ્રતીતિ-જ્ઞાન આવે તો એ વિભાવથી છૂટો જ પડી જાય, એવું ભેદજ્ઞાન થવું જોઈએ. પ્રતીતિ એવી થઈ ને સાચું જાણ્યું કે આ મારા નથી, તો તે એમાં ઊભો જ શું કામ રહે? માટે સાચું જ્ઞાન થાય પછી પરદ્રવ્યની મમતા છૂટી જ જાય. શાસ્ત્રમાં ધોબીના કપડાનું દૃષ્ટાંત આપે છે કે જ્યાં ખબર પડી કે આ વસ્ત્ર મારું Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪] [સ્વાનુભૂતિદર્શન નથી, બીજાનું છે ત્યાં તેને વસ્ત્રનો ત્યાગ થઈ જાય છે, મમત્વ છૂટી જાય છે. આ તો અંદરથી વિરક્તિ આવે ને આત્માની મહિમા હોય તો પરની મમતા છૂટે. જ્ઞાન કરે છે ને પરની મમતા છૂટતી નથી તો જ્ઞાન જ સાચું નથી. મહિમાવંત પદાર્થ તો આત્મા જ છે, બીજું કંઈ મહિમાવંત નથી. બહારનું તો બધું તુચ્છ છે. ૩૯૭. પ્રશ્ન- પૂજ્ય ગુરુદેવશ્રીની ટેપમાં એવું આવ્યું હતું કે આત્મા સુખદેવ સંન્યાસી છેતો બેનશ્રી ! સુખદેવ સંન્યાસીનો શો અર્થ છે તે કૃપા કરીને સમજાવશો. સમાધાન- પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે આત્મા સુખદેવ સંન્યાસી છે અર્થાત સુખથી ભરપૂર ભરેલો આત્મા છે. તે સુખનો દેવ છે-સુખની દિવ્યતાથી ભરેલો દેવ છે. અને સંન્યાસી છે-વિભાવથી જુદો સંન્યાસી છે. વિભાવ તેનામાં નથી ને સુખથી ભરેલો દિવ્ય દેવ છે. ૩૯૮. પ્રશ્ન:- સંન્યાસી એટલે શું ? સમાધાન- સંન્યાસી એટલે ત્યાગી. આત્મા વિભાવનો ને પરદ્રવ્યનો ત્યાગી છે. વિભાવનો ત્યાગી ને સુખનો ભરેલો સુખદેવ સંન્યાસી આત્મા છે. બહારથી બધા સંન્યાસ લે છે, ત્યાગવ્રત લઈ લે છે, હઠથી કષ્ટ કરતાં હોય છે, દુઃખ વેઠતાં હોય છે, પણ એવો સંન્યાસી આત્મા નથી, આ તો સુખદેવ સંન્યાસી છે. લોકો ત્યાગ-વ્રત ધારણ કરી લે, પછી તેને પરાણે પાળતાં હોય છે ને ખૂબ કષ્ટ વેઠતા હોય, પણ એવો સંન્યાસી આ નથી. આ તો સુખથી ભરપૂર છે. આત્માનો સંન્યાસ કેવો છે? સુખથી ભરેલો સંન્યાસ છે. જેમાં દુઃખનો અભાવ છે ને સુખનો પાર નથી તેવો એ સંન્યાસ છે. પોતાના અંતરમાં આનંદનો ભંડાર છે ને તે વિભાવનો ત્યાગી છે. ચૈતન્યદેવ એવો સુખદેવ સંન્યાસી છે. અનાદિથી પરદ્રવ્યનો આત્મામાં પ્રવેશ થયો નથી ને વિભાવનો અંશ પણ તેનો નથી. તે બધાથી તેને સંન્યાસ છે. જ્યારે સાધના પ્રગટ થાય છે ત્યારે સહજ સુખથી ભરેલો આત્મા પ્રગટ થાય છે. જેના આશ્રયે સહજ સાધના પ્રગટ થાય છે, એવો તે સુખરૂપ છે. જે છે તે બધું આત્મા છે. સંન્યાસી આત્મા, ત્યાગી આત્મા, સુખથી ભરેલો આત્મા, આનંદભંડાર આત્મા, જ્ઞાનથી ભરેલો જ્ઞાની આત્મા, આવો આત્મા દુઃખમય નથી, સુખથી ભરેલો સુખમય સંન્યાસી છે. ૩૯૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ર૨૫ પ્રશ્ન- કોઈ અપૂર્વ દિવ્ય મંત્ર બતા દો. સમાઘાન - ગુરુદેવને મંત્ર બતાયા હૈ. જ્ઞાયકદેવકો પિછાનો. જ્ઞાયકદેવ સુખસે ભરેલા હૈ ઈસકો પિછાનો, જ્ઞાયક દ્રવ્યની પ્રતીતિ, ઈસકા જ્ઞાન, ઈસમેં લીનતા કરે તો બેડો પાર હો જાય. ઐસા મહિમાવંત જ્ઞાયકદેવ હૈ. ૪OO. પ્રશ્ન- અનાદિકાળનાં આ ભવબંધનો તૂટીને મુક્તિ કેમ મળે તેનો માર્ગ બતાવવા કૃપા કરશો. સમાઘાન- મને કર્મનું બંધન છે એમ વિચાર કરવાથી કંઈ બંધન તૂટતું નથી. શાસ્ત્રમાં આવે છે ને? કે બેડીથી બંધાયો છે તે પોતે તોડે તો બંધન તૂટે છે. માત્ર તેના વિચાર કર્યા કરે તો બંધન તૂટતું નથી, તેને તોડવાનું કાર્ય કરે-પુરુષાર્થ કરે તો તૂટે છે. તેમ એકત્વબુદ્ધિ તોડવાનો પ્રયત્ન કરે તો તૂટે છે. અનાદિથી આ એકત્વબુદ્ધિ છે તે કેમ તૂટે, તેમ વિચારશૃંખલાથી તે તૂટતી નથી. પહેલાં વિચારો આવે છે, ન થાય ત્યાં સુધી વિચારો આવે છે, પણ તોડવાનું કાર્ય તો પોતાને કરવાનું છે. આત્મતત્ત્વના વિચારો કરે, મહિમા કરે, તેની જિજ્ઞાસા કરે, રુચિ કરે ને વાંચન-વિચાર આદિ બધું કરે; પણ તેનું ધ્યેય તો કાર્ય કરવા ઉપર જ હોવું જોઈએ. પોતે કારણ આપે તો કાર્ય પ્રગટ થાય છે. ૪૦૧. પ્રશ્ન- માર્ગ મળતો નથી તેથી મૂંઝવણ થાય છે, તે મૂંઝવણમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવા કૃપા કરો. સમાધાન - રસ્તો તો પોતાને કાઢવાનો છે, પુરુષાર્થ પોતે કરવાનો છે, પોતે જ માર્ગે ચાલવાનું છે, બધું પોતે જ કરવાનું છે. આચાર્યદવ કહે છે કે એક જ મહિના અભ્યાસ કરપછી આત્મા સ્વયં પ્રગટ થાય છે કે નહિ તે જો. પણ તે અભ્યાસ કઈ જાતનો?–તેની જાત જુદી છે. જેને આત્મા પ્રગટ થાય તેને તો અંતર્મુહૂર્તમાં થાય છે પણ ન થાય તો આચાર્યદવે ઉત્કૃષ્ટ છ મહિનાનો કાળ બતાવ્યો છે, પરંતુ અભ્યાસ કરે તો થાય ને? અભ્યાસ ઉગ્ર રૂપે, સમજીને, અંતરની ભાવનાથી ને ખટકથી કરે તો કાર્ય થાય. તે રીતે તારા હૃદય-સરોવરમાં દેખ, અંદર તેજપુંજ આત્મા બિરાજે છે અને તે પ્રગટ થાય છે કે નથી થતો તે તું જ. પ્રયત્ન કરે તો તે પ્રગટ થયા વગર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬]. Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન રહેવાનો જ નથી. અનાદિથી એકત્વબુદ્ધિ અને વિકલ્પની જાળમાં તે જેમ કરોળિયો પોતાની જાળમાં ગૂંચવાઈ જાય છે તેમ જ ગૂંચવાઈ ગયો છે, કરોળિયો જાળની અંદર હોવા છતાં પોતે અંદરથી છૂટો જ છે તેમ જીવ છૂટો છે. પ્રયત્ન કરે તો છૂટી શકે છે, છૂટી જવાય એવું છે. ૪૦૨. પ્રશ્ન- બહિર્લક્ષી જ્ઞાનમાં સંતોષાઈ જવાય છે કે તત્ત્વ સમજાઈ ગયું, બધું આવડી ગયું પણ ખરેખર તો શરૂઆત જ નથી થતી. તો કેમ કરવું? સમાધાન - અંદરમાં ઘણું કરવાનું છે. સમજાઈ ગયું ક્યારે કહેવાય કે અંદરથી પરિણમન થાય તો સમજાઈ ગયું કહેવાય. તે ન થાય ત્યાં સુધી સમજાણું એમ માને ને એવા વિચારો અંદર કર્યા કરે તો પણ સમજાયું નથી. પોતે ન દેખાય એવું નથી, લક્ષણ વડે દેખી શકાય છે. અરૂપી પણ પોતે જ છે. બીજું કોઈ નથી કે તેને ગોતવા જવું પડે. અરૂપી પોતે એક વસ્તુ છે, અવસ્તુ નથી. અરૂપી વસ્તુ પણ લક્ષણ વડે જોઈ શકાય એવી છે, પણ આ તો જ નથી તેથી ભ્રાંતિમાં પડયો છે. બહાર બધે જોયા કરે છે, પણ પોતાના લક્ષણને ઓળખીને પોતાને જોતો નથી કે હું કોણ છું? બહારમાં બધે રસ લાગે છે, અંતરમાં એટલો રસ ને મહિમા લાગતો નથી એટલે કયાંક રોકાઈ જાય છે. પૂજ્ય ગુરુદેવે માર્ગ બતાવ્યો છે કે તું આત્માને ઓળખ. એ જ્ઞાયક આત્મા જ્ઞાન લક્ષણથી ઓળખાય એવો છે, એને તું ઓળખી લે, એમાં જ બધું ભર્યું છે, બહારમાં કાંઈ નથી. અનંતકાળથી માર્ગ જાણ્યો નથી અને પુરુષાર્થ કર્યો નથી. પોતે કરે, કારણ આપે, તો કાર્ય આવે; પણ પોતે કરતો નથી. તેનું લક્ષ તો કાર્ય કરવા ઉપર જ હોવું જોઈએ. ૪૦૩. પ્રશ્ન- જ્ઞાયકને ગ્રહણ કેવી રીતે કરવો તેની ચાવી કૃપા કરી બતાવશોજી. સમાઘાન - જ્ઞાયકની લગની લાગે, જ્ઞાયકની જિજ્ઞાસા જાગે, અને પુરુષાર્થ વારંવાર તેની તરફ જાય કે આ જ્ઞાયક જે જાણનારો તે જ હું છું. અંદર જ્ઞાનદર્શન-ચારિત્ર આદિ ગુણભેદના વિચારો પણ આવે; પણ હું તો એક અખંડ જ્ઞાયક છું એમ તેમાં ટકવા માટે વારંવાર તેના વિચાર કરે, અભ્યાસ કરે, તે અભ્યાસ કરતાં કરતાં અંદર જે સ્વભાવ છે તે ગ્રહણ થાય છે. આ જ્ઞાનસ્વભાવ તે જ હું છું, જે જ્ઞાનસ્વભાવ દેખાય છે તે રાગની સાથે મિશ્રિત દેખાય છે, પણ તે જુદો છે; જ્ઞાન જે દેખાય છે તે દ્રવ્યના આધારે છે. અર્થાત્ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૨૨૭ દ્રવ્યના આધારે એ સ્વભાવ છે. આ રીતે ત્યાં દષ્ટિ જાય તો તે ગ્રહણ થાય છે. ૪૦૪. પ્રશ્ન:- ‘હું જ્ઞાયક છું’ એ ટકતું નથી, તો તેના માટે શું કરવું ? સમાધાનઃ- જ્ઞાયક પોતે પુરુષાર્થથી ટકે છે. જેમ છાશમાં માખણ ભેળસેળ હોય છે તેને મંથન કરતાં કરતાં છૂટું પડે છે, એમ અનાદિથી ભ્રાન્તિ એવી થઈ રહી છે કે જાણે હું વિભાવ સાથે ભેગો થઈ ગયો, પણ અનાદિથી તત્ત્વ તો છૂટું જ છે. છૂટું છે તે ભ્રાન્તિને લઈને ભેગું ભાસે છે. પોતે વારંવાર સ્વભાવ ગ્રહણ કરી, હું જુદો છું એવી દષ્ટિ કરે, પ્રતીતિ કરે તો પછી એ બાજુની લીનતાની પરિણતિ પ્રગટ થાય, એવો પુરુષાર્થ કરવો જોઈએ. તે ન થાય ત્યાં સુધી-માખણની જેમ છૂટું ન પડે ત્યાં સુધી-વારંવાર તેનો અભ્યાસ અને મંથન કર્યા જ કરે. ૪૦૫. પ્રશ્ન:- પૂજ્ય ગુરુદેવ કહેતા કે સમ્યગ્દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. તો જેને સમ્યગ્દર્શન થયું તે જ સાચો જૈન કહેવાય ? તે ન થાય ત્યાં સુધી શું કરવું? સમાધાનઃ- સમ્યગ્દર્શન થાય પછી જ સાચો જૈન કહેવાય. સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી ભાવના કરે, વિચારો કરે કે હું જ્ઞાયક છું, આ રાગ મારું સ્વરૂપ નથી, શરી૨ હું નથી, વિભાવ મારો સ્વભાવ નથી એમ એનાથી ભેદજ્ઞાન કરે. જ્ઞાનદર્શન-ચારિત્રના વિકલ્પ વચમાં આવે પણ એ બધો રાગ છે. એ રાગથી પણ જુદો હું ચૈતન્ય અખંડ દ્રવ્ય છું એમ પોતાના જ્ઞાયકનું અસ્તિત્વ જુદું વિચારે. એ જ્ઞાયકની અંદર અનંતા ગુણ છે, તેની પર્યાયો પરિણમે છે. તેના વિચારો કરી જ્ઞાયકનો નિર્ણય કરે. જ્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ ન થાય ત્યાં સુધી તેનો વિચાર-વાંચન-લગની-મહિમા કર્યા કરે, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા કરે. ૪૦૬. પ્રશ્ન:- બીજા વિકલ્પ કંઈ ન કરે, અને હું ચૈતન્ય છું એમ કરે તો ? સમાધાનઃ- બીજા કોઈ વિકલ્પ કરવા ન ઈચ્છે તો પણ તે આવ્યા વગર રહેતા જ નથી. હું ચૈતન્ય છું તે પણ શુભભાવનો એક વિકલ્પ છે. વિકલ્પ ન આવે એમ નહિ, વિકલ્પ પહેલાં છૂટતા નથી. પહેલાં વિકલ્પથી હું જુદો છું એવી શ્રદ્ધા-પ્રતીતિ થાય અર્થાત્ પહેલાં ભેદજ્ઞાન થાય પછી વિકલ્પ છૂટે છે. પ્રથમ વિભાવની કર્તાબુદ્ધિ છોડવાની છે કે કોઈ વિભાવનો હું કર્તા નથી, હું ચૈતન્ય જ્ઞાયક છું. ૪૦૭. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮] [સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન- ડું જ્ઞાયક છું તે બધા વિકલ્પ ચાલે તે અંતરની શાંતિ ન કહેવાય ? સમાધાન - તે અંતરની શાંતિ ન કહેવાય. હું જ્ઞાનમય છું, દર્શનમય છું એવા શુભભાવને લઈને વિકલ્પની મંદતા થાય, આકુળતા ઓછી થાય એટલે તેને શાંતિ લાગે; પણ તે કાંઈ અંતર સ્વભાવની શાંતિ નથી. તે તો વિકલ્પ મંદ થયા, કષાય મંદ થયો, શુભભાવનો આશ્રય લીધો એટલે શાંતિ લાગે છે. અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં આવે તેથી દેવ-શાસ્ત્ર-ગુરુના વિકલ્પમાં તેને શાંતિ લાગે છે. તેનાથી આગળ જાય અને વળી શ્રુતનું ચિંતવન કરે કે હું જ્ઞાન છું, દર્શન છું તો એવા વિચારો કરે ત્યાં પણ તેને શાંતિ લાગે; પણ તે શાંતિ તેના સ્વભાવની નથી. સ્વભાવની શાંતિ તો યથાર્થ ભેદજ્ઞાન કરે તેને થાય. આનંદ તો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય ત્યારે સાચો આવે. હું જ્ઞાન છું, દર્શન છું તે તો વિકલ્પમિશ્રિત જ્ઞાન છે, તે કાંઈ નિર્વિકલ્પ દશા નથી. ૪૦૮. પ્રશ્ન- ચકલાને સમ્યગ્દર્શન થાય તો શું એને આવી બધી ખબર પડતી હશે કે આ | વિકલ્પ છે ને આ સાચી શાંતિ છે? સમાધાન- ચકલાને ખબર પડી જાય છે. નવ તત્ત્વનાં, જ્ઞાન-દર્શન-ચારિત્રનાં નામ નથી આવડતાં, પણ જે વિચારો આવે છે તે પણ બધી આકુળતા છે, હું તો જુદો છું એવા પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી લ્ય છે. તેને નામની જરૂર નથી પડતી, ભાવ ગ્રહણ કરી લ્ય છે. વિકલ્પમાં ક્યાંય સુખ નથી એવી જાતનો ભાવ તેને પ્રગટ થઈ જાય છે. વિભાવ છે તેની આકુળતા ભાસે છે અને અંદરમાંથી ભાવ-ભાસન થઈ જાય છે કે હું કોણ છું? આ વિભાવ શું? સ્વભાવ શું? તેમાંથી તેને સ્વભાવ ગ્રહણ થઈ જાય છે. ચૈતન્ય તે હું, આ રાગાદિ તે હું નહિ, એવું ભાવભાસન થઈ જાય છે અને ચૈતન્યને ગ્રહણ કરી લે છે. બધા સૂક્ષ્મ-સૂક્ષ્મ વિકલ્પો તે પણ આકુળતાવાળા છે. એક વિકલ્પ વગરનો મારો આત્મા છે તેમાં જ મને શાંતિ અને આનંદ છે, એવી પ્રતીતિ અને ભાવભાસન તેને થઈ જાય છે. ૪૦૯. પ્રશ્ન:- મનુષ્ય કરતાં ચકલાની શક્તિ વધારે હોય છે કે તેને સમ્યગ્દર્શન થઈ જાય છે ? સમાધાનઃ- શક્તિ વધારે નથી પણ પૂર્વભવમાં સાંભળેલું હોય છે, એવા સંસ્કાર નાંખેલા છે. તેથી આત્મા જાગી ઊઠે છે. મનુષ્યમાં શક્તિ વધારે છે, પણ જે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૨૨૯ પુરુષાર્થ કરે તેને ભાવભાસન થાય છે. ચકલાને પૂર્વના સંસ્કાર છે, પૂર્વે દેવ-ગુરુ આગળ સાંભળેલું હોય છે તેમાંથી તેને સંસ્કાર જાગી ઊઠે છે અને ચૈતન્ય ગ્રહણ કરી લે છે, ભાવભાસન થાય છે. ૪૧૦. પ્રશ્નઃ- કોઈને શાસ્ત્ર-અભ્યાસ કરવાની શક્તિ વધારે હોય, કોઈને ઓછી હોય પણ રુચિનો ભાવ વધારે હોય તો પકડી શકે? સમાધાનઃ- કોઈને અભ્યાસ કરવાની શક્તિ ઓછી હોય, એટલે કે કોઈને શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોય, તો પણ જો તેને રુચિ વધારે હોય તો તેને ભાવભાસન થઈ જાય કે આ હું ચૈતન્ય છું. શાસ્ત્રનો અભ્યાસ વધારે કરવો પડે એમ નહિ; કેટલાકને શાસ્ત્રને અભ્યાસ ઝાઝો કરવો ન પડે, અને એક્દમ પુરુષાર્થ ઊપડે. ૪૧૧. પ્રશ્ન:- પુરુષાર્થ કરવાનાં પાંચ કારણો છે તેમાં મુખ્ય કારણમાં શું લેવું ? સમાધાનઃ- કાળલબ્ધિ આદિ હોય પણ તેમાં પુરુષાર્થ મુખ્ય છે. દરેકમાં પુરુષાર્થ તો ભેગો જ હોય. પોતાનો પુરુષાર્થ કારણ બને છે તે સાથે ક્ષયોપશમ-એવી જાતનો ઉઘાડ હોય છે, કાળ પાકેલો હોય છે. પોતાનો પુરુષાર્થ મુખ્ય કારણ બને છે ને બાકીનાં કારણો દરેકમાં સાથે હોય છે. પુરુષાર્થની કચાશે બધી કચાશ છે. તું તૈયાર થા, તારો પુરુષાર્થ તૈયા૨ થાય તો બધાં કારણો આવીને મળે છે, કોઈ કારણો બાકી રહેતાં નથી. તારા પુરુષાર્થની કચાશે કચાશ છે. પુરુષાર્થ કરનારને મારો કાળ પાકયો નથી, મને કાંઈ સાંભળવા મળ્યું નથી-દેશનાલબ્ધિ મળી નથી, એવું હોતું નથી. તારો પુરુષાર્થ જાગ્યો હશે તો બધાં કારણો તને અંદર આવીને મળશે. જો તારો પુરુષાર્થ મંદ હશે, જો તારા પુરુષાર્થમાં કચાશ હશે તો બધી કચાશ છે. જેને અંતરમાંથી કરવું છે તેને મને દેશના મળી નથી એમ ન હોય, હું કર્યા વગર રહેવાનો જ નથી એમ જેને હોય તેને દેશના મળી જ હોય. જેનો પુરુષાર્થ ઊપડે તેને દેશના, કાળ વગેરે બધું પાકેલું જ હોય છે. એવો પુરુષાર્થની સાથે દરેક કારણોને સંબંધ છે. ૪૧૨. પ્રશ્ન:- અંદરમાં એમ છે કે બસ ગમે તેમ કરીને-મરીને પણ-આ જ કરી લેવું, બીજું કાંઈ કરવું નથી. સમાધાનઃ- ભાવના આવે છે પણ તે કાર્યમાં મુકાય નહિ ત્યાં સુધી કાંઈ ન Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૩૦] [સ્વાનુભૂતિદર્શન થાય. તે એમ કહે કે ગમે તેમ કરીને પણ કરવું છે, પરતું કાર્યમાં મૂકતો નથી, તો કેમ થાય? ૪૧૩. પ્રશ્ન- આ કરવું જ છે તેવી ભાવના દઢ છે; પણ પુરુષાર્થમાં પહોંચાતું નથી ? સમાધાનઃ- જેણે એમ નક્કી કર્યું છે કે આ પ્રગટ કરવું જ છે તેનો પુરુષાર્થ પહોંચ્યા વગર રહેવાનો નથી. તેને કાળ લાગે તો પણ ગ્રહણ કર્યા વગર રહેવાનો નથી. જેને અંતરમાંથી લાગી છે કે આ ગ્રહણ કરવું જ છે, આ પ્રગટ કરવું જ છે, તો તેને ધીમો ધીમો પણ પુરુષાર્થ ઊપડે છે. જેને અંતરમાંથી લાગી છે કે બીજું નથી જ જોઈતું અને આ જ જોઈએ છે, તો કાળ લાગે તો પણ પ્રગટ કર્યા વગર રહેવાનો નથી. પોતે જ છે, બીજો નથી. માટે પોતાને લાગી છે તો તે પહોંચવાનો જ છે. કાળ લાગે તો પણ અંતરની રુચિ પ્રગટ થાય તે પહોંચ્યા વગર રહે જ નહિ. ભલે કાળ લાગે; પણ અંતરમાં જેને લગની લાગી તે પહોંચ્યા વગર રહેવાનો નથી. ૪૧૪. પ્રશ્ન:- પૂજ્ય ગુરુદેવ અને આપે ઘણા ખુલાસા કરવા છતાં હજુ સુધી પુરુષાર્થ ઊપડતો નથી એનું દુઃખ અને શરમ થાય છે અને એમ પણ થાય છે કે કયાં સુધી પ્રશ્નો કર્યા કરવા ? સમાઘાન- ગુરુદેવે તૈયાર કરીને બધું આપ્યું છે. ક્યાંય ગોતવાનું કે મેળવવાનું બાકી રહેતું નથી. પોતાને એક પુરુષાર્થ જ કરવાનો બાકી રહે છે. જગતના બીજા જીવોને સત્ શોધવાની મુશ્કેલી પડે છે કે શું સત્ છે? શું આત્મા છે? આત્માનું સુખ કયાં છે? એમ સત્ શોધવું મુશ્કેલ પડે છે. પણ ગુરુદેવે ગોતીને, તૈયાર કરીને, સ્પષ્ટ કરી કરીને આપ્યું છે. બહાર ક્રિયામાં દષ્ટિ હતી તે છોડાવીને અંદરમાં વિભાવભાવ તારો સ્વભાવ નથી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને ઊંચામાં ઊંચો શુભભાવ હોય તે પણ તારો સ્વભાવ નથી, તું ભેદમાં રોકાય તે પણ તારું મૂળ શાશ્વત સ્વરૂપ નહિ એમ ગુરુદેવે અંદરમાં દષ્ટિ એકદમ ઊંડી જાય એટલું ચોખ્ખું કરીને, કયાંય ગોતવું ન પડે કે શોધવું પડે નહિ એ રીતે બતાવ્યું છે. જગતના દરેક જીવોને સત્ સાંભળવા મળતું નથી તેથી કોઈ કયાંય ફસાઈ જાય છે, કોઈ ક્યાંય ફસાઈ જાય છે. તારે તો ગોતવા જવું પડે એમ નથી. એક પુરુષાર્થ જ કરવાનો બાકી રહે છે. ગુરુદેવે બધું તૈયાર કરીને આપ્યું છે. ૪૧૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૩૧ પ્રશ્નઃ- અલગ અલગ આત્મા છે કે સૃષ્ટિમાં એક જ આત્મા છે અને તેના બધા અંશ છે? સમાધાનઃ- બધા અલગ અલગ આત્મા છે, એક આત્માના અંશ નથી. જગતની અંદર દરેક દ્રવ્યો જુદાં છે, સ્વતંત્ર છે. જો બધા એક આત્માના અંશ હોય તો એકને દુઃખનાં પરિણામ આવે છે અને બીજાને બીજાં પરિણામ આવે છે. અર્થાત્ દરેકનાં પરિણામ એકસરખાં હોતાં નથી. એમ કેમ બને? એક અંશ હોય તો એકને દુઃખ થાય તો બીજાને પણ દુ:ખ થવું જોઈએ. પરંતુ કોઈ મોક્ષે જાય, કોઈ સ્વાનુભૂતિ કરે, કોઈ અંતર આત્માને ઓળખે ને કોઈ આત્માને ઓળખતા નથી. કોઈને જન્મ-મરણ ઊભાં રહે છે અને કોઈની મુક્તિ થાય છે. આવા ભેદો પડે છે માટે દરેક આત્મા સ્વતંત્ર છે. કોઈના અંશો કોઈમાં નથી, દરેક સ્વતંત્ર આત્મા છે. જે વીતરાગ થાય છે તે સ્વતંત્રપણે રાગ-દ્વેષ છોડીને થાય છે. પછી તેને વિભાવ હોતો જ નથી. દરેક આત્મા સ્વતંત્ર છે. પોતે રાગ-દ્વેષ કરે તેમાં પણ સ્વતંત્ર અને વીતરાગતા કરે તેમાં પણ સ્વતંત્ર છે. દરેક પર્યાય પોતાના પુરુષાર્થથી કરે છે માટે દરેક આત્મા સ્વતંત્ર છે. જો બધા એક આત્માના અંશ હોય તો કોઈ મોક્ષે જાય, કોઈ સંસારમાં રહે એમ બને નહિ. માટે દરેક આત્મા સ્વતંત્ર છે. ૪૧૬. પ્રશ્ન:- હું જ્ઞાયક જ છું એમ પરથી જુદા પડવાનું છે? સમાધાનઃ- તેના વિચારની વિધિમાં ગમે તે આવે, પણ તેણે ગ્રહણ એક જ્ઞાયકને જ કરવાનો છે. વિચાર-વિધિમાં ક્રમ પડે કે જ્ઞેય તે હું નથી, આ રાગ તે હું નથી, આ જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદ તે હું નથી. જ્ઞાન છે તે જ્ઞાનરૂપે જ પરિણમે છે, પરરૂપે નથી પરિણમતું. તથા ગુણ-ગુણીના ભેદ પણ પડે. આમ વિચારની વિધિમાં ક્રમ પડે, પણ ગ્રહણ તો એક શાયકને કરવાનો છે. કોઈને દ્રવ્ય-ગુણપર્યાયના વિચાર આવે, કોઈને ઉત્પાદ-વ્યય-ધ્રુવના વિચાર આવે, ને કોઈને જ્ઞાતા-જ્ઞાન-શૈય એમ ભેદ પાડીને વિચાર આવે, ગમે તે રીતે ગમે તે શબ્દમાં વિચાર આવે, પણ ગ્રહણ એકને કરવાનો છે. જ્ઞાયકને જ્ઞેયથી જુદો પાડવો, વિભાવથી જુદો પાડવો ને ગુણ-ભેદથી-પર્યાયભેદથી પણ જુદો પાડવો કેમ કે વાસ્તવિક દ્રવ્યમાં ગુણભેદ કે પર્યાયભેદ નથી, મૂળ વસ્તુમાં ભેદ નથી. ગ્રહણ એકને કરવાનો છે. વિચારવિધિમાં એવી રીતે આગળ-આગળ ક્રમ પડે છે કે પહેલાં સ્થૂલ થતો થતો સૂક્ષ્મ-સૂક્ષ્મ થતો Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૨] [ સ્વાનુભૂતિદર્શન જાય. પ્રથમ જ્ઞયથી જુદો પડ્યો તે સ્થૂલ જુદો પડ્યો. પછી રાગથી જુદો પડ્યો તે જરા તેનાથી આગળ ચાલ્યો. ત્યાર પછી ગુણભેદ-પર્યાયભેદથી જુદો પડ્યો તે ઉપયોગ સૂક્ષ્મ થયો અને તેનાથી સૂક્ષ્મ એક દ્રવ્યને ગ્રહણ કરવું તે છે. ૪૧૭. પ્રશ્ન:- સ્વાનુભૂતિ કરવી એ આપને સહજ લાગે છે, પણ અમને ઘણી મૂંઝવણ થયા કરે છે. તેથી વારંવાર આ ને આ પ્રશ્ન આવે છે કે પ્રયત્ન કેમ કરવો? સમાઘાન - એમ નિરાશ થવાનું કોઈ કારણ નથી. ભાવના હોય એટલે એમ વિચારો આવ્યા કરે. ભાવના હોય એટલે પ્રશ્નો પણ આવ્યા કરે. જેને પોતાને અંતરમાં જિજ્ઞાસા હોય તેને પ્રયત્ન કેમ કરવો એવા પ્રશ્નો આવ્યા કરે. ૪૧૮. પ્રશ્ન- ભાવના તો પ્રબળ છે, પરંતુ સાથે એકત્વ પણ છે? સમાધાન - ભાવના સાથે રાગ જોડાયેલો છે, પણ ભાવનાની પાછળ અંદરની પરિણતિ પોતા તરફ જોરદાર હોય કે મારે આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એવી પરિણતિ-એવી યોગ્યતા-અંદરમાંથી પ્રગટ થાય છે. જેને પોતાની રુચિ અંદરથી જાગે છે કે મારે આ કાંઈ જોઈતું નથી તેની રુચિ કયાંય ટકતી નથી, પણ એક આત્મા તરફ જ જાય છે. વર્તમાનમાં રાગ છે, પણ રાગની સાથે ભાવનાની પરિણતિ એવી જોરદાર હોય કે આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એવી અંદરમાંથી આત્માની કોઈ અપૂર્વતા લાગે કે જેના વગર કય ય તેને શાંતિ થતી નથી. જેને અંતરમાંથી એવી ભાવના લાગેલી હોય તેને પ્રાપ્ત થયા વગર રહે જ નહિ. તે પ્રાપ્ત થાય જ. ૪૧૯. પ્રશ્ન- ખાસ પાત્રતા માટે શું કરવું જોઈએ ? સમાધાન - અંતરમાં એવી પાત્રતા હોવી જોઈએ કે આત્મા પ્રાપ્ત કર્યું જ છૂટકો થાય એવી ચિની પરિણતિ પહેલાં પોતા તરફ જાય ને તે પરિણતિ જ પોતાને જોરથી આત્મા તરફ ખેંચી લાવે. રાગ વગરની વસ્તુ મારે જોઈએ છે એવી ભાવના જેને છે તે પોતે અંતરમાંથી પોતાની પરિણતિને પ્રગટ કર્યા વગર રહે નહિ. નહીંતર આવ્યું છે ને? કે “જગતને શૂન્ય થવું પડ” પણ દ્રવ્યનો નાશ તો થતો જ નથી; તેથી પોતાની જોરદાર પરિણતિ જ પોતાને પ્રગટ કર્યા વગર રહેતી નથી. તેવો કુદરતનો સ્વભાવ છે. પરિણતિ પોતાને પોતા તરફ લાવે જ છે. “જગતને શૂન્ય થવું પડે એટલે કે સ્વભાવ પોતે પોતાનું કાર્ય કર્યા વગર રહે નહિ. પોતે પોતાની પરિણતિ પ્રગટ ન કરે તો વસ્તુ જ ન રહે. ૪૨૦. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૨૩૩ પ્રશ્ન:- ઊંડાણથી ગ્રહણ કરવું એટલે શું? સમાધાન:- જ્ઞાયક સ્વભાવ વિભાવથી જુદો છે. તેને મૂળમાંથી ગ્રહણ કરવા ઊંડાણમાં તેના મૂળમાં જા. જેમ વૃક્ષમાં ડાળાં-પાંદડા છે પણ તેને ન જોતાં તેના મૂળમાં જવું જોઈએ, તેમ ઉપર ઉપરથી વિચારો ચાલે તો ન થાય; પણ સ્વભાવને ગ્રહણ કરવાથી થાય. હું શુદ્ધાત્મા અનાદિ-અનંત છું, આ વિભાવ કે અધૂરી કે પૂર્ણ પર્યાયો જેટલો પણ હું નથી. એમ દષ્ટિ કરીને શુદ્ધ પર્યાયને પ્રગટ કરવાનું કાર્ય લાવવાનું છે. કાર્ય ન આવે તો દષ્ટિ યથાર્થ નથી. ૪૨૧. પ્રશ્ન- દ્રષ્ટિનું લક્ષ કાર્ય ઉપર હોય ? સમાધાનઃ- દૃષ્ટિનું લક્ષ કાર્ય ઉપર નથી. આ પર્યાય પ્રગટ થઈ અને આ પર્યાય પ્રગટ થઈ એમ તેનું લક્ષ કરીને દષ્ટિ રોકાતી નથી. હું તો પૂરેપૂરો ભરેલો છું. પૂર્ણ પર્યાય પ્રગટ થાય તો પણ તેનાથી અનંતગણું મારા દ્રવ્યમાં ભરેલું છે. એક વર્તમાન સમયની પર્યાય પ્રગટ થાય તો તેમાં મને આમ પ્રગટ થયું તેમ પર્યાયમાં દષ્ટિ રોકાતી નથી. તેનાથી અનંતુ દ્રવ્યમાં ભરેલું છે ને દૃષ્ટિ તે દ્રવ્ય ઉપર છે. કેવળજ્ઞાનની પર્યાય એક સમયની છે, તેનાથી અનંત શક્તિ દ્રવ્યમાં ભરેલી છે. ૪રર. પ્રશ્ન:- વિકલ્પ તોડનેકા ઉપાય કયા? વહુ બતાઈએ. સમાઘાન - વિકલ્પસે ભેદજ્ઞાન કરના કિ વિકલ્પ મેં નહીં હૂં વિભાવ ભિન્ન હૈ, મેં ભિન્ન હૂં મેં નિર્વિકલ્પ જ્ઞાયકતત્ત્વ હું. વિકલ્પસે પહલે ભેદજ્ઞાન કરે ઔર યથાર્થ શ્રદ્ધા કરે કિ મેં જ્ઞાયક હૂં. જ્ઞાયકકી દઢ પ્રતીતિ કરકે-ભીતરમૅસે જ્ઞાયકકો પિછાન કરકે જ્ઞાયકકો ભિન્ન કરે કિ એક જ્ઞાયક મેં હૈં, વિકલ્પ મેરા સ્વભાવ નહીં હૈ. મેરે પુરુષાર્થકી મંદતાસે વિકલ્પ હોતા હૈ, લેકિન વો મેરા સ્વભાવ નહીં હૈ, મેં ઈસસે ભિન્ન હું, ઐસા વિકલ્પસે ભેદજ્ઞાન કરે. પીછે જ્ઞાયકમે લીનતા કરે તો વિકલ્પ તૂટે. વિકલ્પકે સાથ એકત્વબુદ્ધિ હો રહી હૈ વહ એકતાબુદ્ધિ તોડ દેના. વિકલ્પ મેં નહિ, મેં જ્ઞાયક ઠું, જાનનેવાલા હું, ઐસા ભેદજ્ઞાન કરના વોહી વિકલ્પ તોડકા ઉપાય હૈ. વિકલ્પ વિકલ્પસે તૂટતા નહીં હૈ, યે વિકલ્પ તોડું-તોડું યે ભી વિકલ્પ હૈ. મેં જ્ઞાયક હૂંજ્ઞાયક હૈં ઐસી જ્ઞાયકકી પરિણતિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૨૩૪ ] દઢ કરના. જ્ઞાયકકી પરિણતિ દઢ કરનેસે ભેદજ્ઞાન હોતા હૈ. ૪૨૩. પ્રશ્ન:- મૈં જ્ઞાયક હું, જ્ઞાયક હું ઐસા બહોત ગોખતા હૂં. સમાધાનઃ- ઐસા ભીતરમેંસે કરના, ગોખનેસે ભાવનારૂપ (શુભ વિકલ્પ) હોતા હૈ. વહુ વિકલ્પ મેં નહીં હૂં, મેં શાયક નિર્વિકલ્પ તત્ત્વ હૂં, ઐસા ભીતરમેંસે જ્ઞાયકકા બલ પ્રગટ કરના. વિકલ્પસે ભેદજ્ઞાન કરના. ૪૨૪. પ્રશ્ન:- જેમ સ્વભાવને ગ્રહ્મ કરવાનો અભ્યાસ વધતો જાય તેમ એમાં શું બળ આવતું હશે ? સમાધાનઃ- તેને અભ્યાસ અંતરમાંથી થવો જોઈએ. અંતરમાંથી અભ્યાસ થાય તો બળ આવે. અભ્યાસ થતાં તેની મેળાએ જ તેને દઢતા આવી જાય કે રસ્તો આ જ છે. ગમે તેવા ઊંચા વિકલ્પ હોય, તે વિકલ્પ જ છે. તેનાથી મારો સ્વભાવ જુદો છે. બધા વિકલ્પ આકુળતારૂપ છે, શુભ વિચારો તો વચ્ચે આવે છે, પણ મારું જે નિરાળું અસ્તિત્વ છે તે જુદું જ છે, એમ પોતાને ગ્રહણ થવું જોઈએ. ૪૨૫. પ્રશ્નઃ- હું સામાન્ય દ્રવ્ય છું એમાં શું બધું આવી જાય ? સમાધાનઃ- હું સામાન્ય દ્રવ્ય છું એમાં બધું આવી જાય; પણ તેથી શું? સ્વભાવ ગ્રહણ થવો જોઈએ ને ? સામાન્યરૂપે હું છું, હું છું એમ આવે. પણ હું કોણ છું? કયા સ્વભાવે છું? મારું સ્વરૂપ શું છે? એ ગ્રહણ થવું જોઈએ. અનાદિથી શરીરમાં પોતાનું અસ્તિત્વ માન્યું છે; પણ શરીર તો સ્થૂલ છે. એનાથી આગળ જાય તો વિકલ્પમાં પોતાનું અસ્તિત્વ માને છે; પણ મારું જ્ઞાયકપણું જુદું જ છે એમ માનતો નથી. ક્ષણે ક્ષણે પર્યાયો થાય તેમાં પોતાનું અસ્તિત્વ માન્યું છે, પણ હું તો શાશ્વત ટકનારો છું એમ સ્વભાવ ગ્રહણ થવો જોઈએ. એને માટે એટલી તેની લગની હોય, અંતરમાંથી મહિમા લાગે, ઊંડો જઈને પુરુષાર્થ કરે તો ગ્રહણ થાય. ધીમે કરે કે જલદી કરે પણ કરવાનું એક જ છે. તે ન થાય ત્યાં સુધી તેની જિજ્ઞાસા, તત્ત્વના વિચારો, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા, શ્રુતનું, ચિંતવન કર્યા કરે, પણ કરવાનું એક જ છે. બહારના જીવો કયાંય પડયા છે. ગુરુદેવે માર્ગ બતાવ્યો છે કે અંત૨માં કરવાનું છે. ૪ર૬. પ્રશ્ન:- સ્વાનુભૂતિમાં ઉપયોગ છે તે પ્રમાણસ્વરૂપ છે કે નયસ્વરૂપ ? સમાધાનઃ- સ્વાનુભૂતિમાં ઉપયોગ પ્રમાણસ્વરૂપ છે, અને તે સહજરૂપે છે. દષ્ટિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ [૨૩૫ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] પોતે એમ ને એમ છે અને જ્ઞાન પ્રમાણરૂપે છે. એ બધું નિર્વિકલ્પરૂપે છે. ત્યાં વિકલ્પવાળા નય-પ્રમાણે કાંઈ લાગુ પડતા નથી. સ્વાનુભૂતિના કાળમાં નયપક્ષ કયાંય ચાલ્યા જાય છે, નયની લક્ષ્મી કયાં ચાલી ગઈ તે દેખાતી નથી, પ્રમાણ અસ્ત થઈ ગયું ને નિક્ષેપોનો સમૂહું કયાં ચાલ્યો ગયો તે કાંઈ ખબર પડતી નથી. બધા રાગવાળા નયના પક્ષપાતો છૂટી જાય છે અને સહજ પરિણતિ કે જે જીવનું સ્વરૂપ છે તે એમ ને એમ રહી જાય છે. તે કાળે ઉપયોગ દ્રવ્ય-પર્યાય બધાયને જાણે છે. ઉપયોગ પ્રમાણરૂપ અને શુદ્ધનયરૂપે પરિણતિ છે. ૪૨૭. પ્રશ્ન- એકવાર જ્ઞાની થયો અને આનંદ પ્રગટી ગયો તેને આનંદ ગમ્યો, કેવો આનંદ છે તે ખબર પડી, કેવી રીતે પ્રગટ થાય તે પણ ખબર પડી, તો પાછું. બીજીવાર શુદ્ધોપયોગ આવતાં વખત શા માટે લાગે ? સમાઘાન- આ સ્વરૂપ આદરણીય છે, સ્વરૂપમાં ઠરવા જેવું છે, આ શુભાશુભ ભાવ હેય છે એવું શ્રદ્ધાનું બળ છે પણ એટલી લીનતા નથી. તે લીનતાની કચાશના કારણે તેને શુદ્ધોપયોગ આવતાં વાર લાગે છે. ત્યાં કાંઈ કૃત્રિમતા કરવાની નથી. કૃત્રિમ લીનતા કરીને અંદર કાંઈ કરી શકાતું નથી. બહારનો રાગ જે પડેલો છે અર્થાત્ આસક્તિઓ જે પડેલી છે તેનાથી અંદર ભેદજ્ઞાન તો થઈ ગયું છે; પણ પુરુષાર્થની કચાશને લીધે શુદ્ધોપયોગ આવતાં વાર લાગે છે. ગૃહસ્થાશ્રમમાં સમ્યગ્દષ્ટિ પુરુષાર્થની મંદતાને કારણે બહારમાં રોકાયેલો હોય, બાહ્યના કાર્યની પ્રવૃત્તિઓના પ્રપંચમાં રોકાયેલો હોય તેમાંથી તેની પરિણતિ નિવૃત્ત થઈને અંદર લીન થઈ જાય ત્યારે તેને ફરીને અનુભૂતિ થાય છે. તેને પુરુષાર્થની મંદતાને કારણે એટલી વાર લાગે છે. તે કૃત્રિમતા કરીને અંદર જતો નથી. બહારના ગૃહસ્થાશ્રમનાં અનેક પ્રકારના કાર્યોમાં રોકાયેલો હોય, અનેક જાતના રાગમાં રોકાયેલો હોય ત્યારે પણ અંદર ભેદજ્ઞાનની ધારા પ્રવર્તે છે. હું છૂટો-છૂટો, તેનાથી નિરંતર છૂટો જ છું એવી છૂટાની ધારા પ્રવર્તે છે. તે ધારાના બળે પરની સાથે એકત્વરૂપે થતો નથી, ન્યારો રહે છે. મારું સ્વરૂપ તેનાથી જુદું છે, હું તો જ્ઞાતા છું, એવી ભેદજ્ઞાનની ધારાને કારણે તે ગમે તે કાર્યમાં જાય ત્યાં કર્તા થતો નથી. જ્ઞાની અંતરમાં ઠરવા માગે છે, પણ પુરુષાર્થની મંદતાએ બહારમાં જોડાય છે. અત્યારે પૂર્ણ વીતરાગ થવાતું હોય તો આ કાંઈ જોતું નથી, એટલું શ્રદ્ધાનું Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ ] [ સ્વાનુભૂતિદર્શન બળ છે; પણ પુરુષાર્થની ગતિ એટલી થતી નથી એટલે બહારમાં રોકાય છે. અત્યારે જો પુરુષાર્થની ગતિ ચાલે તો અંદરમાં જ જવું છે એવી ભાવના છે ને તે માટે નિરંતર પુરુષાર્થ કરે છે. જ્ઞાતાધારા ટકાવવા ને વૃદ્ધિ માટે તેના પુરુષાર્થની ગતિ ચાલુ છે, તેનો પુરુષાર્થ ક્ષણે ક્ષણે ચાલુ જ છે. જ્ઞાયકની જ્ઞાતાધારા અને ઉદયધારા તે બંને વચ્ચે ભેદજ્ઞાનની ધારા તો ચાલુ જ છે; પણ વિશેષ લીન થઈને અંતરમાં જવા માટે તેની પુરુષાર્થની મંદતા છે, એટલે જઈ શકતો નથી. સમ્યગ્દર્શન થાય એટલે તરત જ તેને કેવળજ્ઞાન થઈ જાય એવું નથી. કારણ કે અનાદિકાળથી પરિણતિમાં જે અધ્યવસાનના બધા અંશ છે તેનાથી ભેદજ્ઞાન તો થયું, પણ ભેદજ્ઞાન થતાં જ બધો રાગ છૂટી જતો નથી એટલે તેને વાર લાગે છે. અનંતાનુબંધી કષાય ટળી ગયો છે, સ્વરૂપાચરણ પરિણતિ પ્રગટ થઈ છે, પણ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન એવા અલ્પ અલ્પ કષાયો છે તેને લઈને તે અંતરમાં વિશેષ ઠરી શકતો નથી, એટલી પુરુષાર્થની મંદતા છે. જ્ઞાયકની ધારા તો નિરંતર તૂટ પડ્યા વગર-દિવસ ને રાત એમ ને એમ ચાલ્યા જ કરે છે. એમાં તેને જરા પણ તૂટ પડતી નથી, એવી પુરુષાર્થની ધારા ચાલ્યા જ કરે છે. તેને અંતરમાં આનંદ કોઈ અપૂર્વ આવ્યો છે. સ્વાનુભૂતિ કોઈ જુદી લાગે છે ને અંદર ઠરવાનો પ્રયત્ન કરે છે; પણ કરી શકતો નથી. ૪૨૮. પ્રશ્ન:- નિર્વિકલ્પ દશાના કાળમાં જ્ઞાન દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેને જાણે તો પણ તેમાં રાગ ઉત્પન્ન થતો નથી ? સમાધાન - સાધક ત્રણેના ભેદ નથી પાડતો, નિર્વિકલ્પ દશામાં ભેદ પાડવા બેસતો નથી. તે તો તેને સહજ જાણે છે. પર્યાયનું વેદન ને દ્રવ્યનો સ્વભાવ સહજ એકસાથે તેને અંતરમાં જણાય છે. તે વિકલ્પથી ભેદ પાડવા બેસતો નથી, | ઉપયોગ એકસાથે ભેદ પાડયા વિના બધું જાણી લે છે. ૪૨૯. પ્રશ્ન- બુદ્ધિપૂર્વક ભેદ પાડે તો રાગ ઉત્પન્ન થાય? સમાધાન- હા; પરંતુ બુદ્ધિપૂર્વક ભેદ પાડતો નથી કે આ ગુણ છે અને આ પર્યાય છે. તે તો સહજ જણાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ નથી પાડતો, તેના વેદનમાં સહજ આવી જાય છે. ૪૩૦. પ્રશ્ન- જ્ઞાનીને સવિકલ્પ દશામાં અનેક જાતની વિચારણા ચાલે છે તો તેમાં તેને કતૃત્વ નથી હોતું? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૩૭ સમાધાનઃ- કોઈ વિચાર કરવાનો અભિપ્રાય તેને છે નહિ. તેને તો જ્ઞાયકની નિર્વિકલ્પ સ્વરૂપ આત્મા છે તેની દઢ શ્રદ્ધા છે. જોકે તેને શ્રુતના વિચારો આવે છે તથા ગૃહસ્થાશ્રમમાં છે તેથી તેને લગતા વિચારો પણ હોય છે, કેમકે તે કાંઈ મુનિ તો થયો નથી-બાહ્ય અને અત્યંત સર્વસંગ પરિત્યાગી થયો નથી. તેને શ્રદ્ધામાંથી બધું છૂટી ગયું હોવાથી કોઈ સૂક્ષ્મ વિકલ્પ કે ઊંચામાં ઊંચો શુભ વિકલ્પ-કોઈને ઈચ્છતો નથી. આ રીતે તેને સર્વ પ્રકારે જ્ઞાયકની પરિણતિમાંથી બધું છૂટી ગયું છે. એવી તેની જ્ઞાયકની ધારા છે. છતાં ગૃહસ્થાશ્રમને લગતા વિચારો તેને હોય છે. પણ પુરુષાર્થની દોરી હાથમાં છે. કોઈ જાતના વિચારો મર્યાદા બહાર–જ્ઞાયકની મર્યાદા છોડીને-આવતા નથી, અનંતાનુબંધ થાય એવી જાતના કોઈ વિચારો આવતા નથી. તેને પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાનીરૂપે જ અસ્થિરતાને લગતા વિચારો હોય છે. અશુભમાંથી બચવા તે શુભમાં આવે છે, પણ જ્ઞાયકની ધારા તેને વર્તતી હોય છે. ૪૩૧. પ્રશ્ન:- જ્ઞાનીને મિશ્રધારા પ્રવર્તે છે. તેમાં આસવના કર્તા-કર્મ આદિ ષટ્કારક પરિણમનમાં કોણ પ્રવર્તે છે? સમાધાનઃ- આત્મા પોતે પોતાનો કર્તા છે. જ્ઞાનીને જ્ઞાનમાં કર્તા-કર્મપણું છે, વિભાવનું વિભાવમાં છે. તેને અસ્થિરતા છે તેમાં સ્વામિત્વબુદ્ધિ નથી, તેનું એકત્વબુદ્ધિએ કર્તાપણું નથી. કર્તા-કર્મપણું અસ્થિરતાના પરિણમનની અપેક્ષાએ કહેવાય છે. વાસ્તવિક કર્તાબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ છૂટી ગઈ છે. ૪૩૨. પ્રશ્ન:- સમકિતીને કેવા આસવ હોય−તીવ્ર કે મંદ? સમાધાનઃ- તીવ્ર મંદ હોય, પણ તે કોઈ એવા હોતા નથી કે તેનું સમ્યગ્દર્શન છૂટી જાય. એવા આસ્રવો તેની પાસે હોતા નથી. તેની ભૂમિકા અંદરમાં જુદી જાતની હોય છે. કોઈ રાગને તે ઈચ્છતો નથી, રાગને ઝરૂપે માને છે. તેનો રાગ મર્યાદિત હોય છે. જ્ઞાયક જ જોઈએ છે, કોઈ રીતે વિભાવ જોતો જ નથી; વિભાવ હેય બુદ્ધિએ છે, ઊંચામાં ઊંચો શુભ ભાવ પણ પોતાનું સ્વરૂપ નથી. એમ જેની પરિણતિ છે ત્યાં અશુભનો ઉદય કયાં અસર કરતો હતો! તેની ભેદજ્ઞાનની ધારા તૂટે-જ્ઞાયકની પરિણતિ તૂટી જાય-એવી જાતના કોઈ ઉદયો તેની પાસે હોતા નથી. તેની પુરુષાર્થની ધારા ચાલ્યા જ કરે છે. અમુક જાતની ભૂમિકા હોય તો જ સમ્યગ્દર્શન થાય ને ટકે છે, નહીંતર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૨૩૮ ] સમ્યગ્દર્શન ટકી શકતું નથી. તે જાતની અંદર પાત્રતા હોય, અંદર વિભાવનો ૨સ છૂટી જાય, જ્ઞાયકનો રસ અંદરથી પ્રગટ થાય, જ્ઞાયકની એવી મહિમા લાગે તો જ તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન જ્યાં પ્રગટ થયું તેની જ્ઞાતાધારાને ઉદય શું કરી શકે? ૪૩૩. પ્રશ્ન:- ઉદય પાતળા હોય ત્યારે તો લીનતા વિશેષ કરે ને ? સમાધાનઃ- ઉદય પાતળા હોય ત્યારે લીનતા કરે તેમ નહિ, લીનતા વિશેષ હોય તો ઉદયો પાતળા જ હોય. તેની પુરુષાર્થની ધારા એવી હોય કે તેના ઉદય પાતળા જ હોય. કર્મનો ઉદય મંદ હોય ત્યારે કરી શકે એમ નહિ, પોતાનો પુરુષાર્થ જોરદાર છે માટે ઉદય તેને કાંઈ અસર કરતો જ નથી. જેટલો ગૃહસ્થાશ્રમમાં ઊભો છે તેટલો પોતાના પુરુષાર્થની મંદતાએ ઊભો છે. તે સમજે છે કે આ ક્ષણે છૂટાતું હોય તો મારે સર્વસ્વ રીતે આદરણીય મારો જ્ઞાયક જ છે. સંસારનો કોઈ ભાવ તેને આદરણીય છે જ નિહ. એટલું શ્રદ્ધાનું બળ છે. અંતરશ્રદ્ધામાંથી બધું છૂટી ગયું છે. જો તે શ્રદ્ધાનું બળ તૂટે તો એકત્વબુદ્ધિ થઈ જાય. પણ શ્રદ્ધાનું બળ તૂટતું જ નથી. એટલી જ્ઞાયકની પરિણતિ જોરદાર છે. ૪૩૪. પ્રશ્ન:- જ્ઞાની ઉદયથી નિરપેક્ષ પોતાની જ ધારામાં રહે છે? સમાધાનઃ- જ્ઞાનીને અમુક જાતના ઉદય આવે છે પણ તેનાથી જુદો પોતે જ્ઞાયકપણે જ રહે છે. ઉદય એવો અસર નથી કરતો કે જ્ઞાયકની પરિણતિ તોડી શકે. ઉદય મર્યાદામાં હોય છે. ૪૩૫. પ્રશ્નઃ- અમે તો શુભ પરિણામથી આગળ જઈ શકતા જ નથી, તો શું કરવું ? સમાધાનઃ- વિકલ્પ વચ્ચે આવે એટલે કે શુભભાવ આવે, પણ શુભની પાછળ તેની ગતિ જ્ઞાયક તરફ રહેવી જોઈએ. વિકલ્પમાં ઊભો છે, એટલે વચ્ચે વિકલ્પ આવ્યા કરે છે; પરંતુ તેની પાછળ શુદ્ધાત્માનું ધ્યેય હોય કે તે કેમ પ્રગટ થાય? તેવી પરિણિત અંદરમાં પ્રગટ કરવા માટે પ્રયત્ન કરે તો થાય, વારંવાર તેની પાછળ પડે તો થાય. ન થાય ત્યાં સુધી તે જાતનો પ્રયત્ન કર્યા કરવો. હું જ્ઞાન છું, દર્શન છું એવા શુભ વિકલ્પની પાછળ આત્માનો જ્ઞાનસ્વભાવ છે તેને ગ્રહણ ક૨વો. ગુણભેદ ઉ૫૨ નહિ, એક અખંડ દ્રવ્ય ઉપર દષ્ટિ કરવાની છે. પરંતુ અનાદિનો બહા૨નો અભ્યાસ થઈ ગયો છે એટલે થતું નથી. મંદ મંદ પુરુષાર્થ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [ ર૩૯ કરે તો ન થાય, ક્ષણે ક્ષણે તે જાતનો ઉગ્ર પુરુષાર્થ કરે તો થાય. ક્ષણે ક્ષણે તેનું જીવન જ્ઞાયકમય થઈ જાય તો પ્રગટ થાય. ૪૩૬. પ્રશ્ન- જીવને જેવો જેવો કર્મનો ઉદય આવે તેવું થાય તેમાં પોતે શું કરી શકે ? સમાધાનઃ- બહારના સંયોગો મળવા, પૈસા મળવા, આ બધું મળવું તેમાં પુણ્યપાપ કારણ છે. પણ અંદરમાં જે રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ થાય છે તે કર્મો નથી કરાવતાં, કર્મ તેમાં નિમિત્ત છે. જો રાગ-દ્વેષ કર્મ કરાવે તો પોતે પરાધીન થઈ ગયો. તો આપણે કોઈને એમ ન કહી શકીએ કે તું રાગ કર મા, દ્વેષ કર મા. તો ઉપદેશ કેવી રીતે અપાય કે તું દોષ કર મા? તું અહીં થી પાછો વળ, તું આમ કર મા, એમ કેવી રીતે કહી શકાય? પોતે જ દોષ કરે છે ને પોતે જ પાછો વળે છે. માટે પુરુષાર્થ કરવામાં પોતે સ્વતંત્ર છે. પોતાના પરિણામ જે થાય છે તે કરવામાં પોતે સ્વતંત્ર છે; પોતાનાં પરિણામ કેમ કરવી તે પોતાના હાથની વાત છે, પણ બહારમાં જે ઉદયો આવે-જેમ કે શરીરમાં રોગ આવે, અશાતા વેદનીય આવે, કોઈને ધન મળે, કોઈને ન મળે-તે બધાને પોતે ફેરવી નથી શકતો. કોઈને ધંધો સારો મળે, કોઈને ન મળે તે ફેરવી નથી શકતો; પણ પોતાના ભાવને પોતે કરી શકે છે. રાગ-દ્વેષ કેટલા કરવા અને કેમ કરવા તે પોતે કરી શકે છે. તો જેમ રાગ-દ્વેષ કરી શકે છે તેમ પોતે શાંતિ પણ રાખી શકે છે. ગમે તેવા સંયોગો આવે તો પણ આકુળતા ન કરવી. બહુ ખેદ ન કરવો. તેણે જેમ કરવું હોય તેમ તે કરી શકે છે. પોતે પોતાનો સ્વભાવ ઓળખવો, વિભાવથી છૂટું પડવું, આત્મામાં જવું, તે બધું પોતે સ્વતંત્રપણે કરી શકે છે. ભાવ કરી શકે છે, પણ બહારનું નથી કરી શકતો. બહાર બધું પુણ્યાધીન છે, પણ આ રાગ-દ્વેષ ટાળીને અંતરમાં જવું તે સ્વાધીન છે. જો જીવ રાગ-દ્વેષ પણ ટાળી ન શકે તો પરાધીન થઈ જાય. રાગ કર્મ કરાવે, વૈષ કર્મ કરાવે, હવે હું શું કરું? આમ જો પોતે કાંઈ ન કરી શકતો હોય તો ઉપદેશ નકામો જાય. આચાર્યો પણ એમ કહે છે કે તું રાગ-દ્વેષ કર મા, તું વિકલ્પ કર મા, તું શાંતિ રાખ. તે બધો ઉપદેશ વ્યર્થ જાય. માટે પોતે પરિણામ કરી શકે છે, પોતે શાંતિ રાખી શકે છે. કર્મ જ બધું કરાવતું હોય તો ઉપદેશ શાને માટે? કર્મ જીવના ભાવને કરાવી શકતું નથી. પોતે રાગ-દ્વેષમાં જોડાય છે તે પોતાના હાથની વાત છે. મૂળ સ્વભાવ ઓળખીને પુરુષાર્થ કરવામાં પોતે સ્વતંત્ર છે. ૪૩૭. