________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૩૪ ]
[ સ્વાનુભૂતિદર્શન નિજ સ્વભાવનો અભ્યાસ કરવાથી. ખરું સાધન પોતે પોતાનું થાય છે. ગુરુદેવે માર્ગ બતાવ્યો છે કે તારું તત્ત્વ જુદું છે, અન-અભ્યાસને લઈને મુશ્કેલ લાગે છે. માર્ગ ગુરુ બતાવે છે પણ સમજવાનું, પ્રતીતિ કરવાની પોતાને રહે છે. પોતાની મેળે પોતાનો સ્વભાવ ઓળખવો કઠણ પડે છે. બતાવનાર ગુરુ મળે ત્યારે અંતરમાં ગ્રહણ થાય છે, એવો નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે. ૨૦૯.
પ્રશ્ન:- ગુરુએ માર્ગ બતાવ્યો છતાં ગુરુ તરફ્થી નજર પાછી વાળવી એમ ગુરુ કહેવા માંગે છે?
સમાધાનઃ- ગુરુ એમ કહે છે કે તું સ્વતંત્ર છો, તું તારામાં જો, તારી દૃષ્ટિ ફેરવ. તું તારા તરફ દષ્ટિ કર. ગુરુ આમ કહી રહ્યા છે. પણ આગળ જનારને એવો ભક્તિભાવ આવે કે ગુરુ! તમે જ માર્ગ બતાવ્યો, દિશા બતાવી, આત્મા બતાવ્યો, સ્વતંત્રતા બતાવી, સ્વાનુભૂતિનો માર્ગ બતાવ્યો છે. નિર્વિકલ્પદશા થાય ત્યારે મુક્તિનો માર્ગ પ્રગટ થાય-આત્માની સ્વાનુભૂતિ થાય-વૈદન થાય. એ બધું આપે જ બતાવ્યું છે છતાં કરવાનું પોતાને રહે છે. ૨૧૦.
પ્રશ્નઃ- વચનામૃતમાં આવે છે કે જ્ઞાનીને શુભભાવ છે તે કાળા નાગ જેવો દેખાય છે અને બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે જ્ઞાની તો શુભાશુભ ભાવોનો જ્ઞાતા છે. તો આ બન્નેનો મેળ કેવી રીતે છે?
સમાધાનઃ- જ્ઞાનીને ભેદજ્ઞાનની દશા છે. આ સ્વભાવ છે અને આ વિભાવ છે એમ તેને સહજ જણાય છે. જ્ઞાયક જ્ઞાયકરૂપે પોતાની પરિણતિમાં ઊભો છે. અલ્પ અસ્થિરતા છે તેને પણ તે જાણે છે. છતાં પણ તેની ભાવના એવી છે કે હું સ્વરૂપમાં પૂર્ણ લીન કેમ થઈ જાઉં? એવી ભાવનાને લઈને જ્ઞાનીને શુભભાવ કાળા નાગ જેવો લાગે છે. તે અપેક્ષાએ ત્યાં વાત છે. બાકી તેને દ્વેષબુદ્ધિ નથી, તે તો માત્ર જાણે છે-જ્ઞાયક છે-જ્ઞાતા છે. રાગ આવે છે તેનો જ્ઞાતા-દષ્ટા છે, પણ તેને ભાવના તો એમ રહે કે આ અધૂરાશ છે. અહો ! મુનિઓ ક્ષણે ક્ષણે સ્વરૂપમાં જામી જાય છે એવી મારી દશા નથી, એવી દશા મને કયારે થઈ જાય કે હું સ્વરૂપમાં લીન થઈ જાઉં. માટે આ વિભાવ છે તે આદરણીય નથી, મારો સ્વભાવ નથી.
મને કયારે વીતરાગદશા થઈ જાય અને હું શાશ્વત આત્મામાં રહી જાઉં, વિભાવ મને ન હો, મને પૂર્ણ સ્વભાવ હો. એવી તેની ભાવના રહે છે. ૨૧૧. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com