________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૧૬ ]
[ સ્વાનુભૂતિદર્શન રાગમાં અનાદિકાળથી પડયો રહ્યો છે. પોતાને કારણે પોતે સાચું સમજવાનો પ્રયત્ન કર્યો નથી. શુભથી બધું થઈ જાય તેમ માની લીધું છે, પણ પોતે દૃષ્ટિ ફેરવે અને આત્માની સાચી રુચિ કરે તો ઓળખાય છે. દેવ-શાસ્ત્ર-ગુરુને બહારથી ઓળખ્યા પણ યથાર્થ ઓળખે તો આત્માને ઓળખ્યા વગર રહે નહિ. અને આત્માને ઓળખે તો ભગવાનને ઓળખ્યા વગર રહે નહિ. એવો સંબંધ છે. ૧૬૪. પ્રશ્ન:- જીવ બહારનું કામ તો બધું કરી લે છે. આ કરતો નથી, અંતરમાં જવા માટે વિશેષ પ્રેરણા આપવા કૃપા કરશોજી.
સમાધાનઃ- ગુરુદેવે આંગળી ચાંધીને માર્ગ બતાવ્યો છે કે તું સ્વભાવને રસ્તે જજે, પણ કોઈ ચલાવી ન દે. ગુરુદેવ દેખાડતા હતા કે આ વિભાવનો રસ્તો છે તેમાં તીવ્રભાવ આવે કે મંદભાવ-શુભભાવ આવે, તે રસ્તે તું જઈશ નહિ, ક્ષણિક પર્યાયો હોય તેમાં રોકાઈશ નહિ અને અનેક ભેદભાવો આવે તેમાં પણ રોકાઈશ નહિ. શાશ્વત આત્માને ગ્રહણ કરજે, બીજે કયાંય રોકાઈશ. નહિ. શાશ્વત આત્માને ગ્રહણ કરીશ તો તને સુખનું ધામ મળશે. આમ રસ્તો બતાવતા હતા. જો બીજે કયાંય રોકાણો કે પર્યાયમાં રોકાણો તો તને ચૈતન્ય ભગવાન આત્મા નહિ મળે. આમ બરાબર ચોખ્ખું કરી-કરીને બતાવતા હતા. પણ ચાલવાનું તો પોતાને ૨હે છે. શુભભાવ વચ્ચે આવતા જશે, પણ તેમાં રોકાઈશ નહિ; અંદર સાધનામાં સાધદશાની પર્યાયો પ્રગટશે પણ તેમાં રોકાઈશ નહિ અને અનેક જાતના જ્ઞાનના ભેદો આવશે તેમાં પણ રોકાઈશ નહિ,-આ પ્રકારે અનેક રીતે કહેતા હતા. એક શાશ્વત દ્રવ્યને ગ્રહણ કરીને તેમાં તું જજે-તે રસ્તે જાજે, તને શુદ્ધતાની પર્યાય તેમાંથી પ્રગટ થશે. એમ કરી-કરીને માર્ગ બતાવતા હતા. બાકી ચાલવાનું તો પોતાને જ રહે છે.
એકલા જ્ઞાયક દ્રવ્યને પકડજે. જ્ઞાયક ભગવાનમાં બધું ભર્યું છે, તેમાંથી તને બધું મળશે. તેમાં બધી નિધિ છે તે તને મળશે. આમ પીંખી-પીંખીને બતાવતા હતા, પણ ચાલવાનું તો પોતાને છે. તેઓશ્રીએ બધું બતાવી દીધું, પણ ચાલે કોણ ? જાણ્યા કરે અને આહા...આહા....આવું છે! આવું છે! એમ કર્યા કરે અને આ વિભાવ છે, આ પર્યાય છે એમ વિચાર કર્યા કરે પણ ચાલે કોણ ? ચાલવાનું તો પોતાને છે. ગુરુ રસ્તો બતાવે પણ ચલાવી કોણ દે? મોઢામાં કોળિયો મૂકે, પણ જીભ ચલાવી, ગળે ઉતારવાનું પોતાને રહે છે, પોતાને પુરુષાર્થ કરવાનો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com