________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪]
[સ્વાનુભૂતિદર્શન બહેનશ્રી:- “હું જ્ઞાનસ્વરૂપ છું' તેમ પોતાને રહ્યા જ કરે. રાગ તરફ તેની રુચિ નથી. તેથી ત્યાંથી છૂટતો જાય છે અને પોતા તરફ વળતો જાય છે. આ રીતે પુરુષાર્થ સહજ થાય છે, હુઠથી કે પરાણે-પરાણે થતો નથી. તેને આત્માની રુચિ છે, માટે રુચિ અને પુરુષાર્થ આનંદથી કરે છે. સહજ થાય છે.
મુમુક્ષુ - આપે ‘આનંદ’ શબ્દ સારો કહ્યો, ‘સહજ’ નો અર્થ આનંદથી થાય છે.
બહેનશ્રી:- પુરુષાર્થ આનંદથી કરે છે, હઠથી નહિ. આ હુઠ એટલે ખેદપૂર્વક કરે છે એમ નહિ, પણ રુચિપૂર્વક આનંદથી કરે છે, તેમ અર્થ છે. તેને પુરુષાર્થ કરવામાં રસ આવે છે તેમ જ પોતાનું સ્વરૂપ છે એટલે સહજ તે તરફ પોતે આનંદ અને સચિથી જાય છે.
મુમુક્ષુ - શું રુચિપૂર્વક ને રસપૂર્વક સહજ પુરુષાર્થ છે?
બહેનશ્રી - બહારના દષ્ટાંતમાં, જેમ ભગવાનનાં-ગુરુનાં દર્શનનો પોતાને રસ લાગ્યો હોય તો ભગવાનનાં કે ગુરુનાં દર્શન કરવા આનંદથી જાય છે, હુઠથી જતો નથી, તેમ જ્ઞાયકનો પ્રેમ લાગ્યો હોય તે આનંદથી તે તરફ જાય છે. હઠથી નહીં, પણ સહજ જાય છે કેમકે અંદર રસ અને રુચિ છે.
જેમ પાણી પાણીને ખેચતું પાણી તરફ જાય છે તેમ જ્ઞાયક જ્ઞાયકને ખેંચતો જ્ઞાયક તરફ જાય છે અને તે તેનું સહજ છે. જ્ઞાયક જ્ઞાયકની દોરી પોતા તરફ ખેંચે છે. ત્યાં હુઠ કે ખેદ નથી, આનંદ છે. પોતાનો સ્વભાવે પોતાને અનુકૂળ હોય, પ્રતિકૂળ ન હોય, તેથી તે સહજ છે. અંદર જવાનું ગમે છે, બહાર જવું ગમતું જ નથી, તથા અંદર જાય તો પોતાને સંતોષ અને શાંતિ થાય છે. માટે તે કાર્ય હોંશથી કરે છે, તે બોજારૂપ લાગતું નથી. ૩૪. પ્રશ્ન:- આત્માની પહિચાન મહિમાપૂર્વક હોતી હૈ કયા ? સમાધાન - આત્માકી પહિચાન મહિમાપૂર્વક હોતી હૈ. શુષ્ક વિચાર કરે તો વહુ છૂટ જાતા હૈ. આત્મા જ્ઞાનસ્વરૂપ હૈ ઐસા બોલ દિયા, લેકિન ઉસકો ગ્રહણ નહીં કિયા તો ઐસે પહિચાન નહીં હોતી. ઈસકી મહિમા આની ચાહિયે. અનંત ગુણસે ભરપૂર, આશ્ચર્યકારી, આનંદકારી, મહિમાવંત આત્મા હૈ ઐસા વિચાર કર ભીતરમેં જાવે તબ ભેદજ્ઞાન હોવે. અનંત ગુણસે ભરપૂર ચૈતન્ય-ચમત્કારમય ચૈતન્યદેવ મેં હૈં, દિવ્યતાસે ભરપૂર મેં હું, ઐસી ચૈતન્યની અંદરસે અદ્દભુતતા લગની ચાહિયે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com