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦] [ સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- આત્માનો સાક્ષાત્કાર કરવામાં ટાઈમ લાગે તો અમારે શું કરવું? સમાધાન - જ્યાં સુધી રાગ-દ્વેષ-મોહમાં રોકાણો છે ત્યાં સુધી ટાઈમ લાગે. માટે જ ગુરુ અને આચાર્યો કહે છે કે તું પુરુષાર્થ કરીને તારી તરફ જા. તું ભેદજ્ઞાન કર. આ રાગ તે તારું સ્વરૂપ નથી, દ્વષ તે તારું સ્વરૂપ નથી, તું તેનાથી જુદો છે. તું જાણનારો છો, રાગાદિનો જ્ઞાતા થઈ જા, સાક્ષી થઈ જા, તે તારું સ્વરૂપ નથી. તું પુરુષાર્થ કર એટલે જે વિકલ્પો છે તે શાંત થઈ જશે. ભેદજ્ઞાન કરીને આગળ જા. પહેલાં રાગ-દ્વેષ છૂટી નથી શકતા. તેનાથી ભેદજ્ઞાન થાય ને સ્વભાવ ઓળખે કે આ મારો સ્વભાવ છે. આ બધા કષાયો મારાથી જુદા છે, હું તેનાથી જુદો છું એમ ભેદજ્ઞાન કરે. પછી ધીરે ધીરે પુરુષાર્થ કરીને તેમાં લીનતા કરતો કરતો સ્વાનુભૂતિની ઉગ્રતા કરે છે. ૪૩૮. પ્રશ્ન- આત્મસાક્ષાત્કાર માટે કાંઈ છોડવું જોઈએ? સમાધાન- બહારનું છોડવું જોઈએ એમ નથી. જ્યારે યથાર્થ મુનિદશા આવે છે. ત્યારે બહારનું છૂટી જાય છે. તે પહેલાં તેને યથાર્થ જ્ઞાન થાય. આત્માને ઓળખે, તેમાં એકાગ્ર થાય તે બધું ગૃહસ્થાશ્રમમાં થાય. તે તેની રુચિ ફેરવી શકે છે. કારણ કે ભાવ ફેરવવા પોતાના હાથની વાત છે. બહારમાં ગૃહસ્થાશ્રમ હોય તો પણ અંતરની રુચિ ફેરવી નાખવી કે આ જે અનેક જાતના વિકલ્પો આવે છે તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી જુદો છું. ગૃહસ્થાશ્રમમાં એટલું કરીને પોતાના સ્વભાવને ઓળખી શકે છે. હું ચેતન છું. મારામાં આનંદ છે, વિભાવમાં આનંદ નથી એવું ભેદજ્ઞાન કરી વિકલ્પ તોડીને સ્વાનુભૂતિ કરી શકે છે. આવું ગૃહસ્થાશ્રમમાં કરી શકે છે. પછી સ્વાનુભૂતિ વધતાં વધતાં તેને ત્યાગ થઈ જાય છે. ગૃહસ્થાશ્રમમાં સ્વાનુભૂતિ કરી પ્રથમ અંતરથી ન્યારો થઈ જાય છે. આગળ ચક્રવર્તીઓ ગૃહસ્થાશ્રમમાં રહીને આત્માની સ્વાનુભૂતિ કરતા હતા. ક્ષણવાર આત્માનું ધ્યાન થાય એવું ગૃહસ્થાશ્રમમાં તેમને થતું હતું. ૪૩૯. પ્રશ્ન- આપના પૂર્વભવોના જાતિસ્મરણજ્ઞાન વિષે થોડું કહેવાની કૃપા કરો. સમાઘાન:- પૂર્વ જન્મ છે. આ જીવ કયાંકથી આવે તો છે. કોઈ રાજા થાય છે. કોઈ રંક થાય છે, કોઈ રાજાને ઘરે જન્મે છે, કોઈ રંકના ઘરે જન્મે છે, તેનું કાંઈ કારણ છે. કુદરત કાંઈ અન્યાયવાળી તો ન હોય. કોઈ તો રાજાને ઘરે જન્મે, કોઈ રોગી થાય, કોઈ નીરોગી થાય. આવા બધા ફેરફારો થાય તેમાં એ સાબિત Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [૨૪૧ થાય છે કે આ જીવ પૂર્વે હતો, અને ત્યાંથી આવેલો છે. આ બધાં તેનાં પૂર્વનાં કર્મને લઈને ફેરફારો છે. જીવ પૂર્વે અનેક જાતનાં જન્મ-મરણ કરતો કરતો અહીં આવેલો છે તે તો ચોક્કસ છે. બાકી વ્યક્તિગત વાત તો શું કહેવી ? પૂર્વે જીવ હતો અને ત્યાંથી જ અહીં આવેલો છે. પૂર્વમાં અનેક ભવ કરતો આવ્યો છે. દેવના, મનુષ્યના એમ અનેક ભવ કરતો જીવ અહીં આવ્યો છે. તેના ભાવ પ્રમાણે પુણ્ય- પાપના દિયો આવે છે તેમાં અત્યારે ભરતક્ષેત્રમાં તો ધર્મનો કાળ છે. ગુરુદેવ અહીં બિરાજતા હતા તેમના પ્રતાપે આટલો ધર્મનો પ્રચાર થયો છે. તેમણે બધો માર્ગ બતાવ્યો છે. આ જગત ઉપર એક મહાવિદેહક્ષેત્ર છે. ત્યાં સાક્ષાત્ ભગવાન બિરાજે છે. તેમની નિરંતર દિવ્યધ્વનિ છૂટે છે. ઘણાય જીવો વાણી સાંભળે છે. તેમાંથી કેટલાક જીવો સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ પામે છે તો કોઈ કોઈ મુનિદશાને પ્રાપ્ત કરે છે. સાક્ષાત્ ભગવાન વિદેહક્ષેત્રમાં કેવળજ્ઞાનપણે પૂર્ણદશામાં બિરાજે છે. આ ભરતક્ષેત્રની અંદર તો બહુ મુશ્કેલી થઈ ગઈ છે. અત્યારે સંત પુરુષો મળવા મુશ્કેલ છે. એક ગુરુદેવ આ પંચમકાળમાં બિરાજતા હતા. તેમનાથી કેટલાય જીવોને સાચો માર્ગ મળ્યો છે. ૪૪૦. પ્રશ્ન:- શ્રીમદ્ રાજચંદ્ર વિષે આ૫ બે શબ્દ કહેવા કૃપા કરશો સમાધાન:- શ્રીમદ્ રાજચંદ્ર સમ્યગ્દષ્ટિ હતા, સ્વાનુભૂતિ પામેલા હતા. તેઓ નાનપણથી જ વૈરાગી હતા. વિચારશક્તિ તીવ્ર હતી. તેમનું જ્ઞાન ઘણું હતું. ગૃહસ્થાશ્રમમાં રહેતા હતા, પણ ન્યારા રહેતા હતા. સ્વાનુભૂતિ ગૃહસ્થાશ્રમમાં પ્રગટ થયેલી હતી. ૪૪૧. પ્રશ્ન:- આ કાળમાં મહાવિદેહક્ષેત્રમાં ન જઈ શકાય ? સમાધાનઃ- અત્યારે ન જઈ શકાય; પણ ઘણાં વર્ષો પહેલાં એક કુંદકુંદાચાર્ય થયા હતા કે જેમનાં શાસ્ત્રો અત્યારે પણ સ્વાનુભૂતિ પ્રગટ થવામાં નિમિત્ત થાય એવાં છે, મૂળ માર્ગ બતાવે છે. તેમના શાસ્ત્રો ઉપર ગુરુદેવે પ્રવચનો કર્યા છે. તે કુંદકુંદાચાર્યદવ ઘણાં વર્ષો પહેલાં મહાવિદેહક્ષેત્રમાં ગયા હતા. તે આચાર્યદેવને ધ્યાનની અંદર ભગવાનના દર્શનની એવી તીવ્ર વેદના થઈ કે અત્યારે ભગવાનના સાક્ષાત દર્શન નથી. ત્યાં તેઓ કંઈક લબ્ધિથી કે દેવો આવીને મહાવિદેહક્ષેત્રમાં લઈ ગયા. ત્યાં આઠ દિવસ રહ્યા, ભગવાનની સાક્ષાત્ વાણી સાંભળીને અહીં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨] [ સ્વાનુભૂતિદર્શન પાછા આવ્યા. એવા મહા સમર્થ મુનીશ્વર કુંદકુંદાચાર્યદવ બે હજાર વર્ષ પહેલાં મહાવિદેહમાં જઈ શકયા હતા. ૪૪૨. પ્રશ્ન- પ્રથમ ભેદજ્ઞાન દેહાદિકથી કરવું કે રાગાદિકથી ? સમાધાન- સાચું ભેદજ્ઞાન અંતરમાં રાગાદિકથી થાય છે. તેનાં ક્રમમાં એમ બોલાય કે પહેલું શરીરથી ભેદજ્ઞાન કરવું અને પછી રાગાદિથી ભેદજ્ઞાન કરવું. પણ તે બંને એકસાથે જ થાય છે. આ શરીરથી ભેદજ્ઞાન થાય એ સ્થૂલ છે. અંદર રાગાદિકથી ભેદજ્ઞાન થાય તે જ ખરું-વાસ્તવિક છે. પણ હજી ચૂલથી ભેદજ્ઞાન નથી થયું તો રાગાદિથી ભેદજ્ઞાન કયાંથી થાય? એટલે પહેલાં સ્થૂલથી ભેદજ્ઞાન કરાવે છે કે આ શરીર દેખાય છે એ તો જડ છે, એ કાંઈ જાણતું નથી, માટે તેનાથી પહેલાં જુદો પડ, પછી રાગાદિકથી જુદો પાડે છે. ૪૪૩. પ્રશ્ન:- રાગાદિને જુદા પાડવાનો પ્રયોગાત્મક પ્રકાર સમજાવવા કૃપા કરશો. સમાધાનઃ- તેણે જ્ઞાનસ્વભાવને ઓળખવો, જ્ઞાનસ્વભાવ તો ખ્યાલમાં આવે એવો છે. જ્ઞાનસ્વભાવ શાંતિથી ભરેલો આનંદમય છે તેને લક્ષમાં લેવો. આનંદનો અનુભવ ભલે નથી, પણ તેને પ્રતીતમાં લેવો, વિચાર કરતાં પ્રતીતમાં આવે તેવો છે. આત્મા જ્ઞાનસ્વભાવથી પ્રતીતમાં લેવા જેવો છે. આત્મા કેવો છે તે ગુરુદેવ બતાવે છે, શાસ્ત્રમાં આવે છે. આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષમાં આવે છે. રાગ રાગને જાણતો નથી, તેને જાણનારો જુદો છે. જુદો જાણનારો શાસ્થત રહેનારો છે. રાગની બધી પર્યાયો ચાલી જાય છે, પણ જાણનારો તો એમ ને એમ ઊભો રહે છે. એમ ને એમ ઊભો રહેનારો તે હું છું. નાનપણથી અત્યાર સુધીના બધા રાગાદિ તો ચાલ્યા ગયા, પણ જાણનારો ઊભો છે અને તે જાણનારો હું છું. આ રીતે જાણનારને જુદો પડવો. જે જે રાગ-વિકલ્પ આવે તેને જુદો પાડે. તેનો અભ્યાસ ઉગ્ર હોય તો ક્ષણે ક્ષણે રાગને જુદો પાડવાનો અભ્યાસ થાય. બુદ્ધિથી એકવાર રાગને જુદો પાડ્યો અને પછી પહેલાંની જેમ એવો ને એવો થઈ જાય તો તેના અભ્યાસની ખામી છે. ક્ષણે ક્ષણે રાગથી જુદા પાડવાનો અભ્યાસ એમ ને એમ ચાલુ રાખે તો સહજ દશા થવાનો અવસર આવે. પહેલાં તો જ્ઞાનથી પ્રતીતમાં આવે છે. ૪૪૪. પ્રશ્ન- ભેદજ્ઞાન કરવું જોઈએ, પણ ભેદજ્ઞાન કરવું કેવી રીતે ? કે જેનાથી ધ્યાન પ્રગટ થાય ? સમાઘાન તેને પોતાને યથાર્થ રુચિ થવી જોઈએ, તો ભેદજ્ઞાન થાય. અનંતકાળથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૨૪૩ વિકલ્પમાં ને વિકલ્પમાં ચાલ્યો જાય છે, પણ જો તેની રુચિ યથાર્થ હોય તો ભેદજ્ઞાન થાય. આત્માનું જ્ઞાન યથાર્થ કરવું જોઈએ. અનાદિ-અનંત હું કોણ છું? મારો સ્વભાવ શું છે? તેમાં જે અનેક જાતની અવસ્થાઓ થાય છે તે શું છે? આ બધું પોતાને યથાર્થ સમજવું જોઈએ, તેની રુચિ યથાર્થ થવી જોઈએ. અંતરમાંથી એવી લગની લાગે તો ભેદજ્ઞાન થાય, રાત ને દિવસ આત્મા વિના ચેન ન પડે, મારો આત્મા મને કેમ પ્રગટ થાય? મને સ્વાનુભૂતિ-આત્માનો સાક્ષાત્કાર કેમ થાય ? એવી લગની અંતરથી લાગે તો ભેદજ્ઞાન થાય. તેની લગની લાગવી જોઈએ, પછી તો સ્વભાવમાંથી જ સ્વભાવ પ્રગટે છે. આ જે વિકલ્પ છે તે તો બધા વિભાવ છે. વિભાવમાંથી સ્વભાવ નથી આવતો, સ્વભાવમાંથી સ્વભાવ આવે છે. જેમ લોઢામાંથી લોઢું જ આવે, સોનામાંથી સોનું જ થાય, એમ સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે, વિભાવમાંથી વિભાવ જ પ્રગટે. માટે પોતાનો સ્વભાવ ગ્રહણ કરવો અને તે માટે રુચિ પ્રગટ કરવી જોઈએ. પહેલાં તેની રુચિ કરે, તેનું ભેદજ્ઞાન ક્ષણે ક્ષણે કરે કે આ વિભાવ હું નથી, મારું ચેતન સ્વરૂપ જુદું છે. એમ વારંવાર અભ્યાસ કરે તો એમાં એકાગ્રતા થાય; નહિતર સમજ્યા વગરનું ધ્યાન યથાર્થ જામતું જ નથી. ૪૪૫. પ્રશ્ન:- આત્મસાક્ષાત્કાર શું છે તેની વાતો તો સાંભળેલી છે, પરંતુ કાંઈ પણ ઝાંખી (અનુભૂતિ ) ન હોય તો કઈ રીતે મન એમાં પ્રવૃત્ત થાય ? બહારમાં તો અશાંતિ લાગે છે. સમાધાનઃ- એટલું તો પોતાને લાગે છે ને ? કે બહારમાં કાંઈ સારભૂત નથી, સુખ દેખાતું નથી. આ બધું ગમે તેટલું કરીએ તો પણ સંતોષ આવતો નથી, તૃપ્તિ થતી નથી. અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે એમ જીવ ફાંફા માર્યા કરે છે પણ સંતોષ નથી આવતો તે એમ બતાવે છે કે સુખસ્વરૂપ વસ્તુ કોઈ જુદી અંતરમાં છે. બહારમાં સંતોષ નથી આવતો અને જે સુખનું ધામ છે તે પ્રગટ થાય પછી બીજી ઇચ્છા જ નથી થતી. એવી કોઈ વસ્તુ અંતરમાં રહેલી છે. એ પ્રગટ થાય કયારે? કે જીવ પોતે પુરુષાર્થ કરે ત્યારે. પહેલાંથી કોઈને ઝાંખી થતી નથી, પણ જે મહાપુરુષોએ પ્રગટ કર્યું છે તે તેને બતાવે છે કે તું આ કર, અમે તેનો અનુભવ કરીને તને કહીએ છીએ. અને પછી તેનો વિશ્વાસ કરે તો તેની સ્વાનુભૂતિ થાય છે. સાક્ષાત્કાર થાય છે. આત્મા સુખનું ધામ છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪] [ સ્વાનુભૂતિદર્શન તેનો વિશ્વાસ કર, જેમ મા-બાપ છોકરાને બતાવે તો છોકરો મા-બાપનો વિશ્વાસ કરે છે; તેમ જ્ઞાની બતાવે છે તો પોતાની બુદ્ધિથી થોડો વિચાર કરે પછી જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાનીઓના વચન ઉપર વિશ્વાસ કરતો જાય. જેમ કોઈની દુકાને નાણાં મૂકવાં હોય તો માણસ આખી દુકાન ન જોવે પણ એના અમુક લક્ષણ ઉપરથી ઓળખે કે આની દુકાન સારી ચાલે છે. એમ લક્ષણથી ઓળખી લેવું જોઈએ. મહાપુરુષો કાંઈ સ્વાનુભૂતિ બતાવી શકે નહિ, પણ તેના લક્ષણ બતાવે. લક્ષણથી પોતે વિચાર કરવો, કારણ કે પોતાને સુખ જોઈએ છે. માટે એટલી તૈયારી તો જોઈએ. બહારમાં ક્યાંય સુખ નથી, સંતોષ નથી, મારે કાંઈ બીજું જ જોઈએ છે, એટલી જિજ્ઞાસા તો હોવી જ જોઈએ. પછી જ્ઞાની જે બતાવે તેનો વિશ્વાસ કરીને તે માર્ગે પુરુષાર્થ કરવો જોઈએ. તો પ્રગટ થાય. ઝાંખી નથી તો બુદ્ધિથી પોતે વિચાર કરે, પરીક્ષા કરે કે આ વસ્તુ સાચી છે, પછી વિશ્વાસથી પોતે આગળ વધે. ૪૪૬. પ્રશ્ન:- સત્પુરુષ મળે તો શું તેને માર્ગની મૂંઝવણ ટળી જાય ? સમાઘાન- સાચા ગુરુ મળ્યા હોય અને સાચી પ્રતીતિ થઈ હોય તો તેની પ્રતીતિ દઢ જ રહે છે. સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ જેને મળે અને અંતરથી સાચું ગ્રહણ થાય તો તેને વિશ્વાસ જ રહે છે કે આ રસ્તે જ આત્મસાક્ષાત્કાર થવાનો છે, બીજો કોઈ રસ્તો નથી. મારા પુરુષાર્થની મંદતા છે તેથી હું નથી કરી શકતો, પણ તેની રુચિ એમાં જ રહ્યા કરે કે આ રસ્તે જ જવાનું છે, બીજો કોઈ રસ્તો નથી. બહાર તેની રુચિ મંદ પડી જાય અને અંદરમાં તેને હૂંફ આવી જાય કે આ જ રસ્તો છે. સાચા ગુરુ મળે અને અંતરથી વિશ્વાસ ન આવે એમ બને જ નહિ. માટે હજી સાચો વિશ્વાસ નથી આવતો તો ગુરુને ઓળખ્યા જ નથી. ગુરુને પરીક્ષા કરીને સ્વીકાર કરે તો તેને ભટકવું ન પડે, માર્ગ નક્કી જ થઈ જાય, કારણ કે આત્મામાં એટલું નક્કી કરવાની શક્તિ છે કે માર્ગ આ જ સાચો છે. ગુરુ કહે છે તે બરાબર છે એમ બુદ્ધિથી નક્કી કરી શકે છે. અહીં ગુરુદેવ બિરાજતા હતા. તેમની વાણીમાં એવો ધોધ વરસતો હતો અને એવી અપૂર્વતા હતી કે બીજાને નક્કી જ થઈ જાય કે માર્ગ આ જ છે. બુદ્ધિથી વિચાર કરે તેને સાચો માર્ગ ન મળે અને નક્કી ન થાય એમ બને જ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૨૪૫ નહિ. સાચા ગુરુ મળે તેને પોતાને અંદરથી વિશ્વાસ ને હૂંફ આવી જાય, પછી તેને ભટકવાનું રહે જ નહિ. જેને હૂંફ આવી જાય તેને પછી ભલે પુરુષાર્થ મંદ થાય કે પુરુષાર્થ ન કરી શકે, પણ તેની રુચિ આખી બદલાઈ જાય કે આત્મા જુદો છે. ભલે મને માર્ગ નથી પકડાતો, પણ માર્ગ તો આ જ સાચો છે. ભેદજ્ઞાનના રસ્તે જ જવાનું છે, અંતરમાં જ માર્ગ છે-એમ અંતરમાંથી તેને વિશ્વાસ આવી જાય છે. સાચા ગુરુ મળે અને પોતે નક્કી કરે તો ક્યાંય ભટકવાનું રહેતું જ નથી. ૪૪૭. પ્રશ્ન:- અનાદિના અભ્યાસને કારણે જુદું પાડવામાં વિકલ્પાત્મક પ્રયત્નમાં પણ અઘરું લાગે છે. તો શું કરવું? સમાધાન- અનાદિનો અભ્યાસ થઈ ગયો છે તેથી એનાથી છૂટું પડતાં અને પરિણતિમાં મૂકતાં તેને અઘરું પડે છે. વિચારથી નક્કી કર્યું હોય તો પણ છૂટા પાડવાના કાર્યને અમલમાં મૂકવું અઘરું પડે છે. અનાદિથી ભેગી ને ભેગી પરિણતિ ચાલી આવે છે. જો તે એકવાર છૂટો પડે તો પછી તેની લાઈન બધી સરળ છે. જોકે પ્રથમ ભૂમિકા તેની વિકટ છે, કારણ કે અનાદિથી એકત્વબુદ્ધિ છે. પણ પોતે ને પોતે ગડમથલ કરતાં કરતાં અંદરથી આત્મા જ માર્ગ કરી લે છે. જેને ખરી જિજ્ઞાસા-લગની હોય તે અંદરથી માર્ગ કરી લ્ય છે. ૪૪૮. પ્રશ્ન:- આ વાત બેસે છે આ કર્યા વગર છૂટકો નથી અને સાથે અઘરું પણ લાગે છે તો ઉપાય શું છે ? સમાધાનઃ- વિકલ્પથી છૂટો પડીને, એકત્વબુદ્ધિ તોડીને જ્ઞાયકની ધારા પ્રગટ કરવી. આ એક જ ઉપાય છે. દ્રવ્યને ગ્રહણ કર્યું, દ્રવ્ય ઉપર દષ્ટિ કરી, પણ તે દષ્ટિ ટકાવવી જોઈએ. માન્યતામાં લીધું, નક્કી કર્યું છે કે હું જુદો છું, પણ તે રૂપે કાર્ય થાય તો સાચું નક્કી કર્યું કહેવાય. જુદો છું એમ નક્કી કર્યું અને પાછી એકત્વબુદ્ધિ થઈ જાય તો તેણે સાચું નક્કી કર્યું નથી. જેને સાચું નક્કી થાય તેને જુદો પાડવાનો પ્રયત્ન અંદર આવ્યા વગર રહેતો નથી. ગડમથલ કરતાં સાચું તો આ જ છે, માર્ગ આ જ છે, એમ શ્રદ્ધારૂપ પરિણતિ થાય છે. વિચારથી શ્રદ્ધા થાય તે જુદી છે, આ તો શ્રદ્ધારૂપ પરિણતિ થાય છે, પરિણતિ કાર્ય કરે છે. પછી વિશેષ ચારિત્ર થાય છે. આ શ્રદ્ધાની સાથે અમુક જાતની લીનતા થાય છે અને અનંતાનુબંધી છૂટી જાય છે. આવી અમુક જાતની પરિણતિ ઊભી થાય છે. ૪૪૯. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ ] [સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન- (બાળક) :- ભગવાન કેવી રીતે થવાય? સમાધાનઃ- ભગવાનને પહેલાં ઓળખવા જોઈએ. આ શરીરથી જુદો અંદર આત્મા બિરાજે છે તે આત્મા ભગવાન છે. તેને ઓળખે તો ભગવાન થવાય. બધા રાગ-દ્વેષથી છૂટો પડે તો ભગવાન થવાય. આત્મા જાણનારો છે. તેને ઓળખે તો ભગવાન થવાય. ૪૫૦. પ્રશ્ન- ગૌતમસ્વામીને અંતર પુરુષાર્થ એકદમ ઊપડયો હતો ? સમાધાનઃ- અંદર આશ્ચર્યકારી લાગી ગયું. મેં તો માન્યું હતું કે મારા જેવું કોઈ જાણતું નથી, હું તો સર્વજ્ઞ છું એવું મનાઈ ગયું હતું; પણ આ તો ખોટું છે-એવું આશ્ચર્ય લાગી ગયું. અંદર એટલી પાત્રતા હતી કે તેને આશ્ચર્ય લાગી ગયું, આ તે કોણ છે? એમ થઈ ગયું. આ મહાપુરુષ છે કોણ? આ કોણ ભગવાન છે? એવું અંદરથી આશ્ચર્ય લાગી ગયું. પોતાની બધી ખોટી માન્યતા છૂટી ગઈ, એકદમ પાત્રતા જાગી ગઈ ને પરિણતિ એકદમ પલટાઈ ગઈ. બધા આગ્રહો એકદમ છૂટી ગયા, અન્યમતની માન્યતા હતી તે એકદમ પલટી ગઈ અને સમ્યગ્દર્શન, મુનિપણું, ચાર જ્ઞાન એકદમ પ્રગટ થઈ ગયાં. આત્મા ચૈતન્ય છે ને? સાથે પાત્રતા એવી હતી કે એકદમ બધો પલટો થયો અને પુરુષાર્થ ઊપડી ગયો. ૪૫૧. પ્રશ્ન- કાર્ય તો પર્યાયમાં થાય છે, તો પર્યાયનું મહત્ત્વ શું દ્રવ્યથી વિશેષ ન કહેવાય ? સમાઘાનઃ- કાર્ય પર્યાયમાં થાય પણ સ્વરૂપના આશ્રયે તે થાય છે. માટે જેનો આશ્રય હોય તેનું મહત્ત્વ છે. અનંત શક્તિથી ભરેલો આત્મા છે. પર્યાય તો એક ક્ષણ પૂરતી છે, ક્ષણે ક્ષણે નવી પર્યાયો થાય છે. માટે મહત્ત્વ દ્રવ્યનું છે કે જે અનંત શક્તિઓથી ભરપૂર છે. ગમે તેટલી પર્યાયો પ્રગટ થાય તો પણ સ્વભાવ તો ખૂટતો જ નથી. એવા અનંત અનંત સ્વભાવથી ભરેલું દ્રવ્ય છે. અનંતકાળ સુધી આનંદ પ્રગટયા જ કરે તો પણ તે આનંદ અનંત અને અનંત જ રહે છે. જ્ઞાન પણ અનંત છે. લોકાલોકને એક સમયમાં જાણે પછી બીજી ક્ષણે શું જાણે? એમ નથી. જ્ઞાન ખૂટતું નથી કે આટલું જાણું, હવે જ્ઞાન ખૂટી ગયું. અનંત શક્તિથી ભરેલું સામર્થ્ય દ્રવ્યમાં છે. માટે દ્રવ્યની મહત્તા છે. સાધનાની ને કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તેણે પોતાના સ્વભાવનો આશ્રય કર્યો તે અપેક્ષાએ મહત્ત્વવાળી છે; છતાં દ્રવ્ય તો અનંત શક્તિથી ભરેલું છે. માટે દ્રવ્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] | [ ૨૪૭ જ મહામહિમાવંત છે. કેવળજ્ઞાનની પર્યાયથી પણ દ્રવ્ય મહિમાવંત છે. ૪૫૨. પ્રશ્ન- તો અપેક્ષાએ બંનેને મહત્ત્વપણું કહેવાય ? સમાધાન- અપેક્ષાએ દરેકનું મહત્ત્વપૂર્ણ છે. દ્રવ્ય અનંત શક્તિઓથી ભરેલું છે માટે દ્રવ્ય પણ મહામહિમાવંત છે. શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે, સાધકદશાકેવળજ્ઞાન પ્રગટ થાય છે માટે પર્યાય પણ મહિમાવંત છે. શુદ્ધ દ્રવ્યના આશ્રયે પર્યાય પ્રગટ થઈ તે શુદ્ધરૂપે પરિણમે છે, તે પર્યાય પણ મહિમાવંત છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે રત્નત્રય મહિમાવંત છે. તે જેના આશ્રયે પ્રગટ થાય છે એવું દ્રવ્ય મહિમાવંત છે, બધી પર્યાયોનો આશ્રય એક દ્રવ્ય છે. ૪૫૩. પ્રશ્ન:- અંશ અને અંશી એમ બે ભાગ છે? સમાધાનઃ- જેમ બે દ્રવ્યના બે ભાગલા છે એમ દ્રવ્ય-પર્યાયના બે ભાગલા નથી. એક અંશ અને એક આખો અંશી એટલો ભેદ છે. પર્યાયને ગોતવા બીજે જવું પડતું નથી, દ્રવ્યના આશ્રયે પર્યાય પ્રગટ થાય છે. જેના આશ્રયે પર્યાય પ્રગટ થાય છે તે દ્રવ્ય કેવું છે? તે દ્રવ્યનો મૂળ સ્વભાવ લક્ષણથી ઓળખી શકાય છે. અનાદિ કાળથી વિભાવ પર્યાય ઉપર દષ્ટિ છે માટે દ્રવ્ય ઓળખાતું નથી, ને દૂર લાગે છે. પણ દ્રવ્ય દૂર છે નહિ, પોતે જ છે. બ્રાન્તિથી દૂર થઈ પડ્યું છે, પણ પોતે જ છે. તે બહારની વસ્તુ નથી કે તેને ગોતવા જવું પડે. પોતે જ છે. અંદરમાં ઓળખાય તેવો છે. દ્રવ્ય-ગુણપર્યાય બધું દ્રવ્યનું સ્વરૂપ છે. ૪૫૪. પ્રશ્ન- પહેલાં શું અસ્તિત્વનું ભાવભાસન થાય કે કાંઈ વેદનમાં આવે? સમાધાન:- પહેલાં વેદનમાં આવે નહિ, તેનું લક્ષણ ઓળખાય છે, ભાવભાસન થાય છે. જે જાણનાર છે તે હું છું એવું તેને ભાવનું ભાન થાય છે. પ્રથમ વેદન થાય છે એમ નથી. હજી સહજરૂપે દશા નથી ત્યાં સુધી પ્રયત્ન કરે છે. સહજરૂપે દશા તો શાયકને ઓળખે ત્યારે થાય. આ તો પ્રયત્નરૂપ હોય છે. પણ તે પ્રયત્ન કર્યા વગર સહજ થઈ જતું નથી, પ્રયત્ન કરે તો સહજ થાય છે. અંતર્મુહૂર્તમાં કોઈને થાય તે વાત જુદી, બાકી પ્રયત્ન કરે તો આગળ જાય છે. જે સહજ સ્વરૂપ છે તે હું છું એમ જ્ઞાનમાં લે છે, પછી તે રૂપે ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે છે. ૪૫૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮] [સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- ભાવભાસનમાં જે જ્ઞાયક આવ્યો એમાં કાંઈ ફરક નથી એવી શું અનુભવ પહેલાં ખાતરી થઈ જાય ? સમાધાનઃ- આ જ્ઞાયકનું સાચું સ્વરૂપ છે અને તે જ મારું સ્વરૂપ છે, એમાં કાંઈ ફરક નથી, એમ નિર્ણય આવે છે. ભલે તે સહજરૂપ-સહજદશા-નથી. પણ વિકલ્પથી તેવો નિર્ણય તેને આવી શકે છે કે આ સાચું જ છે, ખોટું નથી. ૪૫૬ પ્રશ્ન:- જ્ઞાનીને જેમ સવિકલ્પ દશામાં જ્ઞાયક તરવરતો હોય એવી રીતે અજ્ઞાનીને જ્ઞાયક તરવરતો હશે ? સમાધાનઃ- જ્ઞાયક જે રીતે જ્ઞાનીને તરવરતો હોય છે તે રીતે અજ્ઞાનીને તરવરતો નથી. જ્ઞાનીને તો સહજદશાએ જ્ઞાયક તરવરે છે, તેને વિચારવું પડતું નથી કે વિચારીને નિર્ણય કરવો પડતો નથી. કર્તાબુદ્ધિ છૂટીને જ્ઞાયકની જ્ઞાયકધારા સહજરૂપે નિરંતર-ક્ષણે ક્ષણે વિચાર્યા વગર સહજ પરિણતિએ ચાલે છે. જ્ઞાનીની દશા જુદી છે. જેમ અજ્ઞાનીને અનાદિની એકત્વબુદ્ધિ અજ્ઞાનદશામાં કાંઈ વિચાર્યા વગર સહજ ચાલી રહી છે તેમ જ્ઞાનીને જ્ઞાનની દશા સહજપણે ચાલી રહી છે. અજ્ઞાનીએ જ્ઞાયકનો જે નિર્ણય કર્યો છે તે સહજરૂપે નથી. ભલે નિર્ણય સાચો કર્યો છે, છતાં તે રૂપે જ્ઞાયકમાં જ્ઞાનધારા ચાલતી નથી, વારે વારે વિચારવું પડે છે, વિચારીને યાદ કરવું પડે છે. એકત્વબુદ્ધિ થઈ રહી છે તેથી તેણે વિચારીને નક્કી કર્યું છે કે આ જ્ઞાયક તે હું, તો પણ સહજ પરિણતિ નથી. અજ્ઞાનીએ નક્કી કર્યું છે કે જ્ઞાન તે હું, જ્ઞાયક તે હું પણ પરિણતિમાં તેના કાર્યમાં-એકત્વબુદ્ધિ થઈ રહી છે, માટે વારે વારે વિચાર કરવો પડે છે. જ્ઞાનીની જેવી સહજદશા અજ્ઞાનીની નથી. જોકે તેણે નિર્ણય કર્યો છે કે આ રહ્યો જ્ઞાયક અને નિર્ણય કર્યો ત્યારે જ્ઞાયક તરવરતો લાગે; પણ વળી પાછું એકત્વબુદ્ધિની પરિણતિને કારણે તેને વારે વારે વિચારવું પડે છે. જેને પ્રયત્ન ચાલતો હોય તેને, સહજદશા નથી, પણ તે નિર્ણય સાચો કરી શકે છે. જિજ્ઞાસુની ભૂમિકામાં સાચો આત્માર્થી હોય તે સાચો નિર્ણય કરી શકે છે. જો સાચો નિર્ણય ન કરી શકે તો તેને સહજ જ્ઞાનદશા આવતી નથી. આ તો જેને જિજ્ઞાસા હોય, આત્માનું પ્રયોજન હોય અને જે પ્રયત્ન કરે તેને જ આ જ્ઞાનદશા સહજપણે આવે છે. તે પહેલાં નિર્ણય કરી શકે છે. જેમ આ સત્પુરુષ જ છે, જ્ઞાની જ છે એવો નિર્ણય પ્રથમ કરી શકે છે. આ ગુરુ છે તે કોઈ અપૂર્વ વાત બતાવી રહ્યા છે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] એમ આત્માર્થી હોય તે નક્કી કરી શકે છે. તેમ આ જ્ઞાયક છે તે જ હું છું, જે આ દુઃખરૂપ વેદન થઈ રહ્યું છે, જે આકુળતારૂપ વેદન છે તે મારું સ્વરૂપ નથી. પોતાનું સ્વરૂપ પોતાને દુઃખરૂપ હોય જ નહિ એમ નિર્ણય કરી શકે છે. ૪૫૭. પ્રશ્ન- જિજ્ઞાસુની પાસે પ્રગટ તો વિભાવ જ છે? સમાઘાન- હા, વિભાવ પ્રગટ છે, જ્ઞાયક પ્રગટ નથી. છતાં કોઈ અપેક્ષાએ સ્વભાવ પ્રગટ છે, પણ તે ઓળખાતો નથી. જોકે જિજ્ઞાસુ સમજે છે કે આ વિભાવ મારું સ્વરૂપ નથી. આત્માને શાંત સ્વરૂપ કોઈ જુદું છે. આત્માર્થી હોય તેને એમ જિજ્ઞાસા થાય, એમ વિચાર આવે કે આવું દુઃખમય સ્વરૂપ આત્માનું હોય નહિ, આત્માનું સ્વરૂપ કોઈ જુદું છે એમ વિચાર કરીને નક્કી કરે. ગુરુ આગળથી પ્રથમ સાંભળે કે આત્માનું સ્વરૂપ શું છે? તો તેને વિચાર કરી નક્કી કરવાનો અવકાશ છે. ૪૫૮. પ્રશ્ન- એવી રીતે આત્માર્થીપણું ત્યારે જ સાચું પ્રગટ કહેવાય કે ક્યારે આત્મા, આત્મારૂપે એના જ્ઞાનમાં આવે ? સમાધાન:- આત્માર્થી હોય તેને સાચું સ્વરૂપ જ્ઞાનમાં ગ્રહણ થયા વગર રહેતું જ નથી. તે પ્રથમ વિચારથી, યુક્તિથી, ગુરુની વાણીથી નક્કી કરે, પછી અંદર સ્વભાવને ઓળખીને નક્કી કરે છે. ૪૫૯. પ્રશ્ન- અજ્ઞાનદશામાં જ્ઞાનના વેદનને જો પકડવાનો પ્રયત્ન કરે તો, કાંઈક આકુળતા વગરનો ભાવ છે તેનો ખ્યાલ આવે છે. તેને આટલો ખ્યાલ આવે તેના ઉપરથી મંદમાં મંદ રાગ પણ શું આકુળતારૂપ લાગે ? સમાધાન:- આ બધા વિભાવ આકુળતારૂપ છે. આકુળતા વગરનું જે તત્ત્વ છે તેને શોધવા માટે પ્રયત્ન કરતાં મંદ કષાય થાય છે તે પણ આકુળતારૂપ છે એમ એ નક્કી કરી શકે. પોતે જ છે, કોઈ બીજો નથી. પોતે જ્ઞાનસ્વરૂપ હોવાથી આકુળતા અને જ્ઞાન પોતાના જ વેદનમાં આવે છે, માટે નક્કી કરી શકે છે. ગુરુદેવના પ્રતાપે આ બધું સમજવાનું સહેલું થઈ ગયું છે. ૪૬O. પ્રશ્ન- વિકલ્પોથી દૂર થવું જોઈએ તે થવાતું નથી. ખ્યાલ છે કે રસ્તો એક જ છે, ધ્યાન સિવાય છુટકારો નથી. પણ ધ્યાન કરવું કેવી રીતે ? સમાધાનઃ- પ્રથમ ભેદજ્ઞાન થવું જોઈએ. ભેદજ્ઞાન થયા પછી યથાર્થ ધ્યાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [સ્વાનુભૂતિદર્શન થાય. એકાગ્રતા ક્યારે થાય? કે મૂળ વસ્તુને પકડે-ગ્રહણ કરે કે હું જાણનાર જ્ઞાયક છું. આમ તેના અસ્તિત્વને અંતરમાંથી ગ્રહણ કરે તો ધ્યાન થાય. પહેલાં ઉપર ઉપરથી બુદ્ધિથી ગ્રહણ કરે, પછી તેને અંદર પરિણતિથી ગ્રહણ કરવું જોઈએ. વસ્તુનું અસ્તિત્વ ગ્રહણ કરે તો તેની શ્રદ્ધા બરાબર થાય અને તો તેમાં એકાગ્ર થાય. મૂળ વસ્તુને ગ્રહણ કર્યા વગર ચિત્ત કયાં સ્થિર થાય ? મૂળ વસ્તુને ગ્રહણ કરે તો ચિત્ત સ્થિર થાય. - હું ચૈતન્ય એક પદાર્થ છું. જેમ બીજા બધા પદાર્થ દેખાય છે તેમ ચેતન પણ એક પદાર્થ છે. તે અનંતગુણોથી અર્થાત્ અનંત શક્તિઓથી ભરેલો એવો ચૈતન્ય પદાર્થ છે. તેને ગ્રહણ કરે તો ધ્યાન થાય. તેને શરીર અને વિભાવ સાથે એકત્વબુદ્ધિ થઈ રહી છે કે શરીર તે હું અને હું તે શરીર; વિકલ્પ તે હું અને હું તે વિકલ્પ. પણ હું જુદો કોણ છું તે જુદાનું અસ્તિત્વ તેને દેખાતું નથી. માટે પોતાનું જુદું અસ્તિત્વ પહેલાં ગ્રહણ કરવું જોઈએ. જેને બુદ્ધિમાં યથાર્થ ગ્રહણ થાય તેને યથાર્થ ધ્યાન થાય, માટે પહેલાં ભેદજ્ઞાન કરવાની જરૂર છે. ક્ષણે ક્ષણે જે વિકલ્પ આવે છે તે વિકલ્પ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો જાણનાર જે અંદર છે તે હું છું, આવા જાણનારનું અસ્તિત્વ ગ્રહણ કરતાં ધ્યાન થાય. પહેલાં યથાર્થ રુચિ થાય, મહિમા લાગે, અને અંતર ચેતનમાં જ સર્વસ્વ છે, બીજું કાંઈ સર્વસ્વ-સારભૂત નથી, એમ યથાર્થ ગ્રહણ થાય ત્યારે ધ્યાન થાય એવું વસ્તુનું સ્વરૂપ છે. પાણી પોતે સ્વભાવે નિર્મળ છે, મલિનતા કાદવને લઈને આવી છે. એમાં નિર્મળી ઔષધિ નાખે તો પાણી અને કાદવ જુદા થાય. તેમ આત્મા સ્વભાવે નિર્મળ છે કેમ કે જે પદાર્થ હોય તેનો સ્વભાવ કાંઈ મલિન ન હોય, તેમાં મલિનતા વિભાવને લઈને આવી છે. જેમ પાણીમાં ઔષધિ નાખવાથી પાણી નિર્મળ થાય, તેમ પોતે જ્ઞાનરૂપી ઔષધિ દ્વારા પોતાનો સ્વભાવ જે નિર્મળ છે તેને ગ્રહણ કરે તો નિર્મળતા પ્રગટ થાય. માટે પહેલાં ભેદજ્ઞાન કરવું જોઈએ. પહેલાં યથાર્થ જ્ઞાન કરે તો યથાર્થ ધ્યાન થાય. ૪૬૧. પ્રશ્ન- સ્વાનુભૂતિમાં નિમિત્ત કોણ હોય? અને તે પ્રગટ થાય તો ખબર પડે ? સમાધાન - ગુરુદેવે બધું બતાવ્યું છે. ગુરુદેવનો ઉપદેશ અનુપમ છે. ગુરુના ઉપદેશ વગર સ્વાનુભૂતિ પ્રગટ થતી નથી; તેવો ઉપાદાન-નિમિત્તનો સંબંધ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ ૨૫૧ બહેનશ્રીની તત્ત્વચર્ચા ] માર્ગ અનાદિકાળથી અજાણ્યો છે. તેમાં જો ભગવાનની વાણી મળે અથવા ગુરુની સાક્ષાત્ વાણી મળે તો જ અંતરમાં સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. સ્વાનુભૂતિ પ્રગટ થાય તે કાંઈ છાની રહેતી હશે? તે પ્રગટ થતાં આખા જીવનનો પલટો થાય છે. અંધકાર અને પ્રકાશ જેમ પ્રતિપક્ષ છે, તેમ જુદું પડે (ભેદજ્ઞાન થાય) ત્યારે ખબર પડયા વગર રહે નહિ. સાકરનો સ્વાદ અને ઝેરનો સ્વાદ કાંઈ જુદો પડયા વગર રહેતો હશે ? તેમ આખા જીવનનો પલટો થાય તે ખબર પડયા વગર રહેતો નથી. અમૃતચંદ્રાચાર્યદેવ લખે છે કે મારા ગુરુથી જે શુદ્ધાત્માનો અનુગ્રહપૂર્વક ઉપદેશ મળ્યો છે તેનાથી મારો આત્મ-વૈભવ પ્રગટ થયો છે તથા તે વૈભવ નિરંતર ઝરતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ-તેની છાપવાળો પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ છે. તે કેવી રીતે પ્રગટ થયો? મારા ગુરુના શુદ્ધાત્મતત્ત્વના અનુગ્રહપૂર્વકના ઉપદેશથી પ્રગટ થયો છે. મારા ગુરુએ કૃપા કરી ઉપદેશ આપ્યો તેનાથી તે પ્રગટ થયો છે. કુંદકુંદાચાર્યની શી વાત કરીએ! તેઓ કહે છે કે મારો જ્ઞાનનો વૈભવ પ્રગટ થયો છે તેનાથી હું સમયસાર કહું છું. એવો વૈભવ પ્રગટ થાય તે છાનો રહેતો નથી. અંતરમાંથી આત્મા પ્રગટ થાય તે શું છાનો રહેતો હશે ? ગુરુદેવે તો વર્ષો સુધી અહીં વાણી વરસાવી છે, ઉપદેશના ધોધ વરસાવ્યા છે. સ્વાનુભૂતિ કોને કહેવાય વગે૨ે સમજાવ્યું છે. ગુરુદેવે શુદ્ધાત્મતત્ત્વને અપૂર્વ ઉપદેશ વર્ષો સુધી આપ્યો છે. એ ઉપદેશથી કેટલાય જીવોનાં પરિવર્તન થયાં છે અને આ જ કરવા જેવું છે એમ રુચિનાં પરિવર્તન તો ઘણાનાં થઈ ગયાં છે. અનંતગુણથી ભરેલો આત્મા પોતે જુદા જુદા સ્વભાવોમાં રમતો, ઝૂલતો, તેમાં કેલી કરતો પ્રગટ થાય તે કાંઈ છાનું રહેતું નથી. ભેદજ્ઞાન પ્રગટ થાય તે કાંઈ છાનું રહેતું નથી. તે ભેદજ્ઞાન અપૂર્વ છે, અનુપમ છે, તેને કોઈ ઉપમા લાગુ પડતી નથી. ૪૬૨. પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને સ્વમાં ઉપયોગ હોય ત્યારે તો ધર્મ હોય, પણ પરમાં ઉપયોગ હોય ત્યારે તેને ધર્મ હોય કે નહિ? સમાધાનઃ- ધર્મીને સ્વમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય અને ૫૨માં ઉપયોગ હોય ત્યારે ધર્મ ન હોય એવું બને જ નહિ. ઉપયોગ સાથે ધર્મનો સંબંધ નથી, પરિણતિ (દષ્ટિ ) સાથે ધર્મનો સંબંધ હોય છે. ધર્મીની દૃષ્ટિ સ્વરૂપ ઉપર જામેલી જ હોય છે. જ્ઞાયકનું ગ્રહણ તથા તેની જ્ઞાતાની ધારા ચાલુ જ હોય છે. સ્વરૂપને Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૫૨] [ સ્વાનુભૂતિદર્શન નુકસાન થાય એ રીતે તેનો ઉપયોગ બહાર જતો જ નથી. ઉપયોગ બહાર જાય અને સ્વરૂપની પરિણણિત તૂટી જાય એવો એકત્વ બહારમાં થતો નથી. અનાદિથી પરિભ્રમણ કરી રહ્યો છે તો પણ દ્રવ્ય મૂળ સ્વભાવે જ રહ્યું છે. ઉપયોગ બહાર જાય તો પણ દ્રવ્યનો નાશ થતો નથી તો, જેણે દ્રવ્યદષ્ટિ યથાર્થપણે પ્રગટ કરી છે, પુરુષાર્થપૂર્વક દષ્ટિ પ્રગટ કરી છે, જ્ઞાતાની ધારા પ્રગટપણે વર્તે છે તેને કોણ તોડી શકે? પોતે સ્વરૂપમાં પુરુષાર્થપૂર્વક ઊભેલો છે. તેથી ઉપયોગ બહાર જાય છે તો પણ, તે ઉપયોગ પોતાની પરિણતિને તોડી શકતો નથી. તેને ભેદજ્ઞાનની ધારા ચાલુ જ રહે છે. કમળ જેમ પાણીમાં નિર્લેપ રહે છે તેમ જ્ઞાની સદા નિર્લેપ જ રહે છે. બહારના ગમે તેવા સંયોગોમાં તે ઊભેલા દેખાય, છતાં પરિણતિ તો નિર્લેપ જ છે. અનાદિથી આત્મદ્રવ્ય જડ પદાર્થ સાથે એકમેક થયું જ નથી તેથી વસ્તુ સ્વભાવે તો નિર્લેપ છે જ, પણ આ તો જ્ઞાનીને પર્યાયમાં પણ નિર્લેપપણું પ્રગટયું છે તેથી નિર્લેપ જ રહે છે. જ્ઞાનીને પ્રગટપણે જ્ઞાતાધારાનું પરિણમન વર્તે છે. તે કારણે, જેમ કમળ પાણીમાં નિર્લેપ રહે છે તેમ, પરિણિત જુદી અને જુદી નિર્લેપ જ રહે છે. જ્ઞાનીને ઉપયોગ બહાર જાય ત્યારે ધર્મ છૂટી જતો નથી, નિર્મળ પરિણતિ ચાલુ જ રહે છે. તેને અંતરમાંથી જ્ઞાન-વૈરાગ્યની શક્તિ પ્રગટી છે તે શક્તિનું પરિણમન વર્તે જ છે-ચાલુ જ છે. તેથી ઉપયોગ બહાર જાય તો પણ જ્ઞાની પર સાથે એકત્વ થતો નથી. તે બહારથી ગૃહસ્થાશ્રમનાં કાર્યોમાં ને શુભ કાર્યોમાં દેખાય, તો પણ તેની પરિણિત પર સાથે એકત્વ થતી નથી. બહારથી જોનારને જ્ઞાનીનું અંદરનું પરિણમન જોવું મુશ્કેલ પડે છે. તેની જ્ઞાન-વૈરાગ્ય શક્તિનું સામર્થ્ય અદ્ભુત છે. તેને જ્ઞાતાની ધારા સહજપણે વર્તે છે, અર્થાત્ તેને ભૂલી જાય અને યાદ કરવી પડે તેમ નથી. જ્ઞાતાની ધારા તેને ચાલુ જ હોય છે. નિર્વિકલ્પ દશા કોઈ કોઈ વખતે થાય તે જુદી વાત છે, પરંતુ સવિકલ્પ દશામાં પણ જ્ઞાતાપણાની જ્ઞાનધારા ચાલુ જ છે. અજ્ઞાન દશામાં જે સવિકલ્પ દશા હતી અને આ જે વિકલ્પ દશા છે તે બંનેની જુદી જાત છે. ગમે તેવા પ્રસંગમાં, બહારના ઉપસર્ગ-પરીષહ આવે તો પણ, તે સદા ન્યારો રહે છે, તેની જ્ઞાતાધારાને કોઈ તોડી શકતું નથી. અનુકૂળતાના ગંજ આવે કે પ્રતિકૂળતાના ઢગલા થાય, તેની જ્ઞાનધારાને કોઈ તોડી શકતું નથી. એવો પુરુષાર્થ તેને ચાલુ જ હોય છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [૨૫૩ જેને આત્માની લગની, આત્માના આનંદની અનુપમતા અને આત્માની મહિમા લાગી છે તેને બહારના કોઈ પદાર્થ લલચાવી શકતા નથી કે પ્રતિકૂળતામાં તે ખેદાઈ જતો નથી. એવું જ્ઞાન-વૈરાગ્યનું સામર્થ્ય તેને પ્રગટયું છે. હું તો જ્ઞાયક સ્વભાવ છું. આ પરિગ્રહ તે મારું સ્વરૂપ નથી. પુણ્ય-પાપના ભાવો આવે, પણ તેનાથી હું જુદો અને ન્યારો છું. હું તો એક જ્ઞાયકભાવ છું. મારી જ્ઞાતાધારાને કોઈ તોડી શકતું નથી.-આમ તીવ્ર પુરુષાર્થથી મોક્ષપથે ચાલ્યો તે ચાલ્યો-ઉગ્ર પુરુષાર્થની ધારા ચાલી તે ચાલી–તેને કોઈ રોકી શકતું નથી. ૪૬૩. પ્રશ્ન:- પૂર્વના પુણ્યોદયે મનુષ્યભવ મળ્યો, જૈનધર્મ મળ્યો, ગુર્દેવના અને આપના ભેટા થયા, હવે અમારા પુરુષાર્થને વેગ મળે એવો મંત્ર આપો કે જેથી કરીને અમે પાર ઊતરી જઈએ. સમાધાન- મંત્ર તો ગુરુદેવે આપ્યો છે કે તું પોતે ભગવાન આત્મા છો, તેને ઓળખ. તે કરવાનું છે. તે પોતે જ સ્વયં ભગવાન છો. અનાદિકાળથી પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં તારામાં તેનો પ્રવેશ થયો નથી. તું દ્રવ્ય સ્વભાવે શુદ્ધાત્મા છો તેને ઓળખ, કરવાનું આ છે. દ્રવ્ય શું છે? પર્યાય શું છે? શુદ્ધતા શું છે? અશુદ્ધતા શું છે? તે ઓળખવાનો પ્રયત્ન કર. પણ તે અંદર પુરુષાર્થ કરે તો થાય, પોતાને અંદરથી એટલી લગની-જિજ્ઞાસા લાગવી જોઈએ. ગુરુદેવે તો ચોખ્ખો મંત્ર બતાવ્યો છે કે તું ભગવાન છો, જ્ઞાયક છો. તું શુદ્ધ છો તેને તું ઓળખ. આ બારમાં અટકી રહ્યો છે, પણ આ શુભાશુભભાવો તારું સ્વરૂપ નથી. તું જાણનારો છો. કોઈ પર્યાય માત્રમાં અટકીશ નહિ, તું શાશ્વત દ્રવ્ય છો. ૪૬૪. પ્રશ્ન:- “ પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. તેમાંથી આશંકા એવી ઉત્પન્ન થાય છે કે કોઈ જીવ આ ભવમાં મારે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે એમ સમ્યગ્દર્શનનું ધ્યેય રાખીને જ્ઞાયક આત્માનો આશ્રય કરવા માંગે તો શું તેને શરૂઆત ન થાય ? સમાઘાન- સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે તે લક્ષ રાખે, તે ભાવના કરે તે બરાબર છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે આગળ જતાં સમ્યગ્દર્શન કોનો આશ્રય લે છે તે જ્યાં તેને ખ્યાલ આવે છે ત્યાં સાથે પૂર્ણતા અને અંશનું સ્વરૂપ બધું જ્ઞાનમાં આવ્યા વગર રહેતું નથી. અનાદિકાળથી સમ્યગ્દર્શન પ્રગટ થયું નથી, પણ જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય તેને પૂર્ણ ધ્યેય આવ્યા વગર રહેવાનું નથી. તેની પ્રાપ્તિમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૨૫૪] તે ધ્યેય આવવાનું જ છે. ભાવના ભલે સમ્યગ્દર્શનની કરતો હોય; પણ તે સમ્યગ્દર્શનની પર્યાય જે પ્રગટ થાય છે તેમાં પૂર્ણતાનું ધ્યેય અને પૂર્ણતાનો આશ્રય સાથે આવે છે. ૪૬૫ પ્રશ્ન:- ૫૨માગમસારના એક બોલમાં આવે છે કે ‘અધ્ધરથી વિકલ્પો ચાલ્યા કરે ’ તો તેનો અર્થ શું છે? સમાધાનઃ- પોતે જ્યાં રોકાતો હોય ત્યાં એ જાતના સમાધાન માટેના વિકલ્પો આવ્યા કરે. જ્યાં જ્યાં પોતાને શંકા પડતી હોય તેના વિચારો તેને આવ્યા કરે. સાંભળી લીધું અને જાણી લીધું પણ અંતરમાંથી તેને જે બેસવું જોઈએ તે અંદર ઊંડાણથી બેસે નહિ ત્યાં સુધી તેને લગતા, પોતાને સમાધાન થાય એવી જાતના વિચારો તેને આવ્યા કરે. જેને માટે તેને શંકા રહેતી હોય તેનો વારંવાર વિચાર કરીને તેની દઢતા પોતે ને પોતે કર્યા કરે. મુમુક્ષુઃ- સમાધાન ન થાય ત્યાં સુધી તેને વિકલ્પો વળગ્યા જ રહે? બહેનશ્રી:- સમાધાન ન થાય ત્યાં સુધી વિચારો આવ્યા જ કરે. વિભાવ કઈ રીતે છે? રાગ થાય છે તે શું છે? તેનાથી જુદો કેવી રીતે છે? એવા અનેક જાતના વિચારો તેને આવે. છેલ્લો ક્યો વિકલ્પ ? તેનો કાંઈ નિયમ નથી, આત્માને લગતા વિચારો હોય. વિકલ્પો છૂટવા ટાઈમે જે વિકલ્પ હોય તે વિકલ્પથી (વિકલ્પના કારણે) છૂટતો નથી, પોતાની પરિણતિથી છૂટે છે-દ્રવ્યના આશ્રયે છૂટે છે. ૪૬૬. પ્રશ્ન:- ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત ' માં આવે છે કે ‘પર્યાયષ્ટિ એ સંસાર છે અને દ્રવ્યદષ્ટિ એ મોક્ષ અને વીતરાગતા છે.' તો શું પર્યાયષ્ટિમાં આવી સજા? શું ચીભડાંના ચોરને ફાંસીની સજા? , સમાધાનઃ- એવું નથી. પર્યાયષ્ટિ તે સંસાર છે, તેમાં ચીભડાંના ચોરને ફાંસીની સજા જેવું નથી. અનાદિકાળથી પર્યાય ઉપર જ દૃષ્ટિ રાખી છે. પર્યાય એક પછી એક ક્ષણે ક્ષણે પલટાય છે, એના ઉપર જ દૃષ્ટિ રાખી છે. અને જે શાશ્વત દ્રવ્ય છે તે દ્રવ્યને ઓળખતો નથી. દ્રવ્ય ઉપર દૃષ્ટિ નથી, પર્યાય ઉપર દૃષ્ટિ છે એટલે સંસાર છે. તે ચીભડાંના ચોર જેવો નથી, પણ સમજ્યા વગરની મોટી ભ્રાન્તિમાં પડેલો છે. તે મોટો દોષ છે, નાનો દોષ નથી. આખા દ્રવ્યને ભૂલી ગયો છે. અર્થાત્ પોતાનું મૂળ સ્વરૂપ-મૂળ રાજા છે તેને ભૂલી ગયો છે અને બહાર ઉપર ઉપર પર્યાય છે તેને ગ્રહણ કરી છે તે મોટો દોષ છે. પોતાનો મહિમાવંત જે સ્વભાવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [૨૫૫ છે તેને છોડીને-ભૂલીને પર્યાય તરફ બહાર ભમે છે તે મોટો દોષ છે. ૪૬૭. પ્રશ્ન:- “વચનામૃત ” ના એક બોલમાં આપ ફરમાવો છો કે મંદ પુરુષાર્થ કરે તો વાર લાગે, તીવ્ર પુરુષાર્થ કરે તો જલદી કાર્ય થાય. તો મંદ પુરુષાર્થ કોને કહેવાય ? તથા તીવ્ર પુરુષાર્થ કોને કહેવાય ? તે સમજાવવા કૃપા કરશોજી. સમાધાન-પુરુષાર્થ કરતાં-કરતાં જ્ઞાયકને યાદ કરે, પાછું તે ઢીલું પડી જાય ને મંદ થઈ જાય. ફરી જ્ઞાયકને યાદ કરે, વળી તેને ભૂલી જાય- આ બધો મંદ પુરુષાર્થ છે. બારમાં એ–બુદ્ધિ થઈ જાય, પાછો ફરી વિચાર કરીને ભેદજ્ઞાન કરે-આમ વારંવાર પુરુષાર્થ મંદ થાય ને તીવ્ર થાય. પણ હું તો જુદો તે જુદો જ છું એમ વારંવાર ઉગ્રપણે પ્રયાસ કરે તથા એકત્વબુદ્ધિ તોડવાનો ઉગ્રતાથી પ્રયત્ન કરે અને ધારાવાહી પુરુષાર્થ ચાલે તો તે ઉગ્ર પુરુષાર્થ છે. હું જ્ઞાયક તે જ્ઞાયક જ છું, કર્તા નથી; પર દ્રવ્ય સાથે મારે કોઈ સંબંધ નથી; વિભાવરૂપ જે વિકલ્પ આવે તેનાથી મારો સ્વભાવ જુદો છે; હું તો નિર્વિકલ્પ સ્વરૂપ છું; મારી પરિણતિમાં રાગાદિ થાય છે, પણ હું તેનાથી જુદો છું-મારું સ્વરૂપ જુદું છે-એમ દ્રવ્ય ઉપર જોરદાર દષ્ટિ કરીને જે તીવ્રતાથી–ઉગ્રતાથી ઊપડે છે, જેનો ઊપાડ ઉગ્રતાપૂર્વક છે, તેને કાર્ય જલદી થયા વગર રહે નહિ. પણ વચ્ચે વચ્ચે પુરુષાર્થ મંદ પડે છે તેથી વાર લાગે છે. જે પુરુષાર્થ ધારાવાહી ચાલે છે તેને ઉગ્ર પુરુષાર્થ કહેવાય છે. ૪૬૮. પ્રશ્ન- પુરુષાર્થ શરૂઆતમાં ઉગ્ર થઈને પછી મંદ થઈ જાય છે તો તેમાં એકસરખું ટકી રહે તે માટે શું કરવું? સમાધાન- શરૂઆતમાં બહુ ભાવના આવી જાય તેથી અથવા કોઈ વૈરાગ્યના પ્રસંગથી અંદર ભાવના આવી જતાં ઉગ્ર પુરુષાર્થ થઈ જાય છે. અહો! આ તો કંઈક નવું જ છે, ગુરુદેવે ઉપદેશ આપ્યો તેમાં કંઈક નવી જ વાત કરી, ગુરુદેવે જુદો જ માર્ગ બતાવ્યો. આમ તેને આશ્ચર્ય લાગતાં કે વૈરાગ્ય થતાં પુરુષાર્થમાં ઉગ્રતા આવી જાય છે, પણ થોડા વખત પછી પાછો પુરુષાર્થ ઢીલો પડી જાય છે. કાયમ એકસરખી ભાવના કે વૈરાગ્ય ટકી શકે નહિ તેથી પુરુષાર્થ ઉગ્ર અને મંદ થઈ જાય એમ થયા કરે છે. પણ વારંવાર તેની ઉગ્રતા જો ધારાવાહી ચાલ્યા કરે તો સ્વાનુભૂતિ સુધી પહોંચી શકે છે. કોઈવાર મહિમા કે વૈરાગ્યના પ્રસંગમાં ઉગ્રતા થઈ જાય છે, વળી પાછો પુરુષાર્થ ઢીલો પડી જાય છે. કેમ કે અનાદિનો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬ ] [ સ્વાનુભૂતિદર્શન અભ્યાસ છે તેથી મંદતા તરફ ઢળી જાય છે. પણ વારંવાર તેની પાછળ પડે તો એકસરખું ટકી રહેવાનો પ્રસંગ બને. આચાર્યદેવ મુનિને કહે છે કે તારા જીવનમાં દીક્ષાકાળ અને બીજા વૈરાગ્યના પ્રસંગોને યાદ કરજે. દીક્ષા લેતી વખતે મને કેવી જાતના ભાવ હતા તેને તથા ત્યાગ લીધો, મુનિપણું લીધું, ભાવલિંગી શ્રમણ થયો તે જીવનના સારા પ્રસંગને તું યાદ કરજે. તેમ જ તારી સાધનાને યાદ કરજે. તેવી રીતે તું ગુરુદેવે ઉપદેશ આપ્યો, કોઈ અપૂર્વ વાત કરી, તને તેની અપૂર્વતા લાગી ત્યારે કેવા ભાવ હતા તે બધા પ્રસંગોને યાદ કરજે. તારા પુરુષાર્થની ઉગ્રતા કરવા માટે તે બધું યાદ કરજે. ૪૬૯. પ્રશ્નઃ- જાણનાર છું એમ અસ્તિત્વ ખ્યાલમાં આવે છે, પણ પરિપૂર્ણ અસ્તિત્વ ખ્યાલમાં કેમ નથી આવતું ? સમાધાનઃ- જે અસ્તિત્વ હોય તે પૂરું હોય કે અધૂરું હોય? જે દ્રવ્ય હોય તે ખામીવાળું હોય તો તે દ્રવ્ય કેમ કહેવાય? જે સ્વત:સિદ્ધ વસ્તુ છે તે ખામીવાળી હોય નહિ. અસ્તિત્વ પરિપૂર્ણ ન હોય અને અધૂરું હોય તો તે અસ્તિત્વ જ નથી. અસ્તિત્વ તો હંમેશાં પૂરું જ હોય. ૪૭૦. પ્રશ્ન:- આત્માને જ્ઞાન-લક્ષણથી ઓળખવો તે બરાબર છે; પણ બહારથી જે જણાય છે તેનાથી આત્મા ઓળખી શકાતો નથી. તો અમારે શું કરવું ? સમાધાનઃ- જ્ઞાન-લક્ષણથી લક્ષિત હું જ છું. આ દેખાય-જણાય માટે હું છું એમ નહિ, તે તો બધાં બાહ્ય લક્ષણ છે. હું સ્વયં પોતે જ્ઞાન-લક્ષણથી લક્ષિત છું એમ પોતે પોતાનું અસ્તિત્વ ઓળખે તો થાય. કરવાનું પોતાને છે. ઊંડી રુચિ, લગની લગાડીને અંદરથી આત્માને ઓળખે તો થાય. દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા, રુચિ તો છે, પરંતુ અંદરથી વધારે પુરુષાર્થ કરવો તે પોતાના હાથની વાત છે. ૪૭૧. પ્રશ્ન:- આકુળતા મંદ પડી જાય એટલે શાંતિ લાગે છે, શુભ-અશુભનો પલટો થયા જ કરે છે. તો આગળ વધવા શું કરવું? સમાધાનઃ- અનાદિથી જીવને અભ્યાસ છે એટલે શુભ ને અશુભ ચાલ્યા કરે છે. અશુભ સ્હેજે છૂટી જાય અને શુભમાં પલટો ખાય તે પુણ્યબંધ છે. પણ હજી ત્રીજી ભૂમિકા રહી જાય છે, જે શુદ્ધ-ઉપયોગની ભૂમિકા છે. અશુભથી પલટો ખાતાં શુભભાવ આવે છે, પણ અંદર શ્રદ્ધા રાખે કે આ હું કરું છું તે તો Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૨૫૭ શુભભાવ છે, હજી અંદરમાં કરવાનું બાકી છે. શુભ-અશુભ બંને વિકલ્પથી રહિત વિકલ્પથી અતિક્રાન્તની-દશા હજી મારે પ્રગટ કરવાની બાકી છે. શાસ્ત્રમાં આવે છે ને? કે તારાથી ન બની શકે તો શ્રદ્ધા તો બરાબર કરજે કે મારે હજી ઘણું કરવાનું બાકી છે. એમ માનીશ તો તને અંદરથી પુરુષાર્થ કરવાનો અવકાશ રહેશે; પણ શુભભાવ કરીને તું એમ માની લઈશ કે મેં ઘણું કર્યું તો આગળ જવાનો અવકાશ નહિ રહે. આ બધા વિકલ્પોથી પાર–આ બધાથી અતિક્રાન્ત-થઈને અંતરમાં જવાનું છે. ૪૭૨. પ્રશ્ન:- આત્મપ્રાપ્તિ કરવામાં ધીરજ ન ખૂટે અને તીવ્ર લગની થાય તેના માટે કેવા પ્રકારનો પ્રયાસ કરવો જોઈએ ? સમાધાનઃ- આ એક જ પ્રયાસ કરવાનો છે. અનાદિકાળથી અભ્યાસ બધો બહારનો છે તેથી અંદરમાં ઊતરવા માટેનો પ્રયાસ કરવાનો છે. આત્માને ઓળખવાનો જ પ્રયાસ કરવાનો છે. તે વિચારમાં ઝાઝો ટકી ન શકે તો શાસ્ત્રસ્વાધ્યાય કરે, તેમાં ન ટકી શકે તો શ્રવણ કરે. આમ શુભભાવના પ્રકારને બદલ્યા કરે, પણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી શુભમાં રહે, છતાં ભાવના તો શુદ્ધની રાખે. કરવાનું તો આ જ છે. ધ્યાન કરે તો તેમાં શાંતિ લાગે, પણ અંતરની શાંતિ તો જુદી જ છે. વિકલ્પની જાળથી છૂટીને અંતરમાંથી જે આત્મા પ્રગટ થાય છે તે આત્મા જાગૃત છે. અન્યમતિ કહે છે કે વિકલ્પ છૂટતાં આત્મા શૂન્ય થઈ જાય છે, પણ તેમ નથી. વિકલ્પ તૂટતાં વિશેષ જાગૃત થાય છે. આત્મામાં અનંતા ગુણો ભર્યા છે. ચૈતન્ય તત્ત્વમાં અનંતતા ભરેલી છે. તે આનંદાદિ અનંત ગુણોનું વેદન તેને સ્વાનુભવમાં થાય છે. હું વિકલ્પ છોડું, વિકલ્પ છોડું એમ કર્યા કરે તો વિકલ્પ છૂટતા નથી. પોતાની અંતરની યોગ્યતા પ્રગટ થાય તો વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પથી અતિક્રાન્ત થઈ સ્વાનુભૂતિની દશા પ્રાપ્ત થાય છે ત્યારે જ ખરી શાંતિ થાય છે. જ્યાં સુધી ખરી શાંતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો કે આ જે વિકલ્પ આવે છે તેનાથી હું જુદો છું. ક્ષણે ક્ષણે આ જ અભ્યાસ કર્યા કરે કે આ જે શુભાશુભ ભાવો આવે છે તેનો જાણનાર હું જુદો છું. પ્રયાસની શરૂઆત ભેદજ્ઞાનના અભ્યાસથી થાય છે. ગમે તે વિકલ્પ આવે, શુભભાવ આવે Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૫૮ ] [ સ્વાનુભૂતિદર્શન કે અશુભભાવ આવે, તે મારું સ્વરૂપ નથી. જેવા સિદ્ધ ભગવાન છે એવો જ હું છું. હું તો શુદ્ધ, નિર્મળ એકરૂપ તત્ત્વ છું. જેમ સ્ફટિક નિર્મળ છે તેમ હું નિર્મળ છું. સ્ફટિકમાં જેમ ઉપર લાલ-પીળાં પ્રતિબિંબ પડે છે તે સ્ફટિકનો મૂળ સ્વભાવ નથી, તેમ હું નિર્મળ છું. મારા મૂળ સ્વભાવમાં આ વિભાવો પ્રવેશ પામ્યા નથી. હું તો શુદ્ધ જ છું, નિરાળો છું. આવા નિરાળાપણાનો-ભેદજ્ઞાનનો-અભ્યાસ કરવો. આ પ્રથમ ઉપાય છે. હું જાણનાર છું, જ્ઞાયક છું, આ શરીર મારું નથી, જડ છે. આ મન પણ મારું નથી. આ વિકલ્પ તે મારો સ્વભાવ નથી. ભલે તે થાય છે મારી પર્યાયમાં તે કાંઈ જડમાં થતો નથી કે જડ કરાવતું નથી, મારા પુરુષાર્થની નબળાઈથી થાય છે. તો પણ મારો સ્વભાવ નથી. હું તો જુદો જ્ઞાયક છું. એવો જ અભ્યાસ કર્યા કરે તે પહેલો ઉપાય છે. જેને હજી આ અભ્યાસ પણ નથી તેને તો સ્વાનુભૂતિ થવી મુશ્કેલ પડે છે. આ અભ્યાસ એકાંતમાં બેસીને કરે તો જ થાય એમ નથી. આ અભ્યાસ તો ગમે ત્યારે થઈ શકે એમ છે. અને તે ક્ષણે ક્ષણે કર્યા જ કરવાનો છે; છતાં એમ ન થાય તો ધીરે ધીરે કરે; પણ એ રીતે ભેદજ્ઞાનનો અભ્યાસ કર્યા કરવાનો છે. જેમ પાણી સ્વભાવથી શીતળ છે, તે અગ્નિના નિમિત્તે ગરમ થાય છે તો પણ તેનો સ્વભાવ તો શીતળ જ છે. તેમ હું તો સ્વભાવે શીતળ છું. કર્મના સંયોગમાં મારી પોતાની નબળાઈથી જોડાણ થાય છે, પણ તે મારો સ્વભાવ નથી. આવો ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં જ્ઞાયકમાં એકાગ્રતા થાય તો આત્માની સ્વાનુભૂતિ થવાનો પ્રસંગ બને છે. ૪૭૩. પ્રશ્ન:- ભેદજ્ઞાનના અભ્યાસમાં હું શરીર નથી, મન નથી, વાણી નથી, આવા વિચારો આવે છે તે પણ હું નથી. તો પછી શું કરવું ? તે સમજાવવા કૃપા કરશો. સમાધાનઃ- અભ્યાસ તો ભેદજ્ઞાનનો જ કરવાનો છે. ‘આ હું નથી, આ હું નથી ’ એમ કહીને ૫૨ ને વિભાવથી છોડાવવો છે. છતાં ભેદજ્ઞાનના અભ્યાસમાં ટકી ન શકાય તો શાસ્ત્રસ્વાધ્યાય કરે, વળી પાછો ભેદજ્ઞાનનો અભ્યાસ કરે, નિરાળા રહેવાનો અભ્યાસ કરે. આ હું છું, આ હું નથી, હું તો જાણનાર છું તેમ અભ્યાસ કરવાનો છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] હું ચૈતન્ય શાશ્વત છું. મારો નાશ થતો નથી. હું નિર્મળ છું. પવિત્ર છે. આવો અભ્યાસ કરે તે પહેલાં વિકલ્પથી થાય,-ઉપર ઉપરથી થાય; પણ ખરું તો ઊંડાણથી કરે તે છે. ઊંડાણ પહેલાંથી આવે નહિ. અનાદિથી બહારનો અભ્યાસ છે ને અશુભમાં પડેલો છે, તેનાથી પાછો વળવા માટે વારંવાર અભ્યાસ કરે. સમજણ ન પડતી હોય તો સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, શ્રવણ કરે; પણ ભેદજ્ઞાનના અભ્યાસની પાછળ જ સ્વાનુભૂતિ થવાનો પ્રસંગ આવે છે. સાચી શ્રદ્ધાપૂર્વક ભેદજ્ઞાનની ધારા પ્રગટે તો તેમાં સાચી સ્વાનુભૂતિ આવવાનો પ્રસંગ બને. ભેદજ્ઞાન થયા વગર સાચી અનુભૂતિ થતી જ નથી. જે શરીરને જુદું ના માને, પોતે અંદર જુદું તત્ત્વ છે તેને ઓળખે નહિ અર્થાત્ જુદું તત્ત્વ છે તેને અંદરથી જુદું પાડ્યા વગર સાચી સ્વાનુભૂતિ થતી નથી. વિકલ્પ મંદ પડી જાય, એટલે શાંતિ જેવું કાંઈક લાગે, કંઈક ચમત્કાર દેખાય; પણ અંદરથી વિકલ્પ તૂટીને જે આનંદ આવે તે આવતો નથી. વિકલ્પોને રોકે, દબાવી દે, પણ અંદરથી છૂટો પડતો નથી ત્યાં સુધી સાચો આનંદ આવતો નથી. ૪૭૪. પ્રશ્ન- આપ અમને દિવ્ય શક્તિશાળી મંત્ર આપો, જેના રટણથી કલ્યાણ થઈ જાય. સમાધાનઃ- હું તો એક જ મંત્ર આપું છું. કહેવાનું એક જ છે કે, જ્ઞાયકનું કરવું. જ્ઞાયક છું-જ્ઞાયક છું તે મહામંત્ર છે. નિરંતર તેનું રટણ કરવા જેવું છે. તત્ત્વસ્વભાવથી તેને ઓળખવો તે મૂળ છે. તે ન થાય ત્યાં સુધી તેનું રટણ કરવું કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. આ શરીર તે હું નથી, વિભાવની બધી પર્યાયો મારા સ્વરૂપે નથી. હું જ્ઞાયક છું, હું શાયક છું એમ વારંવાર તે ચૈતન્યઘર તરફ દષ્ટિ દેવાની છે. ત્યાં જ પરિણતિને લઈ જવાની છે. તે કરવાથી તેના ઉપર ધ્યાન આપવાથીવિકલ્પ તૂટીને નિર્વિકલ્પ શુદ્ધાત્મતત્ત્વ પ્રગટ થાય છે. આ પ્રયાસ જ કરવા જેવો છે. જીવનને ચૈતન્યમય બનાવી દેવું. તે કરવાનું છે. હું શરીરમય નથી, રાગમય નહિ, વેદનામય નથી. જે ધ્યેયથી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી તે ધ્યેય રાખવું. એક ચૈતન્યમય જ જીવન બનાવવું તે કરવાનું છે. અંદર ચૈતન્યની સ્વાનુભૂતિ થાય તે વાત જુદી છે, પણ સ્વાનુભૂતિ ના થાય ત્યાં સુધી ભાવનામય જીવન બનાવવું. ચૈતન્ય વગર ચેન પડે નહિ એવું જીવન બનાવી દેવું. ચૈતન્યના ચિંતવન વગર, ચૈતન્યની વાર્તા વગર, ચૈતન્યના શ્રવણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૦] [ સ્વાનુભૂતિદર્શન વગર, ચૈતન્યની સ્વાધ્યાય વગર કયાંય ચેન ન પડે તેવું જીવન બનાવી દેવું. બસ, એ જ ભાવના ને એનો જ પુરુષાર્થ થાય તો સ્વાનુભૂતિ થાય. ચૈતન્યદેવ પ્રગટ થાય તે તો જુદી જ વાત છે, છતાં તે ન થાય તો તેની ભાવનામય જીવન બને તે પણ સારું છે. બીજે બધેથી દષ્ટિ ઉઠાવીને ચૈતન્યમય જીવન બનાવવું. બહારમાં કયાંય રોકાવા જેવું નથી. બસ, એક ચૈતન્યમાં જ આનંદ છે, તેમાં જ જ્ઞાન છે. એવા શાયકદેવનું સ્મરણ કરવું, સાથે દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવાં. ૪૭૫. પ્રશ્ન:- જ્ઞાનીને ભગવાનની ભક્તિનાં ભાવ આવે છે ત્યારે તેમની પરિણતિ શું કામ કરે છે? સમાધાન - સમ્યગ્દષ્ટિ તે વખતે પણ નિરાળો જ રહે છે. ઉત્કૃષ્ટ ભક્તિ કરતો દેખાતો હોય, છતાં તે ભક્તિના ભાવમાં એકત્વ થતો નથી. તે ક્ષણે જ નિરાળો રહે છે. આ ભક્તિના રાગના વિકલ્પ આવે તે જુદા અને હું તેનાથી જુદો છું એવી ભેદજ્ઞાનની ધારા વર્તે છે. ૪૭૬. પ્રશ્ન- તો તે ભક્તિના ભાવ નિષેધાત્મક છે? સમાધાન- હા, તે સહજ નિષેધાત્મકપણે રહે છે. વ્યવહારે આદરણીય છે, દ્રવ્યદૃષ્ટિથી (નિશ્ચયથી) નિષેધાત્મક છે. બંને ધારા સાથે ચાલે છે. જ્ઞાની દ્રવ્ય દષ્ટિથી મુખ્યતાએ તેનો નિષેધ કરે છે ને વ્યવહારથી આદર કરે છે. ભક્તિકાળે ભક્તિ પણ ઉત્કૃષ્ટ આવે છતાં નિષેધપણાને ભાવ સહજ રહે છે. ૪૭૭. પ્રશ્ન- ભક્તિના ભાવ વખતે અમારે શું કરવું તે સમજાવો. સમાધાન:- શ્રદ્ધા તો યથાર્થ જ કરવાની છે; પણ ભક્તિનો પ્રસંગ હોય ત્યારે આ ભક્તિ તે હું નથી, એવું વિચારે તો તેને ભક્તિ ઊપડવી-ભક્તિના ભાવ ઊઠવામુશ્કેલ પડે. કૃત્રિમ કરવા જાય તો થાય નહિ. ભક્તિના કાળે ભક્તિ કરતો જાય અને આ હું નથી, આ હું નથી એમ વિકલ્પ કરતો જાય તો તેને ભક્તિ ઉપાડવી મુશ્કેલ પડે, તેને ભક્તિ આવતી નથી. જ્ઞાનીને તો સહજ ધારા હોય છે. ૪૭૮. પ્રશ્ન- જ્ઞાનીને તો દરેક કાર્યમાં સહજ ધારા રહે છે; પણ અજ્ઞાનીને શું કરવું? સમાધાન:- અજ્ઞાનીએ એવી ભાવના રાખવી કે આ હું નિરાળું તત્ત્વ છું, રાગમાં જોડાવું તે મારું સ્વરૂપ નથી. ભગવાન મને તારી દેશે એમ તે કહે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૬૧ પણ સાથે જાણે કે ભગવાન તો પરિપૂર્ણ વીતરાગ છે, હું તો મારી ભક્તિની ભાવનાથી કહું છું. હે ભગવાન! મને તમે તારો-એમ કહેતાં વખતે પણ તેના જ્ઞાનમાં એમ વર્તે છે કે હું ચૈતન્ય ભગવાન છું. હું પુરુષાર્થ કરીશ ત્યારે તરીશ.