________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૧૩૩ ગુરુ જે કાંઈ કહેતા હોય તેમાં કાંઈક આશય હશે! કાંઈક હિત હશે! એવો અર્થ ગ્રહણ કરે છે. આમ દેખાવા છતાં તેઓ આમ કેમ કહે છે?–એમ નહીં, પણ તેમાં કાંઈ હિત કે આશય હશે, એમ પોતે ગ્રહણ કરે છે.
| મુમુક્ષુ- એક હોય ત્યાં અવિનાભાવી બીજું હોય જ? આત્માની રુચિ લાગે તેને જ્ઞાની પ્રત્યે બહુમાન હોય જ?
બહેનશ્રી - અંતરની રુચિ હોય તેને જ્ઞાની પ્રત્યે બહુમાન હોય જ, એવો સંબંધ છે. અંતરની રુચિ હોય અને ગુરુ પ્રત્યે બહુમાન ન હોય તેમ ન બને. જો ગુરુ પ્રત્યે બહુમાન ન આવે તો તેની રુચિમાં કચાશ છે. તેણે પોતાની બુદ્ધિ અને કલ્પનાથી બધું નક્કી કર્યું છે. જેની રુચિ આત્માને પામવાની છે, તેને ગુરુ પ્રત્યે અર્પણતા સાથે હોય જ છે કે હું કાંઈ જાણતો નથી. પોતે જે માર્ગે જાય છે તે માર્ગ જેણે પ્રગટ કર્યો તેનો વિનય અને ભક્તિ તથા અર્પણતા તેના હૃદયમાં હોય જ. ૨૦૭. પ્રશ્ન- શ્રીમમાં આવે છે કે બીજું કાંઈ શોધીશ નહિ માત્ર એક સતપુરુષને શોધી કાઢ અને તેમનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દે. તો સર્વભાવ એટલે સર્વ અર્પણતા? સમાધાનઃ- હા, બધી જાતની અર્પણતા. ગુરુ જે કહે છે તે બધી અર્પણતા, તેમાં પોતાની કલ્પના અને પોતાનું ડહાપણ કાંઈ નહિ. ગુરુ જે કહે તે બધું માન્ય છે; પણ તે મને સમજાતું નથી એમ પોતે સમજવા પ્રયત્ન કરે. બાકી ગુરુ કહે છે તે બરાબર જ છે. મારી પોતાની કચાશ છે.
શ્રીમદ્દ તો ત્યાં સુધી કહે છે કે ગુરુને બધા ભાવ અર્પણ કરી દે પછી મુક્તિ ન મળે તો મારી પાસેથી લેજે; એનો અર્થ કે તને મુક્તિ મળશે જ. ૨૦૮. પ્રશ્ન- વિશ્વાસ આવવો જોઈએ કે મારામાં ભર્યું પડયું છે? સમાધાનઃ- પોતાના સ્વભાવની જાતમાં જ બધું છે, આ વિભાવની જાત છે તેમાંથી કોઈ પ્રકારે મારો સ્વભાવ પ્રગટવાનો નથી. વિભાવ વિલક્ષણ અને દુઃખરૂપ છે. સ્વભાવમાંથી જ સ્વભાવ આવશે, વિભાવમાંથી સ્વભાવ આવવાનો નથી એવો વિશ્વાસ-પ્રતીતિ આવે તો જ પોતા તરફ પુરુષાર્થ કરે. જ્ઞાન-દર્શનચારિત્ર બધું પોતામાં જ છે, પોતામાંથી પ્રગટે છે. બહારનાં સાધનો હોય છે, પણ પ્રગટે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com