એમ બધું જ્ઞાન તો યથાર્થ કરવું જોઈએ. પણ ભક્તિ કરે ત્યારે ભક્તિથી રંગાયેલો હોય. જો તે કૃત્રિમ વિકલ્પો કર્યા કરે તો ભક્તિ આવવી મુશ્કેલ પડે છે, ભક્તિ ઊપડતી નથી. ૪૭૯. પ્રશ્ન:- આબાળગોપાળ બધાંને ભગવાન આત્મા જણાઈ રહ્યો છે એટલે શું? અનુભવાઈ રહ્યો છે-અનુભવમાં આવે છે તેનો શું આશય છે તે સમજાવશોજી. સમાધાનઃ- આચાર્યદેવ કહે છે કે જ્ઞાન-લક્ષણ તારાથી ઓળખાય તેવું છે. અનુભવાઈ રહ્યો છે એટલે કે તે રૂપે તું છો, તારા સ્વભાવે તું પરિણમી રહ્યો છો. અનુભવમાં આવે છે એટલે કે વેદનરૂપે, સ્વાનુભૂતિરૂપે અનુભવમાં આવે છે એમ નહિ; પરંતુ પરિણમનમાં તું જ્ઞાન-લક્ષણથી પરિણમી રહ્યો છે, તેનાથી ઓળખાય તેવો તું છો. તું પોતે જ છો, તો તું તને કેમ જાણતો નથી ? તું જ્ઞાનસ્વભાવે છો, જ્ઞાનસ્વભાવે તું જ થઈ રહ્યો છો. તું પોતે અનુભવરૂપે રહ્યો છો. પણ તે અનુભવ એટલે આનંદના વેદનની અનુભૂતિ નહિ; પરંતુ તું તારા અસ્તિત્વરૂપે છો, તેને ઓળખી લે. તું જ છો, તું જડ નથી થઈ ગયો પણ અંદર વિકલ્પમાં એવો અટવાઈ ગયો છે કે તને તેનાથી છૂટા પડવું મુશ્કેલ પડે છે. એક એક શેયમાં-ખંડ ખંડમાં અટવાઈ ગયો છો તેથી અખંડને ગોતવાની મુશ્કેલી પડે છે. જાણનારો તું છો, નિઃશંકપણે બધાને જાણે છે. ૪૮૦. પ્રશ્ન:- સાચી રુચિવાળા જીવની પરિણતિ કેવી હોય તે બતાવશોજી. સમાધાનઃ- જે રુચિવાળો હોય તેને એમ થાય કે કરવા જેવું તો આ એક જ છે, શુદ્ધાત્મારૂપે પરિણતિ કરવી તે જ કરવાનું છે. પણ હજી મારાથી થયું નથી. આત્મા શુદ્ધ છે પણ પુરુષાર્થ કરીને શુદ્ધતાને હું પામ્યો નથી. તેનું હૃદય ભીંજાયેલું હોય છે. તે અશુભથી બચવા શુભમાં ઊભો રહે છે, પણ શુભમાં સર્વસ્વ માનતો નથી. જે સ્વચ્છંદી જીવો છે તે પોતાને પર્યાયથી શુદ્ધ માને છે ને આ બધું ઉદય આધીન થાય છે એમ કહે છે. પણ તે એક જાતનું શુષ્ક જ્ઞાન છે. રુચિવાળા જીવને જ્ઞાન અને ક્રિયાનયની મૈત્રી ભલે અંતરમાં પરિણતિરૂપે પ્રગટી નથી, છતાં ક્રિયામાં મોક્ષ માનતો નથી. અને આત્મા શુદ્ધ છે, પરંતુ હું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૨] [સ્વાનુભૂતિદર્શન તે રૂપે પરિણમ્યો નથી એમ માને છે. તેને શુભભાવ આવે છે, પરંતુ શુભમાં સર્વસ્વ માનતો નથી. અને શુદ્ધભાવ કેમ પ્રગટે તેની ભાવના રહે છે. આત્મા વસ્તુસ્વભાવે શુદ્ધ છે એવી રૂચિ અને ભાવનાથી જે જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, આત્માર્થી છે તેનું હૃદય ભીંજાયેલું રહેવું જોઈએ. જે શુષ્કજ્ઞાની છે તેનું હૃદય ભીંજાયેલું હોતું નથી અને બીજા (ક્રિયાજડ) ક્રિયાના પક્ષપાતી થઈ જાય છે. સચિવાળા જીવને “કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ” માત્ર મોક્ષની અભિલાષા રહે છે. આત્માર્થીને ન શોભે તેવા કપાયો તેને હોતા નથી. ભવે ખેદ અંતર દયા ત્યાં આત્માર્થ નિવાસ.” આત્માર્થીનું હૃદય એવું હોય છે કે શુદ્ધાત્મા કેમ પ્રગટે? જિજ્ઞાસા એવી હોય છે કે શુદ્ધાત્માની પરિણતિ કેમ પ્રગટ થાય? તેવી ભાવનાથી તેનું હૃદય ભીંજાયેલું હોય છે. આવા જીવને જ્ઞાન અને ક્રિયાનયના પક્ષપાતી કહેવાતા નથી પણ તે મુમુક્ષુની ભૂમિકામાં છે. હું આગળ વધી શકતો નથી તેવી ખટકથી તેનું હૃદય ભીંજાયેલું રહે છે. આત્માર્થી ભક્તિમાં જોડાય છે ને યથાશક્તિ વિરક્તિ પણ હોય છે. તે બહારમાં રચ્યો પચ્યો રહેતો નથી. તેને અંદર કપાયની તીવ્રતા વધતી નથી, પણ મંદતા હોય છે. તેને આત્માર્થનું પ્રયોજન હોય છે, ને એવી અંદરની રૂચી હોય છે. જેને શુદ્ધજ્ઞાન અને ક્રિયાનયની મૈત્રી પ્રગટ થઈ છે તે જ્ઞાનીની વાત જુદી છે અને જેને જ્ઞાનનય કે ક્રિયાનયનો પક્ષપાત વર્તે છે તે અજ્ઞાનીની વાત પણ જુદી છે. જ્યારે આ તો સચિવાળો જીવ છે. ચૈતન્યનું કાર્ય કરવું એ તારી ફરજ નથી? તારો કાળ નકામો ના ગુમાવીશ. આ મનુષ્યભવનો કાળ આત્માને માટે ગાળ. શરીર માટે અનંતકાળ કાઢયો, શરીરની સગવડતા માટે અનંતકાળ કાઢયો-ગુમાવ્યો છે. હવે એક ભવ તું આત્માને માટે કાઢ. આ ભવ એવો કાઢ-એવો વિતાવ કે બધા ભવનો અભાવ થઈ જાય. બધા અનંતભવ શરીર ખાતર, બહારની સગવડતા ખાતર ગાળ્યા; પણ તારા ભવભ્રમણનો છુટકારો થયો નથી. આત્માને માટે હવે એક ભવ તો એવો ગાળ કે જેથી તારા બધા ભવનો અભાવ થઈ જાય. ૪૮૧. પ્રશ્ન- આત્મજ્ઞાન પ્રગટ કરવા માટે તપશ્ચર્યા કરવી પડે ? સમાધાનઃ- આત્મા જ્ઞાનસ્વભાવી છે, તેનું જ્ઞાન પ્રગટાવવાના પુરુષાર્થમાં વચ્ચે શુભભાવ આવે છે. પણ એકલી તપશ્ચર્યા કરે તો કંઈ થાય નહિ. સાચા માર્ગે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૬૩ ચાલવું હોય તો, પહેલાં ઓળખાણ કરે કે કયા માર્ગે જવું છે. માર્ગ જાણ્યા વગર કોઈ ચાલવા માંડે અને ક્રિયા કરવા માંડે; પણ કયાં જવું છે તે તો નક્કી કર? આત્મામાં જવું છે, તો આત્માને ઓળખ્યા વગર તારાં પગલાં કાં ભરીશ ? જ્ઞાન યથાર્થ કર, તો તારી જ્ઞાન-પરિણતિની જે ક્રિયા થશે તે રાગથી જુદી પડશે. માર્ગ અંતરમાં છે, બહારમાં નથી. ભેદજ્ઞાનજ્યોતિ અંદરમાંથી રાગ અને સ્વભાવને જુદા પાડીને સ્વાનુભૂતિની દશા પ્રગટ કરે છે. સ્વરૂપલીનતા કરવી તે જ્ઞાનજ્યોતિનો સહજ સ્વભાવ છે. કૃત્રિમ વિભાવ અનાદિથી તેને સહજ જેવો થઈ પડયો છે; પણ પોતાનો સ્વભાવ પ્રગટ થવો તે સહજ છે. જ્ઞાનજ્યોતિ જ્યાં સ્વભાવના પંથે ચાલી ત્યાં સ્વભાવ સ્વભાવમાંથી ઊઘડતો જાય છે ને લીનતા વધતાં ભૂમિકા વધતી જાય છે. જ્ઞાનજ્યોતિ લીલામાત્રમાં વિભાવને ઉખેડી નાખે છે, વચ્ચે જે વિભાવ આવે તેને કાઢી નાખે છે. નાનાં બાળકો નિશાળમાં ભણતાં હોય ને હોંશિયાર હોય તો જરાક વારમાં જવાબ લખી નાખે, તુરત જવાબ આપી દે, તેને બોજો ન લાગે. આ તો દૃષ્ટાંત છે. તેમ જ્ઞાનજ્યોતિની શક્તિ પ્રગટ થઈ તે લીલામાત્રમાં સ્વરૂપમાં લીન થાય છે. પરિણિત બહાર આવતાં અંતરમાં જવું તે પોતાના હાથની વાત છે, તે દુર્લભ નથી. ૪૮૨. પ્રશ્ન:- અંતરમાં જવા માટે લાચારી કરવી પડતી હોય છે? સમાધાનઃ- પરિણતિની દોરી અંદરમાં લઈ જવી તે જ્ઞાનીના હાથમાં છે. પરિણતિની દોરી સ્વરૂપ તરફ ખેંચવી તે તેના હાથની વાત છે, તેમાં કોઈની લાચારી કરવી પડતી નથી. પુરુષાર્થની મંદતાને લઈને તે બહાર આવી જાય છે; પણ બહાર આવીને પોતે અંતરમાં લીલા માત્રમાં જઈ શકે છે. પોતાની સ્વરૂપની પરિણિતને તે વધારતો જાય છે અને તેના માટે બીજા કોઈના આશ્રયની જરૂર નથી. ૪૮૩. પ્રશ્ન:- ચૈતન્યનો લાભ અને દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ આદિનો લાભ, બધું ગુરુદેવના પ્રતાપે મળ્યું. સમાધાનઃ- આ ચૈતન્યનો લાભ તે જ અંતરનો ખરો લાભ છે એમ ગુરુદેવ કહે છે. બહારનો દેવ-શાસ્ત્ર-ગુરુનો લાભ મળવો તે પણ મહાદુષ્કર છે. ગુરુદેવ મળ્યા, જિનેન્દ્રદેવ મળ્યા, શાસ્ત્ર મળ્યાં, એ બધો લાભ મળવો તથા તે કાર્યોમાં જોડાવું એ બધું દુર્લભ છે; પણ આ ચૈતન્યનો લાભ તો તેનાથી પણ દુર્લભ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૬૪ ] [સ્વાનુભૂતિદર્શન પરમાત્મપ્રકાશમાં યોગીન્દ્રદેવ કહે છે ને! કે જીવને અનંતકાળથી જિનેન્દ્રદેવ નથી મળ્યા અને સમ્યગ્દર્શન પ્રાપ્ત નથી થયું. તે બે દુર્લભ છે. જિનેન્દ્રદેવ મળવા મુશ્કેલ છે, છતાં મહાભાગ્યે જિનેન્દ્રદેવ મળ્યા; પણ અંદ૨માંથી ગ્રહણ કર્યા નથી, એટલે ખરેખર મળ્યા નથી. અને એક સમ્યગ્દર્શન પ્રાપ્ત થવું મુશ્કેલ છે. તેથી આ બધા લાભની સાથે ચૈતન્યના લાભની દષ્ટિ રાખવી; ચૈતન્યનો લાભ લેવો, તે કરવા જેવું છે. ચૈતન્યના લાભ ઉપર દૃષ્ટિ રાખવા જેવી છે કે ચૈતન્યનો લાભ કેમ થાય? ચૈતન્યનું અસ્તિત્વ કેમ ગ્રહણ થાય? હું આ ચૈતન્યસ્વરૂપ આત્મા છું એમ તેને ગ્રહણ થવો જોઈએ. માત્ર ગોખવાથી કે બોલવાથી તે નહીં થાય. જોકે તેની ભાવના થાય તે જુદી વાત છે; પણ તેના મૂળ અસ્તિત્વને ગ્રહણ કરવું. મારી અસ્તિ ચૈતન્યરૂપ છે. આ જે પ૨દ્રવ્ય દેખાય છે તે હું નહિ તેમ જ આ જે શુભાશુભભાવરૂપ વિભાવનું અસ્તિત્વ છે તે હું નહિ. મારું અસ્તિત્વ મારામાં છે, પણ બીજું અસ્તિત્વ મારામાં નથી; હું તેનાથી જુદો છું. જે સાધદશાની ક્ષણિક પર્યાયો થાય તે પણ મૂળ દ્રવ્ય નહિ, મૂળ દ્રવ્ય તો અખંડ સ્વરૂપે પૂર્ણ છે. આ પૂર્ણ સ્વરૂપ ઉપર દૃષ્ટિ કરે તો પૂર્ણતાની પર્યાય પ્રગટ થાય. સાધકપણાની પર્યાયોમાં પણ રોકાવા જેવું નથી. તે વચ્ચે આવે ખરી, પણ તેમાં રોકાવા જેવું નથી. જે અનાદિ-અનંત શાશ્વત પૂર્ણ છે તે ચૈતન્યનો લાભ કેમ પ્રગટ થાય? તે કરવા જેવું છે. તે લાભ પહેલાં અંશે પ્રગટ થાય અને પછી પૂર્ણ પ્રગટ થાય છે. ૪૮૪. પ્રશ્ન:- ભગવાનના મંદિરે ટહેલ મારતાં મંદિરનાં બારણાં ખૂલે છે ને ભગવાનનાં દર્શન થાય છે તેમ આત્મામાં ટહેલ કેવી રીતે મારવી? સમાધાનઃ- જેમ ભગવાનના મંદિરને દ્વારે ટહેલ મારતાં બારણાં ખૂલે અને દર્શન થાય તેમ ચૈતન્ય ભગવાનના દ્વારે ટહેલ મારવા જેવું છે. ટહેલ મારી, તેનો સ્વભાવ ગ્રહણ કરી, અંતરમાં ચૈતન્યની સ્વાનુભૂતિ કેમ પ્રગટ થાય તે કરવા જેવું છે. વારંવાર હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એમ તેની ધૂન લગાવવા જેવું છે. હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું, મને ચૈતન્યદેવનાં દર્શન કેમ થાય? ચૈતન્યદેવનાં દર્શન થાય અને મારું મંગળ મંદિર કેવી રીતે ખૂલી જાય! એમ વારંવાર ત્યાં ટહેલ મારે તો ચૈતન્યદેવનું મંગળ મંદિર એકવાર ખૂલી જશે અને તેમાં ચૈતન્ય ભગવાન બિરાજે છે તેનાં સ્વાનુભૂતિમાં દર્શન થશે. વારંવાર પ્રયત્ન કર તો અંત૨માં મંગળ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૨૬૫ મંદિર ખૂલી જશે અને મંગળતાથી ભરેલા ચૈતન્યદેવ પ્રગટ થશે. જિનેન્દ્રભગવાનનું મંદિર મંગળરૂપ છે. તેમ આ ચૈતન્યદેવ પણ મંગળરૂપ છે. મંગળ મંદિર અંતરમાંથી ખૂલી જતાં અંદર ચૈતન્યદેવ મંગળતાથી ભરેલા છે તે પ્રગટ થશે. અર્થાત્ આનંદથી ભરપૂર, જ્ઞાનથી ભરપૂર અને મંગળતાથી ભરેલી પર્યાયો પ્રગટ થશે. ચૈતન્યદેવની દરેક પર્યાયો મંગળતાથી ભરેલી છે. “સર્વગુણાંશ તે સમ્યકત્વ'બધા ગુણોની પર્યાયો અંશે મંગળરૂપ થશે અને તેમ કરતાં-કરતાં જ્યારે સાધકદશાની વિશેષ વૃદ્ધિ થઈને પૂર્ણતા થશે ત્યારે મંગળતાથી ભરેલા શુદ્ધાત્માની પૂર્ણ મંગળરૂપ પર્યાયો પ્રગટ થશે. જે મંગળતા મુનિને પ્રગટ થાય છે તેની શું વાત કરવી ? અને જે મંગળતા કેવળજ્ઞાનમાં પ્રગટ થાય છે તેની શું વાત કરવી! ટહેલ મારતા-મારતાં મંગળ દ્વાર ખૂલી જશે ને મંગળરૂપ ચૈતન્યદેવ બિરાજે છે તે મંગળમૂર્તિ ચૈતન્યદેવ પ્રગટ થઈ જશે. માટે, ટહેલ માર, તો ચૈતન્યનો લાભ પ્રગટ થશે. અર્થાત્ મંગળરૂપ ચૈતન્યદેવ પ્રગટ થશે કે જે મંગળતાથી ભરપૂર છે-એટલે કે તેમાં સ્વાનુભૂતિ, આનંદ અને સુખ ભરેલાં છે. તેનું જ્ઞાન કોઈ જુદું, તેનો આનંદ કોઈ જુદો ને તેમાંથી પ્રગટેલું ચૈતન્યનું બળઅનંત શક્તિસમ્પન્ન ચૈતન્યનું બળ-પણ કોઈ જુદું! અનંત ગુણોમાં રમનારો મંગળતાથી ભરેલો તે ચૈતન્યદેવ કોઈ જુદો જ પ્રગટ થશે. માટે બધાએ તે જ કરવા જેવું છે. જ્ઞાયક..જ્ઞાયક....જ્ઞાયક...એમ કરતાં ચૈતન્યના મંગળ દ્વાર ખૂલી જાય છે ને દિવ્યમૂર્તિ ભગવાન પ્રગટ થઈ જાય છે. એ જ જીવનમાં કરવા જેવું છે. મુમુક્ષુ - સૌ પહેલાં સમ્યગ્દર્શન થયું હશે ત્યારે આપને આનંદ-ઉલ્લાસ કેટલો આવ્યો હશે !! બહેનશ્રી - મારી હું શું વાત કરું? એ તો અનંતકાળથી જે નહોતું મળ્યું તે મળે તેના આનંદનું શું કહેવું!! તે આનંદ અંશે હતો, હવે તો ભાવના પૂર્ણતાની થાય છે. કયારે મુનિદશા આવે! ક્ષણે ક્ષણે અંતરમાં વાસ કરી બહાર ન આવીએ એવો દિવસ ક્યારે આવે! એવી ભાવના રહે છે. ચૈતન્યમાંથી પ્રગટ થયેલો તે આનંદ જુદો જ હોય છે! અંગત વાત તો શું કરવી? બાકી હવે તો મુનિદશાની ને કેવળજ્ઞાનની ભાવના થાય છે કે તે દિવસ-એવો અપૂર્વ અવસર કયારે આવે કે જ્યારે મુનિ થઈ ક્ષણે ક્ષણે અંતરમાં વાસ કરીએ અને કેવળજ્ઞાન પ્રગટ કરીએ. તે ભાવના રહે છે. ૪૮૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૬ ] [સ્વાનુભૂતિદર્શન દિનચર્યા મુમુક્ષુ- આપ તો સદાય ચૈતન્યના નંદનવનમાં વિચરી રહ્યાં છો. ચૈતન્ય બાગનાં પુષ્પોની-ફૂલોની સુગંધથી ચોમેર સુગંધ પ્રસરાવી રહ્યાં છે. આપના ચૈતન્યની મસ્તીથી ભરપૂર જીવનની દૈનિક ક્રિયા-દિનચર્યા વિષે જાણવાની ભાવના થાય છે. તો કૃપા કરીને જણાવશોજી. બહેનશ્રી - અંતરની દિનચર્યામાં તો આત્મામાં જવું, તેમાં રહેવું, ને ધ્યાન કરવું તે હોય છે. આત્માને વિભાવની સાથે પણ સંબંધ નથી, તો પછી શરીરની સાથે શું સંબંધ હોય? શરીરનું કાર્ય શરીરમાં થાય છે, આત્મા તો પોતાનું કાર્ય કરે છે. બહારના કાર્યક્રમમાં નિત્યનિયમ મુજબ પૂર્વે જે જે શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે તેમાંથી જે યાદ આવે તે સવારના ફેરવી જાઉં છું. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, ધવલ, પરમાત્મ પ્રકાશ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, પંચાધ્યાયી, મોક્ષશાસ્ત્ર આદિ જે જે શાસ્ત્રનો અભ્યાસ છે, તેમાંથી રોજ સવારે નિયમથી ફેરવી જાઉં છું. શાસ્ત્રોમાંથી ગાથારૂપે, ટીકારૂપે, અર્થરૂપે કે ભાવરૂપે જે યાદ આવે તે નિયમથી ફેરવી લઉં છું. તે દરરોજનો નિયમ છે. શાસ્ત્ર હાથમાં લઈ શકાય, અગર ન લઈ શકાય; પરંતુ આ સ્વાધ્યાય કરવાનો તો હંમેશ માટેનો નિયમ છે. દરરોજ સવારે નિયમથી ધ્યાન હોય છે. તે સિવાય આખા દિવસમાં બીજું વધારે ધ્યાન થતું હોય તે જુદું. મહાવિદેહનું સ્મરણ, સીમંધર ભગવાનનાં દર્શન, તે બધું આત્માના ધ્યાન સાથે થતું હોય છે. ચૈતન્યમય જીવન છે. દર્દ આવે તે વખતે ધ્યાન વધારે ચાલતું હોય છે ને બહારથી ઉપયોગ છૂટીને અંદર ધ્યાનની એકાગ્રતા થાય છે. અંદરમાં નિર્વિકલ્પ ધ્યાન થાય છે. સહજ જ્ઞાતાધારાની સાધનાનું આ ફળ છે. આત્માનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે ઉપયોગ બહાર હોય તો પણ અંદરનું કાર્ય તો ચાલ્યા જ કરે છે. બહારના સંયોગો કે વેદના કે શરીર આત્માને રોકતાં નથી. પરિણતિ સહજપણે વારંવાર અંતરમાં જાય છે. આ બધો ગુરુદેવનો પ્રતાપ છે. ગુરુદેવના પ્રતાપે બધું પ્રગટ થયું છે. આપણે તો તેમનાં ચરણોના સેવક છીએ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ર૬૭ મુમુક્ષુ- આ કાળે ધ્યાનની-જ્ઞાનની આપની સાધના સર્વોત્કૃષ્ટ છે. ભરતક્ષેત્રમાં આ૫ તો આરાધનાની દેવી છો એમ પૂજ્ય ગુરુદેવશ્રીના ઉદ્ગારો છે. આપના જ્ઞાન કાર્યક્રમ વિષે હજી વિશેષ પ્રકાશ કરવાની નમ્ર પ્રાર્થના છે. બહેનશ્રી - કાર્યક્રમ શું? “આત્માનો કાર્યક્રમ આત્મા.” તેની સાધનારૂપે પરિણતિ પરિણમે તે કાર્યક્રમ. બહારથી બહારનો કાર્યક્રમ દેખાય, અંતરમાં શું હોય તે કોણ સમજી શકે? શાસ્ત્રમાં આવે છે ને? કે અંતરના કર્તા-કર્મ-ક્રિયા બધું અંતરમાં છે ને બહારનાં કર્તા-કર્મ બહારમાં છે. પુદ્ગલની ક્રિયા આત્મામાં નથી અને આત્માની ક્રિયા પુદ્ગલમાં નથી બંનેને અત્યંત ભેદ છે. બહારથી કોઈ જોવા માગે તો એ અંતરનો કાર્યક્રમ બહારથી જોવામાં આવતો નથી. અંતરનો કાર્યક્રમ અંદરમાં હોય છે, બહારનું બધું બહારમાં હોય છે? આત્માની જે વિધિ હોય તેનો કાર્યક્રમ અંતરમાં હોય છે. સાધકોની વિધિનો કાર્યક્રમ અંતરમાં હોય છે. શરીરનાં જે કાર્યો થાય છે તે બહારનો કાર્યક્રમ છે, શુભભાવની જે ક્રિયા છે તે શુભભાવ પણ બહારથી દેખાવા યોગ્ય બહારનો કાર્યક્રમ છે. ભેદજ્ઞાનની પરિણતિનાં કાર્યો અંતરમાં ચાલે છે. એટલે કે સાધ્ય સાધકભાવનો કાર્યક્રમ અંતરમાં થાય છે અને તે તો ક્ષણે ક્ષણે ચાલતો જ હોય છે. તેમાં આ ટાઈમે આ કરવું અને આ ટાઈમે આમ કરવું એવું હોતું નથી. દષ્ટિ અને જ્ઞાનની પરિણતિનો કાર્યક્રમ સદાને માટે ચાલતો હોય છે, તેમાં ખંડ હોતો જ નથી. તે કાર્યક્રમ સદાને માટે ધારાવાહી હોય જ છે. જે સદાય ચાલુ જ છે તેને કાર્યક્રમ શું કહેવો? તે તો સદાને માટે હોય જ છે. તેમાં નવીન કરવાનું નથી, તે તો નિરંતર ચાલે જ છે. સાધકનો કાર્યક્રમ–ભેદજ્ઞાનની પરિણતિનો ને સ્વાનુભૂતિનો કાર્યક્રમ તો સદાને માટે હોય જ છે, શુદ્ધાત્માની શુદ્ધ પર્યાયો-નિર્મળ પર્યાયો પ્રગટ થાય જ છે. તો પછી તેને માટે “કાર્યક્રમ” એમ શું કહેવું? તે તો સદાનો જ છે. જે કાર્ય થતું હોય તેમાંથી બીજું કાર્ય થાય તો કાર્યક્રમ કહેવાય-કે આટલું કાર્ય અત્યારે, આટલું કાર્ય પછી ને આટલો કાર્યક્રમ આમ કરવો. પણ જે સદાયનું છે તેને “કાર્યક્રમનું નામ શું આપવું? અંતરમાં પુરુષાર્થની પરિણતિની સહજ ગતિ ચાલતી જ હોય છે. બહારનાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮] [સ્વાનુભૂતિદર્શન કાર્યોમાં કાર્યક્રમ કહેવાય છે કે આ ટાઈમે શાસ્ત્રસ્વાધ્યાય હોય છે, આ ટાઈમ દર્શન-પૂજા હોય છે, આ ટાઈમે આ હોય છે. તે બધું તો બહારનું છે, અંતરનો કાર્યક્રમ બધો જુદો જ હોય છે અને તે સદાને માટે ચાલતો જ હોય છે. જાગતાં, સૂતા, સ્વપ્નમાં, ખાતાં, પીતાં, બોલતાં, ચાલતાં-સદા તે કાર્યક્રમ ચાલુ જ છે, તેને કંઈ આંતરું પડતું નથી. અંતરનું અંતરમાં છે. જ્ઞાન, ધ્યાન, સાધના-એ બહાર કહેવાની વસ્તુ નથી. બહારમાં બધાને કહેવું કે આમ થાય છે ને તેમ થાય છે તે સાધકોની રીત જ નથી. સમયસારમાં આચાર્યદેવ કહે છે કે અચળ, વ્યક્ત એવી જ્ઞાનજ્યોતિ ચિશક્તિના ભારથી અત્યંત ગંભીરપણે પ્રગટ થઈ છે. જ્ઞાનજ્યોતિનો સ્વભાવ જ ગંભીર હોય છે. તે બહાર કહેવાની વાત હોતી નથી. શુદ્ધાત્માની નિર્મળ પરિણતિનું કાર્ય તે બહાર કહેવાની વાત નથી, તે અંતરમાં પોતાના માટે છે. અંતરમાં જે જાજ્વલ્યમાન જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે, તે ઉગ્રપણે પ્રગટ થઈ છે અને તે ચિત્ શિક્તના ભારથી પ્રગટ થઈ છે. ચિત્ શક્તિનો ભાર કહીને ચૈતન્ય કાંઈ ખાલી નથી એમ આચાર્યદેવનો કહેવાનો આશય છે. ચૈતન્યરાજાની દષ્ટિ પોતાના ઉપર ચાલી ગઈ, એટલે બિચારા વિભાવ નોધારા થઈને ચાલ્યા જાય છે. પ્રચંડ ચૈતન્યદેવ ઉગ્રપણે પ્રગટ થયો ત્યાં પરની સ્વામિત્વબુદ્ધિ જ ઊડી જાય છે. પછી અલ્પ અસ્થિરતા રહે છે, પણ તે ગૌણ છે. અનંતગુણની શુદ્ધિ પ્રગટ કરતી ચૈતન્યજ્યોતિ પ્રગટ થઈ તે ચારેબાજુથી વિભાવને તોડી નાંખે છે. કયાંય ઊભો રહેતો નથી. ચૈતન્ય, જે સદાને માટે અનાદિ-અનંત-શાશ્વત દ્રવ્ય છે તે પોતે જ આદરણીય છે. તે સ્વઘરમાં જ રહેવા જેવું છે. પુદ્ગલ તો પરઘર છે, ચૈતન્ય ઘર જ સ્વઘર છે. તે સ્વઘર સદાને માટે આદરણીય છે, વિશ્રામસ્થાન છે, આનંદધામ છે, તેમાં રહેવા માટે કાર્યક્રમ શું? તેમાં રહેવાની મર્યાદા શું? સદાને માટે તારે ત્યાં જ રહેવા જેવું છે. સદા-શાશ્વત તેમાં ટકી શકતો નથી તે પોતાની અલ્પ અસ્થિરતા છે. બાકી સદાને માટે શાશ્વત તેમાં જ રહેવા જેવું છે. કોઈ કાળનાક્ષણના આંતરા વગર તેમાં રહેવા જેવું છે. ચૈતન્યઘરમાં અમુક કાળ રહેવું અને અમુક કાળ ન રહેવું એવી સાધકોની રીત હોતી જ નથી. આ અંતરની વાત છે. ધ્યેય જેણે લક્ષમાં લીધું તેની સાધકદશા નિરંતર ચાલતી જ હોય છે અને તે અંતરમાં સ્થિર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] થવા માટે પ્રયત્ન પણ કરે છે, તેથી તેને આવી જાતના (બહારના) કાર્યક્રમો હોય છે તેમ કહેવાય છે. કાર્યક્રમો તો બહારના સંયોગો પ્રમાણે ઓછો કે વધુ થયા કરે; પણ અંતરમાં તો એકધારા ચાલે જ છે. હું આમ કરું છું, તેમ કરું છું એમ કોઈને કહેવાનું થોડું હોય છે? તમે પૂછયું તેથી વ્યવહારથી આમ હોય છે, તેમ કહ્યું; બીજું શું કહેવાય? અંતરમાં તો સાધનાનો કાર્યક્રમ ચાલુ જ હોય છે. પહેલાં જિનમંદિરમાં ઘણીવાર બેસતાં હતાં. ત્યાં જિનેન્દ્ર ભગવાનની સમક્ષ સ્વાધ્યાય કરતાં હતાં ને ધ્યાન કરતાં હતાં તથા ગુરુદેવશ્રીનાં પ્રવચનો સાંભળતાં. એમ બહારના કાર્યક્રમ થતા હતા તે બહારના સંયોગો ઉપર આધાર રાખે છે; પણ અંદરના કાર્યક્રમમાં ફેરફાર થતો નથી. અંતરનું કરવું તે પોતાના હાથની વાત છે. પરિણતિને કયાં લઈ જવી? કેમ પરિણમાવવી? કેટલી નિર્મળતા કરવી ? તે પોતાના હાથની વાત છે. તેમાં બહારના સંયોગ સાથે સંબંધ નથી. સાધકોને જિનમંદિરના દર્શનની, પૂજાની, યાત્રાની, સ્વાધ્યાયની, એકાંતવાસની, એકાંતમાં ધ્યાન કરવાની એવી બધી ભાવના હોય છે. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય વગેરે અંતરમાં થતું હોય છે. જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી શુદ્ધ પર્યાયની સાથે શુભભાવ રહે છે. સહજદશાની અંદર બધું સહજ હોય છે. અંતરનો કાર્યક્રમ સદાને માટે સહજ હોય છે. જ્યાં સુધી મુનિદશા, કેવળજ્ઞાન નથી ત્યાં સુધી અધૂરાશ છે. વિશેષ શું કહેવું? આગળ જવાની ભાવના નિરંતર રહે છે. દેવ-શાસ્ત્ર-ગુરુનું સાન્નિધ્ય સદાને માટે હો ને આત્માની વીતરાગતા પ્રગટ થાય એવી ભાવના સાધકદશામાં હોય છે. અત્યારે દેવ-ગુરુનું સાન્નિધ્ય નથી તેથી કહ્યું કે દેવ-શાસ્ત્રગુરુનું સાન્નિધ્ય સદાને માટે રહો. આત્માની સાધનાની સાથે દેવ-શાસ્ત્ર-ગુરુનું સાન્નિધ્ય સદાને માટે રહો. જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી જ્ઞાયકની શાંતિધારા અને જ્ઞાયકની જ્ઞાનધારા સદાને માટે રહે એવો કાર્યક્રમ હોય છે. સ્વાનુભૂતિની ધારા (દષ્ટિની ધારા) અને જ્ઞાનની ધારા જે છે તે તો બધું ચાલ્યા કરે છે, તેમાં કંઈ ખંડ પડતો નથી. બારના કોઈ સંયોગો તેને અટકાવી શકતા નથી. ગુદેવે તો બધાને કયાંના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૭૦] [ સ્વાનુભૂતિદર્શન કયાં પહોંચાડી દીધા છે. જે છે તે બધું ગુરુદેવના પ્રતાપે છે. બધું ગુરુદેવના ચરણે છે, બધું તેમનું જ છે. પ્રશ્ન:- સમયસાર ગાથા ૩૨૦ જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે શુદ્ધ જ્ઞાન અર્થાત અપરિણામી ધ્રુવ આત્મા બંધ-મોક્ષને કરતો નથી. આ વાત તો સમજાય છે; પરંતુ પછી એમ આવે છે કે શુદ્ધજ્ઞાન પરિણત જીવ પણ બંધ-મોક્ષને કરતો નથી. પરિણત એટલે પરિણમતો કહેવો અને પાછો બંધ-મોક્ષ કરતો નથી એમ કહેવું તે કઈ રીતે ઘટે છે ? સમાધાન- પૂજ્ય ગુરુદેવે તો ઘણો વિસ્તાર કર્યો છે, સમજાવવામાં બાકી રાખ્યું નથી. સૂક્ષ્મ-સૂક્ષ્મ કરીને શાસ્ત્રનું રહસ્ય ખોલ્યું છે. ગુરુદેવનો અનંત-અનંત ઉપકાર છે. જો તે સમજીને અંદર પુરુષાર્થ કરે તો પ્રગટ થાય એવું છે. અનાદિઅનંત જે વસ્તુ છે તે વસ્તુ પોતે બંધ-મોક્ષને કરતી નથી. તે વસ્તુ સ્વભાવ છે. પરિણત એટલે કે જે સાધક અવસ્થાએ પરિણમેલો જીવ છે તે. અને તે બંધમોક્ષને કરતો નથી અર્થાત્ જેને દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે તે બંધ-મોક્ષને કરતો નથી. જેણે વસ્તુનું સ્વરૂપ જાણું છે તે ખરેખર બંધ-મોક્ષને કરતો નથી. કારણ કે દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ તેણે દ્રવ્યને યથાર્થ ગ્રહણ કર્યું છે, દ્રવ્ય ઉપર દષ્ટિ કરી છે એટલે દ્રવ્યદષ્ટિની અપેક્ષાએ તે બંધ-મોક્ષને કરતો નથી. પરિણત કહીને આચાર્યદવ એમ કહે છે કે, તે પરિણમે છે એટલે કે પરિણામ-અપરિણામી બંને સાથે હોય છે. અપરિણામી તે દ્રવ્ય છે અને પરિણામ તે પર્યાય છે. સાધક અવસ્થાએ પરિણમેલો જીવ છે તે વાસ્તવિક રીતે વસ્તુ સ્વરૂપને જાણે છે, તેથી તે બંધ-મોક્ષને કરતો નથી. વાસ્તવિક રીતે પરિણમેલો જીવ જ વસ્તુસ્વરૂપને જાણે છે અને તે દ્રવ્ય અપેક્ષાએ બંધ-મોક્ષને કરતો નથી. વસ્તુ સ્વરૂપ અનાદિ-અનંત જેમ છે તેમ જ્ઞાન પરિણત જીવે જ જાણ્યું છે કે આ મારું સ્વરૂપ છે. જે વસ્તુ છે તે બંધાતી નથી અને જો તેને બંધન નથી તો મુક્તિ કોની? માટે વસ્તુસ્વભાવમાં બંધ કે મુક્તિ નથી અને તેમાં બંધન કે મુક્તિ નથી તે જ્ઞાન પરિણત જીવે જ જાણું છે. તે આવું જાણવા છતાં તેની સાધનાની પર્યાય તો ચાલુ જ રહે છે, મોક્ષની સાધના પણ તે જ કરે છે. એવું જ કોઈ વસ્તુનું સ્વરૂપ છે કે અપરિણામી અને પરિણતિ (પરિણામ) બંને સાથે જ હોય છે. તે ટીકામાં આગળ આવે છે કે દ્રવ્ય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [ ૨૭૧ અને પર્યાય બેનું જોડકું છે, બે સાથે જ હોય છે. પરિણામ અને અપરિણામી બે સાથે છે અને તેથી તેમાં જ સાધના થાય છે. બંધ-મોક્ષને નથી કરતો તે ખરું તો સાધક અવસ્થાવાળા જીવે જાણું છે. કોઈએ બુદ્ધિથી જાણ્યું હોય તે જુદી વાત છે, પણ આ તો તેણે અંદરની પરિણતિ પ્રગટ કરીને જાણ્યું છે. સાધકને પોતાનો આત્મા પ્રહણ થતાં દ્રવ્યદષ્ટિ પ્રગટ થઈ છે અને જેણે દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપી તે જ વાસ્તવિક રીતે બંધ-મોક્ષનો કર્તા નથી. તો પણ સાધનાની પર્યાય તો તેને ચાલુ જ છે. આચાર્યદવ કહે છે કે પરિણત એટલે કે જીવનો સ્વભાવ પરિણામી પણ છે અને અપરિણામી પણ છે. એમ બંને વસ્તુસ્વભાવને આચાર્યદવ સાબિત કરે છે. જે અપરિણામી છે તેને જ્ઞાન પરિણત જીવે જામ્યો છે તેમ જ તેણે જ સાધનાની પર્યાય શરૂ કરી છે. આમ વાસ્તવિક રીતે પરિણતિ અને અપરિણામીને સાધક જીવ જ બરાબર જાણે છે. દ્રવ્યદૃષ્ટિમાં તો મતિ-શ્રુતજ્ઞાનના ભેદ તથા ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકના ભેદ પણ નથી. દ્રવ્યદૃષ્ટિ અખંડ અને અભેદને ગ્રહણ કરે છે, છતાં પણ ભેદ હોય છે તેને જ્ઞાન જાણે છે. ભેદ અને અભેદ સાથે રહે છે. દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ અખંડ હોવા છતાં ગુણ-પર્યાય અપેક્ષાએ તેમાં ભેદ પડે છે, બંને અપેક્ષાઓ જુદી છે. પરિણામ-અપરિણામી વિરોધી દેખાતા હોવા છતાં બંને સાથે રહે છે અને મુક્તિના માર્ગમાં બંને સાથે જ હોય છે. અપરિણામી ઉપર જોર છે અને તેની ઉપર દષ્ટિ સ્થાપી છે, તો પણ સાધના પરિણામમાં જ થાય છે. સાધનાનું જે પરિણામીપણું છે તે, અપરિણામી તરફની મુખ્યતાથી જ, પરિણામમાં થાય છે. આવો પરિણામ-અપરિણામીનો સંબંધ છે અને તેને જ્ઞાન બરાબર ગ્રહણ કરે છે. દ્રવ્ય અને પર્યાય બંને સાથે જ હોય છે, એટલે આચાર્યદેવે કહ્યું છે કે જે જ્ઞાન પરિણત જીવ છે તે જ બંધ-મોક્ષને કરતો નથી. જે પરિણામી છે-સાધનારૂપે પરિણમેલો છે તેને દ્રવ્યદષ્ટિ પ્રગટ થઈ છે અને તે જ ખરો જ્ઞાયક છે. જ્ઞાન-પરિણામી જે જીવ છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તે પરિણામીપણું જેને છે તેને દ્રવ્યદૃષ્ટિ પણ સાથે જ રહે છે અર્થાત્ તેને દ્રવ્યદષ્ટિપૂર્વક સાધનાની પર્યાય સાથે રહે છે. તે દ્રવ્યદષ્ટિ દ્રવ્યમાંથી બધા ભેદને કાઢી નાંખે છે, તો પણ જે પર્યાય કાઢી નાખે છે તેમાં જ સાધના શરૂ થાય છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ અપરિણામી છે અને પર્યાય અપેક્ષાએ વસ્તુ પરિણામી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #284 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [સ્વાનુભૂતિદર્શન ૨૭૨ ] છે. તે બંને અપેક્ષા જુદી-જુદી છે. દ્રવ્ય અને પર્યાય બંનેનું જોડકું સાથે જ હોય છે, બેમાંથી એક પણ નીકળી શકતાં નથી છતાં બંનેની અપેક્ષા જુદી છે. સાધનામાં બંને સાથે જ હોય છે. એક મુખ્યપણે હોય છે, એક ગૌણપણે હોય છે. ૪૮૬. પ્રશ્ન:- બંને વાત તેણે પોતાના લક્ષમાં કેવી રીતે રાખવી જોઈએ ? સમાધાનઃ- બંને વાત લક્ષમાં રાખવી જોઈએ, પણ એક જ્ઞાયક મુખ્ય હોય છે. જીવે દ્રવ્યદૃષ્ટિ અનાદિથી કરી નથી દ્રવ્ય તે મુખ્ય છે, તો પણ પર્યાય સાથે હોય છે. દ્રવ્ય છે તે પર્યાય વગરનું હોતું નથી અને પર્યાયને દ્રવ્યનો આશ્રય છે, એવો દ્રવ્ય-પર્યાયનો સંબંધ છે. તેની દૃષ્ટિ અનાદિથી પર્યાય ઉ૫૨ છે તેને ફેરવીને, દ્રવ્યદૃષ્ટિને મુખ્ય કરવી. પર્યાય તેની સાથે ગૌણપણે હોય છે, કાંઈ નીકળી જતી નથી. માટે પર્યાય સાધનામાં સાથે હોય છે. બંને સાથે હોય તેમાં દ્રવ્યદૃષ્ટિ મુખ્ય છે અને સાધના પર્યાયમાં થાય છે. ૪૮૭. પ્રશ્ન:- છઠ્ઠી ગાથામાં પ્રમત્ત-અપ્રમત્ત રહિત ધ્રુવ જ્ઞાયક કહ્યો તે તો સમજાય છે, પછી બીજા ફકરામાં કહે છે કે શૈયાકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ- પ્રકાશનમાં પણ કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. હવે પ્રશ્ન એ છે કે, અહીં ધ્રુવ જ્ઞાયકની વાત ચાલે છે, તો બીજા ફકરામાં અવસ્થાની વાત કેમ લીધી ? તો શું અવસ્થા સમજાવવાની છે કે ત્રિકાળી જ્ઞાયક સમજાવવાનો છે? બંનેમાં જ્ઞાયક એક જ છે કે જુદા છે? સમાધાનઃ- જ્ઞાયક એક જ છે. આચાર્યદેવને જ્ઞાયક જ સાબિત કરવો છે. જ્ઞાયક તે અનાદિનો જ્ઞાયક જ છે. વિભાવ અવસ્થામાં, પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થામાં, શેયાકાર અવસ્થામાં કે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં તે જ્ઞાયક જ છે. આચાર્યદેવ કહે છે કે અનાદિથી જે વિભાવની પર્યાય થાય છે તેમાં પણ તે જ્ઞાયક રહ્યો છે, અનાદિથી જ્ઞાયકપણું બદલાયું નથી. સ્વતઃસિદ્ધ જ્ઞાયક છે તે સ્વતઃસિદ્ધ જ્ઞાયકપણે જ રહ્યો છે. પ્રમત્ત-અપ્રમત્તની જે દશા છે તે દશામાં પણ જ્ઞાયક જ રહ્યો છે. ચારિત્રદશાના જે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનમાં મુનિઓ ઝૂલે છે એટલે કે ક્ષણમાં સ્વાનુભૂતિ અને ક્ષણમાં બહાર આવે તેવી જે પર્યાયો છે તે સાધનાની દશામાં પણ જ્ઞાયક દ્રવ્ય તો જ્ઞાયકરૂપે જ રહ્યું છે, તે અનાદિથી અશુદ્ધ નથી થયું. તે જ્ઞાન, દર્શન, ચારિત્રથી શુદ્ધપણે ઉપાસવામાં આવતો શુદ્ધ જ છે. જ્ઞાયક, દ્રવ્યદૃષ્ટિ પ્રગટ કરી તો પણ જ્ઞાયક જ છે, ચારિત્રની અવસ્થામાં પણ તે જ્ઞાયક છે, જ્ઞાનની અવસ્થામાં જ્ઞેયાકાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #285 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૭૩ થયો તો પણ તે જ્ઞાયક જ છે. તે જ્ઞેયોને જાણે છે, તો પણ તેનું જ્ઞાયકપણું ફીટતું નથી. સ્વરૂપને જાણતાં નિર્વિકલ્પ દશામાં જાય તો પણ તે જ્ઞાયક છે અને જ્ઞેયોને જાણે તો પણ તે જ્ઞાયક છે, શૈયોને જાણતાં તેમાં અશુદ્ધતા નથી આવતી. વિભાવ અવસ્થા હોય કે પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થા હોય, જ્ઞાયકને કાંઈ અશુદ્ધતા આવતી નથી. શુદ્ધ-અશુદ્ધના ભેદ છે તે પર્યાયના ભેદ છે, દ્રવ્યના ભેદ નથી. એ તો સ્વત-સિદ્ધ જ્ઞાયક છે. તે બહારમાં શેયને જાણતાં ૫૨નું જ્ઞાન વધી ગયું તેથી જ્ઞાનમાં–જ્ઞાયકમાં અશુદ્ધતા આવી ગઈ એવું નથી. અને અંતરમાં જ્ઞાયક ગ્રહણ થતાં સ્વરૂપ પ્રકાશનની સ્વાનુભૂતિની દશામાં પણ જ્ઞાયક તો દ્રવ્ય અપેક્ષાએ જ્ઞાયક જ છે. જ્ઞાયક તે જ્ઞાયક જ છે, જ્ઞેયને જાણે તો પણ જ્ઞાયક છે. સ્વરૂપ પ્રકાશનમાં પોતે જ કર્તા અને પોતે જ કર્મ એવી પર્યાય પ્રગટ થઈ, છતાં તેમાં પર્યાય સાબિત નથી કરવી પણ શાયક સાબિત કરવો છે. તેના સ્વરૂપ પ્રકાશનમાં-નિર્વિકલ્પદશામાં ગયો તો પણ જ્ઞાયક તો શાયક જ છે. ભલે તેની સાધનાની પર્યાય–વેદનની પર્યાય-સ્વાનુભૂતિરૂપે પ્રગટ થઈ, તો પણ શાયક તે જ્ઞાયક જ છે. જ્ઞાયક બહારનાં શૈયોને જુદો રહીને જાણે છે, તેમાં શેયકૃત અશુદ્ધતા તેને આવી નથી. તેથી જ્ઞાયક જ છે. તેની પર્યાયમાં અશુદ્ધિ ચારિત્રની અપેક્ષાએ છે, પણ જાણવાની અપેક્ષાએ અર્થાત્ જ્ઞાનના જાણપણાથી અશુદ્ધતા આવતી નથી, કેમ કે તે બહારથી જુદો જ્ઞાયકસ્વરૂપે રહીને અર્થાત્ જ્ઞાયકની હાજરી અને જ્ઞાયકની ધારા રાખીને જાણે છે. તેથી તેમાં અશુદ્ધતા આવતી નથી. અનાદિથી શેયની સાથે એકત્વ કરીને જાણતો હતો તોપણ દ્રવ્યમાં અશુદ્ધિ નથી આવતી. જ્ઞાયક પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થામાં પણ જ્ઞાયક છે, દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદ પડે તો પણ જ્ઞાયક જ છે અને અનાદિનો અવસ્થામાં વિભાવ છે તો પણ જ્ઞાયક છે. એમ દ્રવ્ય અપેક્ષાએ તે બધી રીતે જ્ઞાયક છે. કર્તા-કર્મનું અનન્યપણું કહીને પણ તેની પર્યાયની વાત કહેવી નથી, પર્યાય કહીને જ્ઞાયક બતાવવો છે. જ્ઞાયક સ્વાનુભૂતિમાં ગયો-નિર્વિકલ્પ દશામાં સ્વરૂપનું વેદન કરે–તો પણ જ્ઞાયક તે જ્ઞાયક છે. જ્ઞાયક જે અનાદિનો વસ્તુસ્વરૂપે છે તે જ્ઞાયક જે છે તે જ છે. જે મૂળ વસ્તુ છે તેમાં દ્રવ્ય અને પર્યાય એવા બે પ્રકાર નથી. મૂળ વસ્તુ જે જ્ઞાયક છે તે જ્ઞાયક જ છે. પર્યાય પલટાય તે જુદી વાત છે, પણ જ્ઞાયક તે જ્ઞાયક જ છે. જ્ઞાનમાં બહારનું જાણ્યું એટલે Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #286 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૭૪] [સ્વાનુભૂતિદર્શન જ્ઞાયકપણું કાંઈક ઓછું થયું અને અંદરનું જાણું એટલે જ્ઞાયકપણું કાંઈક વધી ગયું અથવા તો બહારનું વધારે જાણું એટલે જ્ઞાયકપણું વધી ગયું અને અંદરનું જાણું એટલે તે ઘટી ગયું એવું કાંઈ નથી. જ્ઞયાકારથી જ્ઞાયક અશુદ્ધ થઈ ગયો એવું કાંઈ નથી, દ્રવ્ય અપેક્ષાએ જ્ઞાયક તે જ્ઞાયક છે. દ્રવ્ય અનાદિનું છે, તેમાં જેણે દૃષ્ટિ સ્થાપી, તેને જ્ઞાનની પર્યાય હોય કે ચારિત્રની પર્યાય હોય-ગમે તે પર્યાય હોયતો પણ બધી અવસ્થામાં જ્ઞાયક તે જ્ઞાયક છે-સદાને માટે જ્ઞાયક તે જ્ઞાયક છે. પર્યાય ગમે તે રીતે પરિણમે પણ જ્ઞાયક તે જ્ઞાયક છે એમ કહેવું છે. જ્ઞાયક સ્વરૂપ-પ્રકાશનમાં પણ જ્ઞાયક, જ્ઞયાકારમાં પણ જ્ઞાયક, પ્રમત્તઅપ્રમત્તમાં પણ જ્ઞાયક ને વિભાવની ગમે તે અવસ્થામાં પણ જ્ઞાયક તે જ્ઞાયક છે. અનાદિથી જ્ઞાયક તે જ્ઞાયક જ છે. દ્રવ્યદૃષ્ટિથી સાધનાની પર્યાય પ્રગટ થઈ તો પણ જ્ઞાયક તે જ્ઞાયક છે એમ આચાર્યદેવનું કહેવું છે. ૪૮૮. પ્રશ્ન- પર્યાયનું કારણ પર્યાય છે, દ્રવ્ય-ગુણ નથી તે કથનનો શું આશય સમજવો ? સમાધાન - પર્યાયનું કારણ પર્યાય, દ્રવ્ય-ગુણ નહિ. જેમ દ્રવ્ય-ગુણ અનાદિઅનંત સ્વત:સિદ્ધ છે, તેમ પર્યાય પણ સ્વત:સિદ્ધ છે, તે કોઈથી બનેલી કે ઉપજાવેલી નથી. દ્રવ્યમાં જે પર્યાય છે તે સ્વત:સિદ્ધ છે, દ્રવ્યને કારણે પર્યાય છે તેમ નથી. અકારણ પરિણામિક દ્રવ્ય છે. જેમ દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે તેમ પર્યાય પણ સ્વત:સિદ્ધ છે. તે પર્યાયને પરિણમવામાં કોઈ આગળ-પાછળની પર્યાયનું કારણ લાગુ પડે એમ પણ નથી. વસ્તુસ્થિતિએ પર્યાય સ્વત:સિદ્ધ છે, માટે પર્યાયનું કારણ પર્યાય કહેવામાં આવે છે. પર્યાય છે તે સ્વત:સિદ્ધ છે. જેમ દ્રવ્ય-ગુણ સ્વતઃસિદ્ધ છે તેમ પર્યાય પણ સ્વત:સિદ્ધ છે. પણ તેનો અર્થ એવો નથી કે કોઈ દ્રવ્ય પર્યાય વગરનું છે અને પર્યાયને કોઈ દ્રવ્યનો આશ્રય નથી. એટલે કે પર્યાય અદ્ધર-અદ્ધર છે એવો અર્થ નથી, પણ પર્યાય છે તે સ્વત:સિદ્ધ છે. સ્વત:સિદ્ધ પર્યાય પરિણમે તે અકારણ છે. જેમ દ્રવ્ય-ગુણ અકારણ છે તેમ સ્વતઃસિદ્ધ પર્યાય પણ અકારણ છે એમ તેનો અર્થ છે. પરંતુ તેથી કાંઈ પર્યાય અદ્ધર છે અને દ્રવ્ય તદ્દન ફૂટસ્થ છે અર્થાત્ દ્રવ્યમાં કોઈ પરિણામ નથી ને પર્યાય દ્રવ્ય વગરની છે એવો અર્થ નથી. પર્યાયનું સ્વતઃસિદ્ધપણું છે અને તે પોતે સ્વતંત્ર છે. પર્યાયના બધા કારકો સ્વતંત્ર છે ને તે સ્વતંત્ર પરિણમે છે એવો એનો અર્થ સમજવાનો છે. પર્યાય પણ, એક વસ્તુની જેમ, અકારણ છે એમ કહેવું છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #287 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૭૫ જે દ્રવ્યદૃષ્ટિ કરે તેને દ્રવ્યદૃષ્ટિની અંદર જેમ સ્વતઃસિદ્ધ દ્રવ્ય આવે છે તેમ પર્યાય પણ સ્વતઃસિદ્ધ છે તો પણ પર્યાય દ્રવ્યદૃષ્ટિના વિષયમાં આવતી નથી. પણ તેથી પર્યાય કોઈ અલગ અને અદ્ધર થઈ ગઈ એમ નથી. પર્યાય પરિણમે છે, જેવી જાતનું દ્રવ્ય હોય એવી જાતની પર્યાય પરિણમે છે. કાંઈ જડ દ્રવ્ય હોય અને ચૈતન્યપણે પર્યાય પરિણમે? બીજા દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યરૂપે પરિણમે? જે દ્રવ્યની જે પર્યાય હોય તે પર્યાય તે દ્રવ્યના આશ્રયે જ પરિણમે છે, એવો તેનો સંબંધ તૂટતો નથી. પર્યાય સ્વતઃસિદ્ધ અને સ્વતંત્ર હોવા છતાં પણ સંબંધ દ્રવ્ય સાથેનો છે. પર્યાયનો દ્રવ્ય સાથેનો સંબંધ છૂટતો નથી, છતાં દ્રવ્યદષ્ટિના વિષયમાં તે નથી આવતી. દ્રવ્યદષ્ટિનો વિષય અખંડ છે, માટે તેમાં ગુણ-પર્યાયના ભેદ આવતા નથી. તો પણ કોઈ અપેક્ષાએ દ્રવ્યમાં ગુણ-પર્યાયના ભેદ છે, અને તે ભેદને કારણે પર્યાયને દ્રવ્યનો આશ્રય હોય છે. જો દ્રવ્ય એકલું કૂટસ્થ હોય તો સાધના હોય નહિ, વેદન હોય નહિ, સંસાર-મોક્ષની કોઈ અવસ્થા હોય નહિ. માટે દ્રવ્ય પર્યાય વગરનું હોતું નથી. પર્યાયને સ્વતંત્ર કહેવાનો અર્થ એ છે કે તે સ્વતઃસિદ્ધ અને અકારણ પારિણામિક છે. તેનું સ્વરૂપ સ્વતંત્ર બતાવવા માટે એમ કહ્યું છે. દ્રવ્યદૃષ્ટિ જ્યાં પ્રગટ થઈ ત્યાં તેના વિષયમાં તે પર્યાય હોતી નથી તો પણ સાધનામાં બંનેદ્રવ્યદૃષ્ટિ ને પર્યાય-સાથે હોય છે. તેમાં દ્રવ્યદૃષ્ટિ મુખ્ય હોય છે, કેમ કે જેને દ્રવ્યદષ્ટિ પ્રગટ થઈ તેને જ સાથે સાધનાની પર્યાયની શુદ્ધિ થાય છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે. દ્રવ્યની દૃષ્ટિ જેની યથાર્થપણે થાય તેને જ સાથે પર્યાય શુદ્ધરૂપે પરિણમે છે. દ્રવ્યદષ્ટિ સાથે અંશ-અંશીનું યથાર્થ જ્ઞાન પણ કરાવે છે કે અંશી પોતે અખંડ છે અને તેમાં અનંત ગુણ તથા અનંત પર્યાય છે. પર્યાય તે અંશ છે. અંશનું સામર્થ્ય અંશી જેવું નથી તો પણ એ સ્વતઃ છે, સ્વતઃ પરિણમે છે, સ્વતંત્ર છે, તેમ કહેવાનો આશય છે. દષ્ટિના વિષયમાં પર્યાય આવતી નથી માટે તેને જુદી પાડીને એમ કહેવાય છે કે તે સ્વતંત્ર પરિણમે છે. પર્યાય દ્રવ્યદૃષ્ટિનો વિષય નથી અને તે સ્વતઃ છે, તેથી તેને સ્વતંત્ર કહેવામાં આવે છે. પર્યાયની સ્વતંત્રતા બતાવવામાં, પર્યાય નથી એમ સાબિત નથી થતું, પણ પર્યાય છે અને તે દ્રવ્યનો એક ભાગ છે તેમ જ તે સ્વતંત્ર અને સ્વત:સિદ્ધ છે, એમ સાબિત થાય છે. પર્યાય કોઈ જુદી છે એવો તેનો અર્થ નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #288 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૭૬ ] [ સ્વાનુભૂતિદર્શન દ્રવ્યદૃષ્ટિની મુખ્યતામાં પર્યાય ગૌણ કરવામાં આવે છે. પણ તે પર્યાય, દ્રવ્ય જે જાતનું હોય તેવી દ્રવ્યના આશ્રયે પરિણમે છે, કટકા થતા નથી. બંને અપેક્ષાઓ સાથે સમજવાની છે. યથાર્થ સમજે તો જ સાધના શરૂ થાય છે. ૪૮૯. પ્રશ્ન:- વૈરાગ્યના પ્રસંગે ઉપયોગ અંદર કેમ રાખવો તે વિસ્તારથી સમજાવવા કૃપા કરશો. સમાધાનઃ- વારંવાર ઉપયોગને આત્મા તરફ ફેરવ્યા કરવો. શરીરના કે બીજા વિચારો આવે તો આત્મા જ્ઞાયક છે, આત્મામાં સુખ અને આનંદ છે. સંયોગો તો બધા બહારના છે, તેને ફેરવવા તે પોતાના હાથની વાત નથી-એમ ઉપયોગને વારંવાર અંતર તરફ ફેરવ્યા કરવો, વાંચન કરવું, સારા વિચારો કરવા. જીવ એકલો આવ્યો અને એકલો જાય છે. તેને અન્ય કોઈ શરણ નથી, એક આત્મા જ શરણ છે. ગુરુદેવે કહ્યો તે માર્ગ શરણ છે. અનંતા જન્મ-મરણ કર્યા તેમાં આ મનુષ્યભવ મળ્યો ને તેમાં આયુષ્ય કયારે પૂરું થાય તેનો કોઈ ભરોસો છે? આયુષ્ય તો ક્ષણભંગુર છે. કેટલાયને છોડી પોતે ચાલ્યો ગયો અને પોતાને છોડી બીજા ગયા, એવો આ સંસા૨ છે. દેવોનાં સાગરોપમનાં આયુષ્ય પણ પૂરાં થાય છે અને ચક્રવર્તીનાં આયુષ્ય પણ પૂરાં થાય છે, જ્યારે આ તો સામાન્ય મનુષ્ય જીવન છે. ચોથા કાળમાં પણ જુઓ ને કેવું બને છે! કે કોઈ લડાઈમાં ગયા હોય અને ત્યાં જ આયુષ્ય પૂરું થઈ જાય છે. કઈ રીતે આયુષ્ય પૂરું થાય તેનો કોઈ ભરોસો નથી. જેણે આત્માને ગ્રહણ કર્યો હોય ને આત્માના સંસ્કાર નાંખ્યા હોય તે ખરે ટાઈમે શરણ થાય છે. આવા પ્રસંગે પંચપરમેષ્ઠી, ગુરુ અને આત્મા યાદ કરવા. આયુષ્ય તો પાણીના પરપોટા જેવું છે, ઝાકળના બિંદુ જેવું છે. કયારે તે પૂરું થાય તેની ખબર પણ ન પડે. માટે તો મોટા ચક્રવર્તીઓ, તીર્થંકરો આ સંસાર છોડીને મુનિદશા અંગીકાર કરે છે. ખરું સુખ અને આનંદ આત્મામાં છે. બહારમાં કયારે શું બને તે ખબર પડતી નથી. મુમુક્ષુઃ- આપ કહો છો તેમ જ છે. બહેનશ્રી:- ભગવાન આત્મા પોતાની પાસે જ છે, એનું રટણ કર્યા કરવું. ભગવાન આત્મા પોતે અનંતશક્તિનો ભંડાર છે, તેને યાદ કરવો. આ શરીર તો જડ છે, તે કાંઈ જાણતું નથી. પોતે જાણનારો અંદર બેઠો છે તે અનંતશક્તિ-અનંત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #289 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૭૭ સુખથી ભરેલો છે અને આશ્ચર્યકારી છે, તેનું રટણ કરવું. જિનેન્દ્ર ભગવાન કે જેમણે આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યું છે તેમને અને જે સાધના કરી રહ્યા છે તે ગુરુને યાદ કરવા, શાસ્ત્રનું વાંચન-ચિંતવન કરવું. શરીર જુદું, આત્મા જુદો-એવા ભેદજ્ઞાનના સંસ્કાર અંદર નાખ્યા કરવા. મુમુક્ષુ- આપ કહો છો તે સાંભળ્યા જ કરું એમ અંદરથી થાય છે. બહેનશ્રી - એટલા સંસ્કાર છે તે સારું છે. શાંતિ તે સુખદાયક છે, બીજો કોઈ ઉપાય નથી. આયુષ્ય તે રીતે જ પૂરું થવાનું હતું તેને ભૂલ્યા વગર છૂટકો જ નથી. વહેલું કે મોડું ભૂલવાનું જ છે, તો પહેલેથી જ શાંતિ રાખવી. આર્તધ્યાન કરવાથી કાંઈ લાભ નથી. કુદરત આગળ કોઈનું ડહાપણ કામ આવતું નથી. કાંઈ ઉપાય નથી, તો શાંતિ જ રાખવી. બાળક- શું આત્મા મરી ગયો નથી ? બહેનશ્રી - આત્મા શાશ્વત છે, તેનું મરણ થતું નથી. જ્યાં ગયો ત્યાં આત્મા શાશ્વત છે, માત્ર શરીરનો ફેરફાર થાય છે. આત્મા અહીંથી સંબંધ છોડીને બીજે સંબંધમાં જાય છે. બહારના સંયોગ જોવા નહિ, આ ભવમાં ગુરુદેવની વાણી વર્ષો સુધી મળી તેના જેવું બીજું કોઈ ભાગ્ય નથી. તેની પાસે ઇન્દ્રપદવી કે ત્રણ લોકનું રાજ્ય બધું તુચ્છ છે. માટે સારાં સ્મરણો યાદ કરવાં, જ્ઞાયક ચૈતન્યદેવને યાદ કરવો, ભગવાન ને ગુરુને યાદ કરવા. આત્મા શાશ્વત છે ને શરીરના ફેરફારો થાય છે. એક ભવથી બીજો ભવ એમ અનંત જન્મ-મરણજન્મ-મરણ કર્યા છે. તેમાં આ ભવમાં ગુરુદેવ મળ્યા તો ભવનો અભાવ થાય, આ જન્મ-મરણ ટળી જાય ને શરીર જ ન મળે, શરીર જ ન જોઈએ એવી ભાવના પ્રગટ કરવી. આર્તધ્યાનના ભાવ ઓછા કરીને, પોતે વિચાર કરીને શાંતિ રાખવી. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો કે આ શરીર જુદું અને આત્મા જુદો, કોઈ વિકલ્પ મારો નથી. પોતાનું ધાર્યું બહારમાં થતું નથી. દુઃખના સમયે દેવ-શાસ્ત્ર-ગુરુ યાદ આવે તે સારું છે. તેઓ યાદ આવતાં દુઃખ ઓછું થઈ જાય. એટલે શાસ્ત્રમાં આવે છે કે દુઃખના પ્રસંગે તારા આત્માના જે જે સારા પ્રસંગો બન્યા હોય તે યાદ કરજે. કોઈ વૈરાગ્યના કે ગુરુદેવના પ્રસંગો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #290 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૨૭૮ ] બન્યા હોય તે બધા યાદ કરજે. બધાએ શાંતિ રાખી છે એવી શાંતિ જ રાખવા જેવી છે. ગુરુદેવનું બધાએ સાંભળ્યું છે. ગુરુદેવ વ્યાખ્યાનમાં ઘણીવા૨ કહેતા હતા કે “બંધ સમય જીવ ચેતિયે, ઉદય સમય શા ઉચાટ ” તને બંધ થાય ત્યારે ચેતી લેજે, ઉદય આવે ઉચાટ કરવા નકામા છે. તેં પૂર્વે એવા બંધ બાંધ્યા હતા તેનો આ ઉદય છે. માટે બંધ થાય તે વખતે તું ચેતી લેજે. પરિણામમાં તને આર્તધ્યાન બહુ થાય ત્યારે તું ચેતી લેજે, ઉદય સમયે શા ઉચાટ ? ઉદય આવી ગયા પછી ઉચાટ કરવા, ખેદ કરવો, આકુળતા કરવી તે બધું નકામું છે. આ વિભાવભાવો એવા દુઃખદાયક છે, જેથી આવો બંધ પડે છે. માટે બંધ સમયે ચેતી લેજે. પછી ઉદય આવે ત્યારે ઉચાટ કરવા નકામા છે. પૂર્વે બાંધ્યા હતા તે ઉદયમાં આવતાં તેને ફેરવી નહિ શકાય, માટે પરિણામ કરતી વખતે તું ચેતી લેજે. આવાં આકરાં ફળ ન આવે તેને માટે અંદરમાં એવા આકરા આર્ત્તધ્યાન તું કરીશ નહિ એમ ગુરુદેવ ઘણીવાર વ્યાખ્યાનમાં કહેતા હતા. ભવિષ્યનું ચિત્રામણ કેમ કરવું તે તારા હાથની વાત છે. પરિણામ કરવા તારા હાથની વાત છે, પણ ઉદય આવે તેને ફેરવી શકાતો નથી. “આતમરામ અવિનાશી આવ્યો એકલો, 66 જ્ઞાન અને દર્શન છે તેનું રૂપ જો; બહિર્ભાવો સ્પર્શ કરે નહિ આત્મને, ખરેખરો તે શાયકવીર ગણાય જો... ” આતમરામ તો એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. જ્ઞાનદર્શન તારું રૂપ છે. ખરે ટાઇમે આવા ભાવે ઊભો રહે તે જ્ઞાયકવીર ગણાય છે. બહારના ભાવો ખરે ટાણે આત્માને સ્પર્શ કરે નહિ–તેની તને અસર થાય નહિ, તો તું ખરેખરો શાયકવીર છે. બહારમાં પંચપરમેષ્ઠી અને ધર્મ મંગલ, ઉત્તમ ને શરણ છે અને અંદર આત્મા મંગલ, ઉત્તમ ને શરણ છે. ગજસુકુમાર, સુકૌશલ મુનિરાજ વગેરેને ઉપસર્ગ આવે છે તો આત્મામાં ઊતરી જાય છે, અને કેવળજ્ઞાન પામે છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #291 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૭૯ આ મનુષ્યભવમાં ગુરુદેવ મળ્યા અને ભવનો અભાવ કેમ થાય તે માર્ગ બતાવ્યો. આત્મા બધા વિભાવોથી જુદો શુદ્ધાત્મા છે એવું ભેદજ્ઞાન કરી, દ્રવ્યદષ્ટિ કરવાનો માર્ગ ગુરુદેવે બતાવ્યો. તે માર્ગની રુચિ થાય, વાંચન-વિચાર કરી તેની લગની લાગે એ જીવનમાં કરવા જેવું છે. સંસારમાં આવા પુણ્ય-પાપના ઉદયો તો ચાલ્યા કરે છે. અને જેણે આયુષ્ય ધારણ કર્યું તેનું આયુષ્ય પૂરું થાય જ છે. વિચાર આવે, યાદ આવે તો વિચાર ફેરવ્યા કરવા. આકુળતા કરવાથી શું થાય! શાંતિ તે જ સુખદાયક છે. જ્યાં નિરૂપાયતા છે, કોઈ ઉપાય નથી ત્યાં શાંતિ સુખદાયક છે. માટે શાંતિ રાખવી તે એક જ ઉપાય છે. આ મનુષ્યભવમાં આત્માનું થાય તે લાભદાયક છે. આ મનુષ્યભવ તો માંડ માંડ મળે છે. રાગને લઈને દુઃખ થાય, પણ પરિણામ ફેરવ્યા વગર છૂટકો નથી. ભૂલ્યા વગર કોઈ રીતે છૂટકો નથી. સંસારનું સ્વરૂપ આવે છે. આત્મા જાણનારો છે. શરીર જુદું છે ને વિકલ્પ થાય તે પોતાનો સ્વભાવ નથી. આત્મા અપૂર્વ-અનુપમ છે. જીવનમાં કાંઈક આત્માનું સાર્થક થાય તો તે શ્રેયરૂપ છે. બાકી તો જન્મ-મરણ.. જન્મ-મરણ...ચાલ્યા કરે છે. જીવે આવાં અનંત જન્મમરણ કર્યા છે. દેવનાં, મનુષ્યનાં, નરકનાં ને તિર્યંચના અનંતા જન્મ-મરણ કર્યા છે. મોટો રાજા થાય તો પણ આયુષ્ય પૂરા થાય છે. માટે શાંતિ સુખદાયક છે. હવે ભવ જ ન મળે અર્થાત્ ભવનો અભાવ કેમ થાય તે કરવાનું છે. આત્મામાં બધું ભર્યું છે, બહાર કયાંય લેવા જવું પડે તેવું નથી. બહારમાં કયાંય સુખ-શાંતિ નથી. શાંતિ-સુખ આત્મામાં ભર્યા છે. બહારમાં જીવ સંતોષ અને શાંતિ માને છે તે જીવની ભ્રમણા છે. અંતર આત્મામાંથી આત્માનાં સુખ-શાંતિ કેમ પ્રગટ થાય, આત્માનું કલ્યાણ કેમ થાય તેને માટે પ્રયત્ન કરવો. કેટલાંય પુણ્ય કર્યા હોય ત્યારે આ મનુષ્યભવ મળે છે. તેમાં સાચા ગુરુ મળવા મહા મુશ્કેલ છે. મનુષ્યજન્મ મળે, આવો ધર્મ મળે, આવા ગુરુ મળે ને તેમની વાણી મળે તે બધું મહા મુશ્કેલ છે. તે બધું મળ્યું તો હવે આત્માની રુચિ પ્રગટ કરવી. કેમ આત્માનું ભાન થાય, મનુષ્ય જીવન કેમ સફળ થાય તે કરવા જેવું છે. શાસ્ત્રમાં આવે છે ને? કે અનંત માતાને રડાવી છે. તેની આંખનાં આંસુના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #292 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦] [સ્વાનુભૂતિદર્શન સમુદ્રો ભરાય એટલી માતાને રડાવી છે. તે એટલી માતાનાં દૂધ પીધાં છે કે સમુદ્રો ભરાય. એટલે કે તે અનંત જન્મ-મરણ કર્યા છે. આયુષ્ય પૂરું થતાં આત્મા કોઈની વાટ જોવે નહિ કે આ માણસ આવ્યો નથી. આ બધાં દૂર બેઠાં છે એટલે હું ન જાઉં. ઘરમાં આવા-પાછા હોય તેની પણ આત્મા વાટ જોતો નથી. આયુષ્ય પૂરું થતાં પોતે એકદમ ચાલ્યો જાય છે. બાજુમાં બધાં સૂતાં હોય, પણ સાદ પાડવાની શક્તિ પણ રહે નહિ તો કયાંથી બોલાવે? ત્યારે અવાજ નીકળવો મુશ્કેલ પડે છે. આવા વખતે પોતાની તૈયારી જ કામ આવે છે, બીજું કાંઈ કામ આવતું નથી. સંસ્કાર નાખ્યા હોય તે જ કામ આવે છે. અહીંનું આયુષ્ય પૂરું થતાં આત્માના સંસ્કાર લઈને જાય તે સારું છે. નહિ તો રાગ હોય તો દુઃખી થાય છે. આ જીવ એક પછી એક શરીર ધારણ કરે છે. તેમાં દેવોના સાગરોપમનાં આયુષ્ય પણ પૂરાં થાય છે, તો આ મનુષ્યદેહનાં આયુષ્ય શું હિસાબમાં છે? આ કાળની અંદર ગુરુદેવે કહ્યું તે કરવા જેવું છે કે જેથી હવે જન્મ જ ન થાય ને માતા જ કરવી ન પડે. ગુરુદેવે માર્ગ બતાવ્યો તે ગ્રહણ કરવા જેવો છે. જન્મમરણથી રહિત એવો જે શાશ્વત આત્મા છે તેને ગ્રહણ કરી એને ઓળખવો તે ખરું કરવા જેવું છે. ગજસુકુમાર પોતે મુનિ થયા છે ત્યાં તેના સસરા આવી ઉપસર્ગ આપે છે, માથા ઉપર સગડી જેવું બનાવી અંગારા મૂકે છે; પણ પોતે અંતરમાં લીન થઈ જાય છે ને જરાક વારમાં કેવળજ્ઞાન પામે છે. તેઓ કૃષ્ણ વાસુદેવના ભાઈ હતા તો પણ એવા ઉપસર્ગ આવ્યા. કૃષ્ણ વાસુદેવને એમ થાય છે કે ગજસુકુમારને આવો ઉપસર્ગ !! પણ કર્મનો ઉદય આવે છે ત્યાં કોઈનું ચાલતું નથી. સુકુમાર મુનિને ત્રણ દિવસ અને ત્રણ રાત શિયાળિયાં ઉપસર્ગ કરે છે છતાં પોતે આત્મામાં લીન થઈ ધ્યાન કરે છે ને આયુષ્ય પૂરું થતાં દેવલોકમાં જાય છે. મુનિઓને ઉપસર્ગ આવે છે અને ઓચિંતા દેહ છૂટી જાય છે. ચોથા કાળમાં પણ આવા પ્રસંગો બનતા. તીર્થકરોને પાણીના પરપોટા દેખીને, વાદળાના ફેરફાર દેખીને, વૈરાગ્ય આવે છે કે સંસારનું સ્વરૂપ જ આવું છે અને દીક્ષા લઈને ચાલ્યા જાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #293 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૮૧ સંસાર એવો છે માટે શાંતિ રાખવી સુખદાયક છે, અંદરથી ભૂલ્યા વગર છૂટકો જ નથી. ઋષભદેવ ભગવાન નીલાંજનાનું નૃત્ય જોતા હતા, ત્યાં ક્ષણમાં ફેરફાર થાય છે તે જોતાં ભગવાનને વૈરાગ્ય આવે છે. જુઓ ને! આયુષ્ય કયારે અને કેવા સંયોગમાં પૂરું થાય છે! એવી જ રીતે આયુષ્યનો બંધ પડયો હોય છે. તેથી તેવી જ રીતે તે પૂરું થાય છે. છતાં સંસારી જીવોને આવી રીતે અચાનક આયુષ્ય પૂરું થાય એટલે આઘાત લાગે, પણ તેનો કોઈ ઉપાય નથી. વિચારને ફેરવ્યા વગર છૂટકો નથી. સંસાર તો આવો છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું, શરીરથી આત્મા જુદો જાણવો, જ્ઞાયકને ઓળખવો–ભેદજ્ઞાન કરવું. ગુરુદેવે જે ઉપદેશની જમાવટ કરી છે તે જમાવટ અંતરમાં રાખીને શાંતિ રાખવી. ગુરુદેવની વર્ષો સુધી વાણી વરસી અને ગુરુદેવના ઉપદેશની જે જમાવટ થઈ તેને અંદરમાં પોતે ગ્રહણ કરીને તે જ કરવાનું છે. આવા પ્રસંગે શાંતિ રહે છે તે ગુરુદેવના ઉપકારથી રહે છે. મુમુક્ષુએ ગમે તેવા તુચ્છ પ્રસંગમાં વૈરાગ્યમાં ઝંપલાવવું. આ તો આઘાતનો પ્રસંગ છે, તેમાં સમાધાન રહેવું બહુ મુશ્કેલ છે. તો પણ પુરુષાર્થ કરીને સમાધાન રાખવું. કારણ કે તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી. શાંતિ રાખવી તે એક જ ઉપાય છે. ગમે તેવા પ્રસંગોમાં પણ વૈરાગ્યમાં ઝંપલાવવું તે આત્માર્થીનું કર્તવ્ય છે. ચોથા કાળના જીવો–રાજા, તીર્થંકર ભગવાન-આદિ-ઝાકળના બુંદને જોઈને વૈરાગ્ય પામતા, ઉ૫૨થી તારો ખરતો દેખી વૈરાગ્ય પામતા. એવા પ્રસંગો જોઈને ક્ષણભરમાં વૈરાગ્ય પામતા. ભરત ચક્રવર્તી માથામાં ધોળો વાળ દેખી વૈરાગ્ય પામ્યા અને અંતરમાં ઊતરી ગયા તો કેવળજ્ઞાન પામ્યા. આત્મા એકલો જન્મે, એકલો મરે અને એકલો મોક્ષે જાય. જન્મ થાય ત્યારે પણ એકલો અને મરણ થાય ત્યારે પણ એકલો, કોઈ તેનો સાથીદાર નથી. પોતે જ કર્મ કરે છે અને પોતે જ ભોગવે છે. તેમ જ મોક્ષમાં પણ પુરુષાર્થ કરીને પોતે એકલો જ જાય છે. માટે પોતે પુરુષાર્થ કરીને પોતાના મનને ધર્મ તરફ જ્ઞાયક તરફ વાળી દેવું. આત્મા પોતે જ્ઞાયક ચૈતન્યદેવ તે શરણ છે, દેવ-શાસ્ત્રગુરુ શરણ છે ને પંચપરમેષ્ઠી શરણ છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #294 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૮૨ ] [ સ્વાનુભૂતિદર્શન મુનિઓને ઉપસર્ગ આવે છે તો અંતર આત્મામાં ઊતરીને સ્વાનુભૂતિમાં ઝૂલતા હોય છે અને કેવળજ્ઞાન પ્રગટ કરે છે અનંતભવ દેવના કર્યા, મનુષ્યના કર્યા તેમ જ કેટલાય પુણ્યના ને પાપના પ્રસંગ બન્યા, તેમાં કાંઈ નવું નથી. આ સંસારની અંદર જો કાંઈ બાકી રહી ગયું હોય તો એક આત્મા બાકી રહી ગયો છે, અર્થાત્ તેની સ્વાનુભૂતિ-સમ્યગ્દર્શન બાકી રહી ગયું છે. માટે જીવનમાં આ જ કરવા જેવું છે. બાકી બહારનું બધું જીવને મળી ચૂકયું છે, મળ્યા વગરનું કાંઈ બાકી નથી. પણ જીવ બધું ભૂલતો આવ્યો છે. જ્યાં જાય ત્યાં એક આત્માની પ્રાપ્તિ બાકી રહી ગઈ છે. માટે તેનો પુરુષાર્થ, તેની જ ભાવના કરવી. દેહ છૂટતાં નાનાં નાનાં બાળકોને અહીંયાં છોડીને જાય અને છોકરાં પોતાના પુણ્યથી મોટાં થાય છે. જગતમાં તો આવું ઘણું જ બને છે. પોતે હિંમત રાખીને આત્માનું શરણ લેવું, ધર્મમાં ચિત્ત લગાવવું. ખરું તો આ કરવાનું છે. પુરુષાર્થ કરીને મન વાળવા જેવું છે. સૌના રસ્તે સૌ ચાલ્યા જાય છે, કોઈ કોઈને રોકી શકતું નથી. ઉ૫૨થી ઇન્દ્ર આવે કે નરેન્દ્ર આવે-કોઈ પણ આવે, આયુષ્ય પુરું થાય તેને કોઈ રોકી શકતું નથી. જીવ પોતાની મેળાએ ગતિ કરી ચાલ્યો જાય છે. આ શ૨ી૨ પણ પોતાનું નથી તો બીજા સગાં-વહાલાં પોતાનાં કયાંથી થાય ? આ બધાં મારાં છે તેમ તેણે કલ્પનાથી માન્યું છે. આ શરીર પણ પોતાનું ધાર્યું કરતું નથી, કેમ કે તે પરદ્રવ્ય છે. આત્માનાં પરિણામ સુધારી, ખરું તો, મને પરથી સુખ નથી, સુખ આત્મામાં ભરેલું છે એમ સમજી પોતાને ધર્મ કરવા જેવો છે. પોતાથી હિંમત રાખીને, હું મારા પોતાથી જ છું, કોઈ કોઈને શરણ આપતું નથી એમ સમાધાન કરવું તે જ ખરું કરવાનું છે. વીજળીના ઝબકારા જેવું આ આયુષ્ય છે. 29 “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; આ લક્ષ્મી વીજળી જેવી છે અને આયુષ્ય જળના તરંગ જેવું છે. “પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે જ્યાં ક્ષણનો પ્રસંગ. બહારમાં કયાંય રોકવા જેવું નથી. એક આત્માનું શરણ તે ખરું શરણ છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com 29 Page #295 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૮૩ પરમાં મારું-મારું કરે, પણ ત્યાં કાંઈ મારું નથી. માટે શાસ્ત્રમાં ચિત્ત લગાવી આત્મા કેમ ઓળખાય ? હવે આવાં જન્મ-મરણ કેમ નાશ થાય? જન્મ-મરણનો અંત કેમ આવે? એ માર્ગ ગોતી લેવા જેવો છે, સંસારની અંદર ખરું તો તે કરવાનું છે. આત્માને કોઈ ૫૨૫દાર્થની જરૂર નથી, પોતે માની બેઠો છે કે મને પ૨થી સુખ થાય, પણ સુખ આત્મામાં ભરેલું છે. “હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન-દર્શનમય ખરે. હું જ્ઞાન-દર્શનથી ભરેલો શુદ્ધ, અરૂપી આત્મા છું. “કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી અરે !” પરમાણુમાત્ર પણ કાંઈ પોતાનું નથી. એક પરમાણુ પણ પોતાનો નથી, ત્યાં બીજું પોતાનું કયાંથી થાય ? માત્ર કલ્પનાથી એકત્વબુદ્ધિના રાગને લઈને પોતાના માને છે. પણ પરિણામ પલટાવ્યા વગ૨ છૂટકો નથી. આકુળતા અને વેદન વધારે કરે તો ઊલટું કર્મબંધ વધારે થાય છે. વહેલું કે મોડું પરિણામ પલટાવીને શાંતિ રાખે છૂટકો છે. ૪૯૦. પ્રશ્ન:- છ મહિના પર્યંત કેવો અભ્યાસ કરવો કે જેથી આત્માની પ્રાપ્તિ થાય? સમાધાનઃ- જ્ઞાયકને ઓળખીને પુરુષાર્થ કરવો. જ્ઞાયકનો વારંવાર વિચાર કરી નિર્ણય કરે કે આ જ્ઞાયક તો જુદો જ છે, તે કોઈની સાથે એકમેક થયો નથી. આત્મા તો શાશ્વત છે. આ શરીર જુદું ને આત્મા જુદો છે. શરીર સાથે જે એકત્વબુદ્ધિ થઈ રહી છે તે ભૂલ છે. અંદર જે વિકલ્પોની આકુળતા થાય છે તે પણ નિજ સ્વભાવ નથી. આત્મા શાંતસ્વરૂપ-નિર્વિકલ્પસ્વરૂપ છે. આનંદથી ભરેલો એ ચૈતન્ય-રત્નાકર કોઈ જુદો જ છે. આ જગતની નિઃસારતા લાગે ને આત્માની મહિમા આવે, તો વિભાવથી વિરક્ત થાય અને આત્માને ઓળખે, તેના દ્રવ્ય-ગુણ-પર્યાયને ઓળખે. જ્ઞાન, આનંદથી ભરેલો આત્મા કોઈ અપૂર્વ છે. તેનો નિર્ણય કરીને તેમ જ તેમાં જે પલટતી પર્યાય છે તેનું શું સ્વરૂપ તે બધું નક્કી કરીને આત્મા તરફ જાય. ક્ષણે ક્ષણે ભેદજ્ઞાન કરે, પુરુષાર્થ કરે તેને કયાંય ચેન પડે નહિ. તેને એક જ લગની હોય કે આત્મા કેમ મને પ્રાપ્ત થાય? આત્મા ઉપર દૃષ્ટિ કરીને ક્ષણે-ક્ષણે અવિચ્છિન્નધારાએ-વચ્ચે ખંડ ન પડે એ રીતે પુરુષાર્થ કરે તો છ મહિનામાં આત્મપ્રાપ્તિ થયા વગર રહેતી નથી. તેની Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #296 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪]. [સ્વાનુભૂતિદર્શન પુરુષાર્થધારા દિવસ ને રાત નિરંતર ચાલ્યા કરે, તેનો પુરુષાર્થ એકદમ ઉગ્રપણે હોય ને તેમાં તેને તૂટ પડે નહિ એવી જાતનો અપૂર્વ પુરુષાર્થ કરે તો છે મહિનામાં કાર્ય થયા વગર રહેતું નથી. વારંવાર વિચારો ફેરવીને ભેદજ્ઞાનનો અભ્યાસ કરે, વારંવાર નિર્ણયની દઢતાપૂર્વક હું આ જ છું, મારું અસ્તિત્વ આ જ છે, શરીરનું અસ્તિત્વ તે હું નથી એવો બરાબર નિશ્ચય કરી વારંવાર ભેદજ્ઞાનનો પ્રયાસ કરે તો કામ થાય. વારંવાર હું જુદો-છું-જુદો છું એમ પ્રયાસ કરે; નિરંતર દિવસ ને રાત તેને ક્યાંય શાંતિ ન થાય એવી રીતે ઉગ્રપણે પુરુષાર્થ કરે; એક દિવસ વિચાર કરી લીધો, નિર્ણય કરી લીધો ને પછી પ્રયાસ છોડી દીધો-પુરુષાર્થ ન કરે એમ નહિ, પરંતુ વારંવાર તેનો પુરુષાર્થ ચાલુ જ રહે; પુરુષાર્થ મંદ પડે તો વારંવાર તીવ્ર કર્યા કરે; છૂટી ન જાય એવી રીતે પુરુષાર્થ નિરંતર ચાલ્યા કરે; જાગતાં-સૂતાં-સ્વપ્નમાં પણ તેને એક જ લગની હોય તથા આત્મા જુદો કેમ જણાય એવી તેની ઉગ્ર ભાવના ને ઉગ્ર પુરુષાર્થ હોય તો છ મહિનામાં આત્મપ્રાતિ થયા વગર રહે નહીં. કોઈને એકદમ થાય તો જઘન્ય અંતર્મુહૂર્તમાં થાય, નહીંતર વધારેમાં વધારે છ મહિના આચાર્યદેવે કહ્યા છે. છ મહિના સુધી એકધારાએ પુરુષાર્થ કરે તો થાય. સમ્યગ્દર્શન થયા પછી તો સહજપણે સહજધારાએ ભેદજ્ઞાન ચાલ્યા જ કરે છે; પણ તે પહેલાં આત્મા ઉપર દષ્ટિ ને ભેદજ્ઞાનની ધારા તેને હોતી નથી, માટે વારંવાર પુરુષાર્થ કરે છે. પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, પણ ઉગ્ર પુરુષાર્થ કરે તો થયા વગર રહેતું નથી. પુરુષાર્થ કરનારને વારંવાર તેની લગની લાગી હોય તો અંતરમાંથી આત્મા જાગ્યા વગર રહેતો નથી, અનુભૂતિ થયા વગર રહેતી નથી. પૂજ્ય ગુરુદેવે માર્ગ સ્પષ્ટ કર્યો છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. તેમણે વસ્તુનું સ્વરૂપ ચારે બાજુથી સ્પષ્ટ કરીને બતાવ્યું છે, નિર્ણય કરવામાં કાંઈ મુશ્કેલી પડે તેમ નથી. નિશ્ચય-વ્યવહારની સંધિ ચારે બાજુથી સમજાવી છે, કરવાનું પોતાને છે. આત્મપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શાયકની રુચિ-પ્રયાસ-લગની યથાશક્તિ કરે. ૪૯૧. પ્રશ્ન- આપ અમૃતનાં ભોજન જમો છો અનુભવ કરો, તો અમોને પણ તેનો સ્વાદ ચખાડો ને? અમે પુરુષાર્થ ઘણો કરીએ છીએ તો પણ કાર્ય આવતું નથી ? સમાધાનઃ- પુરુષાર્થ કરવા છતાં માર્ગ મળે નહિ તેવું બને નહિ. પુરુષાર્થ કરતો નથી એટલે માર્ગ મળતો નથી. કારણ આપે તો કાર્ય આવ્યા વગર રહેતું નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #297 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૨૮૫ પોતાની આળસને કારણે પોતાને માર્ગ મળતો નથી. ગુરુદેવ કહે છે કે કોઈ કોઈનું કરતું નથી. ભગવાનની વાણીમાં ઉપદેશના ધોધ વહે છે. તેમાં ચૌદ બ્રહ્માંડનું સ્વરૂપ આવે છે. તો પણ કરવાનું તો પોતાને જ રહે છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વતંત્ર છે ને બીજાના દ્રવ્ય-ગુણ-પર્યાય પણ સ્વતંત્ર છે. પોતાની ભૂલથી પોતે રખડ્યો છે અને પોતાના પુરુષાર્થથી પોતે સાચો માર્ગ પામી શકે છે. પોતાની અનુભૂતિ પોતે જ કરી શકે છે. ગુરુદેવે માર્ગ સ્પષ્ટ કરીને બતાવ્યો છે. તું અંદરમાં આત્મા છો તેનું ભેદજ્ઞાન કર, તેની દષ્ટિ કર ને ત્યાં જા. શરીર જુદું ને આત્મા જુદો એમ નિશ્ચય કર તથા અંદરથી યથાર્થપણે જુદો થવાનો પ્રયત્ન કર. વિકલ્પની જાળ ચાલે છે તેનાથી પણ તારો સ્વભાવ જુદો છે. તે પ્રયત્ન કર, પ્રયત્ન કરવાથી કાર્ય થાશે. ગુરુદેવે માર્ગ બતાવ્યો છે; પણ કરવાનું પોતાને છે, કોઈ કરી દેતું નથી. અનંતા તીર્થંકર થઈ ગયા તે બધાએ માર્ગ બતાવ્યો; પણ કોઈ કરી દેતું નથી. જો કોઈ કરી દે તો પોતે સ્વતંત્ર દ્રવ્ય ન રહે ને પરાધીન થઈ જાય. જન્મ-મરણ કરનારો પણ પોતે જ છે અને મોક્ષે જનારો પણ પોતે જ છે, બીજું કોઈ કરી દેતું નથી. | ‘નિજ નયનની આળસે રે, મેં નીરખ્યા ન નયણે હરિ ” ભગવાન પોતાની પાસે જ છે, પોતે જ છે, છતાં પોતાની આળસને કારણે તેને જોતો નથી. પોતે આંખ ખોલીને જોતો નથી ને સૂતો છે એ આશ્ચર્યની વાત છે. પુરુષાર્થ કરે તો મળ્યા વગર રહે નહિ, કારણ આપે તો કાર્ય પ્રગટે. ૪૯૨. પ્રશ્ન- ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના અજ્ઞાનીને માટે લઈ શકાય? અને લઈ શકાય તો કેવી રીતે ? સમાધાન - પહેલાં તેને પોતાની યોગ્યતા તૈયાર થાય છે. તે યોગ્યતા કહેવાય તો વ્યવહાર, તેને કાંઈ નિશ્ચય લાગુ ન પડે. છતાં પણ એવી એક જાતની યોગ્યતા તૈયાર થાય છે. જેમ ગુરુદેવ કહે છે ને? કે પહેલાં દેશનાલબ્ધિ થાય. ગુરુની વાણી સાંભળતાં તેને અંતરમાં એમ થાય કે ગુરુ કાંઈક જુદું જ તત્ત્વ કહે છે. એવી કંઈક અપૂર્વતા ભાસી જાય છે. ભલે તે શુભભાવ છે; પણ તેની સાથે કંઈક ઊંડપ આવી જાય છે. આ વિકલ્પથી પણ કંઈક જુદું તત્ત્વ ગુરુ કહેવા માગે છે એવી તેને અપૂર્વતા ભાસી જાય તો તેને દેશનાલબ્ધિ પ્રથમ થાય અથવા એવી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [સ્વાનુભૂતિદર્શન જાતનો કોઈ અવગ્રહ-પક્કડ થઈ જાય કે આ બધાથી જુદું કોઈ આત્મતત્ત્વ છે. એવી જાતની અંતરમાંથી કોઈ ભાવના જાગી જાય છે. તેવી રીતે ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના જાગે છે. આ બધુંય દેખાય છે. ને આ બધા વિકલ્પો આવે છે-ભલે ગમે તેવા ઊંચામાં ઊંચા શુભભાવ આવે છેતો પણ અંદર આત્મા બધાથી જુદો છે તે આત્મા અંદરમાં કંઈક અપૂર્વ વસ્તુ છેએવી કંઈક અંતરમાંથી ભાવના સ્ફરે તે ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના છે. આવે છે ને? કે, “તતિ પ્રીતિ ચિત્તેન કેન વાર્તાપિ હિ શ્રુતા; | નિશ્ચિત સ ભવભવ્યો ભાવિનિર્વાણ ભાજન....” ગુરુની વાણી સાંભળીને એમ થાય કે આ કંઈક અપૂર્વ છે. એ તેને ઉપર ઉપરથી ન લાગે, પણ અંતરમાંથી લાગી જાય કે વાણીમાં આમ કહેવા માંગે છે, વિકલ્પોથી પણ જુદું કોઈ તત્ત્વ કહેવા માગે છે. ભલે તે તત્ત્વ પકડાતું નથી; પણ એવું એને, વિકલ્પ છે તો પણ, ભાસ્યમાન થઈ જાય છે. કોઈ વસ્તુની અપેક્ષા વગર, એકલું નિરપેક્ષપણે એવી ભાવના ફુરી જાય છે કે આ બધાથી જુદું કોઈ તત્ત્વ અંદર છે. આ ચૈતન્યમાંથી ઊગેલી ભાવના છે. તેને ગુરુનો ઉપદેશ સાંભળવાનો વિકલ્પ આવે છે, છતાં પણ કોઈ જાતની અપેક્ષા વિના એને એવી ભાવના હુરે છે કે બધાયથી રહિત એવું ચૈતન્ય તત્ત્વ અને પ્રગટ થાવ, તો તે પ્રગટ થયા વગર રહે જ નહિ. ભાવના એવી ઉગ્ર હોય તો પ્રગટ થાય જ. ૪૯૩. પ્રશ્ન:- શેયોને જાણનાર એવો જ્ઞાયક હું છું એમ ખ્યાલમાં આવે છે, તો, શું એ યોગ્ય છે? સમાધાન- બહારમાં જે શેયો જણાય છે તે હું નથી તેમ જ અંદરમાં જે વિકલ્પની ઘટમાળ ચાલે છે તે પણ હું નથી. તેનો હું જાણનાર છું-જ્ઞાયક છું. અંદરમાં એક પછી એક જે વિકલ્પ આવે છે તે તો ચાલ્યા જાય છે, પણ તેનો જાણનારો અંદરમાં હું પોતે છું. કેમ કે હું તો શાશ્વત છું. એક ક્ષણ પૂરતો નથી. તથા પરને જાણે તે હું નહિ, હું તો સ્વયં જાણનારો જ્ઞાયક છું. પરને જાણનારો તે હું નહિ, હું જાણનારો સ્વયં જ્ઞાયક છું. આ જે જણાય છે તે હું નથી, હું તો જાણનારો તેનાથી જુદો છું. આમ પહેલાં અભ્યાસ કરે, ત્યાર પછી દષ્ટિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #299 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૮૭ થાય. દષ્ટિ દ્રવ્ય ઉપર રહેવી જોઈએ. પર્યાય એક પછી એક થાય, પરંતુ પર્યાય ઉ૫૨ દૃષ્ટિ ન કરતાં દ્રવ્ય ઉપર દષ્ટિ થવી જોઈએ કે હું તો જાણનારો જ્ઞાયક છું. ૪૯૪. પ્રશ્ન:- જિજ્ઞાસુ દશામાં આવું થઈ શકે ખરું? સમાધાનઃ- ‘હું શાયક છું' એમ તો થઈ શકે છે. પહેલાં વિચારો આવે છે, પછી યથાર્થ થાય છે. કેટલા વખત પછી યથાર્થ થાય તે પોતાની ઉપર છે. ખરું યથાર્થપણું તો જ્યારે તેને ભેદજ્ઞાન થાય ત્યારે જ કહેવાય. તેની પહેલાં જે છે તે તો ભાવના છે, ખરું નથી. જેમ કે જ્યારે પ્રકાશ પ્રગટે ત્યારે જ પ્રકાશ કહેવાય ને જ્યાં સુધી અંધકાર છે ત્યાં સુધી અંધકાર જ કહેવાય. છતાં પોતે પ્રયત્ન કર્યા કરે છે, અભ્યાસ કરે છે તેથી પ્રકાશ પ્રગટ થાય છે. મારું ચૈતન્ય તત્ત્વ મને કયારે પ્રગટ થશે એમ તેને રહ્યા કરવું જોઈએ, પણ તેને એમ ન થાય કે ઠીક, જ્યારે થાય ત્યારે ખરું, એમ પ્રમાદ ન કરવો. મારે તો આ કાંઈ નથી જોઈતું, એક આત્મા જ જોઈએ એવી ભાવનાને તીવ્ર કરજે, ઉગ્ર કરજે. મૂંઝાઈશ નહિ, આકુળતા કરીશ નહિ. તે એવી આકુળતા ન કરે કે જેથી મૂંઝવણ થાય. તું ધી૨જ રાખજે, પણ તેમાં પ્રમાદ ન કરીશ કે જ્યારે થવાનું હશે ત્યારે થશે. તું પુરુષાર્થ કરીશ ત્યારે થશે ને જેટલી તારી પુરુષાર્થની મંદતા હશે તેટલી વાર લાગશે. પરંતુ તેમાં આકુળતા ન કરીશ કે કેમ વાર લાગે છે? સ્વભાવને પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે તે મળશે ત્યારે પ્રગટ થશે; પણ તે વિના નહિ પ્રગટે. માટે ધીરજ રાખજે. માર્ગની શોધખોળ કરતાં કરતાં તે પ્રગટ થશે. જ. ૪૯૫. પ્રશ્ન:- અંદર શું કરવું એ સમજાતું નથી તેથી ફરી ફરીને પૂછવાનો ભાવ આવ્યા કરે છે કે આ કરવું કેવી રીતે ? સમાધાનઃ- પૂજ્ય ગુરુદેવે ઘણુંય સમજાવ્યું છે, કહેવામાં કાંઈ બાકી રાખ્યું નથી. કેવી રીતે કરવું શું? પોતાનો સ્વભાવ ઓળખીને કરવું. અંદરથી એવી લગની લાગવી જોઈએ, ઓળખાણ કરવી જોઈએ, કે ચૈતન્ય સ્વભાવ શું છે? આ જડ કાંઈ જાણતું નથી ને રાગ જાણતો નથી; પણ હું બધાનો જાણનાર જુદો છું. જાણનારને ઓળખ્યા વિના કામ થતું નથી. આ એક જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. બહારમાં બધું જાણ્યું, પણ એક આત્માને ન જાણ્યો તો એ બધું નિષ્ફળ જાય છે. એક આત્માને જાણે અને બહારનું ખાસ ન આવડતું હોય તો Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #300 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮] [ સ્વાનુભૂતિદર્શન પણ એમાં બધું આવી જાય છે. આત્માને જાણે, શ્રદ્ધા કરે અને એમાં લીનતા કરે એમાં બધું આવી જાય છે-બધું સમાઈ જાય છે. આત્મામાં લીનતા કરતાં કરતાં જે પૂર્ણ જ્ઞાનસ્વભાવ છે તે પ્રગટ થાય છે. વીતરાગ દશા, કેવળજ્ઞાન વગેરે બધું આત્મામાંથી પ્રગટ થાય છે. બહારનું બધું જાણું, પણ એક આત્માને ન જાણ્યો તો તે સફળ નીવડતું નથી. અને એક આત્માને જાણે તો તે બધું સફળ નીવડે છે. આત્માને જાણવો, તેની શ્રદ્ધા કરવી ને તેમાં લીનતા કરવી. પણ એ થાય કયારે? કે આત્માનો રસ લાગે ને બહારનો રસ છૂટી જાય ત્યારે એ થાય. આત્માની મહિમા-રસ-તમન્ના લાગે, એના વિના ચેન ન પડે ને વારંવાર એના વિચારો આવે તો થાય. ૪૯૬. પ્રશ્ન- ભાવભાસન એટલે શું? સમાધાન - શાયક એવો જે ભાવ છે એનું ભાન થવું જોઈએ કે આ જ જ્ઞાયક છે, બીજો નહીં. જે વિકલ્પો બધા આવે છે તે હું નહિ, પણ આ જે જ્ઞાયક છે તે જ હું છું, એવી જાતનો અંદરથી ચૈતન્યના સ્વભાવનો ભાસ આવવો જોઈએ. માત્ર આ બહારનું જાણપણું તે હું નહિ, પરંતુ જે સ્વયં જ્ઞાયક છે તે હું એમ તેનો ભાસ આવવો જોઈએ. આ જ્ઞાયક પોતે પોતાથી છે, જ્ઞાયક વસ્તુ સ્વયંસિદ્ધ છે,એમ જ્ઞાયકનો ભાવ એને ભાનમાં આવવો જોઈએ. ૪૯૭. પ્રશ્ન- ભાવભાસન થાય એટલે પુરુષાર્થ કરવો સહેલો પડે ? સમાધાન - પોતે પોતાને ઓળખે એટલે પુરુષાર્થ કરવો સહેલો પડે છે. પોતાને ઓળખે તો આગળ જાય ને? પોતાને ઓળખ્યા વિના આગળ કયાંથી જાય? જો માર્ગને જાણે, સ્વભાવને ઓળખે તો તેનો પુરુષાર્થ તે તરફ જાય છે. આ બાજુ (જ્ઞાયક તરફ ) જવું છે એવો ખ્યાલ આવે તો એ બાજુ જવાનો પ્રયત્ન કરે. તે હજુ રુચિ કરીને ઊભો છે એ ઠીક છે; પણ અભ્યાસ કરે કે જ્ઞાયક જ્ઞાયકરૂપે કેમ થાય, એ જાતની અંદરથી લગની લાગવી જોઈએ ને વેદન આવવું જોઈએ, તો એ જાતનો પ્રયત્ન એને થયા વિના રહેતો નથી. કોઈ ગોખવારૂપે કે લૂખારૂપે કરી નાખે કે હું જાણનાર છું, કરનાર નથી, તો એની વાત નથી. પણ અંતરમાંથી જેને લાગી છે, જ્ઞાયકનો ભાવ ગ્રહણ કરીને જે ઊભો છે ને જે પુરુષાર્થ કરે છે તેને એમાં કોઈવાર વિકલ્પરૂપે ને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #301 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૮૯ કોઈવાર ભાવભાસનરૂપે પુરુષાર્થ ચાલ્યા કરતો હોય છે. ૪૯૮. પ્રશ્ન:- સાચો નિર્ણય થયા પછી, નિર્વિકલ્પ રુચિ પ્રગટ થવા પહેલાં શું આવું બધું વચ્ચે આવે છે? સમાધાનઃ- એ રીતે અભ્યાસ કરતાં કરતાં આગળ જાય છે, બધાને એકદમ થતું નથી, જોકે કોઈને અંતર્મુહૂર્તમાં થાય, એ જુદી વાત છે; બાકી તો અભ્યાસ કરતાં કરતાં આગળ જાય છે. જ્ઞાયકનું જોર વધતાં વધતાં વિકલ્પની આકુળતા ઓછી થાય ને જ્ઞાતામાં એકાગ્રતા વધતાં વધતાં વિકલ્પ તૂટી એને નિર્વિકલ્પ દશા, સ્વાનુભૂતિ થાય છે અને સિદ્ધદશાના સુખનો અંશ અનુભવમાં આવે છે. પોતે રાગથી છૂટો પડે તો જ અંદ૨માં આવે છે. ૪૯૯. પ્રશ્ન:- જ્ઞાનીને ગમે તેવા પ્રસંગમાં પ્રતીતિ છૂટતી નથી ? સમાધાનઃ- દ્રવ્યનું આલંબન ગ્રહણ કરીને પ્રતીતિ થઈ છે, માટે તે છૂટતી નથી. પ્રતીતિ એકકોર પડી છે એમ નહીં, કાર્યરૂપ છે-જ્ઞાયકની ધારા વર્ત્યા જ કરે છે. બહાર ગયેલી વિભાવની પરિણતિને ત્યાંથી પાછી વાળી લીનતારૂપે કાર્ય લાવે છે. આત્માની પ્રતીતિ ત્યારે જ કહેવાય કે જ્યારે આત્માની અંતરથી સમ્યગ્દર્શનરૂપે પ્રતીતિ આવે ને કાર્ય કરે. જે કાર્ય નથી કરતી તે પ્રતીતિ વિકલ્પરૂપે છે, યથાર્થ પ્રતીતિ નથી. સહજરૂપે કાર્ય લાવે તો જ યથાર્થ પ્રતીતિ છે. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને તે પરિણિત તેમાં લીનતાનું પણ કાર્ય લાવે છે. સમ્યગ્દર્શન થાય એટલે અવશ્ય તેને ચારિત્ર, વીતરાગદશા બધું આવવાનું જ છે. સમ્યગ્દર્શને કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે, કેવળજ્ઞાન સાથે રમત ચાલુ કરી છે, તેમ શાસ્ત્રોમાં આવે છે. કેવળજ્ઞાન સુધી પહોંચવા માટે થઈને લીલામાત્રમાં પોતાની પરિણતિને પોતા તરફ લાવે છે. ચારિત્રદશા ભલે કોઈને ક્રમે ક્રમે વધે ને કોઈને જલદી વધે; પણ કેવળજ્ઞાનની પરિણતિ પ્રગટ ન થાય ત્યાં સુધી તેની પુરુષાર્થની ધારા ચાલુ છે. પોતાના સ્વરૂપની દશા પ્રાપ્ત કરવા માટે પરિણતિ ચાલુ જ રહે છે. ૫૦૦. પ્રશ્ન:- શું સમ્યજ્ઞાનજ્યોતિ પ્રગટ થયા પછી કેવળજ્ઞાનને પહોંચવા માટે દોટ મૂકે છે? સમાધાનઃ- હા, કેવળજ્ઞાન પામવા દોટ મૂકે છે. કેવળજ્ઞાન એક સમયમાં બધે પહોંચી વળે છે, અને આ જ્ઞાનદશા અંતર્મુહૂર્ત પહોંચે છે, એવી દશા તેને Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #302 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૯૦ ] [ સ્વાનુભૂતિદર્શન પાલવતી નથી. આત્માનો સહજ સ્વભાવ એવો છે કે સમય માત્રમાં બધું જાણે અને વીતરાગરૂપે પરિણમે. જ્ઞાનજ્યોતિ પ્રગટ એક અંશ છે ને તેને પૂર્ણતાનું ધ્યેય છે. જ્ઞાનજ્યોતિ પ્રગટી તે હવે કેવળજ્ઞાનને કેમ પહોંચું, મારે ત્યાં પહોંચવું છે એ રીતે એની તરફ દોડે છે. કેવળજ્ઞાન એક સમયમાં બધું જાણે છે તો મારે પણ એક સમયમાં બધું જાણવું છે, કેવળજ્ઞાન પ્રગટ કરવું તે એક જ મારું સાધ્ય છે-એમ કરીને સ્વરૂપમાં જમાવટ કરતી કરતી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાનને પહોંચી જાય છે. ૫૦૧. પ્રશ્ન:- પોતાનું અસ્તિત્વ ગ્રહ્મ ન થાય ત્યાં સુધી પરિણતિમાં ધ્યાન કેવી રીતે કરવું ? સમાધાનઃ- પહેલાં મને મારો સ્વભાવ કેમ ગ્રહણ થાય એવી ભાવના-એવા વિચારો કરે. ધ્યાન થાય તે માટે બેસવું જ જોઈએ એવું નથી, પરિણતિ પોતે જ ધ્યાનદશાને લાવે છે. બહારથી બેસવા ઉપ૨ ધ્યાનનો કોઈ આધાર નથી. જો વિભાવ પરિણતિની અસંગતા અંતરમાંથી થાય તો આગળ જાય છે. વિકલ્પની અસંગતા અને અંતરથી ભેદજ્ઞાનની ઉગ્રતા થતાં તેને અપ્રશસ્ત પરિચય કોઈ રુચે નહીં, એકાંતવાસ રુચે ને દેવ-શાસ્ત્ર-ગુરુનું સાન્નિધ્ય હોય. એવાં બધાં સાધનો હોય છે, પણ પરિણતિ સાથે એવી જાતનાં સાધનોનો પ્રતિબંધ હોતો નથી. પુરુષાર્થની મંદતાવાળો બહારનાં અશુભ નિમિત્તોથી છૂટવા માગે તેને બહારનાં શુભ સાધનોનો વિકલ્પ શુભભાવમાં આવે, પણ અંદર નિર્વિકલ્પ દશા થવામાં બહારનાં અમુક સાધનો હોવાં જ જોઈએ એવું નથી. અશુભથી છૂટવા શુભભાવ વચ્ચે આવે છે. શુદ્ધતાની ભૂમિકામાં પણ શુભભાવ આવે છે. ૫૦૨. પ્રશ્ન:- જ્યારે બેસીને થોડો વખત વિચાર કરું છું ત્યારે ઉપયોગ આત્માના વિચારોમાં રહે છે; પણ હું તો ભણું છું. તો કેવી રીતે આત્માના વિચાર કરવા ? સમાધાનઃ- ભણવા ટાઈમે ભણવાના વિચારો આવે; પણ અંદરમાં એને રુચિ આત્માની હોવી જોઈએ. ખરું તો આત્માનું જ કરવાનું છે. ભણવું પડે એટલે ઉપયોગ ફર્યા કરે, પણ રુચિ તો આત્માની જ કરવાની છે. આત્મા તો બધાથી છૂટો છે. ધાર્મિક વિચારો આવે ત્યારે ઉપયોગ તે બાજુ હોય, પાછો ઉપયોગ પલટી જાય અને ખાવાના-પીવાના-ભણવાના વિચારો આવે; પણ આ તો બધું બહારનું છે, તે આત્માને લાભરૂપ નથી એમ રુચિ આત્માની રાખવી. ખરું તો આત્માનું જ કરવાનું છે. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #303 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] હજી પોતાની એટલી તૈયારી નથી એટલે ઉપયોગ ફર્યા કરે છે. હજુ કાંઈ છૂટયું નથી અને રાગ પડ્યો છે ત્યાં સુધી વિચારો આવ્યા કરે, ઉપયોગ ફર્યા કરે પણ અંદરથી એમ થાય કે આ બધું મારા આત્માનું સ્વરૂપ નથી એમ બહારનો રસ ઓછો કરી શકે છે. જ્યારે ટાઈમ મળે ત્યારે ઉપયોગ બદલીને શુભભાવના વિચારો, વાંચન, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા વગેરે કરે. આત્માનું ન થાય ત્યાં સુધી શ્રદ્ધા રાખે કે મનુષ્ય જીવનમાં આત્માનું જ કરવા જેવું છે. ભવનો અભાવ કેમ થાય? ભેદજ્ઞાન કેમ થાય? શરીર જુદું-આત્મા જુદો, વિકલ્પો આવે તે મારો સ્વભાવ નથી એવી રુચિ રાખવી ને નક્કી કરવું કે કરવા જેવું આ જ છે. બાકી તો એ જાતનો રાગ છે એટલે ઉપયોગ ફર્યા કરે. ૫0૩. પ્રશ્ન:- અમારી રુચિ આત્મા તરફ વધી જાય તો ભણવાની રુચિ ઓછી થઈ જાય ને નાપાસ થઈએ. તો અમારે શું કરવું? સમાધાન- ધર્મમાં આત્મામાં પાસ છે તે ખરો પાસ છે. ભણવામાં નાપાસ થાય ને પોતાને ખેદ થતો હોય તો એમાં જોડાય; પણ તેમાં પાસ થવું તે પુણ્ય પ્રમાણે છે, બહુ ધ્યાન રાખીને ભણે તો પાસ જ થાય અને ઓછું ધ્યાન રાખીને ભણે તો નાપાસ થાય એવું નથી. પુણ્ય સરખાં ન હોય ને બહુ ધ્યાન રાખીને ભણે તો પણ નાપાસ થાય છે તથા પુણ્ય હોય ને ઓછું ધ્યાન આપે તો પણ પાસ થઈ જાય છે. બહારમાં તો પુણ્ય પ્રમાણે બને છે. ૫૦૪. પ્રશ્ન- હજુ ભેદજ્ઞાન નથી થયું તો કેવા વિચારો કરવા? સમાધાનઃ- ભેદજ્ઞાન નથી થયું તો, તે કેમ થાય? એ વિચારો કરવા, અંતરમાં પ્રયાસ કરવો, આત્મા કેમ ઓળખાય ? આત્માનું શું સ્વરૂપ છે? દ્રવ્ય-ગુણ-પર્યાય શું છે? પુદ્ગલ શું છે? વિભાવ શું છે? મોક્ષ શું છે ? મોક્ષનો માર્ગ શું છે? એવા અનેક પ્રકારના વિચારો હોય છે. શાસ્ત્રમાં અનેક પ્રકારની વાત આવે છે. ભેદજ્ઞાન ન થાય ત્યાં સુધી વિચારીને નક્કી કરે કે આત્મા જુદો છે ને શરીર જુદું છે, વિભાવ મારો સ્વભાવ નથી, હું તેનાથી જુદો છું, એમ નક્કી કરવા માટે, દઢતા કરવા માટે ઘણું વિચારવાનું છે. પ્રયાસ કરે કે હું જુદો છું તો જુદો કેવી રીતે પડું ? તેની લગની લગાડે, પ્રયાસ કરે. જેમ માખણ જુદું ન પડે ત્યાં સુધી દહીંને વલોવ્યા કરે તેમ પોતે વાંચન, વિચાર વારંવાર કર્યા જ કરે, છોડે નહીં. કાર્ય થતું નથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #304 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨] [ સ્વાનુભૂતિદર્શન માટે નહીં થાય કે માર્ગ બીજો હશે એમ શ્રદ્ધામાં ફેર પડવો ન જોઈએ. કરવાનું તો આ જ છે, માર્ગ આ જ છે. પ્રયાસ છોડે નહીં ને વારંવાર વારંવાર પ્રયાસ કર્યા કરે. જેમ ભગવાનને દ્વારે ટહેલ માર્યા કરે, ભગવાનના દ્વાર ખૂલે નહીં ત્યાં સુધી ટહેલ મારવી છોડે નહીં તેમ હું જ્ઞાયક છું તે સમજાતું નથી માટે પ્રયાસ છોડી દે નહીં, એની લગની લગાડ્યા જ કરે, ભગવાનના-ચૈતન્યના દ્વારે ફર્યા જ કરે, ચૈતન્યદેવ કેવા હશે! તે વિચારો કર્યા કરે, મહિમા લાવે, અંતરમાં રસ લગાવે ને બહારના રસ છોડી દે. ટાઈમ મળે ત્યારે વારંવાર ભેદજ્ઞાનના વિચારો કર્યા કરે. અંદરનો રસ-રૂચિ લાગે તો તેના ( ભેદજ્ઞાનના ) વિચારો આવે છે. બહારથી બધું છોડી દે, ત્યાગ કરે એટલે અંતરમાં થઈ જાય એવું નથી. પ્રથમ બહારથી બધું છૂટી જતું નથી, અંતરમાંથી રસ-રુચિ લાગે ત્યારે થાય છે. વાંચન, વિચાર, મંથન, ઘોલન અને તેનો વારંવાર પ્રયાસ કર્યા કરવો. અંદરથી છૂટવું તે ખરું છૂટવું છે. સમ્યગ્દર્શન થાય, ભેદજ્ઞાન થાય, સ્વાનુભૂતિ થાય અને અંતરની દશા વધે ત્યારે અંતરમાંથી બહારનો રસ ઓછો થઈ જાય છે અને બહારથી બધું છૂટી જાય છે. ૫૦૫. પ્રશ્ન:- તત્ત્વસંબંધી અનેક વિચારોથી આત્મા ઓળખાય ? સમાધાન - ધ્યેય તો એક જ્ઞાયકનું જ હોવું જોઈએ. જ્ઞાયક કેમ ઓળખાય તે સમજવા માટે વિચારો આવે, દ્રવ્ય-ગુણ-પર્યાય શું છે? એવું અનેક જાતનું વિચારવાનું અંદર આવે; પરંતુ તેમાં જ્ઞાયક મુખ્ય હોવો જોઈએ. આત્માનું સ્વરૂપ કેવું છે? આત્મા કેમ ઓળખાય? આત્મા જુદો કેમ પડે? ભેદજ્ઞાન કેમ થાય? આત્માની પ્રતીતિ કેમ થાય; તે વિચારોમાં ધ્યેય એક આત્માનું હોવું જોઈએ, આત્માર્થે બધું હોવું જોઈએ. માત્ર જાણવા ખાતર જાણી લેવું એમ નહીં, આત્માને લાભ થાય એવા વિચારો હોય. હું જ્ઞાયક છું, પરદ્રવ્યરૂપ નથી વગેરે તે નક્કી કરવાના તેમ જ દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ ને ધર્મકથાના જ્ઞાનને લગતા એવા બધી જાતના વિચારો, આવે; પણ નક્કી એક આત્માને કરવાનો છે. બધું જાણું, પણ એક આત્માને ન જાણ્યો તો બધું જાણું શું કામનું? બધું જાણવાની સાથે આત્મા મુખ્ય હોય તો તે પ્રયોજનભૂત-સારભૂત છે. ૫૦૬. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #305 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૯૩ પ્રશ્ન:- તત્ત્વસંબંધી વિચારોમાંથી અમુક વિચારો બાદ કરી નાખવા ? સમાધાનઃ- બાદ નહીં કરવાના, જાણવા માટે વિચારો હોય છે. જ્ઞાન કરવું તે નુકસાનરૂપ નથી, પણ ધ્યેય એક જ્ઞાયકનું હોવું જોઈએ. ૧૧ અંગનું જ્ઞાન થયું પણ એક આત્માને જાણ્યો નહિ તો તે જ્ઞાન શું કામનું? આત્માને ઓળખવાનું ધ્યેય ન રાખ્યું તો તે જ્ઞાન લાભરૂપ થતું નથી. જ્ઞાન થાય તે નુકસાનરૂપ નથી, કેમ કે જ્ઞાન તો તેને મદદરૂપ થાય છે, વિશેષ સ્પષ્ટતાનું કારણ થાય છે. પરંતુ સાથે આત્માનું ધ્યેય હોવું જોઈએ. ઝાઝું ન જાણે અને પ્રયોજનભૂત જાણે તો પણ મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. હું જ્ઞાયક છું, વિભાવ મારો સ્વભાવ નથી એમ ભેદજ્ઞાન કરી સ્વભાવનો જો પુરુષાર્થ કરે તો તેમાં વિશેષ જાણવાની જરૂર હોતી નથી; છતાં ઝાઝું જાણવું તે નુકસાનનું કારણ નથી, લાભનું કારણ થાય છે, જ્ઞાનની નિર્મલતાનું કારણ થાય છે. ૫૦૭. પ્રશ્ન:- જ્ઞાન સાથે રાગ છે તે બોજો છે ? સમાધાનઃ- હા, રાગ બોજો છે. એક શૈયથી બીજા જ્ઞેય તરફ ઉપયોગ પલટાય તેમાં રાગ સાથે આવે છે, તે રાગ ઉપાધિરૂપ છે. જ્ઞાન બોજારૂપ નથી. રાગ વચ્ચે આવ્યા વગર રહેતો નથી, સ્વરૂપમાં ઠરે ત્યારે વિકલ્પ છૂટી જાય છે ને મતિ-શ્રુતજ્ઞાન રહે છે. પહેલાં જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને-હું જ્ઞાયક છું તેમ નિર્ણય કરીને મતિ-શ્રુતનો ઉપયોગ બહાર જાય છે તેને સ્વરૂપમાં લીન કરીને નિર્વિકલ્પ થતાં વિકલ્પ હતો તે છૂટી જાય છે અને સ્વરૂપમાં ઠરી જાય છે. શ્રુતજ્ઞાનની ઉપાધિરૂપ સાથે જે રાગ હતો તે છૂટી જાય છે, ત્યારે અંતરમાં શાંતિ અને આનંદનું વેદન થાય છે. કોઈ અપૂર્વ આનંદ થાય છે. ૫૦૮. પ્રશ્ન:- નિર્વિકલ્પ થાય એટલે પરિણતિનું જોર વધતું હશે ? સમાધાનઃ- અંતરમાં સ્વરૂપની ધારામાં લીનતા વધી જાય છે એટલે નિર્વિકલ્પ થાય છે-જે સ્વરૂપાચરણ ચારિત્ર અમુક અંશે પ્રગટ થયું છે, તેમાં અંત૨ તરફની લીનતાનું જોર વધી જાય છે એટલે ઉપયોગ અંત૨ તરફ આવે છે, બહાર જતો ઉપયોગ સ્વરૂપમાં ઠરી જાય છે. શ્રદ્ધા-જ્ઞાનનું તો જોર છે, પણ લીનતાનું બળ વધી જાય છે એટલે ઉપયોગ અંદર જાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #306 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪] [ સ્વાનુભૂતિદર્શન ગૃહસ્થાશ્રમમાં એની દશા પલટી જાય, પણ એવી જાતની લીનતાનું જોર નથી કે જેથી ભૂમિકા પલટાઇ જાય, પણ તેની તે ભૂમિકામાં લીનતાનું જોર વધે છે એટલે અંતરમાં જાય છે. ચારિત્રદશા આવે છે ત્યારે સ્વરૂપના આશ્રયનું જોર વધે છે, તેની સાથે લીનતાનું જોર વધે છે એટલે મુનિદશા આવે છે. પV૯. પ્રશ્ન- જ્ઞાન ગુણભેદ તથા પર્યાયભેદને સ્વપણે જાણે છે ? સમાધાનઃ- સ્વપણે એટલે કે ગુણ-પર્યાય મારા સ્વરૂપમાં છે તેમ જ્ઞાન જાણે છે. આ ગુણભેદ ને આ પર્યાયભેદ એમ કટકા નથી; પણ લક્ષણભેદ છે ને અંશ અને અંશીનો ભેદ છે તેમ જ્ઞાન જાણે છે. જેવી રીતે ગુણ-પર્યાયનું સ્વરૂપ છે તેમ જાણે છે. પ૧૦. પ્રશ્ન:- પરવસ્તુ જાણે તેમાં ઇષ્ટ-અનિષ્ટ ન કરવું તે પકડાય છે અને પરવસ્તુને જ્ઞાન જાણે છે એટલું પણ પકડાય છે; પરંતુ અંદર પૂર્ણજ્ઞાન છે તે કેવી રીતે પકડવું ? સમાધાન- પૂર્ણજ્ઞાન તો વિચાર કરીને નક્કી થાય. તે જ્ઞાન પ્રગટ નથી, પણ શક્તિરૂપે છે. જાણનાર જે તત્ત્વ છે તે અનાદિથી છે. તે જાણનાર તત્ત્વ એવું હોવું જોઈએ કે તે પૂરું જાણે, અધૂરું જાણે નહીં. જેમ આ જડ તે કાંઈ જાણતું નથી, તેમાં જાણવાનો કોઈ અંશ નથી તેમ આ જાણનાર વસ્તુ છે તેમાં “ન જાણવું” એમ ન આવે. જે જાણે તે પૂરું જાણે જ,–તેનામાં પૂરું જાણવાની શક્તિ હોય જ. પણ અત્યારે તે રાગ-દ્વેષ ભ્રાન્તિમાં રોકાઈ ગયો છે એટલે પૂરું જાણી શકતો નથી; છતાં પણ તેનો જ્ઞાનસ્વભાવ નાશ પામ્યો નથી. પર્યાયમાં જ્ઞાન અધૂરુંઓછું થઈ ગયું છે, પરંતુ પૂરું જાણવાની તેનામાં શક્તિ છે. પોતે તેનો સ્વભાવ ઓળખીને, તત્ત્વ ઓળખીને નક્કી કરે કે પૂરું જાણવાનું કાર્ય અત્યારે નથી, પણ શક્તિ પૂરું જાણવાની છે. શક્તિને કોઈ આડખીલ-અટક ન હોય કે આટલું જાણે અને આટલું ન જાણે. પોતે પૂરેપૂરું જાણે, નહીં જાણવાનો ભાગ તેમાં ન આવે. જેમ જડમાં કોઈ જાણવાનો ભાગ નથી, તેમ જાણનારમાં કોઈ નહિ જાણવાનો ભાગ નથી, પૂરેપૂરું જાણે. આ વાત યથાર્થ છે કે નહિ તે યુક્તિથી નક્કી કરે તો થઈ શકે છે. આખા લોકાલોકને એક સમયની અંદર કમ પડ્યા વગર સહજ જાણે એવો તેનો સ્વભાવ છે. પ૧૧. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #307 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [ ૨૯૫ પ્રશ્ન- શું જ્ઞાન પરને જાણે છે ? સમાધાનઃ- જ્ઞાન બધું જાણે. પરને પર-રૂપે જાણે ને સ્વને સ્વ-રૂપે જાણે. દ્રવ્યગુણ-પર્યાય બધું જાણે. બીજાં અનંતા દ્રવ્યો, ગયો કાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ બધું એક સમયમાં જાણવાની તેનામાં શક્તિ છે. પણ તે વીતરાગ થાય ત્યારે બધું જણાય. અજ્ઞાની વર્તમાનમાં રાગ-દ્વેષમાં રોકાયેલો છે એટલે તેને જાણવાનું રોકાયેલું છે. એક શેયમાં રોકાયેલો છે તેથી એકને જાણે ને બીજું ભૂલે. તે રાગમિશ્રિત જાણે છે અર્થાત્ જ્યાં જાણે છે ત્યાં રાગ-દ્વેષ કરે છે. રાગ-દ્વેષને લઈને ય તે હું, હું તે જ્ઞય એમ શેયમાં ભેગો ભળી જાય છે, જુદો રહેતો નથી, એટલે તેનું પૂરું જાણવાનું રોકાઈ ગયું છે. પૂરેપૂરો વીતરાગ થાય તો પૂરેપૂરું જાણે. તેનો સ્વભાવ એવો છે કે નિગોદમાં ગયો ત્યારે જાણવાની શક્તિ ઘણી ઘટી ગઈ તો પણ તેનો જાણવાનો સ્વભાવ નાશ પામતો નથી, થોડું જાણવાનું તો ઊભું રહે છે. જ્ઞાન કોઈના આશ્રય વગર એક સમયની અંદર બધું જાણે તેવો તેનો સ્વભાવ છે. કાનથી સાંભળે અને આંખથી દેખે એમ નહિ, આત્મામાંથી જાણે તેવો તેનો સ્વભાવ છે. જો તે પરને ન જાણે અને પોતાને જ જાણે તો તેનો સ્વભાવ સંકુચિત થઈ જાય. પોતાને અને પરને બધાને જ્ઞાન જાણે છે. પરને જાણે તે જુદો રહીને જાણે છે, ભેગો થતો નથી. પ૧ર. પ્રશ્ન- પોતે જ્ઞાયક છે એમ મુમુક્ષુ અનુમાનથી કે તર્કથી યથાર્થ રીતે નક્કી કરી શકે ? સમાધાન- સમ્યજ્ઞાન પ્રગટ થયા પહેલાં મુમુક્ષુ, “હું જ્ઞાયક છું' એમ નક્કી ન કરી શકે એવું નથી; અજ્ઞાનદશામાં રાગ-દ્વેષ-બ્રાન્તિમાં પડ્યો છે ત્યારે પણ પોતે નક્કી કરી શકે છે કે આ સ્વભાવ તે હું, આ વિભાવ મારો સ્વભાવ નથી. મારો જ્ઞાનસ્વભાવ છે. જો અનુભૂતિ પહેલાં નક્કી ન થઈ શકતું હોય તો આગળ જઈ શકે જ નહિ. પોતે સ્વભાવને ઓળખીને અંતરમાંથી નક્કી કરી શકે છે,-નિર્ણય કરી શકે છે અને તે નિર્ણયના બળે આગળ જઈ શકે છે. જેને અંતરમાં વિભાવનું દુઃખ લાગ્યું છે તે પોતે અંદરથી નક્કી કરે છે કે સાચું સ્વરૂપ શું છે? સાચી શાંતિ કયાં છે? એ નક્કી કરવા માટે નિર્ણય જ કામ આવે છે, પછી સ્વાનુભૂતિ થાય છે. પૂર્ણ શક્તિનો વિશ્વાસ, મારો સ્વભાવ રાગથી જુદો છે, આ રાગ હું નથી, અંદર એક તત્ત્વ છે તે શાશ્વત છે, તે બધું જિજ્ઞાસાની ભૂમિકામાં નિર્ણય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #308 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૯૬ ] [ સ્વાનુભૂતિદર્શન કરી શકે છે અને ત્યારે આગળ જઈ શકે છે. જો નિર્ણય ન કરી શકતો હોય તો આગળ જઈ શકાય નહિ. પહેલેથી બધું અનુભૂતિમાં આવતું નથી, પણ અમુક જાતના પોતાના વેદનમાંથી અનુમાન કરી શકે છે કે આ જાણનાર તે હું. ૫૧૩. પ્રશ્ન:- જૈન દર્શનની દૃષ્ટિ ને જ્ઞાનની આવી અટપટી વાત સમજાતી નથી. ઘડીક આમ કહો અને ઘડીક આમ કહો ? સમાધાનઃ- બંનેને સંબંધ છે, દષ્ટિ અને જ્ઞાનની મૈત્રી છે. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યગુણ પર્યાયરૂપે છે. દ્રવ્યદષ્ટિ છે. અખંડ દ્રવ્યને ગ્રહણ કરે છે, જ્ઞાન બંનેનું હોય છે, તેથી મૈત્રી છે. દ્રવ્યસ્વભાવથી વસ્તુ અભેદ છે અને ભેદ અપેક્ષાએ ગુણના ભેદ, પર્યાયના ભેદ છે, એટલે વસ્તુ અભેદ-ભેદ બેય છે. તેથી દરેક જગ્યાએ જ્ઞાન અને દષ્ટિ બંનેની મૈત્રી હોય જ છે. જેમ જ્ઞાનનય અને ક્રિયાનય સાથે છે, તેમ દૃષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે. વસ્તુ અનાદિ-અનંત છે, તેમાં અનંત ગુણો નથી એમ નથી. વસ્તુ સ્વભાવથી અભેદ છે, છતાં તેમાં લક્ષણભેદે ગુણ નથી ? તેમાં પર્યાયો શું નથી ? બધી અપેક્ષાએ વસ્તુ કૂટસ્થ છે એમ નથી. તેમાં ગુણ-પર્યાયો નથી અને એક અખંડ દ્રવ્ય જ છે એમ નથી. એક અભેદ વસ્તુ અંદરમાં અનેકાન્તમય મૂર્તિ છે. તેથી બે અપેક્ષાઓ એક દ્રવ્યમાં હોય છે અને તેથી તેની સાધનામાં પણ બે અપેક્ષા પડે છે. વસ્તુસ્વરૂપ જ અનેકાન્તમય મૂર્તિ છે. ૫૧૪. પ્રશ્ન:- દેવ-શાસ્ત્ર-ગુરુનો અપેક્ષિત આનંદ તો આવે છે, પણ અંતરથી અતીન્દ્રિય આનંદ આવતો નથી. નિર્વિકલ્પદશામાં જેવો આનંદ આવે એવો આનંદ કેમ આવતો નથી ? તો કયાં અટકયા છીએ ? શું ખામી છે? સમાધાનઃ- પોતાના પુરુષાર્થની મંદતા છે. અંતરમાંથી અનુપમ આનંદ જે આવવો જોઈએ તે વિકલ્પથી છૂટીને નિર્વિકલ્પ થાય ત્યારે આવે છે. તે આનંદ કોઈ વિકલ્પ સહિત દશામાં આવતો નથી. આ જે વિકલ્પમાં આનંદ આવે છે, તથા જે દેવશાસ્ત્ર-ગુરુની મહિમા આવે છે, તે શુભભાવનો આનંદ છે. પણ જે વિકલ્પ છૂટીને આનંદ આવે તે નિર્વિકલ્પ અનુપમ આનંદ છે. વિકલ્પવાળી પર્યાયમાં તે આનંદ હોતો નથી. ચૈતન્યસ્વભાવ છે તેમાં પરિણમીને જે આનંદ આવે તે આનંદ કોઈ અનુપમ હોય છે. આનંદ નહિ પ્રગટ થવાનું કારણ પોતાના પુરુષાર્થની મંદતા છે. તેની પરિણતિ જે પર તરફ જાય છે તેને પોતે પાછી વાળતો નથી કારણ કે અનાદિનો અભ્યાસ છે, તેથી એમાં ને એમાં પરિણિત દોડી જાય છે. જે રોકાયો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #309 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] | [ ૨૯૭ છે તે પોતાની મંદતાને કારણે છે. સચિની એવી ઉગ્રતા કરીને જે પુરુષાર્થ પોતા તરફ વાળવો જોઈએ તે વાળતો નથી. જે પુરુષાર્થ બહારમાં કામ કરે છે તેને પોતે પલટો ખવરાવતો નથી. વિકલ્પમાં જે પુરુષાર્થ જાય છે તે પુરુષાર્થને પલટો ખવરાવીને, નિર્વિકલ્પતામાં પર્યાયને પોતે પલટાવતો નથી માટે તે આનંદ આવતો નથી. તે આનંદ અંદર ચૈતન્યમાં જાય તો જ તેમાંથી પ્રગટ થાય છે. વિકલ્પમાં ઊભાં ઊભાં તે આનંદ આવતો નથી. સાધકને સવિકલ્પદશામાં ભેદજ્ઞાનની ધારા હોય તેથી અંશે શાંતિ હોય છે. પણ નિર્વિકલ્પતાનો આનંદ નિર્વિકલ્પદશામાં જ હોય છે. સમ્યગ્દષ્ટિને ભેદજ્ઞાનની ધારા સહજ હોય છે. તેમાં અંશે શાંતિ-સમાધિ અને જ્ઞાયકની ધારા હોય છે, પણ અપૂર્વ આનંદ તો નિર્વિકલ્પદશામાં જ હોય છે. જિજ્ઞાસુને ભેદજ્ઞાનની સહજધારા નથી, હજી અભ્યાસ કરે છે, એકત્વબુદ્ધિ છે. તે એકત્વને તોડ અને ભેદજ્ઞાનનો પ્રયાસ કરે તો થાય, પણ એકત્વ તોડવાનો પુરુષાર્થ કરતો નથી. જેટલી વિભાવ સાથે તેને ક્ષણે ક્ષણે એકત્વબુદ્ધિ થઈ રહી છે, તેમાં જેટલો પ્રયત્ન છે તેવી જાતની ઉગ્રતા, પુરુષાર્થ-જ્ઞાયકધારા ક્ષણે ક્ષણે પ્રગટ થાય તેવો પુરુષાર્થ-નથી. વિકલ્પ સાથેની એકત્વબુદ્ધિ તીવ્ર છે, અને તે દિવસ ને રાત સદાય છે. જ્યારે જ્ઞાયકનો અભ્યાસ કોઈવાર કરે તો તેને જ્ઞાયકની પરિણતિ કયાંથી થાય? જ્ઞાયકની પરિણતિ પહેલાં સહજ થવી જોઈએ, તો વિકલ્પ તૂટીને આનંદ થાય. હું જ્ઞાયક છું એવો કોઈવાર અભ્યાસ કરે તે થોડીવાર કરે, પણ વિભાવનો અભ્યાસ તેને ચોવીસ કલાક ટકેલો છે. આત્માને પ્રાપ્ત કરવાનો તીવ્ર પુરુષાર્થ નથી કરતો એટલે નિર્વિકલ્પદશા થઈને જે આનંદ આવવો જોઈએ તે આવતો નથી. જીવનમાં વિકલ્પ સાથેનું એકત્વ વણાઈ ગયું છે અને ભેદજ્ઞાનનો અભ્યાસ માંડ માંડ કરે છે, એટલે આનંદ આવતો નથી. ભાવના રહે, ચિ રહે, મહિમા રહે પણ પુરુષાર્થની ધારા તે તરફ જાતી નથી એટલે થાતું નથી. પ૧૫. પ્રશ્ન- સ્વભાવ છે તે ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ છે. તેમાં કરવાપણું નથી, તો અમારી મતિ કયાં મૂંઝાઈ છે? તે સમજવા આવ્યો છું. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #310 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮] [સ્વાનુભૂતિદર્શન સમાધાન- કયાંક પોતે ને પોતે રોકાઈ જાય છે, કોઈ તેને રોકતું નથી. ઉત્પાદવ્યય-ધ્રુવને યથાર્થ સમજે અને વાસ્તવિક રીતે કર્તાબુદ્ધિ છોડીને જ્ઞાયક થઈ જાય તો કરવાપણું કાંઈ રહેતું નથી. હું પરપદાર્થનું કરી શકું, વિકલ્પનો હું કર્તા છું અથવા રાગનો હું કર્તા છું તે બધું વાસ્તવિક રીતે છૂટી જાય અને જ્ઞાયકની પરિણતિ થઈ જાય, તો કાંઈ કરવાનું રહેતું નથી. પોતે સહજ જ્ઞાતા થઈ જાય, સહજ જે ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ વસ્તુ છે તે રૂપે જ્ઞાન પરિણમી જાય એટલે કે પોતે જે ત્રિકાળી સ્વરૂપે છે તેમાં દષ્ટિ થંભાવીને જ્ઞાન કરે, લીનતા કરે તો કાંઈ કરવાનું રહેતું નથી ને પોતે જ્ઞાયક થઈ જાય, પણ જ્ઞાયક થતો જ નથી અને કર્તુત્વબુદ્ધિ ઊભી રહે છે કે હું કાંઈક કરું, કોઈ કહે, બહારનું કરું, આમ કરું, તેમ કરું પણ તે કર્તુત્વબુદ્ધિ કરે છે, બહારનું કાંઈ કરી શકતો નથી. ઉત્પાદ-વ્યય-ધ્રુવ સહજ સ્વભાવ છે તે રૂપે જ્ઞાન થઈ જાય તો કાંઈ કરવાનું રહેતું નથી. પોતે નિષ્કર્મ નિવૃત્તિરૂપે પરિણતિ કરવી. સ્વભાવરૂપે પરિણમી જવું, થતું નથી તે પોતાની રુચિની ખામી છે. પોતાને બહારની પ્રવૃત્તિ રુચે છે. નિવૃત્ત સ્વરૂપ આત્મા છે તેમાં જ શાંતિ અને આનંદ ભર્યા છે, પરંતુ તે જાતની પોતાની રુચિ નથી એટલે બહારનું કાંઈ કરું એવી તેની પરિણતિ થયા કરે છે. ૫૧૬. પ્રશ્ન- શું રુચિ જ નથી ? સમાધાનઃ- હું નિવૃત્ત સ્વરૂપ જ છું અને પર્યાયમાં નિવૃત્તરૂપ પરિણમી જઉં, તેવી અંતરમાં સચિની જો ઉગ્રતા હોય તો પુરુષાર્થ થયા વગર રહે જ નહિ. જેને કયાંય ચેન પડે નહિ, વિકલ્પભાવમાં એક ક્ષણમાત્ર ટકે નહિ, તો તે વિકલ્પ છૂટી જ જાય. પોતે વિકલ્પમાં અટકયો છે તે એમ બતાવે છે કે પુરુષાર્થની મંદતા છે, તેથી ત્યાં ટકી રહ્યો છે. પ૧૭. પ્રશ્ન- જે ટકી રહ્યો છે તેને રુચિની જાતમાં ખામી છે કે રુચિની માત્રામાં ખામી છે? સમાધાનઃ- પોતાનું પોતે સમજી લેવું, જાતમાં ખામી છે કે માત્રામાં તે પોતાનું હૃદય સમજી લે. હું ચૈતન્યસ્વરૂપ છું તે એક જ મારે જોઈએ છે, છતાં હું બહારમાં જાઉં છું તે મારી રુચિની જાતમાં ખામી છે. પૂજ્ય ગુરુદેવ ચોખ્ખો માર્ગ બતાવે અને સચિની જાતમાં ખામી રહે, તો પોતાની ખામી છે. પૂજ્ય ગુરુદેવે આવો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #311 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] ઉપદેશ આપ્યો અને જેણે યથાર્થ મુમુક્ષુ થઈને સાંભળ્યું હોય તેની રુચિમાં ખામી રહે તે કેમ બને? પણ પોતાને ચિની માત્રામાં, દઢતામાં, એમ અનેક પ્રકારે ખામી છે, તેથી બહારમાં ટકી રહે છે. પ૧૮. પ્રશ્ન:- આત્માની સન્મુખ થયો એમ કહેવાય, તો સન્મુખ થવું અને પ્રતીતિ થવી આ બેમાં શું ફેર છે? સમાધાન:- પ્રતીતિ એટલે યથાર્થ પ્રતીતિ. જે સહજ ભેદજ્ઞાનની ધારા પ્રગટી તેને પ્રતીતિ કહે છે. “સન્મુખ થયો' તેમાં અમુક જાતની રુચિ છે, તેને યથાર્થ પ્રતીતિ હજી નથી થઈ પણ આત્માની સન્મુખ થયો છે. સન્મુખ એટલે? કે આત્મા તરફ તેની પરિણતિ વળે છે કે, આ જ મારે જોઈએ છે, તે આત્માની નજીક આવી ગયો છે. મને વિભાવ ચતો નથી, સહજ જ્ઞાયકતા રચે છે એમ અંતરમાંથી જ્ઞાયક તરફ તેની વારંવાર ગતિ જાય છે. હજી યથાર્થ નથી થયું તે સન્મુખતા છે. જ્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે જ એને યથાર્થ પ્રતીતિ થાય છે. યથાર્થ વિશેષણ સમ્યગ્દર્શનમાં લાગુ પડે. ત્યાર પહેલાં તેની રુચિ અને જિજ્ઞાસા તે તરફની છે. જે કાર્ય આવે તો તે કારણરૂપે કહેવાય. પ૧૯. પ્રશ્ન:- સન્મુખતા એટલે તેને ખ્યાલમાં આવ્યું છે કે આ જ્ઞાયક અને તેની સન્મુખ છું? સમાધાન - તેને અમુક પ્રકારે ખ્યાલમાં આવ્યું છે. વાસ્તવિક તો જ્યારે યથાર્થ થાય ત્યારે ખ્યાલમાં આવ્યું કહેવાય. ત્યાર પહેલાનું છે તે બધું તેની યોગ્યતાવાળું કહેવાય. પછી તેમાં નજીક કેટલું અને દૂર કેટલું તે પોતે સમજી લેવાનું. પ૨૦. પ્રશ્ન:- રાગને જુદો પાડવો અને સ્વ તરફ વળવું તે બે કાર્ય છદ્મસ્થને એકીસાથે બની શકે ? સમાઘાન- ઉપયોગ રાગથી છૂટો પડી જાય અને પોતે સ્વ તરફ વળે તે બધું એકસાથે થઈ શકે છે. ઉપયોગ ઉપયોગમાં છે, રાગ રાગમાં છે.–બેય જુદા છે એમ ભેદજ્ઞાન એકસાથે થઈ શકે છે. આ મારામાં નથી અને આ હું છું તેમ બંને અસ્તિ-નાસ્તિ સાથે જ થાય છે. દ્રવ્યને વિકલ્પથી નહિ, પણ સ્વયં પોતાની પરિણતિથી ગ્રહણ કરે કે “આ હું છું, એટલે “આ હું નથી” તેમ સાથે આવી જાય છે. આ જુદું અને આ હું તેમ તેને ક્રમ નથી પડતો. અતિ અને નાસ્તિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #312 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates 300 ] [ સ્વાનુભૂતિદર્શન સાથે આવે છે. હું આ અસ્તિત્વસ્વરૂપ છું અને આની મારામાં નાસ્તિ છે એમ સાથે થાય છે. પોતે છે તેમાં બીજાની નાસ્તિ આવી જાય છે. જ્યાં પોતાને ગ્રહણ કર્યો ત્યાં વિભાવથી છૂટો પડી જ જાય છે. પ૨૧. પ્રશ્ન:- શું જ્ઞાન સાધન બને કે મંદ કષાય ? સમાધાનઃ- સાચું જ્ઞાન સાધનરૂપ બને છે, રાગ સાધન બનતો નથી. મંદ કષાય સાથે હોય પણ માર્ગ જાણ્યા વગર આગળ કેવી રીતે જવાય? ભાવનગર જવું હોય તો આ માર્ગે જવાય છે એમ સાચું જ્ઞાન કરે તો તે તરફ પ્રયત્ન કરે છે. આ હું જ્ઞાયક છું એમ તેને બરાબર નક્કી કરીને પોતે તે તરફ પ્રયત્ન કરે છે, તો રાગની તેને મહિમા છૂટી જાય છે, રાગથી તેને વિરક્તિ આવી જાય છે. તે સુખરૂપ નથી દુઃખરૂપ છે, જ્ઞાયક આત્મા જ અનુપમ છે, આ બધું અનુપમ નથી એવી પોતાની મહિમા આવે તો રાગની મહિમા છૂટી જાય; એટલે તેમાં જ્ઞાનવૈરાગ્ય બે સાથે આવી જાય છે. પોતાને જાણે અને વિભાવથી વિરક્તિ થાય તો પોતાને ગ્રહણ કરે છે. ૫૨૨. પ્રશ્ન:- જ્યાં સુધી સ્વમાં સ્વપણું ગ્રહણ ન થાય ત્યાં સુધી તો અધ્યાત્મ-શાસ્ત્રોનું મનન-રટણ રાખવું જોઈએ ને? સમાધાનઃ- જેમાં આત્માની વાતો હોય એવા અધ્યાત્મ-શાસ્ત્રનો અભ્યાસ કરવો ને રુચિ પોતા તરફ રાખવી. શાસ્ત્ર-અભ્યાસમાં પોતે સર્વસ્વ ન માને, કરવાનું કાંઈક બીજું અંતરમાં રહી જાય છે. અર્થાત્ શાસ્ત્રના અભ્યાસ પૂરતો આ માર્ગ નથી, માર્ગ અંતરમાં છે, એવી શ્રદ્ધા બરાબર રાખે. ન થાય ત્યાં સુધી અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કરે, પણ રુચિ અંતરમાં રાખે. કરવાનું અંત૨માં છે એવી શ્રદ્ધા બરાબર રાખે. ૫૨૩. પ્રશ્ન:- અજ્ઞાનીએ (જિજ્ઞાસુએ ) જ્ઞેયને જાણતી વખતે શૈય તે હું નહીં પણ હું જ્ઞાયક છું, હું જાણનાર છું એમ વારે ઘડીએ તે તરફ વલણ કરવું બરાબર છે? સમાધાન:- જ્ઞેય સાથે એકત્વબુદ્ધિ નહિ કરતાં, જ્ઞેય હું નથી પણ હું જ્ઞાયક છું, એમ વારંવાર જ્ઞાયકને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. જ્ઞાયક છું, જાણનાર છું તેમ આવે તે ઠીક છે, પણ અંતરમાંથી ઓળખીને હું જ્ઞાયક છું એવી જેની પરિણતિ પ્રગટ થાય તે યથાર્થ છે. ક્ષણે ક્ષણે જે જે શૈયો જણાય છે, અંદ૨માં જે વિભાવ પરિણતિ થઈ રહી છે અર્થાત્ વિભાવના જે જે ભાવો આવે છે તે કાળે Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #313 -------------------------------------------------------------------------- ________________ [૩૦૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] હું જ્ઞાયક છું તેમ પરિણતિ અંદરમાંથી જો થાય તો તે બરાબર છે. તે ન થાય ત્યાં સુધી હું જ્ઞાયક છું એમ ભાવના-જિજ્ઞાસા કરે અને તેવા વિચારો કરે તે ઠીક છે. એકત્વબુદ્ધિ તોડવાની છે કે શેયરૂપે હું નથી, પણ હું જ્ઞાયક છું. જાણવાના કાળમાં હું કાંઈ યરૂપે થતો નથી પણ હું જ્ઞાયક તો જ્ઞાયક જ છું. છતાં તેને ઓળખતો નથી ત્યાં સુધી પરિણતિ પ્રગટ થતી નથી. પર૪. પ્રશ્ન- છદ્મસ્થ જ્ઞાની પરને જાણે અને અજ્ઞાની પણ જાણે, તો બંનેની જાણવાની રીત સરખી છે ? સમાધાન:- અજ્ઞાની પરને જાણતી વખતે પરની સાથે એકત્વબુદ્ધિ કરે છે કે શેય તે હું છું પણ હું જ્ઞાન છું તેમ જુદો પડતો નથી. જે જણાઈ રહ્યું છે તે શેય છે અને જાણે છે તે જ્ઞાન છે એમ બન્નેને જુદા પાડતો નથી. આ હું જાણનારો જ્ઞાયક અને આ શેય તેમ અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી અને છમસ્થ જ્ઞાનીને જ્ઞાયકધારા વર્તે છે, કે હું સ્વયં જ્ઞાયક છું, શેય જણાય માટે હું જાણનારો તેમ નહિ અર્થાત આ જ્ઞયો જણાય માટે હું જ્ઞાયક છું એમ નહિ, પણ હું સ્વત:સિદ્ધ જ્ઞાયક છે. તેની દષ્ટિ સ્વરૂપ તરફ ચાલી ગઈ છે, જે જે શેયો જણાય તે હું નહિ, હું તો જ્ઞાયક છે. શેયરૂપે હું નથી, હું જ્ઞાયક છું. જ્ઞય જણાય તો પણ હું જ્ઞાયક છું. આમ તેનું જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે, તેથી જ્ઞાની પોતાને જાણે ને પરને જાણે. પોતે પોતાના અસ્તિત્વપૂર્વક–પોતાની જ્ઞાયકની ધારાપૂર્વક-બીજું જાણે તો પણ હું શય નથી, હું તો જ્ઞાયક છું એમ જાણે છે. તેની દિશા આખી જુદી થઈ ગઈ છે. અજ્ઞાનીની દિશા જુદી અને જ્ઞાનીની દિશા જુદી છે. અજ્ઞાનીની દષ્ટિ બાહ્ય છે, બાહ્ય દૃષ્ટિથી બધું જુએ છે. જ્ઞાનીની દૃષ્ટિ અંતરમાં ગઈ છે, તેથી સ્વના જ્ઞાનપૂર્વક પરને જાણે છે. ભેદજ્ઞાનની ધારાપૂર્વક એટલે કે જ્ઞાતાની-જ્ઞાયકતાની પ્રગટ પરિણતિપૂર્વક તે બીજાને જાણે છે, તેથી તેની દિશા આખી જુદી છે, જોવાની દિશા આખી બદલાઈ ગઈ છે. પ૨૫. પ્રશ્ન- આત્મસિદ્ધિમાં આવે છે કે જાણનારને જાણ નહિ કહીએ કેવું જ્ઞાન” તો તે અજ્ઞાન કહેવાય ? સમાધાનઃ- જાણનારને જાણતો નથી તે તારું જ્ઞાન કેવી જાતનું છે? તે તારી અજ્ઞાનતા છે. જે જાણનારો છે તેને હું જાણતો નથી અને બીજાને તું જાણે છે તે અજ્ઞાનતા છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #314 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૦૨ ] [ સ્વાનુભૂતિદર્શન 66 માન; ‘ઘટપટ આદિ જાણ તું, તેથી તેને જાણનારને માન નહિ, કહીએ કેવું જ્ઞાન ?” ઘટ-પટ જણાય તેને માને કે આ ઘડો છે, આ વસ્ત્ર છે. બધું બહા૨નું જણાય તેની ‘હા’ પાડે છે. આ વસ્તુ છે? તો કહે, હા તે છે; પણ તે જાણ્યું કોણે ? જાણનારો કોણ છે? તે કોના અસ્તિત્વમાં જણાય છે? ઘડો પોતાને જાણતો નથી, તેને તું જાણે છે છતાં તે જાણનારો કોણ છે તેને ઓળખતો નથી, તો તારું જ્ઞાન કઈ જાતનું? તે તારી અજ્ઞાનતા છે. તું પોતે આત્મા જાણનારો છો, તેને ઓળખ. તારા અસ્તિત્વને તું ઓળખ. ચૈતન્યના અસ્તિત્વમાં જણાય છે, તે જાણનારો આત્મા છે. ૫૨૬. પ્રશ્ન:- પર્યાય દ્રવ્યમાંથી આવે છે એ તો વ્યવહાર થઈ ગયો ? સમાધાનઃ- ભલે વ્યવહાર કહેવાય; પણ દ્રવ્યમાંથી પર્યાય આવે છે. અનંત મહિમાનો, અનંત શક્તિનો ભંડાર જે દ્રવ્ય છે તેમાંથી પર્યાય પરિણમીને આવે છે. પર્યાય બહારથી આવતી નથી. અનંત ગુણનો ભંડાર જે આત્મા છે તે દ્રવ્ય પરિણમીને પર્યાય આવે છે. પર્યાય ક્ષણે ક્ષણે પરિણમે છે. તે પર્યાય અનંતકાળથી થાય છે તો પણ દ્રવ્યની શક્તિ ઓછી થતી નથી અને લોકાલોકપ્રકાશક જ્ઞાન પ્રગટ થાય તે અનંતકાળ સુધી પરિણમ્યા કરે તો પણ દ્રવ્યમાં કાંઈ ખૂટતું નથી. આવી અનંત શક્તિનો ભંડા૨ આત્મા છે. દ્રવ્ય પરિણમીને પર્યાય આવે છે, પર્યાય અધ્ધરથી આવતી નથી. જો તે અદ્ધરથી આવે તો પર્યાય જ દ્રવ્ય થઈ જાય. પણ પર્યાય દ્રવ્યના આશ્રયે આવે છે. પર્યાયમાં તો અમુક સામર્થ્ય છે અને દ્રવ્યમાં તો અનંત સામર્થ્ય છે. દ્રવ્યના આશ્રયે પર્યાય આવે છે તે વ્યવહાર છે, પણ તે પર્યાય દ્રવ્યની છે અને દ્રવ્યના આશ્રયે થાય છે. ૫૨૭. પ્રશ્ન:- દ્રવ્ય સત્, ગુણ સત, પર્યાય સત્ અને સત્ અહેતુક છે એમ આવે છે ને ? સમાધાનઃ- તે દ્રવ્યની સ્વતંત્રતા બતાવે છે કે દ્રવ્ય-ગુણ-પર્યાય બધાં સ્વતંત્ર અને સ્વતઃસિદ્ધ છે. પણ તેથી પર્યાયને દ્રવ્યનો આશ્રય નથી તેવો અર્થ નથી, પર્યાય તે દ્રવ્યના આશ્રયે થાય છે. પર્યાય પણ એક સ્વતઃસિદ્ધ છે, ગુણ પણ સ્વતઃ- સિદ્ધ છે ને, દ્રવ્ય પણ સ્વતઃસિદ્ધ છે, તો પણ પર્યાય એવી સ્વતંત્ર નથી કે જેવું દ્રવ્ય સ્વતંત્ર છે. જેવું દ્રવ્ય સ્વતંત્ર છે એવી પર્યાય સ્વતંત્ર હોય તો પર્યાય પણ એક બીજું સ્વતંત્ર દ્રવ્ય થઈ જાય. માટે પર્યાય દ્રવ્યના આશ્રયે છે. ૫૨૮. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #315 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [303 પ્રશ્નઃ- મુનિરાજ અહીં હોય ત્યારે કે, સાતમે ગુણસ્થાને ઝૂલતા હોય, દેહ છૂટીને સ્વર્ગમાં જાય એટલે ચોથે ગુણસ્થાને આવી જાય તો તેમની પરિણતિમાં ફેર પડતો હશે ? એક વખત પરિણતિ આટલી ગાઢી થયા પછી ફેર કેવી રીતે પડતો હશે ? સમાધાનઃ- સ્વર્ગમાં જાય અને ચોથે આવે ત્યારે જે સ્વાનુભૂતિની દશા અંતર્મુહૂર્તે પરિણમતી હતી તેમાં ફેર પડી જાય છે. ચોથે ગુણસ્થાને હોવાથી દશા ઊભી છે પણ સ્વાનુભૂતિની પરિણતિ જે ક્ષણે ક્ષણે થતી હતી તેમાં ફેર પડી જાય છે– ચારિત્રની લીનતામાં ફેર પડી જાય છે. સમ્યગ્દર્શનમાં ફેર નથી પડતો-દ્રવ્યદૃષ્ટિ જે જોરદાર છે તેમાં ફેર પડતો નથી; પણ પરિણતિ વારંવાર સ્વરૂપ તરફ જતી હતી તે અંદર નહિ જતાં બહાર રોકાવા માંડી એટલે પૂર્વે (મુનિપણામાં ) ગાઢી પરિણિત થવા છતાં ફેર પડી જાય છે. પ૨૯. પ્રશ્ન:- પુરુષાર્થ અને સંસ્કારને કાંઈ સંબંધ છે? સમાધાનઃ- વ્યવહારે સંબંધ કહેવાય, પૂર્વના સંસ્કાર લઈને આવ્યો છે તેથી પુરુષાર્થ જલદી ઊપડે છે તેમ વ્યવહારથી કહેવાય. બાકી તો વર્તમાન પુરુષાર્થ કરે તો થાય. ઘણાંને સંસ્કાર હોય પણ પુરુષાર્થ તો વર્તમાન જ કરવાનો છે. પુરુષાર્થ કરે ત્યારે સંસ્કારને કારણ કહેવાય છે. પૂર્વે જે કાંઈ સંસ્કાર નાખ્યા હોય, તેની યોગ્યતા અંદર પડી હોય, પછી પોતે વર્તમાન પુરુષાર્થ કરે તો સંસ્કાર તેને કારણ થાય. પુરુષાર્થ ન કરે તો સંસ્કાર કારણ થતા નથી. વર્તમાન પુરુષાર્થ તો નવો જ કરવાનો ૨હે છે. ૫૩૦. પ્રશ્ન:- જો પુરુષાર્થથી પ્રાપ્ત થતું હોય તો સંસ્કાર પાડવાથી લાભ શો ? સમાધાનઃ- સંસ્કાર તેને પુરુષાર્થ ઉપાડવાનું કારણ બને છે, એ લાભ છે. સંસ્કારને કારણ કયારે કહેવાય? કે કાર્ય આવે તો કારણ કહેવાય. યથાર્થ રીતે કારણ જો અંદર હોય તો કાર્ય આવે. પુરુષાર્થ સ્વતંત્ર છે અને સંસ્કાર પણ સ્વતંત્ર છે. પુરુષાર્થ કરે તો સંસ્કારને કારણ કહેવાય છે. માટે સંસ્કાર નાખ તેમ કહેવાય. તે સંસ્કાર કાંઈ પુરુષાર્થ ઉપાડી દેતું નથી, પોતે પુરુષાર્થ કરે તો તેને કારણ કહેવાય છે. ૫૩૧. પ્રશ્નઃ- એમ કહેવામાં આવે છે કે જો ઊંડા સંસ્કાર નાખ્યા હશે, તો આ ભવમાં કાર્ય ન થાય તો બીજા ભવમાં કાર્ય થયા વગર રહેશે નહિ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #316 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૦૪ ] [ સ્વાનુભૂતિદર્શન સમાધાનઃ- યથાર્થ કારણ હોય તો કાર્ય આવે જ છે. જો તારું કારણ યથાર્થ હશે તો ભવિષ્યમાં તે તારો પુરુષાર્થ ઉપાડશે. પુરુષાર્થ ઉપાડનારને એમ ભાવના રહેવી જોઈએ કે હું પુરુષાર્થ ઉપાડું. તેને એવી ભાવના ન રહેવી જોઈએ કે સંસ્કાર હશે તો તેની મેળે પુરુષાર્થ ઊપડશે. પુરુષાર્થ ઉપાડનારને તો એવી જ ભાવના રહેવી જોઈએ કે હું પુરુષાર્થ ઉપાડું. જો સંસ્કાર યથાર્થ નાખ્યા હોય તો તેને પુરુષાર્થ ઊપડે જ, તેવો એક સંબંધ છે. છતાં પોતાને ભાવના તો એવી રહેવી જોઈએ કે હું પ્રયત્ન કરું, હું આમ કરું. પ૩૨. પ્રશ્ન:- આત્માના અનુભવ સુધી ન પહોંચી શકે તો ઊંડા સંસ્કાર તો લઈને જાજે. ત્યારે સંસ્કાર અને પુરુષાર્થ એક જાત હોય તેવું લાગે છે? સમાધાનઃ- એક જાત નથી. પ્રયત્નમાં તેને બહુ મૂંઝવણ થતી હોય, પ્રયત્ન થઈ શકતો ન હોય અને ખેદ થતો હોય તેને કહે કે આવા સંસ્કાર લઈને જાજે. જો થઈ શકે તો પહેલાં તો તું ઠેઠ સુધી પહોંચી જા, પ્રયત્ન ઊપડતો હોય તો તું ઠેઠ સુધી પહોંચી જા; પણ પ્રયત્ન ન થઈ શકતો હોય તો તું સંસ્કાર નાખજે. સંસ્કારમાં પુરુષાર્થનું બધું કાર્ય આવી જતું નથી. આવે છે ને ? કે “ કરી જો શકે પ્રતિક્રમણ આદિ, ધ્યાનમય કરજે અહો !” કરી શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ તું કરજે પણ તે ન બની શકે તો શ્રદ્ધા તો યથાર્થ કરજે. તારાથી બની શકે તો ધ્યાન-ઠેઠ મુનિદશા અને કેવળજ્ઞાનપ્રગટાવજે. પણ તે ન બની શકે તો શ્રદ્ધા યથાર્થ કરજે, સમ્યગ્દર્શન કરજે અને જો સમ્યગ્દર્શન સુધી પણ ન પહોંચી શકાય તો તેની રુચિ અને ભાવનાના સંસ્કાર નાખજે. ધ્યેય તો, પોતાનો પ્રયત્ન ઊપડે તો, પૂરેપૂરું કરવાનું હોવું જોઈએ. મુનિરાજ પદ્મપ્રભમલ્લધારીદેવ કહે છે કે, બની શકે તો પૂરું જ કરજે, પણ ન બની શકે અને તને મૂંઝવણ થતી હોય તો શ્રદ્ધા તો કરજે. છેવટે તું રુચિનાં બીજ એવાં રોપજે કે જે તને કારણરૂપ નીવડે. પુરુષાર્થ ન ઊપડે તો એકલી રુચિમાં બધું આવી જતું નથી, છતાં જો તારી તેવી ઊડી ભાવના હશે તો ભવિષ્ય અંદરથી ભાવના ઊપડશે, જે તને પુરુષાર્થ ઊપડવાનું કારણ બનશે. ત્યાં પણ તને એમ થવું જોઈએ કે હું પુરુષાર્થ કરું. અત્યારે ન થતું હોય તો અભ્યાસ કરજે, તેની દઢતા કરજે, વારંવાર તેનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #317 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [ ૩૦પ ઘોલન કરજે. હું જ્ઞાયક છું, હું આ નથી, આ વિભાવ મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ જુદો છે તેમ વારંવાર તેને દઢ કરજે. તે દઢતા હશે તો ભવિષ્ય સ્લરી આવશે અને પુરુષાર્થ થવાનું કારણ થશે. પ૩૩. પ્રશ્ન- પ્રવચનસારમાં ક્યાં પાછળ નયોનું વર્ણન કર્યું છે ત્યાં આવે છે કે “ સ્વભાવ સંસ્કારને નિરર્થક કરનારું છે” તો ત્યાં શું કહેવું છે? સમાધાનઃ- તે અપેક્ષા પાછી જુદી છે. દ્રવ્ય અપેક્ષાએ સ્વભાવ સંસ્કારને નિરર્થક કરનારો છે ને પર્યાય અપેક્ષાએ સંસ્કાર સાર્થક છે. સંસ્કાર કંઈ જ નથી તેમ નથી. નિગોદમાંથી નીકળીને તરત મમોલા થાય છે અને મનુષ્ય થઈને તરત કેવળજ્ઞાન પામે છે. એમાં સંસ્કાર કયાં હતા? તારો જ્ઞાયક સ્વભાવ જ તારા સંસ્કારનું કારણ છે. તારો સ્વભાવ જ જ્ઞાયકરૂપે રહેવાનો છે, તું જ્ઞાનસ્વભાવી છો. તે તારો જ્ઞાનસ્વભાવ જ તારી પરિણતિને જ્ઞાયક તરફ લઈ જશે. તારો સ્વભાવ જ સંસ્કારરૂપ છે. તું ચેતનાથી ભરેલો છો, જડ તારો સ્વભાવ નથી. ચૈતન્ય પરિણતિને ચેતનદ્રવ્ય છે તેની તરફ ખેંચજે, તે તારો સ્વભાવ જ છે. દ્રવ્ય જ પર્યાયને પ્રગટ થવાનું કારણ છે. દ્રવ્ય ઉપર યથાર્થ દષ્ટિ ગઈ તો તે પર્યાય યથાર્થ સમ્યકરૂપે પરિણમી જશે. તારો સ્વભાવ જ સમ્યકરૂપ છે. યથાર્થ જ્ઞાનનું કારણ સ્વભાવ જ છે. સીધી રીતે દ્રવ્ય જ તેનું કારણ થાય છે. સંસ્કાર એક પરિણતિ છે, પરિણતિ કારણ થાય તે વ્યવહાર છે, યથાર્થ તો દ્રવ્ય જ જ્ઞાનનું કારણ છે. નિશ્ચયથી તારો મૂળ સ્વભાવ જ્ઞાયક જ છે. તે સ્વભાવ જ તેનું કારણ થાય છે. નિગોદમાંથી નીકળીને ઠેઠ કેવળજ્ઞાન પામે છે તે સ્વભાવના આશ્રયથી જ પામે છે. સ્વભાવથી હું ચૈતન્ય છું, આ વિભાવ હું નથી તેમ સ્વભાવ ઉપર દષ્ટિ ગઈ ત્યાં પરિણતિ પલટાઈ જાય છે. ત્યાં તેને સંસ્કાર પહેલેથી દઢ કરવા પડ્યા નહિ કે હું જ્ઞાયક છું, તેવો અભ્યાસ કરવો પડ્યો નહિ. બધો અભ્યાસ એકસાથે જ થઈ ગયો. હું જ્ઞાયક જ છું એવી દઢતા એકદમ જલદી આવી ગઈ અને અંતર્મુહૂર્તમાં બધું થઈ ગયું. મંદ પુરુષાર્થને લઈને વાર લાગી જાય એટલે વારંવાર અભ્યાસ કરવો પડે કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું. પરિણતિ સહજરૂપે દઢ થાય નહિ અને ઝાઝો કાળ અભ્યાસ વારંવાર કરવો પડે તેને સંસ્કાર કહેવાય. નિગોદના જીવે તરત જ એકદમ પુરુષાર્થ કર્યો તો એકદમ થયું, તેને વચ્ચે સંસ્કાર લાવવાની જરૂર ન પડી. અભ્યાસ કરવાનું રહ્યું નહિ. જેનો પુરુષાર્થ તીવ્ર ઊપડ્યો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #318 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૦૬ ] [ સ્વાનુભૂતિદર્શન તેને વચ્ચે સંસ્કારની જરૂર હોતી નથી. પરિણતિમાં સંસ્કાર કરવાનો વચ્ચે કાળ જ રહેતો નથી. દ્રવ્ય જ તેનું કારણ થાય છે. મૂળ જ્ઞાયક સ્વભાવ તે જ કારણરૂપ થાય છે. ૫૩૪. પ્રશ્ન:- સમ્યગ્દર્શન જલદી થાય એવો કોઈ રસ્તો બતાવોને? જેથી અમારું કામ થઈ જાય? સમાધાનઃ- પોતે જલદી પુરુષાર્થ કરે તો જલદી કામ થઈ જાય, ધીરે ધીરે અભ્યાસ કરે તો વાર લાગે. હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ ધીરે ધીરે અભ્યાસ કરવાં કરતાં ‘હું જ્ઞાયક જ છું' એમ એકદમ દઢતાથી-જોરથી પોતે વિભાવથી છૂટો પડી જાય તો જલદી કામ થાય. જલદી કરે તો વચ્ચે સંસ્કાર આવતા નથી, પુરુષાર્થ ધીરે ધીરે કરે તો વચ્ચે સંસ્કાર આવે છે. મંદ અભ્યાસ કરે તો વચ્ચે સંસ્કાર આવે છે અને જો દ્રવ્ય ઉપર દૃષ્ટિ ગઈ તો કાર્ય જલદી થઈ જાય છે. પ્રવચનસારમાં આવે છે ને? કે અમે કમર કસીને તૈયાર થયા છીએ, તેમ પોતે તૈયા૨ થઈ અંત૨માં જાય તો એકદમ થઈ જાય છે. ૫૩૫. પ્રશ્ન:- પૂર્ણતા પ્રગટ કર, તે ન થાય તો શ્રદ્ધા કર, અને શ્રદ્ધા ન કરી શકે તો ઊંડા સંસ્કાર પાડીને જા એ વાત બરાબર છે? સમાધાનઃ- ઉપદેશની એવી શૈલી હોય કે કોઈ સાંભળવા આવે તો પહેલાં મુનિપણાનો ઉપદેશ આપે. મુનિ ન થઈ શકે તો પછી શ્રાવકનો ઉપદેશ આપે. અર્થાત્ જો શક્તિ ન હોય તો સમ્યગ્દર્શનપૂર્વક શ્રાવકનો ઉપદેશ આપે. આ પંચમકાળ છે. સમ્યગ્દર્શન સુધી પરિણતિ પ્રગટ કરવાનો પુરુષાર્થ ન હોય તો તેને રુચિના સંસ્કાર પાડ તેમ કહેવાય છે. જે શુભભાવમાં, ક્રિયામાં, બાહ્ય તપમાં ધર્મ માને તેની શ્રદ્ધા ખોટી છે એટલું જ નહિ તેનું બધું જ ખોટું છે. તેણે ધર્મ બીજી રીતે માની લીધો છે. તેમ જ કોઈક કરી દેશે એવી ભ્રમણા હોય છે. પૂજ્ય ગુરુદેવના પ્રતાપે અને તેમના ઉપદેશથી આ બધી ભ્રમણા દૂર થઈ છે. પૂજ્ય ગુરુદેવે કહ્યું કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. તું પુરુષાર્થ કર તો થશે. શુભભાવ આવે, દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ આવે, પણ કરવાનું અંતરમાં તારે છે. ૫૩૬. પ્રશ્ન:- જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર મૈત્રીનું સ્વરૂપ શું છે? સમાધાનઃ- હું જ્ઞાયક છું એમ અંતરમાંથી પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને અંદરમાંથી Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #319 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] પોતે રાગથી નિવર્તે અને પોતે પોતામાં લીનતા કરે અર્થાત્ હું જ્ઞાયક છું તેમ જ્ઞાયકરૂપે પરિણમન કરે તો જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી છે. આ બધું ઉદયાધીન છે, હું જ્ઞાયક માત્ર છું, આ બધો વિભાવભાવ છે તેમ માત્ર બોલ્યા કરે અને અંતરમાંથી ભેદજ્ઞાન ન કરે તો તેને જ્ઞાયકરૂપે પરિણતિ ન થાય, પણ તે બોલવારૂપ થાય. શુભ પરિણતિ કરી તેમાં સંતુષ્ટ થાય તો પણ તે ક્રિયામાં રોકાઈ જાય છે. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને તેમ જ હું જ્ઞાયક છું તેમ જાણીને, રાગથી જુદો પડે અને જ્ઞાયકની જ્ઞાયકરૂપ પરિણતિ કરે તો જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી છે, એટલે કે તેણે અનેકાન્તપણે આત્માને યથાર્થ ગ્રહણ કર્યો છે. હું ચૈતન્ય દ્રવ્ય અખંડ શાશ્વત છું, એમ જાણીને જેવો જ્ઞાયક છે તેવી પરિણતિ પ્રગટ કરે છે. અર્થાત્ પર્યાયમાં પણ રાગથી નિવર્તે છે અને પોતાની જ્ઞાયકરૂપ પરિણતિ પ્રગટ કરે છે, તો તેને ખરેખર ભેદજ્ઞાન અને શાયકની પરિણતિ પ્રગટ થઈ છે. માત્ર એકલી ક્રિયામાં સંતોષાઈ જાય અને બોલવામાં જ્ઞાયક છે. જ્ઞાયક છું એમ કર્યા કરે તથા આ બધું ઉદયાધીન છે એમ માની અંતરમાંથી રાગથી નિવર્તન કરતો નથી ને ભેદજ્ઞાનની પરિણતિ પ્રગટ કરતો નથી, તો તેને જ્ઞાનનય અને ક્રિયાયની મૈત્રી નથી. પ૩૭. પ્રશ્ન- જ્ઞાયકની મૈત્રી પ્રગટ કરે તેને જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી હોય ? સમાધાન - જ્ઞાયકની પરિણતિ પ્રગટ કરે તો જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી થાય. જ્ઞાયકની પરિણતિ જો પ્રગટ નથી થઈ તો તેને મૈત્રી નથી. વિકલ્પથી નક્કી કરે કે આ જ્ઞાનક્રિયા, પણ અંદર જ્ઞાનપરિણતિ નથી તો તેને જ્ઞાનનય અને ક્રિયાયની મૈત્રી નથી તે કાં કોઈ ક્રિયામાં રોકાઈ જાય છે, કાં કોઈ શુષ્ક જ્ઞાનમાં રોકાઈ જાય છે. કોઈ મુમુક્ષુ આત્માર્થી હોય તે એમ માને કે મારાથી કાર્ય થતું નથી, પણ એક આ જ્ઞાયકની પરિણતિ જ પ્રગટ કરવા યોગ્ય છે. દ્રવ્ય વસ્તુસ્વભાવે જુદું છે તે જુદું પાડવાથી શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. આમ વિકલ્પ અવસ્થામાં ભલે તે જ્ઞાન કરે, પણ જ્ઞાન-ક્રિયાની મૈત્રી તો અંદરમાં જ્ઞાયકદશા પ્રગટ થાય તો જ થાય છે. પહેલાં ભાવનામાં સમજે કે કરવાનું તો આ જ છે. બાકી જે નથી સમજતો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #320 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩O૮] [ સ્વાનુભૂતિદર્શન તે એકાંતમાં તણાઈ જાય છે, અને માત્ર બોલ્યા કરે છે કે હું જ્ઞાયક છું તથા શુભભાવ કરે તો મેં ઘણું કર્યું તેમ માને છે. યથાર્થ આત્માર્થી હોય, જેને આત્માનું પ્રયોજન છે તે આ રીતે બરાબર સમજે છે કે આ દ્રવ્ય વસ્તુસ્વભાવે જુદું છે, રાગ તેનો સ્વભાવ નથી તેમ જ જ્ઞાયકરૂપ હું કેમ પરિણમું? તેવી જાતની તેને ભાવના રહે છે. અને એવો નિર્ણય હોય છે કે કરવાનું તો આ જ છે. પ૩૮. પ્રશ્ન:- સુપ્રભાતથી (સમ્યગ્દર્શનથી ) માંડીને કેવળજ્ઞાન સુધીની બધી પર્યાયમાં સ્વયંભૂ ” પણું લીધું તો બીજાનું અવલંબન થોડું-ઘણું હશે કે કેમ ? સમાધાનઃ- બીજા કોઈનું અવલંબન નહિ. એક “સ્વયંભૂ” આત્માનું જ આલંબન છે. સ્વયંભૂ આત્મા પોતાથી સ્વતઃ સિદ્ધ છે, અને સાધકને સ્વયંભૂ આત્મા સિવાય કોઈનું અવલંબન નથી. પ૩૯. પ્રશ્ન- દેવ-શાસ્ત્ર-ગુરુનું આલંબન થોડું ટેકારૂપે હોય ? સમાઘાન- ચૈતન્ય દ્રવ્યનું જ આલંબન છે. શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુનું આલંબન કહેવાય છે. દેવ-શાસ્ત્ર-ગુરુ મારી સાથે રહેજો. કારણ કે મારી અધૂરાશ છે, માટે મને શુભભાવ આવે છે તો તમે મારી સાથે રહેજો, મને તમારો આદર છે. ભક્તિમાં આવે છે કે, જેમ મને મારા સ્વભાવનો આદર છે, તેમ તમારો મને આદર છે, માટે તમે સાથે રહેજો. હું જ્યાં આગળ જાઉં ત્યાં મને સાથીદાર તરીકે સહાયમાં દેવ-શાસ્ત્ર-ગુરુ સાથે રહેજો. એવી ભાવના ભાવે છે. બાકી આલંબન તો દ્રવ્યનું છે અને કામ પોતાને કરવાનું છે. પણ દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે પૂરી ભક્તિ આવે છે. તમે મારી સાથે રહેજો એમ ભાવનામાં આવે, પણ તેને ભાવનામાં એમ નથી થતું કે આ બધું બહારનું છે અને કરવાનું તો તેને અંતરમાં છે ને? તેવા ભાવ નથી આવતા. શુભ ભાવમાં ઊભો છે, હુજી વીતરાગ નથી થયો તેથી મારી સાધનામાં તમે મારી સાથે રહેજો. પૂજ્ય ગુરુદેવ મને સહાયરૂપ છે, મને ઉપદેશ આપે એવી ભાવના હોય. પૂજ્ય ગુરુદેવના પ્રતાપે જ હું આગળ ગયો, પૂજ્ય ગુરુદેવે જ બધું આપ્યું છે એમ દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભક્તિભાવ આવ્યા વગર રહેતો નથી. પુરુષાર્થ પોતે કરે, પણ ઉપકાર દેવ-શાસ્ત્ર-ગુરુનો આવ્યા વગર રહેતો નથી. કેમકે અનાદિકાળથી અજાણ્યો માર્ગ ગુરુદેવે બતાવ્યો છે ને? દ્રવ્ય અનાદિ-અનંત શુદ્ધ હોવા છતાં પરિણતિ પલટાવવામાં જે પુરુષાર્થ થાય છે તેમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #321 -------------------------------------------------------------------------- ________________ [૩૦૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] દેવ-શાસ્ત્ર-ગુરુ નિમિત્તરૂપે હાજર હોય છે. અનાદિન નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એવો છે કે અનાદિથી જે પોતે સમજ્યો નથી તે પહેલીવાર સમજે ત્યારે દેશનાલબ્ધિ હોય છે અને તેમાં દેવ કે ગુરુનું પ્રત્યક્ષ નિમિત્તપણું હોય છે. કાર્ય પોતાથી જ થાય છે, પણ નિમિત્ત-ઉપાદાનનો સંબંધ હોય છે. અનાદિ મિથ્યાદષ્ટિને પહેલાં દેશનાલબ્ધિ થાય છે અને તે કાળે દેવ કે જ્ઞાની ગુરુ પ્રત્યક્ષ નિમિત્ત હોય છે. માટે પ્રત્યક્ષનો ઉપકાર કહેવામાં આવે છે. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ” તે વાત શ્રીમદ્જીએ લીધી છે. પ્રત્યક્ષનો ઉપકાર છે. અનાદિથી પોતે ચૈતન્યદ્રવ્ય શુદ્ધ હોવા છતાં, જ્યારે તેની પર્યાય પલટવાનો પુરુષાર્થ હોય ત્યારે દેવ-ગુરુ નિમિત્ત હોય છે. એવો નિમિત્તઉપાદાનનો સંબંધ હોય છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર હોવા છતાં આવો નિમિત્તઉપાદાનનો સંબંધ હોય છે. આ રીતે પર્યાયમાં નિમિત્ત-નૈમિત્તિકનો કેવો સંબંધ છે તે જ્ઞાનમાં રાખીને, દષ્ટિ તેના દ્રવ્ય ઉપર હોય છે. જેમ જ્ઞાનનય અને ક્રિયાયની મૈત્રી છે તેમ દષ્ટિ અને જ્ઞાન મૈત્રીથી કામ કરે છે. ૫૪૦. પ્રશ્ન- મુનિરાજ અહીંથી દેવગતિમાં જાય તો ત્યાં પરિણતિની ગાઢપતામાં શું ફેર પડી જાય? સમાધાન - ગાઢપતામાં ફેર પડી જાય. ગુણસ્થાન પલટાઈ ગયું, મુનિદશા છૂટી ગઈ. દેવગતિની સાથે એવો સંબંધ છે કે મુનિદશા રહે નહીં. આ તો ક્ષયોપશમ ચારિત્રદશા હતી, પુરુષાર્થની ધારા ક્ષયોપશમ હતી એટલે પલટાઈ ગયું છે. પણ મુનિરાજે અંદર શુદ્ધોપયોગરૂપ મુનિદશા પ્રગટ કરી હતી તે દશા નિષ્ફળ જતી નથી. બીજા મનુષ્યભવમાં પુરુષાર્થ કરે એટલે પરિણતિ સહજ પ્રગટ થઈ જાય છે. અહીં જે ગાઢપતા કરીને ચારિત્રદશા પાળી છે તે દેવલોકનો ભવ પૂરો થતાં બીજા ભવમાં પુરુષાર્થ કરે એટલે પાછી તે દશા આવી જાય છે. દેવલોકનો તો પ્રકાર જ એવો છે કે ત્યાં મુનિપણું લઈ શકાતું જ નથી, મુનિદશા આવતી જ નથી. શુભભાવથી જે પુણ્ય બંધાયું તેના કારણે દેવલોકનો ભવ વચ્ચે આવી જાય છે. મુનિદશામાં કેવળજ્ઞાન ન થયું અને વચ્ચે શુભભાવના કારણે દેવલોકનું આયુષ્ય બંધાયું તેથી ત્યાં રોકાવાનું બની જાય છે. અહીં એકદમ પુરુષાર્થની જે ધારા ચાલતી હતી તેમાં વચ્ચે શુભભાવને લઈને સાધકદશાનો, વિસામાનો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #322 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૩૧૦ ] પ્રકાર આવે છે. પછી મનુષ્યભવ પામીને, આગળ જાય છે. ૫૪૧. પ્રશ્નઃ- સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી કેવી હૂંફ લાગતી હશે ? સમાધાનઃ- હૂંફ લાગે, કેમ કે પોતાને જે જોઈતું હતું તે મળી ગયું. દ્રવ્ય અનાદિનું હોવા છતાં તે એકત્વબુદ્ધિમાં ફરતો હતો, કયાંય તેને દિશા સૂઝતી ન હતી. તેમાં તેને સ્વભાવ ગ્રહણ થાય એટલે હૂંફ તો આવે ને! કે આ રહ્યો આત્મા ! આત્મા પોતે જ છે. આત્મા જેને મુખ્ય-ઊર્ધ્વપણે ગ્રહણ થાય તેને તેની હૂંફથી શાંતિ થઈ જાય છે. અનાદિનું રખડવાનું બંધ થઈ ગયું, જે જોઈતું હતું તે મળી ગયું, મુક્તિનો માર્ગ મળી ગયો, આનંદનો-શાંતિનો માર્ગ મળી ગયો, આત્મદેવ મળી ગયા, પછી તેને શું જોઈએ ? ૫૪૨. પ્રશ્ન:- પદ્મનંદીમાં આવે છે કે તું લૌકિક સંગનો પરિચય તજ, તો સાવ પરિચય જ છોડી દેવો ? સમાધાનઃ- લૌકિક સંગનો પરિચય કરવાથી પોતાને નુકસાનનું કારણ થાય છે. તને પુરુષાર્થની મંદતા છે માટે સત્સંગ કર એમ શાસ્ત્રમાં આવે છે. સત્ સંગ કરીને તું પુરુષાર્થ કર એમ કહેવું છે. લૌકિક સંગ તજી દેવાની શક્તિ હોય તો તજી દેવો. શક્તિ ન હોય તો તેનાથી રુચિ ઓછી કરીને, આત્માનો સંગ અને સત્પુરુષોનો સંગ કરવો. દેવ-શાસ્ત્ર-ગુરુના સાન્નિધ્યમાં રહેવું કે જેથી પોતાનો પુરુષાર્થ ઊપડવાનું કારણ બને. લૌકિક સંગ નુકસાનનું કારણ થાય છે. પોતાના પુરુષાર્થની મંદતા છે તેથી લૌકિક સંગની અસર થાય છે. એવો નિમિત્તઉપાદાનનો સંબંધ છે. પોતાના પુરુષાર્થને માટે લોકિક સંગની રુચિ પોતાને ન હોવી જોઈએ. લૌકિક સંગથી છૂટાય તો છૂટવું, લોકિક સંગ તો છોડવા લાયક જ છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ થયું અને ગૃહસ્થાશ્રમમાં રહે છે, તે અંતરમાંથી ન્યારા થઈ ગયા છે. ભેદજ્ઞાનની ધારા પ્રગટી છે, સ્વાનુભૂતિની દશા વર્તે છે તેઓ પણ એવી ભાવના ભાવે છે કે કયારે હું સર્વસંગ પરિત્યાગી થઈને મુનિદશા અંગીકાર કરું? કયારે હું જંગલમાં જઈને આત્માનું ધ્યાન કરું? એવી ભાવના ભાવે છે. જેને સમ્યગ્દર્શન થયું છે, જે અંતરમાંથી ન્યારા થયા છે તે પણ આવી ભાવના ભાવે છે તો પછી જે મુમુક્ષુ જિજ્ઞાસુ છે તેણે લોકિક સંગ છૂટી જાય ને દેવ-શાસ્ત્ર-ગુરુનું સાન્નિધ્ય મળે એવી ચિ અને ભાવના કરવી તે લાભનું કારણ છે, તે પોતાનું ઉપાદાન પ્રગટ કરવાનું કારણ બને છે. ૫૪૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #323 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [૩૧૧ પ્રશ્ન- વિકલ્પના કાળે પણ શું ધર્માત્મા સ્વરમાં જ રહેલા છે? જેટલી જ્ઞાયકતા પ્રગટ થઈ છે એટલી શાંતિ શું કાયમ રહે છે ? સમાધાન - સમ્યગ્દષ્ટિને પોતાનું ઘર છૂટતું નથી, ઘરમાં જ ઊભેલો છે. ઘરના બારણામાં ઊભેલો હોવા છતાં તેને ઘર છૂટયું નથી, શાંતિ જ છે. જ્યારે ઘરમાં આવવું હોય ત્યારે તેની પરિણતિ તે તરફ દોડી આવે છે. જોકે તે અમુક પ્રકારની અસ્થિરતાને લઈને બહારના પરિચયમાં બારણામાં ઊભો કોઈની સાથે વાતચીત કરતો હોય તે પુરુષાર્થની મંદતાને કારણે ઊભો છે, તો પણ ભાવના એવી છે કે આ ક્ષણે બધું છૂટી જતું હોય તો અંતરમાં લીન થઈ જાઉં અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રગટ કરી લઉં. તેની એટલી ભૂમિકા નથી કે વારંવાર મુનિની જેમ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત અંદર ચાલ્યો જાય. તેવી દશા નથી, તો પણ કોઈ કોઈ વખતે પોતાના સ્વરમાં લીન થઈ જાય છે. બહાર ઉપયોગ જાય ત્યારે પણ સ્વઘરને છોડતો નથી. પોતાના સ્વરનું અસ્તિત્વ અને જ્ઞાયકતા ગ્રહણ કરી તે જ્ઞાયકતાની શાંતિ કાયમ વર્તે છે. તે જ્ઞાયકપણું છૂટીને બહાર જતો જ નથી, એકત્વબુદ્ધિ થતી જ નથી. તેને બહારમાં એવો ઉત્સાહ નથી આવતો કે પોતાનું ઘર છોડીને બહાર ચાલ્યો જાય. અનેક જાતના ઉદયો આવે તેમાં એકત્વ થઈ જાય અને તેનો રસ વધી જાય એવું બનતું નથી. પોતાના ચૈતન્યઘરની-સ્વઘરની તેને એવી મહિમા છે કે ચૈતન્ય ગ્રહણ થયું તે છૂટતું નથી. ચૈતન્યના ઘરમાં જવું તે તેના હાથમાં છે. ચૈતન્યના ઘરમાં જવું તે માર્ગ તેના માટે સહજ અને સુગમ થઈ ગયો છે, પણ તેના પુરુષાર્થની મંદતાને લઈને ઉપયોગ બહાર ચાલ્યો જાય છે. ગૃહસ્થદશાને લઈને થોડી વાર બારણામાં ઊભા દેખાય છે, પણ પુરુષાર્થ ઊપડે તો અંદર ચાલ્યા જાય છે. ત્યાં ને ત્યાં ઊભા રહેતા નથી, સ્વરૂપમાં લીન થઈ જાય છે. પ૪૪. પ્રશ્ન- બહિર્મુખ ઉપયોગથી સમ્યક શ્રદ્ધાને નુકસાન નથી થતું? સમાધાન- સમ્યફ શ્રદ્ધા તે પ્રતીતિ છે. ઉપયોગ બહાર જાય છે, પણ શ્રદ્ધાજ્ઞાનને નુકસાન થતું નથી. તે અસ્થિરતાનો દોષ છે. ઉપયોગ બહાર જાય એટલે તેની જ્ઞાયકતા કે પ્રતીતિને નુકસાન થઈ તેનું ઘર છૂટી જાય તેવું બનતું નથી. ૫૪૫. પ્રશ્ન- બહાર જવાથી ઘર છૂટી જશે એવો તેને ડર શું નથી લાગતો ? સમાઘાન- તેને એવો ડર નથી કે મારું ચૈતન્યનું ઘર છૂટી જશે. તે એકદમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #324 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૧૨ ] [ સ્વાનુભૂતિદર્શન દઢતા કરીને ચૈતન્યને ગ્રહણ કરીને ઊભો છે. કોઈને પુરુષાર્થની મંદતા થાય તે વાત જુદી છે, બાકી પોતાને અંશે શાંતિ વર્તે છે ને પ્રતીતિ છે કે આ ચૈતન્યનું ઘર તો મારા હાથમાં છે. તે ઘર તો તેને ગમે તે કાર્યોમાં-ગમે તેવા પ્રસંગોમાંછૂટતું નથી, કોઈ રીતે તેની જ્ઞાયકતા છૂટતી જ નથી. ઊંચામાં ઊંચા શુભભાવના પ્રસંગો હોય, ત્યારે પણ અમુક અંશે ચૈતન્યવર ગ્રહણ કર્યું છે તે છૂટતું નથી. દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર કરતો હોય ત્યારે પણ ચૈતન્યઘરને છોડતો નથી ને દેવ-શાસ્ત્ર-ગુરુના વિચાર-ભક્તિ કરતો હોય ત્યારે પણ ચૈતન્યઘર તો છૂટતું જ નથી. ચૈતન્યવર તેને સમીપ જ છે. તેને બહારમાં એકત્વ થતું જ નથી. બહારથી થાકે તો અંદરમાં વિશ્રામ લેવા ચાલ્યો જાય છે. મુનિઓ તો વારંવાર ચાલ્યા જાય છે, મુનિઓ બહાર બહુ ટકી શકતા જ નથી. ૫૪૬. પ્રશ્ન:- ગુરુદેવના પ્રવચનમાં આવે છે કે જ્ઞાની જ્ઞાનપણે પરિણમે છે, ક્રોધરૂપે પરિણમતો નથી અને રાગ મારામાં થાય છે એમ માનતો નથી, રાગનું પરિણમન પુદ્દગલનું છે એમ માને છે. રાગ પોતાની પર્યાયમાં થાય છે. છતાં તે કઈ રીતે એમ માને છે? સમાધાનઃ- જ્ઞાની દ્રવ્યદષ્ટિના બળે રાગ મારામાં થાય છે એમ માનતા નથી. આ ચૈતન્ય દ્રવ્યને મેં જે ગ્રહણ કર્યું છે તેની અંદર રાગ નથી. જે રાગ થાય છે તે પુદ્દગલના નિમિત્તે થાય છે, માટે જેના નિમિત્તે રાગ થાય છે તે નિમિત્તનો તે છે, પણ મારા ચૈતન્યઘ૨નો તે નથી. એટલે જે રાગ થાય છે તેનો બધો વિભાગ ( ભેદ ) કરીને કહે છે કે, આ વિભાગ પરના ઘરનો છે, મારા ચૈતન્યના ઘરનો નથી. મારા સ્વરની વિભૂતિ તે મારી છે. મારી અસ્થિરતાને લઈને હું બહાર જાઉં છું, પણ તે મારું નથી એમ એનો વિભાગ કરીને તે ઊભો છે. આ વિભાવાદિ બધું નિમિત્તના ઘરનું-જડના ઘરનું છે-તે જડ છે, અને મારા ચૈતન્યના ઘરનું ચૈતન્ય છે.-એવો વિભાગ દ્રવ્યદૃષ્ટિના બળે કરીને ઊભો છે. જોકે પુરુષાર્થની મંદતાને લઈને મારી પોતાની પરિણતિમાં વિભાવ થાય છે તેમ જાણે છે, તો પણ દ્રવ્યદૃષ્ટિનું બળ એવું છે કે તે ચૈતન્યને જ ગ્રહણ કરે છે. આ બાકીનું બધું વિભાવના ઘરનું જ છે, મારા ઘરનું કાંઈ નથી, તેનો એક અંશ પણ મારો નથી. શુભભાવ હોય કે અશુભભાવ હોય, ગમે તે હોય તે બધું વિભાવના ઘરનું છે. દ્રવ્યદૃષ્ટિના બળમાં એટલો જોરદાર નિષેધ છે કે આ બધું પર તરફનું છે, મારું નથી, ચૈતન્યપણું જ મારા ચૈતન્યઘરનું છે. શુદ્ધ ચૈતન્ય તે હું, જેટલી અશુદ્ધતા Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #325 -------------------------------------------------------------------------- ________________ [૩૧૩ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] છે તે મારી નથી, પર તરફની છે. મારી મંદતાને લઈને પરિણતિમાં અશુદ્ધતા આવે છે, તો પણ મારી નથી. જેમ સ્ફટિક સ્વભાવે નિર્મળ છે તેમાં જે મલિનતા છે તે સ્ફટિક તરફની છે જ નહિ. મલિનતા નિમિત્ત તરફની છે, તો પણ સ્ફટિક પર્યાયમાં મલિનરૂપે પરિણમે છે. તેમ મારામાં મલિનતા તરફનો કોઈ ભાગ નથી પણ મારી પરિણતિ મલિન થાય છે તે જ્ઞાની જાણે છે તથા તે પરિણતિને પોતે પલટાવવા પ્રયત્ન કરે છે. છતાં દષ્ટિનું બળ એવું છે કે આ કાંઈ મારું નથી. જાણે છે કે હું રાગરૂપે પરિણમી જાઉં છું, રાગમાં જોડાઈ જાઉં છું, તે મારી મંદતા છે. રાગ મારા ઘરનો નથી, નિમિત્તના ઘરનો છે, છતાં મારી પરિણતિ તે રૂપે પરિણમી જાય છે. આવું જાણતી વખતે પણ મારું આ કાંઈ છે જ નહિ એટલું જોર દ્રવ્યદષ્ટિમાં વર્તે છે અને એટલા જોરને લઈને સાથે રહેલી પરિણતિને પલટાવવાનો પ્રયત્ન થાય છે. જેટલો પ્રયત્ન ઊપડે છે એટલી શુદ્ધિ થાય છે, જેટલી પ્રયત્નમાં મંદતા છે તેટલી તેને અશુદ્ધતા ઊભી રહે છે. મુમુક્ષુ- અશુદ્ધતાની પરિણતિનું દુઃખ પણ વર્તે છે? બેનશ્રી:- “હા” , તેનું દુ:ખ વર્તે છે. આ મારી પરિણતિ નથી, મારો સ્વભાવ નથી, તો પણ આ પરિણતિ થાય છે તેનો ખેદ છે. આચાર્યદવ કહે છે ને! કે ખેદ છે કે આ વ્યવહારમાં ઊભું રહેવું પડે છે. ૫૪૭. પ્રશ્ન:- ગુરુ કેવા હોવા જોઈએ ? કેમ ઓળખવા? સમાધાન:- યથાર્થ સતનું સ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે, અર્થાત્ જે યથાર્થ સ્વરૂપે પરિણમી ગયા છે તથા જે યથાર્થ વસ્તુસ્વરૂપને બતાવનાર છે તેને સાચા ગુરુ કહે છે. ગુરુને પોતે યથાર્થ ઓળખીને ગ્રહણ કરવા જોઈએ. એટલી તો પોતાની તૈયારી હોવી જોઈએ. અંદરમાંથી એટલી જિજ્ઞાસા પ્રગટ કરીને સસ્વરૂપને બતાવનારા એવા ગુરુને પોતે ગ્રહણ કરે. પછી ગુરુ જે કહે છે તેનો આશય ગ્રહણ કરીને પોતે તે માર્ગે ચાલે તો માર્ગ પ્રગટ થાય છે. ૫૪૮. પ્રશ્ન- ગુરુના ચરણકમળમાં રહેવું એટલે શું? સમાધાન:- ગુરુના ચરણકમળમાં રહેવું એટલે કે તેમનો આશય હૃદયમાં ગ્રહણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #326 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪] [ સ્વાનુભૂતિદર્શન કરવો. ગુરુનું સાન્નિધ્ય મળે અને નિકટ રહેવાનું મળે તે મહાભાગ્યની વાત છે. ગુરુની સમીપ તેમની આજ્ઞામાં રહેવાનું બને, તેમનો આશ્રય મળે, તેમની ભક્તિ, સેવા કરવાનું મળે, હૃદયથી તે રીતે અર્પણતા હોય અને નજીક સમાગમ મળે તે મહાભાગ્યની વાત છે. તેમની સમીપ રહેવાનો કે તેમનો સમાગમ ન મળે તો ગુરુએ આજ્ઞા કહી તે હૃદયમાં રાખીને, ગ્રહણ કરીને વર્તે તો તેણે ગુરુના ચરણકમળને જ ગ્રહણ કરેલ છે. ૫૪૯. પ્રશ્ન- દ્રવ્ય ઉપર દષ્ટિ જવાથી પુરુષાર્થને વેગ મળે ? સમાધાન- હા, દષ્ટિમાં નિશ્ચય છે કે હું શુદ્ધાત્મા છું, તેથી પુરુષાર્થને વેગ મળે છે. પણ સાથે પર્યાયમાં એમ જાણે કે મારે કરવાનું કાંઈ નથી તો પુરુષાર્થને વેગ મળતો નથી. દષ્ટિ સ્થિર થઈ, પણ પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવાની બાકી છે એમ જાણે તો પુરુષાર્થને વેગ મળે છે. દષ્ટિમાં સ્થિરતા અને જ્ઞાનમાં જાણે કે હજી વિભાવ છે તેને ટાળવાનો છે-તો પુરુષાર્થને વેગ મળે છે. પ૫૦. પ્રશ્ન- સતપુરુષ મળે તેવી ઇચ્છા ઘણી હોય, પણ સંયોગ એવા હોય કે મળે નહિ. તેમાં પુરુષાર્થની ખામી નથી આવતી ? સમાધાનઃ- બહારથી સત્પુરુષ મળે તે પુણ્યનું કારણ છે. તેઓ પુરુષાર્થથી મળતા નથી. પુરુષાર્થ તો ચૈતન્યમાં કામ કરે છે. ચૈતન્ય પોતે સ્વતંત્ર છે. તેમાં સ્વભાવ પ્રગટ કરવો તે પોતાના હાથની વાત છે ને સત્પુરુષ મળવા તે પુણ્યનો પ્રકાર છે, તેવી જાતનાં પુણ્ય હોય તો યોગ મળી જાય છે, પણ પુરુષાર્થ કરવાથી મળતા નથી. પોતે ભાવના ભાવે ને એવી જાતનું પુણ્ય બંધાઈ જાય તો સત્પુરુષ મળે છે. પુણ્ય તે જુદી વસ્તુ છે, અને અંદર આત્માને પ્રગટ કરવો તે જુદું છે. સતપુરુષ મળવા તે પુણ્યનું કારણ છે. ૫૫૧. પ્રશ્ન- સત્પુરુષ ન મળવા તે પાપનું કારણ છે ? સમાધાન- સતપુરુષ ન મળવા તે પોતાનો એવી જાતનો પુણ્યનો યોગ નથી, પાપનો ઉદય છે. આ પંચમકાળે જિનેન્દ્રદેવ-શાસ્ત્ર-ગુરુ મળવા તેની દુર્લભતા છે. સાક્ષાત્ દેવ-શાસ્ત્ર–ગુરુ ન મળવા તે પોતાના પુણ્યની ખામી છે. તેને એવી જાતના પાપનો ઉદય છે કે આ દુઃષમકાળમાં જન્મ થયો. પુણ્ય-પાપના કારણે સંયોગો છે, પોતાના હાથની વાત નથી પોતાની ભાવના હોય ને એવી જાતનાં પુણ્ય બંધાઈ જાય તો પુણ્યથી સત્પુરુષ મળે છે. પપર. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #327 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૫ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] પ્રશ્ન:- તત્ત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે શું થાય? તે સમજાવવા કૃપા કરશો. સમાઘાન - તત્ત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે તો તે સ્વસમ્મુખ થાય છે. આમાં પણ પગ અને આમાં પણ પગ એમ રાખીને અંદર જવાતું નથી. થોડું બહારનું અને થોડું આત્માનું રાખું એમ કરવાથી આત્મા મળતો નથી. થોડી રુચિ પરની રાખું અને થોડી રુચિ આત્માની રાખું એમ કરવાથી કોઈ દિવસ આત્મા પ્રગટ થતો નથી. બધી રીતે પૂરી રુચિ આત્માની રાખે, કોઈ અપેક્ષાએ જરા પણ બહારની રૂચિ ન રાખે, તો જ આત્મા પ્રગટ થાય છે. આત્મદ્રવ્ય એવું નિરપેક્ષ અને નિર્વિકલ્પ છે કે તેમાં શરીર નથી, વિકલ્પ નથી તથા તેમાં બહારનું સાંભળવું-દેખવું બોલવું એવી કોઈ અપેક્ષા નથી. તે કોઈ સાધન નથી. આ રીતે બધી અપેક્ષાઓ જેને અંદરથી છૂટી જાય છે, બહારની રુચિની બધી લાળ છૂટી જાય છે અને અંદરની પૂરેપૂરી રુચિ થાય છે તો જ તે અંદર જાય છે. બહારનું બધું એકદમ છૂટી ન જાય, તે બધું હોય, પણ બહારની રુચિ તો પૂરેપૂરી છૂટી જાય. જેને બધો રસ છૂટી ગયો છે કે નથી મારે શરીરનું સાધન જોઈતું, નથી મને કાંઈ બહારથી જોવાનું આશ્ચર્ય કે નથી બહારથી મારે કાંઈ સાંભળવાનું, એમ બહારથી કાંઈ મારે જોઈતું જ નથી. મારા અંતરમાં-મારા દ્રવ્યમાં જે છે તેનો મને સંતોષ છે. એવી રુચિ થાય તો અંદરથી એકત્વ છૂટે છે અને બધી રીતે આત્મા જ તેનું સર્વસ્વ બને છે. આત્મા ઐશ્વર્યવાળો છે તેને પોતે જોયો નથી, અનુભૂતિમાં આવ્યો નથી છતાં ત્યાર પહેલાં એવો વિશ્વાસ કરે છે કે ચૈતન્યનું સ્વઘર તે જ મારું ઘર છે. તેને એમ થાય છે કે બહારના ઐશ્વર્ય કરતાં ચૈતન્યનું ઐશ્વર્ય કોઈ જુદું જ છે. તે ઐશ્વર્ય એવું નહિ હોય એમ શંકા કરતો નથી. બહારનું ઐશ્વર્ય છૂટી જશે અને આત્માનું ઐશ્વર્ય ઊણપવાળું હશે તો? તે આનાથી ઓછું હશે તો? એવી શંકા કરતો નથી. જેમ માણસ જે રીતે જે ઘરમાં ઊછરેલો હોય તે ઘર ગમે તેવું હોય તો પણ બીજા પૈસાદારનું ઘર દેખીને તેને અસંતોષ થતો નથી. પોતાના ઘરમાં સંતોષ રાખે છે, તેમ ચૈતન્યનું સ્વઘર તે જ મારું ઘર એમ વિશ્વાસ થતાં બીજું બધું છૂટી જાય છે અને તેને અંદરથી સંતોષ આવી જાય છે. બહારનું ઐશ્વર્ય ગમે તેવું હોય તો પણ મારું ઐશ્વર્ય જે છે તે જ મારે જોઈએ છે એટલો અંદરથી સંતોષ હોય છે, બધેથી રૂચિ ઊડી જાય અને એક આત્માની જ રુચિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #328 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬] [ સ્વાનુભૂતિદર્શન લાગે તો આત્મદેવ અંદરથી પ્રગટ થાય છે, નહિ તો પ્રગટ થતો નથી. (યથાર્થ નિર્ણયવાળો) આ બધું બહારનું છૂટી જાય તો અંદર શું હશે? એવી શંકા કરતો નથી. તેને હજી અંદર કાંઈ દેખાતું નથી, પણ શ્રદ્ધા બરાબર કરે છે. આત્મામાં અનંત-અનંત ગુણો છે અને તે ગુણો દેખાતા નથી. તો અંદર શું હશે? એવી શંકા તે કરતો નથી. ચૈતન્યદેવ જે પરિપૂર્ણ છે તે ચૈતન્યદેવનું જ ઘર મારે જોઈએ છે. બહારનું ગમે તેવું હો તેની મને અપેક્ષા નથી. મારું સ્વઘર જ મારે જોઈએ છે. બીજાનું મારે કાંઈ જોઈતું નથી, બીજાનું ભલે ગમે તેવું હોય તે તેના ઘરે રહ્યું, મારે મારું જોઈએ છે. એવી અંદર તૃપ્તિ થઈને, અંદરથી એવો નિર્ણય કરીને-રુચિ કરીને –વિશ્વાસ કરીને આગળ જાય છે. એક વખત એમ શ્રદ્ધા કરે કે આ ચૈતન્ય અનુપમ છે, પછી કોઈ શંકામાં રોકાતો નથી. રાજાનું ઘર મારે શું કામનું છે? મારે મારું પોતાનું ઘર જોઈએ છે. તેમ જડની શક્તિ જડમાં રહી, તે મારે કાંઈ જોઈતી નથી. મારી ચૈતન્યશક્તિ જ મારે જોઈએ છે. આ વિભાવ તો દુઃખનું ઘર છે અને પરદ્રવ્ય છે તેને લેવા જાઉં તો તે મારા થતાં નથી, પણ દુઃખનાં કારણ બને છે.-આ રીતે અંદરથી પૂરેપૂરી રુચિ આવે તો જ એકત્વબુદ્ધિ છૂટે છે, નહિ તો છૂટતી નથી. (યથાર્થ નિર્ણયવાળો) પછી ચલિત કયાંથી થાય? કેમકે તે એવી શ્રદ્ધા કરીને આગળ ગયો છે કે પછી ચલિત થતો નથી. આવી દઢ શ્રદ્ધાથી આગળ ગયેલો આત્મા કદી ચલિત થતો નથી કારણ કે જડમાં કાંઈ વિશેષતાઓ છે જ નહિ. તેને અંદરનું ભલે દેખાતું નથી, તો પણ વિશ્વાસ કરીને અંદર જાય છે. અંદરમાં દેખાતું નથી, અનુભવ નથી તો પણ પોતે અમુક ન્યાયોથી શ્રદ્ધા કરતો, ગુરુના વચન ઉપર શ્રદ્ધા રાખતો આગળ જાય તો બહારની બધી રુચિ છૂટી જાય છે. મને મારું જે સ્વ છે તે જ જોઈએ છે, બીજું કાંઈ મારે જોઈતું નથી—એમ (વિકલ્પમાં) શ્રદ્ધા કરતો આગળ જાય છે. તેને હજી દેખાતું નથી, તો પણ શ્રદ્ધા કરીને આગળ જાય છે અને એવી દઢ શ્રદ્ધાથી આગળ ગયેલી પરિણતિ પાછી વળતી નથી. તેને અંદરમાંથી રાગની રૂચિ છૂટી જાય છે. તેને ગુરુનાં વચનો ઉપર વિશ્વાસ છે. અને પોતે અંદર અમુક પોતાના સ્વભાવથી નક્કી કરે છે. આ રીતે દઢ યુક્તિના આલંબનથી નક્કી કરીને આગળ જાય છે. આવે છે ને? કે આગમ, યુક્તિ ને સ્વાનુભૂતિ દ્વારા નિર્ણય કરવો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #329 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૩૧૭ પહેલાં સ્વાનુભૂતિ હોતી નથી, પણ પહેલાં ગુરુના ઉપદેશથી, આગમથી અને યુક્તિથી નક્કી કરીને વિશ્વાસ કરે છે. ૫૫૩. પ્રશ્ન:- જ્ઞાનીને વૈરાગ્ય પરિણતિ શાંતિરૂપ છે? સમાધાનઃ- વૈરાગ્ય પરિણતિ શાંતિરૂપ છે. વિભાવની પ્રવૃત્તિથી નિવૃત્તિ થાય અને સ્વભાવની પરિણતિ પ્રગટ થાય તે વૈરાગ્ય છે. સાચો વૈરાગ્ય તેનું નામ કે અંતરમાં જ્ઞાયકની પરિણતિ થાય અને વિભાવથી વિરક્તિ થાય. તે વૈરાગ્ય શાંતિમય દશા છે. દુઃખગર્ભિત વૈરાગ્યની જાત જુદી છે, તે દુઃખરૂપ પરિણતિ છે. ૫૫૪. પ્રશ્ન:- ઉપયોગ અંદરમાં કયારે જાય? સમાધાનઃ- જેને બહારમાં કયાંય સાચેસાચ ગમે નહિ, યથાર્થપણે ગમતું જ ન હોય ત્યારે ઉપયોગને રહેવાનું સ્થાન બીજે કયાંય રહેતું નથી. ઉપયોગ કયાં ટકે? જ્યાં રુચિ હોય ત્યાં ટકે. બહાર કયાંય રુચતું જ નથી અને રાગનો પ્રેમ છૂટી જાય તો, ખરેખર તેને રુચિપૂર્વક રાગ થતો જ નથી. સાચેસાચ બીજે નથી રુચતું તો પછી જ્ઞાનનો ઉપયોગ કયાં ટકશે? પહેલાં તો શુભાશુભભાવમાં ટકતો હતો અને બહા૨નાં શેયો સાથે રાગ અને દ્વેષાદિ થતા હતા, હવે કયાંય રુચતું નથી તો જ્ઞાનનો ઉપયોગ કયાં જશે? સ્વરૂપ તરફ જશે. ખરેખર જો તેને રસ તૂટી ગયો હોય, કયાંય ઊભું રહેવું રુચતું ન હોય તો હવે કયાં જવું? કોના આશ્રયમાં જવું? આ બહારનો આશ્રય તો ઠીક લાગતો નથી અને શુભાશુભભાવનો આશ્રય બરાબર લાગતો નથી તો કયાં જવું? તે પોતે પોતાના ચૈતન્યનો આશ્રય ગોતી લેશે અને અંદરમાં ગયા વગર રહેશે જ નહિ. અંત૨નો આશ્રય તે શોધી લેશે. જો બહારમાં ટકી નહિ શકે તો, સ્વભાવનો આશ્રય શોધી લેશે. ૫૫૫. પ્રશ્ન:- જ્ઞાની ચોવીસે કલાક શું કરે છે? સમાધાનઃ- જ્ઞાનીને ચોવીસે કલાક જ્ઞાયકનો આશ્રય છે અને જ્ઞાયકની પરિણતિ છે. તેનો ઉપયોગ જે પ્રમાણે તેની દશા હોય તે પ્રમાણે બહારમાં જાય છે. ગૃહસ્થાશ્રમમાં સમ્યગ્દષ્ટિ હોય તો ગૃહસ્થાશ્રમનાં કાર્યોમાં તેનો ઉપયોગ જાય, પણ તેની પરિણતિ નિરંતર ચૈતન્યના આશ્રયમાં જ છે. તેણે ચૈતન્યનો જ આશ્રય લીધો છે, બહારનો આશ્રય છૂટી ગયો છે. ભલે બહારનું બધું ચાલતું હોય, પણ આશ્રય માટે ચૈતન્યઘર મળી ગયું છે. જેમ પોતાના ઘરમાં ઊભેલો માણસ પોતાના ઘરને છોડતો નથી, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #330 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૮] [સ્વાનુભૂતિદર્શન પોતાના ઘરમાં જ ચોવીસે કલાક ઊભો રહે છે, ઘરની બહાર બધા માણસો આવે તેની સાથે બોલે, ચાલે-બધો વ્યવહાર કરે, પણ પોતાનું ઘર છોડીને કયાંય જતો નથી, ઘરમાં જ ઊભેલો છે. તેમ જ્ઞાનીને ચૈતન્યનો આશ્રય ચોવીસે કલાક છૂટતો નથી. ઉપયોગ બહાર જાય છે, બધો વ્યવહાર દેખાય છે, દેવ-શાસ્ત્ર-ગુરુની પૂજાભક્તિ વગેરે બધાં કાર્યોમાં દેખાય છે, પણ આશ્રય તો ચૈતન્યનો છે. પપ૬. પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને અંદરની શુદ્ધિ વધતી જાય છે ? સમાધાનઃ- ભૂમિકા પ્રમાણે અંદરની અમુક શુદ્ધિ વધતી જાય છે. ભેદજ્ઞાન થઈ ગયું છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે, અનંતાનુબંધી કષાય તૂટી ગયો છે અને શુદ્ધિ વધતી જાય છે, તેને ચૈતન્યનો આશ્રય ચોવીસે કલાક છે. ઉપયોગ બહાર જાય તો પણ તેની દોરી પોતે સ્વરૂપમાં ખેંચતો રહે છે. ક્ષણે ક્ષણે દોરીને પોતા તરફ ખેંચ્યા કરે છે, ઉપયોગની દોરીને સ્વરૂપની મર્યાદા છોડીને વધારે બહાર જવા દેતો નથી. દોરી તેના હાથમાં છે, વારંવાર ઉપયોગ બહાર જાય, પણ દોરી સ્વરૂપ તરફ ખેંચાતી રહે છે. પતંગની દોરી જેમ હાથમાં છે અને તેને વારંવાર પોતા તરફ ખેંચે તેમ ઉપયોગની દોરીને પોતા તરફ ખેંચતો રહે છે. સ્વરૂપનો આશ્રય છે, દ્રવ્ય ઉપર દષ્ટિ અને જ્ઞાન છે તથા ચારિત્રની લીનતામાં વારંવાર ઉપયોગની દોરીને પોતા તરફ ખેંચે છે, ક્ષણે ક્ષણે ખેંચતો હોય છે. સ્વરૂપને છોડીને ઉપયોગને વિશેષ બહાર જવા દેતો નથી. ક્ષણે ક્ષણે તેની પરિણતિનું કાર્ય ચાલ્યા જ કરે છે, તે કાર્ય છૂટતું નથી. સ્વાનુભૂતિની નિર્વિકલ્પદશા તો જુદી જ છે. પણ બહાર ઊભો ઊભો પોતાની દોરીને સ્વરૂપ તરફ ખેંચતો જ હોય છે. ઉપયોગ બહાર બધાં કાર્યોમાં દેખાય અર્થાત્ દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ-પૂજા, શાસ્ત્ર-સ્વાધ્યાય, શ્રવણ વગેરેમાં જોડાય, પણ દોરી પોતાના હાથમાં જ છે. દોરીને વધારે બહાર કયાંય શુભ કે અશુભ કાર્યમાં જવા દેતો નથી. પ૫૭. પ્રશ્ન- જ્ઞાનીને રાગ શું કાળો નાગ જેવો લાગે છે? સમાધાન- હા, કાળા નાગ જેવો લાગે. પોતાના સ્વરૂપને છોડીને બહાર જવું તે કાળા નાગ જેવું લાગે છે. ખરેખર આ વિભાવ અમારો દેશ નથી, અમે અહીંયા કયાં આવી ચડ્યા? અમારો ચૈતન્ય દેશ જુદો જ છે. રાગ તો કાળા નાગ-સર્પ જેવો લાગે છે. ૫૫૮. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #331 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૩૧૯ પ્રશ્ન- મુમુક્ષુ પાસે કઈ દોરી છે ? સમાધાનઃ- ક્ષણે ક્ષણે રુચિના પુરુષાર્થની દોરી મુમુક્ષુના હાથમાં હોય છે. મુમુક્ષુએ રુચિની દોરી હાથમાં રાખવી. રુચિ મંદ થઈ ન જાય તે જોવું, તેમ જ મુમુક્ષુને ન શોભે તેવાં બીજાં કાર્યોમાં જવું નહિ. આત્માર્થીનું પ્રયોજન એ છે કે મને આત્મા કેમ મળે? દરેક કાર્યમાં મને આત્મા કેમ મળે તે પ્રયોજન સાથે રાખવું. વચ્ચે બીજું માનાદિ લૌકિક કાર્યનું પ્રયોજન ન આવી જાય તેવી અંદર આત્માની રુચિ તેને હોય. જ્ઞાનીની તો જુદી જ વાત છે, તે તો દોરી અંદર ખેંચતો જ હોય છે. મુમુક્ષુને પણ આત્માની રુચિ-આત્માના પ્રયોજન સિવાય બીજું કાંઈ પ્રયોજન ન હોય. પોતાથી પુરુષાર્થ કરી શકાતો નથી, પણ પ્રયોજન આત્માનું છે. ૫૫૯. પ્રશ્ન- શુભાશુભભાવ રુચે નહિ તેને માર્ગ મળે કે નહીં? સમાધાન- શુભાશુભભાવમાં રૂચે નહિ અને અંદર રસ્તો મળે નહિ એમ બને નહિ. અંતરમાં જેને ખરી લગની લાગી હોય તેને માર્ગ મળ્યા વગર રહેતો જ નથી. તેને જ્ઞાયક ગ્રહણ થયા વગર રહેતો જ નથી. અંતરમાં જો શુભાશુભભાવમાં ખરેખર આકુળતા લાગી હોય, અને કયાંય ચેન ન પડતું હોય તો તે આત્માને ગ્રહણ કર્યા વગર રહે નહિ. તે માર્ગ શોધી જ લે છે. ગુરુદેવે માર્ગ ચોખ્ખો બતાવ્યો અને પોતાને ગ્રહણ ન થાય તો પોતાના પુરુષાર્થની ખામી છે. માર્ગ ચોખ્ખો સ્પષ્ટ કરીને બતાવ્યો છે. જો સાચું દુઃખ લાગ્યું હોય તો ગ્રહણ કર્યા વગર રહેતો નથી. સાચી ભૂખ લાગી જ નથી, માટે ગ્રહણ કરતો નથી. પ૬૦. પ્રશ્ન- મુમુક્ષુની ભૂમિકામાં શુભભાવ કેવો હોય છે? સમાઘાન- મુમુક્ષુને એકત્વબુદ્ધિ છે, જુદો પડયો નથી. તે માને કે આ શુભાશુભભાવો તે મારું સ્વરૂપ નથી. આત્મા જુદો છે, નિર્વિકલ્પસ્વરૂપે છે, જ્ઞાયક જાણનારો છે, પણ તેની પરિણતિ પ્રગટ થઈ નથી એટલે શુભભાવમાં તે ઊભો છે. તેણે વિચાર કરીને જે નિર્ણય કર્યો છે કે આ ભાવો તે મારું સ્વરૂપ નથી, તે નિર્ણય સાથે રાખીને આનાથી મને ધર્મ થાય છે, આ સર્વસ્વ છે, તેમ મુમુક્ષુ માને નહિ. તેને આત્મા ન્યારો રહેતો નથી, એકત્વબુદ્ધિ થઈ જાય છે, છતાં માન્યતા એમ રાખે કે આ સર્વસ્વ નથી, હેય છે, મારો સ્વભાવ નથી. તે એમ વિચારમાં રાખી શકે છે, પણ આત્મા પ્રહણ થયો નથી તો ઊભો કયાં રહે! એટલે શુભભાવમાં ઊભો છે. આત્માનું જ કરવા જેવું છે, આ મારો સ્વભાવ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #332 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦] [સ્વાનુભૂતિદર્શન નથી, આ વિકલ્પાત્મક પરિણતિમાં સુખ નથી, નિર્વિકલ્પસ્વરૂપ છે. આત્મા તેમાં જ સુખ છે, એવી રુચિ રાખે, છતાં કાર્યમાં એકત્વબુદ્ધિ થાય છે. વિચારમાં હોય, નિર્ણયમાં હોય, પણ તેની પરિણતી છૂટી પડી નથી. જે કાંઈ સમજતા નથી તે એકત્વબુદ્ધિએ સર્વસ્વ માને છે, તેની માન્યતા જ જુદી છે. તેની વિચારપૂર્વક પણ માન્યતા બરાબર નથી. મુમુક્ષુએ વિચારથી નિર્ણય કર્યો છે તો આગળ જવાનો અવકાશ છે. લગની લગાડ તો આગળ જવાનો અવકાશ છે. પ૬૧. પ્રશ્ન- કેવું દુઃખ લાગે તો આત્મા પ્રાપ્ત થાય ? સમાધાનઃ- દુઃખ એટલે બહુ આકુળતા કરે એમ નહીં. અંદરથી પોતાની પરિણતિ એવી થઈ જાય કે ક્યાંય ટકે નહિ. અંતરમાં કાંઈક બીજું જોઈએ છે, શાંતિ ક્યાંય લાગે નહિ એમ પોતાને લાગવું જોઈએ. કૃત્રિમપણે દુ:ખ છે.દુઃખ છે...એમ કર્યા કરે તે દુ:ખ લાગ્યું કહેવાય નહિ. જે આત્માને ઓળખે તેને અનુકૂળતામાં પણ દુઃખ લાગે. અનુકૂળતા પણ કાંઈ આત્માને સુખ દેનારી નથી તે પણ આકુળતારૂપ છે, પોતાનો સ્વભાવ નથી. અનુકૂળતા છે તે વિભાવની ઉપાધિ છે. દેવલોકનાં સુખ તે પણ ઉપાધિ છે, તે આત્માને સુખરૂપ નથી. સમ્યગ્દષ્ટિ દેવલોકમાં હોય, પણ તેને અંતર આત્મામાં સુખ લાગે છે, બહાર કયાંય સુખ લાગતું નથી. અનુકૂળતાના ઢગલા હોય તો પણ સમ્યગ્દષ્ટિને કયાંય સુખ લાગતું નથી. અનુકૂળતામાં ખેંચાઈ જતા નથી અને પ્રતિકૂળતામાં આકુળતા કરતા નથી, તેમાં શાંતિ રાખે છે, અજ્ઞાનદશામાં અનુકૂળતા વખતે ભ્રાન્તિને લઈને આમાં સુખ છે એમ માન્યું છે તેથી ખેંચાઈ જાય છે. કોઈને વળી વૈરાગ્ય આવે તો એમ લાગે કે અનુકૂળતા કાંઈ આત્માનું સ્વરૂપ નથી, પણ અંતરથી જે લાગવું જોઈએ તે જુદી વાત છે. અનુકૂળતામાં પણ આકુળતા અને ઉપાધિ છે. બહારથી જેટલું આવે તે આત્માને સુખરૂપ નથી. સ્વયં આત્માના સ્વભાવમાંથી-અંતરમાંથી જે સુખ આવે તે સાચું સુખ છે. પ૬ર. પ્રશ્ન- ક્ષયોપશમ જ્ઞાન વધે તો લાભ થાય ? સમાધાન- ક્ષયોપશમ જ્ઞાનનું પ્રયોજન નથી, એક આત્માનું પ્રયોજન છે. વિશેષ ક્ષયોપશમ હોય તો વધારે લાભ થાય અર્થાત્ મુક્તિનો માર્ગ પ્રગટ થાય કે મોક્ષ થાય તેમ નથી. ક્ષયોપશમને ઇચ્છવા કરતાં મને આત્મા કેમ પ્રગટ થાય? ભેદજ્ઞાન કેમ થાય? એવી ભાવના હોવી જોઈએ. થોડો ક્ષયોપશમ હોય તો પણ ભેદજ્ઞાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #333 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૩૨૧ અને સ્વાનુભૂતિ થાય છે. દરેકને એક જાતનો ક્ષયોપશમ હોતો નથી, બધાને ક્ષયોપશમ યોગ્યતા પ્રમાણે હોય છે. પણ ક્ષયોપશમની ઇચ્છા લાભ કરતી નથી. પ્રયોજનભૂત આત્માને જાણે તેમાં બધું આવી જાય છે. ઘણાં શાસ્ત્રો ભણે-ગોખે તો આત્મા ઓળખાય એવું નથી. શાસ્ત્રનું જાણપણું તે નિમિત્ત બને છે, વિશેષ જાણવાનું કારણ બને, પણ ક્ષયોપશમ ઘણો હોય તો જ આગળ જવાય એમ નથી. શિવભૂતિ મુનિ થોડું જાણતા હતા તો પણ આગળ ગયા. પ્રયોજનભૂત ભેદજ્ઞાન જાણે તો ભવનો અભાવ થાય, આત્મા ઓળખાય, સ્વાનુભૂતિ થાય. તેને ક્ષયોપશમ સાથે સંબંધ નથી. ૫૬૩. પ્રશ્ન:- આત્માકો સમજનેકી સચ્ચી પ્યાસ લગે ઉસ જીવકી સ્થિતિ કૈસી હોની ચાહિએ ? સમાધાનઃ- સચ્ચી પ્યાસ લગી હો તો ભીતરમેં પ્રયાસ કિયે બિના રહતા હી નહીં, પ્રયાસ કરતા હી હૈ. પ્યાસ લગી હો તો જહાં સુનનેકો મિલે વહ્યું જાય, ઔર ભગવાન ઔર ગુરુ કયા કહતે હૈં ઐસા વિચાર કરે, ભીત૨સે ભેદજ્ઞાન કરનેકા પ્રયાસ કરે, જો સચ્ચી પ્યાસ લગી હો તો, મેં શાયક હૂં...મેં જ્ઞાયક હું, વિભાવ મેરા સ્વભાવ નહીં હૈ, ઐસા જ્ઞાયકકો પ્રગટ કરે બિના રતા હી નહીં. જૈસે બારમેં અપને કાર્યમેં કોઈ મુશ્કિલ લગે તો સબ દૂર કરકે-ગૌણ કરકે-ભી અપના કાર્ય કરતા હૈ થૈસે યહાં સચ્ચી પ્યાસ લગી નહીં હૈ, પ્યાસ લગે તો પ્રયાસ હોતા હી હૈ. કોઈ કહતા હૈ કૈસા કરના ? કયા કરના ? બહુત કરતે તો ભી હોતા નહીં હૈ. લેકિન યે બહુત કરતા હી નહીં હૈ. પ્યાસ લગી હો તો પ્રયત્ન હોતા હી હૈ, હુયે બિના રહતા હી નહીં. ૫૬૪. પ્રશ્ન:- પ્યાસ લગી હૈ યે કૈસે પતા ચલે ? સમાધાનઃ- જિસે પ્યાસ લગી હૈ વહુ પ્રયત્ન કરતા હૈ. પ્રયત્ન નહીં કરતા તો સમજના કી પ્યાસ નહીં લગી હૈ. સચ્ચી પ્યાસ લગી હો તો પ્રયત્ન જરૂર કરતા હૈ. ૫૬૫. પ્રશ્ન:- આપને કહા થા કિ દિન-રાત ઐસી લગની હિએ કી ખાના-પીના ન રુચે, એક આત્મા હી ચહિએ. ઐસી લગન લગાને જાતા હૈ તો બીચમેં કોઈ પ્રતિકૂલતા આ જાતી હૈ તો કૈસે લગન લગાવે? સમાધાનઃ- જિસકો લગની લગે, ઉસકો અપની લગનીમેં કોઈ વસ્તુ વિઘ્ન કરતી નહીં હૈ. જિસકો લગની લગે ઉસકો ખાના, પીના, સોના, ઘૂમના, ફિરના Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #334 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૨૨ ] [ સ્વાનુભૂતિદર્શન નહીં રુચતાં. વહ ખાતા હૈ, પીતા હૈ, સબ કરતા હૈ. ફિર ભી ભીતરમેં મુઝે આત્મા રહિયે ઐસા લક્ષ રહતા હૈ. વહુ જહાં જાતા હૈ વહાં મેરે આત્મા ચહિએ ઐસી અંદરમેં ખટક-ધગશ રહતી હૈ. ઐસી લગની લગે તો પુરુષાર્થ હુએ બિના રહતા નહીં. ઉસકો કહીં ભી ચેન નહીં પડતા, કોઈ બાધા ડાલતા હૈ તો ભી પુરુષાર્થ કરકે ભીતરમેં જાતા હૈ. બાકી કોઈ વસ્તુ પ્રતિબંધરૂપ નહીં હોતી. અંદર પુરુષાર્થ કરે ઉસકો બહારકી કોઈ વસ્તુ બાધા ડાલ સકતી નહીં. વહ ભીતરમેં ગયે બિના રહતા નહીં. ૫૬૬. પ્રશ્ન:- દષ્ટિમાં હું જ્ઞાયક છું, રાગ મારો સ્વભાવ નથી, હું રાગનો કર્તા નથી, આવો ભેદજ્ઞાનનો અભ્યાસ કરે ? તે શું બરાબર છે? સમાધાનઃ- એમ અભ્યાસ કરે તો બરાબર છે. દષ્ટિમાં જ્ઞાયક રાખવો, દ્દષ્ટિની અપેક્ષાએ રાગનો કર્તા નથી, રાગ પોતાનો સ્વભાવ નથી. જ્ઞાનમાં એમ થાય કે મારી પર્યાયમાં રાગ થાય છે અને તે મારી પુરુષાર્થની મંદતાએ થાય છે. દૃષ્ટિમાં એમ આવે કે હું જ્ઞાયક છું. અને જ્ઞાનમાં એમ આવે કે મારી પુરુષાર્થની મંદતાએ રાગ થાય છે. તેનાથી છૂટા પડવાનો પ્રયત્ન કરે. ક્ષણે ક્ષણે જે વિભાવની પર્યાય પ્રગટ થાય છે તેની સાથે હું જ્ઞાયક જુદો છું એમ ૫૨થી ને વિભાવથી છૂટા પડવાનો ભેદજ્ઞાનનો પ્રયાસ અંતરમાંથી સમજીને કરે તો બરાબર છે. ૫૬૭. પ્રશ્ન:- હું જ્ઞાયક જ છું એવી સાચી દષ્ટિમાં, રાગનો હું સર્વથા કર્તા નથી એમ શું લઈ શકાય ખરું? સમાધાનઃ- દષ્ટિ અપેક્ષાએ લઈ શકાય. જ્ઞાનપૂર્વક દષ્ટિમાં એમ આવે. અનાદિઅનંત શાશ્વત જે હું શાયક છું તે જ્ઞાયકની અંદર અશુદ્ધતા લાગી જ નથી. જો અશુદ્ધતા અંદર લાગી હોય તો કદી છૂટે નહિ, માટે અશુદ્ધતા લાગી જ નથી. દૃષ્ટિની અપેક્ષાએ હું સર્વથા શુદ્ધ છું. દ્રવ્ય અપેક્ષાએ બધી રીતે હું શુદ્ધ છું, અશુદ્ધતા સર્વથા નથી. દષ્ટિમાં તો તે અપેક્ષા પૂરેપૂરી છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે તેને જ્ઞાન બરાબર જાણે છે. માટે પુરુષાર્થની દોરીથી તેમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે. ૫૬૮. પ્રશ્ન:- પરિણામી દ્રવ્ય પરિણામનો કર્તા છે એ જ્ઞાનમાં બરાબર રાખ્યું છે અને દષ્ટિમાં હું જ્ઞાયક જ છું, જ્ઞાયક સર્વથા રાગનો અકર્તા છે અર્થાત્ દષ્ટિ અપેક્ષાએ હું સર્વથા રાગથી ભિન્ન છું એમ લેવાય ? Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #335 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૩૨૩ સમાધાનઃ- દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ દ્રવ્ય રાગથી સર્વથા ભિન્ન છે, સર્વથા જ ભિન્ન છે. અનાદિ-અનંત સર્વથા ભિન્ન છે. તેમાં બીજી કોઈ અપેક્ષા રહેતી નથી. જેમ સ્ફટિકમણિ સર્વથા નિર્મળ જ છે, પણ તેની પર્યાયમાં-વર્તમાન પરિણતિમાંલાલાશ છે તેમ ચૈતન્યદ્રવ્યના મૂળમાં-જ્ઞાયકમાં-સર્વથા અશુદ્ધતા પ્રવેશ પામી નથી, પણ તેની પર્યાયમાં અશુદ્ધતા છે તે તેના જ્ઞાનમાં હોય છે. દૃષ્ટિમાં શુદ્ધ જ્ઞાયક છે. દ્રવ્યમાં અશુદ્ધતા તો નથી, પણ અધૂરી-પૂર્ણ પર્યાયની અપેક્ષા તેમ જ કોઈ ભેદની અપેક્ષા પણ નથી. ૫૬૯. પ્રશ્ન:- સ્વભાવ અપેક્ષાએ ક્ષયોપશમ જ્ઞાનથી ભિન્ન છું એમ લેવાય ? સમાધાનઃ- હા, સ્વભાવ અપેક્ષાએ ક્ષયોપશમ જ્ઞાનથી ભિન્ન છું. ક્ષયોપશમ જ્ઞાન કર્મના નિમિત્તની અપેક્ષા રાખે છે, માટે તેવી અપેક્ષા પણ મારામાં નથી. હું તો જ્ઞાયક તે જ્ઞાયક છું. ૫૭૦. પ્રશ્ન:- શુદ્ધ છું અને અશુદ્ધ છું એવા વિરુદ્ધભાવ એક જ સમયમાં બંને સાથે રહે? સમાધાનઃ- હા, સાથે રહે છે. એક જ સમયે બંને પ્રકારના ભાવ, વિચારીએ તો વિરોધી લાગે છતાં, સાથે રહે છે. એક દ્રવ્ય અપેક્ષાએ અને એક પર્યાય અપેક્ષાએ એમ બંને ભાવ સાથે રહે છે. એવું આશ્ચર્યકારી અચિંત્ય દ્રવ્ય છે. એકતા–અનેકતા, શુદ્ધતા-અશુદ્ધતા આદિ બધા ભાવ સાથે રહે છે. પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા છે, શક્તિ અપેક્ષાએ શુદ્ધતા છે. અશુદ્ધતા મૂળ વસ્તુને હાનિ નથી પહોચાડતી, તેના વેદનમાં અશુદ્ધતા વેદાય છે. ૫૭૧. પ્રશ્ન:- રાગના કર્તાપણાની બુદ્ધિ મટાડવાનું તેમ જ રાગ-દ્વેષ ન કરવા તે બે વાત જ્ઞાનમાં બેસી જાય છે; પણ શુદ્ધાત્માના આલંબન લેવાની વાતનો તો ભાવ જ સમજાતો નથી. તો પ્રયોગ કેમ કરવો ? સમાધાનઃ- શુદ્ધાત્માનો આશ્રય લીધા વગર કર્તાપણું સાચું છૂટતું નથી. જે અકર્તાનો –શુદ્ધાત્માનો આશ્રય લે તે અકર્તારૂપે પરિણમે-જ્ઞાયકરૂપે પરિણમે અને ત્યારે તેને સાચું અકર્તાપણું આવે છે. તેને એમ થાય કે આ પરદ્રવ્યનો હું કર્તા નથી, રાગનું કર્તાપણું છોડું, પણ કર્તાપણું તેને છૂટતું નથી. શાયકનો આશ્રય લે ને અકર્તારૂપે પરિણમે તો જ કર્તાપણું છૂટે છે. પરદ્રવ્યનું કર્તાપણું અને રાગનું કર્તાપણું છોડવાનું તો સહેલું છે એમ તેને બુદ્ધિમાં લાગે. એમ વિચારમાં આવ્યા કરે કે હું ૫૨દ્રવ્યનો કે રાગનો કર્તા નથી, પણ તે વિચારમાં જ રહે છે, ને તેને Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #336 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર૪] [ સ્વાનુભૂતિદર્શન રાગનું કર્તાપણું સાચું છૂટતું નથી. શુદ્ધાત્માના આલંબન વગર સાચું અકર્તાપણું આવતું નથી. શુદ્ધાત્મા પોતે છે, તેને ગોતવા જવો પડે તેમ નથી. રાગની પર્યાયનું વેદન થાય છે એટલે તેને પકડાય કે આ રાગની પર્યાય છે અને બુદ્ધિમાં માને કે આનું હું કર્તાપણું માની રહ્યો છું; પણ જે જ્ઞાનસ્વભાવી શુદ્ધાત્મા પોતે જ છે તેને પકડી શકતો નથી. રાગ અને જ્ઞાન બંને સાથે થાય છે, તેમાં રાગને પકડે છે, પણ તેની સાથે રહેલા જ્ઞાનને પકડતો નથી. પોતે જ્ઞાન છે-પોતે શુદ્ધાત્મા, જ્ઞાનસ્વરૂપે જ છે. છતાં પોતાને છોડીને બધું ગ્રહણ કરવા જાય છે. રાગ સાથે જ્ઞાન હોય છે તેને છૂટું પાડી શકતો નથી, કે આ જ્ઞાન છે અને આ રાગ છે. તે કરવું સહેલું છે, પણ અનાદિની રાગ સાથે એકત્વબુદ્ધિ કરી છે, એટલે રાગથી છૂટું પડવું મુશ્કેલ પડે છે. પોતે જ છે, તેને ગોતવા જવું પડે તેમ નથી. જ્ઞાન છે તે જ જ્ઞાયક છે. તે જ્ઞાન કયાંથી ઉત્પન્ન થયેલું છે? તે જ્ઞાયકનું જ્ઞાન છે. જ્ઞાન લક્ષણ દ્વારા આખા જ્ઞાયકને ગ્રહણ કર, શુદ્ધાત્માને ગ્રહણ કર. જેમ કૂતરાને એમ થાય કે હું ગાડું ચલાવું છું, તેમ બીજાનાં કાર્યો જાણે હું કરું છું તેમ સ્કૂલ રીતે પકડાય છે. તેનાથી રાગ સૂક્ષ્મ છે, છતાં રાગ વેદાય એટલે તેને પકડે છે. પણ જ્ઞાન તેને દેખાતું નથી. ખરેખર જ્ઞાન દેખાય તેવું જ છે. જે જાણી રહ્યો છે તે તું જ છો. રાગનું વેદના થાય તે વેદનને જાણનારો કોણ છે? માટે, તે પોતે જણાય એવો છે, પણ તેને જાણતો નથી, રાગથી સૂક્ષ્મ જ્ઞાન છે તેથી પકડવું મુશ્કેલ પડે છે. સહેલું છે. સૂક્ષ્મ થઈને પોતાને ગ્રહણ કરે તો પકડાય છે. પ૭ર. પ્રશ્ન- તો એવો ક્યો પુરુષાર્થ કરવો ? સમાધાન- પોતાને એટલી અંદરથી જ્ઞાયકની ભાવના, જિજ્ઞાસા, લગની, રુચિ લાગે તો સૂક્ષ્મ થઈને પોતાને ગ્રહણ કરે. તે ગ્રહણ કયારે કરે? કે પોતાની મહિમા આવે, પોતાની લગની લાગે, આ બધું જણાય છે તો હું મને કેમ નથી જાણતો? એમ પુરુષાર્થ કરે, જ્ઞાન કરે, વારંવાર તત્ત્વના-ચૈતન્યને પકડવાનાવિચાર કરે તો ગ્રહણ થાય. લગની લગાડવી જોઈએ, દિવસ અને રાત તેની લગની લગાડે તો થાય. પણ ઉપયોગ અનાદિનો સ્થૂલ થઈ ગયો છે તેથી તેને પોતા તરફ વળતાં મુશ્કેલ પડે છે. પ૭૩. પ્રશ્ન- શરીર, રાગ તથા જ્ઞાનસ્વરૂપી આત્મા એવા એકમેક લાગે છે કે તેને જુદા પાડવામાં મુશ્કેલી પડે છે ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #337 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૩૨૫ સમાધાન:- જાણનારો પોતે હોવા છતાં પણ ગ્રહણ કરવું મુશ્કેલ પડે છે. જ્ઞાનલક્ષણ બતાવી રહ્યું છે કે “હું આ રહ્યો,” પણ પોતે લક્ષમાં લેતો નથી. જાણનારો જુદો છે. રાગ આત્માને જાણતો નથી અને રાગ રાગને જાણતો નથી તથા શરીર તો જડ છે. વિચાર કરે તો જાણનારો પોતે દેખાય તેવો છે, સમજાય તેવો છે કે જાણનારો પોતે જ છે. જાણનારો પોતે પોતાનું લક્ષણ બતાવી રહ્યો છે, પણ પોતે ધીરો થઈને ઊભો ન રહેતાં વિભાવની પરિણતિ વેગથી ચાલી રહી છે તેમાં વેગથી દોડી રહ્યો છે. તેથી તેને તેમાં રાગથી જુદું પડવું મુશ્કેલ પડે છે. રાગ મંદ કરે તો અશુભમાંથી શુભમાં આવે છે, પણ જુદો પડતો નથી. એક પછી એક વિભાવની માળા તેને ચાલ્યા કરે છે, તેમાંથી તેણે ઊભું રહીને-સ્થિર રહીને-જુદું રહીને-જુદું પડવું મુશ્કેલ પડે છે. પ૭૪. પ્રશ્ન- એવો અમે શું પુરુષાર્થ કરીએ કે હવે પછીના કાળમાં અમને ગુરુદેવનો અને આપના સાન્નિધ્યનો યોગ પ્રાપ્ત થાય ? સમાધાનઃ- અંતરમાં એક આત્મા જ સર્વસ્વ છે, બીજું બધું નિઃસાર છે. હું આત્મા શાશ્વત છું, આ કોઈ પરદ્રવ્ય મારું નથી એ રીતે પરદ્રવ્ય પ્રત્યેનો મોહ તોડી નાખે. જીવ નકામો મારું મારું કરે છે, આ શરીર પોતાનું નથી, બહારના ઘર-કુટુંબ તે કોઈ પોતાનાં નથી, બહારની વસ્તુઓ–પૈસા આદિ કોઈ વસ્તુ પોતાની નથી. બધું સાચવી-સાચવીને રાખતો હોય પણ એક ક્ષણમાં પોતે ચાલ્યો જાય છે અને તે બધું અહીં પડયું રહે છે. માટે બીજી કોઈ વસ્તુ સારભૂત નથી. તે બધા ઉપરથી મમતા છોડી એક ચૈતન્યની રુચિ, મહિમા વધારવી. આમ, આત્મામાં જે સંસ્કાર નાંખ્યા હોય તે સાથે આવે છે અને તેની સાથે શુભભાવ હોય તેનાથી પુણ્ય બંધાય છે કે જેના કારણે સારા યોગ મળે એટલે કે ગુરુદેવ મળે, જિનેન્દ્રદેવ મળે. પ૭૫. પ્રશ્ન- અનુભવ થયા પહેલાં મુમુક્ષુ સાચા જ્ઞાન અને વૈરાગ્ય કરી શકે ? સમાધાન:- પહેલાં જ્ઞાન-વૈરાગ્ય કરી શકે, પણ વાસ્તવિક યથાર્થપણું તેને સમ્યજ્ઞાન થાય ત્યારે કહી શકાય. પરંતુ તે યથાર્થપણાની ભૂમિકા મુમુક્ષુપણામાં થઈ શકે છે. યથાર્થપણું પ્રગટ થાય તેના પહેલાં યથાર્થપણાની ભૂમિકા થવાથી યથાર્થપણાના માર્ગે જઈ શકે છે. સમ્યગ્દર્શનમાં જેવી ઊંડી પ્રતીતિ અને યથાર્થ આત્માનો આશ્રય ગ્રહણ કર્યો એવું હજુ નથી, તો પણ તે યથાર્થ માર્ગે જઈ શકે છે. માર્ગાનુસારી થઈ શકે છે. આ શુભાશુભભાવ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #338 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [સ્વાનુભૂતિદર્શન ૩૨૬ ] એક ચૈતન્યતત્ત્વ છે કે જે કોઈ અપૂર્વ મહિમાવંત છે તેની મહિમા આવે-તથા શુભાશુભભાવ બંને આકુળતામય છે, દુ:ખમય છે, એવા પ્રકારના વિચારો કરીને જ્ઞાન-વૈરાગ્ય યથાર્થ કરી શકે છે, જેની પાછળ અવશ્ય તેને સમ્યગ્દર્શન થાય તેવી ભૂમિકા તે પ્રાપ્ત કરી શકે છે. પાણી છે ત્યાં પહોંચ્યો નથી તો પણ, પાણીનાં અમુક લક્ષણો ઉ૫૨થી પાણી નજીક છે તેમ નક્કી કરે છે તેમ આ જીવ જ્ઞાયક સ્વભાવ-જાણનાર તત્ત્વકોઈ જુદું અદ્દભુત તત્ત્વ છે તેના અનુભવ સુધી હજી પહોંચી શકયો નથી તો પણ અમુક પ્રકારે નિર્ણય કરી શકે છે. તેને લગતું જ્ઞાન-વૈરાગ્ય-વિરક્તિ તે ભૂમિકામાં પણ સાચા માર્ગે દોરી શકે છે. અંતરમાંથી અપૂર્વ રુચિ થાય, અપૂર્વ દેશનાલબ્ધિ થાય કે માર્ગ તો આ જ છે. શુભાશુભભાવથી જુદો એક આત્મા તે કોઈ જુદું તત્ત્વ છે અને તે જ સર્વસ્વ છે, બહાર કયાંય સર્વસ્વપણું નથી, એક આત્મા સિવાય કયાંય બહારમાં વિશેષતા લાગે નહીં. જગતની કોઈ વસ્તુ અલૌકિક લાગે નહિ અને એક આત્મા જ અલૌકિક તત્ત્વ છે એવી જાતની અપૂર્વ રુચિ કરી સાચા માર્ગે જઈ શકે છે. ૫૭૬. પ્રશ્ન:- ભેદજ્ઞાનમાં શું સિદ્ધ થાય છે અને તેનું સ્વરૂપ શું છે? સમાધાનઃ- ભેદજ્ઞાનમાં બીજું દ્રવ્ય સાબિત થાય છે, વિભાવ સાબિત થાય છે અને હું વિભાવથી જુદો છું તેમ સાબિત થાય છે. બે દ્રવ્યોની તેમાં સાબિતી થાય છે. અદ્વૈતવાદી કહે છે કે બીજું દ્રવ્ય છે જ નહિ, તે અદ્વૈત માનનારાનો આમાં નિષેધ થાય છે. ક્ષણે ક્ષણે બીજું-બીજું દ્રવ્ય ઉત્પન્ન થાય છે તેમ માનનારા ક્ષણિકવાદીનો પણ આમાં નિષેધ થાય છે. ભેદજ્ઞાનમાં આખો મુક્તિનો માર્ગ સમાઈ જાય છે. જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ થયું તેમાં જ્ઞાયકની જ્ઞાયકરૂપે પરિણિત આવી ગઈ, અકર્તાપણું-સાક્ષીપણું આવી ગયું. સાધના કરવાનો મૂળ ઉપાય ભેદજ્ઞાન છે, જે ક્ષણે ક્ષણે ધારાપ્રવાહરૂપ હોય છે. મારું અસ્તિત્વ મારારૂપે છે અને પરરૂપે નથી તે ભેદજ્ઞાનનું કાર્ય છે. હું મારા જ્ઞાયકના અસ્તિત્વરૂપે છું અને પરરૂપે નથી તે કાર્ય કરવાનું રહે છે. ૫૭૭. પ્રશ્ન:- બહારના અમુક સંયોગો છોડી અહીં આવ્યા, અહીં આવીને પણ શાસ્ત્રમાંથી વિચાર-વાંચન વગેરે બધું થાય છે છતાં સમ્યગ્દર્શન હજુ કેમ થતું નથી ? સમાધાનઃ- પોતે જ અટકે છે. જેટલી રુચિની તીવ્રતા જોઈએ તેટલી નથી. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #339 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૩૨૭ અંતરથી પાછો વળતો નથી, પોતાને ગ્રહણ કરતો નથી, એટલી વિરક્તિ આવતી નથી, મહિમા આવતી નથી, માટે તેમાં કચાશ રહે છે,-મંદતા રહે છે. જેમ કોઈએ જાગૃત થવાનો નિર્ણય કર્યો હોય પણ પ્રમાદને લઈને જાગતો નથી અને જાગવું છે, ઊઠવું છે, એમ કર્યા કરે છે; તેમ પોતે પ્રમાદને લઈને જેટલું જોઈએ તેટલું જ્ઞાન, તેટલી વિરક્તિ નથી કરતો. જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ આપતો નથી, માટે થતું નથી. પોતાની આળસને કારણે થતું નથી. તાલાવેલી લાગવી જોઈએ. પોતે કયાં અટકે છે તેને અંત૨માંથી ઓળખી લે તો તે ત્યાં પોતે અટકી જ ન શકે અને પોતે અંતરમાં ચાલ્યો જાય. મૂળ તેની દૃષ્ટિ જ્ઞાયકમાં થંભતી નથી, વિભાવથી છૂટતો નથી. કારણ પોતાનું જ છે. જ્ઞાયકનો આશ્રય પ્રબળપણે લઈને વિભાવનો આશ્રય છોડી દે તો નિરાલંબન થઈ જાય. પોતાના આશ્રયનું જોર થાય તો બધું છૂટી જાય છે. પોતે છોડે તો છૂટી જાય છે, પોતે જ છોડતો નથી. પોતાનું કારણ છે. દ્રવ્યદૃષ્ટિથી તો પોતે વિભાવમાં ગયો જ નથી, તેને ગ્રહણ કર્યો નથી. પણ પર્યાય અપેક્ષાએ બધે અટકેલો છે. ૫૭૮. પ્રશ્ન:- પર્યાયમાં અટકેલો છે તેના માટે શું ઉપાય કરવો ? સમાધાનઃ- જ્ઞાયકની વિશેષ મહિમા લાવે અને જ્ઞાયકમાં જ બધું સર્વસ્વ છે એવી દઢતા કરે. બહારમાં સર્વસ્વ નથી, ચૈતન્યમાં બધું સર્વસ્વ છે એમ ભલે પહેલાં બુદ્ધિપૂર્વક વિચાર કરીને નક્કી કરે; પણ પછી અંદરમાંથી પલટો ખાવામાં તેની વિશેષ તૈયાર થવી જોઈએ, તો તેની પરિણતિ પલટો ખાય. બુદ્ધિમાં આવે પણ પરિણતિ જ્યાં સુધી પલટો નથી ખાતી ત્યાં સુધી કચાશ છે. પરિણતિ એકત્વ તરફ ઢળી રહી છે, તે પોતાની કચાશ છે. બુદ્ધિમાં નિર્ણય કરે કે આમાં સુખ છે અને આમાં સુખ નથી. અહીં પોતે આવે છે, પણ પરિણતિ પલટો ખાતી નથી તે પોતાની કચાશ છે. જ્ઞાયક તરફ ટકે કયારે? પોતાને જ્ઞાયક તરફ રહેવાની જરૂરિયાત લાગે કે આ જ જરૂરિયાતવાળું છે. આમ બીજા તરફથી પાછો હઠે તો થાય. પરિણતિનો પલટો પોતાના પુરુષાર્થની થાય છે. ગુરુદેવે બધાને જ્ઞાયક ગ્રહણ થાય એવી રીતે ચોખ્ખું કરી દીધું છે. તારું સ્વરૂપ તારામાં છે, બીજું ૫૨ તારામાં નથી. આખો માર્ગ ચોખ્ખો કરીને બતાવ્યો છે. ૫૭૯. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #340 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર૮] [સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન- આપ વારંવાર કહો છો પણ પરિણતિ આ બાજુ વળતી નથી ? સમાધાન- પરિણતિ પલટો ખાય તેમાં પુરુષાર્થની તૈયારી કરવી પડે છે. પCO. પ્રશ્ન:- “તત પ્રીતિ ચિતેન....” તેનો શું અર્થ કરવો ? સમાધાન - અંતરની રુચિપૂર્વક જે (શુદ્ધાત્માની) વાર્તા સાંભળે છે તેની પરિણતિ પલટો ખાધા વગર રહેવાની જ નથી. અને તે ભવિષ્ય નિર્વાણનું ભાજન થાય છે. અંતરની રુચિપૂર્વક જેણે વાત પણ સાંભળી છે તેની પરિણતિ પલટો ખાધા વગર રહેવાની નથી. તેનો અર્થ પોતાના પુરુષાર્થપૂર્વક પરિણતિમાં પલટો થવાનો છે. જે જિજ્ઞાસુ હોય તેને એમ આવે કે મારી પરિણતિ કેમ પલટો ખાય? તેને પુરુષાર્થ કરવાની વર્તમાન ભાવના રહે છે. ૫૮૧. પ્રશ્ન:- જિજ્ઞાસુને ભવિષ્યમાં પુરુષાર્થ થશે એવી ઓથ શું ન રહે ? સમાધાન - ઓથ ન રહે. તેને ભાવના એમ રહે કે કેમ વર્તમાનમાં જ પલટો ખાઉં? કેમ હું પુરુષાર્થ કરું? કેવી રીતે થાય? એવી ભાવના અને લગની લગાડનારને પલટો ખાય છે. કયારે પલટો ખાય તે તેની યોગ્યતા પ્રમાણે છે, પણ ભાવના તો એવી રહે છે. કેમ હું પુરુષાર્થ કરું અને ઝટ કેવી રીતે થાય? એમ વર્તમાનમાં જ પુરુષાર્થ કરવાની ભાવના રહે છે. પ૮૨. પ્રશ્ન- જ્ઞાયકની રુચિ વધે તેમાં જ્ઞાનની સૂક્ષ્મતા આવી જાય ? સમાધાનઃ- જ્ઞાયકની રુચિ વધે તેને જ્ઞાયકને ગ્રહણ કરવાની સૂક્ષ્મતા થાય છે પણ બીજું જ્ઞાન વધારે થાય તેવો નિયમ નથી. પ૮૩. પ્રશ્ન- જ્ઞાનીને કર્મનો તીવ્ર ઉદય આવે ત્યારે શું શંકા નહિ પડતી હોય કે મારો નિર્ણય પલટી તો નહિ જાય ને? સમાધાન- તેને શંકા પડતી જ નથી, તેની સહજધારા જુદી જ રહે છે. જે ક્ષણે વિકલ્પ આવે તે ક્ષણે પણ જ્ઞાયકની ધારા રહે છે, પછી તેને યાદ કરવું પડતું નથી. પોતાનું-જ્ઞાયકનું-અસ્તિત્વ ગ્રહણ થયું તે જ્ઞાયકની જોરદાર પરિણતિ તેની સાથે રહે છે, તેથી વિકલ્પમાં તન્મય થતો જ નથી, ન્યારો રહે છે. વિકલ્પ આવે છતાં તે ન્યારો રહીને આવે છે. પોતાના સહજ અસ્તિત્વની-જ્ઞાયકની-પરિણતિપૂર્વક તે વિકલ્પ હોય છે અને તે જુદો રહે છે. તેમાં શંકા પડતી જ નથી. ૫૮૪. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #341 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૩૨૯ પ્રશ્ન:- ધારણાજ્ઞાન સુધી આવે છે, સમજણમાં પણ બેસે છે, પણ પરિણતિ બદલાતી નથી, તો તેનો કોઈ ઉપાય ? સમાઘાન- જે એકત્વબુદ્ધિની પરિણતિ થઈ રહી છે તે પરિણતિને ન્યારી કરતો નથી. નિર્ણય થઈ ગયો છે કે આ હું જુદો જ છું, જ્ઞાયક છું. પણ ક્ષણે ક્ષણે જે વિકલ્પોની સાથે એકત્વબુદ્ધિ કરી રહ્યો છે-એકત્ર થઈને પરિણમી રહ્યો છે-તે એકત્વને તોડતો નથી એટલે પરિણતિ બદલાતી નથી. એકત્વ તોડવાનો પ્રયાસ કરે તો તે પ્રયાસ પહેલાં અભ્યાસરૂપે થઈ શકે છે. એવબુદ્ધિ તોડવાનો અભ્યાસ ચાલે છે તો પણ એકત્વબુદ્ધિની પરિણતિ થઈ રહી છે. તે સ્થિતિમાં સહજ નથી એટલે વિચાર કરવો પડે છે કે હું જુદો છું. એમ વિચારપૂર્વકનો અભ્યાસ હોય છે, સહજ નથી. સ્વાનુભૂતિ થાય ત્યારે જ સહજ થાય છે. પ૮૫. પ્રશ્ન- દષ્ટિ, જ્ઞાન અને અંશે સ્વરૂપાચરણ ચારિત્ર એ બધું શું સાથે જ હોય છે ? સમાધાનઃ- દષ્ટિનો વિષય અખંડ દ્રવ્ય છે. દષ્ટિ તેને ગ્રહણ કરે, જ્ઞાન બધું જાણે અને ચારિત્રમાં લીનતા થાય-આ બધું એકસાથે છે. વિશેષ ચારિત્ર ભલે પછી થાય; પણ શરૂમાં બધું સાથે જ પ્રગટે છે. દષ્ટિનો વિષય મુખ્ય હોય અને જ્ઞાન બધું જાણે અર્થાત્ ભેદજ્ઞાન કરે કે આ હું છું ને આ હું નથી. સ્વ રૂપે છું, ને પર રૂપે નથી એમ સ્વ-પરનો પ્રકાશ જ્ઞાન કરે. દષ્ટિ એક પોતાને-અખંડને ગ્રહણ કરે, જ્ઞાન બધાને જાણે અને સ્વરૂપાચરણ ચારિત્ર અંશે હોય-આમ બધું સાથે હોય છે. પ૮૬. પ્રશ્ન:- અંતર્મુખ વલણ થાય છે, પણ તે એક ધારાએ રહેતું નથી. છૂટી જાય છે, તો તેના માટે શું કરવું? સમાધાનઃ- અનાદિનો એકત્વનો અભ્યાસ થઈ રહ્યો છે, એટલે આ મુશ્કેલ થઈ ગયું છે. સ્વથી એકત્વ ને પરથી વિભક્ત એવો પોતાનો સ્વભાવ સહજ છે તો પણ અનાદિનો અભ્યાસ-ટેવ થઈ ગઈ છે તેથી એત્વ સહેજે થઈ જાય છે અને સ્વભાવમાં પ્રયત્ન કરે ત્યારે માંડ થાય છે. છતાં ભેદજ્ઞાનનો અભ્યાસ એમ ને એમ ચાલુ જ રાખે તો સહજ થાય. શરૂઆતમાં પ્રયત્ન કરી કરીને તે અભ્યાસ ચાલુ રાખે તો જ દઢ થાય. મુમુક્ષુ- શરૂઆતમાં ભેદજ્ઞાનનો અભ્યાસ સહજ કેમ ચાલતો નથી ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #342 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૦] [ સ્વાનુભૂતિદર્શન બહેનશ્રી:- હું જુદો છું એમ સ્વભાવ ગ્રહણ કરીને અભ્યાસ ચાલુ રાખે તો પછી તેને સહજ થવાનો અવકાશ છે. આત્મા સહજ સ્વભાવે છે અને તેના જ્ઞાન-દર્શન-ચારિત્ર પણ સહજ છે-બધું સહજ છે, પણ તે તરફ પ્રયત્ન નથી વળતો તેથી મુશ્કેલી પડે છે. તેણે શરૂઆતમાં પ્રયત્ન કરી કરીને પોતા તરફ વળવું પડે છે, પછી તો તેનો સ્વભાવ સહજ છે. તેથી પોતા તરફ તેની પરિણતિ સહેજે આવે છે. પહેલાં પરિણતિને પ્રયત્ન કરી કરીને પોતા તરફ વાળવી પડે છે, કેમકે અનાદિનો અભ્યાસ છે. ૫૮૭. પ્રશ્ન- ઉપદેશ સાંભળીને વૃત્તિમાં મજબૂતી આવતી નથી તેનું કારણ શું? સમાધાનઃ- મજબૂતી નહિ આવવાનું કારણ પોતે જ છે, બીજો નથી. પોતે મજબૂતી લાવે તો આવે. અનાદિના એના એ અભ્યાસમાં ચાલ્યો જાય છે ને સ્વરૂપ દેખાતું નથી એટલે મજબૂતી આવતી નથી. પણ આત્માને લક્ષણથી ઓળખીને નક્કી કરવો જોઈએ. જે આત્મા સુખ-આનંદ ઇચ્છી રહ્યો છે તે પોતે સ્વયં સુખરૂપ છે. તે બહારથી સુખ ઇચ્છતો, સુખની-આનંદની ઝંખના કર્યા કરે છે; પણ સુખ બહારથી મળતું નથી, અને આકુળતા આકુળતા રહ્યા કરે છે. સુખને ઇચ્છનારો પોતે જ સુખસ્વરૂપ છે. માટે બહારનો આશ્રય છૂટી જાય અને પોતે એકલો જ રહી જાય તો પોતામાંથી સુખ અને આનંદ પ્રગટે છે અને તે નિર્ણય પોતે કરે તો થાય છે. પ૮૮. પ્રશ્ન- જે બહારનો સુધારો કરવા માંગે છે તેનું જ્ઞાન શું મિથ્યા કહેવાય ? સમાધાનઃ- જ્ઞાન મિથ્યા છે, કેમકે વિભાવ ભાવોને છોડવાનો માર્ગ તે સમજ્યો નથી. વિભાવ કઈ રીતે છૂટે તેનો સાચો ઉપાય તે નહિ જાણતો હોવાથી માત્ર બહારમાં જ સુધારો કરે છે. જે બહારનો સુધારો કર્યા કરે છે–બહારથી જ સુધારો કરવા માંગે છે તેનું જ્ઞાન સાચું નથી, તે માર્ગને ઓળખતો નથી. જેનું લક્ષ જ્ઞાયક ઉપર નથી એવા ઘણા જીવો માત્ર બહારથી જ સુધારો કર્યા કરે છે અર્થાત અશુભભાવનો સુધારો કર્યા કરે છે, પણ તે રીતે વિભાવ વાસ્તવિકપણે છૂટતા નથી. માટે તેનું જ્ઞાન સાચું નથી. મુમુક્ષુ- બહારથી એટલે શુભનું અવલંબન લઈને? બહેનશ્રી:- અજ્ઞાની જીવ બહારથી એટલે કે શુભનું અવલંબન લઈને અશુભને છોડવા માંગે છે; પણ સાચા માર્ગને તે જાણતો નથી, આત્મા તરફ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #343 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૩૩૧ તેની દૃષ્ટિ નથી તેમ જ આત્માને લક્ષે વિભાવ છૂટે એવું કાંઈ ધ્યેય નથી. કષાયની મંદતા જીવે અનંતવાર કરી છે, મંદ કષાય કરીને અનંતવા૨ મુનિપણું લઈ લીધું છે –આમ બહારથી બધો સુધારો કર્યો છે, પણ તેનું જ્ઞાન સાચું નહિ હોવાથી તેને વાસ્તવિકપણે વિભાવ છૂટતો નથી. માત્ર તેને વૈરાગ્યથી બહારનું બધું છૂટી જાય છે, પણ ખરી રીતે અંતરમાંથી વિભાવ છૂટવો જોઈએ તે છૂટતો નથી કારણ કે તેનું જ્ઞાન સાચું નથી. ૫૮૯. પ્રશ્ન:- હું કાંઈ ન કરું તો શું શૂન્ય ન થઈ જાઉં? સમાધાનઃ- હું કાંઈ નથી કરી શકતો, હું તો જાણનાર છું.-એવી ઉદાસીનતા અને જ્ઞાયકની મહિમા જેને લાગે તે પોતે શ્રદ્ધા કરીને પરિણતિને કેળવે તો તેની સહજ દશા થાય. હું કાંઈ નથી કરી શકતો તો હું નકામો-શૂન્ય નિષ્ક્રિય થઈ જઈશ એવું અંદર લાગતું હોય તે ઉદાસીન રહી શકે નહીં. જેને પ્રવૃત્તિનો રસ હોય તેને એમ લાગે છે કે સિદ્ધભગવાનને કાંઈ કરવાનું નહિ? તેમ જ આ બધું છૂટી જશે તો શૂન્યતા તો નહિ આવી જાય ને? તેને અંદર સ્વભાવમાં બધું ભર્યું છે એવી મહિમા-શ્રદ્ઘા અંદરથી આવતી નથી. ૫૯૦. પ્રશ્નઃ- સત્પુરુષના સાન્નિધ્યમાં આત્માની લગની કાંઈક વધે ને ? સમાધાનઃ- સત્પુરુષનું મહાન-પ્રબળ નિમિત્ત છે, પણ કરવાનું પોતાને રહે છે. એટલે શાસ્ત્રમાં આવે છે ને? કે દેવ-શાસ્ત્ર-ગુરુનું કે સત્પુરુષનું સાન્નિધ્ય ગોતીને તું તેમના શરણે જા, તેઓ કહે તેમ કર. પણ કરવાનું તો પોતાને રહે છે, ઉપાદાન પોતાને તૈયાર કરવાનું રહે છે. કોઈ કરી દેતું નથી. મુક્તિનો માર્ગ પ્રગટ કરવા માટે સત્પુરુષનું નિમિત્ત પ્રબળ છે. અર્થાત્ મુક્તિના માર્ગને ઓળખવા માટે, સ્વાનુભૂતિ પ્રગટ કરવા માટે, જિજ્ઞાસુની ભૂમિકા-આત્માર્થતા પ્રગટ કરવા માટે ગુરુનું નિમિત્ત મોટું છે, પણ કરવાનું પોતાને ૨હે છે. ૫૯૧. પ્રશ્ન:- પર્યાયમાં પુરુષાર્થ થતો હોય તો તેને જ્ઞાની કરે છે કે જાણે છે? સમાધાનઃ- માત્ર જાણે એટલું જ નથી, પુરુષાર્થ કરે છે. તે એવી જાતનું જાણે છે કે હું જ્ઞાતા છું. આમ જ્ઞાતાની ઉગ્રતા કરે એટલે જ્ઞાનમાં પુરુષાર્થ આવી જાય છે. માત્ર જાણવા ખાતર જાણે તો જ્ઞાનમાં પુરુષાર્થ આવી જતો નથી, Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #344 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૨] [સ્વાનુભૂતિદર્શન પરંતુ જ્ઞાયકની ઉગ્રતામાં પુરુષાર્થ આવી જાય છે. જ્ઞાતા એટલે પર્યાય છે એમ જાણું અર્થાત્ જાણપણું કર્યું કે પર્યાય છે તેથી પુરુષાર્થ આવી જાય એમ નહિ, પરંતુ જ્ઞાતાધારાની તીક્ષ્ણતા કરે તો તેમાં પુરુષાર્થ આવી જાય છે. હું જ્ઞાયક છું એમ જ્ઞાતાધારાની ઉગ્રતા કરી લીનતા કરે તો તેમાં પુરુષાર્થ આવી જાય છે. હું દ્રવ્ય જ્ઞાયક છું એમ જ્ઞાયકને જ્ઞાયકરૂપે રાખવા માટે તથા જ્ઞાયકની પરિણતિ દઢ કરવા માટે અર્થાત્ જ્ઞાતાધારાની ઉગ્રતા કરવા માટે જ્ઞાની પુરુષાર્થ કરે છે. બહાર જતો ઉપયોગ તે વિભાવ પરિણતિ છે તેનાથી પોતે છૂટો પડીને અંતરમાં સ્વરૂપ તરફ લીનતા કરવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનીનું જાણવું એટલે માત્ર જાણી લેવું તેમ નહિ, પણ પુરુષાર્થપૂર્વકનું જાણવું છે. પ૯૨. પ્રશ્ન:- દ્રવ્ય અને પર્યાય એ બે વચ્ચેની રમત જ સમજાતી નથી ? આમ કરવા જઈએ તો નિશ્ચયાભાસી થવાય છે અને આમ કરવા જઈએ તો વ્યવહારાભાસી થઈ જવાય છે? સમાધાન - તે બધું વિકલ્પાત્મક છે એટલે એમ થાય છે, પણ સહજ હોય તેને એમ થતું નથી. વિકલ્પથી નિર્ણય કરવા જાય તો એક વિકલ્પ છૂટે અને બીજો ઉત્પન્ન થાય. જો સહજ હોય તો એમ થતું નથી. જ્ઞાયકની પરિણતિ સહજ થાય તો એક (દ્રવ્ય) ગ્રહણ થાય અને એક (પર્યાયનું જ્ઞાન) છૂટી જાય તેમ થતું નથી. તે દ્રવ્યને ગ્રહણ કરે છે, પર્યાયમાં પુરુષાર્થ રહે છે; પરંતુ વિકલ્પાત્મક પ્રયત્ન થાય છે એટલે દ્રવ્યનો વિચાર કરતાં પર્યાય છૂટી જાય છે, પણ તેની સંધિ યથાર્થ વિચારીને નક્કી કરવી જોઈએ. દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયમાં પુરુષાર્થ એ બંનેની સંધિ કરવા જેવી છે. એકને ગ્રહણ કરવા જાય અને બીજું છૂટી જાય તો એકલું નિશ્ચયાભાસ થઈ જાય છે. દ્રવ્યદૃષ્ટિ થાય નહિ તો મોક્ષમાર્ગ જ પ્રગટ થતો નથી. પ૯૩. પ્રશ્ન- પહેલાં દ્રવ્યદષ્ટિ હોય કે પહેલાં વ્યવહાર હોય ? સમાધાન - જ્યાં દ્રવ્યદષ્ટિ મુખ્ય ને યથાર્થ હોય ત્યાં યથાર્થ વ્યવહાર આવી જાય છે. દ્રવ્યદષ્ટિની સાથે યથાર્થ વ્યવહાર રહેલો છે. જો તે છૂટી જાય તો દષ્ટિ જ સમ્યક નથી. સમ્યગ્દષ્ટિ-યથાર્થદષ્ટિ હોય તેની સાથે યથાર્થ જ્ઞાન અને યથાર્થ સ્વરૂપરમણતા હોય છે. જ્ઞાયક ઉપર દષ્ટિ ગઈ એટલે પૂર્ણ મુક્તિ અને પૂર્ણ વેદન થઈ જતું નથી, પણ હજી અધૂરાશ છે અને ત્યાં સુધી વ્યવહાર હોય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #345 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [૩૩૩ મુમુક્ષુની દશામાં (પ્રથમ) તે નક્કી કરે કે હું સ્વભાવે નિર્મળ છું. સાથે ભેદજ્ઞાનનો અભ્યાસ કરે કે હું જુદો છું. આમ એકત્વબુદ્ધિથી છૂટવાનો પ્રયત્ન કરે. પ્રયત્ન અને દૃષ્ટિ સાથે હોય છે, અને ભાવનામાં પણ એમ હોવું જોઈએ. પ્રથમ જેવો સ્વભાવ છે તેવો જ ગ્રહણ કરે, પછી પર્યાયમાં અધૂરાશ ને અશુદ્ધતા છે તે બધાને ટાળીને શુદ્ધતાનો પ્રયાસ કરે છે. ૫૯૪. પ્રશ્ન:- પર્યાય ન માનતાં શું દષ્ટિનું બળ વધી જતું હશે ? સમાધાન:- પર્યાય નથી એમ કરવાથી કાંઈ દષ્ટિનું બળ વધી જાય છે એવું નથી. જેમ છે તેમ યથાર્થ જાણે તો દષ્ટિનું બળ વધે છે. દ્રવ્યદૃષ્ટિના વિષયમાં પર્યાય નથી એટલે પર્યાય વસ્તુ જ નથી, એ કાંઈ યથાર્થ નથી. દષ્ટિના વિષયમાં પર્યાય આવતી નથી, ધ્યેય એક દ્રવ્ય ઉપર છે તેની દષ્ટિમાં પર્યાય નથી એટલે પર્યાય જ નથી એમ નથી. પ૯૫. પ્રશ્ન- જ્ઞાની વારંવાર તેની મેળાએ અંદર ચાલ્યા જાય છે? સમાધાન - તેમાં પ્રયત્ન છે, પણ તે પ્રયત્ન સહજ થઈ જાય છે. કોઈ કરી દેતું નથી કે કાંઈ પરાણે કરવું પડતું નથી, પ્રયત્ન સહજ છે. પોતાના ઘર તરફ પોતે સ્વભાવિક રીતે દોડીને જાય છે. ૧૯૬. પ્રશ્ન:- જ્ઞાનીને અંતરમાં એકદમ શાંતિ મળે છે તો બહાર નીકળે છે શું કામ ? એકદમ શાંતિ મળી ગઈ પછી આકુળતામાં કેમ આવે છે? સમાધાન - તેટલો પુરુષાર્થ નથી એટલે બહાર નીકળી જાય છે અને અનાદિના જે વિભાવો પડ્યા છે તેમાં જોડાઈ જાય છે. હજી વિભાવો પડેલા છે, તે ક્ષય થયા નથી, તેમ જ અંદર તેટલો પુરુષાર્થ નથી એટલે અંદર ટકી શકાતું નથી ને બહાર આવી જાય છે. પ૯૭. પ્રશ્ન- સત સરળ, સુગમ છે; પણ કોઈ માર્ગ દેખાડે તો થાય ને? સમાઘાન- સત્ સરળ અને સુગમ છે. દેખાડનાર દેખાડે, પણ જોવાનું તો પોતાને જ છે ને? પોતે જુએ નહિ તો ગમે તેટલું દેખાડે તો પણ જોઈ શકતો નથી. પોતે જોવાની તૈયારી કરે તો જોઈ શકે છે. દેખાડનાર દેખાડે,–ગુરુદેવે ઘણું દેખાડ્યું છે પણ જેની જેટલી તૈયારી હોય તેટલું ગ્રહણ કરે છે. બધા એક જાતનું ગ્રહણ કરી શકતા નથી. તૈયારી પોતાને જ કરવાની છે. પ૯૮. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #346 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [સ્વાનુભૂતિદર્શન ૩૩૪ ] પ્રશ્ન:- વૃદ્ધાવસ્થાનો અને મરણનો ભય લાગે છે તેનું કારણ શું? સમાધાનઃ- વૃદ્ધાવસ્થા કે મરણ ભયનું કારણ નથી, પોતાના શરીરનો રાગ છેએકત્વબુદ્ધિ છે એટલે ભય લાગે છે. શરીરમાં વૃદ્ધાવસ્થા આવે તે કોઈને પાલવતું નથી અને મરણનો ભય લાગે છે-મરણ કોઈને ગમતું નથી તેનું કારણ અજ્ઞાન છે. જ્યાં સુધી ભવનો અભાવ થતો નથી ત્યાં સુધી શરીર ધારણ કરે, પણ પોતાને શ૨ી૨ સાથે એકત્વબુદ્ધિનો રાગ છે એટલે ભય લાગે છે. તેની એકત્વબુદ્ધિ એવી છે કે શરીરથી છૂટું પડવું ગમતું નથી, એટલે તેને ભય લાગે છે. વૃદ્ધાવસ્થા કે મરણ ભય કરાવતું નથી પણ પોતે અજ્ઞાનને લઈને ડરે છે. ૫૯૯. પ્રશ્ન:- શરીરકા સ્વતંત્ર પરિણમન અંદર બૈઠતા નહીં હૈ? સમજમેં ભી નહીં આતા હૈ? સમાધાનઃ- સમજનેકા અભ્યાસ કરના. શરીર જડ-પુદ્ગલ હૈ, મૈં જાનનેવાલા હું. શરીરકા સ્વભાવ સ્વતંત્ર હૈ, વિકલ્પ અપના સ્વભાવ નહીં હૈ, મૈં ચૈતન્ય જ્ઞાયક સ્વભાવ હું-ઔર ઇસમેં શાંતિ આનંદ ભરા હૈ. ઇસકા બારંબાર વિચાર કરના. બૈઠતા નહીં હૈ તો બૈઠનેકા અભ્યાસ કરના, બારંબાર વિચાર કરના. સ્વભાવ દષ્ટિસે પીછાનનેકા વિચાર કરના. જૈસે સ્ફટિક નિર્મલ હૈ પૈસે મૈં નિર્મલ હૂં, પાનીકા સ્વભાવ નિર્મલ હૈ વૈસે મૈં નિર્મલ હૂં. પાનીમેં મલિનતા બહા૨સે આતી હૈ-કાદવ કી વજસે આતી હૈ ઐસે યહ સંકલ્પ-વિકલ્પ વિભાવ હૈ, અપના સ્વભાવ નહીં હૈ, ઉસસે ભેદજ્ઞાન કરના. ૬૦૦. પ્રશ્ન:- દ્રવ્યદષ્ટિ થયા વગર શું પર્યાયનો આશ્રય છૂટતો નથી ? સમાધાનઃ- દ્રવ્યદષ્ટિ પ્રગટ કરે તો પર્યાયનો આશ્રય છૂટે અને પર્યાયનો આશ્રય જેને છૂટે તેને દ્રવ્યદષ્ટિ પ્રગટ થાય. દ્રવ્ય ઉ૫૨ દષ્ટિ કરે તો જ પર્યાયષ્ટિ છૂટે. મુખ્ય દ્રવ્ય છે, પછી (જ્ઞાનમાં ) પર્યાય ઊભી રહે, પણ પર્યાયની દષ્ટિ છૂટી જાય. ૬૧. પ્રશ્ન:- પર્યાયનું પરિણમન ચાલુ રહે તો પણ પર્યાયદષ્ટિ છૂટી જાય? સમાધાનઃ- પર્યાયનું પરિણમન ચાલુ જ રહે, પણ પર્યાયષ્ટિ છૂટી, દૃષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય. પછી તે પરિણમન અમુક અંશે શુદ્ધ થઈ જાય ને અમુક અંશે વિભાવરૂપ રહે છે. દ્રવ્ય ઉ૫૨ દષ્ટિ બદલાણી એટલે અંશે શુદ્ધરૂપે પરિણમન થઈ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #347 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૩૩૫ ગયું છતાં અમુક પરિણમન હજી વિભાવરૂપે રહે છે દષ્ટિનો દોષ મુખ્ય છે. દૃષ્ટિનો દોષ એ જ પર્યાયદષ્ટિ છે. પર્યાય તો ઊભી રહે છે, તે કાંઈ નુકસાન નથી કરતી, પણ પર્યાયષ્ટિ નુકસાન કરે છે. પોતાની (સ્વની ) દષ્ટિ-શ્રદ્ધા થઈ એટલે આખું પરિણમન-ચક્ર ફરી ગયું, આખી દિશા બદલાઈ ગઈ. પહેલાં આખી દિશા પરદ્રવ્ય તરફ હતી તે સ્વદ્રવ્ય તરફ આવી ગઈ. દષ્ટિ બદલાણી એટલે અનંતો સંસાર છૂટી ગયો. હવે થોડો વિભાવ રહે છે, પણ આખી દિશા બદલાઈ ગઈ. ૬૦૨. પ્રશ્ન:- શું જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય છે અને અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય છે? સમાધાનઃ- જ્ઞાનીની દૃષ્ટિ બદલાઈ ગઈ છે એટલે તેના બધા ભાવો જ્ઞાનમય છે. જ્યારે અજ્ઞાનીની દૃષ્ટિ આખી ઊંધી છે તેથી તેના જેટલા ભાવો થાય છે તે બધા અજ્ઞાનમય છે. અજ્ઞાનીના શુભભાવમાં પણ અંદરમાં ભ્રાન્તિ ભેગી હોય છે. (આ પણ વિભાવ છે એમ ) સમજતો નથી એટલે એકત્વબુદ્ધિ કરતો જાય છે. (અને તે કારણે ) જે નથી સમજતો તેના બધા ભાવો અજ્ઞાનમય છે. જ્યારે યથાર્થપણે દષ્ટિ બદલાઈ જાય-ભેદજ્ઞાન થાય-ત્યારે જ જ્ઞાનમય ભાવો કહેવાય છે. ત્યાં સુધી જિજ્ઞાસાની ભૂમિકામાં પણ જ્ઞાનમય ભાવ કહી શકાતા નથી. કારણ કે એકત્વબુદ્ધિ છે. જિજ્ઞાસુને રસ મંદ પડયો છે, પણ બધા જ્ઞાનમય ભાવ કયારે થાય ? કે જ્યારે ભેદજ્ઞાનની જ્ઞાતાપણાની ધારા થાય ત્યારે બધા ભાવો જ્ઞાનમય થાય. ત્યાં સુધી બધા ભાવો, એકત્વબુદ્ધિરૂપ છે માટે, અજ્ઞાનમય કહેવામાં આવે છે. જિજ્ઞાસુ છૂટવાની ભાવના કરે છે, પણ હજી એકત્વ પરિણતિ થઈ રહી છે, એકત્વબુદ્ધિ છે અને દિશા પલટાણી નથી. જો દૃષ્ટિનો એક ઘડો સવળો થાય તો બધા (ભાવના ) ઘડા સવળા થાય. એક દૃષ્ટિનો ઘડો ઊંધો થતાં બધા ઘડા ઊંધા થાય છે. ૬૦૩. પ્રશ્ન:- નિયમસારના પરમાર્થ પ્રતિક્રમણ અધિકારની પહેલી પાંચ ગાથામાં પ્રથમ કહ્યું કે નારક નહિ, તિર્યંચ નહિ, પછી કહ્યું કે ભેદજ્ઞાનના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત્ર બને. તો શું સમ્યગ્દર્શન થયા પછી પણ ભેદજ્ઞાન ભાવવાનું? સમાધાનઃ- હા, સમ્યગ્દર્શન થયા પછી પણ ભેદજ્ઞાન ભાવવું. ભેદજ્ઞાનના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત્ર બને. ભેદજ્ઞાનમાં સમ્યગ્દર્શન થાય છે, ચારિત્ર પણ તેમાં થાય છે અને કેવળજ્ઞાન પણ તેમાં થાય છે-બધું તેમાં થાય છે. પ્રથમ ભેદજ્ઞાનના બળથી સમ્યગ્દર્શન અને પછી તેના જ બળમાં ચારિત્ર થાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #348 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬ ] [સ્વાનુભૂતિદર્શન આમ બધે ભેદજ્ઞાન જ છે. પહેલેથી ઠેઠ સુધી ભેદજ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. માર્ગ તો સીધો અને સરળ છે; પણ અનાદિના અભ્યાસને લઈને તે મોંઘો થઈ પડ્યો છે. માર્ગ કાંઈ આડો અવળો નથી, બહારમાં આટલાં કાર્યો કરવા એવું તેમાં નથી, બધું અંતરમાં કરવાનું છે. પહેલેથી છેલ્લે સુધી એક જ માર્ગ છે. ભેદજ્ઞાનના અભ્યાસથી સંવર, પ્રત્યાખ્યાનાદિ બધું પ્રગટ થાય છે. અનાદિથી એકત્વબુદ્ધિ છે એટલે તેને ભેદજ્ઞાન પ્રથમ સહજ થતું નથી, વિચાર આવીને છૂટી જાય છે. સહજ પરિણતિ નથી તેથી ભેદજ્ઞાનને ઉપયોગમાં લાવે ત્યાં ઉપયોગ છૂટી જાય છે. આ રીતે ઉપયોગ વારેવારે ફર્યા કરે છે ને તેને સ્થિરતા થતી નથી, શ્રદ્ધાનું બળ તેટલું ટકતું નથી. પરિણતિ સહજ થઈ નથી એટલે પ્રથમ ભૂમિકા તેને વિકટ લાગે છે. ૬૦૪. પ્રશ્ન- આત્માર્થી કે જેને ખરેખર આત્માર્થ પ્રગટ થયો છે તે “મને ભવ નથી ? તેમ નિ:શંકપણે નક્કી કરી શકે ? સમાઘાન - આત્માર્થી પોતે નક્કી કરી શકે; સમ્યગ્દર્શન થયા પહેલાં પણ પોતાની એવી જાતની હૂંફ આવે તો પોતે નક્કી કરી શકે છે. પોતાની ભાવના અને પોતાની આત્માર્થતા ઉપરથી એવો કોઈ પાત્ર જીવ હોય તો નક્કી કરી શકે છે. ૦૫. પ્રશ્ન- જ્ઞાની પરિણમનની અપેક્ષાએ વિકારનો કર્તા-ભોક્તા છે ? સમાધાન - જ્ઞાની પરિણમનની અપેક્ષાએ કર્તા-ભોક્તા છે, પણ તેને સ્વામિત્વ બુદ્ધિ નથી. માટે કર્તા-ભોક્તા નથી એમ કહ્યું છે. છતાં અસ્થિરતામાં રાગાદિ છે. ૬O6. પ્રશ્ન- કોઈપણ પર્યાયની યોગ્યતા લેવામાં પ્રમાણ આવે એવું લાગે છે તો પુરુષાર્થની ખામી લેવી બરાબર છે? સમાધાન:- ( એકાંતે) યોગ્યતા લેવામાં પ્રમાદ આવી જાય છે. જે થવાનું હશે તે થશે, તેની એવી યોગ્યતા છે એમ બચાવ તરફનાં પડખાં લેતાં તો જીવને જરાય વાર લાગતી નથી. કાર્ય થાય નહિ તો બચાવનાં પડખાં એકદમ આવી જાય છે. પણ પુરુષાર્થ તરફ જાય તો તેને ખટક રહે કે મારે જ કરવાનું છે, મારા પ્રમાદના કારણે જ રોકાણો છું, પ્રમાદ છે માટે જ આગળ જવાતું નથી, એટલી લગની લાગી નથી માટે આગળ જણાતું નથી. શ્રીમદ્જીમાં આવે છે ને? જીવને અટકવાનાં ઘણાં સ્થાનો હોય છે, જીવ ગમે ત્યાં અટકી જાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #349 -------------------------------------------------------------------------- ________________ [૩૩૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] મુમુક્ષુ- મારા પ્રમાદથી આ પ્રમાણે થયું છે અને હું પુરુષાર્થ કરી શકતો નથી એમ સ્વીકારવાથી તો આકુળતા વધી જાય એમ ન બને? બહેનશ્રી - તે બધું આત્માર્થીએ જોવાનું છે. જો આકુળતા વધી જાય અને વધારે મૂંઝવણ થઈ જાય તો પણ માર્ગ મળતો નથી. માર્ગમાં શાંતિથી, ધીરજથી આગળ જવાય છે. મને પ્રમાદ છે, કે શાંતિ છે, કે ધીરજ છે, કે શું છે તે બધું પોતે વિચારવાનું છે. મૂંઝવણથી માર્ગ મળતો નથી. માટે શાંતિથી અને ધીરજથી પોતે માર્ગ કાઢે. પોતાની યોગ્યતા કેવી છે તે સમજીને આગળ જવું. પુરુષાર્થ ન ઊપડતો હોય ને કયાંક-કયાંક રોકાતો હોય તો પુરુષાર્થ કરે અને જો મૂંઝવણ થઈ જતી હોય તો શાંતિ રાખવી, ધીરજ રાખવી. ૬૦૭. પ્રશ્ન- દ્રવ્ય પર્યાયમાં આવતું નથી તે કેવી રીતે ? આપ સમજાવશોજી. સમાધાનઃ- દ્રવ્ય પર્યાયમાં નથી આવતું એટલે કે તે દ્રવ્ય છે તે દ્રવ્યરૂપે રહે છે. દ્રવ્યનું સ્વરૂપ શાશ્વત-અનાદિ-અનંત છે, જ્યારે પર્યાય ક્ષણ પૂરતી છે, બીજી ક્ષણે પલટી જાય છે. માટે જેમ પર્યાય ક્ષણે ક્ષણે પલટાય છે તેવું દ્રવ્યનું સ્વરૂપ નથી અને તેથી દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. દ્રવ્ય ક્ષણે ક્ષણે પલટાતું નથી, દ્રવ્ય તો એકસરખું રહે છે અને પર્યાય તો પલટાય છે. એટલે દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. બાકી પર્યાય છે તે દ્રવ્યનું સ્વરૂપ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણે થઈને એક દ્રવ્યનું સ્વરૂપ છે. દ્રવ્ય અનાદિ-અનંત છે અને પર્યાય પલટાયા કરે છે. છતાં પર્યાય દ્રવ્યના આશ્રયે જ થાય છે, દ્રવ્યમાં જ થાય છે; કાંઈ અદ્ધર નથી થતી. જે સ્વભાવપર્યાય થાય છે તે દ્રવ્યના આલંબનથી થાય છે. જ્ઞાન, આનંદ આદિ અનંતગુણની જે બધી શુદ્ધપર્યાય થાય છે તે દ્રવ્યના આશ્રયે થાય છે અને જે વિભાવપર્યાય થાય છે તે પોતાના પુરુષાર્થની મંદતાએ થાય છે. તે વિભાવપર્યાય પોતાનો સ્વભાવ નથી, માટે તેને અને પોતાને ભાવભેદ છે. પોતાનો અને વિભાવભાવ જે આકુળતાવાળા છે તેનો સ્વભાવ જુદો છે,–તે બંનેને ભાવભેદ છે. તેથી વિભાવથી ભેદજ્ઞાન કરે કે જે આકુળતાવાળો વિભાવભાવ છે તે મારો સ્વભાવ નથી, તે પુરુષાર્થની મંદતાએ થાય છે; પણ પુરુષાર્થ તીવ્ર થાય તો વિભાવ પર્યાય છૂટી જાય છે અને સ્વભાવ પર્યાય પ્રગટ થાય છે. ૬૦૮. પ્રશ્ન- દ્રવ્ય નિષ્ક્રિય કઈ રીતે છે? સમાધાન - પોતાની અપેક્ષાએ દ્રવ્ય નિષ્ક્રિય છે. દરેક ગુણનું કાર્ય પર્યાયમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #350 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮]. [સ્વાનુભૂતિદર્શન આવે છે. જ્ઞાનગુણનું કાર્ય જ્ઞાનરૂપે ને આનંદનું કાર્ય આનંદરૂપે આવે છે. દરેક ગુણનું કાર્ય આવ્યા જ કરે છે. કેવળજ્ઞાનીને કેવળજ્ઞાન થાય ને લોકાલોક જણાય તે જ્ઞાનનું કાર્ય છે અને કેવળજ્ઞાની આનંદરૂપે પરિણમ્યા કરે તે આનંદનું કાર્ય છે. તે અપેક્ષાએ દ્રવ્ય સક્રિય છે, પણ તે દ્રવ્ય એવી જાતનું સક્રિય નથી કે દ્રવ્ય પોતે બધી રીતે- સર્વથા-ક્રિયાત્મક થઈ જાય. અનાદિ-અનંત દ્રવ્ય પોતે પોતાની અપેક્ષાએ નિષ્ક્રિય છે, અને પર્યાય અપેક્ષાએ સક્રિય છે, સર્વથા નિષ્ક્રિય નથી. મુમુક્ષુ- જે દષ્ટિનો વિષય બને છે તે દ્રવ્ય સર્વથા નિષ્ક્રિય છે એમ લેવું? બહેનશ્રી - હા, જે દૃષ્ટિનો વિષય બને છે તે દ્રવ્ય એકસરખું નિષ્ક્રિય રહે છે. જેમાં કોઈ ફેરફાર નથી, જે અનાદિ-અનંત એકસરખું રહે છે અને જેનો નાશ નથી એવી જાતનું દ્રવ્ય અનાદિ-અનંત નિષ્ક્રિય છે. આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિષ્ક્રિય છે અને પર્યાય અપેક્ષાએ સક્રિય છે. જો તે એકલો નિષ્ક્રિય હોય તો તેમાં કેવળજ્ઞાનની, મુનિદશાની પર્યાય થાય નહિ. માટે આત્મા પર્યાય અપેક્ષાએ સક્રિય છે ને દ્રવ્ય અપેક્ષાએ નિષ્ક્રિય છે. આત્મા સર્વથા શૂન્ય નથી, જાગૃતિવાળો છે, કાર્યોવાળો છે; પણ દ્રવ્ય અપેક્ષાએ નિષ્ક્રિય છે. પોતાનો સ્વભાવ જળવાયેલો એવો ને એવો નિત્ય ધૃવરૂપે રહે છે તેથી નિષ્ક્રિય છે. આત્મા પર્યાય અપેક્ષાએ કાર્યોવાળો છે. કેમકે જો આનંદ આનંદરૂપે કાર્ય ન લાવે તો આનંદનો ગુણ કેવી રીતે કહેવાય? જો કોઈ જાતની ક્રિયા તેમાં ન થાય તો જાણવાનું, શાંતિનું પુરુષાર્થનો પલટો થવાનું કાર્ય જ ન થાય અર્થાત્ કોઈ કાર્ય જ ન થાય. માટે આત્મદ્રવ્ય સર્વથા નિષ્ક્રિય નથી. છતાં દ્રવ્ય એકસરખું-જેમ છે તેમ-ધ્રુવરૂપે રહે છે, તેથી પરમપરિણામિકભાવે નિષ્ક્રિય પણ છે. પર્યાય કોઈ અપેક્ષાએ પારિણામિકભાવે પણ છે કેમકે તે કોઈની અપેક્ષા રાખતી નથી, સ્વતંત્ર પરિણમે છે, ઉપશમ આદિ ભાવોમાં કોઈની અપેક્ષા લાગુ પડતી નથી, માટે તે અપેક્ષાએ પર્યાય પારિણામિકભાવે છે, પણ તે પર્યાય છે માટે સક્રિય છે. ૬૦૯. પ્રશ્ન- દષ્ટિનું બળ કોના ઉપર હોય છે ? અને વધારે બળ કોનું-દષ્ટિનું કે જ્ઞાનનું? સમાધાનઃ- દષ્ટિનું જોર એક સામાન્ય ઉપર જ છે. અને જ્ઞાન સામાન્ય-વિશેષ બંનેને જાણે છે, જાણવામાં ભેદ આવે છે. દષ્ટિમાં જે સામાન્યનું બળ આવે છે એવી જાતનું બળ જ્ઞાનમાં આવતું નથી. દષ્ટિ બળવાન છે ને તે એક સામાન્યને ગ્રહણ કરે છે, તે એક સામાન્ય ઉપર જોર મૂકીને આગળ જાય છે કે અનાદિ-અનંત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #351 -------------------------------------------------------------------------- ________________ [૩૩૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] ચૈતન્ય સામાન્ય તે હું છું. ગુણ-પર્યાયના ભેદ ઉપર પણ તેની નજર નથી. તે તો એક સામાન્ય ચૈતન્ય અસ્તિત્વ કે જે જ્ઞાયક છે તે હું એમ સ્વીકારે છે. આમ જેવું દષ્ટિનું બળ, તેવું બળ જ્ઞાનનું નથી. કેમકે જ્ઞાન સામાન્ય-વિશેષ બંનેને જાણે છે. જ્ઞાન યથાર્થ હોય તો પરિણતિ યથાર્થ થાય છે, પણ દષ્ટિ વધારે બળવાન છે. દષ્ટિમાં બળ છે, કેમકે દષ્ટિએ આખા સામાન્યને ગ્રહણ કર્યું છે. મુમુક્ષુ- મૂલ્યવાન દષ્ટિ છે? બહેનશ્રી:- હા, દષ્ટિ મૂલ્યવાન છે. મુમુક્ષુ- દષ્ટિ જે કામ કરે છે તે જણાય છે તો જ્ઞાનમાં ? બહેનશ્રી - જ્ઞાનમાં જણાય છે પણ દષ્ટિ બળવાન છે, જોરદાર છે. એક સામાન્ય ઉપર દષ્ટિ સ્થાપતાં (સ્વરૂપમાં) લીનતા થાય છે. જેમ કોઈ માણસે એમ નક્કી કર્યું હોય કે મારે આ પ્રમાણે આ એક જ કાર્ય કરવાનું છે, તો પછી તે એ કાર્ય સિવાય આજુબાજુનું બીજું કાંઈ જોવે નહિ અને દઢતાથી કાર્ય કર્યા કરે તેમ એક પછી એક વચ્ચે બધા ભેદો આવે, પણ તેના ઉપર દૃષ્ટિ નહિ દેતાં સામાન્ય એક આત્મા ઉપર જ દષ્ટિ દેતાં તેના બળથી લીનતાની પરિણતિ પ્રગટ થાય છે. મુમુક્ષુ- જ્ઞાનમાં પણ એવું બળ આવે છે ? બહેનશ્રી - જ્ઞાનમાં બધું જાણવાનું આવે છે. જોકે જ્ઞાનમાં બળ આવે છે, પણ દષ્ટિમાં વધારે બળ આવે છે. જ્ઞાનમાં બધાં પડખાને જાણવાનું કાર્ય હોય છે કે આ અધૂરું છે ને આ પૂરું છે. આ કેવળજ્ઞાન છે, આ સાધકદશા છે, આ ગુણભેદ ને પર્યાયભેદ છે એમ જ્ઞાન બધું જાણે તેમ જ એક અખંડનું બળ પણ જ્ઞાનમાં છે, છતાં પણ તે જાણવાપરે છે. એક સામાન્ય જ જેણે ગ્રહણ કર્યો છે. તે દષ્ટિ વધારે બળવાન છે. ૬૧૦. પ્રશ્ન:- પુરુષાર્થ કેમ કરવો? સમાધાન - જો સચિની ઉગ્રતા થાય તો પુરુષાર્થ થયા વગર રહે નહિ. “રુચિ અનુયાયી વીર્ય.” રુચિ જે તરફ જાય તે તરફનો પુરુષાર્થ થાય જ; પણ પોતાની રુચિ મંદ હોય તો પુરુષાર્થ ઊપડતો નથી. થાય છે, થાશે એમ પોતાને થયા કરે પણ ઉગ્ર ભાવના ન થાય ત્યાં સુધી પુરુષાર્થ થતો નથી. રુચિ ઉગ્ર થાય તેને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #352 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૩૪૦ ] બહાર રોકાવું ગમે નહિ, ક્ષણે ક્ષણે આત્માની લગની લાગે, રાત-દિવસ કયાંય ચેન ન પડે, એવું અંદર થાય તો પોતાનો પુરુષાર્થ ઉગ્ર થાય, પણ મંદ મંદ રહ્યા કરે છે એટલે આગળ જઈ શકતો નથી. મુમુક્ષુ:- અંતર સન્મુખ પુરુષાર્થ રુચિના જોરે થાય ? બહેનશ્રી:- રુચિ ઉગ્ર હોય તો અંતર સન્મુખ પુરુષાર્થ સહજ થાય. ચિ પોતા તરફ જાય તો પુરુષાર્થ પણ તે તરફ જાય. મુમુક્ષુ:- તો પુરુષાર્થ કરવાનો ન રહ્યો પણ રુચિ કરવાની રહી ? બહેનશ્રી:- બંનેને સંબંધ છે, રુચિ થાય એટલે પુરુષાર્થ સાથે થાય જ. મુમુક્ષુઃ- બંન્નેમાં મુખ્યતા કોની ? બહેનશ્રી:- રુચિની મુખ્યતા હોય છે. મુમુક્ષુઃ- રુચિ ખૂબ ઊંડાણથી જાગૃત કરવા માટે શું કરવું? બહેનશ્રી:- પોતે અકારણ પારિણામિક દ્રવ્ય છે, તેથી રુચિ પોતાને જ કરવાની છે. આ સ્વભાવ જ આદરણીય છે, વિભાવ આદરણીય નથી. વિભાવમાં સુખ નથી, તેની સાથે એકત્વબુદ્ધિ કરવી તે ખોટું-અયથાર્થ છે. યથાર્થ આત્મતત્ત્વ વિભાવથી જુદું હોવા છતાં તેમાં એકત્વ માની રહ્યો છું તે ખોટું માન્યું છે, વિપરીત માન્યું છે. આમ યથાર્થ જ્ઞાનપૂર્વક નિશ્ચય કરીને પોતે રુચિને દૃઢ કરતો રહે. જ્ઞાન, રુચિ, પુરુષાર્થ-બધાને સંબંધ છે. તેથી યથાર્થ જ્ઞાનથી નિશ્ચય કરવો જોઈએ કે બહારમાં કયાંય સુખ નથી, આત્મામાં સુખ છે. બે તત્ત્વો જુદાં છે. આ વિભાવતત્ત્વ જુદું છે ને મારું આત્મતત્ત્વ જુદું છે એમ નક્કી કરીને રુચિનું જોર વધારવું. ૬૧૧. પ્રશ્ન:- આ બધું એકલા વિકલ્પમાં બેસે તો ચાલે ખરું? સમાધાનઃ- પહેલાં વિકલ્પ હોય છે, નિર્વિકલ્પ તો પછી થાય છે. પહેલાં તો અભ્યાસ જ હોય છે અને તે અભ્યાસ ઊંડાણથી થાય તો પણ તેનો નિર્ણય એમ હોવો જોઈએ કે આ અભ્યાસ વિક્લ્પમાં છે, અંદર ઊંડું જવાનું બાકી છે. આમ ધ્યેય રાખે તો ઊંડો જવાનો પ્રયત્ન થાય. પરંતુ વિકલ્પ માત્રમાં અટકી જાય કે મેં ઘણું કર્યું, તો આગળ ન જવાય. આ વિકલ્પ માત્ર અભ્યાસ છે, હજી તેનાથી આગળ જવાનું છે; એમ ધ્યેય હોવું જોઈએ. જો એમ ધ્યેય રાખે તો આગળ જવાય. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #353 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૩૪૧ છે? મુમુક્ષુઃ- ધ્યેય ધ્રુવનું રાખીને અભ્યાસ કરવો ? બહેનશ્રી:- હા, ધ્રુવનું ધ્યેય રાખવું જોઈએ, તો આગળ જવાય. મુમુક્ષુઃ- ધ્રુવનું લક્ષ રાખીને વાત સાંભળવી તે શું વિકલ્પાત્મક ભૂમિકા બહેનશ્રી:- તે વિકલ્પાત્મક ભૂમિકા છે. ધ્રુવનું ધ્યેય હોવું જોઈએ કે આગળ જવાનું છે, નિર્વિકલ્પ થવાનું છે. ૬૧૨. પ્રશ્ન:- કેટલીક વાર તો એમ થાય કે ગુરુદેવ મળ્યા ને વાત મળી છતાં આગળ કેમ જવાતું નથી ? આ વાત રુચે છે તો પણ આગળ કેમ જવાતું નથી ? સમાધાનઃ- ભાવના તો એમ રહે કે આટલું મળ્યું છતાં આગળ કેમ થતું નથી? ગુરુ મળ્યા, અંદર રુચિ થાય, સાચું લાગે, પણ પોતે પરિણિતનો પલટો કરતો નથી તે બાકી છે. અંતરમાં ભેદજ્ઞાનની પરિણતિ પ્રગટ કરી પલટો ખાય ને સ્વાનુભૂતિ પ્રગટે તેને પછી ચારિત્ર બાકી રહે છે. પ્રથમ પગથિયે સમ્યગ્દર્શન મુખ્ય છે અને તે પલટો કરવાથી થાય છે. જો પલટો ખાધો તો સાચા માર્ગે ચડી ગયો. ૬૧૩. પ્રશ્ન:- જ્ઞાની વગર જ્ઞાન ગમ્ય નથી. પણ અમોને જ્ઞાનીઓના ભેટા થયા, છતાં આ પરિસ્થિતિ કેમ રહી ગઈ ? સમાધાનઃ- પોતે ગુરુને અને ભગવાનને ઓળખ્યા નહિ. તેમને બહારથી ઓળખ્યા, પણ અંતરથી ઓળખ્યા નહિ. અંતરથી અપૂર્વ રીતે આ-જુદા છે ને જુદું કહે છે એ રીતે-ઓળખ્યા નહિ. પંચમકાળમાં ગુરુદેવ પધાર્યા અને જુદી રીતે વાત કહી એટલે બધાને આટલો ખ્યાલ આવ્યો કે તેઓ જુદું કહે છે. તેણે સ્થૂલ દષ્ટિએ બહારથી ભગવાનને અને ગુરુને ઓળખ્યા; પણ તેઓ કહી ગયા તે ગ્રહણ કર્યું નહિ. ૬૧૪. પ્રશ્નઃ- હું જુદો છું, જુદો એવું લાગ્યા કરે તો તે શું બરાબર છે? સમાધાનઃ- જ્ઞાનીને જાગતાં, સૂતાં, સ્વપ્નમાં, હાલતાં, ચાલતાં હંમેશાં જુદો લાગે તે બરાબર છે. તે પહેલાં હું જુદો છું, જુદો છું એવું બોલવા માંડે તે નહિ. તથા હું જુદો છું એવું (શાસ્ત્રથી) જાણી લીધા પછી હું જુદો છું એમ વિચાર થયા કરે તે પણ બરાબર નિહ. પણ સાક્ષાત્ જ્ઞાયક તેના હાથમાં દેખાતો હોય કે હું આ રહ્યો જ્ઞાયક, હું આ રહ્યો જ્ઞાયક અર્થાત્ હું જ્ઞાયક આ રહ્યો એવું જ વેદન રહ્યા કરે તે બરાબર છે. પોતાના જ્ઞાનમાં જ્ઞાયક જુદો જ લાગ્યા કરે,−તે (જ્ઞાયક) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #354 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨] [ સ્વાનુભૂતિદર્શન પ્રગટપણે જુદો લાગે તે યથાર્થ છે. હું જ્ઞાયક છું એવો માત્ર વિકલ્પ નહિ પણ આત્મજાગૃતિ થવી જોઈએ અને તે દુનિયાથી જુદી જ હોય છે. જગતથી જુદો પડે તેને પછી મૂંઝવણ રહેતી નથી, આ જ્ઞાયકની ધારા મારા હાથમાં છે, પુરુષાર્થની સહજધારા અમુક પ્રકારે તો જ્ઞાનીની ચાલતી જ હોય છે, વિશેષ ઉગ્રતા પછી થાય છે. તે ધારામાં નીચેની દશા હોય ત્યારે અમુક વખતે મંદતા હોય છે ને અમુક વખતે તીવ્રતા હોય છે. મુમુક્ષુ- અંદરથી ખ્યાલ આવે છે, છતાં ઉગ્રતા કેવી રીતે લાવવી ? બહેનશ્રી - શ્રદ્ધાનું બળ વધે તો ઉગ્રતા થાય. અંતરતત્ત્વનું બળ વધે, અંદર વિરક્તિ વધે, ચૈતન્યની પોતાની મહિમા વધે અને બહારની મહિમા છૂટે, બહારમાં આકુળતા લાગે ને જ્ઞાયકની મહિમા વધી જાય તો ઉગ્રતા વધે. હુજી (પોતાને) શ્રદ્ધાના બળમાં મંદતા થાય છે તો શ્રદ્ધાના બળમાં પોતાને મંદતા કેમ છે? તે પોતે વિચારવું. ૬૧૫. પ્રશ્ન:- આપણા ઉદયને લઈને બાળકને મુશ્કેલી પડે ને ? સમાધાન- તમારા ઉદયથી બાળકને તકલીફ ન પડે, તેને તેના ઉદયથી તકલીફ થાય. તેનો ઉદય સ્વતંત્ર અને તમારો ઉદય પણ સ્વતંત્ર છે. તે બાળકે એવા પરિણામ કર્યા હોય એટલે તેને તકલીફ પડે-એવી જાતનો સંયોગ મળે. કોઈ રાજાને ઘરે જન્મે, કોઈ ગરીબના ઘરે જન્મે, તો કોઈ કયાંય જન્મએમ બધા જીવ પોતાના ઉદયને લઈને આવે છે. તેથી તો શાસ્ત્રમાં આવે છે ને ગુરુદેવ પણ કહે છે કે આત્માનું કરી લે. જન્મ-મરણ કરતાં કરતાં અનંત ભવ થયા. તેમાં કોઈ મનુષ્યભવ પામે તે પોતાના પરિણામથી અને કોઈ દેવ, નારકી કે ઢોર થાય તો પણ તે પોતાના પરિણામથી થાય. તેમાં કોઈ કોઈનું કરી શકતો નથી. શુભાશુભભાવનો કરનારો તથા તેનું ફળ ભોગવનારો પોતે છે. અને તેનાથી જુદો પડી હું આત્મા શાશ્વત છું, મારામાં આનંદ છે-એમ આત્માને જાણનારો પણ પોતે છે. આત્માને ઓળખનારો મોક્ષને પામે છે. અંતરમાં ભેદજ્ઞાન કરીને એમ જાણે કે શરીર જુદું અને હું જુદો, સંકલ્પ-વિકલ્પ થાય તે હું નહિ, જાણનારો હું આત્મા કોઈનું કરી શકું નહિ, તો મુક્તિની દશા અંતરમાં પ્રગટે છે. જિનેન્દ્ર ભગવાન અને ગુરુ ઉપદેશ આપે પણ પુરુષાર્થ કરવાનો પોતાને રહે છે. કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. આત્માની સાધના પણ સ્વયં પોતે કરે છે. ૬૧૬. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #355 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૩૪૩ પ્રશ્નઃ- ક્રમબદ્ધપર્યાય માનવાથી પુરુષાર્થ ઊડી જાય છે તે સાચું છે ? સમાધાનઃ- જે ક્રમબદ્ધ છે તે પુરુષાર્થપૂર્વક છે. ક્રમબદ્ધ જે યથાર્થ માને તેમાં પુરુષાર્થ આવી જાય છે. ક્રમબદ્ધ સાચું માન્યું ત્યારે કહેવાય કે જેમાં પુરુષાર્થ સાથે હોય તો માન્યું છે. પુરુષાર્થપૂર્વકનું ક્રમબદ્ધ છે. આમ જ થવાનું છે તેવો નિર્ણય પુરુષાર્થનું બળ અને પરાક્રમ સૂચવે છે. પુરુષાર્થપૂર્વક ક્રમબદ્ધ ન માને તો તે ક્રમબદ્ધને માનતો જ નથી. ૬૧૭. પ્રશ્ન:- પોતાની શુદ્ધ પર્યાય સાથે તપણું ઘટે કે અતપણું ઘટે છે ? સમાધાનઃ- પોતાની શુદ્ધ પર્યાય સાથે તપણું પણ છે અને અતપણું પણ છે. શુદ્ધ પર્યાયરૂપે આત્મા પરિણમે છે તે તણું છે. અને પર્યાય જેટલો આત્મા નથી, અર્થાત્ આત્મા તો અખંડ છે જ્યારે પર્યાયનું સ્વરૂપ ક્ષણ પૂરતું છે; માટે પર્યાય સાથે અતપણું છે. આમ પોતાની પર્યાય છે માટે તત્ પણું અને પર્યાય ક્ષણ પૂરતી છે માટે અત૫ણું છે. ૬૧૮. પ્રશ્ન:- સ્થૂલ ઉપયોગકો સૂક્ષ્મ કરકે ભીતર જાનૈકી વિધિ કયા ? સમાધાનઃ- વિધિ તો અપનેકો કરનેકી હૈ. સ્થૂલ ઉપયોગકો સૂક્ષ્મ કરનેકે લિયે અંતરમેં જાના, સ્વભાવ કો પીછાનના. અપના માર્ગ અપને હાથમેં હૈ. બાહ્યદષ્ટિ કરનેસે ઉપયોગ સ્થૂલ હો જાતા હૈ ઔર ભીતરમેં દૃષ્ટિ કરનેસે-સ્વભાવકો ગ્રહણ કનેસે–ઉપયોગ સૂક્ષ્મ હોતા હૈ. સ્વભાવમેં ગહરા જાનૈસે ઉપયોગ સૂક્ષ્મ હોતા હૈ. પ્રજ્ઞાછીણીસે સ્વભાવકો ગ્રહણ કરે તો ઉપયોગ સૂક્ષ્મ હોતા હૈ ઔર વહુ બહાર જાતા હૈ તો સ્થૂલ હોતા હૈ. ૬૧૯. પ્રશ્ન:- પરાશ્રિતજ્ઞાન સર્વથા હૈય છે તો પરની જાણકારી હૈય છે ને ? સમાધાનઃ- પરાશ્રિતજ્ઞાન એટલે પરનો આશ્રય લેતું જ્ઞાન તે હેય છે. કારણ કે તેમાં ૫૨ તરફ જવાથી રાગ થાય છે, એકત્વબુદ્ધિ થાય છે માટે તે હેય છે. પણ કાંઈ જ્ઞાન હૈય નથી. ૫૨ની સાથે એકત્વબુદ્ધિ કરવી, રાગ કરવો, તે હૈય છે. વળી પરનો આશ્રય લેતાં જ્ઞાનોપયોગ ખંડ ખંડ થઈ જાય છે. (તેથી તેને હેય કહ્યો છે.) જ્ઞાનનો સ્વ-૫૨પ્રકાશક સ્વભાવ છે. વીતરાગદશા પ્રગટ થાય ત્યારે સ્વ ને ૫૨ને જાણવારૂપ સહજ જ્ઞાન હોય છે, ૫૨ને જાણવા જતો નથી. આ જાણવું-આ જાણવું તેમ ફાંફાં મારવાનાં નથી, એક આત્માને જાણે તેમાં બધું આવી જાય છે. ૬૨૦. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #356 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૩૪૪ ] પ્રશ્નઃ- સ્વને જાણ્યા વગર એકાંતે પરને જાણવું તે શું હૈય છે? સમાધાનઃ- ૫૨નું જાણવું તે ય નથી; પણ પ૨માં નિમગ્નતા કરવી તે હેય છે. એકલા પ૨ને જાણે અને જ્ઞાયકને ન જાણે ત્યાં જ્ઞેયમાં નિમગ્ન થતો હોવાથી તે હૈય છે. જ્ઞાન નિમગ્નતા એટલે આત્મામાં રહેવું. જ્ઞાનમાં શેય સહજ જાણવામાં આવે છે, પણ તે જ્ઞેયમાં રાગ કરવો અને નિમગ્નતા કરવી તે હૈય છે. એકલા ૫૨ને જાણવું તે યથાર્થ નથી, પણ આત્માને જાણીને ૫૨નું જાણવું તે યથાર્થ છે. સ્વ પૂર્વક પ૨ને જાણે તે યથાર્થ છે. એકલા પરને જાણવું તે વિપર્યય છે, મિથ્યાત્વ સાથેનું મિથ્યાજ્ઞાન છે. ૬૨૧. પ્રશ્નઃ- સંસારમેં દુઃખ લગે ઔર આત્માકી મહિમા આવે તો વો આત્માકી ખોજ કરે- કયા યે યોગ્ય હૈ? સમાધાનઃ- જિસકો સંસારમેં દુઃખ લગે ઔર આત્માકી જિજ્ઞાસા-પિપાસા લગે ઉસકો આત્માકી મહિમા આવે, જિસકો સંસારમેં તન્મયતા હોતી હૈ ઉસકો અપની મહિમા નહીં આતી. દુ:ખ લગે કિ યહ સંસાર અચ્છા નહીં હૈ, દુઃખરૂપ હૈ તથા આત્માકા વૈભવ જગતમેં અનુપમ હૈ ઐસી ઉનકી જિજ્ઞાસા લગે, મહિમા આવે તો આત્માકો દેખનેકા પ્રયત્ન કરે. યહ આત્મા કૌન બતાવે? આત્મા કહાં હૈ? ઐસી જિજ્ઞાસા હોતી હૈ તો વહ ખોજ કરતા હૈ. ૬૨૨. પ્રશ્ન:- ૫૨ને જાણવું દુઃખનું કારણ કે રાગ કરવો તે દુ:ખનું કારણ છે? સમાધાનઃ- ૫૨ને જાણવું તે દુઃખનું કારણ નથી. પર પ્રત્યે રાગ કરવો તે દુઃખનું કારણ છે. ૬૨૩. પ્રશ્ન:- મારે આત્મા જ પ્રાપ્ત કરવો છે એવી જે ભાવનાથી ઊપડયો હતો તે ભાવના મંદ પડે તો નિર્ણય ફરી જાય ? સમાધાનઃ- મારે આત્માનું જ કરવું છે તે ભાવના મંદ પડે તો નિર્ણય ફરી જાય. આત્મા જ સર્વસ્વ છે એમ કરીને નિર્ણય કર્યો હોય અને જો ભાવના ફરી જાય તો તેનો નિર્ણય પણ ડામાડોળ થવાનો અવકાશ છે. ૬૨૪. પ્રશ્ન:- સ્વાનુભૂતિની દશા તો વચનાતીત છે, પણ આપે જે ઈશારો કર્યો છે તેમાં થોડું વિશેષ કહો. સમાધાનઃ- તે વચનથી કહેવાની વાત નથી. સ્વાનુભૂતિમાં આનંદ-તરંગો ઊછળે Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #357 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૩૪૫ છે. આત્માનો સ્વભાવ અદભુત, અપૂર્વ ને આશ્ચર્યકારી છે. આત્મામાં આનંદગુણ છે તો સ્વાનુભૂતિ થતાં આત્મા આનંદ-તરંગોમાં ડોલે છે. અનંતગુણ અને પર્યાયોથી ભરપૂર આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થાય છે. સ્વાનુભૂતિમાં જે આનંદતરંગોમાં આત્મા ડોલે છે એ આનંદ જગતથી જુદો અને ન્યારો છે તથા વચનમાં આવે તેવો નથી. જો કે કહેવાય એમ કે આત્મા આનંદતરંગોમાં ડોલે છે, બાકી અનંતગુણની વિભૂતિ તેને પ્રગટ થાય છે, તેમાં તે ડોલે છે. મુખ્યપણે (વેદનમાં) આનંદગુણ છે એટલે આનંદતરંગોમાં ડોલે છે એમ કહેવાય છે. દ્રવ્ય (સર્વથા) કૂટસ્થ છે અને કોઈ કાર્ય કરતું નથી એમ નથી. તે પરિણમે છે, પર્યાયોના તરંગો ઊછળે છે. દ્રવ્ય ઉપર દષ્ટિ મૂકતાં તેને પર્યાય ઉપર દષ્ટિ નથી, પણ તેથી તેને સ્વાનુભૂતિની પર્યાય પ્રગટ થતી નથી એવું નથી. પર્યાયોમાં આનંદના તરંગો ઊછળે છે અને તે વચનાતીત છે, વચનમાં આવે એમ નથી. દ્રવ્ય-ગુણ-પર્યાયથી શોભિત આત્મા અપૂર્વ છે, અદ્ભુત છે ને આશ્ચર્યકારી છે. અનુભૂતિ થતાં તે આનંદતરંગમાં ડોલે છે-આવું એ જગતથી જુદું તત્ત્વ છે. ૬ર૫. પ્રશ્ન- ક્રોધનો ઉદય આવે તો તેનાથી બચવા માટે જ્ઞાની શું કરતા હોય? સમાધાનઃ- હું તો શાંત સ્વરૂપી છું. એવી જ્ઞાયકની પરિણતિ જ્ઞાનીને પ્રગટ થઈ હોવાથી જ્ઞાયકની દોરી તેને ક્રોધથી પાછો ખેંચી લે છે, મર્યાદા બહાર ક્રોધમાં તે જતો નથી. તેને એવું ભેદજ્ઞાન છે કે ક્રોધમાં એકત્વ થતું નથી, ક્રોધથી જુદો ને જુદો રહે છે. આવી ભેદજ્ઞાનની ધારા તેને વર્તે છે. મુમુક્ષુ- ઉપયોગ તો ક્રોધમાં હોય? તો શું ઉપયોગને પાછો વાળવાનો પ્રયત્ન કરે ? બહેનશ્રી - ઉપયોગ ભલે ક્રોધમાં હોય; પણ જ્ઞાયકની દોરી ચાલુ જ છે. તેથી ક્રોધમાં એકત્ર થતો નથી અને ઉપયોગને પાછો વાળવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનીની પરિણતિ તો જુદી ને જુદી રહે છે જ, પરંતુ ઉપયોગ પણ વધારે બહાર ન જાય તે રીતે તેને સહજપણે પાછો વાળે છે. જ્ઞાનીને ભેદજ્ઞાનની ધારા વર્તે છે, વિરક્તિની પરિણતિ પ્રગટી છે તથા જ્ઞાયક તેના હાથમાં છે, તેથી અંદર પરિણતિ જુદી પરિણમે છે. અમુક અંશે સ્થિરતા-લીનતાના કારણે અમુક અંશે શાંતપણું તેને છૂટતું જ નથી. બહારથી ગમે તે દેખાય, પણ ક્રોધમાં એકદમ આકુળવ્યાકુળ થતો નથી. ૬ર૬. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #358 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬] [ સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન- સર્વજ્ઞકી પ્રતીતિપૂર્વક કમબદ્ધકો સમજે ઉસમેં પુરુષાર્થ આતા હૈ? સમાધાન-પુરુષાર્થ ઇસમેં આતા હી હૈ. ભગવાનને ક્રમબદ્ધ દેખા હૈ વહ પુરુષાર્થક સાથ દેખા છે. જો જીવ પુરુષાર્થ કરતા હૈ ઉસકો ભવકા અભાવ હોતા હૈ. યદિ જ્ઞાયકકા પુરુષાર્થ કરતા હૈ-જ્ઞાતા હોતા હૈ તો ભવકા અભાવ હોતા હૈ. જો જ્ઞાયકના પુરુષાર્થ કરતે નહીં ઔર ક્રમબદ્ધ કહતે હૈ તો ઉસે નુકસાન હોતા હૈ. ૬૨૭. પ્રશ્ન- જ્ઞાનીકી અંતરંગ દશા કૈસી હોતી હૈ? સમાધાન - જ્ઞાનીકી અંતરંગ દશા અલગ પ્રકારકી હૈ. ભેદજ્ઞાનકી સહજ ધારા નિરંતર રહતી હૈ. જ્ઞાયકકી ધારા હોનેસે જો જો વિકલ્પ ઉઠતે હૈં વહુ સબસે જ્ઞાની ભિન્ન રહતે હૈં ઔર જ્ઞાની વિકલ્પરૂપ જ્ઞાયક નહિ, પરિણતિરૂપ જ્ઞાયક રહતા હૈ. જૈસે અજ્ઞાનીકો અનાદિસે એકત્વબુદ્ધિ ચલ રહી હૈ, વૈસે જ્ઞાનીકો ભેદજ્ઞાનકી પરિણતિ સહજ ચલતી હૈ, સહજ પુરુષાર્થ હૈ. બાહરમેં સબ દિખનેમેં આતા હૈ કિન્તુ ઉસકા અંતર ગ્રહણ કરે તો ઉસકી દશા પકડનેમેં આતી હૈ. સમ્યગ્દષ્ટિ જ્ઞાની બાહરસે તો ગૃહસ્થાશ્રમમેં રહતા હૈ લેકિન ઉસકા અંતરંગ પરિચય હોવે તો ખ્યાલમેં આવે કિ ઉસકા હૃદય ભીતરમેં કયા હૈ? જો જ્ઞાની ગૃહસ્થાશ્રમમે હોવે ઉસકો પિછાનના મુશ્કિલ હોતા હૈ. ૬૨૮. પ્રશ્ન:- આપકે વચનામૃતમે જ્ઞાન-વૈરાગ્યથી ધારાકો કહીં બાર ઉલ્લેખ આયા હૈ. તો ઉસમે કયા ભાવ લેના? સમાધાન - મેં તો જ્ઞાયકસ્વરૂપ છું, વિભાવ મેરા સ્વભાવ નહીં હૈ ઐસે જ્ઞાયકકો યથાર્થ પીછાનકે ગ્રહણ કરતા હૈ તબ સભી વિભાવસે વિરક્ત હોતા હૈ. જો જો કાર્ય બાહરમેં હોતા હૈ ઔર ભીતરમેં જો જો વિકલ્પ આતા હૈ વહ સબસે ન્યારા હો જાતા હૈ ઔર વહી સચ્ચા ન્યારા હો ગયા હૈ. અલૌકિક જ્ઞાનસે જ્ઞાયકકો ગ્રહણ કરતે હી જ્ઞાન-વૈરાગ્યથી ધારા નિરંતર ચલતી હૈ. ઉસકા હૃદય શુષ્ક નહીં હોતા લેકિન વૈરાગ્ય-જ્ઞાનકી દ્વારા નિરંતર ચલતી હૈ. યદિ જ્ઞાની ગૃહસ્થાશ્રમમેં હો તો મેં કબ મુનિ હોઉં, કબ કેવલજ્ઞાન હોવે ઐસી ભાવના અર્થાત્ વારંવાર ભીતરમેં જાનકી ભાવના અંતરમૅસે બહોત આતી હૈ. ( જ્ઞાયકકી) પરિણતિ નિરંતર ચલતી હૈ, કભી કભી નિર્વિકલ્પ દશા હોતી હૈ ઔર ભેદજ્ઞાનકી ધારા નિરંતર રહતી હૈ. ૬૨૯. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com Page #359 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] [૩૪૭ પ્રશ્ન- આત્મા શરીરથી ભિન્ન છે તે તરત ખ્યાલમાં આવે છે, પણ જે _વિભાવભાવો થાય છે તેનાથી ભિન્નતાનો ખ્યાલ આવતો નથી ? સમાઘાન - તે મુશ્કેલ છે. શરીર જડ છે અને તે દેખાય છે તેથી તેનાથી ભેદજ્ઞાન કરવું સહેલું લાગે છે. ઉપયોગ સૂક્ષ્મ થાય ને અંદરથી પોતાને રસ-રુચિ લાગે તો વિભાવથી છૂટો પડે. વિભાવથી છૂટા પડવું તેને મુશ્કેલ પડે છે પરંતુ અંદરથી એટલી તૈયારી હોય તો છૂટો પડી શકે છે. ૬૩). પ્રશ્ન- આત્મા કેમ દેખાય? આત્મામાં લીન થવા પ્રયત્ન કરીએ છીએ, પણ અંધકાર જ દેખાય છે? સમાધાનઃ- જ્ઞાયક જ્યોતિને ઓળખે તો આત્મા દેખાય. જ્ઞાયકને ઓળખવો જોઈએ કે આ રહ્યો હું આત્મા....આ રહ્યો છું જ્ઞાયક, જેવી ચૈતન્યસ્વભાવ વસ્તુ છે તેવી પોતે શ્રદ્ધા કરે, ઓળખે તો તેને દેખે. “નિજ નયનની આળસ રે..નીરખ્યા ન નયણે હરિ.” પોતાના નયનની આળસ આંખ ખોલીને પોતે જોતો નથી તો ચૈતન્ય ભગવાન દેખાય કયાંથી? પોતે જોતો જ નથી, તો પછી અંધારું જ દેખાય ને! પોતાના જ્ઞાનરૂપ ચક્ષુને ખોલતો નથી એટલે દેખાતો નથી, અને જો ખોલે તો દેખાય. ૬૩૧. પ્રશ્ન- આત્માકો દેખને કે લિયે મન તો બહુત કરતા હૈ? સમાધાન - લેકિન ઇસકા ઉપાય નહીં કરતા હૈ. આત્માકો દેખનેકા ઉપાય કરના ચાહિયે કિ ભીતરમેં કૈસે જાવે? ઇસકા કયા ઉપાય હૈ? ઐસે ઉપાય કરના ચાહિયે. અનાદિકા દૂસરા અભ્યાસ હોનેસે બાહર હી બાહર રહતા હૈ, લેકિન ઉપાય કરે તો ભીતરમેં જાવે. દૂસરા કોઈ નહીં હૈ, આપ હી હૈ. અપના સ્વભાવ હૈ વહુ સહજ હૈ, સરલ હૈ, તો ભી અનાદિકાલસે દૂસરા અભ્યાસ હી રહા હૈ ઔર બાહર હી બાહરમેં ભટક રહા હૈ ઇસલિયે યહ દુર્લભ હો રહા હૈ. ભીતરમેં અપના સ્વભાવ હૈ વહ સરલ હૈ, લેકિન પુરુષાર્થ નહીં કરતા હૈ તો દિખતા નહીં હૈ. ૬૩ર. પ્રશ્ન- વિકલ્પ સહજ છે તે કઈ રીતે ? સમાધાનઃ- કોઈ અપેક્ષાએ વિકલ્પ સહજ છે. વિકલ્પ-વિભાવ જે થાય છે તેનો હું કર્તા નથી, હું જ્ઞાયક છું તે અપેક્ષાએ વિકલ્પ સહજ છે એમ કહ્યું છે. બાકી પોતાના પુરુષાર્થની મંદતાએ તે થાય છે અને પોતે સ્વરૂપ તરફ વળી જાય તો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #360 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૪૮ ] [ સ્વાનુભૂતિદર્શન વિકલ્પ છૂટી જાય છે. આમ બે અપેક્ષા રહેલી છે. વિકલ્પ એકલો સહજ જ છે એટલે કે જે થવાનું હોય તેમ થાય છે એવું એકાન્ત લેવાથી નુકસાનનું કારણ થાય છે. જેમ થવાનું હોય તેમ થાય, પોતે કાંઈ કરી શકતો નથી, પુરુષાર્થ કરે તો પણ વિકલ્પ છૂટે નહિ એવો સહજનો અર્થ નથી. તે વિકલ્પ પોતાનો સ્વભાવ નથી તેથી દ્રવ્ય અપેક્ષાએ તેનો કર્તા નથી, અને માટે તેને સહજ કહ્યો; પણ બીજી અપેક્ષાએ વિકલ્પને પોતાનો લેવો કે પુરુષાર્થની મંદતાએ તે થાય છે અને પોતે સ્વભાવ તરફ વળે અને જ્ઞાયક થાય તો છૂટી જાય છે.-એમ બે અપેક્ષા છે. વિભાવ જ્યારે થવાનો હોય ત્યારે થાય એમ એક જ અપેક્ષા અર્થાત્ એકાન્ત લેવાથી નુકસાન થાય છે, શુષ્કતા જેવું થઈ જાય છે. કે થવાનું હોય તેમ થાય, આપણે કાંઈ કરી શકતા નથી, વિકલ્પ છૂટવાનો હોય ત્યારે છૂટશે એમ એકાન્ત નથી. પોતાના પુરુષાર્થની મંદતાને લઈને પોતે તેમાં રોકાયેલો છે, પોતાની પરિણતિની મંદતા છે માટે થાય છે અને પુરુષાર્થ કરે તો છૂટી જાય છે. ૬૩૩. પ્રશ્નઃ- સમ્યગ્દર્શન પ્રગટ કરવા, પહેલાં પ્રમાણજ્ઞાનથી પુરુષાર્થ ઉપાડીએ કે ધ્રુવજ્ઞાયકના જોરથી પુરુષાર્થ ઉપાડીએ ? કઈ રીત છે? સમાધાનઃ- બંને ભેગું છે. હું જ્ઞાયક છું, ધ્રુવ છું એવું જોર હોય અને પર્યાયમાં અધૂરાશ છે તેનું જ્ઞાન હોય-એ બંને રીતે પુરુષાર્થ ઊપડે છે. દ્રવ્યસ્વભાવે આત્મા શુદ્ધ છે એવું જોર હોવા છતાં દ્રવ્યમાં શુદ્ધતા છે અને પર્યાયમાં અશુદ્ધતા છે એમ બંનેનું જ્ઞાન પ્રમાણમાં સાથે રહે છે. પરિણતિ ભલે દ્રવ્ય ઉપર દૃષ્ટિ દે, (દૃષ્ટિ ભલે દ્રવ્યની હોય) તો પણ જ્ઞાન સાથે જ રહે છે. ૬૩૪. પ્રશ્ન:- પુરુષાર્થ કરવા માટે જોર કોના ઉપર આપવું ? સમાધાનઃ- જોર દ્રવ્ય ઉપર જાય છે, પણ જ્ઞાન સાથે રહે છે. એકલું દ્રવ્ય ઉ૫૨ જો૨ જાય અને પર્યાય કાંઈ છે જ નહિ એમ માને તો દ્રવ્ય ઉ૫૨નું જોર ખોટું થાય છે. દ્રવ્ય ઉપર જોર રાખે અને પર્યાયમાં રાગ કે કાંઈ નથી એમ જાણે તો દ્રવ્યનું જોર ખોટું થાય છે. બંને-દૃષ્ટિ ને જ્ઞાન સાથે રહે છે. અને તો જ તેની દ્રવ્યદૃષ્ટિ પણ સમ્યક્ છે. સમ્યજ્ઞાન સાથે ન હોય તો દ્રવ્યદષ્ટિ પણ સમ્યક્ નથી. ભલે દ્રવ્ય ઉપરનું જોર મુખ્ય રહે તો પણ (પર્યાયનું) જ્ઞાન સાથે રહે છે. એટલે પ્રમાણજ્ઞાન કાંઈ કામનું નથી એવો તેનો અર્થ નથી. દ્રવ્યદૃષ્ટિની મુખ્યતાપૂર્વક પ્રમાણજ્ઞાન સાથે જ રહે છે. ૬૩૫. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #361 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૩૪૯ પ્રશ્ન:- પ્રમાણજ્ઞાન કામનું છે તે કેવી રીતે ? સમાધાનઃ- દ્રવ્યદષ્ટિ ગ્રહણ કરતાં દ્રવ્ય શુદ્ધ છે એમ જોર આવવા છતાં પર્યાયમાં અશુદ્ધતા છે તે ખ્યાલ જ્ઞાનમાં છે. જ્ઞાનને શુદ્ધતા અને અશુદ્ધતા-બંનેનો ખ્યાલ છે. અને તેથી અશુદ્ધતાને ટાળવાનો પુરુષાર્થ ઊપડે છે. માટે તે પણ કામનું છે. અશુદ્ધતા ટાળવી છે અને શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે તેને માટે દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિનું જોર હોય છે. છતાં હજી પર્યાયમાં અશુદ્ધતા છે અને શુદ્ધ પર્યાય પ્રગટ કરવી છે તેથી પ્રમાણજ્ઞાન પણ કામનું છે. દ્રવ્યદષ્ટિના જોરથી અને પ્રમાણજ્ઞાનથી–બંનેથી પુરુષાર્થ ઊપડે છે. બેમાંથી એક જ હોય તો દૃષ્ટિ ને જ્ઞાન બંને ખોટાં થાય છે. દ્રવ્ય ઉ૫૨ દષ્ટિ ન હોય અને માત્ર જ્ઞાનથી વિચાર કરે તો પણ જ્ઞાન સમ્યક્ થતું નથી. અને દ્રવ્ય ઉપર દૃષ્ટિનું જોર હોય અને જ્ઞાન કામ ન કરે તો દ્રવ્ય ઉપર દષ્ટિનું જોર એકાન્ત થયું. અર્થાત્ પર્યાયનો-સ્વરૂપગ્રહણનો પુરુષાર્થ થયો કે નહિ તેનો-કાંઈ ખ્યાલ જ નથી તો દ્રવ્યદષ્ટિ ખોટી થાય છે. મુક્તિના માર્ગમાં બંને કામ કરે છે. મુખ્યતા ભલે દ્રવ્યદષ્ટિના જોરની હોય, પણ પ્રમાણજ્ઞાન સાથે હોય છે. બંને સાથે ને સાથે કામ કરે છે. ૬૩૬. પ્રશ્ન:- પ્રમાણજ્ઞાન સાથે ન રાખીએ તો નિશ્ચયાભાસી થવાનો અવકાશ છે? સમાધાનઃ- હા, નિશ્ચયાભાસી થવાનો અવકાશ છે, તેની દ્રવ્યદૃષ્ટિ જ ખોટી છે. મુમુક્ષુઃ- અનેકાન્તની શૈલી એવી છે કે બંને પાસાંથી સ્વરૂપ તરફ જવાની પ્રેરણા મળે. બહેનશ્રી:- હા, અનેકાન્તનું સ્વરૂપ જ એવું છે. દ્રવ્યદષ્ટિએ શુદ્ધ છું એમ દૃષ્ટિમાં એકાન્ત આવ્યું ત્યારે દ્રવ્ય-પર્યાયનું જ્ઞાન પણ સાથે રહે છે. એટલે કે સમ્યક્ એકાંતની સાથે અનેકાન્ત રહેલું છે અને તો એકાન્ત સાચું થાય છે. ૬૩૭. પ્રશ્ન:- સમ્યગ્દર્શન કરવા માટે એક ક્ષણભંગુરતાનો વિચાર કરીને વૈરાગ્ય લાવે અને એક આત્માનું બહુમાન લાવે, તે બેમાંથી કાર્યકારી કોણ ? સમાધાનઃ- વૈરાગ્ય લાવવા માટે બધું ક્ષણિક છે એમ વિચારે તેની સાથે આત્માની મહિમા બધું હોય. વૈરાગ્ય આવે તે માટે એમ વિચારે કે આ દેહ ક્ષણભંગુર છે, આ શરીર શાશ્વત નથી, આત્મા મહિમાવંત છે, આ બધું દુઃખરૂપ અને આકુળતામય છે. એમ અનેક પ્રકારથી વૈરાગ્ય આવે. વૈરાગ્ય આવે તેમાં આત્માને ઓળખવાનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #362 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૫૦ ] [ સ્વાનુભૂતિદર્શન ધ્યેય (મુખ્ય ) હોવું જોઈએ. મારો આત્મા શાશ્વત છે અને આ દેહ ક્ષણભંગુર છે એમ પોતાના અસ્તિત્વ તરફ પોતાનું જોર આવવું જોઈએ. આ દેહ શાશ્વત નથી, તો શાશ્વત શું છે? શાશ્વત મારો આત્મા છે. આ રીતે શાશ્વત આત્માના ધ્યેયપૂર્વક આ બધું ક્ષણભંગુર છે એ વૈરાગ્ય યથાર્થ છે. ૬૩૮. પ્રશ્ન:- મુખ્યતા આત્માના સ્વભાવની હોય? સમાધાનઃ- મુખ્યતા આત્માના સ્વભાવની હોવી જોઈએ. એકલી ક્ષણભંગુરતાનો વૈરાગ્ય આવે અને શાશ્વત આત્મા તરફનું ધ્યેય ન હોય તો તે માત્ર વૈરાગ્ય પૂરતું થાય. માટે શાશ્વત આત્માનું જ ધ્યેય હોવું જોઈએ. આત્મા શાશ્વત છે અને આ બધું ક્ષણિક છે, એટલે શાશ્વત આત્માને જ ગ્રહણ કરવો. આ બહારનું કાંઈ ગ્રહણ કરવા જેવું નથી. એ તો પરદ્રવ્ય છે ને તેમાં ફેરફાર થાય છે, પણ મારો આત્મા એકસરખો શાશ્વત રહેનારો છે-આમ તેને ગ્રહણ કરવો. પોતાના તરફનું-પોતાના અસ્તિત્વનું ગ્રહણ–જોર, ધ્યેય અંદરથી આવવું જોઈએ. જો તે આવે તો યથાર્થપણે ત્યાગ થાય. અંદરથી રાગ છૂટે ત્યારે સાચો વૈરાગ્ય આવે અને તે શાશ્વત આત્માના જોરપૂર્વક આવે છે. ૬૩૯. પ્રશ્ન:- નિરંતર ભેદજ્ઞાન કરતાં રહેવું? સમાધાનઃ- અંતરનો સ્વભાવ ઓળખી નિરંતર ભેદજ્ઞાન કરવું. જોકે અંતરથી ભેદજ્ઞાન થાય ત્યારે જ યથાર્થ ભેદજ્ઞાન થાય; પણ તે ન થાય ત્યાં સુધી ભાવના-રટણ કરે. પ્રથમ ભલે વિકલ્પથી ભેદજ્ઞાન કરે, પણ યથાર્થ તો જ્યારે સહજ થાય ત્યારે થાય. દ્રવ્ય ઉપર દષ્ટિ કરવી અને ભેદજ્ઞાન કરવું તે એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. ૬૪૦. પ્રશ્ન:- દ્રવ્યને અકારણ પારિણામિકભાવ કેવી રીતે કહ્યો છે ? સમાધાનઃ- દ્રવ્યને કોઈ કારણ લાગુ પડતું નથી, તે સ્વતઃસિદ્ધ છે. કોઈના કારણથી દ્રવ્ય પરિણમે એવું હોય તો દ્રવ્ય પરાધીન થઈ જાય. પણ તે તો અનાદિ-અનંત શાશ્વત સ્વત:સિદ્ધ છે ને પોતાની મેળાએ પોતે પરિણમે છે. વિભાવમાં જનારો પણ પોતે અને સ્વભાવમાં જનારો પણ પોતે છે. કર્મ તો માત્ર નિમિત્ત છે. પોતે જ પરિણમે છે, બીજો કોઈ તેને પરિણમાવતો નથી. દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે. અનાદિ-અનંત શુદ્ધ છે અને પોતાની પરિણતિમાં પોતાથી અશુદ્ધ થાય છે. ૬૪૧. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #363 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૩૫૧ પ્રશ્નઃ- દ્રવ્યને પર્યાયની પણ અપેક્ષા નથી શું? સમાધાનઃ- દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી ને પર્યાયની પરિણતિ સ્વતઃ પરિણમે છે, છતાં પર્યાય અને દ્રવ્ય બંનેના તદ્દન કટકા નથી. દ્રવ્યના આશ્રયે પર્યાય થાય છે, પણ બધું સ્વતઃ છે,-કોઈના કા૨ણે કોઈ નથી. દ્રવ્ય પોતે જ પરિણમે છે, અને તેના મૂળ સ્વભાવમાં અશુદ્ધતા થતી નથી. દ્રવ્ય જુદું રહે અને પર્યાય જુદી પરિણમે એમ કટકા નથી. પર્યાય અંશ છે અને દ્રવ્ય અંશી છે તેવો ભેદ છે, પણ સર્વથા આ દ્રવ્યનો કટકો છે અને આ બીજો પર્યાયનો કટકો છે એમ નથી. ૬૪૨. પ્રશ્ન:- આ બધું વિસ્તારથી જાણવું જોઈએ ? સમાધાનઃ- કોઈ વિસ્તારથી જાણે કે સંક્ષેપથી જાણે, (પ્રયોજનભૂત ) જાણવાનું વચ્ચે આવે છે. આ ૫૨ અને આ સ્વ, આ વિભાવ અને આ સ્વભાવ એમ ભેદજ્ઞાન કરે છે તેમાં પણ એટલું જાણવાનું આવે છે. આ સ્વભાવ ને આ વિભાવ એમ ભેદજ્ઞાન કરીને સ્વને જાણે તેમાં વિશેષ ભેદ ન જાણે તો પણ હું એક અખંડ તત્ત્વ છું તેમ ભેગું આવી જાય છે. બાઈ દાળ અને ફોતરાં જુદી કરતી હતી તે જોતાં શિવભૂતિ મુનિ ગુરુનો આશય સમજી ગયા કે ગુરુને આમ કહેવું છે કે જેમ દાળ અને ફોતરાં જુદાં છે તેમ સ્વભાવ અને વિભાવ જુદાં છે. જ્ઞાનીઓ સ્વભાવ-વિભાવને જુદા પડાવીને એક સ્વભાવને બરાબર લક્ષમાં લેવરાવે છે અને એક સ્વભાવને લક્ષમાં લીધો તો તેમાં ગુણ-પર્યાયનું જ્ઞાન સાથે આવી જાય છે. ‘ આ જ્ઞાયક'–એમ સ્વભાવ ઓળખી લીધો તો આ જ્ઞાયક છે, તે આત્મા પરિણતિવાળો છે, સર્વથા કૂટસ્થ નથી; ગુણભેદ છે છતાં વસ્તુ અભેદ છે, કટકા નથી. એમ બધું જ્ઞાન સાથે આવી જાય છે. યથાર્થ રીતે જ્ઞાયકને લક્ષમાં લેનારો કોઈ પાત્ર હોય તો સંક્ષેપમાં જલદી સમજી જાય છે, વિશેષ ક્ષયોપશમ હોય તે સંક્ષેપથી સમજે; કોઈ વિચાર કરે ને દ્રવ્ય-ગુણ-પર્યાયને (વિસ્તારથી ) જાણે. પણ અમુક પ્રકારે જાણે તો જ લક્ષમાં આવે છે. ૬૪૩. પ્રશ્ન:- આગમનો અભ્યાસ હોય? સમાધાનઃ- આગમનો અભ્યાસ હોય. બધું વચ્ચે આવે, પણ તેમાં આટલું જ જાણવું અને આટલો જ અભ્યાસ હોવો જોઈએ અથવા આગમનો અભ્યાસ વિશેષ હોય તો જ સમજાય એમ નથી. આગમમાં શું કહેવું છે એમ આગમનો ગુરુનો આશય સમજે તો પણ અનુભવ થઈ શકે. આશય સમજે તેમાં દ્રવ્યગુણ-પર્યાય, Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #364 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates TIL. ૩પર] [સ્વાનુભૂતિદર્શન સ્વ-પર ભેદજ્ઞાનનું સ્વરૂપ વગેરે બધા જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. સંક્ષેપથી કે વિસ્તારથી બધું જ્ઞાન તેમાં આવી જાય છે. ૬૪૪. પ્રશ્ન- સમવસરણમાં જે અસંખ્યાત પ્રાણીઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે ભગવાનનો કહેવાનો મૂળભૂત હેતુ સમજી જતા હશે ને ? સમાઘાન- તેઓ ભગવાનનો આશય સમજી જાય છે. ભગવાનના સમવસરણમાં કેટલાક જીવો એકદમ સમજી જાય છે ને કોઈને સમજતાં વાર પણ લાગે છે. સમવસરણમાં ભગવાનની દિવ્યધ્વનિ છૂટતી હોય તે વખતે કેટલાક ક્ષણમાં સમ્યગ્દર્શન અને મુનિપણું આદિ બધું એકદમ પામે, જ્યારે કેટલાકને વાર પણ લાગે. ભગવાનની વાણીનું નિમિત્ત એવું પ્રબળ છે કે તે ઉપાદાન તૈયાર થવાનું એકદમ કારણ થાય છે. પણ પોતે તૈયાર થાય ત્યારે તે થાય. (પોતાનું ઉપાદાન તૈયાર હોય ત્યારે ભગવાનની વાણી નિમિત્ત થાય.) ૬૪૫. પ્રશ્ન- કોઈ યોગ્યતાવાળો જીવ હોય તે આશય ગ્રહણ કરી શકતો હોય પણ દ્રવ્યગુણ-પર્યાયનું સ્વરૂપ ન જાણે, તો તે જ્ઞાયકને લક્ષમાં લઈને-અંતર્મુખ થઈનેપોતાનું કાર્ય કરી શકે ? સમાધાનઃ- તિર્યંચ હોય છે તેને પોતાનો દ્રવ્યસ્વભાવ ગ્રહણ થઈ જાય છે, અસ્તિત્વ ગ્રહણ થઈ જાય છે. મારું અસ્તિત્વ અનંત શક્તિથી ભરેલું છે તેમ તેને અંદરથી આવી જાય છે. તેને ગુણ કે પર્યાય શબ્દ આવડતો નથી, પણ હું એક ચૈતન્યદ્રવ્ય છું, મારું અસ્તિત્વ બધાથી જુદું છે; વિભાવ મારો સ્વભાવ નથી, વિકલ્પ થાય તે હું નથી-મારું સ્વરૂપ નથી એમ આશય સમજી જાય છે અને પોતાના સ્વભાવને ગ્રહણ કરી લે છે કે જાણનારો તે હું. હું જાણનારો કેવો છું? હું ખાલી જાણનારો છું એમ નહિ, પણ અનંતતાથી ભરેલો એવો જ્ઞાયક છું એમ આશય ગ્રહણ થઈ જાય છે. અનંતતા ને અચિંત્યતાથી ભરેલો એવો હું જ્ઞાયક છું. એમ સ્વીકારતાં તેમાં અનંતગુણ સમાઈ જાય છે. તિર્યંચને પરિણતિ વગેરે શબ્દ નથી આવડતા, પણ જ્ઞાયકની ગંભીરતા ગ્રહણ કરે છે તેના ઊંડાણમાં બધો સમાવેશ થઈ જાય છે. અસ્તિત્વ, ગુણ, પર્યાય આદિ નામ નથી આવડતાં, પણ અંદર પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે, સ્વભાવની ઓળખાણ કરે છે તેમાં બધું આવી જાય છે. આ શરીર તે હું નથી તેમ જ અંદર ખાવા-પીવાના વિકલ્પ આવે તે પણ મારું સ્વરૂપ નથી, તેનાથી હું જુદો છું એમ પોતાનું અસ્તિત્વ જાણે છે, આમ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #365 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૩૫૩ ભેદજ્ઞાન કરી તિર્યંચ પણ સમ્યગ્દર્શન પામે છે. હું આશ્ચર્યકારી વસ્તુ છું, અનંત ગંભીરતાવાળું અસ્તિત્વ છું એમ પોતાને ગ્રહણ કરે છે તેમાં ગુણ-પર્યાય આદિ બધાના જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. ૬૪૬. પ્રશ્ન:- પોતાના અસ્તિત્વનો તિર્યંચને એટલો મહિમા આવે છે? સમાધાનઃ- પોતાના જ્ઞાયકનું અસ્તિત્વ પોતે મહિમાથી ગ્રહણ કરે છે કે હું આ જ્ઞાયક કોઈ જુદો જ છું, અનંત સામર્થ્યથી ભરપૂર શક્તિવાળો હું પદાર્થ છું, આ તુચ્છ વિકલ્પ મારો સ્વભાવ નથી અને તેની અંદરમાં દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપના જ્ઞાનનો સમાવેશ થાય છે. તેને ન્યાય, દલીલ કે યુક્તિઓ આવડતી નથી, પણ અસ્તિત્વને ગ્રહણ કરે છે તેમાં બધું આવી જાય છે. હું જ્ઞાયક ધ્રુવ, કૂટસ્થ છું, પલટનારો નથી એવું કાંઈ શબ્દોમાં નથી આવડતું; પરંતુ હું મહિમાવાળો જ્ઞાયક છું અને પોતાના અસ્તિત્વને ધરનારો, પોતાના સ્વરૂપમાં રહેનારો તથા બહાર નહિ જનારો એવો મારો સ્વભાવ છે એમ તેને ગ્રહણ થઈ જાય છે. તેને નામ નથી આવડતાં, પણ આત્માને ગ્રહણ કરી તેમાં જ હું સ્થિર રહું તો આ બધું છૂટી જાય એવા બધા ભાવ ગ્રહણ કરી લે છે. નવતત્ત્વનાં નામ નથી આવડતાં, પણ હું આત્મા છું ને આ રાગાદિ વિભાવ છે તથા કોઈ જાતના વિભાવ પરિણામ મારો સ્વભાવ નથી એમ આત્માને ગ્રહણ કરી પોતામાં એકાગ્ર થવાનો પ્રયત્ન તેને થાય છે અને તેમાં બધું જ્ઞાન આવી જાય છે. પુણ્ય-પાપ, જીવ-અજીવ આદિ બધાનું જ્ઞાન સમાઈ જાય છે. ૬૪૭. પ્રશ્ન:- જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન નથી, અજ્ઞાન છે એમ વચનામૃતમાં આવે છે. તો તેનો વિશેષ ખુલાસો કરવા કૃપા કરશો. સમાધાનઃ- જ્ઞાન સાથે આનંદ નથી તો તે યથાર્થ જ્ઞાન જ નથી. જેને સમ્યગ્દર્શન થાય, સ્વાનુભૂતિ થાય તેને જ્ઞાન સાથે આનંદ આવે જ. જો આનંદ ન આવે તો જ્ઞાન સમ્યકરૂપે પરિણમ્યું જ નથી, એકલું લૂખું જ જ્ઞાન છે. જ્ઞાન સાથે આનંદની પરિણતિ જો પ્રગટ થઈ નથી તો તે જ્ઞાન નથી, અજ્ઞાન છે અને તે છૂટું પડયું નથી. ભેદજ્ઞાન થઈને અંદર સ્વાનુભૂતિ થાય તો તે જ્ઞાનની સાથે આનંદ આવ્યા વગર રહેતો નથી. જેમ જેમ આસ્રવથી નિવૃત્ત થતો જાય તેમ તેમ જ્ઞાનની દશા વધતી જાય છે અને જેમ જેમ જ્ઞાનદશા વધે તેમ તેમ આસ્રવથી નિવૃત્ત થતો જાય. સ્વાનુભૂતિ પ્રગટ થઈને જ્ઞાનદશા પ્રગટે તેની સાથે આનંદ હોવો જ જોઈએ. Please inform us of any errors on Rajesh@Atma Dharma.com Page #366 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૪] [સ્વાનુભૂતિદર્શન જો આનંદ નથી તો તે જ્ઞાનદશા યથાર્થ નથી. જ્ઞાન છૂટું પડીને-ન્યારું થઈને ભેદજ્ઞાનવાળું નથી, તો સમ્યકજ્ઞાન જ નથી. તે વિચાર કરતો હોય તે જુદી વાત છે પણ તે સમ્યકરૂપે પરિણમેલું જ્ઞાન નથી. ૬૪૮. પ્રશ્ન:- તત્ત્વના વિચાર આખો દિવસ કરે, પણ ભેદ-અભ્યાસ ન કરે તો પણ અનુભવ થાય ? સમાધાન - તત્ત્વના વિચાર કર્યા કરે, પરંતુ જ્યાં સુધી પરિણતિમાં રાગાદિથી એકત્વ છે અને ભેદજ્ઞાનનો અભ્યાસ નથી તો નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટતી નથી. ભેદજ્ઞાનનો અભ્યાસ કરે તો નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. કોઈને વિશેષ ટાઈમ લાગે ને કોઈને થોડો ટાઈમ લાગે, પણ ભેદજ્ઞાનનો અભ્યાસ કર્યા વગર-દ્રવ્ય ઉપર દષ્ટિ કર્યા વગર-નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી. ૬૪૯. પ્રશ્ન:- તત્ત્વના નિર્ણય પછી ભેદ–અભ્યાસમાં, આ યુગલનું પરિણમન છે તે પુગલમાં છે ને હું તો જુદો છું એ જાતનો અભ્યાસ કરી છૂટો પડે તો અનુભવ થાય ? સમાધાનઃ- દેહ જુદો અને હું આત્મા જુદો એવો અંતરમાં વિકલ્પ આવે તેનાથી પણ મારો સ્વભાવ જુદો છે એમ વિકલ્પથી પણ ભેદજ્ઞાનનો અભ્યાસ કરે. વિકલ્પ પોતાના પુરુષાર્થની મંદતાએ થાય છે. છતાં પણ વિકલ્પથી ભેદજ્ઞાનનો અભ્યાસ કરે કે વિકલ્પ હોવા છતાં હું તેનાથી જુદો છું. વિકલ્પથી ભેદનો અભ્યાસ હોય તો વિકલ્પથી છૂટો પડે અને તો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભૂતિ થવાનો પ્રસંગ આવે. વિકલ્પ ઊભા હોય છતાં પણ હું તેનાથી છૂટો છું એમ વિકલ્પથી ન્યારો થવાનો અભ્યાસ કરતો નથી તો ન્યારો થઈ શકતો નથી. વિકલ્પ ટાળું-ટાળું એમ કર્યા કરે તો શૂન્યતા જેવું થાય, તેમ નહિ પણ વિકલ્પથી ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. ૬૫૦. પ્રશ્ન- કોઈ આકરી પ્રતિકૂળતા આવી પડે, કોઈ મર્મછેદક વચન કહે તો શીઘા દેહમાં સ્થિત પરમાનંદસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ છોડી દેવું, સમતાભાવ કરવો એમ કહેવામાં આવે છે. પણ હજી તો શ્રદ્ધા-જ્ઞાનનાં ઠેકાણાં નથી તો તે કેવી રીતે પરમાત્માનું ધ્યાન કરે ? સમાધાન - આ આગળની વાત કરી છે, પણ જેટલી પોતાની શક્તિ હોય તે પ્રમાણે કરવું. મુનિઓને આકરા પરીષહું આવે-મર્મછેદક વચન કોઈ કહે, કોઈ નિંદા કરે–તો મુનિઓ એકદમ આત્માના ધ્યાનમાં એવા ચડી જાય કે બહારનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #367 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [૩૫૫ બધું ભૂલી જાય. નિંદા-પ્રશંસા આદિ બધું જેમને સરખું છે તથા આ શરીર પણ મારું નથી, શરીરમાં જે થાય તેનાથી મને કાંઈ થતું નથી. એવા મુનિઓ આકરા પરીષહ આવે તો એકદમ જ્ઞાયકના ધ્યાનમાં ચડીને શ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પારસનાથ ભગવાનને ઉપસર્ગ આવ્યો હતો, પાંડવોને કેવો ઉપસર્ગ થયો હતો? છતાં તે વખતે તેઓ બધા આત્માનું ધ્યાન કરતા હતા. અને ત્રણ તો એકદમ આગળ ગયા. આગળ જઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ તો મુનિઓની વાત થઈ, પણ આ રીતે જિજ્ઞાસુ-મુમુક્ષુ પોતે પોતાની હદ હોય તે પ્રમાણે બહારના પ્રતિકૂળ પ્રસંગો આવે તો તેમાં શાંતિ રાખે કે હું જ્ઞાયક છું. આત્માનું ધ્યાન ન થઈ શકે તો હું જ્ઞાયક છું, હું તો આત્મા છું, મને કાંઈ લાગતું નથી, આ શબ્દ તો પુદ્ગલ છે અને તેની સાથે મારે કાંઈ સંબંધ નથી. એમ વિચારો કરે, તેની શ્રદ્ધા કરે, તેવી જાતની એકાગ્રતા કરે ને તેનું ધ્યાન કરે. પ્રથમ યથાર્થ ધ્યાન ન હોય, પણ પોતે ભાવના કરે કે આ શરીર હું નથી, આ પુદ્ગલ છે; જે થાય તે શરીરમાં થાય છે, મને કાંઈ થતું નથી; હું તો જ્ઞાયક છું,-તે રીતે વિચાર કરે ને શ્રદ્ધાનું બળ વધારે કે હું તો જુદો છું. શબ્દ કહેતો નથી કે તું સાંભળ અને હું જીવ પણ કાંઈ ત્યાં સાંભળવા જતો નથી. હું મારામાં છું, એમ પોતે વિચાર કરી, શાંતિ રાખે-સમભાવ રાખે. મુમુક્ષુ- પોતે જે ભૂમિકામાં હોય તે પ્રમાણે કરે ? બહેનશ્રી- પોતાની ભૂમિકા પ્રમાણે પુરુષાર્થ કરી શકાય. માટે તેવો પુરુષાર્થ કરી અંતરમાં સ્થિર થવું, આકુળતા ન કરવી. મુનિરાજ તો ઉગ્ર ધ્યાન કરે છે, પણ દરેકે પોત-પોતાની હૃદ પ્રમાણે સમજી લેવું. સમ્યગ્દષ્ટિ પણ આત્માનું ધ્યાન કરે છે, પરંતુ મુનિની ભૂમિકા જુદી છે. જિજ્ઞાસુએ પોતાની ભૂમિકા પ્રમાણે કરવું, સંયોગથી પોતે ન્યારો થઈ વિચાર કરે કે આ બધું મારું સ્વરૂપ નથી, આ બધો ઉદય છે. હું તેનાથી જુદો છું. કોઈનો દોષ નથી, મારા પોતાના ઉદયને લઈને પ્રતિકૂળતા આવી છે માટે શાંતિ રાખવી. ૬૫૧. પ્રશ્ન- શ્રીમદ્જીમાં આવે છે કે જ્ઞાની પ્રત્યે જેને પરમાત્મબુદ્ધિ આવે છે તેને સર્વ મુમુક્ષુ પ્રત્યે દાસત્વભાવ આવે છે. તો ત્યાં તેઓ શું કહેવા માગે છે? સમાધાનઃ- મુમુક્ષુને સત્પુરુષ-કે જે સર્વોત્કૃષ્ટ માર્ગ બતાવી રહ્યા છે અને સાધના કરી રહ્યા છે તેના પર પરમેશ્વર બુદ્ધિ આવે છે. એટલે કે તે જ મારે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #368 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૫૬ ] [ સ્વાનુભૂતિદર્શન સર્વસ્વ છે એમ માને છે અને તેને બીજા મુમુક્ષુ જીવો પ્રત્યે દાસત્વપણું એટલે કે ગુણગ્રાહી દષ્ટિ થઈ જાય છે. તે કોઈના દોષ જોતો નથી, પણ તેને બધાનું દાસત્વ છે અર્થાત્ કોઈથી હું ઊંચો છું એવી ષ્ટિ નથી, પરંતુ નમ્રતાના ભાવ આવી જાય છે. આત્માર્થીપણાનું લક્ષણ છે કે હું કોઈથી ઊંચો છું તેવો વિચાર છૂટી જાય ને બધાનું દાસત્વપણું આવી જાય. તેને એટલી બધી નમ્રતા આવી જાય છે કે પોતાનું અહંપણું ને કઠોરતા છૂટી જાય છે, પણ તેને પરીક્ષાબુદ્ધિ હોય છે. જ્યાં સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ હોય ત્યાં જ તેની અર્પણતા હોય છે; પરંતુ જે સાચું સમજતા ન હોય, જેની વિપરીત બુદ્ધિ હોય ને જેના ખોટા આગ્રહ હોય તેના પ્રત્યે દાસત્વપણું ન હોય. છતાં પણ પોતાને કયાંય અભિમાન ન થાય, પોતે કયાંય અભિમાનથી વર્તતો ન હોય.-એવી જાતનું દાસત્વ હોય છે. તે પોતાનું માન નથી રાખતો કે મારામાં આમ છે અર્થાત્ હું મોટો છું એમ પોતાનું માન છૂટી જાય છે, પોતાને નુકસાન થાય એવી જાતનું અહંપણું છૂટી જાય છે. કોઈ ખોટા આગ્રહવાળા હોય, કુદેવ-ગુરુ હોય તે બધાને જેમ છે તેમ જાણે છે; પણ પોતે અહંપણું રાખતો નથી. તેને બધામાં વિવેક છે, પણ તેનો અર્થ એવો નથી કે તે બધે નમસ્કાર કરે છે. છતાં તેને અહંપણું છૂટી જાય છે. મારામાં આ ગુણ તો છે ને? એવો તેને અહં ન હોય, પણ મારે હજી ઘણું કરવાનું છે એવી નમ્રતા હોય. દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધ ભગવાન જેવો છું, પણ પર્યાયમાં પામર છું, એવી જાતની નમ્રતા અંતરમાં આવી જાય છે.-આ દાસત્વનો અર્થ છે. પર્યાયમાં હું પામર છું, મારી પર્યાયમાં ઘણી અધૂરાશ છે. મારે ઘણું કરવાનું છે એવી નમ્રતા હોય, પણ મેં આ કરી લીધું ને મારામાં આ છે એવું અહંપણું ન હોય. દાસત્વ એટલે બધાના દાસ થઈ જવું અને બધે નમસ્કાર કરવા એવો અર્થ નથી. બીજાના દોષ જોવા કરતાં, પર્યાયમાં હું પામર છું એમ પોતાના દોષ જોવા તે આત્માર્થીનું લક્ષણ છે. બીજાને દોષબુદ્ધિથી જોવા કરતાં, તું તારા પોતામાં કયાં અટકયો છો અને તારામાં શું ખામી છે તેને તું જો. બીજાના દોષ જોવામાં તું અટકીશ નહિ. ‘જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કર્યો, પણ તું પોતે રૂડો થયો નહિ.’ એવું શ્રીમમાં આવે છે. જગતને રૂડું દેખાડવાનો પ્રયત્ન કર્યો, પણ તું પોતે અંદ૨ રૂડો થયો છો કે નહિ? તે તારે અંતરમાં જોવાનું છે. તારે પોતાને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #369 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૩૫૭ અંદરમાં ગુણ પ્રગટાવવાના છે, અંતરમાં શુદ્ધિ કરવાની છે. દ્રવ્યને ઓળખીને અંદરથી જિજ્ઞાસા ને લગની લગાડીને આત્મા તરફ તારું વલણ કેટલું થાય છે તેની ઉપાદાનની તૈયારી કરવાની છે. શ્રીમદ્દજીના આ વાકયની અંદરમાં ગૂઢતા ભરી છે. ગુરુદેવના પ્રતાપે સ્પષ્ટતા થઈ છે. ગુરુદેવે સમયસાર આદિ શાસ્ત્રોના ને આત્માનાં-વસ્તુસ્વરૂપનાં રહસ્યો ખોલ્યાં છે. શ્રીમદ્દના કથનનાં રહસ્યો પણ ગુરુદેવે ખોલ્યાં છે. ગુરુદેવે સૂક્ષ્મ-સૂક્ષ્મ કરીને બધાં રહસ્યો ખોલ્યાં છે એટલે બધું ચોખ્ખું થઈ ગયું છે. ૬૫૨. પ્રશ્ન:- “અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું” તે ભાવમાં દાસત્વપણું કહેવા માંગે છે? સમાધાનઃ- “ અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?' મારામાં બધા દોષો એમ પોતાના દોષ જોનાર બીજા કોઈના દોષ જોતો નથી. જગતની અંદર હું અધમાધમ છું એમ પોતાના દોષ જોનાર આગળ જાય છે એમ કહેવું છે. અધમાધમ અધિકો પતિત પોતે થઈ ગયો નથી, પણ ભાવના એવી છે કે મારે બીજાના દોષો શા માટે જોવા ? હું દોષથી ભરેલો છું અને બીજા બધા દ્રવ્ય અપેક્ષાએ ગુણથી ભરેલા છે તેમ તે જોવે છે. દ્રવ્ય અપેક્ષાએ પોતાને જોવે છે કે મારા સ્વભાવમાં દોષ નથી, પણ પોતાને પુરુષાર્થ ઉપાડવો છે એટલે પોતાને એમ પણ જોવે છે કે મારામાં જ બધા દોષો છે. “ અધમાધમ અધિકો પતિત ”–એમ પર્યાય અપેક્ષાએ મારામાં જ દોષો છે અને મારે જ ગુણ પ્રગટ કરવાના છે, બીજાના દોષ જોવાના નથી. પોતાનો અલ્પ દોષ હોય તો તેને મોટો કરીને પોતે અંદર વિચાર કરે, અને બીજાના થોડા ગુણને પોતે મોટા કરીને વિચાર કરે. આગળ જનાર મુમુક્ષુની આવી રીત હોય છે. પોતાને આગળ વધવું છે તે બીજાના ગુણ તરફ જોવે. તથા પોતાને પુરુષાર્થ ઊપડવા માટે પોતાના દોષ જોવે કે મારે ઘણું કરવાનું છે. આમ કરીને આગળ જાય છે. તે જ્ઞાન બરાબર કરે છે કે દ્રવ્ય અપેક્ષાએ મારામાં શુદ્ધતા ભરી છે, પણ પર્યાયમાં હજી મારે અંતરમાં પુરુષાર્થ કરીને બધું પ્રગટ કરવાનું છે. આમ દાસત્વપણું કોઈક અપેક્ષાએ કહ્યું છે, બધી અપેક્ષાએ નહીં. પર્યાયની અપેક્ષાએ પોતાને આગળ વધવાનું છે અને ‘દીન ભયો પ્રભુ પદ જપે, મુક્તિ કહાં સે હોય’ તે દ્રવ્યદષ્ટિની અપેક્ષા છે.-બંનેની સંધિ છે. ૬૫૩. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #370 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૫૮ ] [ સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- પરમાં મહત્તા અને કુટુંબ-પરિવારમાં મમતા થઈ જાય છે. વિચાર કરીએ તો પણ તે ભાવ તૂટતા નથી, તો શું કરવું? સમાધાનઃ- ઉદયભાવ છે તે જો આત્માની લગની અંદર લાગે તો તૂટે, વિચારથી ન તૂટે. જ્ઞાયકને ઓળખે અને ઉદયભાવથી જુદો પડે કે હું જ્ઞાયક છું, આ મારું સ્વરૂપ નથી ત્યારે વાસ્તવિકપણે તૂટે છે. ત્યાર પહેલાં ઉદયભાવ ભલે હો, અને પોતે વિચાર પણ કરે; પરંતુ માત્ર એકલા વિચારથી નહિ, પુરુષાર્થ કરે તો ઉદયનો ૨સ મંદ પડી તૂટી જાય. આ બધું સારભૂત નથી, સારભૂત મારો આત્મા જ છે. આ બધું નિઃસાર છે–એવો અંદરથી નિશ્ચય આવે તો તે જાતનો રસ તૂટી જાય. મહિમાવંત તો મારો આત્મા જ છે એમ એકલા માત્ર વિચાર કર્યા કરે; પણ અંદરથી નિરસતા ન લાગે તો રસ ન તૂટે. મારો આત્મા શાશ્વત છે. ખરેખર આ કુટુંબાદિ મારું સ્વરૂપ નથી, તેઓ સારભૂત નથી ને કાંઈ મહિમાવંત નથી. એ તો બધું માત્ર કલ્પનાથી માનેલું છે, એવી જાતનો અંદરથી વૈરાગ્ય આવવો જોઈએ, આત્માની લગની લાગવી જોઈએ. વિચારની સાથે આ બધું આવે તો રસ તૂટે. ઉદયભાવમાં પોતે જોડાઈ જાય છે પણ અંદરથી ૨સ તૂટી જવો જોઈએ. તે અશુભમાંથી શુભમાં આવે છે, પણ શુભ મારું સ્વરૂપ નથી, તેનાથી પણ હું જુદો મહિમાવંત ચૈતન્ય છું ને વિભાવમાં ઊભા રહેવું તે બધું ખોટું છે. આ રીતે અંદરથી આત્માની લગની અને મહિમા આવવી જોઈએ. તે વગર રસ તૂટે નહિ. બહારના બધા રાગ એવા હોય છે, પણ ચૈતન્ય તરફનો જો પ્રેમ જાગે તો બહારનો પ્રેમ અંતરથી તૂટી જાય. એક મારો આત્મા જ સર્વસ્વ છે. તે જ જાણવા-જોવાલાયક છે, તે જ વિચારવાલાયક છે, તેનું જ ભજન કરવા યોગ્ય છે, બાકી બધું નકામું છે. બહારમાં જેણે વસ્તુસ્વરૂપ બતાવ્યું તે જિનેન્દ્રદેવ હૃદયમાં રાખવા યોગ્ય છે. દેવ-શાસ્ત્ર-ગુરુ હૃદયમાં રાખવા યોગ્ય છે. શાસ્ત્રનું ચિંતવન કરવા યોગ્ય છે. તે સિવાય બહાર કોઈ ઉપર દષ્ટિ મૂકવા જેવી નથી,-લક્ષમાં લેવા જેવું નથી, રાગ કરવા જેવો નથી-એવો અંદરથી જો સાચો નિર્ણય આવે, સાચી લગની લાગે ને સાચો વૈરાગ્ય આવે તો બહારની મહત્તા તૂટે. બાકી જીવે બાહ્ય વૈરાગ્ય લાવી ઘણીવાર ૨સ તોડયો છે, પણ યથાર્થપણે તો ત્યારે તૂટે કે જ્યારે આત્માને લક્ષમાં લે, જ્ઞાયકને ઓળખે તો વાસ્તવિક રીતે રસ તૂટે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com Page #371 -------------------------------------------------------------------------- ________________ [359 Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] ઉદય તને કહેતો નથી કે તું પરાણે આમાં જોડાઈ જા, પોતે જોડાય છે. બહારનું કોઈ કહેતું નથી કે તું મને સાંભળ, તું મને જો, તું મારો વિચાર કર, એમ કોઈ કહેતું નથી. પણ પોતે જ પોતાના રાગથી તેમાં જોડાય છે. રાગમાં નિરસતા લાગે તો તેનો રસ તૂટી જાય. પણ માત્ર લુખા વિચાર કરવાથી રસ ન તૂટે. 654. પ્રશ્ન- આપનાં વચનામૃતમાં આવે છે કે “જીવન આત્મામય બનાવી દેવું જોઈએ ? તો તે કઈ રીતે બનાવવું? સમાધાન- હા, જીવન આત્મામય જ બનાવી દેવું જોઈએ. આ જીવન બધું રાગમય-વિકલ્પમય છે તેને બદલે આત્મામય બનાવી દેવું જોઈએ. બસ, હું આત્મા છું, આ શરીર તે હું નથી, હું ચૈતન્યમૂર્તિ છું, ચૈતન્યનું સ્વરૂપ તે જ હું છું. એમ જીવન આત્મામય બનાવી દેવું. ડગલે-પગલે આત્મા જ યાદ આવે એવું આત્મામય જ જીવન બનાવવું. આ બધું પરદ્રવ્ય છે તે કોઈ મારું નથી, મારો આત્મા જુદો છે; હું ચૈતન્યમય છું; પરને આશ્રિત વિચાર આવે તે બધા વિચાર નિરર્થક છે. કાંઈ સારભૂત નથી; હું તો એક આત્મા છું એમ પહેલાં ભાવના કરે, પ્રયત્ન કરે. કેમકે એકદમ સહજ થવું મુશ્કેલ પડે. પણ આત્મામય જીવન જ થઈ જાય તો બધું છૂટી જાય, પરની એકત્વબુદ્ધિ તૂટી જાય. અંતર દષ્ટિ કરે કે હું આત્મા છું, આ બધું બહાર દેખાય છે તે હું નથી, હું તો અંતરમાં કોઈ જુદું ચૈતન્ય દ્રવ્ય છું. પોતે બહારની કલ્પનાથી માની લીધું છે કે આ શરીર તે હું, ઘરકુટુંબ આદિ બધું હું એમ પોતે માન્યું છે, પણ આ બધું કોઈ હું નથી, હું તો ચૈતન્ય આત્મા છું. એમ આત્મામય જીવન બનાવી દેવું. અનંતકાળમાં ઘણું કર્યું-ત્યાગ-વૈરાગ્ય આદિ બધું કર્યું, પણ યથાર્થ કરવા યોગ્ય કર્યું નથી. હું તો આત્મા છું, આ વિભાવ મારું સ્વરૂપ નથી. એમ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને જે વૈરાગ્ય આવે તે બરાબર છે. હું તો આત્મા છું એવું સહજપણે કરવાનો પ્રયત્ન કરવો. પહેલાં સહજ હોતું નથી, પણ સહજ કરવાનો પ્રયત્ન કરે. આ ઉદયભાવ તે હું નથી, હું તો પારિણામિકભાવે રહેનારો ચૈતન્યસ્વરૂપ આત્મા છું. તે પારિણામિકભાવ મારું સ્વરૂપ છે, આ ઉદયભાવ તે મારું સ્વરૂપ નથી એમ આત્મામય જીવન બનાવવું. 655. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com